Soubhagy in Gujarati Women Focused by Tanvi Tandel books and stories PDF | સૌભાગ્ય

Featured Books
Categories
Share

સૌભાગ્ય

 સૌભાગ્ય 
કેલેન્ડર પર નજર પડી...બરાબર સત્તરમી તારીખ..આજે મહિનો થઇ ગયો....એ જ તારીખ.પતિના મરણને..એ કમનસીબ દિવસને યાદ કરી રહ્યા સંતોષબેન.
સંતોષ બેન એક પતિવ્રતા સન્નારી. પોતે પતિ સાથે સુંદર ઘરસંસાર ચલાવતા હતા. એક પુત્ર ને એક પુત્રી. પરફેક્ટ ફેમિલી એમનું. લગ્ન જીવનના ચોવીસ વરસ થયાં હતાં. આટલા વર્ષો માં ક્યારેય સંતોષબેન તરફથી મનસુખલાલ ને કોઈ તકલીફ ન્હોતી પડી. બન્ને પતિ પત્ની સમાજના એક આદર્શ જોડા માં ગણાતા. લગ્ન મરણ  કે જ્ઞાતિ ના ગમે તે પ્રસંગે બન્ને પતિ પત્ની સાથે જ જાય. ખુબ ચીવટ થી સંતોષબેન ઘરકામ કરતા ને કરકસર થકી સરસ રીતે ઘરખ્રચને પહોંચી વળતા. મનસુખલાલ પણ સારું કમાતા. બન્ને એ પોતાના પુત્ર ને સારું ભવિષ્ય આપ્યું હતું. પુત્રી ના મોભાદાર સારા ઘરે લગ્ન કરાવી મનસુખલાલ સાથે વાનપ્રસ્થાશ્રમ ભોગવતા હતા.મનસુખલાલ હવે રીટાયર્ડ થયા હતા. 
નોકરી કરતા ત્યારે તો મનસુખલાલ નો જોરદાર દબદબો હતો. બધું ટાઇમસર જ જોઈયે. સમયના ચુસ્ત આગ્રહી. સંતોષબેન બધુજ એમના મુજબ જ કરે. એમના ટાઈમ ટેબલ ને ફોલો કરવામાં જ આખી જિંદગી પૂરી કરી હતી.છતાં ક્યારેય કોઈ ફરિયાદ ના હોય. પતિ ની સેવા બસ એ જ એમનો ધર્મ.  સવારે ઉઠતાની સાથે ગરમાગરમ રોટલી ઉતરી જાય પછી જ એ ચા પિયે..એમનું ઘડિયાળ પાકીટ કપડાં બધુજ બેડ પર તૈયાર જોઈયે .એક પરફેક્ટ ગૃહિણી બની ને આટલા વર્ષો મનસુખલાલ ને સાચવતા.
રીટાયર્ડ થયા પછી  પણ સમયનો સદુપયોગ કરવો એમજ એમનું માનવું. રોજ કંઇક વિશેષ હોય. બધું બરાબર ચાલતું હતું ને અચાનક હાર્ટ એટેક ના અણધાર્યા હુમલાથી એમનું મૃત્યુ થયું. જીંદગી ભર જેના સાથ નું વ્યસન થઈ ગયું હતું એ આમ અચાનક જતાં રહ્યા ..આ આઘાત જીરવવો એમને માટે બહુ મુશ્કેલ બની ગયો.  હમેશ માટે સંતોષબેન એકલા પડી ગયા. 
ઘર ની બહાર નીકળવું બંધ કરી દીધું. બજાર માં મનસુખલાલ જોડે જ જતાં....બોલવાનું પણ બંધ થઈ ગયું હતું. મહિનાથી જીવન ચાલતું હતું પણ બધું નીરસ બની ગયું.ગયી કાલે જ વહુ એ ચોરી તુરિયાનું શાક બનાવ્યું હતું. હા, મનસુખલાલ ને બહુ ભાવતું... સંતોષ બેન થી એક કોળિયો પણ ગળે ના ઉતરી સકાયો.ડિશ એમની એમ મૂકી એ ઉંભા થઈ ગયા. વારંવાર ઘણી બધી બાબતો એમને મનસુખલાલ ની યાદ અપાવતી.
દીકરો આરવ ઘણો સારો હતો...એકદમ મનસુખલાલ કોપી જ.... નોકરી કરતો હતો. પુત્રવધુ તો એથીય સવાયી. સંતોષ બેન ને દરેક રીતે સાચવતી. બન્ને જણા માં ને એકલું ના લાગે એ માટે વાતો કરવા બહુ પ્રયત્નો કરતા.  સસરાના મૃત્યુ પછી તો સંતોષ બેન ને કોઈ પણ ઘરકામ પણ ના કરવા દેતી.નોકરી કરે તો પણ ઘરનું કામ જાતે બધું પતાવીને જ જતી.પણ સંતોષ બેન ને કામ કરવું હતું પણ કરે શું? 
વહુ બેટા...નવરા સમય ના જાય...એથી સારુ કે કામ કરીએ... લાવ આ કામ હુ કરી દઊં...
પણ આર્જવી તો ના જ પાડે.  
સમાજમાં પણ લોકો સંતોષ બેન ની પુત્રવધુ ને વખાણતા કે વહુ હોય તો આર્જવિ જેવી.બન્ને ની એક સુંદર દીકરી હતી પરી... સંતોષબેન એની સાથે સમય પસાર કરતા. વહુ ને દીકરો ઓફિસ જાય ને પરી સ્કૂલ માં જાય ત્યારે ખાલી ઘર સંતોષ બેન ને વધુ દુઃખી કરતું. 
