Vijay Shikhar in Gujarati Motivational Stories by Dr Sagar Ajmeri books and stories PDF | વિજય શિખર

Featured Books
Categories
Share

વિજય શિખર

વિજય શિખર

ડૉ. સાગર અજમેરી

‘વિજય શિખર’ દેશના સૌથી પ્રસિધ્ધ ડિજીટલ પેમેન્ટ બ્રાંડ Paytm ના સ્થાપક અને CEO વિજય શેખરના જીવનની વાસ્તવિક ગાથા છે. ઘણા ઉતાર ચડાવ સાથેની આ સક્સેસ સ્ટોરી આજના યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયક છે.

***

વિજય શિખર

માર્ચ 22, 2017 નો દિવસ. નવી ચમકતી ગાડી મર્સીડીઝ બેન્ઝ AMG GT જાતે ડ્રાઇવ કરી બ્લેક શૂટમાં સજ્જ એક સામાન્ય લાગતો યુવાન દિલ્હીના રસ્તેથી ધીમી ગતિએ ગાડી ચલાવી આગળ વધી રહ્યો છે. નોઇડાથી આગળ ક્રોસ રોડ પર One 97 ઓફિસ તરફ એક સ્મિતભરી નજર કરી ગાડી આગળ ચલાવી. આગળ સ્ટેટ બેંક સામે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી આ યુવાનરોડ ક્રોસ કરી સામેની ગોલગપ્પાની રેંકડી આગળ સૌ સામાન્ય લોકોની વચ્ચે જઈ બે ડીશ ગોલગપ્પાનો સ્વાદ માણી ફરી પોતાની ગાડીમાં બેસી આગળ વધ્યો. ગઈ 8 જુલાઇએ પોતાના 44માં જન્મદિવસે પિતાજી સુલોમપ્રકાશ શર્મા તરફથી ગીફ્ટમાં મળેલી રીસ્ટ વૉચમાં જોયું તો સાંજના 4.00 વાગ્યાનો સમય ધ્યાનમાં આવ્યો. 5.00 પહેલા ડિજીટલ ઇકોનોમી કોન્કલેવમાં ડેટાક્વેસ્ટ એવોર્ડના કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું હોઇ આ યુવાને ગાડી આગળ ધપાવી. આ યુવાન એટલે દેશમાં વર્તમાન સમયનો સૌથી વધુ સફળ અને લોકપ્રિય યુવા એન્ટરપ્રેનિયોર વિજય શેખર શર્મા. રોડની સામે તરફ સસ્તી કિંમતે મેગેઝીન વેચતા ફેરિયા સામે નજર કરતા જાણે વિજય શેખરને ક્યાંક પોતે જ સામે દેખાયા.

“યહ મેગેઝીન કિતને કી..?”

“એક પચ્ચીસ રૂપયે કી...દો ચાલીસ કી..!”

“લેકિન યે તો છે મહિને પુરાની હૈ… મેરે પાસ સિર્ફ પચ્ચીસ રૂપિયે હી હૈ..!”

“ઠીક હૈ… લે લો....!”

પોતાના જ સંવાદ સાફ સંભળાયા પછી મિત્રો સાથે ઇંગ્લિશ શીખવા ખરીદેલી ફોર્બ્સ અને બિઝનેસ ફોર્ચ્યુન મેગેઝીન નજરે પડી..! આજથી 20 વર્ષ પહેલા જેની પાસે મેગેઝીન ખરીદવા પૂરતા પૈસા ના હતા, આજે તેની પાસે 7500 કરોડની મિલકત છે તે વાત કોઇ ચમત્કારથી વિશેષ માની જ ના શકાય તેવી હતી.! આગળ વધતા વિજય શેખરની નજર સામે રસ્તો સાફ દેખાઇ રહ્યો હતો.

