Bakalu in Gujarati Love Stories by Pawar Mahendra books and stories PDF | બકા'લુ - બકાલુ

Featured Books
Categories
Share

બકા'લુ - બકાલુ

અેક સામાન્ય  નાનકડા  આહવા શહેરમાં  શાકભાજીની  અેક સામાન્ય દુકાન  નાખી અેક ભણેલો ગણેલો પાર્થિવ દુકાન ચલાવી દિવસો પસાર કરી રહ્યો હતો , આ ધંધો પોતાના વારસાથી ચલાવવામાં  આવતો ધંધો હતો અને પાર્થિવના દુકાન થકી તેનો આખા હિરોપંતી કરવાનો ખર્ચ કાઢતો હતો .

   પાર્થિવને આ કામમાં  ખુબ જ નિરાશા મળતી હતી, કારણ કે અમુક દિવસે શાકભાજી નહિ વેચાય તો ખિસ્સાના પૈસા ખર્ચીને દુકાન ચલાવવાના દિવસો જોવા પડતા હતા , થોડાક દિવસોમાં શાકભાજી બગડી તો પોતાના ખિસ્સાના રૂપિયા સડતા હોય તેમ સમજી શાકભાજી કચરા પેટીમાં પૈસા ફેકિ દેવા પડતા હતા. આ હતી પાર્થિવના શાકભાજીના દુકાનની દુ:ખ ભરી કહાની.

       ટામેટાનો ભાવમાં ભારે વધારો થયો હતો ટામેટા ભરેલી ગાડી મહારાષ્ટ્રથી આવતી હતી તેથી ટામેટા થોડા સસ્તા મળતા હતા ને બીજી દુકાનો કરતાં  પાર્થિવઅે પાંચ રૂપિયા ભાવ અોછા રાખ્યા હતા ,તેથી દુકાનમાં ટામેટા સાથે બીજી શાકભાજીનું પણ થોડું થોડું વેચાણ થવા લાગ્યું હતું અાથી થોડી સ્માઇલ પાર્થિવના ચહેરા ઉપર અમુક વાર આંટા મારવા લાગી જતી હતી.

  સૌ કોઇ દુકાનમાં આવી શાકભાજી લેવા આવે તો પણ અલગ અલગ પ્રકારના શબ્દો પ્રયોજી શરમમાં મૂકી દેતા હતા જેવા કે....

..... ટામેટા કેમ આપ્યા ?

..... બટાકા કેમ આપ્યા ?

બાકિનું જવાદો  વગરે વગરે.. કેમ આપ્યા ? તો પાર્થિવ પહેલાં તો મૂંઝવણમાં મૂકાય જતો હતો કારણ કે સૌને ખબર છે કે આ શાકભાજી  રસોઈ બનાવવા માટે  દુકાનવાળા વેચે છતાં લોકો પુછે..

આ શાકભાજી કેમ આપી ?....

તો પાર્થિવને શાકભાજીના ભાવ કહેવા પડતા હતા...

        પાર્થિવ પાંદડાં વાળી કોબીના પાંદડાં છરી વળે તોડી રહ્યો હતો ત્યાં કોઇ નવા જ સ્વરમાં કહે છે બકા... ૫૦૦ ગ્રામ વટાણાં ને ૫૦૦ ગ્રામ ફ્લાવર અાપો ને કહયું તો પાર્થિવ અાંખો પહોળી કરીને અેક ધારો તેમને જોઇને કહયું કે શું જોઈએ  મેડમ  ?

અે વાત સાંભળી  તે પહેલીવાર શાકભાજી લેવા આવેલી મેડમ ગુસ્સામાં કહયું મે તમને કિધૂં ને ૫૦૦,૫૦૦ ગ્રામ વટાણાં ને ફ્લાવર આપો !  આ કડકાઇ ભર્યા શબ્દો સાંભળી પાર્થિવ સાનોમાનો વધારે બોલ્યા વગર શાકભાજી તોલીને આપી દિધી, પેલી મેડમ શાકભાજી લઇને ચાલવા માંડીને પાર્થિવ દુકાનમાં ઉભો રહી જોતો જ રહયો....

      મનમાં મનમાં  બબળતો પાર્થિવ કહે છે હર કોઇ આવીને કહે !

