Ghar Chhutyani Veda - 7 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | ઘર છૂટ્યાની વેળા - 7

Featured Books
Categories
Share

ઘર છૂટ્યાની વેળા - 7

ભાગ - ૭

ઘરે આવી અવંતિકા થોડી અપસેટ લાગતી હતી, સુમિત્રા પણ દીકરીના હાલ સમજી શકતી હતી, એ પોતાની રૂમમાં ચાલી ગઈ, ઘણીવાર સુધી રૂમની અંદર રડ્યા કરી, સુમિત્રા એ પણ પહેલા વિચાર્યું કે અવંતિકાને થોડીવાર માટે એકલા રહેવા દઉં, પણ એક માનું હૃદય ક્યાં સુધી રોકાઈ શકે ? અવંતિકાના રૂમનો દરવાજો ખખડાવ્યો, અવંતિકા આંસુને પોતાના દુપટ્ટાથી લુછી દરવાજો ખોલવા માટે ઉભી થઇ, આ સમય એની મમ્મીના આવવાની જ કલ્પના કરી હતી અને સાચી પડી, અવંતિકાની આંખમાંથી તાજા સુકાયેલા આંસુ અને ફૂલેલી આંખોએ અવંતિકાના દિલના હાલ સુમિત્રાએ વાંચી લીધા. રૂમની અંદર ચાલતા ચાલતા સુમિત્રાએ અવંતિકાની પીઠ ઉપર હાથ મુક્યો અને કહ્યું :

"બેટા, જે થાય છે તે સારા માટે થાય છે, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, જો શક્ય હોત તો અમે તારા લગ્ન રોહન સાથે કરાવી આપતા, પણ તારા પપ્પાએ એમના મિત્ર સુરેશભાઈને વચન આપી દીધું છે, એમને અંદાજો નહોતો કે તું આમ કરીશ, તારા ઘર છોડ્યાના સમાચાર સાંભળી એ ખુબ જ રડ્યા હતા, (બેડ પાસે પહોચતા અવંતિકાને બેસાડતા સુમિત્રાએ વાતનો દોર ચાલુ જ રાખ્યો) તને ખબર છે ! તારા પપ્પાને તારું રોહન સાથે ભાગી જવાનું દુઃખ જેટલું નહોતું એટલું દુઃખ તે પળવારમાં અમને પારકા માની લીધા એ વાતનું હતું, એમને તારી ખુશીની ચિંતા હતી,

અવંતિકા : "મમ્મી મેં મારો નિર્ણય રોહનને જણાવી દીધો છે, અને હવે પપ્પા અને તું જ્યાં ઇચ્છશો ત્યાં જ લગ્ન કરીશ, તમે મારા સારા માટે જ નિર્ણય લીધો છે હું જાણું છું, અને આજે એટલે જ મેં રોહનને ભૂલવાનો નિર્ણય કરી લીધો છે, મારા માટે તમારા કરતાં એ વધારે કીમતી નથી, હું મારી મરજીનું કરવા ચાલી હતી, અને એ ભૂલી ગઈ હતી કે મારી ઉપર હજુ સંપૂર્ણ અધિકાર તમારો છે. જીવનમાં ફરી કોઈ કામ એવું નહિ કરું જેના કારણે તારે કે પપ્પાને શરમથી માથું નમાવવાનો સમય આવે.”

સુમિત્રા : “બેટા, અમને ગર્વ છે કે તારા જેવી દીકરી અમને મળી છે, આજકાલના સંતાનો માતા પિતાનું સાંભળતા નથી અને પછી જયારે તકલીફમાં મુકાય છે ત્યારે એમની પાસે પસ્તાવવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી, અને કેટલાય સંતાનો માં બાપથી દૂર થઇ જઈ જયારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનો સાથ ના મળતાં કેટલીકવાર મુર્ત્યુંને વહાલું કરે છે. પણ અમને તારા ઉપર વિશ્વાસ છે કે તું આવું કોઈ પગલું નહિ ભરે, અને તારા દિલમાં પણ અમારા માટે માન સન્માન છે એટલે જ તું રોહન સાથે ભાગી જઈને પણ પાછી આવી છું, જો તારા મનમાં અમારા માટે પ્રેમ ના હોત તો તું પાછી આવી જ ના હોત, ચલ હવે તારા પપ્પા જમવા માટે રાહ જોઈને બેઠા હશે, કહેશે કે માં દીકરી અંદર વાતો એ વળગ્યા અને હું ભૂખ્યો છું એનું પણ ધ્યાન ના રાખ્યું.”