અંગ્રેજના સમયમાં ઉત્તરપ્રદેશના મહાવન મથુરાથી વિજયગઢ પોસ્ટીંગ થતા પોલીસમાં ફરજ બજાવતા વિજય શેખરના પરદાદા પં. રામલાલ શર્માના વિજયગઢ આવ્યા પછી તેમનો પરિવાર વિજયગઢ સ્થાયી થયો. આસપાસની બે રીયાસતના રાજવૈધ એવા વિજય શેખરના દાદાજી શ્રીગુરુદત્ત શર્મા ને પોતાના પૌત્ર વિજય શેખરને એક વૈધ બનાવવા ઇચ્છા રહેલી. શિસ્તના ચુસ્ત આગ્રહી શિક્ષક પિતાશ્રી સુલોમ પ્રકાશ અને માતા આશા શર્માના આદર્શ વારસાને આગળ વધારવાની અપેક્ષા બન્ને બહેનો અને નાના ભાઇ સાથે પુત્ર વિજય શેખર પર પણ રહેલી. પાસેથી પસાર થતા સ્કૂટરનો હોર્ન સાંભળતા જ બાળપણમાં પોતાની બહેન સાથે ચૂપચાપ ઘરમાં ટી.વી. ચાલુ કરી જોતા જોતા પિતાજીના સ્કૂટરના હોર્નના અવાજથી તેમના ઘરે આવવાની જાણ થઈ જતી અને તરત ટી.વી. બંધ કરી તેના પર ટી.વી. કેસ ઢંકાઇ હાથમાં વાંચવા પુસ્તકો આવી જતા તે દ્રશ્ય ગાડીના રેર વ્યુ ગ્લાસમાં સાફ દેખાતા વિજય શેખરના ચહેરા પર એક હળવું સ્મિત ફરક્યું.

હાઇ ડીસીપ્લીન્ડ સ્કૂલ ટીચર પિતાને વિજય સાથે ધોરણ 9 માં થયેલા અન્યાયની જાણ થતાં જ તેને હરિદુઆગંજમાં પોતાની શાળામાં દાખલ કરાવ્યો. વર્ષ 1993માં ધોરણ 10 માં શાળામાં પ્રથમ આવ્યાનો અને માત્ર 15 વર્ષની ઉંમરે ધોરણ 12 પાસ કર્યાનો ગર્વ વિજય શેખરના ચહેરા પર આજે પણ ચમકતો દેખાયો.! એન્ટ્રેંસ પાસ કરવા છતાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઇન્ટર્વ્યુમાં રીજેક્ટ થયાના દુ:ખને વિજયા શેખરે આકરી મહેનતમાં ફેરવી 1994 માં સી.એ. એક્ઝામમાં 47મો રેંક મેળવ્યો. રોડના ટર્નિંગ પરના સ્પોકન ઇગ્લિશના ક્લાસના બોર્ડને વાંચી વિજય શેખર એન્જીનીયરીંગના ક્લાસની ફર્સ્ટ બેંચ પર પહોંચ્યા..! સમગ્ર શિક્ષણ હિન્દી મિડીયમમાં કરવાથી અંગ્રેજી પરનું પ્રભુત્વ નબળુ રહેવા પામ્યું જેનાથી ફર્સ્ટ બેંચર ધીમે ધીમે બેક બેંચર થવા લાગ્યો.! એક સમયનો બેક બેન્ચર વિજય શેખર ગુરગાંવની પ્રસિધ્ધ એમિટી યુનિવર્સિટીમાંથી ઓનરેબલ ડૉક્ટરેટ ઓફ સાયન્સીઝની માનદ પદવી મેળવશી તે માત્ર એક કલ્પના સમાન જ રહ્યું હતું, પરંતુ વર્ષ 2016માં આ કલ્પનાએ વાસ્તવિકતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું..!

