શમણું એક સોનેરી સાંજનું. - ૩
સંજય અને ઈશાની સાથેની એ પ્રેમની રોમાંચિત નવલકથામાં આપણે જોયું કે સંજય-ઈશાની દરિયા કિનારેથી રૂમ તરફ આવીને એનિવર્સરીની સાંજને ઉત્સાહથી ઉજવવા માટે કાંઈક પ્લાન કરી રહ્યા હતા અને સંજય જેવો તૈયાર થવા ગયો કે ઈશાની આગળના પ્લાનની ગણતરી કરવા લાગે છે.
હવે આગળ.
***
ઇશાનીએ પ્લાન કર્યા મુજબ આજે રેસોર્ટનું ડિનર એરિયા બંને માટે બૂક હતું, ઈશાની એકવાર બધું જાતે જઈને જોવા ઇચ્છતી હતી એમ પણ સંજય તૈયાર થવામાં વાર લાગડશે જ એ એને ખબર જ હતી.
"સંજુ, હું હમણાં આવી નીચે મેનેજરનો કોલ હતો એમને કાંઈક કામ છે તો નીચે બોલાવે છે. તું તૈયાર થઈને રહે એટલે આપણે આગળ વિચારીએ કે શું કરવું છે.", ઇશાનીએ બહારથી જ સાદ આપ્યો.
"હા, ઠીક છે.", સંજયે સામો પ્રતિઉત્તર આપ્યો.
ઈશાની આમ નીચે ગઈ એટલે સંજય જલ્દી બહાર આવી રૂમમાં દરવાજા બંધ કરીને એને ઈશાની માટે પ્લાન કરેલ સરપ્રાઈઝ માટે ફોને લઈને બેસી ગયો અને બધું ફરી એકવાર ચેક કરી લીધું અને કન્ફ્રર્મ કરી લીધું પછી જલ્દીથી તૈયાર થઈને અરીસા સામે ઉભો રહીને પોતાના વાળમાં જૅલ લગાડીને સરખા કરતો હતો ત્યાંથી બૂટ પહેરવા ચેર પર બેઠો અને રેડી થઈને જેવો ફોન હાથમાં લીધો ને વોલપેપર પર ઇશાનીનો ફોટો જોઈને વિચારોમાં સારી ગયો.
ઈશાની જ્યારથી લગ્ન કરીને ઘરમાં આવી ત્યારથી ૬ મહિના સુધીના બધા જ વિચાર એને એકસાથે આવી ગયા, લગ્ન પતાવીને ઘરે આવ્યા ત્યારે પણ થાકના લીધે બધા જલ્દી સુઈ ગયા અને પછી બીજો દિવસ ઉગ્યો ત્યારથી ઈશાની સાથેના વાર્તાલાપને એ વાગોળી રહ્યો. ઘરે પપ્પાનું ધ્યાન રાખવાનું, કામમાં ખાસ કઈ કરવાનું રહેતું નથી છતાં નોકરો પાસે કામ કરવાનું, ઘરને વ્યવસ્થિત રાખવાનું, મહેમાનોની અગ્તા-સ્વાગત કરવાની, બધા માટે જમવાનું બનાવવામાં મહારાજને મદદ કરવાની, બધાની પસંદગીની રસોઈનું ધ્યાન રાખવાનું, દરેકની રોજિંદી જરૂરિયાતોને સમજવાની અને પછી એ રીતે પોતાની જાતને એમાં ઢાળવાની, પપ્પા રિટાયર એટલે બહુ ખાસ ફેક્ટરીની ઓફિસમાં આવે નહિ, ખાસ કામ હોય તો આંટો મારો બાકીનો વખત પૂજા-પાઠ, મંદિર અને એમની ઉંમરના લોકો સાથે ગાર્ડનમાં વિતાવે એટલે પપ્પાની દરેક જરૂરિયાતોનું ધ્યાન ઈશાની રાખે, મમ્મીના ગયા પછી ઘરમાં સ્ત્રી પાત્રની કમી ઈશાનીના આવ્યા પછી જ પૂરી થઇ. આખા ઘરને એને ખૂબ જ જલ્દીથી સાંભળી લીધું હતું સાથે અમારા ઘરમાં પોતાની જાતને પણ અમારી જ શૈલીમાં ખૂબ જલ્દીથી ઢાળી દીધી હતી. કોઈ પણ બાબતે ક્યારેય ઇશાનીએ કોઈ વાંધો ઉઠ્યો નથી. ક્યારેક એને કશુક ના ગમતું પણ થયું હશે તો એને ક્યારેય એ બાબતે ફરિયાદ કરી નથી કે કોઈ વાતનો અણગમો દર્શાવ્યો નથી. તકલીફ તો એને પણ પડી જ હશે ને ? નવા ઘરમાં બધું જાતે કરવાનું,પોતાની જાતને થોડી પણ બદલવી તો પડી જ હશે ને? આખું મકાન જાણે ઈશાનીના આવ્યા પછી એક ઘર બની ગયું હતું. પહેલા