આ શાકભાજી કેમ આપી ?

આ વટાણાં કેમ આપ્યા  ?

ને આ છોકરી અલગ મિજાજ સાથે પહેલી વાર કોઇ પાર્થિવને આટલા મોટા અવાજથી બોલી ગયું હતું , પાર્થિવ વિચારતો હતો જે હોય તે બાકી મસ્ત માલ હતો હમમ.....

       આંખો થોડી ભુરી,ગુલાબી હોંઠ, સૂડોળ કાયા ધરાવતી તે શાકભાજી લેવા આવેલી છોકરીનું પહેલા દિવસનું નિરિક્ષણ પાર્થિવે આટલું કર્યુ હતું ...

      દર અેક બે દિવસે શાકભાજી લેવા આવતી છોકરી જોડે અેક નાતો બની ગયો હતો, અને  જે છોકરીના આવન જાવન આ રસ્તે થવાથી આ તુટેલાં રસ્તાના પથ્થરો પણ આ કોમળ પગલા વાળી છોકરીના આગમનથી જાણે જીવંત બની ગયા હોય તેમ પાર્થિવ ને લાગવા લાગતું હતું. અેક દિવસે પાર્થિવને છોકરીનું નામ પુછવાની યુકિતઓ  વિચારવા લાગ્યો કે મારે આ છોકરીના નામ કેવી રીતે જાણવું કારણ કે આ ગલીમાં કોઇના અોળખાણમાં નથી.અને તે  અહીં નોકરી અર્થે મકાન ભાડે રાખીને રહેતી હતી.

     નામ જાણવાં આઇડિયા વિચારતો માથું ખંજવાળતો પાર્થિવ અચાનક ખુશ થઇ ગયો ને નામ પુછવાની યુકિત સૂઝી, મનમાં વિચારી લીધું કે ખાલી દુકાને આવવા દો નામ શું આપણે ગામનો પત્તો પણ કઢાવી લઇ અે...

      છોકરી બીજા દિવસે દુકાને આવીને કારેલા ૨૫૦ ગ્રામ લે છે ત્યાં  પાર્થિવ પોતાની વિચારેલ યુકિતનો ઉપયોગ કરવા લાગ્યો ને કહે...

મેડમ અમારે તમને આખા મહિનાના શાકભાજીના બીલ કોના નામે આપવા તે જરા કહેજો! આ વાત શાંભળી છોકરી ને ખ્યાલ આવી ગયો કે આ નામ જાણવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતો છે તેથી છોકરીથી રહેવાયું નહિ ને કહિ દિધું..

'' તમારે નામ જાણવું છે કે ખોટું બીલ આપવું છે???

મેં તો બીલ વિશે કાંઇ વાત જ નહિં  કરેલી !  અેમ કહી તે છોકરી પોતાનું નામ કાવ્યાં કહિ જતા પહેલા હસતાં હસતાં કહ્યુ કે નામ જાણવા ખોટી બુદ્ધિ દોડાવીશ નહિં  તેનાં કરતા ચાખ્ખું કહી દેવું કે મેડમ તમારું  નામ શું  છે...

આ વાત સાંભળી પાર્થિવ અેક જંગમાં હારી ગયો હોય તેવો ઉતરેલો ઉદાસ ચહેરો લઇને જવાબ આપતાં જણાંવે છે કે

સોરી મેડમ.... મને કોઇ કહી ગયું હતું કે હું સાંજે બીલ લેવા
આવું છું  જરા બીલ બનાવી રાખજો , આ વાત મને તમે કહી
હશે તેમ ધ્યાનમાં આવતાં મારાથી તમને કહેવાય ગઇ , આ રીતે પાર્થિવ પોતે બહાનું બનાવી બચાવાનો પ્રયત્ન કરે છે...
 

     હાસ.....નામ જાણવા માટે આટલી મગજ મારી તો આ કાવ્યાં જોડે મિત્રતા કરવી અે તો આકાશ પાતાળ અેક કરવા જેવી બાબત છે ..