વિજય શેખરનો સમય હવે કોલેજના કોમ્પ્યુટર સેન્ટરમાં વીતવા લાગ્યો, જ્યાંથી તેમણે ઇન્ટરનેટ અને કોમ્યુટર પ્રોગ્રામીંગ પર પ્રભુત્વ મેળવ્યું. વિજય શેખરનું ધ્યાન હવે ઇલેક્ટ્રોનિક્સની જગ્યાએ કોમ્પ્યુટર તરફ વળ્યું. કોલેજના થર્ડ યરમાં મિત્રો સાથે મળી પોતાની સોફ્ટવેર કંપની એક્સેસ કો ઇન્ડિયા સાઇટ ડોટ નેટ કંપની એસ્ટાબ્લીશ કરી જે મીડીયા હાઉસ માટે કંટેટ મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવા લાગ્યા. વિજય શેખરની ગાડી પરથી પસાર થતા પ્લેનના અવાજ સાથે વિજય શેખરની સ્મૃતિમાં 1998નો સમય યાદ આવ્યો, જ્યારે તેમની અમેરિકા જવાની અદમ્ય ઇચ્છાઓ ખર્ચના અભાવેપાછળ રહેવા પામી..! પછીથી નોઇડા સ્થિત અમેરિકન કંપની રીવર રનમાં મંથલી 17000 ના પગાર સાથે જોબ સ્વીકારી, જે આગળના 6 મહિનામાં છોડી દઈ પોતાની કંપની બનાવવા નિર્ધાર કર્યો, જેના પરિણામ સ્વરૂપે નોઇડામાં One 97 કંપની એસ્ટાબ્લીશ થઈ.

વર્ષ 2000 થી સમગ્ર દેશમાં મોબાઇલ કંપનીઝ પોતાનું વર્ચસ્વબનાવવા લાગી હતી જેમાં હચ અને એરટેલ કંપનીની સર્વીસીસ સૌથી અગ્રેસર રહેવા પામી. તે સમયે સ્ટર ટેક કંપની સાથે જોડાઇને વિજય શેખરે એરટેલ કંપની માટે 197 મોબાઇલ ડીરેક્ટરી બનાવી. લેંડલાઇનમાં 197 નંબર ટેલીફોન ડીરેક્ટરી માટે હોઇ તેના આધારે વિજય શેખરે 197 મોબાઇલ ડીરેક્ટરી તૈયાર કરી એરટેલ સી.ઇ.ઓ. સુનિલ મિત્તલ આગળ તે રજૂ કરી જે આધારે એરટેલ કંપનીમાટે એસ્ટ્રોલોજી જેવી અન્ય વેલ્યુ એડેડ સર્વીસીસનું કામ વિજય શેખરે શરૂ કર્યું. 16 વર્ષ પહેલા 800000 ની લોન લઈ શરૂ કરેલી One 97 કંપનીમાં અન્ય 12 કરોડની લોનનું ધરખમ રોકાણ કરી વિજય શેખરની કંપનીએ 2011માં આશરે 100 કરોડનો જંગી પ્રોફીટ સિધ્ધ કર્યો. વિજય શેખર માટે આ ખૂબ મોટી એચિવમેન્ટ રહી.

