Brave Inspector in Gujarati Magazine by Deeps Gadhvi books and stories PDF | બ્રેવ ઇન્સપેક્ટર

Featured Books
Categories
Share

બ્રેવ ઇન્સપેક્ટર

કોચી, શુ વાત કરુ કોચી ની, એક એવુ રમણ્ય શહેર પણ એક દમ લીલુ હો એક પાંદળુ પણ સુકુ જોવા ના મડે, નદીઓ પણ એટલી સાફ સુતરી અને વહેતા ઝરણા નુ દ્રશ્ય એક દમ અદ્ભુત હતુ, તાળી ના ઉચા ઉચા ઝાડ અને વાવણી ની મૌસમ શરુ થયેલી હતી, મારી પોષ્ટીંગ કોચી ના એક જીલ્લા ની માલીપા નાના તાલુકા માં થયેલી, પોલીસ સ્ટેશન માં મારી પહેલી ડ્યુટી હતી, ક્વાટર પણ સરસ હતા એમા અમે બંને પતી પત્ની રહિયે, મારી પત્ની પ્રેગેન્ટ હતી એટલે મે એક કામવાળી રાખી હતી, હુ કામનો પહેલો દિવસ હતો તો હુ વહેલો ગયેલો પણ પોલીસ સ્ટેશન જેવુ લાગતુ ન હતુ કબાડ ખાનુ હોય એવુ લાગતુ હતુ, મે જમાદાર ને એએસઆઈ બધા ને ભેગા કર્યા, અને પુછ્યુ બાકિ નો સ્ટાફ ક્યાં છે ?તો એ લોકો ક્યે કે બાકિ ના બધા ધરે હશે, મને પણ અજીબ લાગ્યુ અને હસવુ આવ્યુ કે યાર વી આર પોલીસ એન્ડ વી હેવ રિસ્પોન્સિબીલીટિ જોબ તો તમે કેમ અવુ કરો છો, તો મોટી ઉંમર વાડા જમાદારે કિધુ કે ઓય સાહેબ કો કોઇ ચાય પીલાઓ રે પતા નહિ કહા સે આએ હૈ આ કે દિમાંગ ખાના શુરુ કર દિયા હૈ… મે કિધુ અરે અરે એવુ તે મે શુ કર્યુ... ? અંકલ બોલ્યા ક્યા સાહેબ તુમી પણ ગજબ કરતોસ સવેરે સવેરે..હા કેમ કે મારી ડ્યુટી છે અને હુ પોલીસ વડો છુ... આવુ બોલ્યો ત્યાં બધા હસવા લાગ્યા… અરે તમે લોકો મારી મજાક ઉડાડો પણ કમસે કમ મે જે ખાખી વર્દિ પહેરી છે એનુ જરાક આદર જાળવો..વો ક્યાં હેના સાહેબ કિ આપ યહા કે ઇસ મહિને છઠવે ઓફિસર હો મુજે લગા આપ તો થોડે દિન કે મહેમાન હે ઔર હમ સબ ઇસીલીએ આપસે મન નહિ લગા રહે હૈ, ક્યુકિ મન લગ જાને કે બાદ હમે આપકો યાદ રખના હોગા ઔર આપકિ નીહાયત એસી હૈ કિ આપકો ભુલ નહિ શક્તે… અરે તમે શુ કહેવા માંગો છો એ જ નથી સમજાતુ યારો… તમે એમ કહેવા માંગો છો કે હુ થોડા દિવસ નો મહેમાન છુ… આવુ કેમ લાગે છે આની પાછળ નુ કારણ શુ છે… તમે મને વિસ્તાર થી કહો...

સાહેબ કોચી માં શીનુ રહે છે જે શરાબ ના થેકા ચલાવે છે ત્યાર બાદ હવાલા નુ કામ કરવા લાગ્યો અને હવે એ પોલીટીશીયન સાથે મડિ ને એમ એ લે ની સીટ મેળવા માટે એ કોઇ પણ હદ સુધી પહોચે એમ છે, હમણા હમણા એક ઓપોજીસન પાર્ટી ના એક સાંસદ સભ્ય નુ મર્ડર કર્યુ હતુ અને તમારી પહેલા આવેલા ઓફિસરે ચાર્જ મડ્યો હતો પણ એ મુળ સુધી પહોચે એની પહેલા જ થારાવા ગામ માં એમનુ ટ્રાન્સફર કરી દિધુ..અને તમને મડવા પણ હમણા એ આવ્યો નથી એટલી વાર… ત્યાં ખુંખાર જેવો લાગતો, હાથી જેવા હાથી ને પળ માં ફંગોળી ને ફેકિ દે એવો શીનુ લાગતો હતો, શીનુ મારી બાજૂમાં આવ્યો ને બોલ્યો સી.આઈ કેસે હો… સબ બડિયા હે ના કોનો કમી તો ના રે ગઇ થારી ખાતીર દારી માં… રહ ગયી હો મારે કો બતાના સબ થીક કર દેંગે મારે લડકે આકે...

નહિ શીનુ ભાઇ એક દમ ફર્સ્ટ ક્લાસ છે...

અરે યે ઓફિસર તો ગુજરાતી હે રે ઇ સસુરા હિઆ ક્યાં કરેગા… તો શીનુ ના માણસો બોલ્યા.. ભાઇ યે જલેબી ફાફડા બેચેગાં ક્યુકિ ડ્યુટી હો ના પાવેગી યહા ઇન્સે.… આવુ બોલી ને બધા મારી પર હસવા લાગ્યા,

એ ઓફિસર અછી તરહ સે મેરી બાત કો માંઇન્ડ મે સેટ કરલે..યહા ડ્યુટી કમ ઔર કાન આંખ કો બંધ રખનેકા જો હોતા હો ઉસમે ટાંગ નહિ લગાના વર ટાંગે કાંટ લી જાયેગી... સમજા ક્યાં... થારા કે નામ સે ભુલ ગ્યા મે... અરે હા દિપક ગઢવી… સુન ગઢવી મેને સુના હે તેરી બીવી પેટ સે ઇસલીએ કેહ રહા હુ મજે સે રે આરામ રે પગાર કે સાથ મેરે બોનસ ભી મીલેગા હર મહિના એક લાખ થીક હે.... અરે સમજા કે નહિ....

હુ કાંઇ બોલ્યો નહિ બસ સાંભળતો જ રહ્યો, હુ એકલો પડેલો હતો મારો કોઇ પેલા દિવસે સાથ આપે એવુ કોઇ હતુ નહિ ખેર અંતે એને હા પાડિ ને શીનુ ને જવા દિધો...

શીનુ નુ શર કાંપવુ સહેલુ ના હતુ એના માટે અ લોટ પ્લાનીંગ કરવુ પડતુ હતુ અને એના માટે મારી પાસે ભરોશામંદ વ્યક્તિઓ હોવા જરૂરી હતા... પણ આમ તો હુ એકલો જ કાફિ થય પડુ પણ મન મારુ મુજાતુ હતુ અને દિમાગ કામ કરતો ન હતો... મને લાગતુ હતુ શીનુ એકલો આટલુ આગળ વધી ના શકે એટલે મે એક કામ કર્યુ આની પેલા જેટલા સી.આઇ આવ્યા હતા એ બધા ને ફોન કરી ને શીનુ બારા માં પર્સનલ ઇન્ફો કાઢી... પણ મારે પોલીસ સ્ટેશન હાલત ને સુધારવી હતી એટલે શીનુ નો ઉપયોગ કર્યો અને પોલીસ સ્ટેશન ને જક્કકકાસ કર્યુ અને પછી હુ તો એઇ ને મોજ માં રહેવા ના નાટકો કરતો રહ્યો ને શીનુ ની નજીક આવા ની કોશીશ કરતો રહ્યો... હુ મુન્નાર જવા માટે નીકળતો હતો પણ બાઇક સ્ટાર્ટ થતી ના હતી વરસાદ ના અને હુ પણ સાદા ડ્રેસ માં ત્યા મને શેનુ મડ્યો... અરે ઓ સી.આઇ કા હુઆ કોનો બાત હે કે... સસુરા સ્ટાર્ટ ના હો રહત હે હમરે સાથ ચલો છોડ દેહિ તુમકા... ચલી હો સી.આઇ બાબુ...

હુ બાઇક સાઇડ માં રાખી ને કાર માં બેઠો ત્યાં મારા સ્ટાફ જોઇને રાજી થયા... એ લોકો વીચારતા હશે આ સાહેબ માં કાંઇક ખાસ છે... દિલ અને દિમાંગ બેવ વાપરે છે... હુ મુન્નર ગયો..શુ વાત કરુ મુન્નર ની એટલુ મસ્ત શહેર કે તમને આખી લાઇફ ત્યાંજ રોકાવા નુ મન થાય અદ્ભુત શહેર હોય જો ભારત આખા દેશ માં તો એ છે મુન્નર... કૈરલા નુ રમણ્ય અને મોજલુ શહેર માનવામાં આવે છે...

