રૂહ સાથે ઈશ્ક..
(૫)
ભોજનાલય માં પ્રેત સાથે થયેલી પ્રથમ મુલાકાત બાદ એનાં મદદ ની આશય થી રાહુલ પુનઃ ભોજનાલય માં આવે છે..એ યુવતી નું પ્રેત પોતાની ઓળખાણ સ્વાતિ તરીકે આપીને પોતાની મોત ની કહાની બતાવે છે.એ પોતે પણ આ હોસ્ટેલ માં જ રહેતી કોલેજ ની ભૂતપૂર્વ છાત્રા હતી.હોસ્ટેલ ની જ એક છોકરી કોમલ ને પ્રોફેસર તપન સાથે શારીરિક સંબંધ બનાવતાં જોઈ કોમલ ને સમજાવીને પાછી વાળે છે. આ ઘટના ના થોડાં સમય બાદ તપન દેસાઈ મેશ્વા નામની બીજી છોકરીના એનાં બોયફ્રેન્ડ સાથેનાં અભદ્ર વીડિયો ફેલાવાની ધમકી આપી એની સાથે ફીઝીકલ રિલેશન રાખવા કહે છે. સ્વાતિ તપન દેસાઈ નો મોબાઈલ ચોરી લે છે જેમાં અન્ય છોકરીઓ નાં પણ અભદ્ર વીડિયો જોઈ ચોંકી જાય છે..પોતાનાં રૂમ માં પણ લાગેલાં હીડન કેમેરા શોધી એ મદદ માટે પોતાનાં મિત્ર પવન ને બોલાવે છે.. જે પ્રિન્સિપાલ ને જઈ આ બધી વાત કરવાની સલાહ આપે છે.. હવે વાંચો આગળ..
"તો પછી તું અને પવન બંને પ્રિન્સિપાલ ને મળવા ગયાં તો પછી એમની સાથે તમારી મુલાકાત થઈ કે નહીં...?"સ્વાતિ ની વાત સાંભળી રાહુલે સવાલ કર્યો.
"હા હું અને પવન બંને અમારાં રૂમ માં નીકળી તપન દેસાઈ નો મોબાઈલ અને મારાં રૂમ માંથી મળેલાં હીડન કેમેરા લઈને કોલેજ માં આવેલી પ્રિન્સિપાલ કેશવ આર્ય ની કેબિન તરફ ગયાં.. અમે ગયાં ત્યારે પ્રોફેસર નિરાંતે રોલિંગ ચેર માં બેઠાં હતાં..અમને જોઈ એ ઉભાં થયાં અને અમારી સામે જોઈ પૂછ્યું.
"સ્વાતિ અને પવન..માય મોસ્ટ બ્રાઈટ સ્ટુડન્ટ..આજે આ સમયે અત્યારે અહીં આવવાનું કારણ..?"
"હા સર મારી જોડે અહીં આવવા માટે નું ખૂબ જ મોટું કારણ છે..જે સાંભળ્યા પછી શાયદ એવું બને કે તમે અંદર સુધી ધ્રુજી જાઓ.."હું પ્રિન્સિપાસલ ની સામે જોઈ બોલી.
"ઓહ..એવી તે કઈ વાત છે જે જાણ્યા પછી હું અંદર સુધી હચમચી જઈશ..?" મારી વાત સાંભળી આશ્ચર્ય સાથે પ્રિન્સિપાલ બોલ્યાં.
"હા સર તમારી જાણ બહાર આ કોલેજ માં મોટું સેક્સ કાંડ ચાલે છે..હોસ્ટેલ માં રહેતી કોલેજ ની ઘણી છોકરીઓ ના એમનાં બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ છે..અવારનવાર એકબીજા ની રૂમ માં તેઓ મળતા રહે છે.."મેં પ્રિન્સિપાલ ને બધું કહેવાનું શરૂ કર્યું.