વિજય શેખરે ગાડીની સ્પિડ જરા ધીમી કરી. ટ્રાફીક અને રસ્તામાં ઘણા બંપ આવતા રહ્યા, છતા વિજયે ધીરજથી ગાડી ડ્રાઇવ કરવા માંડી..! આગથી ઓફિસને થયેલ મોટુ નુકશાન, મોંઘી લોન તેમજ પૈસા ભરવા છતાંયે પોતાની કંપનીના IPO પરના પ્રતિબંધ સામે વિજયની ધીરજ સાથેની મહેનત આખરે રંગ લાવી..! રસ્તામાં જરા તરસ લાગતા વિજયે પોતાની ગાડી રોડ સાઇડનીનાની દુકાન પાસે ઊભી રાખી. પાણીની બોટલ લઈ પૈસા તેના પૈસા આપવા વિજયે પોતાનું વૉલેટ નીકાળવા કર્યું ત્યાં તે નાનકડી દુકાનદારના શબ્દો -- “સર, છુટ્ટે નહીં હોંગે, પ્લીઝ Paytm પેમેન્ટ કીજીયે..!” – એ વિજય શેખરના ચહેરા પર એક અલગ તેજ પ્રસરાવ્યું. આજે તેની તરસ સાચે છીપાઇ ગઈ..! દુકાનદારને Paytm થી પેમેન્ટ કરતા વિજય શેખરને કંપનીની બોર્ડ મીટીંગમાં સૌના વિરોધ વચ્ચે વર્ષ 2010માં શરૂ કરેલ Paytm નામનું મોટું સાહસ દ્રષ્ટિગત થયું. કાર્ડલેસ પેમેન્ટથી દુકાનદાર માટે કાર્ડ સ્વાઇપ મશીન અને કોમ્યુટરનો ખર્ચ ઘટે અને સાથે તેની પાસે આવતા કસ્ટમર્સ પોતાના સ્માર્ટ ફોન થકી કોમ્પ્યુટર લઈ આવતા થાય જેનાથી ઝીરો રેન્ટલ, ઝીરો કેપેક્સ અને ઝીરો ઓપેક્સ સાથે કામ થાય તે હેતુ Paytm થી પેમેન્ટ કરતા કરતા વિજય શેખરની સ્મૃતિમાં સ્પષ્ટ દ્રષ્યમાન થયો..!

એક નાનકડા વિચારમાંથી ઉદ્ભવેલ Paytm આજે દેશના કુલ 670 જિલ્લામાંથી આશરે 300 જિલ્લામાં ફેલાઇ ચૂકી છે. વિજય શેખરના રોલ મોડેલ તેવા સ્કૂલ ટીચર અને ચીનની વિશ્વવિખ્યાત કંપની અલીબાબાના સ્થાપક જેક માને હોંગકોંગમાં સાંભળી વિજય શેખરને સ્માર્ટ ફોન બેઝ બીઝનસ અને મોબાઇલ વર્ઝન પેમેન્ટ વિકસાવવા પ્રેરણા મળી. વિજય શેખર ગાડી આગળ ચલાવી રહ્યા હતા. પાસે પડેલી મેગેઝીનના પહેલા પાને જેક મા સાથે પોતાનો ફોટો જોઇ વિજય શેખર સમક્ષ જેક મા સાથેની મુકાત પુન: જીવીત થઈ. વર્ષ 2004 ના નવેમ્બર મહિનામાં વોડાફોન દ્વારા વિજય શેખરની ટેલીકોમ કંપનીને મળવાના પ્રાઇઝને કારણે બીજીંગ ગયેલા વિજય શેખરને પોતાના પ્રેરણા સ્ત્રોત જેક માને મળવાની અદમ્ય ઇચ્છા રહી. ગમે તેમ કરી જેક મા સાથે મુલાકાત ગોઠવાવી. લગભગ અઢી કલાકની મુલાકાત દરમિયાન જેક માએ વિજય શેખરને માત્ર સાંભળ્યા. વિજય શેખરની કંપનીનો હેતુ જાણી તેમજ વિજયનો કંપનીના એમ્પ્લોયર્સ તરફ સારો વ્યવહાર જાણી જેક મા ઘણા પ્રભાવિત થયા. વિજયે પોતાની ઇક્વીટીના 4% પોતાની ટીમ માટે ફાળવ્યાની વાતથી ખુશ થઈ જેક માએ વિજય શેખરની કંપનીમાં રોકાણની ઇચ્છા દર્શાવી. વર્ષ 2014 માં જેક માની કંપની અલીબાબાએ વિજય શેખરની કંપનીના 25% શેર્સ ઊંચા ભાવે ખરીદ્યા, જે સાથે જેક માની અલીબાબા કંપનીએ Paytm માં લગભગ 5535 મીલીયન ડૉલર્સનું ધરખમ રોકાણ કર્યું. આ રોકાણથી વિજય શેખરની કંપની વિકાસના પંથે ફૂલ એક્સીલેટર આપી આગળ વધી..! વિજય શેખર આ વિચારો સાથે ગાડીની ઝડપ વધારી આગળ વધી રહ્યા..!