શીનુ બોલ્યો સી.આઇ સર તુમકા કહા જાના હૈ... મે કિધુ કે ડોક્ટર ને મડવુ છે મારી પત્ની માટે..અરે ક્યાં સર માના કિ મે ગુંડા હુ લેકિન ઇતના ભી નહિ કે આપકિ ફિલીંગ કો સમજ ના પાઉ... આપ બેઠિયે હમ મેરે ફેમીલી ડોક્ટર કે પાસ ચલતે હૈ..વો આપકો સહિ બતાએગા... મારો પ્લાન ધીમે ધીમે કામ કરવા લાગ્યો હતો... શીનુ ધીમે ધીમે મારી પર ભરોશો કરવા લાગ્યો હતો... મારે ડોક્ટર પાસે જવુ હતુ પણ મારી વાઇફ માટે નહિ પણ શીનુ ના પર્સોનલ ડોક્ટર પાસે જવુ હતુ શીનુ વીશે વીષેશ જાનવા માટે અને પ્રભુ કરવુ અને શીનુ પણ મૌકે જ બોલ્યો....

શોનુ મને એના ડોક્ટર પાસે લઇ ગયો અને બોલ્યો કે કામ પુરુ થાઇ એટલે કે જો હુ તમને લઇ જઇશ... આવડો ભરોશો એ પણ ગુંડા ને થવુ એટલે બોવ કેવાય...

પછી હુ ડોક્ટર ઉપાધ્યાય જે ગુજરાત ના બોવ મોટા સર્જન અને બેસ્ટ પ્રોફેશર છે જેઓ ગુજરાત થી ખાસ મુન્નાર માં મેડિકલ સ્ટુડેન્ટ ને ભણાવા માટે આવેલા અને મારી વાઇફ પણ એમની શીક્ષા થી ડોક્ટર બની હતી પણ એ પ્રેગ્નેટ છે એટલે એ હવે ડોક્ટરી કરતી નથી... એને જ મને સહાય કરી અને ફોન કરી ને ઉપાધ્યાય સાથે મારી મીંટીંગ એરેન્જ કરાવી....

મે જઇને એમને પ્રણામ કર્યે ને શીનુ ની વાત જાણવા ની કોશીશ કરી... તો સરે કિધુ કે શીનુ પર રાઘશન નો હાથ છે જે હાલ માં માઉવાદિ માં છે અને એના ત્રાસ થી આખુ કૈરલા ભડકે બળે છે... ગમે ત્યારે મન ફાવે તેમ કરે એવો વ્યક્તિ છે... જંગલી છે જંગલી સાવ... છોકરીઓ ને ઉપાડે આર્મી કેંમ્પ માંથી હથીયારો ચોરે અને રાજ્ય ના પોલીટીશીય ને પણ એનો સાથ આપે છે કેમ કે બધા બોવ બીવે છે એનાથી... ઓહ તો સર આપણે એ રાઘવન ને સાફ કરીએ તો શીનુ ઝીરો થઇ જાય....??

હા શીનુ એના બળ થી અને એના પૈસા થી ઉછળે છે બીજુ કાંઇ નથી... રાઘવન ને જે જોતુ હોય એ આ શીનુ પાસે થી માંગે અને રોજ શુક્રવારે રાઘવન ચર્ચ માં આવે આમ તો એ નાસ્તીક છે પણ એ ગુનાઓ ને કબુલવા ચર્ચ માં આવે પણ એ જ્યારે ચર્ચ માં આવે ત્યારે ચર્ચ આખુ ખાલી હોય એમા ફાધર પણ ના હોય..

એક વાર તો ચર્ચ માં કંફેકશન માં ફાધર નુ મર્ડર કરેલુ કેમ કે એના ગુનાઓ નુ એ કંફેક્શન આપતો અને ગુના ની કબુલાત બાદ એ ગુના જાહેર ના થાય એટલે એણે ફાધર ને મારી નાખ્યા... હવે તમે કો ગઢવી સાહેબ તમે આવા માણસ નુ કરશો... શુ કરવાનુ સર એન્કાઉન્ટર જ કરવાનુ હોય આવા માણસ ને જીવતો થોડો જવા દેવાય... પણ ગઢવી સાહેબ એને મારવો એટલો સહેલો નથી... એમા બળ નહિ કર નુ કામ છે... હુ એક સલાહ આપુ તો એને મારવા માટે તમારે શીનુ ને જીતવો અવશ્ય છે એ એક કડિ એવી છે જે રાઘવન થી જોડાય છે... માટે હથીયાર બનાવુ હોય તો શીનુ ને હથીયાર બનાવો... એના દ્રારા તમે રાધવન નો અંત લાવો શકશો... બાકિ મારો મહાદેવ તમારી સહાય કરશે... અને હા તમારી વાઇફ ને બને તો ગુજરાત મોકલી દો કેમ કે શીનુ એનો ઉપયોગ કરી ને તમને કમજોર બનાવી શકશે એટલે મારુ માનો અને કોચી ની બે વાગા ની ફ્લાઇટ છે અમદાવાદ ની તો તમે કાલે એમને લઇને જતા રહો... મે કિધુ હા સર તમારી વાત સાચી છે મારી મોટી કમજોરી તો મારી વાઇફ જ છે એ બાને હુ પણ મારા ગામડે જઇ આવુ અને એમને મુકતો આવુ.... ત્યા શીનુ આવી ગયો ને હુ મારી વાત પુરી કરી ને એની કામ માં બેઠો તો શીનુ બોલ્યો... સર આજ આપકો દેખકર બડા આનંદ આતા હે ક્યુકિ આપ બહુત અચ્છે ઇન્સાન માલુમ પડતે હો... યહા આ કે આપને મેરી એક ભી ફાઇલ ખોલી નહિ અને ના તો મારી ઇન્કવાઇરી કિ... ના કોઇ એક્શન હુઆ... ક્યાં આપકે ઉપર કોઇ દબાવ નહિ હૈ... હુ બૉલ્યૉ કે સબ સે દબાવ તો શીનુજી આપકા થા ઔર ડિપાર્ટમેન્ટ કા ક્યાં હૈ ઉનકો આપકે હિ લોગ સાયદ દબાઉ બના કે બેઠે હોંગે ઇસીલીએ તો કોઇ મુજ પર દબાઉ નહિ દાલતા.ઔર એક બાત બતાદુ કિ મે તો આપકા ગુલામ હુ આપ જેસા બોલોગે એસા મે કરુંગા મેરી ઇતની ઔકાત કહા કિ મે આપકે સામને ખડા રહુ... શીનુ તો એકદમ ચુપ થઇ ગયો મારી કોમલ અને મસ્કા વાળી વાતુ સાંભળી ને અને બોલ્યૉ... અરે સી.આઇ બાબુ આપ મેરે ગુલામ નહિ હો આપ તો મેરે દોસ્ત હો... આપકા ભોલાપન દેખતે થી મે સમજ ગયા થા કિ આપ મેરે કામ મે કભી દખલ નથી દેંગે... પછી હુ પણ હળવા શબ્દો માં બોલ્યો કે... શીનુ ભાઇ આપ એસે સહિ ઇન્સાન હો તો ગુન્ડે ક્યુ બને... આપકે દિલ મે દયા હે હદય મે ભાવના હે ઓર માથે પે ટીકા ભી હે ઇસે માલુમ પડતા હે કિ આપ ભક્ત ભી હો મહાદેવ કે તો યદિ મહાદેવ કા ભક્ત એસે કર્મ કરતા હુઆ અચ્છા લગતા હે ક્યાં આપ હિ બતાઓ... શીનુ બોલ્યો અરે બુરાય કોઇ શોખ સે થોડિ કરતા હૈ ઇન પ્રશાંસન વાલોને મેરી પુરી ફેમીલી જલા દાલી કેવલ મે અકેલા હિ બચ પાયા ક્યુકિ મે કોચી અપને ચાચા કે વહા ગયા હુઆ થા....મે કિધુ કે એસા ભી ક્યાં હુઆ થા જીસકિ વજહ યહ હાલત હુઇ... શીનુ બોલ્યો તો સુનો આજ સે પંદરા સાલ પહેલે ડાકુઓ ને હમારે ગાવ મે ડેરા ડાલા હુઆ થા ઔર પ્રશાંસન કો માલુમ પડા ઔર તુરંત પુલીસ કો બુલા કર સબ તેહસનેસ કરદિયા ઔર આમને સામને ગોલીઆ ચલને લગી ઔર બારુદ સે સારે ગાવ કો જલા કર ખાંખ કર દિયા જીસમે કંઇ માસુમ લડકે લડકિઆ... જવાન બુંઢે સબ જીંદા જલ ગએ ઔર ઉસમે મેરા ભી પરીવાર થા... ઔર એક દિન મે પહાડિઓ મે અકેલા બેઠ કર મેરે માત પીતા કો યાદ કરકે રૌ રહા થા તભી એક આદમી આયા ઔર બીસ્ટકીટ દે કર માથે પે હાથ રખ કર બોલા ક્યાં તુમ ઇસ ગાવ કે હો... તો મે બોલા હા... ક્યાં તુમારા કોઇ અપના નહિ હે... મેને બોલા નહિ સબ જલ કે મર ગયે... ક્યાં તુમે પતા હે આગ કિસને લગવાઇ થી... મે બોલા નહિ મૈ કોચી મે થા જબ યહ હાદસા હુઆ... અચ્છા તો યહ બાત હે... ક્યાં આપકો કહાની અચ્છી લગતી હે... મે ને કહા અચ્છી લગતી હે.… ફિર ઉન્હો ને કહાની સુનાઇ... કિ એક જંગલ થા ઉન્મે કાફિ સારે પેડ થે નદિઆ થી, પ્રાણી થે એવમ પહાડે ભી થી... એક દિન ક્યાં હુઆ કે શહેર કો આગે બઢાને કે લીયે જંગલ કો નષ્ટ કરના જરુરી બન ગયા ઔર એક દિન પ્રશાંસન યાની કે સરકાર ને ફરમાન જાહિર કિયા કિ વહ જંગલી પ્રાણીઓ કો નીકાલ કે દુસરે જંગલ મે ભેજા જાય... અબ સબી જાનવરો કો ફોરેસ્ટ કિ પુલીસ ને પકડ કર ઉનકો દુસરે જંગલ લે જાયા ગયા... તબી એક લકડિ કાટને વાલે કે પરિવાર ઔર ઉનકે કુછ સાથીઓ કો યહ માલુમ નહિ થા કિ જંગલ મે આગ લગાને વાલે હૈ... વો કુછ સમજતે ઉનકે પહેલી આગ લગ ચુકિ થી ઓર ભારી માત્રા માં આગે બડ રહિ થી... સામાન લેને કે લીયે રુકતે તો દેર હો જાતી ઇતને મે ઉન્હોને મીલકર નદિ પાર કરના સોચા કુછ લોગ નદિ તકે પહોચે ઔર બચ્ચો કો નાવ મે બીઠાયા ક્યુકિ એક હિ નાવ થી... જીનકો તેર ના આતા થા વહ તેર કર લીકલ લીયે કિતું દો એસે ઇન્સાન થે જો નદિ તક પહોચ નહિ પાયે ઔર ભી થે લેકિન વો આધે અધુરે જલે હુએ થે... ક્યાં તુમ બતા સકતે હો વો દો ઇન્સાન કોન થે જો નદિ પાર નહિ કર શકે ઔર અપની જાન ગવા બેઠે....મે ને બોલા નહિ.… ફિર ઉસને બતાયા કિ વો મેરે માઁ બાપ થે... ઔર આજ તક પ્રશાંશન શે બદલા લેને કે લીએ હમ કુછ સાથી મીલકર સરકાર કો નીચા દિખાકર ઔર ઉનકે કાયદે ઔર અશુલો કો તોડતે હમ યહા તક પહોચે હૈ ઔર હમારી ઇસ જંગ કા ઉન્હોને નામ ભી દિયા હૈ માઉવાદિ... ઔર તુમ્હારે માત પીતા એવમ પરીવાર કો માર ને વાલા ઔર કોઇ નહિ પ્રશાંસન હિ હૈ સરકાર હિ હૈ... તો ક્યાં તુમ મેરે સાથ રહેના ચાહોગે પર હા તુમ્હે છુપ કર રહેના હોગા તાકિ કિસીકો શક ના જાય કે તુમ માઉવાદિ ગેંગ મે હો....બસ તબ સે લેકર આજ તક સરકાર કો નીચા દિખાતા આયા હુ ઔર અપના બદલા પુરા કરને કિ કોંશીશ મે હુ....અચ્છા શીનુ ભાઇ ઉસ આદમી કા નામ તો આપને બતાયા હિ નહિ... સી.આઇ સાહેબ ઉન્કા નામ હે રાઘવન હાલાકિ વો કઇ સારે મર્ડર્સ ભી કર ચુકા હે ઔર પુલીસ ઓન રેકોર્ડ વેપેન રૉબરી ઔર આર્મી બેસ કે ઓન રેકોર્ડ વેપન કો ચુરાતા હે... શીનુ ભાઇ એક છોટા સા સવાલ પુછ સક્તા હુ..??

