વિજય અને કલ્પેશનો ભરત-મિલાપ જોવા જેવો હતો.
બંને મિત્રો એકમેક ને જોઈ હરખાઈ રહ્યા હતા.
"યાર તારા વગર, એક એક ક્ષણ ભારે લાગતી હતી..
બસ આજ રીતે આપણો અજલો મળી જાય...." વિજયે કહ્યું.
"ભગવાનમાં શ્રદ્ધા રાખ, જેમ હું મોતના મુખમાંથી આવ્યો છું. એ રીતે એ પણ જ્યાં હશે ત્યાં ઠીક હશે..." કલ્પેશે કહ્યું. કલ્પેશ અને વિજય બંનેને આ રીતે શાણી વાત કરતા આજથી પહેલા કોઈએ નોહતા જોયા..
આજે આકાશ સ્વચ્છ હતું.
કિનારાથી અથડાઇ મોજાઓનું સંગીત સાંભળવું ગમે તેવું હતું.
જહાજના પાસે આગ બાળી કૅમ્પ ફાયર કર્યું હોય, તેમ બધા ચારે તરફ ગોઠવાઇ ગયા હતા.
"કલ્પેશ આ ભાઈ કોણ છે?"વિજયે પૂછ્યું.
ચામડાના પોશાક પહેરેલ, ઉંમર ત્રીસની આસપાસ હશે, માથે ખોપરીનો નિશાન હતો.
ચેહરો સમુદ્રની હવામાં રહી રહી ખરડાઈ ગયેલો લાગતો હતો.
કદ કાઠીએ ઉંચો અને મજબૂત બાંધાનો હતો.
"આ એક પાઇરેટ છે."કલ્પેશ કહ્યું.
"પાઇરેટ?"
"હા પાઇરેટ.. જેને આપણે ચાંચિયા કહીએ તે જ...
તે પણ આપણી જેમ તુફાનમાં અહીં આવી ચડ્યો છે. હવે આપણો ફ્રેન્ડ છે."
"તમે આ સમુદ્ર વિશે જાણતા હશો...અહીંથી નીકળવા માટે કોઇ ઉપાય?" કેપ્ટને પૂછ્યું.
"આ ટાપુને મરેલાઓ નો ટાપુ કહે છે. પહાડીની પેલી તરફ એક વિચિત્ર પ્રકારના માણસોની વસ્તી છે. તે અગારિયાની જેમ આગ તરફ આકર્ષિત થાય છે.
તે રાત્રે અંધારામાં પણ જોઈ શકે છે. મોટા ભાગે તે રાતે જ બહાર નીકળે છે. દિવસ દરમિયાન તેઓ ઊંડી ગુફાઓમાં રહે છે." પાઇરેટે કહ્યુ.
"તેઓ ઊંડી ગુફાઓમાં રહે છે તો તે દિવસ દરમિયાન ઝરણાં પાસે શુ કરતો હતો?"કેપ્ટને પૂછ્યું.
"તે રીંછની જેમ દૂરથી જ સુંઘી શકે છે. કોઇ ખતરા જેવું લાગતા જ તે ત્યાં આવ્યો હશે.."
હું પણ પહાડની પેલી તરફ તરતા તરતા આવ્યો હતો.
પણ એ તરફ ખતરો જોતા હું દિવસ દરમિયાન અહીં આવી ગયો.તેનું અહીં આવવું મુશ્કિલ છે.આ જગ્યા સેફ છે." પાઇરેટે કહ્યું.
"આપણે અત્યારે ક્યાં છીએ?" અજયે પૂછ્યું.
"હું ઇસ્ટ આફ્રિકાથી નિકળ્યો તમે ઇન્ડિયા...
આપણે એશિયા આફ્રિકા... નીચે એન્ટાર્કટિકા વચ્ચે ના સમુદ્રમાં છીએ...."
જહાજ પર બે ચાર દિવસ મરમ્મતનું કામ કર્યું. થોડા નુસખાઓ અને જુગાડ કરી અંતે જહાજને શરૂ કરવામાં સફળ રહ્યા.
પાઈરેટ આ સમુદ્રનો હેવાયો હતો. આ જગ્યાથી પરિચિત હતો.જેથી તેને જહાજનો કેપ્ટન બનાવ્યો..
"આપણે આસપાસના ટાપુઓ પર તપાસ કરીએ...
