Turning point in L.A. - 12 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 12

Featured Books
Categories
Share

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 12

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૧૨

પહેલો મુહુર્ત શૉટ

સાંજે ઘરે જતા એપલ સ્ટોરમાંથી નવું લેટેસ્ટ લેપ ટૉપ અને સ્માર્ટ ફોન લીધો અને ટેલીફોન નાં છેલ્લા નંબર સાહ્યબા રાખ્યા. બધુ કરતાં ક્યાંય જાનકીનો અભિપ્રાય કે પરવાનગી લેવાની જરૂર ના સમજી.

જાનકી તો સમ સમી ગઈ. તો ૧૭માં વર્ષનાં ઉભરા છે. ૨૨નાં થતા સુધીમાં શું કરશે રૂપા? નાની ઉંમરે પૈસા મળી ગયા અને આઝાદી પણ

લાયસંસ તો સ્કુલમાં મળી ગયું હતું એટલે ગાડી ચલાવવા માંગી ત્યારે જાનકી બોલીધીરી બાપુડીઆ! તારા બાપાને નિર્ણય લેવા દે.”

જો મોમ બધા જરૂરી ખર્ચા છે. સાદી કોમર્સની ડીગ્રી નથી.જવાબદારી સાથે ફીલ્મી સમાજ સાથે રહેવા ઇંટર્નેટ પર સર્ફીંગ જરૂરી છે આજે મેમે જે હોમવર્ક આપ્યું છે તે પણ જોવાનું છે.સૌથી અગત્યની વાત મોમ તને બધ્ધુ આવડે નહીં અને હું પાછળ પડી જઉં તે મને પોષાય નહીં.”

જો બેટા તું જે વિચારે છે તે થવા દેવું હોય તો ફરી શિસ્ત જરૂરી બનશે કારણ કે ઇંટર્નેટ ને કારણે અક્ષર સાથે સંપર્ક વધશે તે વાતો કરશે અને તેનું ભણવાનું પણ બગડશે. મેડીકલ તો તારા ડીપ્લોમા કરતા પણ અઘરું છે.”

હા મોમ બધા વિચારો કરતી તું બેસી રહે. મારી વાત તને કહી દીધી પછી તું હકારત્મક વિચાર કે નકારાત્મક..પણ એટલું સમજી જા મારે કાબુમાં રહેવું હશે તો હું રહીશ . વારંવાર તુ લાલ લાઈટ બતાવ્યા કરીશ તો પણ અને નહીં બતાવે તો પણ.”

જો બેટા તને તે વખતે લાલ લાઈટ બતાવી તો કફોડી પરિસ્થિતિમાં મુકાઇને?”

મોમ તે વખતે હું ૧૩ વર્ષની હતી આજે ૧૭ વર્ષની.અને તું કહે છે ને સોળે સાન. હવે એટલું તુ સમજી જા કે તારી સલાહને હું સાંભળીશ. પણ તેને માનવું કે નહીં તે નિર્ણયો મારા હશે. સમજી.” જાનકી ફરી વાતથી દુભાઇ..તેને રૂપા વારં વાર કહેતી રહી મોમ તમારો અનુભવ અને મારો અનુભવ જુદો હોવાનો,,”

ઘરે પહોંચીને લેપ ટૉપ ચાલુ કર્યુ ઘરની ફોન લાઇન ઉપર સ્માર્ટ ફોન એક્ટીવેટ કર્યો. અને પહેલો ફોન અક્ષરને લગાડ્યો..” સાહ્યબા મારો ફોન નંબર.. સવારે એક વખત ગુડ મોર્નીંગ કહેવા ખાલી ફોન કરજે અને રાત્રે ગુડ નાઈટ કહેવા..તેનાથી વધુ વાત ભણીએ છે ત્યાં સુધી નહીં કરવાની.”

પોલીસ કોંસ્ટ્બલની દિકરી પોલીસ જેવીજ વાતો કરતી જોઇ જાનકીને હસવું આવ્યું અને તે જતી રહી. દીકરીનો સમજ પ્રેમ વધુ આગળ વાર્તાલાપ સાંભળવા તે ઉભી ના રહી. અક્ષર બોલ્યોજાનકી મમ્મી ઉભા છે ને?” તેણે વીડિયો ચાલુ કર્યો અક્ષર મોટા હાસ્ય સાથે દેખાયો. રૂપા બોલીહા એટલે તો પોલીસ જેવું બોલી. પણ હવે બોલ…”

રૂપલી! યાર તારો જાદુ તો માથે ચઢીને બોલે છે.”

એટલે?”

ત્યાંથી આવ્યે અઠવાડિયું થયું પણ હજી તારા વિચારો જતા નથી.”

મારું પણ એવું છે.. મને પણ જરાય ગમતું નહોંતુ અને એમાં પ્રિયંકા મેમે પૈસા અપ્યા એટલે ફોન લીધો.. મને હતું કે તારી સાથે વાત કરીશ એટલે તે પીડા હલકી થઈ જશે.”

અરે ગાંડી પીડા હલકી થઈ? મને તો હવે તને જોયા પછી પીડા ખૂબ વધી ગઈ.. તને ભેટવું છે.”

હં મમ્મી સાચી હતી તને પીડા વધી ગઈ? ચાલ આવજે બાય.” કહી કેમેરો સ્વીચ ઓફ કરી નાખ્યોફોન ચાલુ હતો એક બુચકારા પછી તે બંધ કર્યો.

