Dhanani madana Manka - 12 in Gujarati Spiritual Stories by Dhanjibhai Parmar books and stories PDF | ધનાની માળાના મણકા - ૧૨

Featured Books
Categories
Share

ધનાની માળાના મણકા - ૧૨

ધનાની માળાના મણકા

લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

—: નમ્ર નિવેદન :—

વ્હાલા જ્ઞાતિ બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા”રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ જ્ઞાતિબંઘુ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.આપનો જ્ઞાતિબંઘુપરમાર ધનજીભાઈ છગનભાઈ

મણકો ૫૧૫

જીવન એળે ન જાય તમારું સદા તપાસતા રહેવું,

સારી શક્યતાઓ જીવનની સદા શોધતા રહેવું.....

જીવનની ક્ષતિઓ માનવ સદા ચકાસતા રહેવું,

સુધારવા જીવન નવી રીત અજમાવતા રહેવું.....

નથી કરતા ચિંતા કદી ફૂલો કાંટામાં ખીલવા માટે,

ફોરમ ફેલાવે છે સદા રહીને કાંટાની વચ્ચે.....

ભૂલ પૂર્ણતાનો ખ્યાલ માનવ તું સરસ કરતો રહેજે,

અપૂર્ણતામાં મેળવ આનંદ પૂર્ણતાનો તું તો.....

સચરાચર સૃષ્ટિમાં અપૂર્ણ છે સર્વ કાંઈ,

પૂર્ણ એક પરમેશ્વર ધના પામીજા તું તો.....

મણકો ૫૧૬

ભાગ્ય ભાગ્ય કરી માનવ હલેસાં મૂકમાં હેઠા,નિરાંતે જો નૌકામાં તારી કામચોર કેટલા બેઠા…..

આશા છૂટી આકાશ પાણી સીવાય દેખાતું નથી,નિરાશ થતો સાને માનવ તારી નાવ હજુ ડુબી નથી…..

સલામત રાખવા ઈરાદો સઢ સંકેલી ન રાખતા,ઉઘાડ અર્થ ના સરે સુકાન સંભાળ હલેસા મારતાં…..

ભાગ્યને કર્મમાં ફેર છે એ સમજવાની જ દેર છે,ભાગ્ય કઈ થવાની જુએ રાહ કર્મ કર તું લીલા લહેર…..

રડે છે રોદણાં ભાગ્ય ધના સ્થિતિ ને વિરોધના,કર્મ વિરોધને ગાળી વિજય મેળવે પરિસ્થિતિ પર…..

મણકો ૫૧૭

ચિંતા મૂકને માનવ ચડી જશે તું ખોટે ચાળે,

થવાનું રહેશે થઈને તું શાને જીવ બાળે.....

ઉધ્વેગ મૂકી આનંદમાં રે ખોટું શાને તાણે,

વર્તમાનને માણીલે મળે ના ખર્ચે નાણે.....

શાંત થઈને સુતો શાને કોનો સોગ પાળે,

ધાર્યું કોઈનું ન થાતું માનવ કદી કોઈ કાળે.....

ભવિષ્યની ચિંતા કરી વર્તમાન શાને બગાડે,

ભૂતકાળ તો સુતો સારો ખોટી આગ લગાડે.....

ચિંતા દે ચત્રભૂજને એ ભલે રમાડે,

ધના હર દમ હરિ ભજન એ શાંતિ પમાડે.....

મણકો ૫૧૮

કદી ન થતો મન મેળ બધાથી થોડો વિરોધ રહેવાનો,

સારું કર નઠારું કર નિંદક તો નીકળવાનો.....

કુટુંબમાં પણ કલેશ થાતો બાપ દિકરા બન્નેનો,

પ્રાણ પ્યારી પત્નિથી પણ થોડો વિરોધ રહેવાનો.....

મૃગજળ દેખાયે મધુર પણ તું તરસ્યો રહેવાનો,

માયા એનું નામ માનવ થોડો વિરોધ રહેવાનો.....

વિરોધ વંટોળ વચ્ચે સંસારમાં છે ફરવાનું,

સમાધાન ભલે કરે માનવ થોડો વિરોધ રહેવાનો.....

રામરાજ કે કૃષ્ણ કાળમાં નીંદકો નીકળવાના,

નાતો વધાર નાથથી ધના વિરોધ એ સહેવાનો.....

મણકો ૫૧૯

જ્યાદા કી ન જરૂર બુઢિયા થોડેમે ગુજારા કરલે ને,

માન અપમાન છોડકે બુઢિયા પ્રેમ સે પેટ ભરલે ને.....

છોડ યુવાનીકા સપના જો મીલે સો માનલે અપના,

છોડ બુઢિયા ઝુઠી કલ્પના રખ રામનામ મુખસે જપના.....

ચલેના અબ કોઈ તેરી કારી ક્યું ઢુંઢતા હૈ છટકબારી,

કર કુટુંબ પરિવાર સે યારી જીંદગી વરના હો જાયે ખારી.....

છોડ દે અબતું મનમાની યાદ આ જાયેગી નાની,

છોડ બુઢિયા બાત જો ઠાની ભલભલા યહા ભરતા પાની.....

જ્યાદા ન હૈ જીવન બાકી ધના કરલે હરિકી ઝાંકી,

કમર હો ગઈ તેરી વાંકી દેખ કાળ રહા હૈ તીર તાકી.....

મણકો ૫૨૦

તું કહે અને એમજ થાય એ અસંભવ છે ગાંડા,મનધાર્યું ન થતું કદી કોઈનું ખોટા બાંધમાં તું વાડા…..

નવીનારી નાના બાળક દિ ઉગે માનવાના,સાંજ ઢળે સામા થાવાના પોત પોતાનું ખેંચવાના…..

ગર્વ રહેના કોઈનો અકબંધ એવો ને એવો,વારાફરતી આવે વારો સૌને લહાવો છે લેવો…..