જી બોલો સી.આઇ બાબુ જો પુછના હે પુછો...

આપ જબ ગાવ જલ ગયા તબ આપ ગયે થે તો આપકો પહેલી બાર હિ ઉસ ઇન્સાન બતાયા થા કિ કિસી ઔર ને ભી બતાયા થા ગાવ જલને કે બારે મે... એક દુધવાલા થા વો ઇસ હાદસે કે પહેલે દુધ બેચને કે લીએ જાયા કરતા થા... ઉસ્ને ભી મુજે ઇસ હાદસે કે બારે મે બતાયા થા...

અચ્છા શીનુભાઇ આપકા ગાવ અગર દેખના હો તો..??

તો ઉસ્મે ક્યાં મે લે ચલુંગા... મે મેરા જન્મદિન વહિ મનાતુ હુ....

થીક હે તો આપ મુજે વહા લે ચલના પિલ્ઝ ક્યુકિ પહેલી બાર મે કૈરલા આયા હુ ના ઇસલીએ...

જી બહોત અચ્છે મે લે જાઉગા લેકિન ફિલહાલ આપકા ક્વાટર આ ગયા ઔર હા આપકિ બાઇક મેરે લડકો કો દેના વો રિપેર કરકે વાપશ યહા છોડ જાએનેંગે....

જી થીક હે શીનુ ભાઇ થેન્ક્યુ ફોર લીફ્ટ ઔર હેલ્પ...

અરે ક્યાં સી.આઇ બાબુ તુમ ભી કમાલ કરતો કહા થા ના કિ હમ દોસ્ત હે...

શીનુ ભાઇ અગર હમ દોસ્ત હે તો મુજે સી.આઇ મત બોલાઇએ આપ મેરે નામ શે બુલાઓ...

ચલો થીક હે ગઢવી ભાઇ.… ચલતા હુ કામ હો ફોન કરના મે તુરંત આઉંગા અગર મે ને આ સકા તો મેરે લડકે આ જાએનેંગે....

જી સુકરીઆ....

હુ ઘરે ગયો અને મારી વાઇફ ને વાત કરી અઇઆ હાલત બોવ જ ખરાબ થવાની છે કદાચ માટે તમને હુ ગુજરાત આપણા ગામડે મુકિ જાઉ...

મારી વાઇફ કે ભલે ચારણ જેવી તમારી ઇચ્છા પણ જો જો હો મરતા નહિ કેમ હજુ બીજો સીંઘમ આવા નો બાકિ છે... અરે ચારણીયારી તુ મારી ફિકર નહિ કર હુ જે કરવા જઇ રહ્યો છુ એ બુધ્ધી થી અને દિલ થી કરવાનો છુ માટે તુ આમ ચિંતા કરી ને મારા ડગલા પાછળ ના કરાવ....આ વખતે બહુ તગડો કેસ હાથ લાગ્યો છે... ભલે ચારણ લ્યો હાલો તય રોટલા જમી લ્યો ક્યાર ના રાહ જોવે છે તમારી....

હા મારી ચારણીયારી ભુખ તો મને પણ ખુબ લાગી છે કેમ કે વીચારી વીચારી ને પેટ માં ફુલ ભુખ લાગવા માંડિ છે....

તી લાગે જ ને ચારણ...

હુ જમી ને ઉભો થયો અને મે ચારણીયારી ને પુછ્યુ સંધ્યા કેમ હજુ આવી નથી... સવાર થી દેખાની નથી એને ફોન કર... અરે ચારણ હુ તો હવાર ની ફોન કરુ પણ બંધ જ આવે છે... આ બધુ ઘર નુ કામ મે કર્યુ ને એક તો ઉભુ કે બેહાતુ છે નહિ....

હા ચારણીયારી સમજુ છુ બસ આજ નો દિવસ અને રાત કાઢી લે આપણે કાલે તો નીકરી જશુ...

ભલે ચારણ જેવી તમારી ઇચ્છા....

હુ સ્ટેશન પર ગયો અને બધા ને સંધ્યા બારા માં પુછ્યુ તો કોઇ કાંઇ જવાબ ના આપ્યો એટલે હુ જાતે જ સંધ્યા ના ઘરે ગયો પણ ત્યાં તો સંધ્યા ની ચુથાયેલી હાલત માં એની ડેડ બોડિ પડિ હતી અને એના માઁ બાપ સોક મનાવતા હતા એટલે આજુબાજુ તપાસ કરી તો જાણવા મડ્યુ કે રાઘવન રેપ કરી ને પછી મારી ને જંગલ માં ફેકિ દાધી હતી અને અમે સોધવા ગયા તો અમુક જંગલી પ્રાણીઓ સંધ્યા ની બોડિ ને નોચી નોચી ને ખાતા હતા.… ઓહ માઇ ગોડ....

પણ સંધ્યા ત્યાં શુ કરવા ગઇ હતી શુ અઇ થી ક્વાટરે જવાનો રસ્તો જંગલ તરફ થી છે....??

હા સાહેબ જંગલ ની બાજુ માંથી એક સોર્ટકટ રસ્તો છે પણ તમે જ્યાંથી આવ્યાં ગામ નો માર્ગ છે... ઓહ નો....હૈ ભગવાન આ માણસ નુ પાપ તો વધતુ જ જાય છે... બસ એક વાર હુ ચારણીયારી ને ગામડે મુકિ આવુ પછી હુ છુ ને એ છે....