તો હું ને પપ્પા આખો દિવસ કામે હોઈએ, આવીને જમીને, થોડું બેસીએ ને પછી સુઈ જઈએ. કોઈ વ્યક્તિ આટલું સરળ કઈ રીતે હોઈ શકે? એના વ્યક્તિત્વમાં એક અલગ જ ચમક છે એક અલગ જ ભોળપણ છે, મનમાં કાંઈ કપટ નહિ, લેવા-લઇ જવાની લાલચ નહિ, નિઃસ્વાર્થ ભાવ એના ચહેરાને વધારે સુંદર બનાવે છે. સામે મેં ૬ મહિનામાં એની સાથે શું કર્યું?? એને આ સમયમાં મારી સૌથી વધારે જરૂર હતી એ જ સમયે હું એને સમય ના આપી શક્યો. એના મનમાં રહેલા દરેક ડરને, સવાલોને, મૂંઝવણોને શોધીને એમાંથી એને બહાર કાઢવામાં મારે એની મદદ કરવાની હતી ત્યારે હું પોતે મારા ઓફિસના કામમાં વધારે ને વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. હું ઈશાનીની સામે રહેતો હતો છતાં હું એની સાથે ના રાહી શક્યો. એણે ક્યારેય એ વાત પર અણગમો દર્શાવ્યો નથી પરંતુ એક દિવસ હું એના મનની વાત વાંચવામાં સફળ રહ્યો. એ દિવસ હતો જયારે હું ઑફિસથી જલ્દી આવી ગયો અને ઈશાની ગાર્ડનમાં કોફીનો મગ લઈને બેઠી હતી અને વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ મેં એની એકલતાને ભાંખી લીધી અને જાણે કે એ ખુલ્લી કિતાબ જ હોય એમ હું બધું જ વાંચી શકતો હતો, એના માનનાં દરેક ભાવ મેં એની આંખોમાં અને ચહેરા પર વાંચી લીધા. મને જોઈને એણે પોતાની એકલતાના અરીસામાં ડૂબેલા વિચારોના પોટલાને એટલી ઝડપથી બાલી દીધો અને એ જ બનાવતી ચહેરો ને હસતું મોઢું પછી મારી સાથે વાતો કરી અને કામમાં લાગી ગઈ. એ જ દિવસથી મારા વર્તનમાં સુધાર લાવવાનું મેં ચાલુ કર્યું અને અઠવાડિયા પછી અમારી એનિવર્સરી આવતી હતી એટલે બસ એણે ૬ મહિના જ નથી આપી શક્યો એ બધું જ મેં એણે જીવનભર આપવાનો નિર્ણય કર્યો અને એની શરૂઆત મેં એ દિવસથી જ કરી દીધી હતી.
અચાનક વિચારોમાંથી બહાર આવીને એકલા જ પોતાની જાતને થોડું વધારે માન આપીને સંજય રૂમની બહાર નીકળી ગયો ઈશાનીને કોલ કરવા લાગ્યો.
આ તરફ ઈશાની હોટેલના મેનેજર સાથે ચર્ચાઓ કરીને ડિનરનું મેનુ નક્કી કરીને સજાવટ જોવા માટે ડિનર હૉલમાં દાખલ થઇ અને સજાવટ જોતા જ ખુશીથી એની આંખો અને ચહેરો બને ખુશ થઇ ગયા, અને એમ જ વિચારોમાં ખોવાઈ ગઈ,
સંજય અને મારા સંબંધ પણ કેવા ગઢયાં છે તમે કાંઈ સમજાતું નથી. સંજય જયારે મને જોવા આવ્યા અમને બંનેને એકબીજા સાથે ફાવી પણ ગયું અને ટૂંક સમયમાં અમે લગ્નગ્રંથિમાં જોડાઈ ગયા. અમારું લગ્ન જીવન પણ કાંઈક જુદું નહતું, બધા જીવે એમ અમે પણ અમારી જિંદગીમાં ખુશ રહેવા લાગ્યા. નાનકડો પરિવાર અને મોટો કારોબાર બસ આ બંનેમાં અમે સાથે હોવા છતાં વિખુટા પડી ગયા હોઈએ એવો જ ભાવ હંમેશા મને ઉમટી આવતો છતાં માં-બાપના સંસ્કાર અને સાચી સમજણના કારણે મેં બધું જ એક સાથે સાંભળી લીધું અને પપ્પાનો સ્વભાવ પણ ખૂબ સરસ અને સંજય પણ મને આજ સુધી ક્યા કાંઈ કીધું છે કોઈ વાતમાં! અમારું લગ્ન જીવન પણ ખૂબ સારું હતું અમે બંને ખુશ જ હતા એકબીજાના સાથથી એ અમારા વ્યવહારમાં દેખાતું હતું પરંતુ કાંઈક હતું જે ખૂટી રહ્યું હતું એ જ શોધવામાં હું વિચારોમાં ખોવાયેલી હતી. ઘરમાં પણ નોકર-ચાકર ને મહારાજ છે એટલે કામનું એટલું ભારણ તો આવતું જ નથી. બસ અમુક વાર એકલતાનો અનુભવ થયા કરે ત્યારે વાંચન કરું અને નવું કાંઈક રોસોઈમાં બનાવવામાં મન પરોવું એટલે જીવનમાં આમ જોવા જઈએ તો શાંતિ જ શાંતિ છે ને એટલે આપણે પણ ખુશ જ રહેવા લાગ્યા હતા અને આ શૈલીમાં ટેવાઈ પણ ગયા હતા પરંતુ એક દિવસ અચાનક જ સવાર ઉગી અને સુખનો સૂરજ લઈને આવી. કાંઈક નવી જ તાજગી, નવો જ પવન ને નવું જ વાતાવરણ, આજે સંજયે ચાલુ દિવસોમાં પહેલી વાર શાંતિ થી બેસીને મારી સાથે નાસ્તો કર્યો, મારી સાથે વાતો કરી પછી ટિફિન લઈને જવાને બદલે ઘરે જમવા આવશે એમ કહીને બપોરે જમવા પણ અમે સાથે બેઠા અને સાંજે પણ અમે સાથે જમ્યા. પછી તો રાત્રે ફરવા પણ ગયા અને ઘણી બધી વાતોથી જ પેટ ભરાઈ ગયું અને પછી તો રોજ આ અમારું રૂટિન બની ગયું. કામના સમયે ઓફિસમાં કામ અને ઘરે આવીને કામને આરામ આપવા લાગ્યા હતા અમારા પતિદેવ. આ બધું જોતા જ મેં નક્કી કર્યું કે હું એનિવર્સરી પણ સંજયને ખૂબ સરસ સરપ્રાઈઝ આપીશ પરંતુ હું કાંઈક કહું કે કરું એ પહેલા તો એણે જ મને આટલી મોટી સરપ્રાઈઝ આપી દીધી જેની મેં તો ક્યારેય કલ્પના જ નહોતી કરી. પછી મેં પણ રિસોર્ટમાં આવીને નક્કી કર્યું કે હું કાંઈક તો નવું કરીશ જ એટલે આજે અમારી આ સાંજને ખૂબ વધારે રંગીન બનાવવા માટે મેં સરપ્રાઈઝ ડિનર પ્લાન કર્યું. આ બધું વિચારતા વિચારતા હાથમાં એડમિશન માલ્યાની એપ્લિકેશન પણ હતી જેમાં ઈશાની પર્યાવરણ રિસર્ચના આગળના અભ્યાસ માટે પોતાની જાતને તૈયાર કરી ચુકી હતી અને જાતે જ એડમિશન મેળવ્યું હતું. આ બધું વિચારતા-વિચારતા અને મનમાં અનેક ઉમંગો સાથે ઈશાની ડિનર હૉલની બહાર નીકળે છે એની નજર ફોનમાં પડી તો સંજયના ૪ મિસકોલ જોયા અને ઘભરાઈને કોલ કરવા જ જતી હતી ત્યાં જ સંજય સામે મળ્યો.
"અરે ઈશુ, શુ કરે છે તું ક્યારની? ક્યા હતી? હું તને આખા રિસોર્ટમાં શોધી આવ્યો."
સંજયને જોતા જ ઈશાની તો કદાચ પહેલી વાર પ્રેમમાં પડતી હોય એમ ઘાયલ થઇ ગઈ.
"આયે હૈયેયેયેયે!!!, મેં મર જાવાં દુલ્હેરાજા, ફિરસે શાદી કા ઈરાદા હૈ ક્યા?
ગોરા ચહેરા, નશીલી આંખે, સિલ્કી બાલ, સૂટ-બૂટ ઔર ટાઈ.
ક્યા બાત હૈ!!!
કોઈને ઘાયલ કરવાનો ઈરાદો છે કે??
સંજય ઈશાનીને નજીક જઈને પ્રેમથી બે શબ્દ કેહવા જાય છે કે,
"ઘાયલ હમ ક્યા કરેંગે કિસીકો?
હમ તો ખુદ ઘાયલ હૈ આપકી અદાઓકે."
"ચાલ હવે, બહુ લેટ થઇ ગયું છે, આજે આપણો દિવસ છે એણે યાદગાર બનાવીએ.", ઇશાનીએ સંજયને પ્રેમથી કહ્યું.
"યસ મય લવ, લેટ'સ ગો."
એનિવર્સરીની રંગીન સાંજની શરૂઆત આપણે આવતા અંકે જોઈએ ને? ત્યાં સુધી અભિપ્રાયની રાહમાં....
-બિનલ પટેલ
૮૭૫૮૫૩૬૨૪