તું કહે તે તન પણ ન માને મન મોજ મનાવે,તારા પર નથી અંકુશ તારો મથી મૂર્ખો ગણાવે…..

જાગ જીવનમાં શાંતિ થાયે જો સમાધાન મેળવાયે,સમાધાન છે ધના સાધન મોટું જો મન કેળવાયે…..

મણકો ૫૨૧

કિર્તિ સારી છે ભાવે બધાને ભારી,

કિર્તિના પ્રકાર ત્રણ બધી કિર્તિ નથી સારી.....

પ્રથમ કિર્તિ તામસીક જે દમનને કરનારી,

મળી કિર્તિ રાવણને પણ લંકાને બાળનારી.....

કિર્તિ બીજી છે રાજસીક ધન વૈભવમાં મહાલે,

મંદિર બંધાવે અન્નક્ષેત્ર ખોલાવે વાહવાહ બોલાવે.....

સાત્વિક કિર્તિ છે છેલ્લી નિશ્વાર્થ સેવા અપનાવે,

પરમાર્થ કાર્ય કરી હરિ ભજનમાં ખપાવે.....

વામન છે પગલાં ત્રણે ક્રમાનુંસાર જો ચાલે,

ધના સર્વે દે શામળા ને ભલે માથે પગ આલે.....

મણકો ૫૨૨

હાંરે તારા હાથમાં હજી છે બાજી,

હાંરે તારી કાયા હજું છે સાજી......હાથમાં છે બાજી.....

હાંરે મનવા કરી લેને તું રામને રાજી,

હાંરે તને સમજાવું કેટલું પાજી.....હાથમાં છે બાજી.....

હાંરે ભજ હરિ મહેનત પડેના ઝાઝી,

હાંરે નાવ પાર કરશે બનીને માઝી.....હાથમાં છે બાજી.....

હાંરે શાને બેઠો તું થઈને કાજી,

હાંરે છે માયામાં ચમક ઝાઝી.....હાથમાં છે બાજી.....

હાંરે જાગ નોબત રહી છે વાગી,

હાંરે ધના જુઠી માયાને દે ત્યાગી.....હાથમાં છે બાજી.....

મણકો ૫૨૩

વિશાળ વિશ્વના ચોકમાં ખેલાઈ રહ્યો છે ખેલ,

ખેલ ખેલીને ખેલાડી ખોટું રોવાનું મેલ.....

રામ રમાડે રાજી થઈને પેટ ભરીને રમ,

હાર જીત હોયે રમતમાં ખાતો રહેજે ગમ.....

સાથીદારો છે રમતના કુટુંબ, કબિલો ને સંસાર,

રમત પૂરતા મળ્યા છે સાથે ન કરતો વિસ્તાર.....

કાલે રમત પૂરી થવાની મૂકવો બધાનો સાથ,

માયા મમતા મૂકી દેજો પછી ક્યાં નાખે મારો નાથ.....

ભેરૂં નથી ભેળા રહેવાના વ્યવસ્થાપક નો ખેલ,

રામને રૂચે એ સાચું ધના ખોટી ચિંતા મેલ.....

મણકો ૫૨૪

હે...જ્યાં સુધી બોલ્યા વગર ચાલે...તારે,

એ...ત્યાં...સુધી તકલીફન દેવી જીભને તારે.....

હે...ના છૂટકે...બોલવાની ફરજ પડે જ્યારે,

એ...જીભના...દરવાજા...તું ખોલજે ત્યારે.....

હે...વણ...નોતર્યે સલાહકાર ન બની જાતા,

એ...વચમાં બોલતાં દુઃખ આવે દોડતા તુટશે નાતા.....

હે...બોલતો સત્ય બોલ...સરળને મધુર બોલ,

એ...મર્યાદિત બોલી બોલ પછી ખૂલી જાયે પોલ.....

હે...જ્યાં સુધીના બોલતો નવગુણ પામતો,

એ...બોલમાં થતો તોલ ધના ઝગડો બહુ જામતો.....

મણકો ૫૨૫

પારંગત ન માન બધા વિષયોમાં તારી જાતને તું,

ગમ પડેના કોઈ વિષયમાં તો માથું ન માર તું.....

જાણવાની જો ઈચ્છા જાગે જાણકાર ને પૂછ તું,

નમ્રતાથી પૂછવું એને આનો રસ્તો દેખાડ તું.....

સાધના વગર સમજાયે ના રહસ્ય વિષયનું,

રહસ્ય જાણવા સંત ગુરૂના શરણજા તું.....

પોથાં થોથાં વાંચીને પંડિત ભલે થવાય,

અનુભવ સમજાવે અર્થ તોજ પાર પમાય.....

સંસાર વિષયોમાં સાર નથી વિષયો વિષ સમાન,

વિષય સાચો રામનામ ધના સદા ગાય હનુમાન.....

મણકો ૫૨૬

પોકાર કરો પ્રભુને એ તરત દોડતો આવે,

દ્રઢ ભાવના રાખો ભીતર માથે હાથ પસરાવે.....

નજીક તમારી નાથ ઉભો છે ધ્યાન રાખી તમારું,

અભાગી જીવ આસ્થા રાખ તને નથી કાંઈ થવાનું.....

દુઃખી થઈને બાળક જ્યારે પોકાર કરતો માને,

દોડતી આવે તરત માવડી લઈ લગાવે થાને.....

દુન્યવી માતા જો આવે દોડતી પોતાના બાળક માટે,

સચ્ચિદાનંદમયી માતા નિરંતર બેઠી તમારી વાટે.....

અબુધ બાળકને વિશ્વાસમાં નો રડતો રાખે છાનો,

પોકાર વિશ્વાસ રાખી ધના દોડતો આવે કાનો.....

મણકો ૫૨૭

સાંભળનારા લાખો છે સંભળાવનારા હજારો છે,

સમજનારા સેંકડો છે અમલ કરનારા કોઈ એક.....

સંભળાવો જ્ઞાન જાતને તમારો એજ લેખે લાગે,

સમજ્યાવણ આપો ઉપદેશ ક્યાંથી જ્ઞાન જાગે.....

