Startup success story
૧+૧=૧૧
Whatsup
ટાઇટલ વાંચી ને એવું ના થાય કે દિશા બેન આ શું ગણતરી લખી છે.. એક વત્તા એક અગિયાર થોડાં થાય.. એક વત્તા એક તો બે થાય.. તો પછી આવી ખોટી ગણતરી નો શું મતલબ.. પણ ઘણીવાર બે લોકો જ્યારે મળે છે ત્યારે તેઓ એક અને એક બે થવાનાં બદલે અગિયાર થઈ જાય છે.. અને આજે હું અહીં એવી જ startup કંપની ની સફળતા ની કહાની ની વાત કરવા જઈ રહ્યો છું.. જેનાં બે ફાઉન્ડર એક અને એક મળી અગિયાર બની ગયાં.
આજે તમને પુછવામાં આવે કે કઈ વસ્તુ વગર ના ચાલે તો ૧૦૦ માં થી ૯૦ લોકો નો જવાબ એક જ હશે કે મોબાઈલ.. આજે દુનિયા નાની થઈ ને એક મોબાઈલ ની સ્ક્રીન સુધી સીમિત થઈ ગઈ છે.. એમાં પણ એન્ડ્રોઇડ ફોન આવ્યાં પછી તો જાણે ડીજીટલ ક્રાંતિ આવી ગઈ. દરેક ના હાથ માં સ્માર્ટ ફોન જોવા મળે છે અને એ સ્માર્ટ ફોન ની અંદર અવનવી લાખો માં એપ. બધાં ના મોબાઈલ માં અલગ અલગ એપ ઇન્સ્ટોલ હોય પણ એક એવી એપ છે જેનાં વગર શાયદ કોઈ મોબાઈલ અસ્તિત્વ ધરાવતો હોય.. એ એપ નું નામ છે.' Whatsup'.
મારી જેમ ઘણાં એવાં લોકો હશે જે સવારે મોં પણ ના ધોવેં ને whatsup ચેક કરી લેતાં હશે.. પહેલાં લોકો નાં સ્વભાવ મુજબ એમનાં નામ પડતાં.. જેમકે ક્રોધી, ઝઘડખોર, વાતોડીયો, પ્રેમાળ, હસમુખો, આનંદી વગેરે વગેરે.આમાં આજકાલ નવો શબ્દ જોડાયો વ્હોટ્સપિયા.. અને ઘણાં ખરાં અંશે આ શબ્દ ખોટો પણ નથી.. રીતસર લોકો ને whatsup નું ઘેલું લાગી ગયું છે.. નાનાં મોટાં બિઝનેસ માં પણ whatsup નો ઉપયોગ ફરજીયાત બન્યો છે.. લગ્ન ની આમંત્રણ પત્રિકા પણ હવે પોસ્ટ કરવાને બદલે એક ફોટો પાડી ને whatsup કરી દેવામાં આવે છે.. ઘણાં લોકો ની લવ સ્ટોરી પણ આજ whatsup પર શરૂ થાય અને આજ whatsup પર ખતમ.. !!
હા આજે આપણે અહીં વાત કરવાના છીએ દુનિયા ની સૌથી મોટી મેસેજીંગ એપ Whatsup ની.. whatsup ની શરૂવાત કઈ રીતે થઈ અને એની પાછળ કોનો હાથ અને કોની દીર્ઘ દ્રષ્ટિ રહેલી છે એની વાત આપણે અહીં કરીશું.
"अगर मान लो तो हार है, और ठान लो तो जीत है।"
આ યુક્તિ ને ઘોળી ને પી ગયાં હતાં whatsup ના ફાઉન્ડર અને આપણી આ સુપર ડુપર હિટ મુવી ના જય જેન કુન.. જેન કુન નો જન્મ ઈ.સ ૧૯૭૬ માં યુરોપ ના દેશ યુક્રેન ના કિવ નામનાં એક નાનકડાં શહેર માં થયો હતો.. દરેક ફિલ્મો ના હીરો ની જેમ આપણા આ હીરો ની શરૂવાત ની જીંદગી પણ ચડાવ ઉતાર ભરેલી હતી.જેન ની માતા એક ગૃહિણી હતાં અને પિતાજી એક સામાન્ય મજદૂર હતાં.પણ જન્મ થી ગરીબ હોવું એ કંઈ અભિશાપ નથી, એ વાત જેન બહુ વહેલી સમજી ગયાં હતાં.