"ઓહ માય ગોડ.. આવું હોય તો એવાં દરેક સ્ટુડન્ટ ને આપણે રસ્ટીગેટ કરી કોલેજમાંથી કાઢી મુકીશું..તું મને ખાલી એમનાં નામ આપ.."ગુસ્સા સાથે પ્રિન્સિપાલે કહ્યું.
"પણ સર એ બધી છોકરીઓ તો સમજ્યા પણ આપણી કોલેજ ના અમુક પ્રોફેસર પણ એ છોકરીઓ ના રૂમ માં હીડન કેમેરા ગોઠવી એમનાં બોયફ્રેન્ડ સાથે ની અંગત પળો ની વિડીયો કલીપ બનાવી એમને બ્લેકમેલ કરી એમનું શારીરિક શોષણ કરે છે..અને આવાં હીડન કેમેરા કોલેજ માં આવેલી હોસ્ટેલ ના દરેક રૂમ માં છે..આ રહ્યાં સ્વાતિ નાં રૂમ માં રહેલાં કેમેરા.."પવને મેં મારાં રૂમ માં થી શોધી કાઢેલા કેમેરા ને પ્રિન્સિપાસલ નાં ટેબલ પર મુકતાં કહ્યું.
"કોણ છે એ પ્રોફેસર મને એમનાં નામ બોલ..એમને કડક માં કડક સજા કરવાની જવાબદારી મારી..અને ક્યાં છે એ વીડિયો..?"પ્રિન્સિપાલ એ પૂછ્યું.
"આ રહ્યો મોબાઈલ જેમાં બધાં જ સેક્સ વીડિયો મોજુદ છે..અને એ બંને હવસખોર પ્રોફેસર ના નામ છે પ્રોફેસર તપન દેસાઈ અને પ્રોફેસર બુચ.."મેં મોબાઈલ પ્રિન્સિપાલ કેશવ આર્ય ને આપતાં કહ્યું.
તમે બંને અહીં જ રહો.. હું હમણાં જ એ બંને હવસ ના પૂજારી પ્રોફેસરો ને અહીં બોલાવું છું..કોઈ કાળે એમને બક્ષવામાં નહીં આવે.."આવેશ માં આચાર્ય બોલી રહ્યાં હતાં..એમનાં ચહેરા ના ભાવ પર થી હું સમજી ગઈ કે અમને ન્યાય જરૂર મળશે.
પ્રિન્સિપાલ સરે ફોન લગાવી પ્રોફેસર તપન દેસાઈ અને પ્રોફેસર માધવ બુચ ને તાત્કાલિક પોતાની કેબિન માં આવવાનો આદેશ આપી દીધો..જેની અસર સ્વરૂપે દસ મિનિટ માં તો એ બંને પ્રોફેસર પ્રિન્સિપાલ ની કેબિન માં હાજર હતાં.
"આ હું શું સાંભળું છું..તમે હોસ્ટેલ માં હીડન કેમેરા લગાવ્યા છે જેમાં તમે કોલેજ ની યુવતીઓ ના એમનાં બોયફ્રેન્ડ સાથેનાં અંગત પળોનાં વિડિયોઝ બનાવી એમને બ્લેકમેલ કરી એમનું શારીરિક શોષણ કરો છો..શું આ બધું સાચું છે..?"કડકાઈ ભર્યા સુરે પ્રિન્સિપાલ બોલ્યાં.
"સર..એ તો.."અટકાતા સ્વરે તપન દેસાઈ બોલ્યાં.
"શું એતો..આ રહ્યો તમારો મોબાઈલ જેમાં તમારા અને પ્રોફેસર બુચ નાં કોલેજ ની ઘણી માસુમ છોકરીઓ સાથે ના વીડિયો છે..અને આ રહ્યાં તમારાં દ્વારા છુપાવીને ગોઠવેલાં હીડન કેમેરા.."મોબાઈલ અને કેમેરા હાથ માં લઈ પ્રિન્સિપાલ બોલ્યાં.