શબરી અનુભવ કરે પહેલાં ચાખી બોર રાખે,

રામ આરોગે આંગણે આવી ન કાઢે થોડી કોર.....

તુલશી રચે રામાયણ સંભળાવે પોતે પોતાને,

જ્ઞાની થઈને નીકળ્યો નોતો સંભળાવવા બીજાને.....

સંભળાવવાથી છેટો રેહે જે ધના સાંભળસે મેળે,

સાંભળીન ઉતરે ઉરમાં એની જીંદગી જાય એળે.....

મણકો ૫૨૮

જુઓ ને આ જગતના જોગી, થયા ભોગના રોગી,

હોયે કામચોર ને કરમહીણા પાછા બહુ ઢોંગી.....જુઓને.....

ભારે પડે એને ફરજ સંસારની પાછા કહે ત્યાગી,

ભીક્ષા માટે ફરે ઠેર ઠેર ખાતા સદા માંગી.....જુઓને.....

પુત્ર પત્નિ પરિવાર છોડી રહે એકલો અભાગી,

ચેલા ચેલી ભેગા કરે ને સલાહ આપે વણમાગી.....જુઓને.....

દાઢી વધારે જટા વધારે રહે આશ્રમ બાંધી,

ઢોંગ કરે જ્ઞાની બાબાનો અંતરે અજ્ઞાન આંધી.....જુઓને.....

જંતર મંતર જાણે નહીંને માદળીયા બનાવે,

ધના જાણીલે જુઠા જોગી ભોળી પ્રજાને ભરમાવે.....જુઓને.....

મણકો ૫૨૯

સદ્ ગુણ ને સંભાળ માનવ તારા સદ્ ગુણને સંભાળ રે,

દુર્ગુણ આવી દમસે તને ખોટા લગાડે આળ રે.....

સદ્ ગુણ કરે માલામાલ માનવ તને સદ્ ગુણ કરે માલામાલ રે,

દુર્ગુણ દશા બગાડતું તને કરે એ બેહાલ રે......

સદ્ ગુણ કરે સારા કામ માનવ તારા સદ્ ગુણ કરે સારા કામ રે,

દુર્ગુણ બાગ ઉજાડશે તારે મેલવું પડે ગામ રે.....

સદ્ ગુણ આવે શાંતિ થાય માનવ તને સદ્ ગુણ આવે શાંતિ થાય રે,

દુર્ગુણ અશાંતિ લાવશે તારે હૈયે લગાડે લાય રે.....

સદ્ ગુણ વધારી સમર શ્યામ ધના થાય બેડો પાર રે,

દુર્ગુણ દૃત મોકલે યમના જે છે તેના યાર રે.....

મણકો ૫૩૦

હરિ ભક્તિ હારે આવે હરિ ભક્તિ હારે આવે,

જીવન એ તારું સુધારે માનવ.....હરિ ભક્તિ હારે.....

માયા મમતા એ હટાવે માનવ,

જીવનમાં સરળતા લાવે માનવ.....હરિ ભક્તિ હારે.....

ક્રોધીનો એ ક્રોધ હટાવે માનવ,

જીવનમાં ઝંઝાવાત ન આવે.....હરિ ભક્તિ હારે.....

અભિમાનમાં જે અક્કડ હોયે માનવ,

જીવન નરમ પરમ બનાવે.....હરિ ભક્તિ હારે.....

ધના પ્રકાશ પાથરશે જીવનમાં,

મોક્ષ મારગ એ દેખાડે માનવ.....હરિ ભક્તિ હારે.....

મણકો ૫૩૧

ધીરજથી જે કામ કાજ કરતો માનવ,

એ સદા આનંદથી ફરતો માનવ.....

ઉતાવળીયો અંટાઈ જાતો માનવ,

પાછળથી એ પસ્તાતો માનવ.....

સદાય જે ધીરજ ધરતો માનવ,

જીવનભર કદીના ડુલતો માનવ.....

ધીરા સો ગંભીર કહાવે માનવ,

જીત મળે સામે હોયે દાનવ માનવ.....

વણ વિચારી ધના જે ઓચરે વાણી,

કરી કમાણી પર ફરે પાણી માનવ.....

મણકો ૫૩૨

સત્ય છોડી જે ચાહે સુખ અશક્ય એ જીવનમાં,

અસત્ય આચરી ફેડવું દુઃખ અશક્ય એ જીવનમાં.....

સંસાર સાગર તરવો છે હોડી નથી હાથ,

ખાધા વગર ભૂખ ભાંગવી અશક્ય એ જીવનમાં.....

કર્મ સારા કરવા નહીં દોડવું લેવા લાભ,

આળસમાં ઉંઘી રહેવું અશક્ય એ જીવનમાં.....

તક આવે તરછોડી દેવી ને માણવા સુખ,

તરસ છીપાવવી મૃગજળે અશક્ય એ જીવનમાં.....

ડાળ પાન પકડી રાખે મૂળીયાનો ભાવના પૂછે,

સત્ય મૂળ છોડી ઝંખે સુખ ધના અશક્ય એ જીવનમાં.....

મણકો ૫૩૩

ગરજ્વાન છે ગધો નાખે ઉકરડે મૂખ,

પોતાનું જ એ વિચારે બીજાને ભલે મળે દુઃખ.....

બીજાનું શું થાશે વિચાર ન એની પાસે,

લાભ લેવા દોડે પોતે પછી ખતા ખાસે.....

સ્વાર્થમાં એ આંધળો ભીંત માને પોતાની જીત,

ગરજે કહે ગધાને બાપ ભલે હોય અવળી રીત.....

સદા રહેતો કરગરતો મને કાંઈક આપો,

સ્વાર્થ થાયે છતો પછી કોણ આપે બાપો.....

ગરજવાન ને અક્કલ ઓછી છતી આંખે બાડો,

ન જોતો રાયકે રંક ધના ન જોવે ટેકરો કે ખાડો.....

