Safarma madel humsafar 2 - Part - 13 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-13

Featured Books
Categories
Share

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-13

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-13

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-13

(“રાધિકા, કાન્હાની નહિ મેહુલની રાધિકા અને તું રાધિકા બનીને રહે, ચાંદની વાંદની નહિ બનવું તારે

ઓહહ, સો સ્વીટ ઑફ યુરાધિકાએ મેહુલનો હાથ વધારે જકડયો. મેહુલે રાધિકાના હોઠ પર લાઈટ કિસ કરી અને મસ્તક પર એક ચુંબન કર્યું. રાધિકાએ મેહુલને પોતાની તરફ ફેરવ્યો અને બંને હાથ મેહુલને ફરતે વિટાળી દિધા. મેહુલ થોડો ઊંચો થયો અને હાથ એડજસ્ટ કરી દીધા. રાધિકા મેહુલને કિસ કરતી રહી, જ્યાં સુધી ચાર મહિનાનો વિરહ ના ભુલાયો ત્યાં સુધી કિસ કરી, જ્યાં સુધી મનમાં ઉઠેલા સવાલોની વિડંબણા શાંત ના થઈ ત્યાં સુધી કિસ કરી, જ્યાં સુધી બંનેના શ્વાસોની ગતિ અતિ તીવ્ર થઈ ત્યાં સુધી કિસ કરી. બંને બધું ભૂલીને એકબીજામાં ખોવાઇ ગયા ત્યાં સુધી કિસ કરી. )

(ક્રમશઃ)

ત્રણ દિવસ પછી રવિવાર હતો એટલે રવિ પાસે તૈયારી કરવાનો સમય ખૂબ ઓછો હતો, તેણે આયોજન માટે બધી પરવાનગી લઈ લીધી હતી અને સારી વાત હતી કે આયોજન માટે એક સ્પોન્સર મળી ગયા હતા અને જો ખર્ચા માટે વધુ રૂપિયાની જરૂર પડે તો મેહુલે જવાબદારી લઈ લીધી હતી. રવિએ મેહુલ અને રાધિકાને આયોજનથી દૂર રાખવાનો નિર્ણય કર્યો હતો અને એટલે બંનેને વાતાવરણથી દુર મોકલી દેવામાં આવ્યા હતા.

મેહુલે વાતનો લાભ ઉઠાવી રાધિકાને પોતાના બધા સબંધીઓ સાથે રાધિકાને વાત મેળવવાનો પ્લાન ઘડી નાખ્યો. પહેલાં મેહુલે એક અગત્યનું કામ કરવાનું હતું અને હતું રાધિકાના મમ્મી-પપ્પાને માનવવાનું. જો બંને માની જાય તો મેહુલ શિખર સર કરી જશે તેવી તેણે ધારણ બાંધી લીધી. કામ માટે મેહુલે બધી તૈયારી કરી નાખી હતી. રાધિકાએ ઘરે જાણ કરી દીધી હતી કે મેહુલ ચાર વાગ્યે મળવા આવે છે. મેહુલ ભલે પુરા જેતપુરને રિઝવતો પણ આજે માત્ર બે વ્યક્તિને રિઝવવામાં તેણે કેટલા કાંડ કરવા પડશે વાત તે જાણતો હતો અને ખરેખર કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું.

મેહુલે જીન્સ અને ટી-શર્ટને બાજુમાં રાખી ફોર્મલ કપડાં પર ધ્યાન આપ્યું, બ્લેક પૅન્સીલ ટ્રાઉઝર પર વાઈટ પ્લેન શર્ટનું ઇનશર્ટ કરી મેહુલ તૈયાર થયો, ક્લીન શૅવ કરી લીધી અને વાળને પણ પોતાની જગ્યાએ ટક્યા રહે તેવા કરી લીધા. કોઈ દિવસ નહીને આજે મેહુલે હેરઓઇલ લગાવ્યું, થોડીવાર તો માથું ચકરાયું પણ રાધિકા માટે મેહુલે વાતને નજર અંદાજ કરી દીધી. રાધિકાના મમ્મી-પપ્પા સાથે વાત કરવા મેહુલે એક સ્પીચ તૈયાર કરી અને ત્રણ-ચાર વાર કાચ સામે રીયર્સલ પણ કરી લીધી.