અવંતિકા અને સુમિત્રા રૂમની બહાર નીકળ્યા, બધા સાથે જમી અને રાત્રે અનીલના રૂમમાં જ સાથે બેઠા, અને વાતો શરુ કરી. અનીલ અવંતિકાને કઈ પૂછવા માંગતો હતો પણ મનમાં થોડી મૂંઝવણ અનુભવતો હતો છતાં પણ પૂછી જ લીધું...

“બેટા, હવે તે આગળ શું કરવાનો વિચાર કર્યો છે ?”

અવંતિકા : “પપ્પા, હવે હું કોલેજ જવા નથી માંગતી, તમે સુરેશ અંકલને જે વચન આપ્યું છે એ હું નિભાવવા માટે તૈયાર છું, તમે એમને આપણા તરફથી હા કહી શકો છો.”

અનીલ : “દીકરા આમ તારું અધવચ્ચે ભણવાનું છોડી દઈશ તો કેમ ચાલશે ? હું સમજુ કે તું આ નિર્ણય કેમ લઇ રહી છે ? પણ તારા ભણતરનો ભોગ આપી અમારે તને પરણાવી નથી દેવી !”

અવંતિકા : “ના પપ્પા, હું મારી ઇચ્છાથી જ કહું છું, અને જો મારી ભણવાની જ ઈચ્છા હશે આગળ તો હું લંડનમાં જઈને ભણી શકીશ, સુરેશ અંકલ પણ ના પાડે એમ નથી, પણ મારે આં જગ્યા ઉપર રહી અને જૂની યાદોને વધારે પમ્પારવી નથી, જે થયું છે તે હું ભૂલવા માંગું છું, મને મારી ભૂલ ઉપર અત્યારે ખુબ જ પછતાવો થાય છે, જે કઈ થયું છે એમાં બધો વાંક મારો જ છે. હું મારી આ ભૂલ માટે મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું !” બોલતા બોલતા અવંતિકાની આંખો આંસુઓથી છલકાવવા લાગી.

અનીલે અવંતિકાને પોતાની છાતી સાથે ચોપી અને માથે હાથ ફેરવતા કહેવા લાગ્યા ...

“બેટા જે થયું એમાં તારો પણ વાંક નથી એ તારી નાદાની હતી, અને હવે તું જે કરી રહી છું એ તારી સમજણ છે, સવાર નો ભૂલ્યું સાંજે ઘરે આવે એને ભૂલ્યું ના કહેવાય. બધી જ વાતો હવે ભૂલી જા અને નવી રીતે જીવનની શરૂઆત કર, અમે તારી સાથે છીએ.”

થોડીવાર માટે રૂમમાં મૌન પ્રસરી ગયું. સુમિત્રા એ મૌનને તોડવા અને વાતાવરણને બદલવા અનીલને કહેવા લાગી :

“સુરેશભાઈને ફોન તો કરો, ખબર અંતર પૂછવા ના બહાને વાત કરી લેજો કે રોહિત ક્યારે ઇન્ડિયા આવે છે ?”

અનીલ : “હા એ વાત તે સારી કીધી, રોહિત ક્યારે આવવાનો છે એ જાણી લઇએ પણ ફોન કરતા પહેલા મારે અવંતિકાને કાંઇક પૂછવું છે !”

અવંતિકા : “હા પપ્પા પૂછો ને ?”

અનીલ : “દીકરા, તું રોહિત સાથે લગ્ન કરવા તારી મરજીથી તૈયાર છે ને કે મારા એટેક અને તારી મમ્મીના સમજાવવાના કારણે જ તું લગ્ન કરવા તૈયાર થઇ છે ?”

અવંતિકા : “ના પપ્પા, મેં આ નિર્ણય ખુબ જ વિચારી ને લીધો છે, હું માત્રે પ્રેમ જ જોતી હતી પણ જીવવા માટે માત્ર પ્રેમ જ હોવો જરૂરી નથી એ મને સમજાઈ ગયું છે, હું મારા જીવનમાં એકલી નથી, મારી સાથે તમારું પણ જીવન જોડાયેલું છું, કોઈ માતા પિતા પોતાના સંતાનને દુઃખી ના જોઈ શકે. હું રોહન સાથે ખુશ તો હોત પણ જવાબદારીઓના ભાર નીચે દબેયેલી હોત, એ સારો છોકરો છે મને ક્યારેય તકલીફ ના આપી શકતો પણ હું એની સાથે જીવન તો વિતાવી શકતી, પણ આગળની જીંદગીમાં મારા બાળકોનું ભવિષ્ય કેવું હશે એની કલ્પના પણ હું ના કરી શકતી ! મેં મારા બાળપણને મારા બાળકોના બાળપણ સાથે તોલ્યું તો એમાં માર બાળપણનું જ પલડું ભારે આવ્યું, તમે મને જે બાળપણમાં ખુશીઓ આપી એ હું મારા સંતાનોને ના આપી શકતી, મારે અને રોહને જીવનની શરૂઆત એક નવી રીતે કરવાની હતી, રહેવાનું તો ઠીક પણ જમવાનું પણ પહેલા શોધવું પડે એમ હતું, મને રોહન ઉપર પૂરો વિશ્વાસ હતો કે એ બધું જ કરી શકતો પણ ક્યાં સુધી અમે બંને એજ પરિસ્થિતિનો સામનો કર્યા કરતા. એના કરતા રોહનથી મારું અલગ થવું જ મને યોગ્ય લાગ્યું, હું એની સાથે હોત તો એ મારા કારણે પોતાના મનનું ના કરી શકતો, જો હું એની સાથે નહિ હોઉં તો એ કંઇક કરી બતાવશે એ મને ખબર છે, એ ખુબ જ હોશિયાર પણ છે, હું પણ એને સાથ આપવા માંગતી હતી, પણ મારું એની સાથે હોવું એની કમજોરી બની જાત. જે હું બનવા દેવા માંગતી નહોતી, તમે પણ વહેલા મોડા મને આપનાવી લેતા અને હું તમારી એકની એક દીકરી હોવાના કારણે આ બીઝનેસ, ઘર બધું જ મને મળતું અને રોહન એ સાચવી પણ શકતો, પણ આમ કરવાથી પણ રોહનની સમાજમાં કોઈ ઈજ્જત ના રહેતી, હું અને તમે કદાચ આ વાત સમજી શકતા પણ દુનિયા તો એવું જ માનતી કે રોહને મારી સાથે પૈસા અને આ બીઝનેસ માટે જ લગ્ન કર્યા છે, એનું કોઈ સ્વમાન રહેતું નહિ. અમારા બંને ના ભવિષ્ય માટે હું એનાથી અલગ થઇ છું, રોહિત સાથે લગ્નનો નિર્ણય તમારો ચોક્કસ હતો, પણ આ પરિસ્થિતિમાં રોહિત સિવાય બીજી કોઈ વ્યક્તિ મને યોગ્ય નથી લાગતી, સુરેશ અંકલ સાથે આપણે ઘણાં વર્ષો જૂનો સંબંધ છે, હું એમના સ્વભાવને સારી રીતે ઓળખું છું, એ મને એક દીકરીની જેમ જ સાચવશે. માટે હું રોહિત સાથે મારી મરજીથી જ લગ્ન કરવા માટે તૈયાર થઇ છું.”

અનીલ : “વાહ બેટા, તું તો ખુબ સમજદાર થઇ ગઈ છે, કદાચ તારા જેવું બીજા સંતાનો પણ વિચારી શકતા હોત તો એમના મા બાપને ક્યારેય દુખી થવાનો સમય ના આવતો, ખરેખર દીકરા, આજે હું ખુબ જ ખુશ છું. અમે તને જે સંસ્કાર આપ્યા, તારો ઉછેર જે રીતે કર્યો તેમાં તું ખરી ઉતરી છું, અમને ગર્વ છે કે તું અમારી દીકરી છું, તારી જગ્યાએ કદાચ હું હોત તો પણ આટલું ના વિચારી શકતો જેટલું આજે તે વિચાર્યું છે, I M PROUD OF YOU.”

એક ખુશી સાથે બોલતા અનીલે અવંતિકાના કપાળ ઉપર વાત્સલ્યભર્યું ચુંબન કર્યું.

અવંતિકા પોતાના પપ્પાને ભેટતા બોલી “I LOVE U PAPA. કદાચ તમારા જેવા મા બાપ પણ દરેક સંતાનને મળતા, તો પોતાની દિલની વાત કહેવા કોઈ ત્રીજી વ્યક્તિને શોધવાની જરૂર ના રહેતી, પોતાના દિલનીની વાત પોતાના મા બાપ સમજી શકે એવી કોઈ બીજી વ્યક્તિ ના સમજી શકે.”ઘરમાં એક ખુશીનું વાતાવરણ જેવું છવાઈ ગયું, સૌની આંખો ભીની હતી પણ એમાં આંસુ ખુશી અને ગર્વના હતા.

રાત્રીના ૧૨:૩૦ થવા આવ્યા હતા. લંડનમાં આ સમયે સાંજના ૭:૦૦ વાગવા આવ્યા હશે, અત્યારે બધા જ ઘરે હશે એમ માની અનીલે પોતાના ફોનમાંથી સુરેશભાઈને નંબર જોડ્યો.....

(વધુ આવતા અંકે....)

નીરવ પટેલ “શ્યામ”