એક કદમ પ્રેમ તરફ
પાર્ટ-5
(આગળના ભાગમાં આપણે જોયું કે સાહિલ વિધિના બર્થડે પર મોહિની અને વિવાન સાથે મળીને એક સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરે છે, વિવાનની ફ્રેન્ડ એમિલી લંડનથી તેને મળવા માટે અને કંઈક કામથી અહીંયા આવી છે, શોએબ નામનો ગુંડો એક છોકરા પાસે પૈસાની માંગણી કરે છે, વિવાન બધાને લઈને ફરીથી માધવગઢની હવેલી પર જાય છે જ્યાંથી નીકળતી વખતે મોહિનીનો પગ મચકોડાઈ જાય છે, મોહિનીના પપ્પા મોહિની માધવગઢ ગઈ હતી એ સાંભળીને ત્યાં જ સ્થિર થઈ જાય છે)
હવે આગળ….
મોહિનીના પિતા અજિત રાઠોડ માધવગઢનું નામ સાંભળીને મોહિની પાસે આવે છે અને ગુસ્સાથી પૂછે છે,”મોહિની, તું માધવગઢ શા માટે ગઈ હતી?”
“અમે બધા ફ્રેન્ડ્સ ત્યાંની હવેલી અને મ્યુઝિયમ જોવા ગયા હતા”
“આજે ભલે ગઈ પણ આજ પછી તું ક્યારેય ત્યાં નહીં જાય, બીજા ભલે જાય પણ તારે ત્યાં નથી જવાનું, આજ પછી આ ઘરમાં મને ક્યારેય માધવગઢનું નામ ના સંભળાવું જોઈએ”
“…..પણ પપ્પા અમે તો હવેલી જોવા જ …”
“ પણ પણ કઈ નહિ એકવાર ના પાડી એટલે બસ…” અજિત રાઠોડ મોહિનીની વાત વચ્ચેથી જ કાપીને કહી દે છે.
મોહિનીને તેના પપ્પા શા માટે ના પાડે છે તે નથી સમજાતું પણ તેના પિતાનો ગુસ્સો જોઈને તે આગળ કઈ નથી પૂછતી અને તેની રૂમમાં જતી રહે છે.
રૂમમાં જઈને મોહિની બેડ પર આડી પડે છે, તે સુવાનો પ્રયત્ન કરે છે પણ તેને વિવાનના વિચારો આવે છે, આજે જે રીતે વિવાને તેને ઊંચકી લીધી એ વિચારીને તેના મુખ પર એક મસ્ત સ્માઈલ આવી જાય છે.
આ બાજુ વિવાન પણ મોહિનીના જ વિચાર કરતો હોય છે, તેને પણ મોહિની પસંદ હોય છે અને આજે જે રીતે મોહિની તેના આલિંગનમાં હતી તે પછી તો તેને મોહિની પ્રત્યે ફીલિંગ્સ વધી હોય એવું લાગે છે.
વિવાનને મોહિનીની ચિંતા થતી હોય છે, અને એ જ વિચારમાં તે મોહિનીને ફોન લગાવે છે, સામે રિંગ જાય છે, મોહિની વિવાનનું નામ ફ્લેશ થતું જોઈને એક સ્માઈલ કરે છે અને તરત જ કોલ રિસીવ કરી લે છે,
“હલો..”
“હાઈ… કેમ છે તને..?”
“સારું છે… બોલ કઈ કામ હતું?”
“ના બસ એમ જ તારી ચિંતા થતી હતી એટલે મને થયું પૂછી લઉં..”
“ok…”
“કાલે કોલેજ ના આવતી ઘરે રહીને આરામ કરજે જેથી જલ્દી સારું થઈ જાય…”
“અરે જરાક જ તો મોચ આવી છે, એમા શુ રજા પડવાની?”
“તું નહિ માને, ok પણ હું તને લેવા આવીશ તારે જાતે નથી આવવાનું..”
“તું શું કામ ખોટી તકલીફ ઉઠાવે છે, હું આવી જઈશ..”
“ના પ્લીઝ મોહિની, ના નઇ પાડતી હું આવીશ તને લેવા માટે…”
“ok બાબા….”
“સારું ચલ, હવે તું આરામ કર… byyy..… good night..”
“byyy… good night…”
ફોન મુક્યાં પછી બન્નેના મ્હોં પર સ્માઈલ આવી જાય છે, બીજા દિવસે મોહિની તૈયાર થતી હોય છે ત્યાં જ વિવાનનો કોલ આવે છે,
“હું તને લેવા માટે આવું છું, તું રેડી છે ને?”
“હા ,હું રેડી જ છું..” મોહિની જવાબ આપતા કહે છે.
“ok…” કહીને વિવાન કોલ કટ કરે છે અને મોહિનીના ઘર તરફ ગાડી ભગાવી મૂકે છે.