ચાર વાગ્યે મેહુલ રાધિકાના ઘરે પહોંચી ગયો. દરવાજો રાધિકાના મમ્મીએ ખોલ્યો, “જય શ્રી કૃષ્ણ આન્ટીમેહુલે રાધિકાના મમ્મીના ચરણ સ્પર્શ કરતા કહ્યું.

ખુશ રહે બેટા, જય શ્રી કૃષ્ણ. આવ અંદરરાધિકાના મમ્મીએ મેહુલને મીઠો આવકારો આપ્યો. મેહુલ હોંશે હોંશે અંદર ગયો અને ત્યાંનો મેહુલે જે નજરો હતો જોઈને મેહુલ અવાક થઈ ગયો. અંદર જીજ્ઞેશભાઈ કોઈ વ્યક્તિ સાથે બેઠા બેઠા વાતો કરતા હતા. કદાચ રાધિકાના પપ્પા છે.

અંકલ તમે અહીં?” મેહુલે આશ્ચર્ય સાથે પૂછ્યું.

હા હુ, આપણા ત્રીજા બિઝનેસ પાર્ટનર છે, તે કદાચ ઘણીવાર કૉલમાં વાત કરી હશેજીજ્ઞેશભાઈએ સોફા પરથી ઉભા થતા કહ્યું.

હા મી. હરેશભાઇ, યાદ આવ્યુંમેહુલે હરેશભાઇ (રાધિકાના પાપા) સાથે શૅકહેન્ડ કરતા કહ્યું.

મેં તમને કહ્યું હતું ને આપણા બિઝનેસને મેહુલ મળવાથી ચાર ચાંદ લાગી ગયા છે, મેહુલ મારો ભત્રીજોજીજ્ઞેશભાઈ થોડું અટક્યા અને દિમાગમાં એક ઝબકારો થતા પૂછ્યું, “તું કેમ અહીં?”

રાધિકા મારી ફ્રેન્ડ છે અને અમે ત્રણ દિવસ બહાર જઈએ છીએ તો પરમિશન લેવા આવ્યો હતોમેહુલે ધીમા અવાજે કહ્યું.

હા, રાધી વાત કરી તારીહરેશભાઇએ ખોંખારો ખાતા કહ્યું. મેહુલે બેચેની અનુભવી, આગળ શું જવાબ મળશે તેની આશાએ મેહુલે હરેશભાઇ તરફ જોયું.

તું રાધિકાનો ફ્રેન્ડ છે તો તને ખબર હશે કે તેની સાથે શું બન્યું હતું, હું આશા રાખું છું કે મારી દીકરી બીજીવાર પરિસ્થિતિમાંથી પસાર ના થાય

અંકલ રાધિકા મારી જવાબદારી છે, તેને કઈ નહિ થાય તેની જવાબદારી હું લઉં છુંમેહુલે દ્રઢતાથી કહ્યું. રૂમમાં થોડીવાર શાંતિ છવાઈ ગયી. રાધિકા કિચનમાંથી ડોકિયું કરીને બધું જોઈ રહી હતી. આખરે જીજ્ઞેશભાઈએ મૌન તોડતા કહ્યું, “હરેશ હું જે વિચારું છું તું વિચારે છે?”

હં?.. હા એવું કંઈક પણ વાત આપણે પછી કરીએ તો સારું રહેશેહરેશભાઇએ પરિસ્થિતિનો અંદેશો લગાવી દીધો.

રાધિકા તું તૈયાર થઈ જા, મેહુલ રાહ જુએ છેહરેશભાઇએ રાધિકા તરફ જોઈ કહ્યું.

અંકલ હું પણ વિચારીને આવ્યો હતો, સારું તમે બાજી સંભળી લીધી નહિતર મારા ચક્કા છૂટી જાત, ખોટા ફોર્મલ કપડાં અને સારી એવી હેર સ્ટાઈલની પથારી ફેરવી નાખી, આમ કામ બનવાનું હતું તો બધું શું કામ કર્યું?’ મેહુલ પોતાની સાથે વાતો કરી રહ્યો હતો.

પાંચ મિનિટમાં રાધિકા તૈયાર થઈ ગઈ. આમતો છોકરીને તૈયાર થવામાં એક કલાક થાય પણ રાધિકાએ પહેલેથી તૈયારી કરી લીધી હતી અને બની શકે એટલું વહેલા નીકળી જવા મથતી હતી.