મેલ ખોલ્યુ અને એક મેલ મોકલી મુકેશનું ગીત

તારી આંખનો અફીણી,

તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમની પાગલ એકલી .

લતામંગેશકરની જેમ ગણગણ્તી ઓડિઓ ક્લિપ મોકલી છેલ્લા શબ્દો પાગલ એકલી કરીને

તે ભણવા બેઠી. ઇંટરનેટ ઉપર વિકિપીડીયા ખોલીને શબ્દ એક્ટર ટાઇપ કર્યો અને એક શબ્દની વ્યાખ્યા કંઈક આવી નીકળી

Acting is an activity in which a story is told by means of its enactment by an actor or actress who adopts a character—in theatre, television, film, radio, or any other medium that makes use of the mimetic mode.

Acting involves a broad range of skills, including a well-developed imagination, emotional facility, physical expressivity, vocal projection, clarity of speech, and the ability to interpret drama. Acting also demands an ability to employ dialects, accents, improvisation, observation and emulation, mime, and stage combat. Many actors train at length in specialist programmes or colleges to develop these skills. The vast majority of professional actors have undergone extensive training. Actors and actresses will often have many instructors and teachers for a full range of training involving singing, scene-work, audition techniques, and acting for camera.

એની નોટ માં ઉતારીને પદ્મજા નામ ઉપર સર્ચ કરતા તેના અત્યાર સુધીનાં પિક્ચર અને ૨૭ પ્રોજેક્ટ મળ્યા.. બહુ વૈવિધ્ય હતું તેમની કારકીર્દીમા ઉતાર ચઢાવ જોયા અને રસ પડી ગયો પ્રિયંકા મેડમ નું નામ ૨૫માં પ્રોજેક્ટ પછી દેખાયુ અને આશિષ ચૌધરીનો ઉલ્લેખ લગભગ દરેક પ્રોજેક્ટમાં હતો.ત્રીજા પ્રોજેક્ટ પછી તેમનો આવક્નો આંક ઉપર અને ઉપર જતો હતો છેલ્લા બે પ્રોજેક્ટ્માં ધક્કો લાગ્યો હતો.ખૂબ નુક્સાન થયું હતું. જાનકી બે બુમો પાડી ચુકી હતી સવારે વહેલા ઉઠવાનું છે.

મેલ ઉપર અક્ષરનો .મૈલ હતો કોરા કાગળ ઉપર બે હાથ ચીતર્યા હતાં અને વચમાં લખ્યું હતું રૂપલી રાધાને આટલું બધુ વહાલ. તે સહેજ મલકી.. હવે હું કંઇ હાથ પહોળા નહીં કરુંતોફાની બારકસ!

રાત્રે સાડા અગીયારે તે સુઇ ગઈ. સવારે પરિ લેવા આવવાની હતી.. તેના મેલ માં પ્રિયંકા મેમે પાંચ પ્રશ્નો પુછ્યા હતા તેમાંનો પહેલો પ્રશ્ન હતો આશિષ ચૌધરી વિશે. તેની સર્ચમાં જવાબ મળ્યો નહોતો પણ તે સમજી ચુકી હતી આશિષ ચૌધરી જે પ્રોજેક્ટમાં નહોંતા તે પ્રોજેક્ટમાં નુકશાન ખૂબ હતું

પરિ આવી ત્યારે ગરમ ગરમ આલુ પરોઠા તૈયાર હતા. દહી સાથે તે ખાઇને સખીઓ નીકળી.

પરિને ફોન નંબર અને મેલ સરનામું આપ્યું અને ફોન ની ઘંટડી વાગી. ઘરમાંથી જલ્દી જલ્દી બહાર નીકળતાં ફોન લીધો.

ગુડ મોર્નીંગ મારી રુપલી રાધા!”

મોર્નીંગ સાહ્યબા.”

રાત્રે ઉંઘ આવી હતી?”

બહુંજ સરસ રીતે.. પણ હવે મને રાત્રે યાદ કરજે અત્યારે તું પણ ભણ અને મને પણ ભણવા દે.”

હા આતો ખાલી ગુડ મોર્નીંગ કહેવા ફોન કર્યો હતો..યુનિવર્સલ તરફ જાય છેને?”

પરિ બુમ પાડીને કહ્યુંભાઇ તારી રૂપલી રાધાનો દિવસ મઝાનો જશે .આજે પ્રોજેક્ટ ૨૯ શરૂ થશે અને પહેલો શૉટ રૂપા ઉપર છે.”

અરે વાહ! તોતો આજે બેવડા બેસ્ટ ઓફ લક કહેવાનાં છે.”

રૂપા બોલી બેવડાશાનાં?” એક તો તારી સફળતાની અને બીજા અભિનેત્રી બનવાનાં.”

થેન્ક્સ

ભાઈ મને પણ અભિનંદન જોઇએ

જાણ્યા વિના અભિનંદન આપી દઉં? શું પહેલો મુહુર્ત શૉટ તું લેવાની છે ને?”

હા ભાઇ તમને કેવી રીતે ખબર પડી?”

છાપામાં આવ્યું છે અને આજે મોટો ઇવેંટ છે,પપ્પા અને મમ્મી આવશે અગીયાર વાગે..”

. “અને તમે?”

હું આવા ઇવેંટ અટેંડ કરીશ તો ભણીશ ક્યારે?”

ભાઇ રૂપા તો સાંભળી ને સીરીયસ થઇ ગઇ.”

એને કહે ચિંતા ના કરે

ભાઇ અમે સ્ટુડીઓ પહોંચી રહ્યા છીએહમણા ફોન મુકુ