આજે એવું જ થયું. આર્જવિ ને આરવ ઓફિસે ગયા. પરી સ્કૂલ માં ગયી હતી. સંતોષ બેન એક ખૂણા માં બેસી સૂનમૂન બેસી રહ્યા હતા. મનસુખલાલ ના મૃત્યુ પછી પંદરેક દિવસ તો ઘર માં કોઈ ને કોઈ હોયજ. પણ બધા પોતપોતાના કામ માં જોડાય ગયા હતા. વહુ દીકરો પણ કેટલી રજા પાડે. થોડા દિવસોથી એકલા જ હોય બપોરના સમયે. થોડું જમીને એ ભૂતકાળ માં થોડો સમય સરી જતા જ્યાં જીવનના સુંદર પડાવો હતા, જ્યાં મનસુખલાલ હતા, મધુર વાતો, ખાટી મીઠી રકઝક, સુખી દાંપત્ય ની છબી હતી. 
અરે, મનસુખલાલ તમે? 
હા, સંતુ... (પ્રેમથી એ આ નામથી બોલાવતા.) 
સંતુ, ચાલને મારી સાથે... તૈયાર થઈ જા ..
સંતોષ બેન તો ફટાફટ રૂમ માં ગયા. મનસુખલાલ ના ગુસ્સાથી એ પરિચિત. એમને ક્યાંય પણ જવાનું હોય તો સંતોષ તૈયાર થવામાં વધારે સમય લે એ ના ગમે. કબાટ ખોલ્યો.. પણ આ શું... ક્યાં ગયી બધી સાડી ઓ...?  કબાટ માં બધી રંગવિહિન સાડી ઓ જ ... અરે સફેદ રંગ તો મનસુખલાલ બેસણાં નો રંગ ઓળખાવતા. નફરત હતી એમને આ રંગ પ્રત્યે.. સંતોષ બેન નું મન પડી ગયું. 
અરે, ઉતાવળ કરને સંતુ...મોડું થશે.. બહારથી અવાજ આવ્યો.
સંતોષ બેન તો હજુ સાડી શોધતા હતા. એ બેબાકળા બની ગયા. એટલા માં જ નજર એક નીચે દબાય રહેલી મોતીઓના ભરત વાડી સુંદર આસમાની સાડી પર નજર ગયી... હા ...આ સાડી તો મનુ ને ખુબ ગમે.એ જ તો લાવેલા પેલા વેલણ તાઇન.. ના પેલું .... શું...હા પ્રેમીઓનો દિવસ ...ના વખતે.સાડી પહેરીને તૈયાર થઈ ગયા.
બહાર નીકળી મનસુખલાલ ને પૂછ્યું..કેવી લાગુ છું????
અરે... આ ..... શું... કોઈ નજરે ના પડ્યું.આખા ઘરમાં ફરી વળ્યા. અરે અહી જ તો હતા..
અરે, સાંભળો છો??  કહું છું...લો તૈયાર
પણ ઘરમાં તો કોઈ હતું જ નહિ. સંતોષ બેન વધુ ચિડાયા. થોડી વારમાં નજર ફૂલોની માળા પહેરાવેલ ફોટા પર પડી.. બાજુમાં મુકેલ ખુરસી જ્યાં કાયમ બેસી પેપર વાંચતા એ પણ ખાલી પડેલી હતી...
લાંબો નિસાસો નંખાય ગયો.
અરે...., મને શું થાય છે.? કેમ આટલા દિવસો પછી ... આભાસ થયો..એ તો મને આ સંસારમાં એકલી મૂકી અનંત યાત્રા એ નીકળી ગયા. ફરી એ દિવસ જ્યારે મૃત્યુ થયું હતું...ત્યારનું એમનું એ પાર્થિવ શરીર., એ લોકોની ભીડ..એમનું હૈયાફાટ રુદન ...એ પોતાના થી કાયમ માટે દૂર જય રહેલા મનસુખલાલ .... બધું તાજુ થઇ ગયું.એ દ્ર્શ્યો આંખો આગળ આલેખાયા. 
પોતાને એકલી મૂકવા બદલ ફોટા પાસે ઊંભા ઊભા ઠપકો પણ આપ્યો. હ્રદય   રડું રડું થઇ રહ્યું. પોતાની સાડી જોય ફરી......અશ્રુઓ ને રોકાયા નહિ. ... ને જાણે ચોમાસાના ત્રણેય માસ એક વારમાં વરસી જાય ...એમ વરસાદ બની છલકાયા..એમ ને એમ બેસી રહ્યા એ જ ખુરસી પર.
ઘડિયાળમાં પાંચના ટકોરા થયાં. વહુ ઓફિસ થી ઘરે આવી. ડોર બેલ વગાડી પણ ઘર ખુલ્યું જ નહિ. આર્જવીએ જોયું તો દરવાજો અધખુલ્લી હાલતમાં હતો.
અંદર જઈ ખુરસી પર સૂતેલા સંતોષ બેન ને જોયા. બા આટલા મોડા ક્યારેય ઊંઘતા નહિ. ને ઓફિસ થી આવે આર્જવી ત્યારે તો જાગે જ. બે ત્રણ બૂમ મારી પણ સંતોષ બેન ઊઠ્યાજ નહિ. નજીક જઇ જોયું....અરે આ ....... શું? સંતોષ બેનનું માથું ધળી પડ્યું.  ફટાફટ મિહિર ને ફોન કર્યો. મિહિર ૧૦૮ બોલાવી દોડતો આવ્યો પણ.... સંતોષ બેનતો ,,,, મનસુખલાલ સાથે ફરવા.,,, એમની અલગ દુનિયામાં , એ જ તારીખે ... સમયસર પહોંચી ગયા હતાં.ક્યાંક મોડું ના પડાય.