અંકલ પેલી ડિલ ઓલમોસ્ટ ડન થઈ ગયી છે, રીપ્લાય આવે એટલે હું જાણ કરી દઈશહરેશભાઇને સારું લાગે એટલે મેહુલે માખણ લગાવ્યું.

હા અને પેલા ઉનાવાળા અશિષભાઈ સાથે પણ વાત કરી લેજે, તેણે તને યાદ કર્યો હતોજીજ્ઞેશભાઈએ ચડાવીને કહ્યું.

શું કામ હતું કંઈ કહ્યું?”

તેના મિસિસને પબ્લિશર શોધવા રિકવેસ્ટ કરી હતી ને, મને લાગે છે પોઝિટવ રીપ્લાય આવ્યો હશેજીજ્ઞેશભાઈએ ઉત્સાહ ભર્યા અવાજે કહ્યું.

હેહેહેમેહુલનું મોં ખુલ્લું રહી ગયું, પાછળથી સ્વસ્થ થતા તેણે કહ્યું, “હું આજે વાત કરી લઈશ

રાધિકા નાનું બેગ લઈ નીચે આવી, જેમાં થોડા કપડાં અને મેકઅપનો સમાન વધુ હતો.

અંકલ-આન્ટી આવતા રવિવારે ચાર વાગ્યે નહેરુ હોલમાં એક ફંક્શન છે, જેનું અમારી રેડિયોની ટીમે આયોજન કર્યું છે. સહપરિવાર સાથે આવવા હું તમને આમંત્રણ આપું છુંમેહુલે નરમ અવાજે કહ્યું અને ત્યાં બંને નીકળી ગયા.

***

(તે દિવસની સાંજ)

મેહુલ રાધિકાને ચોરવાડના દરિયાકિનારે લઈ આવ્યો હતો. ભીંની રેતીમાં શૂઝ કાઢી બંને બેઠા હતા. “મેહુલ આપણે અહીં શા માટે આવ્યા છીએ?, તું કહેતો હતો કે આપણે તારા મમ્મી-પપ્પા અને બીજા સંબંધીઓ સાથે મારી મુલાકાત કરાવીશ. તારા મમ્મી-પપ્પા દરિયા કિનારે રહે છે?”

તો ભાવનગર છે પણ ત્યાં જતા પહેલા મારે કેટલાય મહિનાનો થાક ઉતારવો હતો, તારી સાથે બેસીને ઘણીબધી વાતો કરવી હતી અને મને મારા ફ્રેન્ડે એકવાર કહેલું કે ચોરવાડનો દરિયા કિનારો માણવા લાયક છે એટલે હું તને અહીં લઈ આવ્યોમેહુલ રાધિકા સામે જોઈ થોડું હસ્યો. સાંજ ઢળવા પર હતી. સૂરજ ક્ષિતિજથી દરિયાની અંદર સમાઈ રહ્યો હતો જાણે પૂરો દિવસ લાબું સફર કરી પણ નાના બાળકની જેમ પોતાની માતાની ગોદમાં માથું રાખી સુઈ જવાનો હતો.

સામે ચાંદ સોળે કળાએ ખીલતો હતો, અંધારું થતા માત્ર ચહેરા દેખાય એટલી ચાંદની હતી. તારાઓથી આખું આકાશ ખીચોખીચ ભરેલું હતું. મેહુલ પણ થાકી ગયો હતો. આજના દિવસથી નહિ, કેટલાય દિવસથી, ના કેટલાય મહિનાઓથી.

તે રેતી પર લંબાયો અને આકાશના તારાઓ જોવા લાગ્યો, રાધિકા પણ મેહુલની બાજુમાં લંબાઈ, બંને વચ્ચે લગભગ એકાદ ફૂટનું અંતર હતું.

શું વિચારે છેરાધિકાએ આકાશ તરફ મીટ માંડી કહ્યું.