એ સમય હતો જ્યારે યુક્રેન માં રાજનૈતિક સંકટ એની ચરમ પર હતો.. રાજકીય કટોકટી વ્યાપક પ્રમાણ માં દેશ માં ફેલાઈ ગઈ હતી.. વધારા માં જેન યહુદી હતાં. યુરોપ નાં બીજાં દેશો ની જેમ જ યુક્રેન માં પણ યહુદી પ્રત્યે ધૃણા રાખવામાં આવતી અને એમને વારંવાર ત્યાંના કેથેલીક લોકો દ્વારા માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતાં.
ઈ.સ ૧૯૯૨ માં અલ્પ સંખ્યકો વિરુદ્ધ વધી રહેલાં અત્યાચાર થી ત્રસ્ત થઈને જેન એની માતા અને દાદી સાથે અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટ નાં શહેર માઉન્ટેઇન વ્યુ આવી ગયાં. અહીં અમેરિકન સરકાર ની મદદ થી જેન અને એનાં પરિવાર ને બે રૂમ નો નાનકડો ફ્લેટ આપવામાં આવ્યો.જેન ની માતા ત્યાં આવી બેબી સીટર નું કામ કરવા લાગ્યાં જ્યારે જેન એક ગ્રોસરી શોપ માં કામ કરતાં.. થોડો સમય રેસ્ટોરેન્ટ માં સફાઈ કર્મચારી તરીકે પણ જેન એ જોબ કરી.
જેન ની માતા એ એમનું સેન્ટ રોઝે યુનિવર્સિટીમાં એડમિશન કરાવી દીધું.. જેમ કોલેજ ના દિવસો માં ખૂબ જ સામાન્ય કહી શકાય એવાં સ્ટુડન્ટ હતાં.. તમને કહું કે whatsup ના ફાઉન્ડર જોડે ૨૦ વર્ષ ની ઉંમર સુધી કોમ્પ્યુટર સુધ્ધાં નહોતું તો શાયદ તમે વિશ્વાસ નહીં કરો.. જેન ને પહેલાં થી કોમ્પ્યુટર ની સોફ્ટવેર લેન્ગવેજ પ્રત્યે ખૂબ જ રુચિ હતી.. પણ એ માટે નો કોર્સ કરી શકવા માટે ના પૈસા નહોતાં.. એટલે એમને એક જુનાં પુસ્તકો ની દુકાન રોસ ઓલ્ડ બુક સેન્ટર માં થી કોમ્પ્યુટર પોગ્રામ ની મેન્યુઅલ ની ચોપડી વેચાતી લીધી.. એ સંપૂર્ણ વાંચ્યા પછી એમને એ પુસ્તક પણ વેંચી માર્યું.
પણ કહ્યું છે ને..
"કદમ હોય અસ્થિર એને રસ્તો નથી જડતો..
અને અડગ મન ના માનવી ને હિમાલય પણ નથી નડતો.. "
જેન પણ આવાં જ મન ન હતાં.. એમને શરૂવાત માં જેન એરેસ્ટ એન્ડ યંગ કંપની માં સિક્યુરિટી ટેસ્ટર ની નાનકડી પોસ્ટ થી પોતાની કારકિર્દી ની શરૂવાત કરી.ત્યારબાદ પોતાની કોમ્પ્યુટર પ્રત્યે ની લગન અને મહેનત ના જોરે એમને સોફ્ટવેર ક્ષેત્રે ઘણું બધું શીખી લીધું.. સાલ ૧૯૯૬ માં યાહૂ માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જીનીયર ની જોબ માટે એમને એપ્લાય કર્યું અને એમને ત્યાં જોબ મળી પણ ગઈ.. અહીં એમની મુલાકાત થઈ આપણી સ્ટોરી નાં વિરુ એટલે કે બ્રાયન ઓકટીન સાથે.. અને આ બંને સારાં મિત્રો બની ગયાં.
