" દાદા ની વ્હાલી દિકરી "
DATE:-23/07/2018 MONDAY TIME:- 10:40 PM
આ વાર્તા સત્ય આધારીત છે. અને તેના બધા પાત્રો પણ સત્ય આધારીત છે. તો આવો જાણી આપણે આ સત્ય આધારીત ધટના ને જેનુ નામ છે." દાદા ની વ્હાલી દિકરી "
ધોરાજી ગામે રહેતા જમનાદાસ શેઠ ના ઘરે બાળક નો જન્મ થયો હતો. તેનુ નામ મનસુખભાઇ શેઠ હતુ. જમનાદાસ શેઠ ના પુત્ર મનસુખભાઇ શેઠ ની વાત જાણીએ. આખુ ધોરાજી ગામ દાદા ના નામ થી જ ઓળખતુ હતુ. જેનુ સાચુ નામ મનસુખભાઇ શેઠ હતુ. તો ચલો જાણીએ આ સત્ય ધટના.
મનસુખભાઇ શેઠ નો જન્મ 2 જાન્યુઆરી 1928 ના રોજ ધોરાજી ગામ મા થયો હતો. તેનો જન્મ એક અત્યંત ગરીબ પરીવાર મા થયો હતો. મનસુખભાઇ શેઠ નાનપણ થી જ હસમુખ અને શાંત સ્વભાવ ના હતા. ભલે તે ગરીબ પરીવાર મા જન્મયા હોય પણ તેનુ નાનપણ બહુજ આનંદ દાયક હતુ. તેઓ બધી જ પ્રવ્રુતિ મા માહેર હતા. નાનપણ થી જ તે લોકો ની હંમેશા મદદ કરતા. ધીમે ધીમે તે મોટા થયા.તેઓ ભણવામા ખુબજ હોંશીયાર હતા.અને તે હંમેશા પ્રથમ નંબરે પાસ થતા. આમ કરતા કરતા તે મેટ્રીક પાસ થયા.અને તે જમાના મા મેટ્રીક પાસ એટલે તો બહુ બધુ કેહવાતુ. આમ ધોરાજી મા તે મેટ્રીક થયા હોય એવા આ બીજા કે ત્રીજા વ્યક્તી હતા. આમ કરતા કરતા દિવસો જતા ગયા. મનસુખભાઇ શેઠ ના પિતા ને કાંઇ એવો ધંધો ના હતો એટલે તે છુટક મેહનત મજુરી કરી પરીવાર નુ ગુજરાન ચલાવતા.આ બધુ મનસુખભાઇ શેઠ જોઇ રહ્યા હતા. એટલે તેને વિચાર કર્યો કે હુ ભલે ગરીબ પરીવાર મા જન્મ્યો હોય પણ હુ મારી જાત મહેનત થી પરીવાર ને આગળ લઇ આવીશ.
આમ વિચાર કરતા તે ભણવાનુ મુકી તેના પિતા ની સાથે કામ કરવા લાગ્યા. તે હોંશીયાર હોવાથી તેને એક કરીયાણા ની દુકાન મા કામ કરવાનુ ચાલુ કર્યુ. આમ પોતાના પરીવાર ને આર્થીક મદદ કરવા લાગ્યા. આમ દિવસો જતા હતા. પોતનો પરીવાર સુખ થી ખાય શક્તો હતો. મનસુખભાઇ શેઠ આમ 18 ની ઉમર ના થયા પછી તેને નોકરી મુકી ને ડ્રાઇવીંગ નુ શીખવા લાગ્યા.ધિમે ધિમે તે સરસ ડ્રાઇવર બની ગયા. તે પોતાના ગામ મા કોઇ નુ પણ કામ હોય તુરંત જતા અને મદદ કરતા. આમ કરતા તેના લગ્ન થયા.