વિજય શેખરને મેગેઝીન ખરીદવા માત્ર પચ્ચીસ રૂપિયામાં એડજ્સ્ટ કરવું પડતું હતું, તે જ વિજય શેખરની મિલકત હુરુન ઇન્ડિયા રીચ લીસ્ટ 2016 મુજબ 12 મહિનામાં 162% વધી 7300 કરોડને આંબી ગઈ..! જે ઇંગ્લીશ મેગેઝીનમાં વિજય શેખર અન્ય બિઝનેસ ટાઇકૂનના ઇન્ટરવ્યૂ વાંચતા રહ્યા, આજે તે મેગેઝીનમાં પોતાના ઇન્ટરવ્યૂ આવતા થયા આ વિચારથી ડ્રાઇવ કરતા વિજયની આંખમાં તેજ પ્રસર્યું.

વિજયના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ 8 નવેમ્બર, 2016ની રાતથી આવ્યો. ભારત સરકારે જાહેર કરેલ ડિમોનીટાઇઝેશન પછી વિજય શેખરની Paytm કંપની રાતોરાત ખૂબ ઊંચાઇએ પહોંચી ગઈ. આ સમયે Paytm વડે મની ટ્રાન્ઝેક્શનમાં 250%નો વધારો થયો..! દેશના સામાન્ય વ્યક્તિના મોં પર પણ Paytmનું નામ આવવા લાગ્યું. માત્ર શહેરોમાં જ નહીં, પણ ગામડાઓમાં પણ Paytmને અલગ ઓળખ પ્રાપ્ત થઈ. એક સમયે સામાન્ય મકાનમાં રહેનાર વિજય શેખરે દિલ્હીના વીવીઆઇપી વિસ્તાર તેવા લુટીયન્ઝ ઝોનમાં આશરે 82 કરોડનું મકાન ખરીદ્યુ. આ લુટીયન્ઝ ઝોન એરીયામાં દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ સહિતના વીઆઈપી વ્યક્તિઓના મકાન આવેલા છે, જેમાં હવે વિજય શેખરનો પણ શમાવેશ થયો..! ટાઇમ્સ દ્વારા વિશ્વના 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલની યાદીમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પછી આ યાદીમાં સ્થાન મેળવનાર વિજય શેખર એકમાત્ર ભારતીય રહ્યા છે..!

ડિમોનીટાઇઝેશન સમયે એક વખત વિજય શેખરે એક ગામડામાં જઈ જોયું તો જાણ થઈ કે ગામડામાં ઘણા લોકો એવા પણ છે કે જેમની પાસે સ્માર્ટ ફોન ઉપલબ્ધ નથી, જેનાથી તેઓ ઇચ્છવા છતાંયે Paytmનો ઉપયોગ કરી શકતા નથી. પોતાની ઓફીસે પહોંચી પોતાની ટીમને આ સમસ્યાના સમાધાનરૂપે કામે લગાડી વિજય શેખરે સ્માર્ટ ફોન વિના પણ Paytmનો ઉપયોગ કરવા ટોલ ફ્રી નંબર તૈયાર કર્યો, જેનાથી કોઇપણ વ્યક્તિ સ્માર્ટ ફોન કે ઇન્ટરનેટ વિના પણ Paytm દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી શકતો થયો..!

