(૧૭)
રુમ નં : ૩૬ ,
એપલ હોસ્પીટલ ,
દીલ્હી
એક એમ્બયુલન્સ વીજળી વેગે આ હોસ્પીટલની બહાર ઉભી રહી.જો કે આ હોસ્પીટલ એરીયાની સૌથી મોટી અને પ્રસિદ્ધ માની એક હતી. પણ આ હોસ્પીટલની વેનમાં દર્દી તરીકે જે શખ્સ આવ્યો હતો તે પણ કોઈ મામુલી વ્યક્તી ન હતો. તેના પર સુપ્રીમ અને હાઈકોર્ટના કેસો ચાલતા હતા. ખુન,સુપારી,માફિયા અને કેટલાક બળાત્કારનાં કેસો પણ ચાલતાં હતા. ક્રાઈમની દુનિયાનો તે બેતાજ બાદશાહ ગણાતો.તેના વ્યકતીત્વથી પ્રભાવીત થઈને કેટલાક પોલીસ ઓફીસર્સ પણ તેને એક્લા પકડવાથી કાપતાં. તેનો વટ એવો હતો કે દેશનાં લગભગ પચાસ ટકાં ગેરકાનુની કારોબારનો વહીવટ તે સંભાળતો. તેની માયાજાળ એ હદે વિસ્તરેલી હતી કે તેના કામ વચ્ચે કોઈ આવે તો થોડા સમયનો જ મહેમાન થઈને રહેતો.તેથી તેની સામે લાલ આંખ કરવાની હીમ્મત પણ કોઈ કરતું નહી.
તે શખ્સને એમ્બયુલન્સમાંથી ઉતારીને રુમ નં ૩૬ માં લઈ જવામાં આવ્યો. સમય હતો સાંજના ૮ , પુરી હોસ્પીટલ ફરતે હાઈ લેવલની સીકયુરીટી ગોઠવાઈ હતી. પોલીસ ફોર્સની સાત ટીમ હોસ્પીટલની બહાર ગોઠવાઈ હતી.કેટલાક ઓફીસર્સ ગન લઈને જે શખ્સીયતને દાખલ કરવામાં આવો તે રુમની બહાર ગોઠવાયા હતા.
અચાનક એક લાંબો માણસ કે જે સાત ફુટની લંબાઈનો હતો , તેની મુછો અને તેનો વિશાળ ચહેરા પર એક અદમ્ય સંકોચનો ભાવ જણાતો હતો .તે પોલીસનાં ગણવેશમાં હતો, દોડતો દોડતો રુમ નં ૩૬ ની પાસે પહોચ્યો . એ પેલાં દાખલ કરેલા માણસની ખબર-અંતર પુછવા આવો હતો . જેવો તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો કે ત્યાં બહાર ઉભેલા હવાલદારે તેમને રોક્યાં.
‘રુક જાઈયે! ’
‘તુમ જાનતે હો તુમને કીસકા હાથ પકડા હે?’
‘જી જનાબ ! આપ હે જાનેમાને ઈન્સપેકટર રાણા . ’
તે હવાલદારે થોડા ગભરાયેલા ભાવ સાથે જવાબ આપો ‘ઓર અંદર જો દાખલ શખ્સ હે વો ઓર કોઈ નહી બલ્કી ડોન જફ્ફુ સુપારી હે ! ’
‘જબ માલુમ હે તો ફીર તુમને મુજે અંદર જાને સે ક્યું રોકા?
‘ માફ કીજીયેગા સાહબ, લેકીન જબતક સુપારી કા પુરી તરહ સે ઓપરેશન ના હો જાયે તબતક કીસી કો ભી અંદર ના જાને દેને કા કડા હુકમ નીકલા હે ! ’
‘કીસ તરહ કા ઓપરેશન હે ? ’રાણા સાહેબે થોડા આશ્ર્યનાં ભાવ સાથે સવાલ કરો.
‘કીડની કા....... ! ’
‘..... વુ ક્યાં હે સાબજી , જીવનભાર ઉસને સીર્ફ ગલત રાસ્તે પર કામ કીયા હે ઓર તો ઓર પુરે જીસ્મ મે દ્ર્ગ્સ સે લેકર દારુ ભી શામીલ હે!’
‘કાફી સમજદાર લગતે હો ...! ’રાણા સાહેબે થોડી મુસ્કુરાહટ બતાવીને કહ્યુ .