મણકો ૫૩૪

વિચાર મનવા વિસરી ગયો તું છે કેનો તન,

અસલ કેનો કોણ ખાનદાન જાણીલે તું મન.....

આત્મા તો ઈશ્વરનો અંશ ચેતન તત્વ જાણ,

માયામાં મન મોહી પડ્યો નાશવંત તેને જાણ.....

સંસાર નગરમાં આવ્યો તે દિનો ભૂલ્યો ભાન,

હતો ચોખ્ખો મેલ વગરનો હતું જરા જ્ઞાન.....

ગુનો ભલે હોય નાનો પણ સજાતો થવાની,

મમતા જેલમાં અજ્ઞાન અંધારી ખોલી મળવાની.....

વિસરી ગયો વતન તારું ભૂલ્યો કોણ બાપ,

હજી સમય છે ધના મેલ માયા કર હરિ જાપ.....

મણકો ૫૩૫

પછી કરશું પછી કરશું સમય વીતી જાય છે,

થાય છે થશે પછી ત્યાં જીંદગી પૂરી થાય છે.....

માઠાં ફળ મળે છે જ્યારે વાત મુલતવી રખાય છે,

અહંકાર આવે હું પણાનો બધુ તણાય જાય છે.....

હોંશિયારી ને ડોળવા ડહાપણ દિન પૂરા થાય છે,

સમયે જે સમજે નહી ને પાછળથી પસ્તાય છે.....

ચોરે ચડી ચોવટ કરે પગમાથે પગ ચડી જાય છે,

પરનિંદા લાગે પ્યારી ભજન ક્યા થાય છે.....

ધના ગઢપણે ગોવિંદ ગાસું મનમાં એવું થાય છે,

આળસ અને દરિદ્રતામાં જીવન એનું જાય છે.....

મણકો ૫૩૬

હાંરે તમે છોડી કામ નો સાથ, લાગો ભજન કરવા,

હાંરે વિષયોથકી ભાગો દૂર, લાગો ભજન કરવા.....

હાંરે કામના થકી જોને આશા જનમતી,

હાંરે આશાને મળે ઈચ્છાનો સાથ, લાગો ભજન કરવા.....

હાંરે ઈચ્છા દોડે જ્યારે તૃપ્તિની શોધમાં,

હાંરે મૃગજળે શાંતિ ન થાય, લાગો ભજન કરવા.....

હાંરે કરવાં પડે બહું કાળા કરતૂતો,

હાંરે નથી જોતો દિન કે રાત, લાગો ભજન કરવા.....

હાંરે ધના બનેતો કામનાને ખાળને,

હાંરે હરિ ઉતારે ભવપાર, લાગો ભજન કરવા.....

મણકો ૫૩૭

જેને રામ રસ ભાવે મૂર્ખા ડાયા થઈ જાવે,

બુધ્ધિ બારોબાર આવે માયામાં તે ફાવે.....

જે રામનામ ગાવે માયા તેને ના સતાવે,

પકડે સર્વેને છોડી રામનામ તેને બચાવે.....

જે ખટપટથી ખસી જાયે દોડી લાગે પાયે,

દારિદ્ર એનું જાયે પ્રભુનો પ્યારો થાયે.....

જે રામરસમાં ડુબે ષટરિયુ ત્યા ન પુગે,

ન રહેતા શત્રુઓ એકે નાશે મોઢે મુંગે.....

જે ધના રામરસમાં રાચે હૈયું તેનું નાચે,

લખેલું રામ વાંચે ભરાવાન દે દુઃખ ખાંચે.....

મણકો ૫૩૮

તું સમજ મન પાજી થા રામ કથામાં રાજી,

મૂક દુનિયાની ઉપાધી નથી થવું તારે કાજી.....

માયાનો ફુંકાતો જગમાં વા તું રામ ભજન ગા,

લાગે માયા મધુરી તને મન પછી દુઃખ પા.....

ભજન ભલે કડવો લીમડો પણ થોડું થોડું ખા,

વેશ્યા, અજામિલ, જટાયુ તરીયા તું પણ તરી જા.....

જેણે જેણે રામને ભજ્યા અને લાખી ઘા,

દ્રોપદિના ચીર પૂર્યા ગજ માટે ગ્રાહ માથે કર્યો ચક્રનો ઘા.....

ધના જીવન સફળ થાયે નિરંતર રામકથા ગા,

રામરસ પીલે ભરપૂર અને બીજાને પણ પા.....

મણકો ૫૩૯

મારા ઉરની આરદા હો રામ રહેજો મારા ધામમાં,

મારે નથી બીજું કાંઈ કામ તમે રહેજો મારા ધામમાં.....

છે કામી પુરુષને કામના વાલી,

તમે કાઢો ને તેને બાર રહેજો મારા ધામમાં.....

લોભીયાને છે જેમ ધન અતિ વાલું,

એવા વાલા થાવને રામ રહેજો મારા ધામમાં.....

વિષમ પીડા છે આ સંસારની,

મને દેતા રહેજો સદા હામ રહેજો મારા ધામમાં.....

નોંધજો હૈયામાં દીનતા ને મારી,

સ્વીકારજો આ દીનના પ્રણામ રહેજો મારા ધામમાં.....

ધનો સર્વસ્વ માને છે તમને,

આપજો ચરણમાં વિશ્રામ રહેજો મારા ધામમાં.....

મણકો ૫૪૦

હાંરે તમે હાલોને હળવા હળવા, હરિ ને મળવા,

હાંરે તારી દેહ લાગી છે ગળવા, હાલોને હળવા હળવા.....

હાંરે મુખે લાળ લાગી શાને પળવા,

હાંરે કામનામાં ન જા તું બળવા, હાલોને હળવા હળવા.....

હાંરે ધમાલ કરી સાને લાગ્યો ધુણવા,

હાંરે ક્રોધે કટુવચન પડે સુણવા, હાલોને હળવા હળવા.....

