પ્રકરણ - 8
થોડો સમય આરામ આપ્યા પછી પ્રો.પીનાકીને બધાને બસમાં બેસવા કીધું નજીકની બે જગ્યાઓ આજે જોઇ પતાવી દેવાની છે. જેથી સમયનો બચાવ થાય મને કમને બધાં જોડાયાં બધાને ઇચ્છા હતી આજનો દિવસ આરામ કરીએ. સરયુ સૌપ્રથમ તૈયાર થઇ ગઇ. એને ઘણો ઉત્સાહ હતો એ આજે કંઇક અલગ જ મૂડમાં હતી એણે અવનીને ક્યું ચલને કેટલીવાર? ..અહીં બહું જોવાનું ખૂબ સરસ છે મજા આવશે તને ખબર છે અહીંથી ઇમારતો માં કેટલી બધી વાર્તો દબાયેલી છે કેટલા બધાં ભેદભરમ છૂપાઇ ને પડ્યાં છે. અવની કહે "તને જાણે બધી ખબર... તું ક્યાંથી જાણી લાવી ! સરયુ કહે આ શહેર જ એવું છે ચાલને ચર્ચા ના કર તું નજરે જોઇશ માણીશ એટલે ખ્યાલ આવી જશે.
બધાં વોલ્વોમાં ગોઠવાયા અને સાથે આવેલા ગાઇડે બોલવાનું શરૂ કર્યું કે સોળમીથી અઢારમી સદી સુધીમાં અહીં રામસિહજીથી માંડીને માનસિંહ બધાએ રાજ કર્યું. 1922માં મહારાજા દ્વારા સવાઇ માધોસિંહ એ રાજ કર્યું. માનસિંહ એમના પુત્ર પછીની પેઢીમાં સવાઇ માનસિંહ એમની ત્રણ પત્નિઓ હતી પહેલી મસુધર કંવર, બીજી કિશોર કંવર, ત્રીજી ગાયત્રી દેવી આ બધાનાં સંતાનો અહી.. અરે અમારે હવે આખુ કુટુંબ યાદ નથી કરવું ક્યાં જોવા જવાનાં એ કહોને. ગાઇડે હસ્તાં હસતા વાત આટોપી લીધી કહ્યું" આજે આપણે ત્યાંજ ..અહીંની રોયલ ફેમીલીની ઓળખ આપતો હતો. સરયુએ અવનીને કહ્યું મને આખી જયપુરની હીસ્ટરી ખબર છે કહું તને જો રાજા ભગવાનદાસ 15મી સદીમાં પછી મહારાજ માનસિંહ એમનાં પછી જયસિંહ 16મી સદીમાં એ પછી મહારાજા સવાઇ જયસિંહ એ બહાદુર શાહ જફર સામે લડાઇ જીતી ગયેલાં અને રાજ્ય પાછું મેળવેલુ 1710માં એનાં પછી મહારાજા સવાઇ ઇશ્વર સિંહ પછી મહારાજા સવાઇ માધોસિંહ આ ખૂબ સારા રાજા હતા અને માનસિંહ રાજાનાં એડોપટેડ દીકરા હતાં. એ પછી સવાઇ માનસિંહ જે આપણે દેશ આઝાદ થયો પછી 1960 રાજા હતાં એમની ત્રણ પતિની એમાં ગાયત્રી દેવીને ખૂબ ચાહતાં અને એ લોકોની આખી લવ સ્ટોરી ખબર છે.
અવની તો વિસ્ફારિત આંખે સરયુને સાંભળી જ રહી. એણે પૂછ્યું તને આ બધી કેવી રીતે ખબર ? સરયુ કહે "મને ખબર નહી પણ પણ હું જેમ યાદ કરતી ગઇ.. બોલતી ગઇ એમ એમ હોઠે આવતું ગયું મને પણ નાવાઇ લાગે છે મને આટલું બધું કેવી રીતે ખબર છે ? સાચુ કહું અવી મને અહીં આવીને મારું પોતાનું કંઇક હોય મારી કોઇ જગ્યાએ આવી હોઉં એવું ફીલ થાય મને અંતરમાં ખૂબ આનંદ થઇ રહ્યો છે." અવની તો મોઢું વકાસીને સાંભળી જ રહી. આ સરયું આ બધુ શું બોલી રહી છે. પણ એણે માર્ક કર્યું કે જયપુર પહોચ્યા પછી એ ઘણી સ્વસ્થ અને આનંદમાં છે. સરયુ જાણે પોતાનાં વિસ્તારમાં આવી હોય એમ બસમાંથી બહારનો વિસ્તાર જોઇને એનું વર્ણન કરવા લાગી. અરે આ રસ્તો તો હવા મહેલ તરફ જાય છે. એટલામાં ગાઇડે એનાઉન્સ કર્યું હવે હવામ્હેલની વીઝીટ કરીશું અને અવની અચંબામાં પડીને ફાટી આંખે સરયુને જોવા લાગી.