વિજય શેખર પોતાની ગાડી આગળ ચલાવી રહ્યા. રસ્તામાં ઘરેથી પત્નીનો કોલ આવ્યો. “યસ...આઇ’મ ઓન ધ વે.....આપ પહોંચ ગયે..? ઓકે. આઇ’લ બી ધેર ઇન ફ્યુ મિનટ્સ.” વિજય શેખર માટે મૃદુલા શર્મા માત્ર તેમની પત્ની જ ના હતી, પણ જીવનનો પ્રેરણાસ્ત્રોત હતી, જીવનની વિકટ પરીસ્થિતિઓમાં પોતાના ખભેથી ખભો મેળવી હિંમત આપનાર સાચી જીવનસંગીની બની રહી છે..! થોડીવારમાં જ વિજય શેખર હોલ પર પહોંચ્યા. ચારેતરફ પ્રેસ રીપોર્ટર્સની ભીડ વચ્ચે એક પછી એક ચમચમતી ગાડીઓ હોલના પાર્કિંગમાં પ્રવેશ કરતી રહી. વિજય શેખર જાતે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી અત્યંત સાદગીમાં ગેટ આગળ આવ્યા. હોલમાં પ્રવેશતા જ સામે તેના માતા પિતા અને પત્ની મૃદુલા તેના દીકરા વિવાન સાથે નજરે પડ્યા. આજના એવોર્ડ ફંક્શનમાં દેશના પ્રસિધ્ધ બિઝનેસ પર્સન્સ આવ્યા હતા. વર્ષ 2016માં ઇમ્પેક્ટ પર્સન ઓફ ધ યર એવોર્ડ વિજેતા, વર્ષ 2017માં ઇન્ડિયા ટુડે મેગેઝીન દ્વારા દેશના 50 મોસ્ટ પાવરફુલ વ્યક્તિઓની યાદીમાં 18મું સ્થાન પ્રાપ્ત કરનાર તેમજ વર્ષ 2017માં જ GQ India દ્વારા 50 મોસ્ટ ઇંફ્લ્યુએન્શિયલ યંગ ઇન્ડિયન્સની યાદીમાં પોતાનું મજબૂત સ્થાન બનાવનાર વિજય શેખરની આસપાસ રીપોરર્ટર્સનો મેળાવડો જામે તે અત્યંત સ્વાભાવિક વાત છે..!

આ ડીજિટલ ઇકોનોમી કોન્કલેવમાં ડિજીટલ એન્ટરપ્રાઇઝ 2.0, સ્માર્ટ સીટીઝ, ICT બીઝનેસ અને કેશલેશ ઇકોનોમી વિશે ચર્ચા કેન્દ્રસ્થાને રહ્યા. વિજય શેખરના અથાગ પ્રયાસથી Paytm કેશલેસ પેમેન્ટનો પર્યાય બની ચૂક્યો તેવી સ્થિતીનું નિર્માણ થયું. કોન્કલેવના અંતે ડેટાક્વેસ્ટ એવોર્ડ સેરેમની સ્ટાર્ટ થઈ. અને ડેટાક્વેસ્ટ એવોર્ડ માટે વિજય શેખરનું નામ બોલાતા જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. એવોર્ડ લેવા સ્ટેજ પર ગયેલા વિજયશેખરને પોતાના જીવનની દરેક ક્ષણ નજર સમક્ષ દેખાવા લાગી. પિતા દ્વારા મળેલ ડિસીપ્લીંડ લાઇફનો વારસો....શાળાના જીવનથી લઈને કોલેજકાળના દિવસો....અંગ્રેજી શીખવા કરેલા પ્રયત્નો....ફર્સ્ટ બેંચર અને ટોપરથી લઈ બેક બેંચર સુધીની સફર... યાહુના સ્થાપક સબીર ભાટીયાથી પ્રેરાઇ ઇન્ટરનેટ શીખવા કોલેજના કોમ્પ્યુટર સેન્ટરમાં વીતવેલ સમય....મિત્રો સાથે એસ્ટાબ્લીશ્ડ કરેલ પહેલી સોફ્ટવેર કંપની.....રીવર રનમાં કરેલી જોબ....One 97 ની શરૂઆત....બેંક લોન અને ઓફીસને આગ લાગવા જેવો કપરો સમય....Paytm ની શરૂઆત....ડીમોનીટાઇઝેશન....એક પછી એક સફળતા અને rest is history..! પોતાના હાથમાં નામાંકિત ડેટાક્વેસ્ટ એવોર્ડ લેતા આ એવોર્ડની બધી ક્રેડીટ પોતાની ટીમને આપી પોતાના સરળ અને સહજ સ્વભાવનો પરિચય આપ્યો. “I’m greatly humbled and would like to thank the jury for recognising my efforts. I’m taking this award on behalf of the incredible team at Paytm..!” વિજય શેખરના આ શબ્દોથી આખો સભાખંડ તાળીઓના અવાજથી ગાજી રહ્યો..! એવોર્ડ સેરેમની પછી રીપોર્ટર્સ વિજય શેખરની આસપાસ ટોળે વળગી રહ્યા.