હાંરે સાને લોભે લાગ્યો લલચાવા,

હાંરે તને ન આવે કોઈ બચાવવા, હાલોને હળવા હળવા.....

હાંરે માયા મૂકીને રામનામ ગાવો,

હાંરે ધના અવશર ન મળે આવો, હાલોને હળવા હળવા.....

મણકો ૫૪૧

કોઈ નહીં પામ્યું અહી પાર મહિમાં કામનો અપાર,

ઘણા મથતા પાર પામવા ને અંતે સ્વિકારે હાર.....

ઋષિ, મુનિ, સંતો, મહંતો ઘણા મુંઝાતા મઝધાર,

સંસારી તો સંભાળી ના શકે આ કામની વણઝાર.....

અનંત એતો અનંત ભાસે મોહ મારે એને માર,

માનવ બીચારો પામર પ્રાણી છે દેવતા પણ લાચાર.....

શંકર જેવા છેતરાઈ જતા ત્રીજુ લોચન ખોલનાર,

મહિષાસુર ને મારવા માટે લેતી કાલીકા અવતાર.....

રામ કથા હથિયાર એક છે કામને જીતનાર,

રામકથામાં ધના રહે મતવાલો કામના ને માર.....

મણકો ૫૪૨

હાંસી થશે શિખામણ આપતા પાત્રતાન પાસ,

અભિલાષા વ્યર્થ થાશે આબરુના સચવાસશે.....

વનરાવનમાં જોને બેઠો વાનર ટાઢથી બહુ ત્રાસે,

સમજાવવા જતાં સુધરી પોતાનો જીવ ખોસે.....

માગી ખાવું સુવું મસાણે હોયે ખુમારી ઝાઝી,

આખા જગતમાં ગાળો ખાવી અંતર જાયે દાઝી.....

વ્યસનની લત લાગી જેને પાછો કામનો રોગી,

પાત્રતા ન પાસે એને શિખામણ ન દેવણ માગી.....

અહંમમાં આંધળો બને નાના બીજાને માંને,

ધના જ્ઞાન ન પ્રકાશે જ્યાં પાત્રતાન પાસે.....

મણકો ૫૪૩

જો દિકરી પતિ ઉપરવટ જાય છે સદા ખતા ખાય છે,

સમજ્યા વણ જક કરતી પોતાનું ગાણું ગાય છે.....સદા ખતા.....

સંસાર તો છે સોનાનો મૃગલો નારી જલદી લલચાય છે,

બીજાનું જોઈને બાળે અંતર બુધ્ધિનું હરણ થાય છે.....સદા ખતા.....

વણ વિચાર્યું પગલું ન ભરતી હઠાગ્રહ કદી ન કરતી,

ભોળા ભરથારથી હઠ કરતી સતી યજ્ઞે પડતી.....સદા ખતા.....

પુરૂષ સમોવડી ના થતી કદી નારી નારી કહેવાય,

પુરૂષથી જાય થવા આગળ પાછળથી પસ્તાય.....સદા ખતા.....

ધના જે પતિને પગલે ચાલે સ્વર્ગ મળી જાય,

પતિ પત્નિ રથના પૈડાં બેય સમચાલે મોક્ષ મળી જાય.....સદા ખતા.....

મણકો ૫૪૪

ભૂલનો કરવો સ્વિકાર એ ગુનો નથી થાતો,

અસ્વિકારે અથડાય પછી સદા ખતા ખાતો.....

માણસ માત્ર ભૂલને પાત્ર તું સાને દુઃખી થાતો,

દુઃખ વગર સુખ છે નકામું ભેદ નથી સમજાતો.....

ભૂલ ક્ષમાને પાત્ર છે અનુભવ માટે યાત્રા છે,

ભૂલની પરંપરા થાય છે દુઃખી એ થઈ જાય છે.....

ભૂલ કરીતી વાલીયા ભીલે ચાલતો એ પાપના ચીલે,

નારદની એ વાણી ઝીલે પછી બંધાણો હતો ખીલે.....

ભલે કરી ભૂલ ધના હવે તો તું ઉઠ જાગી જા,

જાગ્યા ત્યાથી સવાર ગણ હરિ ભજનમાં લાગીજા.....

મણકો ૫૪૫

નથી જન્મ મરણ તારા હાથમાં,

તું ગર્વ કરે છે કોની સાથમાં.....

નથી હર ઈચ્છાઓ સૌની પૂરી થાતી,

જાય છે આકસ્મિક દુર્ધટના ઘટી.....

નથા તું મોટો વહાણવટી,

મધ દરિયે કસોટી થતી.....

જ્યાં ફુંકાતા પવન જોર જોરથી,

તારી હોડી હાલેના કોઈ કળથી.....

તું છોડ અભિમાન કરી બળથી,

ધના છે સંસાર આખો સ્વાર્થી.....

મણકો ૫૪૬

જે ભીંજાતો નથી ભારે વરસાદમાં,

કોરા રહેવાનો છે કીમિયો જેની સાથમાં.....

જાય સાંભળવા કથા ગીરદી બહુ થાય છે,

અભાગી અજ્ઞાની રહી જાય છે.....

થાય ડાહ્યો બહુ પ્રવાસમાં જઈને,

જાણે એ ભૂગોળનો ભોમીયો જણાય છે.....

સુંદરતા સદા માફક તેને ન આવતી,

ઉકરડામાં આળોટવાની મજાજે માણતો.....

રામરસ કડવો ધના બહુ લાગતો,

નિંદારસમાં એ અભાગી બહુ જામતો.....

મણકો ૫૪૭

છે સ્વભાવ માણસનો એવો,

ન જોયે કોઈ હેમખેમ રહેવો.....

શુભ ન સદે એને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર કરતો,

વાદવિવાદ ગમતો બહુ નારદ થઈને ફરતો.....

દુર્યોધન ને દેતો તાલી યુધીષ્ઠિરે રાખે ખાલી,

અસ્થિરતામાં આનંદ કરતો સદા મથી મરતો.....