***
અબ્દુલતો ડો.ઇદ્રીશને મળી એમની સૂચના સલાહ આદેશ જે ગણો એ સાંભળીને કલીનીકની બહાર નીકળયો અને વિચારમાં પડી ગયો કે માલિકે જે કામ સોપ્યું છે હું કરીશ પરંતુ સરયુ બેબી સાથે એમને શું લેવા દેવા ? એમની જાસૂસી કેમ કરાવતાં હશે ? કંઇ સમજાયું નહીં હશે મોટાં લોકોની મોટી વાતો મારે બહુ બુધ્ધિ દોડાવવી નથી. હું પણ સોંપેલું કામ પુરુ કરીશ.
ટુરનાં દિવસે એ સમય પહેલાં હાજર થઇ ગયેલો અને જેમ જેમ છોકરાઓ છોકરીઓ કોલેજનાં આવવા લાગ્યા એટલે નરેશ સાથે મદદમાં રહીને બધાનો સામાન ગોઠવતો પરંતુ એની નજર સરયુને જ શોધી રહી હતી. અને એટલે મોટી કાર આવતી જોઇ, ઓળખી ગયો સરયુ બેબી આવી ગાડીમાંથી ડ્રાઇવરે દરવાજો ખોલ્યો પહેલા નવનીતરાય શેઠ ઉતર્યા પછી પાછળની સીટ પરથી નીરુ શેઠાણી અને સરયુ બેબી ઉતર્યા. અબ્દુલથી રહેવાયુ નહીં અને દોડીને ત્યાં પહોંચી ગયો બોલો લાવો તમારો સામાન હું ગોઠવી દઉ હમણાં બધાનો મૂકી દીધો. નવનીતરાયે અબ્દુલને જોયો એમણે કહ્યું હા ઉભો રહે ડ્રાઇવર આવે છે તને પાછળ ડેકીમાંથી આપે અને ડ્રાઇવરને સૂચના આપી નવનીતરાય સરયુ અને નીરુબહેનને લઇને પ્રિન્સીપલ બંકીમચંદ્ર તરફ જતાં રહ્યાં.
અબ્દુલ જતાં જોઇ રહ્યો પછી સામાન લઇને સરયુનાં સામાન પર ખાસ નિશાન કરી કોઇ જુએ નહીં એમ બસમાં મુક્યો. નિશાન કરતાં કોઇ જુએ નહી એની ખાસ કાળજી રાખી. એણે જોયું નવનીતરાયને પ્રિન્સીપલ સરની ખૂબ બને છે એ સાથે રહીને એમની પાછળ જઇને ઉભો રહ્યો એને વાતો સાંભળતા અંદાજ આવી ગયો આ ટુરનાં ઉતારામાં શેઠનો હાથ છે એમણે બધી મદદ કરી છે. મારે સાવચેત રહેવું પડશે હું માલિકને જાણ કરી દઉ પછી કે બસ ઉપડી જશે પછી ? ના પહેલાં જ જાણ કરી દઊં. અને થોડે દૂર જઇને ફોન લગાવ્યો.
હલ્લો માલિક હું અબ્દુલ માલિક અહીં બધાં આવી ગયા છે અને સરયુ બેબી પણ એનાં અમ્મા અબ્બુ સાથે આવી ગઇ છે. મેં એનો સામાન ખાસ નિશાની કરી મૂક્યો છે. અને માલિક ખાસ વાત કરવા ફોન કર્યો છે. આખી ટુરમાં ઉતારા માટે શેઠે બધુ નક્કી કર્યું છે. ડો.ઇદ્રીશ કહ્યુ સારું પણ તું આ સમયે કેમ ફોન કરે ? કોઇ જોઇ સાંભળી જશે તો ? તું તારી જાત પર કાબૂ રાખજે કંઇ ગોટાળો ના કરી બેસતો બસ પછી હવે ત્યાં પહોચીને ફોન કરજે અત્યારે મૂક અને ડો.ઇદ્રીશે ફોન કાપી નાંખ્યો. અબ્દુલનાં ઉત્સાહ પર પાણી ફરી વળ્યું થયું માલિક હંમેશા ગુસ્સે જ થઇ જાય છે ઠીક છે કહી ફોન ખીસ્સામાં મૂકી બસ તરફ ગયો. થોડી વારમાં બધાં બસમાં ગોઠવાઇ ગયાં અને બસ ઉપડી.
