Hu Tari rah ma - 14 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 14

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - 14

આગળ જોયુ.. જય અને દિશાનું પરિવાર તેમની થીમ વેડિંગ કરવા માંગે છે અને લગ્ન માટે દિવ શહેરને પસંદ કરે છે. રાહી અને ધ્રુવ, જય અને દિશાના લગ્ન માટે તેઓના પરિવાર સાથે દિવ પહોચી જાય છે. જયાં અદ્યતન સુંવિધસભર રિસોર્ટ પહેલેથી જ બુમ કરી દેવામાં આવ્યું હતું.. બધા ત્યાં જય ફ્રેશ થઈ સાંજે જમવા માટે એકઠા થાય છે. રાતનાં સમયે ધ્રુવના ફોનમાં એક મેસેજ આવે છે. જેમાં રિદ્ધિની માહીતી આપવાની ખાતરી કરેલી હોઇ છે. હવે આગળ ….

ધ્રુવ રાહીને પોતાના ફોનમાં આવેલો મેસેજ વંચાવે છે.

“ શું મતલબ હોઇ શકે આ મેસેજનો રાહી? આ હકીકત હોઇ શકે કે પછી આપણી જોડે કોઈ મજાક કરતું હોઇ તેવું બને?” ધ્રુવે મૂંઝતા સ્વરે કહ્યુ.

“પણ કોઈ આપણી સાથે મજાક કરે જ શા માટે અને તે પણ આ બાબત પર જેમાં આપણે વ્યક્તિગત રીતે જોડાયેલા નથી ?” રાહી

“ શું લાગે છે આપણે આ વિશે મેહુલસર જોડે વાત કરવી જોઇએ? પૂછવું જોઈએ આ નંબર વિશે તેમને ?” ધ્રુવ

ના ધ્રુવ હમણાં મેહુલસરને આ વિશે કંઇ જ પૂછવું યોગ્ય નહીં રહે. આપણે તેમને કોઈ ખોટી આશા નથી અપાવવી. જ્યારે આપણી પાસે કંઇક પાક્કી માહીતી આવી જાય પછી જ આપણે સરને આ વિશે જણાવીશું. આ બાબતે આમ પણ મેહુલસર ખુશ છે આપણે કોઈ ખોટી વાતથી ભ્રમિત કરીને તેમને દુઃખ પહોંચાડવું ન જોઈએ. આપણે ઍક ઍક કદમ સાંભળીને લેવું જોશે. ” રાહી

“ હા રાહી હું તારી વાતથી સહેમત છું. હું કાલે સવારે પહેલા આ નંબર પર ફોન કરી માહીતી મેળવી લઉં કે ખરેખર આ વ્યક્તિ સાચી છે કે શું? અને જો આ વ્યક્તિ સાચી હોઇ તો આપણે પહેલા મળીશું અને પછી એ પછી તે વિશે મેહુલસર જોડે વાત કરીશું. ” ધ્રુવ

“ હમમ… ઠીક છે. ” રાહી

“ ચાલ હવે ખૂબ જ મોડી રાત થઈ ગઇ છે. હવે આપણે પોતપોતાના રૂમમાં જવું જોઈએ. કાલ સવારે આ વિશે વાત કરીશું. ” ધ્રુવ

“ ઓકે, ગુડનાઈટ. ” રાહી

“ ગુડનાઈટ. ” ધ્રુવ

***

સવાર પડતાં જ બધાના રૂમમાં એક-ઍક ડ્રેસ રિસોર્ટ દ્રારા મોકલવામાં આવ્યાં. લેડીઝ માટે લાંબી ફ્રોક જેવી ગોળ કૂર્તી અને અને એન્કર પેન્ટ પીળા અને સફેદ કલરનું મેચિંગ હતું જ્યારે જેન્ટસ માટે પીળા શર્ટ અને સફેદ કોટન જીન્સનું મેચિંગ હતું .

બધાં અપાયેલા વસ્ત્રોમાં તૈયાર થઈને નાસ્તો કરવા માટે આવી ગયા. આજની થીમ ભારતનાં દક્ષિણ તરફનાં રાજ્યોને અનુકુળ રાખવામાં આવી હતી.

નાસ્તામાં પણ ઈડલી, ઢૉશા, ઉતપમ, ત્રણ જાતની ચટણી અને સંભાર હતાં. ત્યારબાદ બધાંએ સાથે બેસીને રિસોર્ટમાં આવેલા થીએટોરમાં બેસીને પિક્ચર જોયું.