“ઇતની બડી એચીવમેન્ટ કે બાદ Paytm CEO ખુદ કે લીયે ક્યા લેના પસંદ કરેંગે..?

“કુછ લેના બાકી નહીં હૈ....લેકિન અગર આપને પૂછા હૈ તો જબ મેરી કંપની 10 બીલીયનસે આગે જાયેગી, મૈ ખુદ કે લીયે ‘રોલેક્ષ’ ખરીદના પસંદ કરુંગા.. so support me to buy ‘rolex’ as soon..!” ખડખડાટ હાસ્ય સાથે વિજય શેખરે જવાબ આપ્યો.

“ઇસ એવોર્ડ કે બાદ આગે આપ ક્યા સોચતે હો..?”

“આગે...ઔર આગે જાના હી સોચતે હૈ...!” રીપોર્ટરના સવાલનો સ્વભાવગત હળવા સ્મિત સાથે વિજયે જવાબ આપ્યો. “બહુત જલ્દ Paytm સે ડીજીટલ બેંક ફેસીલીટીઝ અવેઇલેબલ હોંગી. You’ll have Paytm bank soon..!” હોલ બહાર નીકળતા વિજયે રીપોર્ટર્સ સાથે વાત પૂરી કરી.

પોતાની મર્સીડીઝ બેન્ઝ AMG GT ની પાછલી સીટ પર પુત્ર વીવાનને સૂવડાવી પત્ની મૃદુલા સાથે આગળ સીટ પર બેસી ડ્રાઇવ કરવા ગાડી સ્ટાર્ટ કરી.

“વિજય, અબ આગે ક્યા..?” મૃદુલાએ હળવા અવાજે વિજય શેખર તરફ નજર કરી પૂછ્યુ.

“Paytm bank...!” ખડખડાટ હાસ્ય સાથે વિજયે પોતાની ગાડી આગળ ચલાવી. શરૂઆતમાં ઘણી ધીમી ગતિએ ચાલતી ગાડી વચ્ચે કેટલાક સ્પીડ બ્રેકર્સને પસાર કરી ધીમે ધીમે ઝડપ પકડવા લાગી અને હવે તો તે ઘણી ઝડપે આગળ વધી રહી. ગાડીમાં ચાલતા રેડીયો એફ.એમ. પર વિજય શેખરને મળેલા ડેટાક્વેસ્ટ એવોર્ડની જાહેરાત સાંભળતા વિજયના ચહેરા પર સ્મિત રેલાયુ. પોતાની One 97 ઓફીસ પાસેથી પસાર થતા ઓફીસ બહાર લગાડેલ મોટી સ્ક્રીન પર વિજય શેખરને શુભેચ્છા સંદેશ સાથે Paytm ની જાહેરાત “જીંદગી જીનેકા નયા તરીકા.... Paytm કરો...!” સાંભળતા જ વિજય શેખરની આંખોમાં અલગ ચમક પ્રસરી.! અંગ્રેજીના જ્ઞાન વગર હિન્દી મીડીયમથી શિક્ષણ મેળવી 7500 કરોડની મિલકતનો માલીક બનનાર વિજર શેખર ખરેખર વિજય શિખર સાબીત થયો..!

***