"સોરી સર .."માધવ બુચ નીચા ચહેરે બોલ્યાં.
"શું સોરી સોરી બોલો છો ડફરો..સારું થયું આ છોકરી સીધી મારી જોડે આવી..જો એ સીધી પોલીસ સ્ટેશન ગઈ હોત તો..તમારી સાથે મારે પણ જેલ માં જવાની નોબત આવી જાત. આપણો બધો ભાંડો ફૂટી જાત..અત્યાર સુધી મેં તમારા બંને કરતાં ડબલ મજા કરી છે તો પણ ક્યારેય કોઈને મારી પર શક નથી ગયો અને તમે બે.."પ્રિન્સિપાલ આર્ય જે બોલ્યાં એ સાંભળી અમારા પગ નીચે થી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું.
"વૉટ..તમે પણ આ બંને ની જોડે મળેલા છો..હું તમને કોઈને નહીં છોડું.."મેં ગુસ્સા માં પ્રિન્સિપાલ નો કોલર પકડી કહ્યું.
"એ છોકરી બહુ હવા માં ના ઉડ..આ બધી વાત ને અહીં ભૂલી જા એમાં જ તારી ભલાઈ છે.."પોતાનો કોલર છોડી મને ધક્કો મારી પ્રિન્સીપાલે કહ્યું.
"ના આ બધું કરી તમે બધી ભોળી ભાળી માસુમ છોકરીઓ જોડે આવું ગંદુ કૃત્ય ના કરી શકો..આ બધાં કૃત્યો ની તમને અવશ્ય સજા મળશે.."પવને મને ઉભી કરતાં એ દરેક ને ઉદ્દેશીને કહ્યું.
"સૌપ્રથમ તો તમને આ કોલેજ બનાવવાના પાછળ નો ઉદ્દેશ જણાવી દઉં..આ કોલેજ માં અમે ફક્ત સુંદર અને દેખાવડા યુવક યુવતીઓ ને જ એડમિશન આપ્યું છે..છોકરાં છોકરીઓ નાં રૂમ જોડે રાખવા પાછળ નો અમારો આશય હતો કે છોકરાઓ અને છોકરીઓ નજીક આવે અને એમનાં વચ્ચે ફીઝીકલ રિલેશન સ્થપાય..જેનાં વીડિયો બનાવી અમે ઈન્ટરનેટ પર ઊંચા ભાવે વહેંચી શકીએ આ ઉપરાંત એવી યુવતીઓ ને બ્લેકમેલ કરી અમારી હવસ પણ સંતોષી શકીએ..હકીકત માં આ કોલેજ ને અમે પોર્ન ઇન્સ્ટ્રી બનાવી દેવા માંગતા હતાં.. અત્યાર સુધી બધું બરાબર ચાલતું આવ્યું હતું પણ ના જાણે તું વચ્ચે આવી ગઈ.."પ્રિન્સિપાલ કેશવ આર્ય એ જ્યારે મને આ બધું જણાવ્યું ત્યારે તો મારું મગજ જ કામ આપતું બંધ થઈ ગયું.
"અને એમાંથી કોઈ યુવતી માસુમ કે ભોળી નથી..એમનાં બોયફ્રેન્ડ જોડે મજા કરી શકતી હોય તો થોડી મજા અમે પણ કરી લઈએ એમાં ખોટું શું છે..? અને હવે એ બધી પોતાની મરજી થી અમારી સાથે ઊંઘે છે તો તારે એ બધાં ની આગેવાન બનવાની જરૂર નથી" નફ્ફટાઈ થી તપન દેસાઈ એ કહ્યું.
"હું તમારી બધી પોલ ખોલી દઈશ..તમને જેલ ની હવા ના ખવડાઉ તો મારું નામ સ્વાતિ નહીં.."હું મક્કમ અવાજે બોલી.
"તું અમારી પોલ ત્યારે ખોલીશ ત્યારે અહીં થી જીવતી જઈ શકીશ.."માધવ બુચે કહ્યું.