સાથે આવેલાં ગાઇડે હવે હવા મહેલ નજીક છે અને એ સાથે એનું ઐતિહાસીક મહત્વ સમજાવવા લાગ્યો. અને એણે કહ્યું હું તમને અહીની રોયલ ફેમીલી વિશે ટૂંકમાં પરીચય આપું કહીને મહારાજ સવાઇ માથોસિંહથી શરૂ કરીને સવાઇ માનસિંહ સુધીનાં રાજાઓ એમની રાણી અને આ રાજાઓનાં સમયગાળામાં જયપુર અને રાજસ્થાનમાં જે ઐતિહાસિક ઇમારતો બંધાતી અને એનું મહત્વ વિશે ટૂંકસાર કીધો અવનીનેતો સાંભળીને એટલી નવાઇ લાગી અને એણે સરયુની સામે જોયું એણે સરયુને હસ્તી હસ્તી સાંભળતી જોઇને પૂછ્યા વિના ના રહેવાયું. એણે સરયુને કીધું" સરયુ સાચું કહેને તને આમ આખો આ રોયલ ફેમીલીને આટલો વિસ્તારથી ઇતિહાસ કેવી રીતે ખબર ? મને તો ઇતિહાસનાં વિષયમાં એક સાલ યાદ નહોતી રહેતી અરે કઇ સાલમાં આઝાદ થયા અને પ્રજાસત્તક દિવસ અને આઝાદીનાં દિવસ સાલમાં લોચા થતાં હતાં તને આ કેવી રીતે ખબર ? તું તો સાલ પણ બોલી ગઇ ? મને તું સમજાવ પ્લીઝ સરયુ, સાચુ કહેને તું અહીં આવતાં પહેલા બધો અભ્યાસ કરીને આવી છે ?
સરયુએ એક લાક્ષણિક અદામાં ક્યું "હું કોઇ અભ્યાસ કરીને નથી આવી નથી મેં કંઇ ગોખી રાખ્યું પણ અહીં આવ્યા પછી જાણે મારાં માનસ પર બધી જૂની યાદ તાજી થઇ રહી હોય એવું લાગે છે હું અહીં અનેકવાર આવી છું. હું અહી ઘણો સમય રહી છું મને એવું યાદ આવે છે કે હું કોઇની સાથે અહીં હતી અને એણે બધુ સમજાવેલું અને એટલી વાતો કરતો કે મને બધુ યાદ રહી જતું મને જાણવાની એટલી દીલચશ્પી રહેતી કે .... મને બધું યાદ આવી રહ્યું છે."
અવની એ પૂછ્યું "તને શું યાદ આવી રહ્યું છે ? સરયુ કહે હું તને કહીશ પરંતુ જો સામે હવામહેલ દેખાય આપણે ત્યાં જઇએ પછી હું તને ત્યાં જઇને બધી વાત કરીશ હું અત્યારે ત્યાં જવા ઉત્સુક છું અવી મને કંઇક કંઇક હૃદયમાં થાય છે. મને ખૂબ આનંદ આવી રહ્યો છે. મને થાય છે અહીં મને કોઇ મળી જશે... અવી ચાલને બસ ઉભી રહે તરત જ આપણે ત્યાં જતા રહીએ. અવનીતો સરયુનું આ અનોખું રુપ જોઇને આશ્ચર્યમાં જ પડી ગઇ. સરયુ તને કોઇ અહીં મળી જશે એટલે ? સરયુ કહે અહીં હુ કોઇ સાથે આવેલી એવું મને યાદ આવે છે.
વોલ્વો ઉભી રહી અને ધીમે ધીમે બધાં બહાર નીકળી પણ સરયુતો નીચે ઉતરીને હાથ પહોળા કરી ખુશી વ્યક્ત કરવા લાગી કહે કેવી સરસ જગ્યા છે. એટલામાં ગાઇડ આગળ આવ્યો અને કહેવાં લાગ્યો. આ તમારી સામે જે દેખાય છે એ હવામહેલ ખરેખર તો આ સીટી પેલેસનાં છેડે આવેલો બીજો મહેલ છે. આપણે આજે એક સાથે બંન્ને મહેલ જોઇશું એટલે દરેકને વિનંતી છે કે થોડી ઝડપ રાખજો કોઇ જગ્યા જોવાની રહી ના જાય.