ધ્રુવે સવારના 10:00 વાગતા જ આવેલા મેસેજવાળા નંબર પર ફોન કર્યો. ધ્રુવે ફોન સ્પીકર પર રાખ્યો અને રાહીને પણ સાથે રાખી. ફોન લગાવતા જ સામેથી ઍક છોકરીનો અવાજ સંભળાયો.

“ હલ્લો કોણ ?” ધ્રુવ

“ હલ્લો…તમે કોણ?” અજાણી વ્યક્તિ

“ હું ધ્રુવ, તમારો આ નંબર પર કાલ રાતનાં સમયે મેસેજ આવેલો હતો જેમાં તમે રિદ્ધિ વિશે જાણવા માંગતા હોઇ તો ફોન કરવા કહેલું હતું. ” ધ્રુવ

“ હા તે મેસેજ મેં જ કરેલો હતો. હું શ્રેયા. વિદ્યાનગરની વતની છું. હુ રિદ્ધિની ખાસ મિત્ર છું. તમે મને જણાવશો કે તમે રિદ્ધિને કઇ રીતે ઓળખો છો અને શા માટે તમારે રિદ્ધિ વિશે જાણવું છે.. ?” શ્રેયા.

ધ્રુવે તેને રિદ્ધિ વિશે શા માટે પૂછપરછ કરે છે અને પોતે કોણ છે તેની બધી માહીતી આપી.

“ તો તમે રિદ્ધિમેમ વિશે શું માહીતી આપી શકશો અને તમને જાણ કેવી રીતે થઈ કે હું તેમનાં વિશે તપાસ કરાવું છું? “ ધ્રુવ

હકીકતમાં તમે જે એકાઉન્ટમાં ફ્રેન્ડ રીકવેસ્ટ કરેલી છે તે મારું જ છે. તેમાં તમારા ફોન નંબર હતાં આથી મને સીધી ફોનમાં જ વાત કરવાનું યોગ્ય લાગ્યું. ” શ્રેયા

બોલો તમે શું જાણો છો રિદ્ધિમેમ વિશે ? અને તમે મારી શું મદદ કરી શકશો?” ધ્રુવ

“ જેમ તમે લોકો તમારા મેહુલસર વિશે ચિંતિત છો તેવી જ રીતે હું પણ મારી ખાસ મિત્ર રિદ્ધિ માટે ચિંતિત છું. તેનાં જીવનમાં ફરીથી તેં ખુશીઓ આવી જાય તેવું હું ઇચ્છું છું. ” શ્રેયા

“ જે બધી વાતોની જાણ તમને છે તેનાંથી થોડી મળતી વાતો મને ખબર છે. પણ રિદ્ધિ અને મેહુલની બાબતમાં તે બન્ને વચ્ચે થોડી સમજફેર થઈ છે. જેનાં કારણે બન્નેનાં સંબંધો બગડ્યા છે. શું તમે મને એક ઍક ઘટનાનું વર્ણન કરશો જે મેહુલે તમને કહેલી હતી?

ધ્રુવે ફોન સ્પીકર પર રાખેલો હતો. આથી તેણે રાહી સામે જોઇ ઈશારાથી પુછ્યું, ” શું કરવું જણાવવી આખી વાત કે કેમ? “ આથી રાહીએ હકારમાં જવાબ આપ્યો.

ધ્રુવે બધી વાત કરી જે મેહુલસર દ્રારા તેને જણાવવામાં આવી હતી. આથી પછી શ્રેયાએ રિદ્ધિ વિશે ધ્રુવને માહીતી આપવાનું વિચાર્યું.

“ રિદ્ધિ તેનાં મામાના ઘરે વડોદરાથી સીધી મારા ઘરે જ આવી હતી. તેં અહિયાં થોડા દિવસ મારે ત્યાં જ રોકાઈ હતી. ” શ્રેયા.