એમની ત્રણેય ની આંખો માં મને ક્રૂરતા અને નીચતા જોઈ હું સાચે માં ડરી ગઈ..મેં ડર માં પવન નો પકડી લીધો..પ્રિન્સિપાલ જોડે આવવાની ભૂલ નો પસ્તાવો મને થઈ રહ્યો હતો.
"ચાલ આપણે પોલીસ સ્ટેશનમાં જઈને આ બધાં વિરુદ્ધ FIR કરી દઈએ.."મારો હાથ મજબૂતાઈથી પકડી પવન બોલ્યો..હું એની સાથે પ્રિન્સિપાલ ની કેબિન ની બહાર નીકળવા જતી હતી ત્યાં પ્રોફેસર તપન અને પ્રોફેસર માધવ રસ્તો રોકીને ઉભાં રહ્યાં.. પવન એમને દૂર કરવા જ જતો હતો કે પ્રિન્સીપાલ એ હોકી સ્ટીક એનાં માથા પર ફટકારી દીધી અને એ નીચે પડી ગયો..
"પવન.. ઉભો થા.."હું નીચે પડેલાં પવન ને ઉભો કરતાં બોલી.
"તું ભાગી જા અહીં થી અને હોસ્ટેલ માં જઈ બધાં સ્ટુડન્ટ ને ભેગાં કર..એ બધાં ને આ કોલેજ અને હોસ્ટેલ માં ચાલતી આ ગુનાકીય પ્રવૃત્તિ વિશે જણાવ..જા તું નિકળ અહીં થી.હું આ બધાં ને ત્યાં સુધી રોકુ છું.."મારો હાથ પકડી ઉભો થતાં પવન બોલ્યો.
પછી પવને માધવ બુચ ને પકડી ને નીચે પાડી દીધો અને હું તપન દેસાઈ ને ધક્કો મારી કેબીન નો દરવાજો ખોલી ને ભાગી..મારાં જતાં જ પાછળ થી પકડો એ છોકરી ને એવી પ્રિન્સિપાલ કેશવ આર્ય ની બુમ ની સાથે મને પવન ની ચીસ સંભળાઈ.. લગભગ એની આખરી ચીસ..ત્યારબાદ પવન નું શું થયું મને નથી ખબર."
"હું દોડીને કોલેજ ની બિલ્ડીંગ ની બહાર નીકળવા માંગતી હતી..હું કોલેજ ની બિલ્ડીંગ ના ગેટ જોડે પહોંચી હતી ત્યાં મને પ્રોફેસર માલવીકા જાની મળ્યાં.. મારી આવી હાલત અને દોડવાના કારણે મારા અસ્તવ્યસ્ત થયેલાં શ્વાસ ના લીધે એમને મને રોકી અને માથે હાથ ફેરવીને કહ્યું.
"શું થયું બેટા સ્વાતિ..અત્યારે અહીં શું કરે છે અને આમ ભાગતી ભાગતી ક્યાં ચાલી..?"
મેં એમને ટૂંક માં બધું બતાવી દીધું..કે કઈ રીતે કોલેજ માં આખું પોર્ન હબ ઉભું કરાયું છે..મારી વાત સાંભળી એમને મને થોડી ધીરજ રાખવાનું આશ્વાસન આપ્યું અને મારી મદદ નું વચન આપ્યું એટલે મારા જીવ ને ધરપત થઈ..પણ અચાનક મને પવન ની ચિંતા થતાં મેં એમને કહ્યું.
"મેમ મારો મિત્ર પવન એ જાલીમો ની ચુંગાલમાં છે..એનો જીવ જોખમ માં છે.."હું રડતી રડતી બોલી.
"જીવ જોખમ માં છે નહીં હતો, એને અમે સ્વધામ પહોંચાડી દીધો અને હવે તારી વારી છે.."પાછળ થી મને પ્રિન્સિપાલ કેશવ આર્ય નો કકર્ષ અવાજ સંભળાયો.
