Hu Tari rah ma - 15 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 15

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

હું તારી રાહ માં - 15

બધાં જય અને દિશાનાં લગ્ન કરવા માટે દિવ જાય છે. ધ્રુવ-રાહી રિદ્ધિ વિશે સતત તપાસ ચાલુ રાખે છે. ધ્રુવને શ્રેયા નામની ઍક વ્યક્તિનો ફોન આવે છે. તે રિદ્ધિ વિશે થોડી માહીતી આપે છે અને રિદ્ધિનાં ફોન પણ તેને આવતાં હોવાનું તે જણાવે છે. જય- દિશાનાં લગ્ન થઈ જાય છે. બધાં દિવથી પાછા ફરે છે. જય-દિશા હનીમૂન માટે કાશ્મીર જવાની તૈયારી કરતાં હોઇ છે. રાહી – ધ્રુવ તે બંનેને છોડવા માટે એરપોર્ટ જાય છે. ત્યાં જ શ્રેયાનો ફોન આવે છે. હવે આગળ….

“ હલ્લો શ્રેયાદીદી, કેમ છો ?” ધ્રુવ

“ હું ઠીક છું. ” શ્રેયા

“ કોઈ ખબર…??” ધ્રુવ

“ હા એટલાં માટે જ ફોન કર્યો. ” શ્રેયા

“ શું ખબર છે ?” ધ્રુવે ઉત્સાહથી પુછ્યું

“ ધ્રુવ જો હું તારા ઉત્સાહ પર પાણી ફેરવવા નથી માંગતી પણ તને કહી દઉં કે રિદ્ધિએ પોતે ક્યાં છે તે જણાવવાની મને સખ્ત મનાઈ કરી દીધી છે. ” શ્રેયા

“ પણ શા માટે તે આમ કરે છે ?” ધ્રુવે નિરાશ સ્વરમાં કહ્યુ.

“ બસ તે જ જવાબ કે તેનાં સુધી તે કોઈને પહોંચવા નથી દેવા માંગતી. ” શ્રેયા

“ પણ શ્રેયાદીદી તમે સારી રીતે જાણો છો કે અમે તમારા પર આશા રાખીને બેઠા છીએ. અમે મેહુલસરને રિદ્ધિમેમ સુધી પહોંચાડવાનું વચન આપેલું છે. ” ધ્રુવ

“ હું જાણું છું. પણ મારાથી બનતી મદદ મેં તમને કરી. આથી વધારે હું હવે કંઇ જ કરી શકું તેમ નથી. ” શ્રેયા

“ ઓકે, નો પ્રોબ્લેમ. અમે કંઇક નવો રસ્તો શોધી કાઢશું પણ અમે હિંમત તો નહીં જ હારીએ. ” ધ્રુવ

ફોન કટ થતાની સાથે જ ધ્રુવ-રાહીની ફરી એક આશા પર પાણી ફરી વળે છે. હવે તેઓને પણ રિદ્ધિ સુધી પહોંચવું અઘરું લાગી રહ્યુ છે.

બીજા દિવસે રાહી-ધ્રુવ પોતાના નિયત સમયે ઓફિસે પહોંચી જાય છે. બન્ને પહેલા મેહુલસરને મળવા જાય છે.

“ સર, અમે આવીએ?” રાહી-ધ્રુવ

“ અરે તમે લોકો આવી ગયા? ક્યારે આવ્યાં ?” મેહુલ

“ બસ સર હજુ કાલે જ આવ્યાં. ” રાહી

“ કાલ આવ્યાં અને આજથી ઓફીસે પણ આવવા લાગ્યા ? એક-બે દિવસ આરામ કરી લેવો હતો ને. . !! થાકી ગયા હશો આટલા લાંબા સફરમાંથી આવ્યાં છો તો…” મેહુલ

“ ના સર, કામ પણ તો ઘણા છે ને ?” ધ્રુવ

“ અરે કામ તો ચાલ્યા કરે…કામની ચિંતા ન કરવાની હોઇ. ” મેહુલ

“ સારું . ” મેહુલ

રાહી-ધ્રુવ મેહુલને મળીને પછી પોતાના કામમાં લાગી જાય છે. સાથે બન્ને સતત તે જ વિચારમાં હોય છે કે રિદ્ધિની શોધખોળ કરવી ?