હુ જલ્દિ થી સવાર પડવા ની રાહ જોતો હતો મારે તો કાંઇ સમાન પણ નો તો ભરવો પહેરે કપડે હુ અને ચારણીયારી જવા માંગતા હતા એવામાં મને શીનુ નો ફોન આવ્યો કે હુ સ્ટેશને છુ તમે આવો મારે કામ છે...

હુ સ્ટેશન ગયૉ ત્યાં સંધ્યા વાડિ વાત થઇ જંગલ વાડા રસ્તા પર જાનવરો આવી જાય છે જેના લીધે સંધ્યા જેવા આનેક ભોગ લેવાયો છે.… મે કિધુ શું જાનવર રાઘવન છે....???

અરે ના ના રાઘવન તો પોન્ડિચેરી માં છે એક કામ માટે તેવો ત્રણ દિવસ થી ત્યાંજ છે.… મે કિધુ કે શુ જંગલી જાનવર રેપ થોડો કરે....એતો માણસ ને જમી જાય... આવુ તો ના જ કરે આની પાછડ કાતો શીનુ ભાઇ તમે છો અને કાંતો રાઘવન અથવા એના સાથીદારો.… શીનુ કે એક મીનીટ આપો હમના તમને સાચો જવાબ આપી દઉ એટલા માં શીનુ એ રાઘવન ના એક પછી એક માણસો ને પુછવા લાગ્યો અંતે રાઘવન ના રાઇટ હેન્ડ ને ફોન કર્યો તો એ સામે થી બોલ્યો કે આજે સવારે સીકાર બોવ સ્વાદિષ્ટ હતો....આરલુ બોલ્યા ની સાથે હુ ભાન ભુલ્યો અને મનફાવે એમ વર્તન કરવા લાગ્યૉ...

શીનુ એ મને સાંત કર્યો પછી શીનુ પાસે થી એ રાઇટ હેન્ડ ની ડિટેઇલ્સ કઢાવી....

મન માં વીચાર કર્યો કે ગામડે થી આવી ને પેલો શીકાર હુ આ રાઇટ હેન્ડ નો કરીશ......

સવારે હુ કોચી જવા નીકળ્યો ત્યાં શીનુ આવ્યો અને બોલ્યો ગઢવી સાહેબ આમ અચાનક વાઇફ સાથે ક્યાં જવા નીક્ળ્યા ???

એટલે મે કિધુ કે મારી વાઇફ ને અંઇયા ફાવતુ નથી એટલે એમને હુ મારા હોમ ટાઉન લઇ જઉ છુ... શીનુ બોલ્યો અરે બેન કેમ મુન્નર આપને ફાવ્યુ નહિ કે આમ અચાનક જ જવાનુ નક્કિ કર્યુ... પછી હુ બોલ્યો કે મારી વાઇફ એકલી પડિ ગઇ છે કેમ કે સંધ્યા પણ હવે છે નહિ અને સંધ્યા અને મારી પત્ની ને ખુબ ભળતુ એટલે એ ખુબ અપસેટ છે માટે એનો માંઇન્ડ ફ્રેશ થતે મારા માઁ બાપુજી અને દિદિ હારે હશે એટલે... શીનુ બોલ્યો અચ્છા એમ વાત છે તો ચાલો કાર માં આવી જાવ હુ તમને એઅર પોર્ટ સુધી મુકિ જાવ... મે કિધુ અરે શીનુભાઇ આટલી તકલીફ ઉઠાવાની શી જરુર છે અમે લોકો પોલીસ જીપ માં જતા રહિશુ... શીનુ કહે અરે ગઢવીજી એ જીપ તો ખટારો છે અને અધ્ધ વચ્ચે ઉભી રેશે તો ફ્લાઇટ પણ છુટ્ટી જશે માટે તમે બેસો હુ મુકિ જાવ...

આમ શીનુ અમને એઅર પોર્ટ મુકિ ગયો અને હુ અને મારી વાઇફ અમદાવાદ જવા રવાના થયા અને અમદાવાદ ફ્લાઇટ લેન્ડ થય એટલે ટેક્ષી કરી ને અમે ગામડે પહોચ્યા અને હુ બે દિવસ રોકાઇ ને કોચી જવા પરત નીકળ્યો અને કોચી પહોચી ને શીનુ ને ફોન કર્યો એટલે શોનુ આવ્યો અને શીનુ ને પેલા રાઇટ હેન્ડ બારા માં પુચ્છ્યૂ તો એણે કિધુ કે એ હાલ ચૈન્નઇ છે અને લગભગ અઠવાડિયે એક માં આવો જોઇએ... મે શીનુ ને કિધુ કે તુ મારી એક હેલ્પ કરીશ..???

શીનુ બોલ્યો અરે ગઢવી જી આપ બોલો તો જાન હાજીર હે એક બાર હુકમ તો કરકે દૈખો..હુ બોલ્યો કે મારે એ રાઇટ હેન્ડ ને મડવુ છે કેમ કે એક ગરીબ છોકરી ની ઇજ્જત સાથે ખૈલ્યો છે અને ગરીબ માઁ બાપ ની એક ની એક દિકરી ને જાનવર જેમ નૌચે એમ નૌચી ને મારી નાખી છે... શીનુ ભાઇ મારે એ માણસ ને જાન થી મારી નાખવો છે... તમે કહો આવા રાક્ષક ને જીવતો રાખવો યોગ્ય છે... ???

અરે ગઢવીજી એ તો બહુ જ કઠીન છે સાપ કો બીલ સે નીકાલ શક્તે હે લેકિન ઉશકો નીકાલના આશાન નહિ હે મેરે ભાઇ મે આપકિ ભાવુક્તા કો સમજતા હુ ઉસ્ને જો કિયા હે ઉસકે બદલે મોત સે ભી બક્કતર સજા મીલની ચાહિયે લેકિન ઉસકો બહાર નીકાલના કાફી ખતરે સે ખાલી નહિ હે યાર મેરે...

શીનુ ભાઇ જેસા મે બોલુ એસા તુમ કરતે જાઉ તો યહ ઇતના મુશ્કિલ ભી નહિ હે... શીનુ બોલ્યો બતાઓ કેસે... વૉ ડોક્ટર યાદ હે જો મુન્નર મે મીલને ગયા થા... જી હા ગઢવી જી લેકિન વો ક્યાં કર શક્તા હે... અરે શીનુ ભાઇ તુમ ચલો તો શહિ મે બતાતા હુ સબ...

અમે લોકો ડોક્ટર પાસે ગયા..પણ હુ જ્યારે ગામડે હતો ત્યારે મે એક પ્લાન કર્યો હતો જે હુ તમને કહુ છુ... મે ગામડે થી ડોક્ટર ને ફોન કર્યો...

હુ-મહાદેવ ઉપાધ્યાય સર કેમ છો... ???

ડોક્ટર-બસ મજા માં તમે કેમ છો અને ક્યાં છો... ???

હુ-હુ અમદાવાદ છુ પત્ની ને મુકવા આવ્યૉ છુ અને બધુ બરાબર છે પણ તમારા જેવુ એક કામ આવ્યુ છે એક પ્લાન મારા મગજ માં આવ્યો છે...

ડોક્ટર-હા બોલો ને ગઢવી સાહેબ શુ પ્લાન છે તમારો...

હુ-તમે શીનુ ના કાકા ને ત્યાં જાઉ અને શીનુ ની આખી સ્ટોરી એમને કહો શીનુ આવા રસ્તે આવ્યો છે એ સાંભળી ને ખુબ દુઃખ થાય એવુ વાતાવરણ ક્રિએટ કરવાનુ છે અને એ સામે થી તમને એમ કે આને સુધારવાનો કોઇ રસ્તો ખરી એવુ કે એટલે તમારે કેવાનુ કે અર્ધ બળેલા માઁ બાપ શોધીએ અને આજ દિ સુધી હુ એમનુ ઇલાજ કરતો હતો અને હવે શીનુ મોટો થયો છે અને સમજણો થયો છે એટલે હુ એના માઁ બાપ શીનુ ને શોપી દઉ અને એમના કાકા દર મહિને એમના મોટા ભાઇને જોવા આવતા હતા પણ આ વાત શીનુ થી છુપાઇલી એટલે રાખી કેમ કે રાઘવન કોઇ વિક્ટીમ ને છોડતો ન હતો અને આખા ગામ ને ભળકે એને બાળ્યુ છે નહિ કે પ્રસાંશન કે સરકાર... માટે મે શીનુ ના માઁ બાપ ને બચાવ્યા છે.… બોલો ડોક્ટર મારો પ્લાન કેવો લાગ્યો... ??

ડોક્ટર-વાહ ગઢવી સાહેબ વાહ શુ દિમાંગ છે તમારી પાસે પેલા માઁ બાપ ને દિકરા ની ખ્વાહિશ પુરી થશે અને શીનુ આપણુ કામ કરી ને સરકારી ગવાહ બની જશે પછી રાઘવન કોઇ કાળે નહિ બચી શકે...

હુ-જી સર તો હુ બે દિવસ માં ત્યાં આવુ છુ પ્લાન ને સેટઅપ કરી રાખજો...