“ તો અત્યારે તેઓ ક્યાં છે તે તમે મને જણાવશો ?” ધ્રુવ

“ અત્યારે તો તે ક્યાં છે તેની જાણ મને પણ નથી. તે મને જવા પહેલાં એટલું કહીને ગઇ હતી કે તેની મજબૂરી છે એટલાં માટે તે જાય છે અને તે ત્યાં જ રહેશે હંમેશા માટે. ” શ્રેયા

“ તો તમે તેમને પુછ્યું નહીં કે , ક્યાં જાય છે તે ?” ધ્રુવ

“ તને શું લાગે છે મેં નહીં પુછ્યું હોઇ ? મેં પુછ્યું હતુ પણ તેણે મને કહ્યુ કે, તે બધી યાદોને ભૂલવવા માંગે છે. જો તે ક્યાં જાય છે તે કહી દેશે તો નક્કી પેલી વખતની થયું તે રીતે ફરી થશે અને તેનાં સુધી કોઇક પહોચી જશે. આથી તેણે મને પણ ન જણાવ્યું. ” શ્રેયા

“ તો પછી આ ફેસબૂક એકાઉન્ટનો શુ મતલબ છે ?” ધ્રુવ

“ તે એકાઉન્ટ તેણે જ મને તેનાં નામ પર ચલાવવા કહેલું છે. તે જાણે છે કે રિદ્ધિ નામના દરેક મળતાં આવતાં એકાઉન્ટમાં તેનાં મમ્મી તેને શોધવાની કોશિશ કરશે જ. અને તેનાં મમ્મી આ એકાઉન્ટમાં મિત્ર છે મારા. આથી હું તેમની બધી માહીતી જ્યારે પણ મને રિદ્ધિનો ફોન આવે ત્યારે આપું છું. ” શ્રેયા

“ મતલબ રિદ્ધિમેમ તમને ફોન પણ કરે છે ? તમે સંપર્કમાં છો તેમનાં ?” ધ્રુવે ચોંક્તાં કહ્યું

“ હા હું તેનાં સંપર્કમાં છું. ” શ્રેયા

“ તો તમે તેમને ફોન કરીને પૂછી કેમ નથી લેતા કે તે હાલમાં ક્યાં છે ? તો આપણે મેહુલસરને લઇને તેમની પાસે જઈ શકીએ . તે લોકો જો સામે – સામે બેસીને વાત કરી જુવે તો કદાચ કંઇક વાત બની શકે. જો રિદ્ધિમેમને એકવાર હકીકતની જાણ થશે તો મને વિશ્વાસ છે કે તે જરૂર બધુ સમજશે અને ફરીથી તેમનાં સંબંધો પહેલાં જેવા થઈ જશે. ” ધ્રુવ

“ પણ હું ફોન કરુ કઇ રીતે? તે ક્યારેય પોતાના અંગત નંબર પરથી ફોન કરતી જ નથી. તે હંમેશા એસ. ટી. ડી. નંબર પરથી જ ફોન કરે છે અને તે પણ દરેક વખતે અલગ અલગ નંબર પરથી. આથી હું તેનો ફરીથી સામેથી સંપર્ક ન કરી શકું. જો મારી પાસે નંબર હોત તો મે જ ક્યારના તે લોકોને મેળવી દીધાં હોત. ” શ્રેયા.

“ તો રિદ્ધિમેમનું ફેસબૂક એકાઉન્ટ તમે કેમ ચલાવો છો, તેમાં તો તેમને કોઈ ઓળખી ન શકે. તો તે જાતે પણ તે એકાઉન્ટ મારફત તેમનાં પરિવાર સાથે સંપર્કમાં રહી શકે ને ?” ધ્રુવ

“ હા ચોક્કસ તેવું થઈ શકે પણ તે તેવું કરવા નથી માંગતી. ” શ્રેયા

“ પણ શા માટે ??” ધ્રુવ

“ કેમ કે તેને ડર છે કે તેનાં વાતો કરવાનાં અને લખાણથી તેનાં મમ્મી તેને ઓળખી જ જશે અને જો કદાચ આવું ન થાય તો પણ તે ક્યાંક તેનાં મમ્મી જોડે સતત સંપર્કમાં રહેશે તો લાગણીઓનો પ્રવાહ તેને તેનાં મમ્મી તરફ ખેંચી જશે તો…?? આથી તેણે આ કામ મને સોંપ્યું. ” શ્રેયા

“ મને તો તે વાત નથી સમજાતી કે રિદ્ધિમેમ આટલા કઠોર બનીને કેવી રીતે જીવી શકે?” ધ્રુવે થોડા ગુસ્સામાં કહ્યુ.

“ ધ્રુવ કોઈ પણ માણસ આ રીતે જીવન જીવવામાં ખુશ ન હોય. તેને પરિસ્થિતિ મજબૂર કરી દે છે આ રીતે જીવન જીવવા માટે. ” શ્રેયાએ ધ્રુવને સમજાવતા કહ્યું.