અધોગતિના ઉઘાડે દ્વારો ઊર્ધ્વ ગતિ એ બંધ કરતો,

હાથે પોતાના ખોદે ખાડો પાછો પોતે એમાં પડતો.....

પ્રકૃતિ પરમેશ્વર બદલે ધના સ્વભાવ બદલવો સહેલો,

પ્રકૃતિ જશે પ્રાણ હારે તું આદત બદલ વહેલો.....

મણકો ૫૪૮

ઈશ્વર જીવન આપે છે પસંદગી તમારી છે,

ચકલીની જેમ ઉડવું છે કે આકાશે ગરૂડ થાવું છે.....

આળસુ થઈને ઉંઘવું છે કે જાગૃત થઈ જશ લોવો છે,

સુખ કે દુઃખ માણવું છે પસંદગી તમારી છે.....

માણસ તરીકે માપ તમારું હોવું જરૂરી માનવી,

ફુલાય દેડકો હાથી ન થાય પસંદગી તમારી છે.....

ગતિ નથી તીર જેવી વિચારની જ્યાં સુધી,

આચાર સારાના ઉમટે પસંદગી તમારી છે.....

નિશાન ચૂક માફ ન માફ નીચું નિશાન,

ધના તુચ્છ થવું ઉચ્ચ થવું પસંદગી તમારી છે.....

મણકો ૫૪૯

કેળવણીની કરૂં પ્રસંસા અતિશયોક્તિ ન માનતા,

પ્રસંસા પાત્ર બનાવે તમને છે એ કેળવણી.....

માણસ માત્રમાં રહેલી ગુપ્ત શક્તિ પ્રગટાવે કેળવણી,

પ્રતિભાના બીજની માવજત કરે છે કેળવણી .....

સ્વતંત્ર વિકાસનું વાતાવરણ ઉભું કરે કેળવણી,

કલ્પના શક્તિનું સંવર્ધન ને સમાર્જન કરે કેળવણી.....

અભિપ્રાયોને ઓળંગી ઉધ્યોગ કરાવે કેળવણી,

સદ્ જ્ઞાનની તરસ છીપાવવા અમૃત છે કેળવણી.....

રસ્તો દેખાડે ધના કોઈપણ ચાલવાનું પોતે હોય,

સાચા રસ્તે ચાલતા શીખવાડે છે કેળવણી.....

મણકો ૫૫૦

ખ્યાતિ કિર્તિ પ્રસિધ્ધ થવાનો મોહ છે સૌ કોઈને,

લાગે છે બધું શાશ્વત પણ એ ક્ષણિક હોય છે.....

રાતો રાત પ્રસિધ્ધ થવું છે પોતાના છેત્રમાં,

સ્વીકારે બધા પોતાની મહતા એવી ભૂખ હોય છે મનમાં.....

છતાં કેટલાકની ભૂખ શમતી નથી ક્યારેય,

છતાં પૈસાના બળે કિર્તિ ખરીદવા તત્પર હોય છે.....

રોજ સવારે ઉઠી છાપામાં ફોટા જોવા પોતા તણા,

એ રોગ છે છતાં એ રોગ ગમે છે દરેક ને.....

ધના કિર્તિનો શો ભરોસો પ્રસિધ્ધિને પણ કાટ લાગતો,

પ્રસિધ્ધ છે પ્રભુ એક ભરોસો કર કિર્તિ વધારશે.....

મણકો ૫૫૧

સદા હસી જે જાણે મહા સુખ માણે,

સદા સોગ પાળે માનવ તરત દુઃખ ભાળે.....

સદા હસવું એવું ન થાયે કોઈની હાણ,

હસવાથી થાયે ખસવું તારા કરમ તું જાણ.....

ઉત્તમોત્તમ વરદાન હાસ્ય છે જે માનવને મળ્યું,

અધિકાર છે હાસ્યનો તને માનવ બાકી ભલે બળ્યું.....

હસો હસાવો ખૂબ આનંદ મનાવો તમે,

હસવા જેવું ન બને જીવન જો હસીએ અમે.....

હસવું એક કળા છે ધના કેળવ મન મેળે,

આઠે પહોર ઓસિયાળો એનું જીવન ગયુ એળે.....

મણકો ૫૫૨

લોકો ગોતે છે મોકો એ ભલે અભિપ્રાય ઓકે,

નિંદા લોકનો સ્વભાવ છે ભલે કરે ઉભો ચોંકો.....

નીતિ-અનીતિ, પાપ-પુણ્યના લેખા-જોખા રાખે,

દુશ્મન હોય આપણો એમ ખોટી અદાવત રાખે.....

તેજોધ્વેષે બળી જઈ બૂરું બીજાનું કરી નાખે,

હોય હવનમાં હાડકા નાખનારા લોક નિંદાફળ ચાખે.....

વિઘ્ન સંતોષી વાંદરા જેવા બારાતે સામે મૈયત કાઢે,

દુઃખી ન થતો તું નિંદાથી એ આપણા પાપ વાઢે.....

લોક નિંદાનો ડર મૂકી ધના જીવવું સાચી ઘટના,

લોકો કહે? શું કહે? કહેવાદો એને માનો દુર્ઘટના.....

મણકો ૫૫૩

અનુભવ જીવનની શાળા છે, ઘણા અનુભવ મીઠાને ખારા છે,

અનુભવ વગર ઓસિયાળા છે, અનુભવે તર્યા પાણા છે.....

અનુભવ દીવાદાંડી છે, જો સામે ઉંડી ખાડી છે,

અનુભવ ધબકતી નાડી છે, બાકી બુધ્ધિ જાડી છે.....

ભવસાગર ભારે છે, અનુભવ એ નાવડી તારે છે,

બીન અનુભવી બારે છે, અનુભવી મજા માણે છે.....

‘બોલે તેના બોર વેચાય’, ‘ન બોલવામાં નવ ગુણ’,

સમજવી આ અવળ વાણી છે, અનુભવી ને સમજાણી છે.....

