રવિવાર નો દિવસ છે,સવાર ના ૯ વાગ્યા છે,જૈનમ હજુ સુતો છે.માર્ચ મહિનો ચાલતો હોવાથી ઓફીસ માં બહુ વર્ક-લોડ ના કારણે બહુ થાકેલો છે.
જૈનમ ની પત્ની શૈલી આવી ને તેને ઉઠાડે છે,”ઉઠો હવે સુરજ માથા પર આવી ગયો,આખા મહિના નો થાક આજેજ ઉતારી દેશો કે શું?”.જૈનમ આળસ મરડી ને ઉભો થાય છે,રોજીંદા મુજબ ઉઠી ને તેનો આઈફોન ઉઠાવ્યો અને રીમાઈન્ડર ચેક કરવા લાગ્યો.અચાનક જ સફાળો પથારી માં થી બેઠો થઇ ગયો,અચાનક એને યાદ આવી ગયું આજે વિશુ નો જન્મ દિવસ છે.
જૈનમ એક સોફ્ટવેર કંપની માં જોબ કરે છે.આજ થી લગભગ ૫ વર્ષ પહેલા કંપની તરફ થી એક ચેરીટી ફંક્શન માં શહેર થી લગભગ ૧૦ કિમી દૂર આવેલા “શેઠ ચુનીલાલ અનાથ આશ્રમ” માં જવાનું થયેલું.
જૈનમ તેના કલીગ સાથે અનાથ આશ્રમ ના બાળકો ને કમ્પ્યુટર વિષે સાદી સમાજ આપી રહ્યો હતો.અચાનક તેની નજર એક વૃક્ષ ની નીચે બેઠેલા છએક વર્ષ ના બાળક પર પડી.તેને લાગ્યું કે એ બાળક ની આંખો તેને કોઈ વાત કહી રહી છે. જૈનમ ફરી થી કામ માં લાગી ગયો,પણ તેનું ધ્યાન વારે વારે પેલા બાળક પર જવા લાગ્યું.મન માં વિચારો નું ઘોડાપુર આવી ગયું.તેને થયું કોણ નિર્દયી હશે જે આવા ફૂલ જેવા બાળક ને છોડી ગયું હશે.આ બાળક ની આંખો માં એક તેજ દેખાતું હતું.
તેના ચહેરા પર નું નૂર કહી આપતું હતું કે,આ બાળક કોઈ ઉચ્ચ ખાનદાન નું હોવું જોઈએ.લગભગ એક કલાક બાળકો ને સમજણ આપ્યા પછી જૈનમ તેના સાથી ઓ સાથે નીકળી ગયો.
શૈલી એ કહ્યું કે,"કેમ આજે આટલું જ જમ્યો,તબિયત તો ઠીક છે ને?".જૈનમ બોલ્યો,"હા શૈલુ આઈ એમ ગુડ,બસ આજે ભૂખ નથી."
શૈલી એ કહ્યું,"ઓકે તો પછી થોડું દૂધ પી લે અને આરામ કર."
જૈનમ દૂધ પી ને બેડ પર ગયો સુવા નો પ્રયત્ન કરવા લાગ્યો,પણ કોણ જાણે કેમ પેલા બાળક નો ચહેરો વારંવાર તેની આંખો સામે આવવા લાગ્યો.જે જૈનમ ને ઊંઘ આવવા માટે માત્ર પાંચ મિનીટ લગતી હતી તેને આજે વારંવાર પ્રયત્ન કરવા છતાં ઊંઘ આવી રહી નહોતી.લગભગ ૩ વાગ્યા ની આજુબાજુ તેની આંખ મળી ગઈ.સવારે ૬ વાગ્યે ઊંઘ ઉડી પણ ગઈ.સવારે ૧૦:૩૦ વાગ્યે ઓફીસ જવા માટે નીકળ્યો.કાર ડ્રાઈવ કરી ને જતા પણ તેને કાર ના કાચ પર પણ પેલા બાળક નો ચહેરો દેખાવા લાગ્યો.૩ દિવસ જૈનમ બેચેની માં રહ્યો.ત્યાર પછી તેનાથી ના રહેવાયું,તો તેને નક્કી કર્યું કે હું ફરી આશ્રમ જઈશ અને એ બાળક ને મળીશ,અને તેને જોયા પછી મને થયેલી બેચેની નું કારણ જાણીશ.જૈનમ તેની કંપની ના મેનેજર મિસ્ટર અરોરા ને મળી ને ફરી આશ્રમ માં જવાની પરવાનગી મેળવવા નું નક્કી કર્યું.