ડોક્ટર-100% તમે આવો એટલે બધુ સેટ જ હશે...

આમ હુ અને શીનુ પેલા ડોક્ટર ને ત્યાં ગયા અને અંદર ગયા તો શોનુ ના કાકા કોઇ માણસ ની સેવા કરતા હોય એવુ લાગ્યુ એટલે શીનુ એ પુછ્યુ કાકા તમે અહિ શુ કરો અને આ બેઉ કોણ છે... ???

શીનુ કાકા બોલ્યા બેટા આ બેઉ તારા માઁ બાપ છે જેને પેલી આગ માંથી બચાવી લેવા માં આવ્યા હતા મોકે ડોક્ટર સાહેબ ત્યાં આયુરવેદ્ ઔષધી માટે નો કેમ્પ ગોઠવ્યો હતો... ગામ ને બળતા જોય ડોક્ટર અને ડોક્ટરી ની ટીમ જેટલુ થતુ હતુ એટલા માણસો ને બચાવ્યા... જેમા અમુક બચ્યા અને અમુક ર્મુત્યુ પામ્યાં હતા... જે બચ્યા એના વારસદાર આવી લય ગયા બાકિ ના ઓની ડોક્ટર સાહેબ સેવા કરે છે....શીનુ આ સાંભળી રોવા જેવો અને ભાઉક થયો અને ડોક્ટર ના ચરણ મા પડ્યો અને બોલ્યો કે તમે મને અનાથ થતા બચાવી લીધો આ દુનીયા માં મારા કાકા શીવાય બીજુ કોઇ ન હતુ પણ તમે મને મારા જન્મ દેનારા ને બચાવી ને મને અનાથ થતા બચાવ્યો છે.… ડોક્ટર બોલ્યો અરે શોનુ જીવન મરણ તો ઉપર વાડા ના હાથ માં આપણા હાથ માં કાંઇજ નથી પણ હા જતા પ્રાણ ને બચાવાની કોંશીશ કરવી એ મારા જેવા ડોક્ટર ના હાથ માં અને ડોક્ટર ની ફરજ માં આવે છે અને મે મારી ફરજ નીભાવી જાણી.… શીનુ કહે ડોક્ટર સાહેબ તો હુ મારા માઁ બાપ ને ઘરે લઇ જઇ શકુ... ત્યાં શીનુ ના કાકા બોલ્યા ના બેટા ના પેલો રાઘવન જ્યાર થી સરકારે એક્શન લેવા ના શરુ કર્યા છે ત્યાંર એ બધા વિક્ટીમ ને મારતો ફરે છે... પણ કાકા મારા માઁ બાપ ક્યાં વિક્ટીમ છે... ત્યાં શીનુ ના માઁ બાપ બોલ્યા કે બેટા આપણા ગામ માં આગ લગાડવા વાળો બીજો કોઇ નહિ પણ રાઘવન હતો અને સરકાર ને કોઇ કહિ દે કે આગ પાછળ નુ કારણ રાઘવન છે તો રાઘવન ને જીવતા મારવાનુ ફરમાન જાહેર કરે માટે એ એક પછી એક વિક્ટીમ ને મારતો રહે છે....

શીનુ ને ગુસ્સો રાઘવન પર ફુલ ચડેલો હતો અને આજ રાઇટ ટાઇમ હતો... લોઢું ગરમ હોય હથોળો ત્યારે જ મરાય...

મે શીનુ ને કિધુ આમ જો શીનુ ભાઇ દિમાંગ થી કામ લો ગુસ્સા ને દિમાંગ માથી કાંઢો અને શાંતી થી આનો કંઇક ઉપાય કરીએ કે લાઠી ભી ના ટુટે ઔર સાપ ભી મર જાએ...

તો તમે કો ગઢવીભાઇ શુ કરીએ... હવે મારા માં જરાય સહેન સક્તિ છે નહિ જ્યાં સુધી મરતો ના ભાળુ પેલા રાઘવન ને ત્યાં સુધી મને જંપ નહિ રે ભાઇ....

અરે શીનુભાઇ એ રાઘવન આ વખતે ચર્ચ માં આવે એટલે પેલા તો એનો જે રાઇટ હેન્ડ છે એનુ પત્તુ કાપવાનુ અને પછી રાઘવન ને ઘેરી ને અટેક કરીશુ....

અરે ના ના ગઢવી ભાઇ તમે માનો છો એટલુ ઇઝી નથી એને મારવો એને મારવા માટે ફૌંઝ કમ પડે વાલા... એને બળ થી નહિ કર થી અને દિમાંગ થી મારવો પડશે... પેલા રાઇટ હેન્ડ નુ કશુંક કરવુ પડશે પછી જ આગળ રાઘવન નુ વીચારી શુ જો એનો રાઇટ હેન્ડ મરે તો પછી રાઇટ હેન્ડ બનવા નો અવસર મને મડે અને હુ તમારી સાથે છુ એની એને ક્યાં ખબર છે પછી તો એ એકલો જ છે ને ગઢવીભાઇ...

ઠીક છે હુ રાઇટ હેન્ડ નુ વીચારુ છુ તુ રાઘવન ને મારવા નો પ્લાન કરો...

ત્યાં ડોક્ટર બોલ્યા કે રાઘવન ને મારવા માટે મારી એન્ટી સ્લો પોઇઝન છે જેને કણપીણુ પણ કહેવાય અને પોસ્ટમોટમ માં પણ સાબીત ના થાય કે આને પોઇઝન આપવા માં આવ્યુ છે અને એ એક એવુ પોઇઝન છે જે શરાબ સાથે મડિ જાય તો પીવા વાડા ને ખબર પણ ના પડે કે આમાં પોઇઝન છે...

હુ બોલ્યો વાહ ડોક્ટર સાહેબ વાહ... તો તમે એ પોઇઝન બનાવો ત્યાં હુ રાઇટ હેન્ડ નુ કંઇક કરી આઉ...

હુ શીનુ ને લઇ ને ગામડે ગયો ત્યાં શોનુ ને મોબાઇલ પર આવેલા કોલ પર ખબર પડિ કે રાઘવન નો રાઇટ હેન્ડ મુન્નર માં આવી ગયો છે અને એ હવાસ નો પુજારી છે માટે અમે એક એવી બહાદુર છોકરી ની તલાશ હતી જે દેખાવ માં સુંદર હોય અને જોતા ની સાથે હોંસ ઉડિ જાય એવી છોકરી ને શોધવા અમે મુન્નર ના એક નાના ગામ માં ગયા ત્યા ધણી છોકરીઓ ને જોય પણ દેખાવ સાથે ચાલાકિ ના હોય ચાલાકિ હોય તો દેખાવ મન મોહક ના હોય આવુ થતુ હતુ ત્યાં એક ટીચર નીકળી પણ ટીચર કમ અપ્સરા વધારે લાગતી હતી અને હવે ખાલી અમારે એની ચાલાકિ અને હોંશીયારી ને શોધવા ની હતી એટલે મે શીનુ ને ઇશારા થી સમજાવ્યો એટલે શીનુ ટપોરી ની જેમ પેલી ટીચર સાથે છેડછાડ કરવા લાગ્યો એટલે પેલી છોકરી બોલી અરે... આમ કેમ કરશ શુ હુ એટલી સુંદર લાગુ છુ... શીનુ બોલ્યો હા મારી જાન તુ મને સ્વર્ગ ની અપ્સરા જેવી લાગસ શુ તારુ મખમલી જેવુ બદન છે શુ તારી નખરારી ચાલ છે શુ તારા મસ્ત નૈન છે અને હોંઠ તો એક દમ ગુલાબ ની કલી જેવા અને તારી આ આંખો હાય હાય શુ ગજબ નો નશો છે આં તારી આંખો માં જો એક વાર આવી અપ્સરા એકલી મડિ જાય ને તો મજા આવી જાય... છોકરી બોલી તો તારે મારુ સ્વર્ગ જેવુ બદન જોવુ હોય આમ રોડ વચારે થોડિ જોવાય... આવ મારી સાથે હુ તને આખી એકલી તને સોંપી દઉં... આવુ કહિ ને છોકરી એક બાજુ ખંઢેર ના રસ્તે લઇ ગય અને પેલા શીનુ ને જોડે અને કરાટે ના ડાઉ પેંચ થી ખુબ માર મારતી હતી ત્યાં હુ આવ્યો અને બોલ્યો એ છોકરી છોડ એને મારી ના નાખતી એ બીચારો તને તપાસ તો હતો તારી નારી સક્તિ ને છોડ એને છોડ... અચ્છા અને વડિ તમે કોણ છો હે આવા મવાલી ને બચાવા વાડા... અરે હુ પોલીસ વાડો છુ અને આ મારી ટીમ માં છે અને અમારે એક એવી બહાદુર છોકરી ની જરુર હતી જે આવા તત્વો સામે હાર ના માની ને લડે અને સેમનો કરે. અરે રે શુ હાલત કરી છે બીચારી ની ... ત્યા તો શીનુ બોલ્યો અરે યાર શુ ઢોર માર માર્યો છે આ છોકરી એ હડિ પસરી એક કરી નાખી યાર... અને તમે આટલા લેટ કેમ આવ્યા વેલુ નોતુ અવાતુ હે... આ આજ મારી નાખત મને ખબર છે તમને....હવે ઇલાજ થવા ની અને મને સાજા થવા ની રાહ જોવી પડશે પછી પ્લાન આગળ વધશે... ત્યાં પેલી છોકરી બોલી કે મે મીલ્ટ્રી સ્કુલ અને કોલેઝ માં કમાન્ડો ની ટ્રેનીંગ લીધેલી છે અને જેવી આવડત મારા છે એવી જ આવડત હુ મારી ગલ્સ સ્ટુડેન્ટ ને આપુ છુ જેથી કરી ને લુખા આના જેવા આવારા અને ચિંદિ ચોરો નો સામનો કરવા લાગે... ત્યાં શોનુ બોલ્યો ઓ હેલો મેડમ હુ આવારૂ કે લુખ્ખો નથી સમજ્યાં હુ એક ઇજ્જતદાર માણસ છુ....છોકરી બોલી હવે જાજા લુખ્ખા મે તને જોયો હતૉ મુન્નર માં તુ કેમ બધા ને ધમકાવી ને પૈસા એકઠો હતો ઓકે અને એક જ્વેલેરી શોપ ને લુંટી હતી તે બંધુક ની નળી પર... હુ ત્યાં જ હતી અને તને જોતી હતી....પછી મને એ છોકરી માં હોશીંયારી કાબીલીયત અને હિંમત જોય એટલે એક બાજુ બોલાવી ને બધો જ પ્લાન એને કિધો અને છેલે બોલ્યો કે આ હવે ટપોરી નથી એ હવે શરીફ છે અને ઇજ્જતદાર છે... આવુ હુ બોલ્યો ત્યાં પેલી છોકરી શીનુ ની સામે જોઇને જોર જોર થી હસવા લાગી અને શીનુ એની હસી પર ફિદા થય ગયો..