આમને આમ અઠવાડિયું જતું રહે છે પણ કોઈ પાક્કી સાબિતી હાથ લાગતી નથી. હવે તો રાહી-ધ્રુવ પણ થાકી ગયા હોઇ છે. એક દિવસ લંચ ટાઈમમાં રાહી-ધ્રુવ બેસીને વાતો કરી રહ્યાં હતાં.

“ રાહી આપણે દસ-બાર દિવસમાં થાકી ગયા રિદ્ધિમેમને શોધખોળ કરતાં-કરતાં. મેહુલસર આઠ વર્ષથી તેમની શોધમાં છે. તેમની હાલત શું થઈ હશે ?” ધ્રુવ

“ હા અને તો પણ તેમનાં ચહેરા પર ક્યારેય કોઈ ફરીયાદ નથી. ” રાહી

“ કોઈ માણસ આટલી હદે શહનશીલ કઇ રીતે હોઇ શકે ?” ધ્રુવ

“ સાચે જ મારામાં તો આટલી હિંમત જ નથી. ખબર નહીં મેહુલસર આટલી હિંમત ક્યાંથી લાવતા હશે?” રાહી

રાહી- ધ્રુવ વાતો કરી રહ્યાં હતાં ત્યાં ધ્રુવને જયનો ફોન આવ્યો.

“ ઓહ, જય તું ? કેમ છે ?” ધ્રુવ

“ બસ મજા. ત્યાં બધાંને કેમ છે??” જય

“ બસ અહિયાં પણ બધુ ઠીક છે. તમારું ફરવાનું કેવું ચાલી રહ્યુ છે? કેવું લોકેશન છે ત્યાંનું?” ધ્રુવ

“ બધાં કહે છે ને કાશ્મીર ભારતનું સ્વિતઝરલેનઁડ છે તે વાત એક્દમ સાચી છે. અહિયાંનું વાતાવરણ એક્દમ રોમેન્ટિક છે. બધે જ બરફની ચાદર છવાયેલી છે.

“ હું અને દિશા અહીંયા ઍક ચર્ચમાં ગયા હતાં. જયાં અમે ફરીથી મેરેજ કર્યા. અમે ઍકસાથે 30 કપલે સાથે મેરેજ કર્યા. તે બધાં પણ ન્યૂ મેરિડ હતાં અને હનીમૂન માટે આવ્યાં હતાં. ” ધ્રુવ

“ ઓહ આ તો ખૂબ સારી વાત છે. ” ધ્રુવ

“ અમે બધાં મેરેજ રેજીસ્ટાર ઓફીસમાં લગ્ન નોંધણી કરાવી. પહેલા અમારું કંઇ લગ્ન કરવાનું નક્કી જ નહોતું. અમે તો બસ આ બધાંનાં લગ્નમાં સામેલ થવાં ગયા હતાં. પણ ત્યાં ઍક દીદી છે આપણાથી આઠ-દસ વર્ષ મોટા જે મેરેજ રજીસ્ટર ઓફીસ સંભાળે છે અને સાથે મેરેજ બ્યુરો પણ ચલાવે છે. તેમણે અમને આ બધાં સાથે લગ્ન કરવા પ્રોત્સાહિત કર્યા અને અમારી પણ ઇચ્છા હતી જ આથી અમે મેરેજ કર્યા. તને ઍક બીજી વાત કહું, લગ્ન પછી અહિયાં એક સ્પર્ધા યોજવામાં આવી હતી બધાં કપલ વચ્ચે. જેમાં હું અને દિશા બંને બેસ્ટ કપલ એવોર્ડ જીત્યા છીએ. હું તને બધી તસવીરો મોકલું છું. તમે જોઇ લો. ” જય