એટલામં સરયુ આગળ આવીને કહેવા લાગી હા આ સીટી પેલેસનાં છેવાડે આવેલો જનાના મહેલ છે આ પાંચ માળનો સુંદર કલાકારી કરેલો ચાંદ ઉસ્માનની નિગાહવાન નીચે બનેલો છે એમાં 593 બારીઓ નાની નાની છે. આ બનાવવાની પાછળ ખાસ કારણ એ છે કે અહીં રાણીઓ રહેતી અને રાજુઘરાનાની રાણીઓ ઘુમ્મટથી મર્યાદામાં રહેતી અહીંની દરેક બારીઓ જે ઝરુખા તરીકે પ્રખ્યાત છે એમાંથી ઠંટો પવન વહેતો અંદર જનાના રહેઠાણમાં ખૂભ ઠંટક રહેતી અને.. અને પ્રો.પીનાકીન આગળ આવી કહેવા લાગ્યા અરે દીકરા તને આટલી બધી માહિતી છે ? આશ્ચર્ય છે સરયુ કહે મને ખાલી માહિતી નથી હું તમને દરેક માળ પર જઇને દરેકની શું ખૂબી છે એ સમજાવી શકું અને મને દરેક... દરેક પળ પ્રસંગ યાદ છે અહીં હું ... અને એ એકદમ બોલતી સાવ બંધ થઇ ગઇ અને આંખ મીંચાઇ ગઇ અને તન પર કાબૂ ગૂમાવીને નીચે પડી ગઇ. પ્રો.પીનાકીને તરત જ એને સહારો આપીને સાચવી લીધી. એકદમ જ બધાં ચિંતામાં પડી ગયા. પ્રો.નલીનીએ થરમોસમાંથી ઠંડુ પાણી એનાં મોઢા પર છાંટયુ. ધીમે ધીમે સરયુ સ્વસ્થ થઇ અને પ્રો.નલીનીએ નીચે બેસી જઇ એનું માથું ખોળામાં લઇ લીધું થોડાં સમયમાં એ સ્વસ્થ થઇ ઉભી થઇ ગઇ અને બોલી આપણે પહોંચી ગયા ?"
અવની સરયુની સાથે ને સાથે જ હતી એણે સરયુને જવાબ આવ્યો હા આપણે હમણાં જ આવી પહોચ્યા છીએ. એણે બાજી સંભાળતા બીજું કાંઇ જ ના બોલતાં કહ્યું "આપણે હવે બધાની સાથે મહેલ જોવા જઇએ ? પ્રો.પીનાકીન અને નલીની બધાએ હાથમાં હાથ મિલાવીને બધા હવા મહેલ જોવા આગળ વધ્યાં.
હવા મહેલનાં એકપછી એક માળ એનાં ઝરુખા એવી કારીગીરી નાની નાની બારીઓ ઝરુખાની સુંદરતા આકર્ષી રહી હતી અંદરનાં વિશાળ ઓરડાઓમાં અનેરી ઠંટક હતી હવા મ્હેલ સાચેજ એક હવા મહેલ હતો ઉપર નીચે બંધા ફરી ફરીને બધાં જોઇ રહ્યા અને દૂર ત્યાંથી સીટી પેલેસ દેખાઇ રહ્યો હતો.
***
નીરુબહેન દિવાનખાનામાં સુનમુન બેઠેલાં હતાં એમને મનમાં ને મનમાં સરયુની ચિંતા સતાવી રહી હતી. સરયુ શું કરતી હશે ? એને કોઇ પરેશાની નહીં હોય ને જ્યારે ફોન કરું છું ત્યારે કહે છે મંમી બધુંજ ઓકે જ છે કોઇ ચિંતાના કરશો સાચેજ બધું બરાબર હશેને ? એમણે મનમાં વિચાર્યુ હવે તો એ લોકો ઉદેયપુરથી જયપુર જવા નીકળી જવાના હતાં અને કદાચ પહોંચી પણ ગયા હશે. લાવ ફોન કરી જોઉ. પણ હું સરયુને પછી કરું પહેલા એની ખાસ મિત્ર અવનીને ફોન કરી પૂછું કે કેવું છે બધું ?"
નીરુબહેને કોન્ટેકટ લીસ્ટમાંથી સરયુનાં ફ્રેન્ડમાં અવનીનો નંબર શોધી ફોન લગાવ્યો થોડી રીંગ વાગ્યા પછી સરયુએ જ ફોન ઉઠાવ્યો એણે અવનીનાં સ્ક્રીન પર નીરુઆંટી વાંચી એનાં હાથમાંથી તરત જ ફોન લઇ લીધો અને વાત કરી હલ્લો મંમી કેમ છે ? કેમ તમે અવનીના ફોન પર ફોન કર્યો મને નહીં ? નીરુબહેન થોડા ચોક્યાં પછી સ્વસ્થ થઇને કહ્યું અરે દીકરા તારો ફોન સ્વીચ ઓફ કે અનરીચેબલ આવે એમણે જુઠાણું ચલાવ્યું કેમ ફોન બંધ છે ? સરયુ કહે ફોન ચાર્જ નથી હમણાં ફોન બેંકથી ચાર્જ કરી લઉં છું અને જયપુર પહોંચી ગયાં છીએ તમારાં શું સમાચાર છે ?