મોહિની નાસ્તો કરતી હોય છે ત્યાં જ વિવાન આવી જાય છે, મોહિની તેને નાસ્તો કરવા બોલાવે છે પણ વિવાન ના પાડે છે, મોહિની આગ્રહ કરીને તેને નાસ્તો કરવા બેસાડે છે, બન્ને નાસ્તો કરીને કોલેજ જવા નીકળે છે.
“ ઓહહ…. શીટ…” મોહિની અચાનક બોલે છે.
“ શું થયું?”
“હું વિધિને તો કહેવાનું ભૂલી જ ગઈ કે હું તારી સાથે આવવાની છું, એ મારી રાહ જોશે”
“નહિ જુએ…” વિવાન સ્માઈલ કરતા કહે છે.
“કેમ?..”
“કારણ કે….મેં સાહિલને કહ્યું હતું કે હું તને લેવા આવવાનો છું, તો એ પણ વિધિને લેવા જશે…”
“ok…”
આમ જ વાતો કરતા બન્ને કોલેજ પોહચે છે, વિધિ અને સાહિલ પણ આવી ગયા હોય છે, વિવાન મોહિનીને હાથનો ટેકો આપીને ક્લાસ સુધી લઈ આવે છે.
વિધિ મોહિનીની બાજુમાં બેસતા પૂછે છે,”પગ માં હવે કેમ છે તને? દુખતું તો નથી ને?..”
“ ના સારું છે હવે…”
“ok… take care…”
સાહિલ પણ મોહિની પાસે આવીને તેની ખબર પૂછે છે, મોહીની તેને ચીડવતા કહે છે, ”આજે તો તમને બન્ને ને એકલા મજા આવી ગઈ હશે…. thanks to me…”
સાહિલ પણ મસ્તી કરતા જ થેન્ક્સ કહે છે અને બધા હસવા લાગે છે, આવી રીતે મસ્તીમાં જ તેમનો દિવસ પસાર થાય છે.
***
શોએબના માણસો કરણને જ્યાંથી ઉઠાવ્યો હોય છે ત્યાં જ પાછો મૂકી જાય છે, કરણ શોએબના માણસો સામે સટ્ટામાં પૈસા હારી ગયો હોવાથી તે કરન પાસે ઉઘરાણી કરવા તેને ઉઠાવી ગયા હોય છે.
કરણ ત્યાંથી સીધો તેના એક ફ્રેન્ડ પાસે જાય છે અને તેને આ વાત કરે છે પણ તેની પાસે પણ પૈસા ના હોવાથી તેને કોઈ મદદ મળતી નથી, આથી તે નિરાશ થઈને ઘરે પાછો જાય છે.
તે સુતા સુતા કઈ રીતે પૈસાની વ્યવસ્થા કરવી તેના જ વિચારો કરતો હોય છે, ત્યાં જ તેના મગજમાં ઝબકારો થાય છે,
“ઓહહ…. યસ…. આ નામ તો મારા દિમાગમાં આવ્યું જ નહીં, કાલે તેની પાસે જ જઈશ….”
મનમાં ખુશ થતા જ તે આરામથી સુઈ જાય છે, બીજા દિવસે તે વહેલા તૈયાર થઈને તે વિકી પાસે જાય છે અને તેને પોતાની વાત કરે છે, વિકી તેની વાત સાંભળીને કહે છે,” તારું સેટિંગ થઈ જશે પણ તેના બદલામાં તારે એક નાનું કામ કરવું પડશે.”
“ જો પૈસાનું સેટિંગ થઈ જાય તો હું તારું કોઈ પણ કામ કરી આપીશ…”
“ જો ભાઈ કામ તો નાનું છે પણ થોડું ખતરા વાળું છે, પોલીસની નજરમાં આવ્યા વગર એ કામ પતાવવાનું છે, તું સમજે છે ને?”
“હું કોઈ પણ કામ કરવા તૈયાર છું…”
“ok…. તો કાલે આવી જજે તને પૈસા મળી જશે…”
“thanks…”
***
એમિલી રૂમની સાફસફાઈ કરતી હોય છે કારણ કે કામવાળી નથી આવી હોતી, ત્યારે વિવાનના રૂમમાંથી તેને માધવગઢ ના ઇતિહાસની બુક મળે છે, ગુજરાતી ભાષામાં હોવાથી તેને બુકમાં શુ લખ્યું છે એ તો નથી ખબર પડતી પણ બૂકના કવરફોટો પરથી તેને એટલી સમજ પડે છે કે આ એજ હવેલીની બુક છે જ્યાં તે વિવાન સાથે ગઈ હતી.
તે બધું વ્યવસ્થિત ગોઠવીને હાથમાં ફોન લે છે અને એક નંબર ડાયલ કરે છે, સામે છેડે થોડીવાર રિંગ વાગ્યા પછી ફોન ઉચકાઈ છે.