બે દિવસ પછી રવિવાર ના દિવસે જૈનમ આશ્રમ જવા નીકળ્યો.આશ્રમ પહોચી ને તે આશ્રમ ના મેનેજર શ્રી મનોહરલાલ ને મળવા ઓફીસ માં ગયો.મનોહર લાલે જૈનમ નું બહુજ ઉષ્મા થી સ્વાગત કર્યું.તેમને જૈનમ ને ચા પીવડાવી પછી પૂછ્યું,"બોલો અમારે લાયક કઈ કામ હોય તો?".જૈનમે તેમને કહ્યું,"હું એક બાળક ને વા માગું છુ,જો તમારી મંજુરી હોય તો?".મનોહરલાલ બોલ્યા "અરે ભાઈ એમાં શું મંજુરી,તમારા જેવા ઓળખીતા માણસ ને મંજુરી થોડી લેવાની હોય,અને આમ પણ તમારા જેવા હોશિયાર માણસ ને મળી ને બાળક ને કૈક શીખવા મળશે."જૈનમ ખુશી સાથે બોલ્યો "અંકલ અમે જે દિવસે ચેરીટી ફંક્શન માટે આવ્યા હતા ત્યારે એક ૫ વર્ષ નો એક બાળક પેલા વૃક્ષ ની નીચે ચુપચાપ બેઠો હતો તેને મારે મળવું છે."મનોહરલાલે હસી ને કહ્યું,"અચ્છા તો તમે વિશુ ની વાત કરી રહ્યા છો,આ બાળક બહુજ તેજસ્વી છે છે.અમારા આશ્રમ નો સૌથી શરમાળ અને સમજુ બાળક છે.આટલી નાની ઉમર માં તેને પોતાની જાત ને અનાથ તરીકે એક્સેપ્ટ કરી લીધી છે.ક્યારે પણ કોઈ ફરિયાદ નહિ,હજુ આ વર્ષે પહેલા ધોરણ માં ભણવા મુક્યો છે,આશ્રમ ના પ્રાંગણ માં જ એક સરકારી સ્કૂલ છે તેમાં આશ્રમ ના બધા બાળકો અભ્યાસ કરે છે.અત્યારે તે તેના રૂમ માં હશે તમે તેને મળી શકો છો."આમ કહી તેમને પ્યુન ને બૂમ પાડી,"રમેશ,આ સાહેબ ને રૂમ નંબર ૩ માં લઇ જા."
જૈનમ રમેશ ની સાથે રૂમ નંબર ૨ માં ગયો,જઈ ને જોયું તો રૂમ માં ૪ બાળકો રહેતા હતા ૨ બાળક હશે લગભગ ૧૦ વર્ષ ની ઉમર ના અને એક લગભગ ૭ આજુબાજુ નો,આ ત્રણ બાળકો સાથે મળી ને કોઈ ચિત્ર બનાવી રહ્યા હતા.જૈનમે કહ્યું,"કેમ છો ભૂલકાઓ?".ત્રણેય બાળકો એક સાથે બોલ્યા "હેલ્લો અંકલ".વિશુ તેના બેડ પર બેઠો બેઠો પાસે ની બારી માં થી અનિમેષ નયને બહાર જોઈ રહ્યો હતો.જૈનમ તેની પાસે બેડ માં જઈ ને બેઠો અને પૂછ્યું"હેલ્લો વિશુ શું ચાલે છે બહાર શું જોઈ રહ્યો છે?વિશુ બોલ્યો,"પેલા વૃક્ષ પર ચકલી તેના બચ્ચા ના મોમાં ખાવાનું મૂકી રહી છે તે જોઈ રહ્યો છુ."
જૈનમ લગભગ ૨ કલાક સુધી વિશુ ની સાથે રહ્યો.તેના વિષે જાણવા નો પ્રયત્ન કર્યો,અને એમાં આંશિક રીતે થોડો સફળ પણ થયો.સંપૂર્ણપણે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવતો વિશુ આજે જૈનમ સાથે વાત કરતા કરતા થોડો ખીલી ઉઠ્યો.જૈનમે જતા જતા વિશુ ને કહ્યું,"વિશુ હું તને દર અઠવાડિયે મળવા આવીશ,શું તને ગમશે?".
વિશુ ના ચમકતા ચહેરા ઉપર ની મુક સંમતિ ને જૈનમે વાંચી લીધી,અને વિશુ એ પણ હકાર માં માથું ધુણાવ્યું.જૈનમ વિશુ ના રૂમ માં થી નીકળી ને ઓફીસ તરફ ગયો.