આમ દિવસો જતા અને મનસુખભાઇ શેઠ ના પત્ની ને સારા દિવસો આવ્યા. મનસુખભાઇ શેઠ પોતાની પત્ની નુ બરાબર ધ્યાન રાખતા. આમ દિવસો ગયા. મનસુખભાઇ શેઠ ના ઘરે બાળક નો જન્મ થયો. તેનુ નામ ધર્મેન્દ્ર શેઠ હતુ. અને થોડા જ દિવસો મા મનસુખભાઇ શેઠ ના ઘરે બિજા પુત્ર નો જન્મ થયો.જેનુ નામ બિપીન શેઠ હતુ. આમ મનસુખભાઇ શેઠ ને 2 બાળક હતા.બંન્ને બાળકો ધિમે ધિમે મોટા થયા. તે બંન્ને ભણવામા મનસુખભાઇ શેઠ ની જેમ હોંશીયાર હંમેશા બંન્ને સાથે જમતા રહેતા અને પોતાનુ કામ કરતા.ધિમે ધિમે ધર્મેન્દ્ર શેઠ મોટા થયા તે પોતાના પિતા સાથે ક્યારેક ક્યારેક ડ્રાઇવીંગ શીખતા અને નવરાશ ની પળો મા બિજુ કામ પણ કરી લેતા. ધર્મેન્દ્ર શેઠ 20 વર્ષ ના થયા.તેના માટે કન્યા જોવાનુ ચાલુ થયુ.એક સરસ કન્યા મળી જતા મનસુખભાઇ શેઠ એ ધર્મેન્દ્ર શેઠ ના લગ્ન કરાવી દિધા. અને તે પોતાના ભાઇ થી અલગ રેહવા લાગ્યા.
આમ થોડાજ દિવસો મા તેના નાના ભાઇ એટલે કે બિપિન શેઠ ના પણ લગ્ન થઇ ગયા. દિવસો જતા ગયા ને ધર્મેન્દ્ર શેઠ ને ત્યા સારા દિવસો આવ્યા. ધર્મેન્દ્ર શેઠ પોતાની પત્ની નુ બરાબર ધ્યાન રાખતા.સમય આવતા ધર્મેન્દ્ર શેઠ ના પત્ની ને દવાખાના મા દાખલ કર્યા. પણ ભગવાન ને કાંઇ અલગ મંજુર હતુ. થયુ કાંઇક એવુ કે ધર્મેન્દ્ર શેઠ ના પત્ની ને ત્યા 8 મહીને દિકરી નો જન્મ થયો. અધુરુ પોષણ ને કારણે દિકરી ને ઓકસિજન પર રાખવી પડે. આમ દિકરી ને બહુ દિવસ પછી સારુ થયુ. અને બંન્ને ઘરે લઇ આવ્યા. થોડા દિવસો પછી દિકરી મોટી થવા લાગી. પણ ત્યા જે દિકરી ને જન્મ આપ્યો હતો તેની માતા એટલે કે ધર્મેન્દ્ર શેઠ ના પત્ની દિકરી ને જન્મ આપ્યા બાદ 3 મહીના પછી મુત્યુ પામે છે. આમ પરીવાર ને માથે મોટી આફત આવી પડે છે. આમ ગામના લોકો કેહવા લાગ્યા કે આ દિકરી ને અનાથ આશ્રમ મા મુકી આવો આ દિકરી માં વગર ના રહી શકે. આમ આવા કેટલાય લોકો ના મેણા સાંભળી ને મનસુખભાઇ શેઠે એટકે કે દિકરી ના દાદા એ લોકો ને કહી દિધુ કે આ દિકરી ને હુ રાખીશ અને મોટી કરી મારે કાંઇ આ દિકરી ને અનાથ આશ્રમ મા મુકવા નથી જવી.પછી અમુક લોકો એ તેને બિજા લગ્ન કરવાની સલાહ આપી અને ધર્મેન્દ્ર શેઠ બિજા લગ્ન કર્યા. દિકરી ને માતા મળી ગઇ.