અજયની કોઈ ખબર મળે તો."કેપ્ટને કહ્યું.
" હા...આસપાસના તમામ ટાપુઓ આપણે ખુંદી વડશું..." પ્રિયાએ કહ્યું.
ફરીથી એ જ મજાક મસ્તીના અંદાઝમાં ટીમ આવી ગઈ હતી.
અંતાક્ષરી રમાઈ રહી હતી. અજયને શોધવાનો તેને મળવાનો બધાને ઉત્સાહ હતો.
"યાર તું પાઇરેટ કેમ બન્યો?
માણસો ડોક્ટર બને, એન્જીનીયર બને, વકીલ બને... તું પાઇરેટ! બાળપણ થી જ તારું સપનું પાઇરેટ બનવાનું હતું કે કેમ?" કલ્પેશે પૂછ્યું.
"નહિ નહિ, હું શાળાએ ગયો છું. પણ ત્યાં મારી ઉપર શિક્ષકે ચોરી નો ઈલ્જામ લગાવ્યો. ખરેખર મેં ચોરી નોહતી કરી. ત્યાર પછી ગામમાં પણ એક ચોરી થઈ, ત્યાં પણ બધાએ કહ્યું મેં ચોરી કરી હશે, એટલે હું ગામ મૂકી દસ બાર વર્ષની ઉંમરે જ ભાગી આવ્યો, શરૂવાતમાં હું માછીમારી નું કામ કરતો હતો. ત્યાં મને એક પાઇરેટનો ભેટો થયો, ત્યાર પછી બસ આજ મારૂ કામ બની ગયું છે.
સમુદ્રી જહાજોને લૂંટવા, મારકુટ અમારા માટે આમ વાત બની ગઈ હતી. તમે લોકોને જોઉં તો મને મારા બાળપણના મિત્રો, લૂન્ગીસેની, અને મખાયા યાદ આવી ગયા.
અમે પણ આવી જ ધમાલો કરતા." વાતો કરતા કરતા ક્યારે બધા ઊંઘી ગયા ખબર જ ન રહી.
***
આંખ ઉંઘડી ત્યારે, બદબુદાર જહાજ પર, આસપાસ ઓઈલના કેનો પડ્યા હતા.
સાથે સાથે માછલીઓની દુર્ગંધ વાતાવરણને વધું તંગ બનાવતી હતી. જે માણસને અહીં રહેવાની આદત ન હોય તેના માટે બે મિનિટથી વધુ રહેવું મુશ્કિલ હતું. અહીં રહેવુ એ સજા હતી. ઓઈલના જહાજ પર આખી ટીમને ઓઈલની ટેંન્કો સાથે જહાજની લંગર બાંધવા ના દોરડાઓથી બાંધેલા હતા.
કોઈ સમુદ્ર કિનારો હોય તેવું લાગતું હતું. આસપાસ અનેક જહાજો ઉભા હતા.અમે જે જહાજ પર હતા. તેની ઉપર ખોપરી દોરેલો કારો વાવટો ફરકી રહ્યો હતો.
કલ્પેશ ને જે પોતાનો મિત્ર કહેતો હતો તેણેે જ કલ્પેશને બે ત્રણ વખત ફટકાર્યો.
"બોલ, નકશો ક્યાં છે?"
"હું નહિ કહું, મને મારવો હોય તો મારી નાખ..."
કલ્પેશને આજથી પહેલા આટલો ગુસ્સો કરતા કોઈએ જોયો નહિ હોય,
"મેં તને મારો મિત્ર સમજી તારા પર આંધળો વિશ્વાસ કર્યો.
અને તું કપટી... હા... થું....." કહેતા જ તેને પાઇરેટના મોઢા પર થુંક ઉડાડી ઝલીલ કર્યો.
આસપાસ તેના જેવા જ પોશાક વાળા ઘણા બધા શસ્ત્રધારી પાઇરેટ્સ હતા
જે કલ્પેશને મારવા આગળ દોડ્યા.
"હું જ સંભાળીશ આ મારા યાર ને..."
તેને પ્રિયાના વાળ ખેંચતા કહ્યું.
"નકશો ક્યાં છે. નહિ કે તો... હું આને અહીં જ મારી નાખીશ... "
કેપ્ટન પરિસ્થિતિ સારી રીતે સમજતા હતા.
"એક શરતે નકશો હું આપીશ?"