નીરુબેહન કહે અહીં બધું બરાબર જ છે. સાચું કહું દીકરા તારાંજ વિચાર આવતાં હતાં તારે કેમ છે ? તારી તબીયત સારી છે ને ? તને કાંઇ થયું નથી કે થતું નથીને ? નીરુ બહેનનાં ચહેરા પર ચિંતાની લકીરો પથરાઇ ગઇ. સરયુનાં ચહેરા પર વિષાદ હતો એણે દૂર કરીને હસતાં રણકતાં અવાજે દુઃખ દાબીને કહ્યું" અરે મંમી એકદમ સરસ અમે લોકો ખૂબ મજા કરીએ છીએ તમે ચિંતા ના કરશો મારી....
તમે કેમ છો ? પપ્પા શું કરે છે. એ એમનાં રૂટિન અને ઓફીસ કામમાં વ્યસ્ત હશે. તમારી કીટી પાર્ટી કેવી ચાલે છે ? મંમી તમને મૂવીનો ખૂબ શોખ છે તમારાં ખાસ મિત્ર કોકીલા આંટી સાથે ક્યું મૂવી જોઇ આવ્યા ? નીરુબહેન કહે "ના દીકરા હમણાં કોઇ જોયું નથી અને કોકીલા આંટીને ત્યાં હમણાં યુ.એસ.થી ખૂબ મહેમાન છે એ એમાં વ્યસ્ત છે જોકે અમે કાલે મળવાનાં છીએ આ વખતે કલબમાંજ કીટીપાર્ટી રાખી છે મારો ટર્ન છે એટલે કલબમાંજ બધાને ઇન્વાઇટ કર્યા છે."
સરયુ, તું મારુ છોડ તું મઝામાં છે ને સરયુએ ગંભીર થઇને કહ્યું" હા મંમી હું એકદમ મઝામાં છું મારી કોઇ જ ચિંતા ના કરશો બીજું ખાસ એક ઉદેપુરથી જયપુર આવ્યા પછી મને અહીં ખરેખર ખૂબ આનંદ આવી રહ્યો છે. અને એક-ખાસ વાત કરું મંમી અહીં આવ્યા પછી મને એવું લાગે છે કે જાણે હું અહીં પહેલાં આવી ગઇ છું. બધું મને જાણીતું જાણીતું લાગે છે. નીરુબહેન કહ્યું" એટલે તું બહુજ નાની હતી ત્યારે તને અમે એક ફંકશન માટે સાથે લઇને આવેલા તે માત્ર એક દિવસ માટે તને કેવી રીતે ? પછી બોલતાં અટકી ગયાં અને કહ્યું " તું બહુ વિચાર વિચાર ના કરીશ અને તબીયત સાચવજે દીકરા તને કઇ પણ પ્રોબ્લેમ થાય તુરંત ફોન કરજે અને અવનીને તારી સાથેને સાથે રાખજે, અવનીનાં ફોનની બેટરી ઓકે છે તે ચાર્જ નહોતો કર્યો ? અરે મંમી ! ચાર્જ કરેલો પરંતુ હું ફોનમાં આખો દિવસ વીડીઓ અને બધું જોયા કરું જલ્દી ઉતરી જાય મારાં ફોનમાં તમે નિશ્ચિતં રહેજો ચાલો ફોન મૂકૂં પાપાને યાદ આપજો.
સરયુની સાથે વાત કર્યા પછી નીરુબહેન નિશ્ચિંત થવા બદલે વધારે ચિંતાગ્રસ્ત થયા એમને થયું કે સરયુને કેવી રીતે જયપુરમાં પોતાનું લાગે ? એને કંઇ પાછું કોઇ માનસિક તણાવકે હુમલો નહી થાયને કેમ આ છોકરી એની સાથે શું નસીબમાં બાંધી લાવી છે કે એને કાયમ જ આમ... આ કહી નવનીતરાયને ફોન કરવા વિચાર્યું અને તરત જ ફોન લગાવ્યો.
હાં તમે સાંભળો છો ? નવનીતરાયે સામે પૂછ્યું "કેમ શું થયું સાંભળું છું કહે કેમ આમ ચિતાંમાં જણાય છે તું ? અને એમની કપાળની કરચલીઓ વધારતાં મોં ચિંતાગ્રસ્થ થઇ ગયું. નીરુબહેન કહે સરયુને જયપુર જાણીતું અને જોયેલું લાગે છે. કંઇ પાછુ એને.... નવનીતરાય પહેલા બે ધ્યાન પણે બોલ્યાં" ઓહ ઓકે તો શું થયું ? પછી શબ્દો સમજાતાં બોલ્યાં "હે ? જાણીતું એટલે ! એ છોકરીને પાછુ આ શું સ્ફૂર્યું કેમ આમ કીધું ? નીરુબહેન કહે મેં હમણાં જ એની સાથે વાત કરી. એણે મને જણાવ્યુ અને કોઇ ચિંતા ના કરવા પણ કીધું તમારી ખબર પૂછતી હતી તમે પણ એકવાર વાત કરી લોજો. નવનીતરાયે ક્યું "હું હમણાં જ વાત કરી લઊં છું. તું ચિંતા ના કરીશ અને આમેય હવે એની ટુરનાં ચાર-પાંચ દીવસ જ બાકી રહ્યાં છે સમય ક્યાય પસાર થઇ જશે. નીરુબહેન કહેં મનેય ખબર જ છે પણ ખબર નહીં મને હૃદયમાં ઊંડે ઉંડે ખૂબ ચિંતા રહે છે. અને આજ સવારથી સરયુનાં વિચારોમાં ખૂબ બેચેન છું તમે વાત કરી લો એની સાથે....