“ અરે આ તો ખૂબ જ ખુશીની વાત છે. તું જલ્દીથી ફોટા મોકલ અમે જોઈએ. ” ધ્રુવ

જયે ધ્રુવના ફોન પર બધાં જ ફોટા મોકલ્યા. ધ્રુવે રાહીને જય સાથે થયેલી વાત કરી. રાહી પણ ખુશ થઈ ગઇ. બન્ને એક પછી એક ફોટા જોતાં હતાં. બધાં જ ન્યૂ મેરિડ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં હતાં. બધાંએ સાથે ગ્રુપ ફોટો પણ લીધો હતો. તેમાં સાથે મેરેજ રજીસ્ટર ઓફીસનો આખો સ્ટાફ પણ સામેલ હતો. ધ્રુવ-રાહી ફોટા જોતાં હતાં ત્યાં રાહીનું ધ્યાન અચાનક જ એક ફોટા પર ગયું. તેણે ફોટો ખૂબ જ ચીવટથી જોયો. તેમાં તેને એક જાણીતો ચહેરો નઝરે ચડતો હતો. તેણે ધ્રુવને ફોટો જોવા કહ્યુ. પહેલા તો ધ્રુવને કંઇ જ ન સમજાયું કે રાહી શું કહેવા માંગે છે ?? પણ પછીથી રાહીએ જ્યારે સમજાવ્યું કે તે ફોટા વિશે શું કહેવા માંગે છે. . !! તે એક્દમ ચોંકી ગયો.

તેણે ફોટામાં રિદ્ધિમેમ જેવા લાગતા એક વ્યક્તિને જોયા. તે વ્યક્તિ પણ શોર્ટ રાઉન્ડ વ્હાઇટ ફ્રોકમાં તૈયાર થયેલા હતાં. તે વ્યક્તિ બીજી બધી બ્રાઇડની જેમ જ વ્હાઇટ ગાઉનમાં હોવાથી બન્ને થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયાં. તેમનાં મનમાં ફરી વિચારોએ તોફાન મચાવ્યુ હતું.

“ રાહી શું રિદ્ધિમેમએ પણ લગ્ન…. ??” ધ્રુવ

“ ના…ના…ધ્રુવ આવું ન બની શકે. નક્કી આપણી કંઇક ભુલ થતી લાગે છે. ” રાહી

“ હા…ભુલ પણ થતી હોય. ઇશ્વર કરે આ આપણી ભુલ જ હોય. પણ આ ચહેરો રિદ્ધિમેમને મળતો આવે છે. ” ધ્રુવ

“ હા. . તો શું થયું ? આ વ્યક્તિ રિદ્ધિમેમ જ હોય તે જરૂરી તો નથી ને? “ રાહી

“ હા તે પણ છે. પણ આપણે આ વાતની તપાસ તો કરવી રહીને??? “ ધ્રુવ

“ હા ચોક્કસ. ” રાહી

“ ઓકે તો હું જયને ફોન કરી તે વ્યક્તિ અને તેનાં હસબન્ડ વિશે તપાસ કરાવું છું. ” ધ્રુવ

“ ના ધ્રુવ થોડો સમય જાળવી જા. પેહલા આપણે મેહુલસર પાસેથી રિદ્ધિમેમનો ફોટો મેળવી લઇએ અને પછી તે ફોટા જોડે જયે મોકલેલ ફોટો મેળવીશું. પછી જ આપણે આગળ કંઇક કદમ ઉઠાવિશુ. ” રાહી

“ હા તે ઠીક રહેશે. પહેલા આપણે નક્કી હોઈશું તો તપાસ કરવી સરળ રહેશે. ” ધ્રુવ

“ અને તને યાદ છે જયે તને કહેલું કે ત્યાં આપણાં ઉંમરથી આઠ-દસ વર્ષ મોટા કોઈ દીદી છે જે આ ઓફિસનું સંચાલન કરે છે. તો કદાચ આ વ્યક્તિ તે પણ હોઇ શકે. . !!??” રાહી

“ જે પણ હોઇ રાહી હવે બસ રિદ્ધિમેમની ક્યાંકથી ખબર લાગી જાય તો સારી વાત છે. ” ધ્રુવ

“ પણ તું મેહુલસર પાસે રિદ્ધિમેમનો ફોટો લેવા જાય ત્યારે પ્લીઝ ફરીથી કહું છું તેમને કંઇ જ ન જણાવતો આ વિશે. જયાં સુધી આપણી પાસે કોઈ પાક્કી માહીતી ન આવી જાય ત્યાં સુધી આપણે સરને કંઇ જ જણાવવાનું નથી. અને જો તે ફોટા વિશે કંઇ પૂછે તો કોઈપણ બહાનું બનાવી દેજે. ” રાહી

“ ઠીક છે. ” ધ્રુવ

***

મેહુલ આવતાં ધ્રુવ તેમની પાસે જાય છે અને રિદ્ધિનાં ફોટાની માંગણી કરે છે.