"શું તમે પવન ને.."હું જોર જોર થી રડી રહી હતી..પવન આ દુનિયા માં નથી રહ્યો એ સાંભળી મારા પર જાણે આભ તૂટી પડ્યું..મારી મદદ કરવા આવતાં એને પોતાનો જીવ ખોયો એ વાત નો મને અફસોસ થઈ રહ્યો હતો.
"તમે આ ભોળી અને માસુમ સ્વાતિ ને મારી નાંખવાનું વિચારતાં હતાં હેવાનો..અરે સહેજ તો શરમ કરો" ગુસ્સામાં માલવીકા મેમે કહ્યું. એમની વાત સાંભળી એ સમયે એવું લાગ્યું કે એ મને આ બધી મુસીબત માં થી બચાવી લેશે.
"હા કેમ તમને કોઈ વાંધો છે..?"તપન દેસાઈ એ માલવીકા મેમ સામે જોઈ કહ્યું.
"અરે મૂર્ખ ના સરદારો..આની જવાની તરફ તો જોવો..આનાં ગુલાબી હોઠ..લચકતી કમર..અને ઉન્નત ઉભારો.. હું તમારી જગ્યા એ હોત તો આની જવાની ની મજા લેત પછી આગળ નું વિચારત..આને કલી માંથી પહેલાં ફૂલ બનાવો પછી આને જે અંજામ આપવો હોય એ આપજો..આ બે બદામ ની છોકરી આપણાં બધાં રહસ્યો જાહેર કરવા જઈ રહી હતી જેની એને સજા તો મળવી જ જોઈએ"માલવીકા મેમ પણ એમની સાથે સામેલ હતાં એ વાત મને સમજાઈ ગઈ હતી..હું ત્યાંથી ભાગવા ગઈ પણ માલવીકા એ મને જોર થી પકડી ને એ ત્રણેય શેતાનો ની તરફ ધક્કો મારી દીધો.
"હા મારી જાન..તારા જેવી બુદ્ધિ અમારા માં હોત તો સારું હતું ને..આની જવાની ને અમે આમ જ બરબાદ નહીં થવા દઈએ.."મારી સામે જ માલવીકા જાની નાં ગાલ પર ચુંબન કરી પ્રિન્સિપાલ કેશવ આર્ય એ કહ્યું..હકીકત માં અત્યારે પણ એ કેશવ આર્ય ની કેબિન માં રાત પસાર કરવા જ આવી રહી હતી અને સામે મારાં ખરાબ નસીબે હું એને ભટકાઈ ગઈ.
"એ હરામી સ્ત્રી સામે જ પ્રિન્સિપાલ કેશવ આર્ય, પ્રોફેસર તપન દેસાઈ અને માધવ બુચે મારો બેરહમી પૂર્વક બળાત્કાર કર્યો..અને એક સ્ત્રી હોવાં છતાં એ મારી સાથે થઈ રહેલાં આ દુષ્કૃત્ય નો ઉભી રહીને આનંદ લેતી રહી. મારા આખા શરીર ને એમને જેમ ગીધ મડદાં ને નોંચે એમ નોંચી લીધું..મારો વિરોધ કરવા પર ઠેકઠેકાણે મને માર માર્યો..આખરે હું દર્દ અને પીડા ની વેદના સાથે અર્ધબેભાન અવસ્થા એ પહોંચી એટલે હોસ્ટેલ ના ચોકીદાર લાલજી ની મદદ થી એ લોકો મને ઢસડીને અત્યારે જ્યાં ભોજનાલય છે ત્યાં લઈ ગયાં."