"કઈ શરત? કેવી શરત? આ મારો એરિયા છે ને હું જ અહી નો કિંગ છું. અહીં મારી જ શરતો ચાલશે...."
"મિસ્ટર કિંગ... બહુ ઉતાવળ સારી નહિ, એને કઈ થશે તો તું નક્શાથી હાથ ધોઈને બેસી રહીશ.." કેપ્ટને કહ્યું.
"ધમકી આપશ?"
"તને શું લાગે છે. અમે કઈ તૈયારી વગર જ અહીં ખજાનો શોધવા આવી ગયા હતા."
પાઇરેટની બાજુમાં ઉભેલો બીજો પાઇરેટ તેની નઝદીક જઈને કાન માં કઈક કહ્યું.
"ઓકેય... કેપ્ટન... શુ શરત છે તમારી?"
"મારી શરત છે. અમને નકશાની બદલે એક જહાજ, જરૂરી વસ્તુઓ અને પૂરતા ભોજનની વ્યવસ્થા કરી આપવાની રહેશે..."
"બાજુમાં ઉભેલા પાઇરેટ ફરી કઈ તેના કાનમાં કહ્યુ.
"હા મને મંજુર છે."
એક હાથે નકશો બીજા હાથે જહાજ..
"કેપ્ટન તે ચાંચિયાઓ ને કેમ આટલી સરળતાથી નકશો આપી દીધો?..." પ્રિયાએ કહ્યું.
રાજદીપે હસતા હસતા કહ્યું.
"ક્યાં સરળતાથી આપ્યો...
આપણો ભેટો ફરી એક વખત તેઓથી થશે જ..."
"હું કઈ સમજી નહિ.."
" મેં જે નકશો તેને સરળતાથી આપ્યો, તે ખોટો નકશો છે.
સાચો નકશો આ રહ્યો મારા હાથમાં આ નક્શાને લેવા તેને ફરી આવવું પડશે ને..."
" આ તમે ક્યારે કર્યું..."
"એક આર્મી ઓફીસર તરીકે, મને આટલી જાણકારી હતી જ કે હિંદ મહાસાગરમાં આફ્રિકાથી આવતા ચાંચિયાઓની આખી ફોજ છે.
મજીદે મને નકશો આપ્યો, મેં ત્યારે મેં ખજાના વાળા ટાપુની જગ્યા આપણે જે તરફ જઈએ છીએ તેની વિરુદ્ધની દિશા કરી દીધી...
તે મડાગાસ્કરથી ઉપર એરેબિયન સમુદ્રમાં જશે, અને આપણે ફરી હિંદ મહાસાગરમાં ચાંચિયાઓ આપણી વિરુદ્ધ દિશામાં જશે.. આપણે અહીં પોહચતા જેટલો સમય લાગશે, તેટલો જ સમય તેને એ કાલ્પનિક ટાપુ સુધી પોહચતા લાગશે..
અને જ્યારે ખબર પડશે કે અહીં આવો કોઈ ટાપુ નથી. તે આપણે શોધતા આ તરફ આવશે...
એટલે તેને આપણે અહીં પોહચ્યા છીએ તેનાથી ત્રણ ગણો સમય આપણાં સુધી પોહચવામાં લાગશે.. તે જ્યાં સુધી આપણાં સુધી પોહચશે ત્યાં સુધી...
મિશન પોસીબલ થઈ ગયું હશે...."
"વાહ માન ગયે ઉસ્તાદ..."
કહેતા જ બધા કેપ્ટન ને ભેટી પડ્યા.
હાથમાં નકશો લઈ, રાજદીપે કહ્યું.
" ચાંચિયાઓ આપણે જ્યાં બંધી બનાવ્યા, કદાચ તે મડાગાસ્કર હોવો જોઈએ..
આટલો વિશાળ ટાપુ બીજો કોઈ નથી. બે નાના નાના ટાપુઓ છે.આપણે હિંદ મહાસાગરથી એન્ટાર્કટિકામાં જવાનું છે. એની વચ્ચે જ કોઈ અજાણ્યો ટાપુ હશે, જ્યાં અજય હોવો જોઈએ..."રાજદીપે કહેતા જ
નકશાને બુટના ભાગમાં કોઈ ગુપ્ત જગ્યાએ છુપાવી....
"આ શું કેપ્ટન?"
"રહસ્યમય તયખાના...."
બધા જોરજોરથી હસ્યાં....
ક્રમશ.