આમ ધીરે ધીરે અમારો પ્લાન આગળ વધમાં હતો એ છોકરી નુ નામ કાવ્યા હતૂ અને કાવ્યા ને મે મારા ઘર નુ કામ કરતી હોય એવુ ગામ લોકો ને અને જાહેર જનતા ને દેખાડ્યુ... કાવ્યા ને મે એજ ગામ માં સિફ્ટ કરી જ્યાં સંધ્યા રહેતી હતી અને આવા જાવા નો રુટ પણ એજ નક્કિ કર્યો જ્યાંથી સંધ્યા આવતી હતી...

આમ ધણા દિવસો થયા પણ કાવ્યા પર અટેક થવાનો કોઇ મોકો હાથ લાગતો જ ન હતો એટલે શીનુ એ રાઇટ હેન્ડ ની તપાસ કરી તો જાણવા મડ્યુ કે આજે એ એજ જંગલ માં હશે જે જંગલ વાડા રસ્તે સંધ્યા પર ક્રુત્ય થયુ હતુ એટલે મે કાવ્યા ને જાતે જ મોડિ રાત્રે એ રસ્તા પર જવાનુ કિધુ પણ શીનુ ને બોવ કાવ્યા ની ફિક્કર થતી હતી એટલે શીનુ કાવ્યા પાસે આવ્યો અને બોલ્યૉ કે તુ રેવાદે આ બધુ આપણે નથી કરવુ કંઇ હુ તને ખોવા માંગતો નથી... ત્યાં કાવ્યા બોલી ઓય તપોરી શુ બોલે છે તુ આવડો શીકાર હાથ માંથી જવા ન દેવાય ન જાને સંધ્યાં જેવી કંઇક માસુમ સાથે આ નરાધમે ન કરવાનુ કર્યુ હશે અને તુ એ શૈતાને ને હાથ માંથી જવા દેવા ની વાત કરશે.… તુ છે કોણ મને રોકવા વાડો.… શીનુ ધુંટણ પર બેસી ને કાવ્યા નો હાથ પડકિ ને બોલ્યો કે હુ તને લવ કરુ છુ યાર પ્લીઝ હુ તને ખોવા નથી માંગતો... ત્યાં કાવ્યા એ શીનુ ના હાથ છોડિ ને બોલ્યો કે એક તારા લશ ને ખાતર હુ આવડા મોટા ગુનેગાર ને છોડિ ના શકુ... આજે છોડિશ તો કાલે કોણ જાણે એ શુ કરશે માટે કહુ છુ જો તુ મને લવ કરતો હોય ને તો મને એ નરાધમ નુ લોહિ ચાખવા દે પછી જ મને લવ કરજે... અને હુ પણ તને એટલો જ લવ કરીશ જેટલો કે તુ મને કરે છે....પછી મે શીનુ ને સમજાવ્યો કે કાવ્યા જે કરે છે એ બરાબર જ કરે છે જો આજે આપણે એને જવા દેસુ તો કાલે કોક બેન દિકરી નુ એ ગમન કરશે માટે તુ મર્દ બન અને એની સાથે મડિ ને મીસન કમ્પ્લેટ કર જા...

આમ કાવ્યા નુ માની ને શોનુ માની ગયો અને કાવ્યા સ્કુટી લય ને જંગલ વાડા રસ્તા પર જતી હતી લગભગ ત્રણ ચાર કિલો મીટર ના અંતરે આખરે કાવ્યા ને શીકાર મડ્યો અને સ્કુટી ઉભી રખાવી ને શીકાર સામે ચાલી ને હલાલ થવા ગયો અને બોલ્યો ઓય ઉભી રે મારી રાણી આટલી બધી ઉતાવડ શેની છે ઘરે જવાની હજી રાત પણ જામી નથી અને આવુ જોબન મલકતુ ક્યાં જાય છે... કાવ્યા ડરી ગય હોય એવા નાટક સાથે બોલી... જો… મમમમને જજજજવા દે ત્યાં પેલો બોલ્યો અરે એમ કેમ જાવા દઉ મારી રાણી આજ ની મહેફિલ તો હુ તારી સાથે જ માણીસ...

કાવ્યા બોલો સસસેની મમમહેફિલ હે....જુઓ પીલ્ઝ મને જજજવા દો મમમમારા મમમમાઁ બબબાપ ઘરે મમમારી રરરરરરાહ જોતા હશે....

અરે આજ ની રાત નહિ પણ હવે તો આખો જન્મારો તારા આ જોબન પર કુરબાન કરી દઉ એવુ થાય છે મારી જાન....

કાવ્યા બોલી પણ તમે રહ્યા અજાણ્યા પર પુરુષ હુ કેમ માની લઉ કે તમે મારા માં મોહિત થયા છો અને મારી પર ઔરધોર થયા છો....

અરે મારી જાન તુ કે ઇ કરવા તૈયાર છો એક હુકમ તો કર....

સારુ તો હાલ મારી સાથે અને મારા માઁ બાપ પાસે થી મારો હાથ માંગ અને મને પરણી ને લઇ જા...

અરે તુ કે તો તારો હાથ ઇશ્ર્વર પાસે થી પણ માંગી લઉ આ તો ખાલી ધરતી ના માણસો છે એની પાસે થી માંગવા નુ ના હોય છીનવી લેવાનુ હોય મારી રાણી....

કાવ્યા બોલી અરરરરરે એતો કાયર કરતા પણ બે જ કેવાય જે દિલ થી માંગે એને ભડવીર કેવાય...

આવી કાવ્યા ની વાતો માં આવીને કાવ્યા એને ગામ બાજુ લય ને આવે છે આમેય સરકાર ના આદેશ મુજબ બધા ના એન્કાઉટર નો ઓર્ડર હતો જ પણ જો એન્કાઉટર કરી ને રાઇટ હેન્ડ ને મારુ તો રાઘવન સત્તર્ક થય જાય અને રાઘવન પણ હાથ આવે નહિ એવી જગ્યા પર ભાગી જાય એટલે અમે એનુ મર્ડર કરવાનુ કન્ફોર્મ જ કર્યુ હતુ બસ રીત જુદ્દિ હતી...

કાવ્યા એ રાઇટ મેન ને એક ગામ માં લાવી જ્યાં ખોટા માઁ બાપ હોય અને નાટક માં એ પમ સામીલ થયેલા હોય છે...

પેલો માણસ રિવોલ્વર દેખાડિને કાવ્યા નો હાથ માંગે છે પણ કાવ્યા એ સામે થી જ માઁ બાપ ને કિધુ કે મારે આનો સાથે પરણવુ છે અને હુ રાજી ખુશી થી એની સાથે જવા માંગુ છુ....

પેલા નકલી માઁ બાપે પણ ખોટા નાટકો કર્યાં કાવ્યા ને સમજાવાના અને કાવ્યા ને પણ એના માઁ બાપ ને સામે જવાબો આપતી જતી હતી જેના કારણે પેલા રાઇટ મેન ને શક નો થાય અને એને એમ લાગે કે આ કાવ્યા રીઅલ માં પ્રેમ કરતી હોય...