મનોહરલાલ ખુરશી પર બેઠા બેઠા ચા ની ચૂસકી મારતા હતા.જૈનમ ને જોઈ ને એકદમ ખુરશી માં થી ઉભા થતા બોલ્યા,"આવો આવો જૈનમભાઈ,ચા પીવો",એમ કહી ને,મનોહરલાલ થર્મોસ માંથી કપ માં ચા કાઢી,અને જૈનમ સામે કપ ધરતા કહ્યું,"કેવી રહી વિશુ સાથે મુલાકાત?".જૈનમ બોલ્યો,"વિશુ બહુ સરળ અને ખુબ જ સમજદાર છોકરો છે.આટલી ઉમર માં તે માનસિક રીતે ખુબજ વયસ્ક થઇ ગયો છે...,અને મને આ આશ્રમ ના બાળકો સાથે સમય વિતાવવો ગમશે,અને સવિશેષ વિશુ સાથે,જો તમારી મંજુરી હોય તો."
મનોહરલાલ હસી ને બોલ્યા,"જૈનમભાઈ,આ તો અમારા આને આ અનાથ બાળકો ના અહોભાગ્ય કહેવાય કે,તમારા જેવા નવયુવાન ને આવા અનાથ અને લાચાર બાળકો માટે આટલી બધી લાગણી છે,સાહેબ આશ્રમ ને પૈસા આપી ને છુટા થઇ જનાર દાતા તો ઘણાં બધા આવે છે પણ,તમારા જેવા સમય નું દાન કરવા વાળ દાતા બહુ ઓછા હોય છે,તમ તમારે આ આશ્રમ ને તમારું બીજું ઘર સમજો અને ઈચ્છો ત્યારે આવી જઈ શકો છો.અને હા આવતી ૨ એપ્રિલ ના દિવસે વિશુ નો જન્મદિવસ છે."
આ સાંભળી ને જૈનમ કોઈ ગહન વિચાર માં ચાલ્યો ગયો..
મનોહરલાલ સમજી ગયા અને હસી ને બોલ્યા "હમણાં જ તમારી શંકા નું સમાધાન કરી દઉં,બાળક જે દિવસે આશ્રમ માં આવે છે તે જ દિવસ ને અમે લોકો તેના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ,તેની ઉમર ના હિસાબ થી,ચાલો હું તમને વિગત થી સમજાવું,વિશુ જયારે અમને આશ્રમ ના દરવાજે મળ્યો ત્યારે તે લગભગ નવજાત જ હતો,માટે આમે તે દિવસ ને અમે તેના જન્મદિવસ તરીકે માન્ય રાખ્યો છે.""જો કોઈ બાળક થોડી ૫ વર્ષ ઉંમર માં આશ્રમ માં આવે તો અમે તેની ડોક્ટર પાસે તપાસ કરાવી તેની ઉંમર નો ક્યાસ કઢાવી તે જે દિવસે આશ્રમ માં દાખલ થયો હોય તે જ તારીખ ને ૫ વર્ષ પહેલા ની સાલ ને તેની જન્મતિથી તરીકે ગણીએ છીએ."
જૈનમ હસી ને બોલ્યો,"મનોહરભાઈ તમે મારી બધી શંકા ઓ નું સમાધાન કરી દીધું,તમારો ખુબ ખુબ અભાર.અને તમે પણ જે કામ કરી રહ્યા છો,તે ખુબજ સરાહનીય છે."
મનોહરલાલ બોલ્યા,"સાહેબ મને કેમ શરમ માં નાખો છો?,હું તો માત્ર મારી નોકરી કરી રહ્યો છુ."
જૈનમ બોલ્યો,"મનોહરભાઈ,આ નોકરી કરવી એ પણ જેવા તેવા ના કામ નથી."
મનોહરલાલ બોલ્યા ,"હશે સાહેબ,તમારો અભાર મારા વખાણ કરવા બદલ"
જૈનમ બોલ્યો,"મનોહરભાઈ હું વિશુ ના જન્મદિવસ પર આવીશ અને બાળકો સાથે સમય વીતાવીશ"
મનોહરલાલ એ કહ્યું,"ચોક્કસ જૈનમભાઈ,તમારું જ બીજું ઘર સમજી ને આવી શકો છો"
જૈનમ ના ચહેરા ઉપર ની ખુશી ને શૈલી એ પારખી લીધી અને કહ્યું,"કેમ બોસ આજે કઈ ખુશખુશાલ છે ને કાઈ?"
જૈનમે કહ્યું,"શૈલી આજે અનાથ આશ્રમ ગયો હતો,એક બાળક ને મળવા,આજે તેને મળી ને ખુશ છુ."