“ તો હવે આપણે શું કરી શકીએ ? તમે જ કંઇક રસ્તો બતાવો. ” ધ્રુવ

“ ઍક જ વાત થઈ શકે હવે તો.. ” શ્રેયા

“ શું “ ? ધ્રુવ

“ રાહ…” શ્રેયા

“ રાહ…. !!?? પણ કોની ? “ ધ્રુવ

“ રિદ્ધિનાં ફોન આવવાની…તેનો જ્યારે ફરીથી ફોન આવે અને કદાચ તે માની જાય અને મને જણાવી દે કે પોતે ક્યાં છે તો પછી આપણે તેનાં સુધી પહોચી શકીએ. ” શ્રેયા

“ તમને લાગે છે તેઓ માનશે ?” ધ્રુવ

“ કોશિશ કરવામાં કંઇ જ ખરાબી નથી. શું ખબર માની પણ જાય.. !!?? પણ તે પહેલા આપણે રાહ જોવી જોશે રિદ્ધિનાં ફોન આવવાની . કેમ કે. જયાં સુધી તેનો ફોન નહીં આવે ત્યાં સુધી આપણે આગળ કંઇ જ કરી શકીએ તેમ નથી અને હા બીજી ઍક ખાસ વાત મેહુલને હમણાં આ વાત જણાવવાની ભુલ ન કરતાં. આપણે બનતી કોશિશ કરશું તેમને મેળવવાની પણ ત્યાં સુધી આપણે કંઇ જ જોખમ ન લઇ શકીએ. ” શ્રેયા

“ ઓકે શ્રેયાદીદી તમે જેમ કહેશો તે રીતે જ કરશું. તમે નહીં વિશ્વાસ કરો પણ જેવી હાલત રિદ્ધિમેમની છે તેવી જ હાલત મેહુલસરની પણ છે. તેમણે હજુ સુધી તેમનાં જીવનમાં કોઈ બીજી વ્યક્તિને સ્થાન નથી આપ્યું. તે ઍક જ વાત કહે છે કે તે રિદ્ધિમેમની ‘રાહમાં’ આખું જીવન એકલા પસાર કરી દેશે પણ બીજા કોઈ વ્યક્તિને તો પોતાના જીવનમાં નહીં જ આવવા દે. ” ધ્રુવ

“ ધ્રુવ તું પરેશાન ન થા. જ્યારે રિદ્ધિનો ફોન આવશે ત્યારે તેની સાથે શું વાત થાય તે પછી હું તારો સંપર્ક કરીશ. બાકી હવે મેહુલ અને રિદ્ધિને આપણે મેળવીને જ રહીશું અને હવે કશું જ કામ હોય રિદ્ધિ બાબતે તો મને ગમે ત્યારે તું સંપર્ક કરી શકે છે. હું ચોક્કસ તારી મદદ કરીશ. ” શ્રેયા

“ આભાર શ્રેયાદીદી, તમને નથી ખબર તમે અમારાં મનનો ભાર કેટલો હળવો કરી દીધો. હવે મને આશાનું કિરણ દેખાયું છે. આપણે નક્કી સફળ થઈને જ રહીશું. ” ધ્રુવ

શ્રેયા સાથે વાત થયા પછી ધ્રુવ-રાહી બન્ને થોડા ચિંતામુકત થઈ ગયાં હતાં. તેને કંઇક હદે આશા બંધાઈ હતી કે હવે તેઓ પોતાની મંઝિલથી નજીક જઇ રહ્યાં છે.

બીજા દિવસે બધાં દિવ ફરવા માટે અને શોપિંગ કરવા માટે નીકળે છે. આજના દિવસમાં જ બધાએ દિવનુ આખું લોકેશન જોઇ લેવાનું હોઇ છે કેમ કે પછીના દિવસથી પ્રી- વેડિંગ ફોટૉશૂટ શરૂ થઈ જવાનું હોઇ છે આથી આજ બધાં થોડા હરવા ફરવાનાં વિચારમાં હતાં.

સવારથી જ બધાં ફરવા માટે નીકળી જાય છે. દિવનાં આવેલા અલગ અલગ સ્થળોએ જઈને ફરવાનો આનંદ ઉઠાવતા હતાં, સૌપ્રથમ બધાં ગંગેસ્વર મંદીર દર્શન માટે ગયા, ત્યાંથી દર્શન કરી કિલ્લો આવેલો હોય છે ત્યાં જાય છે. ત્યાં જઈ ગ્રુપ ફોટૉગ્રાફી કરે છે. જોતજોતામાં બપોરનો સમય થઈ જતા બધાં લંચ માટે જાય છે. બપોરના સમયે થોડીવાર આરામ કરી સાંજના સમયે બધા બીચ વિતાવે છે.

