આજે આપણે એવી એક કુદરતી અને પ્રકૃતિ ના ખોળે આવેલી જગ્યા વિશે ની વાત કરીશું.અહી પહાડો જંગલ અને નદી તથા ગુફા આવેલી હોવાથી આ જગ્યા પર ભગવાન ના ચારેહાથ થી આશિવૉદ હોય તેવું લાગે છે.
આ જગ્યા એટલે અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે આવેલી છે. જ્યાં કુદરતી લિલોતરી ચાદર પાથરેલી છે. ખુબ જ વૃક્ષો અને પહાડી વિસ્તારમાં આવેલી છે.ગાંધીનગર થી ૧૩૦ કિલોમીટર દૂર લોટોલ ગામ આવેલું છે.ત્યા આ જગ્યા આવેલી છે. તારંગા થી લગભગ ૨૦ કિલોમીટર અંતરે સતલાસણા નામ નુ ગામ આવે છે.જયા થી મુમનવાસ ગામ ના રસ્તે આગળ જતાં માણેકનાથ ની ગુફા તરફ જવાનું પાટીયું જોવા મળશે. આ રોડ થી અંદર જતા લોટોલ નામનું ગામ આવે છે. જ્યાં ઉંચા પહાડો ઉપર માણેકનાથ ની ગુફા આવેલી છે. નીચે થી ઉપર જવા માટે છેક ગુફા સુધી પાકો રસ્તો (રોડ) આવે છે.જેથી છેક ગુફા સુધી ગાડી લઈ જઈ શકાય છે.
અહીં આવશો ત્યારે તમને કુદરત નો અહેસાસ થશે. કે કુદરત તો અહીં યા જ છે.અહી તમને ચારે તરફ કુદરતી લિલોતરી અને ખુબ જ શાંતિ નો અહેસાસ થશે.
અહીં તમને ભૈકાર નો આભાશ થશે. આ જગ્યા એ રાત્રી સમયે જાનવરો અને લૂંટારુ ટોળકીઓ ફરતી હોવાનાં કારણે ફરવું જોખમી છે. અહીં દિવસ દરમિયાન પ્રવાસ કરવો હિતાવહ છે.અહી કોઈ પણ દુકાન કે લારી ગલ્લા નથી.તેથી ઘરે થી જ જમવા ની વેવસ્થા કરી નેં અહીં આવવું.પિકનીક માટે આ જગ્યા બેસ્ટ છે.
માણેકનાથ બાબા ની ગુફા ઘણી ઊંડી છે. જેમાં
છેક અંદર ના ભાગ માં હિંગળાજ માતાજી નુ મંદીર આવેલુ છે. ગુફા ની અંદર અંધારું હોવાથી તમારે ટોચૅ કે
મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો. અંદર તમને ખુબજ ભૈકાર અંધારું અને ઠંડક લાગશે. કંઈક ચમત્કારી જગ્યા હોય તેવું લાગશે. એક દમ શાંતિ જણાશે ગુફા ની અંદર બે ઓરડા છે. બીજા રસ્તા પુરી દેવામાં આવેલા છે.ગુફાની બહાર ની બાજુ એ માણેકનાથ બાબા નો ધુણો આવેલો છે. જ્યાં ભક્તો બાબા ની ધુણી દર્શન કરે છે. અહીં ના સેવક ગણ સારા છે. તમે બેસાડી નેં ચા પાણી આગ્ર કરશે. વગર કોઈ લાલચ વિના તમને તે જગ્યા વિશે ની વિગત વાર માહિતી આપશે.