"ત્યાં લાલજી એ પણ મારી સાથે શરીર સુખ ની ઈચ્છા જણાવી એટલે લાલજી, તપન દેસાઈ અને માધવ બુચે મારો ફરીવાર રેપ કર્યો અને પછી મારાં ચહેરા પર બેરહમીપૂર્વક મોટો વજનદાર પથ્થર મારી મારું માથું ફોડી નાંખી મને મારી નાંખી.. ત્યારબાદ મારી ડેડબોડી ને ત્યાં જ દફનાવી દીધી..થોડાં દિવસો માં ત્યાં ભોજનાલય ની ઇમારત બનવાની હતી એટલે એમનું પાપ બહાર નહીં આવે એવી એમની ગણતરી હતી."
"પવન ને પણ મારી ને એની ડેડબોડી ને એ લોકો દૂર ક્યાંક જંગલ માં જઈ ખાઈ માં નાંખી આવ્યાં હોય એવું મારું અનુમાન છે...આ લોકો એ જે પ્રકારે મારી સાથે દુષ્કૃત્ય અને મારી હત્યા કરી એમને આવું કરી મારાં શરીર ની સાથે મારી આત્મા નો પણ બળાત્કાર કર્યો છે..એમની હેવાનીયત ની અસર મારી આત્મા ને પણ રડાવી ગઈ હતી."
સ્વાતિ નામની યુવતી ની એ પ્રેતાત્મા એ પોતાની સંપૂર્ણ આપવીતી રાહુલ ને કહી સંભળાવી જે સાંભળી રાહુલ ની આંખો ભીની થઈ ગઈ..એક માસુમ યુવતી સાથે આવી ક્રૂરતા કરનારાં એ લોકો પર ભારોભાર ગુસ્સો ઉભરાઈ આવ્યો.
"પણ તો પછી બીજાં દિવસે તમારી અને પવન ની ગેરહાજરી ની કોઈએ નોંધ ના લીધી? તમારું આમ અચાનક ગુમ થઈ જવું બધાં ને ખટક્યું તો હશે ને..?"રાહુલે સ્વાતિ નો માસુમ ચહેરો જોઈ કહ્યું.. રાહુલ એને જોઈ અલગ દુનિયામાં સરી પડતો હતો.
"અરે આ લોકો પૂરાં બદમાશ છે..ઇન્સાન ની શકલ માં હૈવાન છે આ પાપીઓ..મારાં અને પવન ના ગુમ થવાની કોઈ નોંધ લે એ પહેલાં જ એ લોકો એ મારાં અને પવન વચ્ચે અનૈતિક સંબંધ હોવાની વાત બધે ફેલાવી દીધી અને અમે બંને ભાગી ગયાં છીએ એવી અફવા ફેલાવી દીધી..અમારાં બંને નાં મમ્મી પપ્પા પણ અમને શોધતાં અહીં આવ્યાં પણ એ લોકો એ ચાલાકીથી એમને ખોટી વાતો કહી ગુમરાહ કર્યાં.અને એ બિચારાં પણ બદનામી ના ભાર સાથે પાછા વળ્યાં!!"સ્વાતિ એ કહ્યું.
"તમે ચિંતા ના કરશો..હું એ લોકો ને સજા અપાવીશ..હું એ લોકો વિરુદ્ધ સબુત એકઠાં કરીશ અને એ લોકો ને જેલ ભેગાં કરી દઈશ.."રાહુલે દૃઢ નીર્ધાર સાથે કહ્યું.
"પણ એમ કરવાથી એ લોકો ને સજા તો મળશે પણ એવું કરવાથી મને મુક્તિ નહીં મળે રાહુલ..મારી મદદ કરવી હોય તો મને અહીં થી મુક્ત કર પહેલાં..હું એ લોકો જોડે બદલો લઈ લઉં પછી મારી આત્મા ને સદગતિ પ્રાપ્ત થશે.."સ્વાતિ એ હાથ જોડી કહ્યું.
"પણ તમે કઈ રીતે આ રૂપ માં આવ્યાં.. અને અહીં કઈ રીતે કેદ છો..?"રાહુલે પૂછ્યું.