‘અરે સાબજી, વો સાલા અપની કી હુઈ કરની ભુગત રહા હે.....! ’
‘આખીર જફ્ફુ સુપારી જેસા એક હેવાન હી એસે હાલાત દેખ સકતા હે ...! , લેકીન પહેલે વો બતાવ કી ટાઈમ ક્યાં હુવા હૈ? ’
‘શાબ્જી , પુરે ૧૧ બજે હે અભી ...! ’
‘તો ઢીક હે , જબ ઓપરેશન હો જાયે તો મુજે ઈનફોર્મ કર દેના , ક્યાં નામ હે તુમ્હારાં? ’
‘હવાલદાર , સુરસીંહ મહોબ્બત શાબજી! ’
‘તો ઢીક હે સુરસીંહ, અછ્છી તરહ સે ઈધર પહેરા દેના ..! ’
‘જી શાબજી , આપ બે ફીકર અપનાં કામ કરકે આયે મે ઈધર અકેલા હી કાફી હું! ’
‘મે યહી સુનના ચાહતા થા ...... ! ’
પછી રાણા સાહેબે થોડી આમતેમ નજર કરી , જે પણ પોતાની ફરજ બજાવી રહ્યા હતા તેમને પુરી સાવચેતી સાથે ફરજ બજાવવાં કહ્યું. અને જો થોડી પણ હલચલ જણાય તો તરત જ એકશન લેવા કહ્યું. કેમ કે અંદર જે શખ્સ છે તે કોઈ મામુલી શખ્સ નથી.
પુરી સ્થીતીનો તાગ મેળવીની રાણાસાબ અહીંથી જવા માગતાં હતા. તેઓ પોતાનાં કામ પ્રત્યે ખુબ જ સખત હતાં.કામ પ્રત્યે અને પોતાની ફરજ વચ્ચે જો જરાક પણ ભુલચુક થાય તો તેમને કદાપી સહન ન થતું. અને તેમાં ખલેલ પહોચાડનાર ને તે બે હાથે લેતાં હતા, ખુબ જ કડક વલણ અપનાવતા હતાં. શીસ્ત અને સાવધાનીના હીમાયતી હતા.
જો કે અહીંથી જવાનું એક કારણ એ પણ હતું કે તેઓ થોડા સમય માટે એકબીજા હાઈપ્રોફાઈલ કેસને સ્ટડી કરવાં માંગતા હતા. જેમાં એક જ માણસે તેનાં તમામ પરીવારના સભ્યો પર ઓઈલ નાખીને બાળી નાખ્યાં હતા. ૧૧ સભ્યોના પરીવારને મારી તે પોતે પોતાનાં પર બંદુક ચલાવે તે પહેલા જ સ્થાનીક લોકો દ્વારા રંગે હાથ પકડાઈ ગયો હતો.
(૧૮)
[૬૦ મીનીટ પહેલાનું સત્ય]
રાણાસાહેબ હવે હોસ્પીટલની બહાર નીકળી ગયાં હતા. તે પોતાની ફોર વ્હીલ નં ૧૦૦૧ શોધી રહયાં હતા. મનોમન તે સુપારીનો પણ વીચાર કરી રહયાં હતા. જોકે તેમની ગાડી તો તેમને તરત જ મળી ગઈ ,પણ મનોમન તેઓ ચિતીંત હતા કે જો અહીં હોસ્પીટલમાં કંઈક ન બનવાનું બને તો ?
તેમણે ગાડી ચાલુ કરી અને હોસ્પીટલનાં ગેટ બહાર લઈ ગયાં , પણ તેમનું મન કહેતું હતું કે અહીં જ રહી જાવ અને તે કેસ પર શોધખોળ કરવાં બીજા કોઈક ને મોકલી દઉ. પણ કામ કયાં નવું હતુ કે મોટું હતુ , માત્ર ૧ કલાકનું જ મામુલી કામ હતું . તેવું વીચારી તેમણે ગાડી પુરજોશમાં આગળ ચલાવી.
શું આ સુપારી નાટક તો નથી કરી રહીયો ને ?સમગ્ર ગુનાહ પર પર્દો પાડી મોકો મળ્યે ત્યાથી છટકી જવાનો ? જયારે હું પેલા ભુરાને બરોબરનો મેથીપાક આપી રહ્યો હતો ત્યારે તે જે હાઈકસ્ટડી જેલ માં હતો ત્યાં તે બેભાન થઈને પડી ગયો . તપાસ કરતાં જણાયું કે આને મોં માંથી થોડું ખુન પણ વહી ગયું છે , પછી તરત જ તેને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો. શું કોઈયે તેની મદદ કરી હસે ? કે પછી હકીકતમાં તેને આવું કંઈક થઈ ગયું હસે ? કોઈ સાથે તેની સેટીંગ તો નહી હોય ને ?શું તેને કીડની જેવો કંઈક પ્રોબ્લેમ છે કે નહીં?