નવનીતરાયે કહ્યું "તુ ફોન મૂક હું એની સાથે પહેલાં જ વાત કરી લઊં છું. કહી નીરુબહેનનો ફોન કાપ્યો. અને તરજ સરયુને ફોન લગાવ્યો પણ સ્વીચ ઓફ આવ્યો. એમણે પણ તરતજ અવનીને ફોન કર્યો સરયુએજ ફોન ઉપાડ્યો. "દીકરા તને કેમ છે ? કેવું લાગે છે જયપુર સરયુએ આર્શ્ચથી પૂછ્યું ? કેમ કેવુ લાગે એટલે ? ખૂબ સારું લાગે છે અને મેં હમણાંતો મંમી સાથે વાત કરી. એવું શું થયું તમે અમને તરત ફોન કર્યો.
નવનીતરાયે કહ્યું "અરે ના બેબી એમજ મને થયું લાવ હું પણ વાત કરી લઊં ? કેમ છે દીકરા ? ખૂબ મજા કરો છો ને ? કોઇ અગવડ નથી ને ? ઉદેપુર કરતાં જયપુર વધારે સારુ લાગે છે ? સરયુ બોલી ? જયપુર તો મારું પોતાનું જ લાગે છે જાણે હું અહીંજ જન્મી ઉછરી હોઉં એવું લાગે ખૂબ મજા આવે છે. નવનીતરાય કહે" એટલે ? ના સમજ્યો તને એવું કેવી રીતે લાગે ? અરે ! પપ્પા અરે એમજ તમે આમાં પણ ચિંતા કરશો ? અરે આપણી સંસ્કૃતિ અને દેશનું કલ્ચર જ એવું છે. બધે પોતાનું જ લાગે. અને સાંભળી રહેલી અવનીની સામે જોઇ આંખ મારી નવનીતરાય કહે "ઓકે ઓકે પણ ત્યાં તારે જે ખરીદવું હોય એ ખરીદ જે અને ફરીને સાંગોપાંગ પાછી આવી જા તારી યાદ પણ ખૂબ આવે છે.
સરયુંએ ધાર્યું નિશાન તાકતા કહ્યું "પાપા તમને તો ફુરસદ ક્યાં હોય છે ? તમારાં ધંધાકીય કામ, મીટીંગ્સ અને ..... કંઇ નહીં પાપા હું સમજુ છું મને પણ તમારા લોકોની યાદ આવે છે પણ મને અહીં પણ ખૂબ મજા આવે છે. ચાલો પાપા મારી ફ્રેન્ડસ મારી રાહ જુએ છે. હવે હું જ ફોન કરીશ. ઓકે બાય... કહી ફોન કાપ્યો.
અરે અવની મારે ક્યારનું જવુ હતું અને આ ફોન ઉપર ફોન ઠીક છે મને પણ સારું લાગ્યું મંમી અને પાપા સાથે વાત કરીને હવે અહીં વધુ નિશ્ચિંન્તતા રહેશે કહી અવની સામે જોઇ રહી.