કહેવત છે ને કે એક સારો મિત્ર તમારી જીંદગી નો સૌથી મોટો ફિલોસોફર બની જાય છે.. બિલકુલ એવું જ જેન અને બ્રાયન જોડે થયું.. જો આ બંને દોસ્ત ના બન્યાં હોત તો શાયદ આપણી સવાર જેનાં થી પડે અને દિવસ જેનાં થી પૂરો થાય એ whatsup ની રચના જ ના થઇ શકી હોય.. ખરા અર્થ માં જેન અને બ્રાયન ની જોડી એક અને એક અગિયાર હતી.
આ બે ભેજાગેપ મિત્રો એ ૨૦૦૯ સુધી યાહૂ માં જ નોકરી કરી.. જોડે નોકરી કરતાં કરતાં બંને એ લગભગ ચાર લાખ ડોલર જેટલું સેવિંગ્સ એકઠું કરી લીધું હતું.બંને એક વર્ષ સુધી પછી નીકળી ગયાં દક્ષિણી અમેરિકી દેશો ની મુલાકાતે.. ત્યાં ઘણું બધું ફર્યા અને એન્જોય કર્યાં બાદ બંને એ પાછાં આવી એજ વર્ષે ૨૦૦૯ માં જ યાહુ કંપની માં થી રાજીનામુ આપી દીધું.
બસ હવે અહીં થી શરૂ થઈ સાચી સફર whatsup શરૂ કરવા પાછળ ના કારણ અને એની સફળતા વિશે ની.. યાહુ માં થી રાજીનામુ આપ્યાં પછી બંને એ માર્ક ઝુકનબર્ગ ની સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક માં જોબ માટે એપ્લાય કર્યું પણ બંને માં થી કોઈને જોબ મળી નહીં.. હવે એ વખતે માર્કેટ માં નવા નવા ડગ માંડી રહી જેક ડૉરસી ની કંપની ટ્વીટર માં પણ જોબ માટે એપ્લાય કર્યું પણ ત્યાં એ એમને નિષ્ફળતા જ હાથ લાગી.
આ બંને કંપનીઓ જેન અને બ્રાયન ની પ્રતિભા ઓળખવામાં થાપ ખાઈ ગઈ.. આવો જ એક દાખલો બૉલીવુડ ના શહેનશાહ અમિતાભ બચ્ચચન નો છે.. જ્યારે અમિતાભે ફિલ્મ લાઈન માં પગ નહોતો રાખ્યો ત્યારે એમને ઓલ ઇન્ડિયા રેડિયો માં એન્કર ના જોબ માટે એપ્લાય કર્યું અને ઓલ ઇન્ડિયા રેડિયો એ એમને એવું કહી રિજેક્ટ કર્યાં કે તમારો અવાજ એન્કર ના લાયક નથી.. અને પછી જે બન્યું એ ઇતિહાસ બની ગયો.. બચ્ચન સાહેબ નું કદ એટલું વધ્યું કે એમનો આ અવાજ નો ઉપયોગ કરવા એડવેટાઈઝ કંપનીઓ કરોડો ની રકમ આપવા લાગી અને એજ ઓલ ઇન્ડિયા રેડિયો જ્યાંથી એ રિજેક્ટ થયાં હતાં ત્યાં દર ત્રીજે એડ માં એમનો અવાજ સંભળાય. બસ આવી જ કહાની બની બ્રાયન અને જેન ની.
પણ કહ્યું છે ને નિષ્ફળતા જ સફળતા ની ચાવી છે.. ત્યારબાદ જેન અને બ્રાયને નક્કી કર્યું કે હવે તેઓ જોબ નહીં જ કરે.. પણ પોતાનો નાનો મોટો બિઝનેસ શરૂ કરશે.. એ સમયે જેને એક નવો એપલ કંપની નો આઈફોન ખરીધો. એમાં રહેલી એપ સ્ટોર પર થી જેને એવું તારણ લગાવ્યું કે આગળ જતાં મોબાઈલ યુઝર માટે ની એપ્લિકેશન એપ-માર્કેટ માં તહલકો મચાવી દેશે.