અહીં થી ઉપર ના પહાડો ઉપર જતાં એક મોટો કુદરતી કુંડ જોવા મળશે.અહી ઉપર થી અરવલ્લી ની ગિરિમાળાઓ જોવાનો લાહવો જ કંઈક અલગ છે.તમને અહીં ફોટોગ્રાફી કરવાની મજા આવશે.અહી ઉપર થોડું ધ્યાન રાખવું.પથ્થર ઉપર ચોમાસા દરમિયાન લિલબાજી જવાના કારણે લફસવા ના બનાવો ના બંને તેથી ધ્યાન રાખવું.અહી તમે ટ્રેકિગ કરી શકો તેવો સુંદર પ્રાકૃતિક વિસ્તાર છે.પરંતુ ધ્યાન રાખીને. યોગ્ય બૂટ અને સાધનો વિના પથ્થરો પર ચઢવું જોખમી છે.અહી સાપ અને જેરી
જીવજંતુ હોય છે તેથી ધ્યાન રાખવું.
અહીં નીચે સાઈડ નાની નદીઓ પણ આવેલી છે.જયા કોઈક સ્થાનીક ની સુચના લઈ નહાવા પડવું.અને નહવા ની મજા ઉઠાવવી.ચોમાસા દરમિયાન નહવા નુ જોખમ લેવું નહીં.
હવે આપણે મૂળ વાત પર આવીએ કે માણેકનાથ બાબા કોણ હતા.નવ નાથ સંપ્રદાયના માં આ બાબા થઈ ગયા. રૂશિમૂનિયો અહીં તપ કરવા બેઠેલાં ત્યારે અહીં રાક્ષસ આવી નેં ખુબ જ હેરાન કરતો.તેથી માં હિંગળાજ માતાજી એ માણેકનાથ બાબા નેં આદેશ આપ્યો હતો.તેથી માણેકનાથ બાબા એ તે રાક્ષસ નો વધ કર્યો.અને રુશિમૂનિઓ ના આશીર્વાદ મળ્યા.એવી લોકવાયકા છે.બીજી એક લોકવાયકા એવી છે કે આ માણેકનાથ બાબા એજ અમદાવાદમાં આવેલ માણેકચોક મંદિર વાળા આજ માણેકનાથ બાબા.
જબ કુત્તે પે સસા આયા તબ બાદશાહને
શહેર બસાયા...
અમદાવાદ શહેર ની સ્થાપના થી આજદીન સુધી તેની વિકાસ ગાથા અનોખી છે. ઐતિહાસિક વારસો ધરાવતા આ શહેર નો ઈતિહાસ અનોખો છે.એવી દંતકથા છે.કે ઈ.સ.૧૪૧૧ માં અહમદશાહ બાદશાહ અમદાવાદમાં આવ્યો ત્યારે તેમણે કુુતરા સામે સસલાં નેં લડતું જોયું હતું.
આ દ્શ્ય જોતા જ બાદશાહ નેં તુરંત જ વિચાર આવ્યો કે આ ભૂમિ ની તાસીર અદભૂત લાગે છે.કે જ્યાં ગભરૂ જણાતું સસલું પણ નીડર બનીને કુતરા નેં ભગાડી શકે છે.તો તેના માણસો કેવા હશે.મારે અહીં આ ભૂમિ પર શહેર વસાવવું જ જોઈએ.બસ બાદશાહ ના આ વિચાર સાથે જ અમદાવાદ નો જન્મથયો હતો. અમદાવાદ ના જન્મ સાથે એક રસપ્રદ વાત બની હતી.
આ ભૂમિ પર કોઈ બાદશાહ આવે છે.અને તેને પાઠ ભણાવવા ની જરૂર છે.તેવો વિચાર સાબરમતી નદીના કિનારે આવેલ.જુપડી બાંધી નેં રહેતા માણેકનાથ બાબા નેં આવ્યો હતો.એવી વાયકા છે કે માણેકનાથ બાબા પાસે ગૂઢ શક્તિ હતી.અહમદશાહ બાદશાહે પોતાની નગરી ની સલામતી માટે તેને ફરતે કોટ ચણાવવાનુ શરુ કર્યું.બાદશાહ ના કામદારો દિવસ દરમિયાન કોટ ચણાવાનુ શરૂ કરે ત્યારે માણેકનાથ બાબા સોય દોરાથી ગોદડી ભરવા લાગતા.