ત્યાર બાદ અંતે કાવ્યા ના માઁ બાપે જીદ છોડિ અને કાવ્યા ની હા માં હા મીલાવી અને કાવ્યા પેલા માણસ ને પુછ્યુ તમારે ખરેખર લગન કરવા જ છે ને કેમ કે આખા ગામ ને અને આખા કોચી ને ખબર છે કે તમે કૉણ છો અને હુ એક સાધારણ છોકરી છુ જો તમે બોલી ને ફરસો અથવા લગન કર્યા પછી ફરશો તો મારે મરવા જેવુ થાસે એવી વેળા એ મારો હાથ કોઇ નઇ જાલે હો....

પેલો રાઇટ મેન બોલ્યો અરે હોતા હશે હુ તને મારી અર્ધાંગીની બનાવા જ માંગુ છુ તુ નહિ તો મારુ આ જીવન નહિ લાખો છોકરીઓ ગમી પણ તારા જેવો ક્યાં ન જોય એટલે જ તો હવે તારી સાથે સાત ફેરા લેવા છે અને તારી હારે જ જીવવુ છે ને મરવુ છે....

કાવ્યા મન માં બોલી કે તારા મરવા માં બસ હવે થોડિક જ છણ બાકિ છે...

હવે કાવ્યા બોલી પેલા માણસ ને કે મારા હાથ ની ખીર ખાસો તમે ????

પેલો રાઇટ મેન બોલ્યો કે અરે તુ ખવડાવે તો ઝેર પણ ખાઇ લઉ મારી જાન...

કાવ્યા મન માં બોલી હુ તો ઝેર જ ખવડાવાની છુ તુ જો એટલી વાર...

કાવ્યા એ ખીર બનાવા મુકિ અને ખીર માં સ્લો પોઇઝન નાખ્યુ જેની અસર બે કલાક પછી સરુ થાય અને માત્ર આઠ કલાક માં હાર્ટ અટેક આવે અને ર્મુત્યુ પામી જાય અને પોસ્ટમોટમ માં પણ હાર્ટ અટેક જ આવે અને જે પોઇઝન હોય એ લોહિ ના શુક્રાણુમાં ભળી ને આખા શરીર માં લોહિ સાથે ભળી જાય અને શુક્રાણુ ઓછા થતા જાય એમ હાર્ટ બીટ વધતી જાય અને અંતે હાર્ટ ફેઇલ થાય...

આમ કાવ્યા એ પેલા માણસ ને ખીર ખવડાવી અને કિધુ કે સારો વાર અને મુર્હત જોયને ચર્ચ માં લગ્ન કરીશુ... હુ અંયા છુ તમને જ્યારે ઇચ્છા થાય ત્યારે ચકર મારતા રેજો...

આવુ બોલી ને પેલા રાઇટ મેન નુ દિલ જીતી લીધુ અને રાઇટમેન હરખાતો હરખાતૉ એની ગેંગ અને રાઘવન હતો ત્યાં પહ્ચ્યો...

અને રાઘવન પાસે આવી ને કાંઇ બોલ્યો નહિ કેમ કે માઉવાદિ લગ્ન ન કરી શકે જો એવુ કરે તો એને મારી નાખવા માં આવે કેમ કે લગ્ન કરી ને એ માણસ કાંઇ માઉવાદિ થોડિ રે એ શરાફત ની લાઇફ જીવવા મંડે એટલે આ નીયમ ને રાઘવને પાળ્યો હતો અને એ પણ કુંવારો જ હતો....પેલો રાઇટમેન રાઘવન ની સાથે ડ્રિંન્ક લેવા લાગ્યો એટલે રાઘવને પુછ્યુ કેમ આટલો બધો હરખાશ... ??

શીકાર કરી ને આવ્યો કે શુ... ???

પેલો માણસ બોલ્યો અરે ના ના સરદાર પેલી ડિલ કરવા ગયો હતો વિશાખાપટનમ્ વાડિ એ ડિલ આજે હુ પુરી કરી ને આવ્યો એટલે ખુશ છુ....

અચ્છા આની પેલા ની એકેય ડિલ માં તુ ખુશ નથી થયો અને તો આ ડિલ શુ કાંઇ ખાસ હતી..

હમમમમ

અરે ના ના એવુ નથી સરકારે જે દબાઉ આપણા પર નાખ્યો છે એ દબાઉ ને એ ડિલ દ્રારા માત આપી સકિશુ અને બેંકો થી લય ને હથીયાર આર્મ્સ અને વેપન ને આરામ થી ચોરી શકિશુ સરદાર એટલે હુ ખુશ છુ....

રાઘવન બોલ્યો અચ્છા એવુ છે તો કાઇ નહિ પી તુ તારે પીવો હોય એટલો પી....તારી આ ડિલ માટેની પાર્ટી બસ...

આમ પેલો રાઇટ મેન છોકરી મડવાની ચાહના માં પીવા નુ ભાન રહ્યુ નહિ અને પીતા પીતા ફુલ નશા માં સુઇ ગયો અને સવારે જ્યાં રાઘવને ઉઠાડવાની કોંશીશ કરી ત્યાં તો પેલો મરી ગયો હતો પણ એના ચહેરા માં અને હોંઠ પર મુસ્કાન હતી કાવ્યા ના વીચારો માં અને સપનાઓ માં જ એ ર્મુત્યુ ને પામ્યો એટલે રાઘવન ને પણ શંકા જેવુ લાગ્યુ નહિ કેમ કે કાલે રાત્રે જે પ્રમાણે વાત કરતો હતો ખુશ થય ને એટલે એણે બોઉ ઉંડુ વીચાર્યુ નહિ પણ છતાય રાઘવને શીનુ ને ફોન કર્યો અને બધી વાત કરી એટલે આ બાજુ શોનુ હરખાતા હરખાતા પણ એને ખબર ના પડે એમ ચાલાકિ થી રાઇટ મેન નુ સ્થાન શીનુ એ લીધુ અને પેલા રાઇટ મેન ને પ્રાઇવેટ ડોક્ટર ને બોલાવી ને પોસ્ટમોટમ ની જાચપડતાળ ખાંનગી હોસ્પીટલ માં કરાવી અને રિપોર્ટ માં પણ કંઇ ના આવ્યુ એટલે શીનુ એ રાધવન ને કિધુ કે રિપોર્ટ એક દમ નોર્મલ છે અને ખુશી માં એને હાર્ટ માં સ્ટ્રોક આવ્યો અને અચાનક ધડકન તેજ થય ને હાર્ટ અટેક આવ્યો હતો....રાઘવન ને પણ નવાઇ લાગી ખુશી માં પણ હાર્ટ અટેક આવે એવો આ પેલો કિશ્શૉ મડ્યો...

રાઘવને શીનુ ને શીલા નદિ ના જંગલ પાસે બોલાવ્યો અને કિધુ કે જે કામ પેલો કરતો હતો એ જ કામ હવે તારે સંભાળવાનુ છૂ આપણે ટોટલ હવે વીસ માણસો નો કાફલો છે અને એક દમ સત્તર્ક રહિ ને આગળ વધવાનુ છે...

આમ શીનુ ધીમે ધીમે ગેંગ માં ભળી ગયો અને બધા ને પણ શીનુ જોડે રહેવા માં આનંદ આવતો હતો અને આ બાજુ હુ શીનુ જે ડિલ કરવા એ ડિલ ને હુ મારા ઓપરેશન દ્રારા ઓપરેટ કરી ને ડિલ પાસ કરાવતો હતો અને હથીયાર આર્મ્સ એવમ પૈસા ની ભરપુર સગવડ આપતો હતો... મને ખબર હતી જેટલુ હુ આપીસ એનાથી રાઘવન દસ ગણો શીનુ પર ભરોસો કરશે..

આમ ધીમે ધીમે વર્ષ જેવુ થવા આવ્યુ અને શીનુ નુ કામ પણ બધા ને ગમ્યુ ખાસ કરી ને રાઘવન ને અને રાઘવન એના બીજા માણસો ને શીનુ પાસે થી કામ કેમ શીખવુ એના દાખલાઓ આપવા માંડ્યો...

એક દિવસ મને શીનૂ નો ફોન આવ્યો કે હુ વાઇઝેગ જાવુ છુ ત્યાની ડિલ કરાવી આપો અને પાછુ મારો આજે જન્મ દિવસ છે અને મારા જ જન્મ દિવસ પર રાઘવન નો અંતીમ દિવસ કરવો છે તમે એક બેક કવર ટીમ તૈયાર કરો રાઘવન ને સ્લો પોઇઝન આપ્યા બાદ બાકિ ના બધા પાર્ટી બાદ જમવા માટે જાસે એટલે જમવા હુ ક્લોરો ડાઇઝ એટલે બે ભાન થવા ની દવા ભેળ્વી દઇશ એટલે તમે અને તમારી ટીમ દ્વારા એન્કાઉટર મીશન ઓન કરી દો ઓકે ગઢવીભાઇ..

યસ યસ વાઇ નોટ શીનુ બાઇ ધી વેય મેની મેની હેપી રિટર્ન ઓફ ધી ડે માય ગોડ ઇઝ અલવેઇસ બ્લેસ ટુ યુ...

શીનુ બોલ્યો મારા ગોડ તો તમે જ છો અને મારા માઁ બાપ અને મારા માઁ બાપ ને બચાવનાર પેલા ડોક્ટર...