"જો રાહુલ મૃત્યુ ના બાર દિવસ સુધી મારી અસ્થિ નું તર્પણ ના થયું એટલે મારો આત્મા ભટકતો રહ્યો..હું આ યોનિમાંથી પેલી યોનિમાં જવાનો માર્ગ ના શોધી શકી અને બદલાની ભાવના થી અહીં જ રહી ગઈ..કેમકે હજુ મારે હિસાબ લેવાનો હતો એ પાપીઓ જોડે.."સ્વાતિ એ કહ્યું.
"તો પછી તમે એમની જોડે બદલો ના લીધો..? એ લોકો હવે તમારું કંઈ બગાડી નહીં શકે તો એમનાં પાપ ની સજા એમને આપી દો."રાહુલે સ્વાતિ સામે જોઈ પૂછ્યું.
"રાહુલ મેં એવું જ કર્યું..મેં બદલો તો લીધો પણ અધુરો..મારી આત્મા ને મોક્ષ ના પ્રાપ્ત થયો એટલે એનાં મોક્ષ માટે મારે બદલો લેવો જરૂરી હતો એ બધાં જ લોકો સાથે જેમને મારી આ હાલત કરી હતી..મારી અસીમ શક્તિ અને મન માં રહેલી બદલાની ભાવના થી મેં મારો પહેલો શિકાર બનાવ્યો માધવ બુચ ને..પણ એમ કરતાં મેં એક બહુ મોટી ભૂલ કરી દીધી..જેનાં લીધે મારે અત્યારે આ ભોજનાલય માં કેદ થવું પડ્યું.."સ્વાતિ એ રાહુલ ની વાત નો જવાબ આપતાં કહ્યું.
"કેવી ભૂલ..જેનાં લીધે તમારી આત્મા અહીં કેદ થઈ ગઈ..? અને આત્મા ને તો કોઈ બંધન ના હોય એવું મેં સાંભળ્યું છે તો પછી તમે અહીં કઈ રીતે કેદ થયાં"સ્વાતિ ની વાત સાંભળી રાહુલે પૂછ્યું.
હકીકત માં રાહુલ સ્વાતિ ના દર્દ ને મહેસુસ કરી રહ્યો હતો કેમકે એક રૂહ ને એ ઈશ્ક કરી રહ્યો હતો. રાહુલ ના હૃદય માં એક એવાં પ્રેમ અને લાગણી ના બીજ અંકુરિત થઈ ચૂક્યાં હતાં જેનું વૃક્ષ બનશે કે કેમ એજ મોટો સવાલ હતો..પણ પોતાની જેમ જ બીજા ની મદદ માટે હંમેશા તત્પર રહેતી અને આમ કરતાં પોતાનો જીવ અને ઈજ્જત બંને ખોઈ બેસનારી સ્વાતિ પ્રત્યે એનાં મન માં સહાનુભૂતિ ની સાથે બીજી લાગણી હતી જેને શાયદ પ્રેમ જ કહેવાય..!!!
***
LOADING....
એવી તે કઈ ભૂલ કરી હતી સ્વાતિ એ જેનાં લીધે એ ભોજનાલય માં કેદ છે..??રાહુલ કઈ રીતે સ્વાતિ ની મદદ કરશે..?? એક પ્રેત તરફ આકર્ષવાનું પરિણામ રાહુલ ને શું ભોગવવું પડશે..?? સ્વાતિ બધાં ગુનાખોરો સામે બદલો લઈ શકશે..?? જાણવા વાંચો આ નોવેલ નો નવો ભાગ આવતાં સપ્તાહે..!!
માતૃભારતી પર મારી અન્ય નોવેલ "દિલ કબૂતર" પણ આપ વાંચી શકો છો..આ ઉપરાંત બીજી એક નોવેલ 'ડણક: THE STORY OF REVANGE' પણ ટૂંક સમય માં માતૃભારતી પર આપ વાંચી શકશો..આભાર!!
-દિશા. આર. પટેલ