રાત પડતાં જ માણેકનાથ બાબા આ ગોદડી ની સિલાઈનો દોરો ખેંચી લેતા અને તેની સાથે જ દિવસે ચણેલો કોટ ધરાશયી થઇ જતો.આવુ ઘણા દિવસો સુધી બન્યું.એટલે બાદશાહે મોલવી ઓ અને ઓલિયા ફકિરો નેં પુછપરછ કરી ત્યારે તેમણે જાણવા મળ્યું. કે સાબરમતી નદીના કિનારે માણેકનાથ બાબા ની મઢી આવેલી છે.જે ઓ ચમત્કારી બાબા છે.તેઓ આ ચમત્કાર કરી રહ્યા છે.બાદશાહ માણેકનાથ બાબા થી પ્રભાવિત થયા અને પુછ્યું કે તમે બિજા ક્યાં ચમત્કાર કરી શકો છો.માણેકનાથ બાબા એ કિધું કે હું પાણી ભરવાની ઝારી (લોટાજેવુ)ના મુખ માંથી પ્રવેશ કરી નેં બહાર નીકળી શકું છું.
માણેકનાથ બાબા એ ખરેખર તેમ કરીને બતાવ્યું અને તેના થી બાદશાહ ચોંકી ગયા.બાદશાહ નેં થયું કે આ શહેર ના આ વિસ્તાર નેં ચમત્કાર બાબા ના નામ થી જોડવું જોઈએ.આથી આ શહેરની મધ્યમાં આવેલા ચોક નેં માણેકચોક નામ અપાયું.
નાથ સંપ્રદાયના સિદ્ધ ગુરુ એવા માણેકનાથ બાબા એ ત્યાર બાદ અહમદશાહ બાદશાહ નેં નગરી બાંધકામ માં માર્ગદર્શન આપ્યું.અહેમદશાહ બાદશાહે જ્યાં થી આ નગરીનું નિર્માણ શરૂ કર્યું.તે સ્થળ એટલે માણેકનાથ બુજૅ આ બુજૅ ની લંબાઈ ૫૫ ફુટ છે.અહી બુજૅ ની સાથે એક કુવો પણ હોવાનું કહેવાય છે.જેને માણેક કુવો નામ અપાયું હતું.
દર વર્ષે અમદાવાદના સ્થાપના દિવસ ,વિજયા દશમી ના દિવસે માણેકનાથ બાબા ની પેઢી દ્વારા બુજૅ પર ધજા ફરકાવામાં આવે છે.આજે અમદાવાદ શહેર વિકાસ માં સતત હરણફાળ ભરી રહ્યું છે.તેનો શ્રેય માણેકનાથ બાબા ના આશીર્વાદ નેં જાય છે.આ બુજૅ નેં લોડ ના કામકાજ વખતે તોડવાની કોશિશ કરવામાં આવેલી ત્યારે અમદાવાદ માં ભુકંપ આવેલો.ત્યારથી લોકો ની લાગણી ના દૂભાય તેનું ધ્યાન રાખીને તે બુજૅ નેં નવો રિનોવેશન કર્યો.
અમદાવાદ ના માણેકચોક વિસ્તારમાં માણેકનાથ બાબા ની સમાધિ આવેલી છે.જે માણેકનાથ મંદિર તરીકે ઓળખાય છે. ગુરુ માણેકનાથ બાબા અને તેમના શિષ્ય ગુલાબનાથજી ની સમાધિ આવેલી છે.નાથ સંપ્રદાયની પરંપરા અનુસાર ગુરુ દેહ છોડે ત્યારે તે પોતાનો આધ્યાત્મિક આત્માને પણ મુક્ત કરે છે.ગુરુ ના આશીર્વાદ તરીકે અખંડ જ્યોત અહીં વર્ષો થી પ્રકટે છે.
આધુનિક, સુધરેલા માણસ આ જગ્યા બગાડી નાંખે તે પહેલાં અહીં પહોંચી જાવ આ જગ્યા નો કુદરતી અહેસાસ મેળવવા માટે...
જય માણેકનાથ બાબા