આમ તે દિવસ થી આ દિકરી નુ તેને નામ રાખ્યુ જાગ્રુતિ અને તેને પ્રેમ થી જાગુ કેહતા. ધર્મેન્દ્ર શેઠ ના બિજા પત્ની 2 વર્ષ સાથે રહ્યા 2 વર્ષ સુધી તે દિકરી ને માતા નો અમુલ્ય પ્રેમ મળ્યો. પણ કુદરત ને હજુ આમા રમત રમવાની બાકી હતી. અને એક દિવસ ધર્મેન્દ્ર શેઠ ના પત્ની પોતાનુ સાસરુ મુકી ને જતા રહ્યા. એનુ કારણ જાણવા ધર્મેન્દ્ર શેઠ એ બહુ પ્રયત્ન કર્યા પણ બધા વ્યર્થ ગયા. અંતે તેને એ વાત જવા દિધી આમ તે દિવસ થી તેને તે દિકરી ને મોટી કરવાનુ નક્કી કર્યુ અને તે પોતે તેની પત્ની અને દિકરો અને દિકરી રાજકોટ આવી ને વસવાટ કરવા લાગ્યા.ધિમે ધિમે ત્યા ના બધા જ રેહવાસી મનસુખ શેઠ ને દાદા ની વ્હાલી દિકરી ના નામે ઓળખવા લાગ્યા અને મનસુખ શેઠ પોતે બધા ને મદદ કરતા અને સેવા મા પણ સારો એવો લાભ આપતા ત્યા ના લોકો તેને દાદા કહી ને જ બોલાવતા અને કાંઇ પણ કામ હોઇ તો દાદા ને એટલે કે મનસુખ શેઠ ને પુછ્યા વગર ના કર્તા.
આમ પરીવાર મા 4 સભ્યો રહ્યા. મનસુખ શેઠ પોતાની ડ્રાઇવીંગ કરી ને પરીવાર નુ ગુજરાન ચલાવતા અને તેના દિકરા એક સારી ઓફીસ મા નોકરી કરવા લાગ્યા.તે પોતાની દિકરી માટે બહુ મહેનત કરતા. દિવસો જતા હતા દિકરી મોટી થાય છે.દિકરી ના દાદા એટલે કે મનસુખ શેઠ ને તે દિકરી ને ભણાવીને ડોકટર બનાવાની ઇરછા હતી.આમ પરીવાર મા પ્રેમ અને લાડ થી તે મોટી થઇ અને ધોરણ 10 મા આવી. જાગુ ભણવામા થોડી નબળી હતી પણ તે તેના દાદા ના સપના ને પુરુ કરવા બહુ મેહનત કરતી. ધોરણ 10 મા ધાર્યા કર્તા ઓછા માર્ક આવ્યા પણ તેને હીંમત ના હારી મનસુખ શેઠ તેને હંમેશા પ્રોત્સાહન આપતા અને જાગુ ની હિંમત હંમેશા વધતી. જાગુ ધોરણ 12 મા આવિ હવે અહીથી પાછી કુદરત ની રમત ચાલુ થાય છે.
જે દિકરી ને ભણવાના અરમાન હતા મનસુખ શેઠ તે જાગુ ધોરણ 12 સાયન્સ મા નાપાસ થાય છે. અને દાદા ને આંચકો લાગે છે.તો પણ તેને મનસુખ શેઠ હિંમત આપે છે અને કહે છે કાંઇ વાંધો નય દિકરી પાસ નાપાસ તો થયા કરે એમા રડવા નુ ના હોય આમ તે જાગુ હિંમત ના હારતી અને મહેનત કરતી.પણ હ્જુ પણ આમા નવો વળાંક આવે છે. તે જાગુ ધોરણ 12 ની બીજી વાર પરીક્ષા આપે છે પણ તે તેમા પણ નાપાસ થાય છે આમ મનસુખ શેઠ તેને હિંમત આપતા રેહતા અને જાગુ બહુ મહેનત કરતી. જાગુ ધોરણ 12 મા ચાર વખત નાપાસ થાય છે એટ્લે જાગુ આખરે હિંમત હારી જાય છે.