યુવાનોને અકડાવે છે, અનુભવ વગર લબડાવે છે,

ધના ઘરડા ગાડાં વાળે છે, અનુભવ એને ભારે છે.....

મણકો ૫૫૪

વિસ્મય છે વિજ્ઞાન જ્ઞાન બારી ખોલવાનું,

વિસ્મય વગર માનવાનું અજ્ઞાન નથી ટળવાનું.....

વિસ્મય ગુમાવે છે માનવ પોતે મોટો થાતાં,

માનવ જેટલો વિસ્મય ગુમાવે એટલો ભય થાતો.....

અગાધ નિર્દોશ બાળ જે અપાર વિસ્મય તેનામાં,

રમકડામાં આવે આનંદ કુતુહલ તે કરવાનો.....

અંદર આમાં શું છે તોડી ને એ જોવાનો,

આશ્વર્યનો જ ઘુઘવાટ છે જ્ઞાનની બારી ખોલવાનો.....

વિસ્મય ધના કમના કરતો જીજ્ઞાસા ને જાળવજે,

વિસ્મય વધાર વાલામાં હરિહર ને પામી જા.....

મણકો ૫૫૫

જે પાગલ બની જાય પ્રેમ પ્યાલી તેની છલકાય,

શાણા ન જુએ સ્વપ્ન ભલે એક બાજુ મલકાય.....

ઉત્કંટતાથી જે પાગલ થાય પ્રેમી ત્યાં ભટકાય,

ગણિતની ગણતરી કરે હાંસિયા છોડે પ્રેમ ન પરખાય.....

ખાના પાડી ખાલી રાખે પ્રેમ કદી ના પરખાય,

અંતરના રાખે જરી જેટલું જે આખે આખો છલકાય.....

મીરાં જેવી પ્રીત કરે એ ભલે પાગલ ગણાય,

નરસિંહ જેવું નાચી જાણે ભેદન ભાળે પ્રેમે એ તણાય.....

ધના પ્રેમમાં છે વેદના, સંવેદના, ઝંખવાનું ને ઝૂરવાનું,

લોકલાજનો ભય ન જેને પ્રેમજ વિકલ્પ તેને ઉર ઠરવાનું.....

મણકો ૫૫૬

પ્રેમ નથી ઓછો પ્રભુનો અપેક્ષા વધી તારી,

સ્નેહ આગળ વધે અપેક્ષા થાય જોવા જેવી.....

પ્રેમીને મળતા આનંદ થાતો ઉરમાં ઉમળકો આવે,

અપેક્ષા વધતા ઉપેક્ષા થતી પ્રેમ હવામાં ઉડી જાવે.....

હતાશ થયેલ એ માનવ તું શોધ કારણ શું છે,

રાવ ફરિયાદ કરે છે શાને તને શક્તિ મુજબ મળે છે.....

ધાન આપ્યું, ધન આપ્યું, સાધનને સગવડ આપી,

પુરસ્કાર ને પારિતોષિક આપ્યા આપી સત્તા ને મહત્તા.....

ઝંખનામાં ઝૂરી રહ્યો અસંતોષ તને એનો થયો,

પ્રેમ નથી ઓછો થયો ધના તું અપેક્ષા વધારતો ગયો.....

ઝંખનામાં ઝૂરી રહ્યો અસંતોષ તને એનો થયો,

પ્રેમ નથી ઓછો થયો ધના તું અપેક્ષા વધારતો ગયો.....

મણકો ૫૫૭

બુઢિયા ભજીલે ને ભગવાન નથી કાયમ તારે રહેવાનું,

કરીલે પરમાર્થનું કામ નથી કાયમ તારે રહેવાનું.....

માતાપિતા તારા ગયા મસાણે તારે પણ છે જાવાનું,

પુત્ર પરિવાર સગા સબંધી સાથે ના કોઈ આવવાનું.....

મારું તારું મેલ બુઢિયા મિથ્યા છે તણાવાનું,

સ્વાર્થની આ સગાઈ બધુ અહીંયા છે રહેવાનું.....

ધન દોલત રહે પડ્યા તારા દિકરા બાજી મરવાના,

હાજી હા કહેનારા તને અંતે છે દગો દેવાના.....

ધના ભજીલે ભગવાન કલ્યાણ તારું થવાનું,

માયામાં મરી ગયા અનેક તારું પણ નથી વળવાનું.....

મણકો ૫૫૮

જન્મ થયો જાણજે માનવ થયો મરવા માટે,

સુખ આપ્યું સમજ માનવ દુઃખી થવા માટે....

દિવસ ઉગ્યો માનવ કરીલે કમાણી તું,

ઉગ્યો છે આથમી જાશે માનવ પસ્તાવો થાશે.....

જન્મ મળ્યો બાળક બની માનવ યુવાન તું થાશે,

પરમાર્થના કામ કરીલે પછી ઘઢપણે તું ઘસડાસે.....

માન મળે સ્વમાન રહે માનવ મળે ધન ને ધાન,

માન સ્વમાન સાચવજે ધન ધાનનું કર દાન.....

વાપર વિગતે વિચાર કરી માનવ વધારો થાશે,

અજ્ઞાનતાથી ઉડાવ નહીં હસે તે પણ જાશે.....

ધના જન્મ મળ્યો માનવનો માનવ બની જાને,

માનવતાને મહેકાવ અને પ્રભુનો પ્યારો થાને.....

મણકો ૫૫૯

મન ન માને માંકડું એને જોવે સુંદર ને ફાંકડું,

ગમતું મેળવવા ગુલાંટો મારે થાય ગરીબ રાંકડું.....

દેવા ટાણે દીલ ન ચાલે મન થાયે સાંકડું,

લેવામાં લાલચ બહુ કહે ગધાને બાપ તું.....

મન અડિયલ ટટૂ છે ચાલે અવળું આડું,

પડે આખડે કબૂલે નહીં કહે છે હાથમાં નાડું.....