***
અબ્દુલ ક્યારનો ફોન લગાવી રહેલો પણ સામેથી ફોન ઉપડતો જ નહોતો અને વિચાર્યું છેલ્લી વાર ફોન કરું પછી હમણાં નહી કહુ એમ વિચારીને ડાયલ કર્યું. અને છેલ્લી રીંગે ફોન ઉંચકાયો. અબ્દુલ બોલ્યો અરે માલિક ક્યારનો ફોન કરું છું. હાં અબ્દુલ બોલ મારે બીજા અગત્યનાં ફોન ચાલુ હતાં. શું ખાસ વાત છે કે આમ સતત ફોન કરે તું ? "માલિક એવી જ વાત છે. મેં તમને ઉદેપુર ઉતર્યા પછી પેલી રાતની વાત. સરયુ બેબીની દીમાગી હાલત મને ખૂબ... " અરે આગળની વાત શું છે એ કહેને, ડો.ઇદ્રીશે એને થોડી ઉતાવળ સાથે ટોકયો.... "માલિક અહીં તો જયપુર આવીને સાવ અનહોની જ થઇ ગઈ સરયુ બેબીતો અહીંની ઇમારતો અને અહીંનાં રાજાઓ વિશે પેલા ગાઇડ કરતાં પણ વધુ કડકડાટ બોલી ગઇ જાણે એની હાજરીમાં બધું થયું હોય. એટલી માહિતી તો ગાઇડ પાસે પણ નહોતી. ડો.ઇદ્રીશે કહ્યું એમાં નવાઇ પામવા જેવું શું છે ડફોળ ? અત્યારનાં છોકરાં જ્યાં જવાનાં હોય ત્યાનો પહેલાં અભ્યાસ કરી જાણીને જાય છે જેથી કાંઇ જોવા જાણવાનું રહીના જાય.... ના માલિક એવી વાત નથી બધું બોલીને બેબી જાણે બેભાન થઇ ગયેલી. માલિક તમે સમજો છો એવું નથી કંઇક જુદુજ લાગે મને... ડો.ઇદ્રીશે એને ઉત્સુકતાથી પુછ્યું ? ઓહ એમ વાત છે ? પછી શું થયું, ભાનમાં કેટલી વારે આવી ? એણે પછી શું કર્યું ?
માલિક નલીની દીદીએ પાણી છાંટયુ એ જાગૃત થઇ ગઇ પણ પછી સાવ નોર્મલ જ જાણે કંઇ થયું જ નથી. ડો.ઇદ્રીશ કહે ઠીક છે હવે તું પૂરી ચપળતાથી ધ્યાન રાખજે અને મને જણાવજે હવે મને કંઇક... કહી વાત ટૂંકાવી ફોન કાપી નાંખ્યો. અબ્દુલ વિચારમાં પડી ગયો આમ ફોન જ કેમ કાપી નાંખે માલિક.. એમને આટલો બધો કેમ રસ પડે ? હશે કંઇ મારે શું અને દોડીને ટોળામાં ભળી ગયો.
***
ડો.ઇદ્રીશે નવનીતરાયને ફોન કર્યો... નવનીતરાયે તરત જ ફોન ઉંચક્યો અને બોલ્યાં. હાં ડોકટર બોલો બોલો કેમ છો. ચૂંટણી પછીનાં સમાધાન અને સરયુ ને બતાવ્યા પછી નવનીતરાય ડો.ઇદ્રીશ સાથે એકદમ મિલનસાર મિત્રની જેમ વાત કરવા લાગેલા સામે ડો.ઇદ્રીશ પણ જાણે ખાસ મિત્ર હોય એમ વર્તન કરતાં. ડો.ઇદ્રીશે કહ્યું "અરે શેઠ કેમ છો ? આતો આપણી દીકરી ટ્રીટમેન્ટ પછી તુરંત જ ટુરમાં જવાની હતી મેં હા પણ પાડી હતી તો એ પછી એને કેમ છે એ જાણવાં જ ફોન કરેલો. કેમ છે દીકરી મજા કરે છે ને ? નવનીતરાય કહે" હાં તમારી ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી અમે નિશ્ચિંત થઇ ગયા છીએ. બેબી મજામાં છે. અને બલ્કે મેં હમણાં થોડાં સમય પહેલાં જ એની સાથે વાત કરી. જાણવા જેવું એ છે કે એણે મને એવું કીંધુ કે અહીં જયપુર જાણે એનું જ શહેર હોય અને એની જાણકાર અને પોતીકું હોય એવું લાગે છે એવું કહેતી હતી. ડોકટર હું તમને ફોન કરવાનો જ હતો કે આવું એ કહી રહી છે એ નોર્મલ છેને આપણે છોકરાઓ નેટ પરથી બધી માહિતી મેળવી જ લેતા હોય છે... આમાં કંઇક... ડો.ઇદ્રીશે વાત કાપતા કહ્યું "ના ના ઘણીવાર આપણને કોઇ જગ્યા કે વ્યક્તિ-જોયેલી અને ઓળખતા હોય એવું લાગતું હોય છે એમાં કાંઇ ચિંતા કરવા જેવું મને કંઇ લાગતું નથી. છતાં તમને અડધી રાત્રે પણ મારી જરૂર પડે બંદા હાજર છે મને યાદ કરજો.
નવનીતરાયે કહ્યું" તમને જ યાદ કરીશું ને ? અને હા ડો.મધુકર પણ મને કલબમાં મળેલાં એમની સાથે પણ વાત થઇ હતી કે સરયુ ટુર પર છે. જરૂર પડે એમને પણ જાણ કરીશ. એની વે ચલો ફરી વાત કરશું. ડો.ઇદ્રીશ કહે જરૂર એમ કહીં બંન્નેએ ફોન મૂક્યો. નવનીતરાયનાં ચહેરાં પર હવે નિરાંત વંચાતી હતી એમણે સ્માઇલ સાથે પરવીનનાં ગાલ પર ટપલી મારી વ્હાલ વ્યક્ત કર્યું.