અને જાગુ દાદા ને કહે છે દાદા મને માફ કરો હુ તમારુ સપનુ પુરુ નથી કરી શકવાની આજ થી હુ ઘર કામ કરીશ. દાદા એ કહ્યુ કાંઇ વાંધોનય બેટા તને જે સારુ લાગે એ કર. મનસુખ શેઠ પોતાનુ સ્વાથય સારુ રહે તે માટે રોજ સવારે ચાલવા જતા હતા. આમ એક સવાર ના રોજ તે ચાલવા નિકળ્યા હતા.પણ કોઇ ને ક્યા ખબર હતી કે આ દિવસ તેનો આખરી દિવસ બની જશે. 28 એપ્રિલ 2017 ના રોજ સવાર મા તે ચાલવા નીક્ળ્યા હતા પાછળ થી ઓવરલોડ ભરેલ ટ્ર્ક ફુલ ઝડપ થી આવતો હતો ને ટ્ર્ક ના ડ્રાઇવરે કાબુ ગુમાવતા તે ટ્ર્ક મનસુખ શેઠ એટલે કે દાદા ને માથે ચડી ગયો ને મનસુખ શેઠ ત્યા બેભાન બની ગયા.ત્યા કોઇ તેને દવાખાને લઇ જવા જતા હતા પણ તે પેહલા જ મનસુખ શેઠ પોતાના અંતીમ સ્વાસ લઇ ચુક્યા હતા. આમ સવાર ના 7.15 ધર્મેન્દ્ર શેઠ ના મોબાઇલ મા અશુભ સમાચાર નો ફોન આવે છે અને તે સાંભળતા જાગુ બેભાન થઇ જાય છે કેમકે જેને મોટી કરી અને જેના થી તેને હિંમત મળતી તે વ્યકતિ ને તે ખોય બેઠી હતી. મનસુખ શેઠ ને ઘરે લઇ આવે છે અને આખા લતા મા જાણે ભગવાન ને કોઇ લઇ ગયુ હોય એમ બધા ને બહુ દુઃખ થાય છે. જાગુ તો 4 મહીના કોમા મા રહી અને માંડ ભાન મા આવી ત્યા તે એટલી રડ્વા લાગી અને કહે મારે દાદા તમારી પાસે આવુ છે હુ તમારા વગર નહી રહી શકુ.રાત ને દિવસ બસ દાદા ને યાદ કરતી અને રોયા કરતી પણ તે કોઇ ની વાત સમજવા તૈયાર ના હતી.આમ કરતા 10 મહિના પસાર થાય છે દાદા ના ફોટા સામે જોતા તેને યાદ આવ્યુ કે દાદા એ કિધુ છે કે ગમે તેવી આફત આવે પણ હિંમત નહી હારવાની આમ આ યાદ આવતા જાગુ ને થોડી હિમત આવે છે અને કિધુ કે દાદા તમારી મારા માટે કરેલી મહેનત ને હુ અફળ નહી જવા દઉ. અને તેને નક્કિ કર્યુ કે હુ મારા દાદા નુ સપનુ પુરુ કરીશ. આમ તે ફરીથી પોતાનુ ભણવાનુ ચાલુ કરે છે અને ધોરણ 12 સાયન્સ મા સારા માર્કે પાસ થાય છે અને કોલેજ મા તે એડમિશન લે છે. આમ કરતા કરતા તે ડોકટર બને છે અને પોતાના દાદા નુ નામ રોશન કરે છે. અને વર્ષો પેહલા જે ગામ લોકો આ માં વગર ની દિકરી ને અનાથ આશ્રમ મા મુકી આવાની વાત કર્તા હતા તેને આ દિકરી એ સમાજ ને દેખાડી દિધુ કે દિકરી સાપ નો ભારો નથી હોતી તે તો આખા ઘર ની લાજ છે.
આમ તેને સાબિત કરી બતાવ્યુ કે તેના દાદા એ તેના પાછ્ળ જે મહેનત કરી તે તેના પર જાગુ ખરી સાબિત થઇ ને દાદા ની ડોકટર બનાવાની ઇરછા હતી તે જાગુ એ પુરી કરી. આમ તેને દુનિયા ને બતાવ્યુ કે એક દાદા ને દિકરી ના પ્રેમ ની પાસે કુદરત ને પણ આખરે ઝુકવુ પડે છે. તે દિવસ થી ત્યા ના બધા રેહવાસી જાગુ ને " દાદા ની વ્હાલી દિકરી " ના નામે ઓળખવા લાગ્યા.
***