સાંજનો સમય આખો બધા બીચ પર પસાર કરે છે. ડિનરની વ્યવસ્થા બીચ પર જ કરવામાં આવી હતી. મેક્સિકન ફૂડ સાથે બીચ પર ડીનર કરવાની બધાને ખૂબ મજા આવી.

બધાના આનંદ વચ્ચે હજુ ઍક વ્યવસ્થા રિસોર્ટ મેનેજરે વધું કરી હતી જે જય માટે સરપ્રાઈઝ હતી. જયના પપ્પા દ્રારા ખાસ જયનું મનગમતું મોકટેઇલ જમ્યા પછી બધાને સર્વ કરવામાં આવ્યું. બધાને તેનો સ્વાદ ખૂબ જ લાજવાબ લાગ્યો.

જયના પપ્પા દિશાના પપ્પાને મજાકમાં કહેવા લાગ્યા, ” તમને નથી લાગતું આપણે થોડા દુનિયામાં વહેલા આવી ગયા.. !! ખરી મજા તો આપણાં બાળકોના સમયમાં છે. આપનને નસીબથી વર્ષે એકવખત સાદી સોડા પીવા મળતી અને આપણાં બાળકોના સમયમાં કેટલું સારુ છે. ”

“ હા તમારી વાત એક્દમ સાચી પણ આપણાં આપણાં બાળકો ખુશ છે ને તો પછી બસ મારે તો આથી વિશેશ કશું જ નથી જોઈતું. ”દિશાના પીતા

***

બીજા દિવસે ફોટૉશૂટ કરવા માટે જય, દિશા, રાહી અને ધ્રુવ લોકેશન પર પહોંચી જાય છે. બાકીના બધાં મિત્રો અને પરિવારના લોકો લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે. પછીના બે દિવસમાં લગ્નની વિધી શરૂ થઈ જાય છે. જોતજોતામાં લગ્નનો દિવસ પણ આવી જાય છે. લગ્ન પણ ધામધૂમથી સંપન્ન થઈ જાય છે. દિશાના મમ્મી પપ્પાને દીકરીને સાસરે વળાવવાથી ખુશીના આંશુ આવી જાય છે.

પછીના દિવસે બધા જૂનાગઢ પરત ફરે છે. દિશા અને જય બન્ને પેકિંગમાં લાગી જાય છે. બીજા દિવસથી તેમની રાજકોટથી ફ્લાઇટ હોવાથી દિશા અને જય ઝડપથી જોઈતી વસ્તુનું પેકિંગ કરીને બીજા દિવસે રાજકોટ જવા નીકળે છે.

રાહી અને ધ્રુવ તેઓને છોડવા માટે એરપોર્ટ જાય છે. ફ્લાઇટનું અનાઉંસ્મેન્ટ થતાં તેઓ બંનેને ગેઇટ સુધી છોડવા જાય છે.

“ ચાલો બન્ને પોતાનુ ધ્યાન રાખજો. ખૂબ આનંદ કરજો અને હા ખાસ વાત ફોટા સમયે સમયનાં મોકલતા રહેજો. પહોંચતાંની સાથે જ ફોન કરજો. બાય. ” ધ્રુવ

“ઓકે બાય. ” જય

જ્યારે રાહી અને ધ્રુવ બન્ને જવા માટે નીકળતા હોય છે ત્યારે શ્રેયાનો ફોન ધ્રુવ પર આવે છે.

“ રાહી, શ્રેયાદીદીનો ફોન. ” ધ્રુવ

“ વાત કર. કદાચ રિદ્ધિમેમનો તેમને ફોન આવ્યો હોય અને તે વાતની જાણ કરવા માટે ફોન કર્યો હોય તેમણે.. !!?

( ક્રમશ:)

શું શ્રેયાને રિદ્ધિનો ફોન આવ્યો હશે? રિદ્ધિએ પોતે ક્યાં છે તેનાં વિશે કંઈ માહીતી આપી હશે? કે પછી આ વખતે પણ નિરાશા જ હાથ લાગશે ? જોઈશું આવતાં ક્રમમાં… જય શ્રી કૃષ્ણ.