“હલ્લો….”
“ આજ મુજે ઉસકે કમરે સે એક પુરાની બૂક મિલી, ઉસમેં ક્યાં લિખા થા વો તો નહીં માલુમ પર ઉસકે કવરપે વહી ફોટો થી જિસ હવેલી પર વો મુજે લેકે ગયા થા…” એમિલી ડાયરેક્ટ મુદ્દાની વાત કરે છે.
“ક્યાં નામ થા ઉસ હવેલીકા?”
“માધવગઢ જેસા કુછ થા…”
માધવગઢનું નામ સાંભળીને ધનરાજના મ્હોં પર ચિંતાના ભાવો આવી જાય છે, તેને આખી પરિસ્થિતિ સમજાય જાય છે, પોતાની લાઈબ્રેરીમાંથી માધવગઢની બૂકનું ગાયબ થવું અને વિવાનનું ઇન્ડિયા જવાની જીદમાં તેમને કઈક શંકા જેવું લાગ્યું હતું.
વિવાનને ના પાડવા છતાં તે જીદ કરીને ઇન્ડિયા આવી ગયો હતો તેથી જ ધનરાજ ચૌહાણે વિવાનની ફ્રેન્ડ એમિલીને વિવાનની પાછળ ઇન્ડિયા મોકલી હતી જેથી તે વિવાન પર નજર રાખી શકે.
હવે ડાયરેક્ટ વિવાન સાથે વાત કરી લેવી જ યોગ્ય રહેશે એમ વિચારીને તે એમિલીને કહે છે,” તુમ્હારા કામ અબ ખતમ હો ચૂકા હે, તુમ ચાહો તો વાપીસ લંડન આ શકતી હો…”
“ok…. મગર અબ આહી ગઈ હું તો થોડા ઘુમકે હી વાપીસ આઉગી..”
“ઠીક હે… જેસી તુમ્હારી મરજી…” એમ કહીને ધનરાજ ફોન મૂકી દે છે.
ફોન મુક્યાં પછી તે વિચારમાં પડી જાય છે કે વિવાનને માધવગઢ વિશે કેટલી ખબર હશે?, મેં તેનાથી આ વાત છુપાવીને કોઈ ભૂલ તો નથી કરીને?
સાંજે જમીને ધનરાજ અને નંદની બેઠા હોય છે ત્યારે ધનરાજ તેને વિવાનની બધી વાત કરે છે, આ સાંભળીને નંદની ચિંતા કરવા લાગે છે, તે ધનરાજને પૂછે છે,” હવે આપણે શું કરીશું? જો તેને કઈ થશે તો?
નંદનીને વિવાનની ચિંતા થતી હોય છે આથી તે વિવાનને કોલ લગાવે છે, વિવાન સૂતો હોય છે પણ રિંગના અવાજથી તે જાગી જાય છે, મોબાઇલની સ્ક્રીન પર ફ્લેશ થતું નામ અને ફોટો જોઈને આપોઆપ તેના મ્હોં પર સ્માઈલ આવી જાય છે.
“હલ્લો મોમ…”
“કેમ છે બેટા…મજામાં…?”
“હા એકદમ મજામાં…. તમે કેમ છો?”
“મને તારી યાદ આવતી હતી એટલે તને કોલ કર્યો…”
“હા મોમ હું પણ તમને યાદ કરું છું…”
આવી રીતે બન્ને થોડીવાર વાતો કરે છે, વિવાન સુરક્ષિત છે એ જાણીને નંદનીને રાહત થાય છે.
“ મોમ….”
“હા બેટા…”
“ડેડ ક્યાં છે? મારે તેમની સાથે અગત્યની વાત કરવી છે…”
“શું વાત છે? કઈ ચિંતા જેવું તો નથીને?”
“ના મોમ એવું કંઈ નથી બસ વાત કરવી હતી…”
“ok…. હું કહીશ તેમને.. take care..”
“byyy મોમ… take care..”
ફોન મુકયા પછી નંદની ધનરાજને કહે છે,” એ તમારી સાથે કઈક વાત કરવા માંગે છે”
“મને ખ્યાલ છે એને શુ વાત કરવી છે… તું ચિંતા ના કરીશ હું બધું સંભાળી લઈશ…”
(ક્રમશઃ)
દોસ્તો, વિવાન અને મોહિની એકબીજાની નજીક આવશે કે માત્ર ફ્રેન્ડ્સ જ રહેશે?, કરણ પૈસાની વ્યવસ્થા કરવા માટે કેવું કામ કરશે?, ધનરાજ વિવાનની ઇન્ડિયા આવવા પાછળનું કારણ જાણ્યા પછી હવે શું કરશે? વિવાન હવે આગળ શું કરશે?
આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ…..
આપને આ સ્ટોરી કેવી લાગી તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ…
Thank you.
- Gopi kukadiya.