     પાર્થિવ સ્વભાવે શાંત અને હેન્ડસમ યુવાન છોકરો હતો. તમણે લવ, પ્રેમના ચક્કરમાં જરાય ઉત્સાહ ના હતો, અને પાર્થિવ પાસે આ બાબતે ટાઇમ પણ નહોતો.અભ્યાસ પુર્ણ
કર્યા બાદ તે આખો દિવસ દુકાનમાં ઘરાકી ના હોય તો જનરલ નોલેજ વાંચીને સ્પર્ધાત્મક પરીક્ષાની તેૈયારી કરતો હતો. તેમનો અેક સારી તો સારી ને ખરાબ તો ખરાબ તમે જે માનો તે પણ અેક ટેવ હતી કે દર વર્ષે અેક નવો મિત્ર બનાવવો તે ગમે તે હોય શકે છોકરી કે છોકરી આમ તે વર્ષોથી નવા નવા મિત્રો જીવનનાં વર્ષોના લીસ્ટમાં ઉમેરતો જતો હતો....

      મિત્રોના લાડકા નામ, શોખ, પંસદગી ના પંસદગી,ગુસ્સો કયારે આવે , રડવુ કયારે આવે અને તે પણ શાંત છુપાઇ ને જોર જોરથી રડવું,અા બધું જાણવાં અમને મઝા આવતી હતી... આ હતું  પાર્થિવ વિશેનું થોડુ બેકગ્રાઉન્ડ હવે આગળ
આપણી ગાડીને ધપાવીઅે....

     તો પાર્થિવને નામ જાણીને ખુશી ના થતી અેટલી ખુશી તે નામ જાણવાં દોડાવેલ બુદ્ધિમાં નિષ્ફળ જાય છે તેના ઉપરથી
હસવું આવતું હતું તે વારંવાર તે વાત યાદ કરી હસતો હતો..

        પાર્થિવ દોસ્તી માટે પુછાવવા માટે ફરી અેકવાર બુદ્ધિ દોડાવવાનો પ્રયત્ન કરે છે તે વિચારી રાખે છે કાલે શાકભાજી લેવા કાવ્યાં આવે તો શાકભાજીના થેલીમાં શાકભાજી સાથે...

    " ૧૦૦% શુદ્ધ દોસ્તી મારા જોડે કરશો ????"

આટલું લખેલી કાપલી રાખી દેવા અને તે શાકભાજી ત્યાં જઇને જોશે ત્યાંરે મને ઉત્તર જરુર  આપશે...

બીજા દિવસે વિચારેલ યુકિત પ્રમાણે પાર્થિવ શાકભાજીના થેલીમાં કાપલી મુકિ આપે છે અને બીજા દિવસની રાહ જોવા લાગે છે, બીજા દિવસે કાવ્યાં આવે તેના પેલાં પાર્થિવ બીકના મારે તેના મિત્રને દુકાનમાં રાખીને બહાર કયાંક દેખી જાણી નિકળી જાય છે અને મિત્રને કહિને જાય છે કે કોઇ દુકાને આવે તો અાદરથી બોલાવજે ને જે આપે તે જોયા વગર રાખી મુકજે....

  તે દિવસે કાવ્યાં આવીને કહે છે પાર્થિવ કયાં  ગયો ?

મિત્ર કહે અે કયાંક કામ હોવાથી બહાર ગયો છે કહે છે ત્યાં છોકરી ગઇ કાલની શાકભાજી પાછી આપી ને કહે છે કે આ શાકભાજી  ખરાબ છે તો પાછી રાખો કહિ ને દુકાને મુકિને જતી રહે છે , પાર્થિવ થોડો સમય બહાર પસાર કરીને જવાબ શું આવશે ??શું  ‍આવશે ???? મનમાં કર્યા કરતો દુકાનમાં અાવે છે ત્યાં  મિત્ર કહે છે

કોઇ બહેન આયા' તા  આ શાકભાજી ખરાબ છે તો પાછી રાખી ગયા છે...

પાર્થિવ કહે છે તેં આ થેલી ભુલથી પણ ખોલી નહિં  ને ? અેમ કહિ તે દિલ પર હાથ રાખી હાસ્ કહિને ધીમે રહિને થેલી ખોલીને જુઅે છે ત્યાં શાકભાજી સાથે નવી કાપલી હતી ને તેમાં લખેલું હતું....

      
             ૧૦૦% શુદ્ધ કેવી દોસ્તી  ?
         
     (  ક્રમશઃ  )