મેં શું વિચાર્યું હતું અને શું થઈ રહ્યું છે વિચારતો હતો, ક્યાં સિહોરની ગલીઓમાં રમતો મેહુલ અને ક્યાં અત્યારે હજારો ફેન્સ વચ્ચે એકલો મેહુલ, પહેલા વિચાર્યું એક ફેમસ વ્યક્તિ બનવું છે અને હવે ખ્યાલ આવે છે કે ફેમસ વ્યક્તિ ખરેખર કેટલા એકલા હોય છેમેહુલે ઊંડો શ્વાસ લઈ નિસાસો નાખ્યો. રાધિકા નિઃશબ્દ હતી. એક રીતે પણ મેહુલની ઉદાસીનું કારણ હતી.

બીજા વ્યક્તિની વાત પર વિશ્વાસ કરી તે મેહુલથી ચાર મહિના દૂર રહી હતી, મેહુલ છે જે રોજ અગિયાર વાગ્યે કોઈના કૉલની રાહ જોતો, પૂરો દિવસ તેની યાદ ના આવે એટલે કામોમાં વ્યસ્ત રહેવાની કોશિશ કરતો. માત્ર કોશિશ કરતો. કોઈ દિવસ સફળ નથી થયો. કારણ કે એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે રાધિકાની યાદ ના આવી હોય.

રાધિકાને પોતાની ભૂલ સમજાઈ ગયી હતી, તેની પાસે એક તક હતી પોતાની ભૂલ સુધારવાની. મેહુલની નજીક સરકી અને તેના ખભા પર માથું ઢાળી દીધું.

આઈ એમ વિથ યું મિસ્ટર ઑથર, મેં ભલે ગલીઓમાં રમતા મેહુલને નહિ જોયો પણ મને ખ્યાલ છે, તું મેહુલ છો જે રોજ અગિયાર વાગ્યે મારા કૉલની રાહ જોતો. મને મેહુલ ગમે છે, તેની સાથે વાતો કરવી ગમે છે, તેના વિશે વિચારી હું એક અલગ દુનિયામાં ખોવાઈ જવા માંગતી, હું પણ કેવી પાગલ હતી રોજ અગિયાર વાગ્યે તારો નંબર ચૅક કરતી અને વાત કરવાનું વિચારતી. પછી ઋતુનો વિચાર આવતા અટકી જતી. ” આંખોમાં આવતા આંસુ છુપાવતા રાધિકાએ કહ્યું.

આઈ લવ યુ રાધુમેહુલે નરમ અવાજે કહ્યું. રાધિકાએ એક હાથ મેહુલની છાતી પર રાખ્યો અને બીજો હાથ મેહુલના હાથમાં પરોવી દીધો.

તે કોઈ દિવસ ચાંદનીને બોલતા જોઈ છે કે આઇ લવ યુ ટુ ચાંદરાધિકાને મેહુલના મોઢે પોતાની તારીફ સાંભળવી હતી એટલે પોઇન્ટ આપ્યો અને શા માટે નહિ પોતાના બોયફ્રેન્ડ પાસેથી આવી આશા તો એક ગર્લ રાખી શકે ને. મેહુલ પણ રાધિકાને કળી ગયો હતો. એટલે તેને રાધિકાની ખેંચવાની શરૂઆત કરી.

હે, કોણ ચાંદની?”

મેહુલલરાધિકાએ લાંબો લહેકો લિધો.

પણ તું ચાંદની નથી બકુ

કેમ?”

મેહુલે ચાંદ તરફ ઈશારો કર્યો, “જો ચાંદની ચાંદનીને બધા માણે છે, હું નથી ઈચ્છતો કે હું ચાંદની બની જા

તો હું કોણ છું?”

રાધિકા, કાન્હાની નહિ મેહુલની રાધિકા અને તું રાધિકા બનીને રહે, ચાંદની વાંદની નહિ બનવું તારે

ઓહહ, સો સ્વીટ ઑફ યુરાધિકાએ મેહુલનો હાથ વધારે જકડયો. મેહુલે રાધિકાના હોઠ પર લાઈટ કિસ કરી અને મસ્તક પર એક ચુંબન કર્યું. રાધિકાએ મેહુલને પોતાની તરફ ફેરવ્યો અને બંને હાથ મેહુલને ફરતે વિટાળી દિધા. મેહુલ થોડો ઊંચો થયો અને હાથ એડજસ્ટ કરી દીધા. રાધિકા મેહુલને કિસ કરતી રહી, જ્યાં સુધી ચાર મહિનાનો વિરહ ના ભુલાયો ત્યાં સુધી કિસ કરી, જ્યાં સુધી મનમાં ઉઠેલા સવાલોની વિડંબણા શાંત ના થઈ ત્યાં સુધી કિસ કરી, જ્યાં સુધી બંનેના શ્વાસોની ગતિ અતિ તીવ્ર થઈ ત્યાં સુધી કિસ કરી. બંને બધું ભૂલીને એકબીજામાં ખોવાઇ ગયા ત્યાં સુધી કિસ કરી.