***
હવા મહેલ જોયાં પછી ગાઇડે કહ્યું હવે આપણે આજનાં દિવસમાં સીટી મહેલ જોઇ લઇશું. કારણ કે પછી મોડું થઇ જશે તો અંદર પ્રવેશ નહીં મળે. બધાં સ્ફૂર્તીથી બસમાં ગોઠવાઇ જાવ આપણે આ બીજા છેડે જ જવાનું છે. સરયું અવની સહિત બધાંજ બસમાં ગોઠવાયા. પ્રો.પીનાકીન અને પ્રો.નલીની બસની આગળ તરફ જ ઊભાં રહ્યા કે હમણાં પાછું તરત જ ઉતરવાનું જ છે. સરુએ બસનાં કાચમાંથી દૂર સીટી પેલેસ તરફ નજર નાંખી અને.....
બસમાં બધાં વિદ્યાર્થો હવામહેલની વાતો કરી રહેલાં કોઇ બોલ્યું અદભૂત રચના હતી. યાર આવું બધુ બનાવવાનું કેવી રીતે આવડે ? મારી તો અમુક કાર્વીંગ કારીગરીમાં ટપી જ ના પડી. આટલા બંધા લાલ-ગુલાબી પત્થરો ક્યાંથી લાવ્યા હશે, કેવી રીતે ઉંચકી લાવી અને તરાશ્યા હશે ? કેવું કામ બધું કેટલી કાળજી અને ફીનીશીંગ સાથે કર્યું છે એ સમયમાં આટલા સાધન પણ નહોતાં છતાં અત્યારનાં કામ કરતાં વધુ સુંદર અને ફીનીશ લાગે. કેટલાં નિપુર્ણ કારીગરો અને સ્થાપિતો હશે. કેટલો ખર્ચ અને કેટલો સમય ગયો હશે. એક રાજા કામ ચાલુ કરાવે એનો પુત્ર પુરુ કરાવતો હશે.
સરયુએ કહ્યુ પણ આ રાજપુત હિંદુ રોયલ ફેમીલીનાં બધા વંસજો પણ એવાં હતા કે વધારે આ સ્થાપત્યની પ્રથા ચાલુ રાખી એકે એક એટલાં સ્થાપત્યનાં શોખીન અને બિરદાવવા વાળા હતાં આ બધી જ બાંધણીમાં તમને ખબર છે રાજપૂત સંસ્કૃતિની સાથે સાથે પશ્ચિમની ચાલુક્ય આર્કીટેકચર, બદામી ચાલુક્ય આર્કીટેકચર, પછી મારુ ગૂર્જરા આર્કીટેકચર સાથે સાથે વેદીક શિલ્પ શાસ્ત્ર અને થોડો મુગલાઇ ટચ છે. અહીં મહેલોનો અદભૂત વારસો છે.
સાથે આવેલો ગાઇડ શાંતિથી સાંભળી રહેલો સરયુની એક એક વાતે એ આર્શ્ચય પામી રહેલો. એને થતું મેં ઘણી વાતો તો મારા પિતાજી પાસેથી સાંભળી હતી આ બધું આ છોકરી કેવી રીતે બોલી રહી છે ? એણે સીધું જ સરયુ ને પૂછ્યું. અરે બેટા તમને આટલી બધી માહિતી કેવી રીતે છે ?
સરયુએ જવાબમાં એની સામે જોઇ રહી અને કહ્યું" ખબર નથી મને બધુજ મનમાં સ્ફૂરે છે અને હું બોલી રહી છું હજી મને..... સરયુ કહે બીજી વાત પછી મને હવે બહાર નીકડીને જોવાની જ તાલાવેલી છે કહી ચુપ થઇ ગઇ.
પ્રકરણ -8 સમાપ્ત.
સરયુનાં અગમ્ય અનુભવ વચ્ચે ટુર આગળ વધી રહી છે. હવે જયપુર આવ્યા પછી એનામાં કંઈક અલગ જ પરિવર્તન આવ્યું છે. એને અહીંનો ઇતિહાસ જાણે કંઠસ્થ છે કેવી રીતે એને બધી જાણ છે ? હવેનાં પ્રકરણો ખૂબ રસપ્રચુર બની રહેવાનાં છે અને દરેક ભેદ ધીમે ધીમે ઉકેલાઇને સત્ય બહાર આવશે. એક પણ પ્રકરણ હવે ચૂકશો નહીં વાંચતા રહો આવતાં અંકે. ઉજળી પ્રીતનાં પડછાયા કાળા પ્રકરણ-9.