ત્યાં કાવ્યા એ ફોન મારા હાથ માંથી જટી લીધો અને શીનુ ને બોલી ઓયયયય લુખા હેપી બર્થ ડે મારી જાન આઇ લવ યુ શૉ શો મચ.... જા હવે જલ્દિ મીશન પુરુ કર એટલે આપણે લગ્ન કરી લઇ એ...

શીનુ બોલ્યો ઓકે મારી જાન આજ કા દિન મીશન રાઘવન ફિનીસ...

આમ રાતે ડિલ સેટ થય અને રાઘવન ને આવી ને શીનુ એ કિધુ કે આપણી ડિલ ફાઇનલ થય છે અને બોસ આજે મારો બર્થ ડે પણ છે તો શુ કો છો આજ રાત એક જન્શ થય જાય ??

અરે હા કેમ નહિ શીનુ આજે તે આવડિ મોટી ડિલ કરી છે અને વડિ તારૉ બર્થ ડે પણ છે એટલે ડબ્બલ આનંદ ડબ્બલ ધમાલ કરીશુ... જા બધા કે તૈયાર થય જાય આજ ની પાર્ટી માટે...

શીનુ એ બધા ને એક જગ્યા પર બોલાવી ને પાર્ટી નુ એરેંજન્ટમેન્ટ કર્યુ અને બધા લોકો રાઘવન પાસે હતા એટલે શીનુ એ રાઘવન ની ફેવરીટ રેડ વાઇન માં પેલુ સ્લો પોઇઝન ભેળ્વી દિધુ અને વાઇન લઇને રાઘવન પાસે ગયો અને બોલ્યો આ લો બોસ તમારુ ફેવરીટ 70yr ઓલ્ડ વાઇન ખાસ તમારા માટે લાવ્યૉ છુ....

રાઘવન એની ફેવરીટ વાઇન જોયને ખુબ ખુશ થયો અને કાંઇ પણ વીચાર્યા વગર જાણે પાણી પીતૉ હોય એમ એ વાઇન ને ગટગટાવા લાગ્યો અને બધા ને પણ ડ્રિન્ક લેવાનુ કિધૂ એટલે બાકિ ના બધા અલગ અલગ ડ્રિન્ક લેવા લાગ્યા અને શીનૂ પણ આરામ આરામ પીતો હતો... ધીમે પાર્ટી માં માણસો ઓછા થવા માંડ્યા અને જમવા ની તૈયારી માં પડ્યા હતા અને એમાં મે ઓલરેડિ બેભાન થવા ની દવા ભેળ્વી દિધી હતી અને આ બાજુ રાઘવન ફુલ્ટુ ટલી હતો અને મને બોલાવ્યો એટલે હુ ત્યાં ગયો રાધવને મને કિધુ કે યાર તુ આટલા દિવસ માં મારુ દિલ જીતી ગયો યાર... માંગ શીનુ તારે શુ જોઇએ છે, ત્યાં શીનુ બોલ્યો મારે મારુ બચપન પાછુ જોઇ છે આપી શક્શો....???? મારે મારા માઁ બાપ પાછા જોઇએ છે આપી શક્શો....????

અરે શીનુ ગામ ભળકે ફુકિ નાખ્યુ હતુ અને તુ બચી ગયો એ મારા માટે અત્યારે ફાયદો છે... માઁ બાપ નુ શુ યાર એ તો જન્મ દય ને આમ રઝળતા મુકિ દે....શીનુ બોલ્યો રઝળતો મને તે મુક્યો હતો... મારી લાઇફ ખરાબ તે કરી... મારા ગામ ને ભળકે તે બાળ્યુ... અને પ્રસાંશન ના લોકો તો તારા આંતંક થી ગામ ને બચાવા આવ્યુ હતૂ પણ અફસોસ કે જે રસ્તા પર થી પ્રસાંશન ના લોકો આવે એ જ રસ્તો તે બ્લોક કર્યો હતો તેમ છતાય પણ આવ્યા અને તને હાકિ કાઢ્યો હતો....પણ આજે તને બચાવા કદાચ ઉપર થી ભગવાન આવે ને તોય તુ આજે મારા હાથે થી નહિ બચી શકે... આજે તને તારા મોત ના દર્શન કરાવુ જો આ પોઇઝન જે ધીમે ધીમે તારા ધડકતા દિલ ના ધબકારા ને એક દમ વધારશે અને તને હાર્ટ સ્ટ્રોક આવશે ને ત્યાર બાદ હાર્ટ અટેક તૂ ભગવાન નો પ્યોરો થઇશ અને હા તારા રાઇટ હેન્ડ પણ અમે જ મોત ને ધાટ ઉતાર્યો એક છોકરી ના પ્રેમ માં પડિ ને એ જ છોકરી એ એનો ભોગ લીધો અને એની જગ્યા પર તે મને લીધો....અને આજે તારો અંતીમ દિવસ પણ મે જ નક્કિ કર્યો છે સમ્જ્યો...

શીનુ ની વાતો સાંભળી ને રાઘવન હસવા મંડ્યો અને બોલ્યો કે જે સાપ ને દુધ પીવડાવી ને મોટો કર્યો હોય એ ડંખ મારે એ કહેવત માં સાંભળ્યુ હતુ અને આજે જોય પણ લોધુ... આમ રાઘવન નો સ્વાસ ફુલાવા મંડ્યો એટલે મે ગઢવી સાહેબ ને ફોન કરી ને બોલાવી લીધા...

શીનુ એ સ્ટેપ બાઇ સ્ટેપ બધુ સેટ કરી રાખ્યુ હતુ હુ ત્યાં પહોચ્યો ત્યાં રાઘવન મરેલો પડ્યો હતો અને એના માણસો બધા બેભાન હાલત માં પડ્યા હતા એટલે મે એક પ્લાન બનાવ્યો અને બધા ની બંધુક માંથી અમુક ફાઇરિંગ કરી અને કમીશ્નર ઓફિસ માં ફોન કર્યો પણ ઉપડ્યો નહિ એટલે કમીશ્નર ના મોબાઇલ માં ફોન કર્યો અને હુ બોલ્યો કે સર મડતી માહિતી પર હુ કોચી ના મધ્ય જંગલ ની ધાટ વાડા પાછલા રસ્તા પર રાઘવન ના માણસો હતા પણ અમારી પર અટેક થાય છે તમે ઓર્ડર આપો તો અમે પણ ફાઇરિંગ કરી ને એન્કાઉન્ટર શરુ કરીએ....

કમીશ્નર બોલ્યા વાય યુ કોલ મી ડેમેઝ ટેક એક્શન ઇમીડેટલી....

હુ બોલ્યો ઓકે સર.… જય હિન્દ....

આમ મે અને શીનુ બધા પર ફાઇરિંગ કર્યુ અને સવાર પડતા બધી લાસો ને હેડક્વાટર લવાઇ અને જે કાંઇ પણ બનાવ બન્યા નો આખો ઉલ્લેખ સાથે રિપોર્ટ ફાઇલ કરી અને શીનુ ની મદદ વગર આ મીશન કોઇ કાળે શક્ય થય શકે એમ હતુ નહિ એટલે કૈરલા કોર્ટે અને પોલીસ પ્રસાંશને શીનુ નો આભાર વ્યક્ત કર્યો અને શીનુ એ અદાલત ને રાઘવન ને સાથ આપતા બધા પોલીટીશીયનો ના નામો આપ્યા અને એ બધા પર કેસ ફાઇલ કરી ને કોર્ટે એમને બધા ને દેશ ગદ્દાર નો અને સરકારી હથીયાર અને વેપ્પન્શ ને આમ આવા દેશ ના ગદ્દારો ને આપવા બદલ દેશ દ્રોહ નો આદેશ કોર્ટે ગુનેગારો આપ્યો....

આ બાજુ મારે ત્યાં દિકરા નો જન્મ થયો અને બંને વેલ હેલ્ધી છે એવા સમાચાર મારા ઘેર થી આવ્યા હતા... કાવ્યા અને શીનુ બંને એક થયા પણ હજુ શીનૂ કાવ્યા થી બોવ બીતો ફરે છે...

આજ કોચી ફુલ આનંદ કરે છે... જાણે કોઇ તહેવાર હોય એમ આજનો દિવસ ઉજવે છે...

આ દેશ ને સાચા લીડર ની જરુર છે... આ દેશ ને ઇમાન્દારી વાડા વડા ની જરુર છે... દેશ ના સીમાડા સાચવી ને બેઠા આપણા જવાનો ને એક નિસ્વાર્થ ડિફેન્સીસ ની જરુર છે... આ દેશ ને આક્ષરતા અને ક્ષાસરતા આપવા એક હોંશીયાર અને વેલ એડ્યુકેટે્ડ નેતા ની જરુર છે....

દેશ ની હેલ્થ અને વેલ્થ ને સંભાળવા માટે યોગ્યતા ધરાવતા આરોગ્ય મંત્રી ની જરુર છે... પણ આ બધુ મડે ક્યાંથી તો કે આપણી પાસે થી....આપણે દસ વાર વીચારી ને એક સારી સરકાર ને લાવીએ અને દેશ ને બરબાદિ માંથી ઉગારીએ....

અસ્તુ....

લેખક શ્રી,

દિપક ગઢવી