***

ચોરવાડમાં મેહુલનો એક ફ્રેન્ડ હતો. તેણે ભાવનગરમાં કોલેજ કરેલી એટલે ત્યારથી મેહુલનો ફ્રેન્ડ બની ગયેલો. મેહુલ અને રાધિકાએ ત્યાં રાતવાસો કર્યો, ત્રણેય મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. મેહુલના ફ્રેન્ડે મેહુલની બધી પોલ ખોલી નાખી હતી. મેહુલ કેવી રીતે પ્રોફેસરને હેરાન કરતો ત્યાથી છેક ગર્લ્સને કેવી રીતે ડેટિંગ માટે કન્વીન્સ કરતો બધી વાત થઈ.

ચોરી કરતા પકડાયેલા ચોર જેવી મેહુલની હાલત થઈ ત્યારે રાધિકા જોરથી હસી પડી અને મેહુલના ગાલ ખેંચીને બોલી, “ફ્લર્ટ કરવામાં મજા આવે નઇ તને?”

હા તો સાત્વિક આહાર છે, ફ્લર્ટ કરીએ તો કોઈ દિવસ બીમાર ના પડીએ, તો ફ્લર્ટ કરવામાં શું પ્રોબ્લેમ છે?”

મારે પણ બીમાર નથી પડવું અને એટલે મેં નક્કી કર્યું છે, હવે હું પણ બધા બોયઝ જોડે ફ્લર્ટ કરતી ફરીશરાધિકાએ આંખો ઝીણી કરતા કહ્યું.

રાધુ, તું મજાક કરે છે ને?” મેહુલે વિલાયેલા મોઢે કહ્યું.

ના, હું મજાક નથી કરતી. તમે ફ્લર્ટ કરો અમે ગર્લ્સ સ્વીકારીએ તો તમારે પણ સ્વીકારવું પડે, અમે કરીએ તો તમને પ્રોબ્લેમ થાય નહિ?” રાધિકાના અવાજમાં મક્કમતા હતી, મેહુલ સામે તેણે રીતસરની જંગ છેડી દિધી હતી. ગર્લ્સ વર્સીસ બોયઝ ની જંગ.

સૉરી બકુ, હું હવે ફ્લર્ટ નહિ કરુંમેહુલે સીધા હાથીયાર જમીન પટકાર્યા અને રાધિકાના શરણે આવી ગયો. એવું હતું કે મેહુલ પાસે જવાબ હતો પણ અત્યારે મેહુલ કોઈ એવી તસલ નોહતો ઈચ્છતો.

હમમ, ગૂડરાધિકાએ તોછડાઈથી કહ્યું, મેહુલનો ચહેરો વધુ નીચે ઝૂકી ગયો.

આઈ એમ સૉરી બકુ, સ્ટ્રેસના લીધે હું વધુ બોલી ગયીરાધિકાએ દોષપણાની ભાવના સાથે કહ્યું.

તારે કઈ સૉરી કહેવાની જરૂર નથી, તું જે કહે છે તે સાચું છે અને સંબંધને કારણે સાચું છે તેને ખોટું ગણવું ગુન્હો કરવા જેવું છે માટે ડોન્ટ સે સૉરીમેહુલે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું.

કાલે આપણે ક્યાં જઈશું?” રાધિકાએ મલકાતાં કહ્યું, મેહુલની વાત તેને સ્પર્શી ગયી હતી.