એ વખતે માર્કેટ માં અલગ અલગ મેસેજીંગ એપ હતી જેવી કે વી ચેટ, સ્કાયપ, યાહૂ મેસેન્જર અને ફેસબુક.. પણ આમાં થી કોઈ એપ એવી નહોતી કે જે મોબાઈલ નંબર થી ડાયરેકટ કનેક્ટ હોય.. બસ આજ વિચાર આવતાં જેને પોતાનાં મગજ માં એક એવી એપ વિશે વિચારી લીધું જે મોબાઈલ નંબર થી લોગીન થઈ શકે.. અમેરિકા માં જ્યારે લોકો મળે ત્યારે એકબીજાને whatsup કહી ને ઉચ્ચારે જેમ આપણે કોઈ મળે ત્યારે કેવું ચાલે છે.. ?? પૂછીએ એમજ.. બસ આજ પ્રચલિત શબ્દ નો ઉપયોગ કરી એક એપ બનાવવાની યોજના જેને નક્કી કરી.
પોતાનો આ વિચાર જ્યારે જેને બ્રાયન ને કહ્યો ત્યારે શરૂવાત માં તો બ્રાયન ને આ વિચાર થોડો અટપટો લાગ્યો.. પણ જ્યારે જેને આગળ જતાં એન્ડ્રોઈડ અને સ્માર્ટ ફોન નું માર્કેટ વધશે ત્યારે whstsup બહુ મોટું નામ બની જશે એ વાત ગળે ઉતારી દીધી એટલે બ્રાયન માની ગયો.. આ સાથે આ જય વિરુ ની જોડી લાગી ગઈ મેસેજીંગ એપ માં ક્રાંતિ લાવનારી એપ બનાવવાની કોશિશ માં.
બંને મિત્રો હતાં તો કોડિંગ માં માસ્ટર એટલે દિવસ રાત એક કરી ને એમને પોતાનું સપનું પૂરું કરતી આ નવી એપ whatsup નું સર્જન કરી દીધું.. પણ દરેક વસ્તુ તમે વિચારો એવી સરળ નથી હોતી.. એપ્લિકેશન તો બની ગઈ અને એને મોબાઈલ યુઝર માટે એપ્લિકેબલ પણ કરી દેવામાં આવી.. પણ આ સાથે એક મુસીબત જેન અને બ્રાયન આવી ને ઉભી રહી.
Whatsup યુઝર જાણતાં જ હશે કે તમારે whatsup એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારાં મોબાઈલ નંબર થી લોગીન કરવું પડે અને એ માટે ની પ્રોસેસ દરમિયાન તમારાં નંબર પર એક OTP પાસવર્ડ આવેએ નાંખો ત્યારે જ તમે વેરીફાઈડ યુઝર ગણાઓ અને લોગીન થઈ શકો.પણ જ્યારે એમને whatsup લોન્ચ કર્યું ત્યારે OTP પાસવર્ડ જનરેટ કરવાની પરવાનગી કોઈ અન્ય રજીસ્ટર કંપની ને ત્યાંની સરકારે આપેલી હતી જેના દ્વારા whatsup લોગીન સમય ના OTP પાસવર્ડ જનરેટ થતાં.. આ પાસવર્ડ જનરેટ કરતી વખતે જેન અને બ્રાયન નાં એકાઉન્ટ માં થી અમુક રકમ કપાતી. હજુ whatsup નો વ્યાપ એ હદે નહોતો વધ્યો કે એની કમાણી દ્વારા આ જનરેટ થતાં OTP નાં પૈસા મેળવી શકાય.
આમ ને આમ એક દિવસ એવો આવ્યો કે જેન અને બ્રાયન બંને નાં બેન્ક એકાઉન્ટ નીલ થઈ ગયાં.. હવે whatsup ચાલુ રાખવા પૈસા ની જરૂર હતી કેમકે એ વીના એમની આ એપ અને કંપની નું ભાવિ અધ્ધરતાલ હતું.. આવી પરિસ્થિતિમાં જેન ને પોતાનો આ આઈડિયા પડતો મુકવા સુધી નો વિચાર પણ આવ્યો.. ત્યારે બ્રાયને એને હિંમત આપતાં કહ્યું.. "જો દોસ્ત આ તારું સપનું છે એને જો આમ અધવચ્ચે પડતું મુકીશું તો આપણાં જેવો મૂર્ખ શાયદ બીજો કોઈ નહીં કહેવાય, મારી જોડે એક આઈડિયા છે.. આપણે આપણાં મિત્રો ને આપણી આ મુશ્કેલી ની વાત કરીએ તો.. ?"