અને જૈનમે આજે શૈલી નો હાથ હાથ માં લઇ ને,વિશુ ને જોયા પછી તેના વિષે જાણવા માટે ની ઉત્સુકતા થી તેનામાં થોડા દિવસ સુધી રહેલી બેચેની અને આ બેચેની ના સમાધાન સુધી ની બધી વાત કરી દીધી.જૈનમ ના આંખ ના ભીના થયેલા ખૂણા જોઈ ને શૈલી પણ થોડી ભાવુક થઇ ગઈ,અને જૈનમ ના ખભા પર માથું રાખી ને ફક્ત એટલું કહ્યું,"તું ખુશ છે ને?".ઘણા લાંબા સમય પછી શૈલી એ જૈનમ ના ચહેરા પર આટલી ખુશી જોઈ હતી.તેને આજ થી ૩ વર્ષ પહેલા ના એ દિવસો યાદ આવી ગયા.
શૈલી ગર્ભવતી હતી પ્રસુતિ નો દિવસ હતો.ડોકટરે જયારે ઓપરેશન માંથી બહાર આવી ને કહ્યું કે,"આઈ એમ સોરી,બાળક ને બચાવી શકાય એમ નહોતું,અને જયારે ડોકટરે બીજું વાક્ય કહ્યું ત્યારે જૈનમ ની ઉપર જાણે આભ તુટી પડ્યું,ડોકટરે કહ્યું"શૈલી ને બહુ કોમ્પ્લીકેશન્સ હતા જેથી તેને બચાવવા માટે ગર્ભાશય પણ કાઢવું પડ્યું,માટે શૈલી હવે ક્યારેય ગર્ભ ધારણ નહિ કરી શકે."શૈલી ને આ વાત કહેવા માટે જૈનમે ૫ દિવસ સુધી રાહ જોઈ,કારણ કે શૈલી ને બાળક ગુમાવવા નું દુખ એટલું હતું કે જૈનમ તેને "તું ક્યારે પણ માં નહિ બની શકે" કહી ને ભાંગી પાડવા નહોતો માગતો.
લગભગ એક વર્ષ પછી શૈલી આ દુખ માંથી બહાર આવી,અને તેને સત્ય સ્વીકારી ને નવેસર થી જીવવા નું શરુ કર્યું,પણ જૈનમ હજુ સુધી એ ગોઝારા દિવસ ને ભૂલી નહોતો શકતો.ક્યારેક રાત્રે ૩ વાગ્યે બેબાકળો બની ને અચાનક ઊંઘ માંથી ઉઠી જતો.ઓફીસ ના કામ માં પણ વ્યવસ્થિત ધ્યાન નહોતો આપી શકતો,એના કારણે ઘણી વાર બોસ ના ગુસ્સા નો શિકાર પણ બનતો.,શૈલી તેને ઘણી વાર સમજાવવા નો પ્રયત્ન કરતી પણ, જૈનમ ના વિચલિત મન ને શાંત કરવા માટે શૈલી એ ઘણા પ્રયત્નો કર્યા.જૈનમ નો ખાસ મિત્ર શિવ એક વાર તેને પરાણે ડો.પ્રિયાંક શર્મા જે મશહૂર માનસિક રોગ ના નિષ્ણાત છે તેમની પાસે લઇ ગયો.લગભગ ૪ સીટીંગ માં જૈનમ માં ૮૦% જેટલો ફેરફાર થઇ ગયો.પણ પહેલા જે ખીલાખીલાતો જૈનમ હતો,તે એકદમ અંતર્મુખી બની ગયો.
આજે વિશુ નો જન્મદિવસ છે.જૈનમે વિશુ માટે એક સાયકલ લીધી છે અને અન્ય બાળકો માટે પણ ગીફ્ટ લીધી છે,વિશુ માટે કેક નો ઓર્ડર આપેલો છે,તે લઇ ની સીધો આશ્રમ જવાનો છે.ફટાફટ તૈયાર થઇ ને તેને બધી વસ્તુ ગાડી માં ભરી અને આશ્રમ જવા નીકળ્યો.રસ્તા માંથી કેક લીધી.
આશ્રમ પહોચી ને પહેલા સીધો ઓફીસ માં ગયો અને મનોહરલાલ ને મળ્યો.મનોહરલાલ ને કહ્યું,"મનોહરભાઈ આજે વિશુ નો જન્મદિવસ છે,આજે હું આખો દિવસ આશ્રમ માં વિતાવવા માગું છું."મનોહરલાલ ની આંખો માં ઝળહળિયા આવી ગયા અને બોલ્યા