કાલે સવારે આપણે રાજકોટ જઈશું, રવિના આયોજન પર એક નજર કરી ભાવનગર જવા નીકળી જશું, આઈ થિંક આપણે સાંજે ભાવનગર પહોંચી જશું, હું ઘરે કૉલ કરી દઈશ. પછીના દિવસે આપણે અમદાવાદ જવાનું છે, રુચિતા સાથે થોડી ચર્ચા કરી આપણે જિંકલવાળા મેહુલને મળવા જઈશું, ત્યાં સાગર અને પૂર્વીને આમંત્રણ આપી દઈશું, વડોદરા જવાની જરૂર નથી, રવિવારે બપોરે આપણે રાજકોટ પહોંચી જઈશું. ” જેમ કોઈ ગાઈડ પીકનીક પર બધા સ્થળની સમય સાથે માહિતી આપતો હોય તેવી રીતે મેહુલે રાધિકાને સમજાવ્યું.

બધાને બોલવવાની શું જરૂર છે?, એક સામાન્ય ફંક્શન તો છેરાધિકાએ હાથ સાથે ખભા ઉછાળતા કહ્યું.

સામાન્ય ફંક્શન છે બકુ પણ આપણે તેને ખાસ બનાવવું છેમેહુલે બનાવટી સ્મિત આપ્યું. કદાચ તેને રાધિકાની વાત નોહતી ગમી.

તારે પણ આવવાનું છેમેહુલે તેના દોસ્તને કહ્યું. તેણે માત્ર હકારમાં માથું ધુણાવ્યું.

સવારે આઠ વાગ્યે મેહુલ અને રાધિકા રાજકોટ પહોંચી ગયા, રવિએ ફંક્શનમાં શું શું કરવું તેનું એક લિસ્ટ બનાવી રાખ્યું હતું. મેહુલે લિસ્ટ પર એક નજર ફેરવી.

મારી સ્પીચ લાસ્ટમાં રાખજેલિસ્ટમાં ફેરફાર સુચવતા મેહુલે કહ્યું.

રાધિકા તું કઈ બોલીશ?” રવિએ પૂછ્યું.

ના, હું તો મેહુલને સાંભળીશ. પહેલીવાર લાઈવ. ”

રાજકોટ થી બંને ભાવનગર આવ્યા, મેહુલનું ઘર, ના બંગલો, એક શાનદાર બંગલો પણ ભાવનગરના વિદ્યાનગરમાં. મેહુલ પરસાળમાં ગયો એટલે સામે તેના મમ્મી ઉભા હતા. મેહુલ જઈને તેને ભેટી ગયો.

ક્યારની તારી રાહ જોતી હતી, તારા પપ્પા પણ કંટાળીને તેની મંડળી પાસે ચાલ્યા ગયા. ” વહાલ કરતા નિલાબેન બોલ્યા. મેહુલે આજુબાજુ નજર ફેરવી, બધી વસ્તુઓ તેની જગ્યાએ પડી હતી, વર્ષોથી કોઈએ વસ્તુઓને અડકયું ના હોય તેવી રીતે તેના પર થોડી થોડી ધૂળ પણ નજરે ચડતી હતી.

પપ્પા ક્યારે મારી વાત માનશે?, તેને ગાડી ના ચલાવવી હોય તો આપણે વેચી દઈએ અને રીક્ષા લઈ લઈએ, પછી ફર્યા કરજો તેમાંમેહુલે તેના પપ્પા પર ગુસ્સો કરતા કહ્યું.

તને તારા પપ્પા વિશે ખબર છે, કારણ વિના ગાડી બહાર નથી કાઢતા, બધું છોડ રાધિકા છે ને?” રાધિકા તરફ નજર કરતા નિલાબેન બોલ્યા. રાધિકાએ નિલબેનના ચરણ સ્પર્શ કર્યા.

ત્યારબાદ બધા બેઠકરૂમમાં ગયા. મેહુલે ફ્રીજ ખોલ્યું અને કોલ્ડડ્રિંક સાથે રસોડામાંથી ચિપ્સ લઈ આવ્યો. થોડીવારમાં ભરતભાઇ આવ્યા. મેહુલે પહેલીથી જાણ કરી દીધી હતી એટલે નિલબેને બધો સામાન પેક કરી રાખ્યો હતો. સવારે મેહુલના મમ્મી-પપ્પા રાજકોટ જવા નીકળવાના હતા અને પણ કારમાં અને શા માટે ના આવે મેહુલ ફંક્શનમાં સ્પીચ આપવાનો હતો.

(ક્રમશઃ)