બ્રાયન નો આ વિચાર જેન ને પસંદ આવી ગયો અને એમને પોતાનાં અંગત મિત્રો ને ઘરે બોલાવ્યાં.. જેન અને બ્રાયને એમને પોતે બનાવેલી એપ whatsup વિશે વાત કરી અને અત્યારે એ લોકો નાણાકીય ભીડ નો સામનો કરી રહ્યાં છે એવું પણ જણાવ્યું.. એમની વાત સાંભળી એમનાં મિત્રો ને વિશ્વાસ હતો કે આ એપ ભવિષ્ય માં ધૂમ મચાવી દેશે.. એટલે એમને અઢી લાખ ડોલર ની રકમ એકઠી કરી જેન અને બ્રાયન ને આપી.. આ ઉપરાંત એ લોકો જેન અને બ્રાયન ની કંપની માટે જોબ કરવા માટે પણ તૈયાર થઈ ગયાં.
આ સાથે જ નવાં જોશ અને ઝૂનૂન સાથે જેન અને બ્રાયન ફરી લાગી ગયાં whstsup ને નવી ઊંચાઈ એ લઈ જવાના કામ માં.. whatsup નાં એ વખત ના હેડક્વાર્ટર માં ફક્ત ૧૨ લોકો કામ કરતાં.. એવું કહેવાય છે કે એ બિલ્ડીંગ માં હિટર ના હોવાથી એ લોકો ને રાત નાં સમયે ધાબળા ઓઢવાની નોબત આવી પડતી..
ગુજરાતી કહેવત છે ને..
"નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન.. "
આવું જ સપનું જોયું હતું જેન અને બ્રાયને અને પોતાની કંપની whatsup સાથે એમને આ સપનું પૂરું પણ કરી દીધું.. શરૂવાત માં whatsup ની માસિક આવક ફક્ત ૫૦૦૦ ડોલર જેટલી નજીવી હતી.. પણ વર્ષ ૨૦૧૦ માં whatsup એપ સ્ટોર ની ટોપ ૨૦ એપ ની લિસ્ટ માં આવી એટલે એનો ગ્રોથ દિવસે ને દિવસે વધતો ગયો… અને મહિને ૫૦૦૦ ડોલર કમાનારી જેન અને બ્રાયન ની આ કંપની ની ૨૦૧૪ સુધી તો આવક દર મહિને લાખો ડોલર ને પાર પહોંચી જઈ.
"તમે એ કરી શકશો જે તમે વિચારી શકશો અને તમે એ બધું વિચારી શકશો જે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય.. "
જેન અને બ્રાયન ની મહેનત અને લગન ના જોરે whstsup શરૂ થયાં ના ફક્ત ચાર જ વર્ષ માં એપ સ્ટોર પર નંબર વન મેસેજીંગ એપ બની ગઈ.. વર્લ્ડવાઈડ એનાં ૧૦૦ કરોડ જેટલાં યુઝર થઈ ગયાં.. whatsup નો વધતો જતો વ્યાપ અને પ્રસિદ્ધિ જોઈને ફેસબુક નાં માલિક માર્ક ઝુકનબર્ગે whstsup ને ૧૯ બિલિયન ડોલર એટલે કે ભારતીય કરન્સી મુજબ એક લાખ વીસ હજાર બસો ને છત્રીસ કરોડ જેટલી અધધધ કહી શકાય એવી રકમ માં ખરીદી લીધી.
આ સાથે બ્રાયન ઓકટીન અને જેન કુન એવી કંપની નાં સૌથી મોટા શેર હોલ્ડર બની ગયાં જે કંપની એ એમને જોબ આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.. અને એકરીતે જોઈએ તો જેન અને બ્રાયન મનોમન ફેસબુક નો એ સમયે જોબ નહીં આપવા માટે આભાર માનતાં હશે.