વીચાર ને વીચારમાં તેઓ હોસ્પીટલથી બહુ આગળ વધી ગયાં હત્તા. તેમને થતું તો હતુ કે પાછો હોસ્પીટલમાં જઈને સુપારીની ખબર લેઉ. પણ હવે તેમણે મનોમન નકકી કરી નાખ્યું કે ફટાફટ કામ પુરુ કરીને જલ્દીમાં જલ્દી બને તેમ અહીં પાછા આવી જસે. તેમ પણ પુરી પોલીસ ફોર્સને મે કામે વળગાડી છે , તેથી સુપારી કંઈક ચીમકી મારે કે છટકવાનો પ્રયાસ પણ કરે તો તરત જ પકડાઈ જાય તેમ હતો . તેથી તેઓ હવે બેફીકર પોતાનું કામ કરી શકે તેમ હતાં . જો એકવાર સુપારી મને મળી જાય ને તો હું તેની બરોબર ખબર લઈ લેવ ! બસ એક્વાર જો તે હાથ મા આવે ને તો હું તેનું કાસળ કાઠવું પડે તો પણ જબાન સાફ કરાવી દેઉ!
‘ ..... અરે રે... ! ‘
રાણા સાહેબનાં મોં માંથી ઉચ્ચાર નીકળી પડયો . કેમ કે સામેથી આવતાં એક ટ્રક સાથે તેઓ અથડાઈ જ જવાનાં હતા કે બચી ગયાં. જો તેમની ગાડીની ટ્રક સાથે ટક્કર થઈ હોત તો તેમના અને ગાડીનાં ચુરેચુરા નીકળી જાત!કાળ તેમને ત્યાં જ ઓહીયાં કરી જાત , પણ આ તો ધાર્યું ધણીનું થાય ! તેમણે ગાડી એક બાજુ પર રોકી અને જોરથી બુમ પાડી :
‘અબે આંખ કે અંધે દીખતા નહી એ ક્યાં ? ’
‘.... રુક અભી દીખાતા હુ તુજે , જરાં એક વાર મેરે હાથ તો લગના ...! ’
પણ પેલો ટ્રક વાળો તે પહેલા જ ઘટના સ્થળથી પુર જોશમાં ગાડી ચલાવી ત્યાથી રફ્ફુ ચક્કર થઈ ગયો હતો , જેવી રાણાસાબે પોતાની ગાડી તે ટ્રક પાછળ તેને પકડવા દોડાવી કે એક એમરજન્સી કોલ આવો.તે અવાજ હતો સુરસીંહ મહોબ્બતનો..! તેનો અવાજ જ ઘણું બધુ કહેતો હતો કેમ કે તે ગભરાયેલા અને ઉચ્ચ સ્વરે બોલતો હતો .
‘ અરે ! શાબજી ,વો સાલા સુપારી ભાગ નીકલાં ..!આપ જલ્દી સે જલ્દી ઈધર આ જાવ..! ’
‘ક્યાં ? લેકીન કેસે ? ’
‘જબ ઉસ્કાં ઓપરેશન પુરાં હુવા તો થોડીદેર બાદ મેને ખીડકી મે સે જાખા કી સબકુછ ઠીકઠાક હે નાં..!પર મુજે વો વહાં પર નહી દીખા શાબજી! ’
‘તુમ સબ કો બતા દો ,મે અભી વહી પે આતા હું ,ઠીક હે .’
‘જી ,શાબજી! મેને સબકો બતા દીયાં હે ! આપ જલ્દી આ જાયે ’
‘............ બસ પહોચ હી ગયા સમજો ! ’
રાણા સાબે જલ્દી ફોનને કટ કરો અને પેલા ટ્રક વાળાને પડતો મુકી હોસ્પીટલ તરફ રસ્તો આદર્યો . જો કે જેની તેમને આશંકા હતી તે જ થયું . પણ ભુતકાળને કદી બદલાવી શકાય નહીં, કેમ કે તે આપણા કરેલા ફેસલાઓનો જવાબ વર્તમાન માં આપે છે.
(ક્રમશ:)
AUTHOR :- PRINKESH PATEL
Give Reviews
:pchhatraya243@gmail.com