સ્વાર્થમાં થાયે જાડું છતી આંખે બાડું,

ન કરવાના કરે કામ નફ્ફટ પછી ચૂકવે ભાડું.....

ધના ન આપતો આંગળી મનને પકડશે કાંડું,

માનવ અંકુશ રાખ મન પર ભલે પાડે રાડું.....

મણકો ૫૬૦રાગ, દ્રેષ ને ઈર્ષા છે ભારોભાર ભરી માનવમાં,સર્વ માનવ રાખે છે થોડી ધણી ઈર્ષા એના પાલવમાં.....

માનવથી ઉંચા દેવતા રાગ દ્રેષથી છે ભરેલા,પરમેશ્વરના પ્રગર પ્રતિનિધિ સમા ભક્તો છે પર રહેલા.....

સારું જોઈને રાગ જન્મે મેળવવા માનવ કરે દ્રેષ,ન મળવાથી થતી ઈર્ષા અપનાવે નવા વેષ.....

મૃત્યુલોકનો માનવ જયારે કરતો સારા કામ,દિલમાં લાગતો દાવ દેવતાના માનવ કાઢે જયારે નામ.....

રાગ, દ્રેષ, ઈર્ષા નડતા સૌને માનવ, દાનવ, દેવતાને,ધના ભક્તિથી ભાગે ત્રણે ભગવાન જયારે અપનાવે.....

મણકો ૫૬૧આનંદના પ્રકાર અનેક છે છ આનંદ મુખ્ય માનવ,આનંદ ત્રણમાં હીત આપણું ત્રણ હીત શત્રુ માનવ.....

શિષ્ટાચાર અને સાત્વિક સંગીતથી પ્રથમ સાણંદ માનવ,સેવા આપે આનંદ બીજો રોગી અનાથની સેવા માનવ.....

સજ્જન મિત્રો સંત સમાગમમાં આનંદ મળે ત્રીજો માનવ,ત્રણે આનંદ કરી જુઓ જાતે હીત કર સદા હોયે માનવ.....

હીત શત્રુ ત્રણ આનંદનું સાંભળ તું વર્ણન માનવ,પ્રથમ આનંદ અહીત કર્તા મળતું મફત જયારે માનવ.....

પુરુષાર્થ કે પરિશ્રમ વગર મળે તે લક્ષ્મીનો આનંદ,ક્ષણજીવી તે થાયે સાબીત દુઃખદાયક અતિ માનવ.....

બીજો આનંદ શ્રમ વગર પ્રમાદ સેવી મેળવે આનંદ,કાર્ય કર્યા વણ ભોગવે ભોગો જડ પથ્થર આનંદ માનવ.....

ભૂખ વગર જે ભોજન કરતો મેળવતો આનંદ માનવ,અકરાંતિયો થઈને આરોગે એ છે ત્રીજો આનંદ માનવ.....

મંદો થઈને પડે ખાટલે માંદગીનો મેળવે આનંદ,ધના પસંદગી તારી તું મેળવ પરમાનંદ માનવ.....

મણકો ૫૬૨

હારી ગયો રે હું હારી ગયો રે હલ ઘરના ભાઈ હું હારી ગયો,

જીતી ગયો રે જીતી ગયો રે ઓલો કપટી કાનુડો જીતી ગયો.....

લપસી ગયો હું લપસી ગયો રે લાલાની લીલામાં લોભી થયો,

જીતી ગયો કાનુડો જીતી ગયો કર્યો ગર્વ ખોટો કાનો જીતી ગયો.....

સમજી ગયો હું સમજી ગયો લાલાની રીત હું જાણી ગયો,

પ્રેમનું ગણિત આ ઊંધું હારે લો હું જીતી ગયો.....

કામના કોઈની કામન આવે કરે ઈ જેમ એને ફાવે,

જીતી ગયો એ જીતી ગયો રે મોહ માયાથી જે નીકળી ગયો.....

હારી ગયો ધનો હારી ગયો રે હરિના હેત આગળ હારી ગયો,

જીતી ગયો ધુતારો ધુતી ગયો રે ગાંડો કરી ગોવિંદ જીતી ગયો.....

મણકો ૫૬૩

નથી આવ્યો તું હાલી ને માનવ તું નથી જવાનો હાલી ને,

શાને હાલી નીકળ્યો છો માનવ અભિમાનમાં મરવાનો.....

નામ સાથે નતો લાવ્યો માનવ નામ નાશ થવાનું,

નામના ન રહે કાયમ માનવ એક દિન વિસરવાનું.....

ખાલી હાથે આવ્યો માનવ ખાલી હાથે જવાનું,

તારું મારું મેલ માનવ બધું અહિયાં પડ્યું રહેવાનું.....

એકલો આવ્યો જગમાં માનવ એકલો તું જાવાનો,

પુત્ર પત્ની પરિવાર માનવ તારા સાથ કોઈ ન આવવાનું.....

પંચતત્વનો પીંડ માનવ પંચતત્વમાં ભળવાનું,

ધના હરી ભક્તિ કરીલે તો આવાગમન ટળવાનું.....

મણકો ૫૬૪

સમય ચાલ્યો જાય માનવ તારો સમય ચાલ્યો જાય જો,

ઘડિયાલ ચેતવે ચેતીજા માનવ સમય ચાલ્યો જાય જો.....

ટીક ટીક કરે ટોકે તને આ સમય ના રોકાય જો,

ક્ષણે ક્ષણે આયુષ્ય તારું માનવ રહ્યું છે કપાય જો.....

ઘડિયાળ આપે યાદ કાળની જે સદા ફરતો હોય જો,

કરવાનું માનવ કરે નહીં પછી જીવન બેસે ખોય જો.....

અવિરત ચાલે ઘડિયાળ એને આળસ ન જરાય જો,

સમજ માનવ શાનમાં જો જાગી તું જાય જો.....

ઘડિયાળ ભલે નાની ધના પણ વગાડે એકથી બાર જો,

કાંટા તેમાં ત્રણ હોયે તું સમજ એનો સાર જો.....