એક સમયે જે કંપની ને ચલાવવા માટે પૈસા પણ ખૂટી પડ્યાં હતાં એજ કંપની અત્યારે ફેસબુક અને ટ્વિટર કરતાં અનેક ઘણાં વધુ યુઝર ધરાવે છે અને એપ સ્ટોર અને વિશ્વ ની સૌથી વધુ પ્રચલિત એપ બની ગઈ છે.
અત્યાર સુધી ફેસબુક ના કુલ ૧.૨ બિલિયન એક્ટિવ યુઝર છે.. જે whatsup દ્વારા રોજ ૫૦ બિલિયન મેસેજ અને ૨ બિલિયન જેટલાં ફોટો તથા ૬૦ લાખ વીડિયો ની આપ લે થાય છે.. whatsup એપ દુનિયા ની અલગ અલગ ૬૦ જેટલી ભાષાઓ માં કાર્યરત છે.. અને તમને એ વાત પણ જણાવી દઉં કે આટલી બધી મોટી કંપની અને વિશ્વ ના દરેક ખૂણે પોતાનો વ્યાપ ધરાવતી આ કંપની ફક્ત ૬૦-૬૫ જેટલાં જ કર્મચારીઓ ધરાવે છે.
Whatsup અત્યારે પણ પોતાની એપ માં દિવસે અને દિવસે નવાં ફીચર અને અપડેટ ઉમેરતી રહે છે.. પોતાનાં યુઝર માટે દિન પ્રતિદિન વધારે ને વધારે સારી એપ બનાવવાની કોશિશ માં whatsup ના કર્મચારીઓ લાગેલાં છે.. નવાં ફીચર માં વીડિયો સ્ટેટ્સ કરી ને એક ખૂબ સરસ ફીચર whatsup દ્વારા ઉમેરવામાં આવેલ છે જે દુનિયાભર ના દરેક whatsup યુઝર ને ખૂબ પસંદ આવી રહ્યું છે.. આ ઉપરાંત ભૂલ થી કરેલાં મેસેજ ડિલીટ કરવાની અપડેટ પણ દરેક ને પસંદ આવી છે. ઇમોજીસ માં પણ થોડાંક સમયે નવાં નવાં ઈમોજીસ એડ થતાં રહે છે.
આશા રાખીએ કે ભવિષ્ય માં પણ whatsup પોતાની એપ ને બહેતર બનાવવા માટે પ્રયત્ન શીલ રહે.. અને હંમેશા આપણે પણ આપણાં મિત્રો અને રિલેટિવ ને આ એપ થકી પૂછતાં રહીએ.. 'whatsup?'
એક નાનકડાં જોક્સ સાથે આ લેખ પૂર્ણ કરીશ જેનાં પરથી તમે સમજી જશો કે whatsup કઈરીતે આપણી રોજીંદી જીંદગી માં ઘર કરી ગયું છે.
***
એક પતિ એ ઘરે જઈ એની પત્ની ને કહ્યું
"અરે આજે તો જોર થયું.. હું મોબાઈલ માં whatsup પર ચેટ કરવામાં એટલો ખોવાઈ ગયો હતો કે નીચેનાં ફ્લેટ માં ઘુસી ગયો.. "
"અરે રે પછી તો મોટો બખારો થયો હશે.. ?"પત્ની એ કહ્યું.
"નારે ત્યાં જે સ્ત્રી હતી એ પણ whatsup વાપરવામાં એટલી વ્યસ્ત હતી કે મારાં બુટ ઉતાર્યા.. મને પાણી પાયું મને ચા આપી.. આટલી બધી ખાતીરદારી થઈ એટલે મને સમજાયું કે હું ખોટાં ઘર માં ઘુસી ગયો.. પછી હું ત્યાંથી ચા પીને ચુપચાપ નીકળી ગયો.. "
ભારે કરી આ whatsup એ તો.!!
***
માતૃભારતી ની આ સ્ટાર્ટઅપ સ્ટોરી કોમ્પીટેશન માં મારી લખેલ આ whatsup કંપની ની સ્ટાર્ટઅપ સ્ટોરી વાંચનાર દરેક વાંચક મિત્ર આમાં થી કોઈ પ્રેરણા મેળવી ને જીંદગી માં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે એ માટે બધાં ને all the best.. !!
- દિશા આર. પટેલ