“ સર મને રિદ્ધિમેમનો ફોટો મળી શકશે. ??” ધ્રુવ

“ કેમ તારે રિદ્ધિનાં ફોટાની શું જરૂરિયાત પડી ??” મેહુલે આશાભરી નજરે ધ્રુવ સામે જોયું.

“ મારે રિદ્ધિમેમ વિશે થોડી તપાસ કરવી છે. જો તેમની એક તસવીર હોઇ તો તેમની તપાસ કરવામાં થોડી સરળતા રહે. આથી એક તસવીર જોઈએ છે. ” ધ્રુવ

“ ઠીક છે. હું આપું છું. કંઇ ખબર મળી રિદ્ધિ વિશે ?” મેહુલ

“ ના સર, હજુ તો કંઇ ખાસ માહીતી મળી નથી પણ હું જલ્દી જ તમને સારા સમાચાર આપીશ. ” ધ્રુવ

“ ધ્રુવ મને નથી સમજાતું કે હું તારો અને રાહીનો અહેસાન કઇ રીતે ચુક્વીશ ? “ મેહુલ

“ અરે તેમાં સર અહેસાનની વાત જ નથી. હું તમને મારા મોટા ભાઈ સમજુ છું અને હું કે રાહી તમારા પર કોઈ અહેસાન નથી કરતાં. પ્લીઝ તમે આવુ ન બોલો. ” ધ્રુવ

મેહુલ ધ્રુવને રિદ્ધિનાં ફોટાની ઍક કોપી આપે છે. ધ્રુવ તે ફોટો લઇ રાહી પાસે આવે છે. બન્ને તે ફોટાને જયના આપેલા ફોટા સાથે સરખાવે છે. બન્ને ફોટા એકસરખા જ દેખાય છે. આથી ધ્રુવ નિરાશ થઈ જાય છે.

“ રાહી રિદ્ધિમેમએ સાચે જ લગ્ન કરી લીધાં હશે?” ધ્રુવ

“ ના ધ્રુવ તું શા માટે આમ ઉદાસ થાય છે? હકીકત આ ન પણ હોઇ શકે. તું શા માટે વધારે વિચારે છે ? પ્લીઝ તું વધારે ન વિચારતા જયને ફોન કરી આ વ્યક્તિ વિશે માહીતી મેળવી લે તે જ યોગ્ય રહેશે. પછી જ આપણે કોઈ નિર્ણય પર આવી શકીએ. ” રાહી

“ હા ઓકે . ” ધ્રુવ

ધ્રુવ જયને ફોન લગાવે છે.

“ હા ધ્રુવ, બોલ. . ફોટા જોયા મે મોકલ્યા હતાં તે . . ??” જય

“ હા ફોટા તો જોયા અને તેનાં વિશે જ વાત કરવા મે તને ફોન કર્યો છે. મારે તારી એક મદદની જરૂર છે. ” ધ્રુવ

“ અરે હા બોલ શું મદદ જોઈએ છે ?” જય

ધ્રુવ જયને આખી વાત સમજાવે છે અને ફોટામાં જે વ્યક્તિ છે તેનાં વિશે પુચપરછ કરે છે. જય તે ફોટામાં જોઇને તે વ્યક્તિ વિશે માહીતી આપે છે અને તેનુ નામ પણ જણાવે છે…હવે આગળ …

કોણ હશે તે વ્યક્તિ? શું તે મેરેજ રજીસ્ટર ઓફીસનાં સંચાલક મેડમ હશે કે તે રિદ્ધિ હશે ? કે પછી કોઈ એવી વ્યક્તિ જે એક્દમ રિદ્ધિ જેવી જ દેખાય છે? શું રિદ્ધિએ લગ્ન કરી લીધાં હશે ?? જોઈશું આવતાં ક્રમમાં.... આપના અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં…. જય શ્રી કૃષ્ણ.

***