puzzle in Gujarati Short Stories by Tarulata Mehta books and stories PDF | પઝલ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પઝલ

puzzle

' પઝલ ' વાર્તાના બે ભાગ છે. સુરત શહેરમાં રહેતા એક ધનિક સુખી અને સંસ્કારી કુટુંબમાં રોજની જેમ પ્રવૃત્તિમય દિવસ શરૂ થાય છે પણ સવારના પહોરમાં જાણે અપશુકન થયા. બંગલાના દરવાજાની બહાર અણધારી આફતનું તોફાન આવવાનું હોય તેવું દશ્ય દેખાય છે.એક તૂટેલું ટિફિન ડોળા ફાડીને આ સુખી ઘરની ઈર્ષા કરતું ઊના ઊના નિસાસા નાખતું પડ્યું છે.એ કોણે મૂક્યું ?

ક્યાંથી આવ્યું ? શા કારણે ? એવા રામપુરી ચપ્પાની ધાર જેવા પ્રશ્નો કુટુંબ સામે ખડા થાય છે.પહેલો ભાગ વાંચો

પઝલ

'મમ્મા,જો ને આ ટિફિન આપણા ગેટ આગળ કોણે મૂક્યું છે?' કેતકી સ્કૂલ- બસ માટે ગેટની બહાર જવા નીકળી ત્યારે બોલી .

તેણે આછા ભૂરા રંગનું સ્કર્ટ ,સફેદ બુશકોટ જેવું ટોપ પહેર્યું હતું.

'ઊભી રે ' એમ કહેતી એની મમ્મીએ ટોપના કોલર પર નાનકડી લાલ ટાઈ બાંધી આપી. મમ્મી કેતકીના ગાલ પર ચૂમી કરે તે પહેલાં કોન્વેટ સ્કૂલની ભૂરી બસને જોઈ 'બાય બાય ' કહી ભાગી.

'સમીર' બઁગલાના વરંડામાં કેતકીને તેની મમ્મી 'બાય' કહેતી હતી,તેને વિસ્મય થયું:

'વહેલી સવારે ગેટ પાસે ટિફિન?'

તેણે આજુબાજુ અને 'સર્જન' સોસાયટીના રોડ પર દૂર સુધી જોયું,કેતકીની સ્કૂલબસ ઉપડી ગઈ હતી.કોઈ ચકલું ય ફરકતું નહોતું. સામેના શોપીંગ સેન્ટરના કોર્નરનો પાનનો ગલ્લો હજી ખૂલ્યો નહોતો.એ કોને પૂછે? નાઈટગાઉન અને સ્લીપરમાં તેણે ગેટ પર જવા વિચાયુઁ ત્યાં માળી આવી ગયો. તેણે ટિફિન વરંડામાં મૂક્યું.

રેખાને ટિફિન ઘવાયેલા,નિઃસહાય કોઈ પ્રાણીની ટગટગતી આંખો જેવું દેખાયું. તેને અરેરાટી થઈ ગઈ. ગોબાથી ટીપાયેલું ટિફિન કોનું હશે! ત્યાં એણે પવનને ધૂમરાતો ને ધૂળની ઘૂમરી ઊઠતી જોઈ.ચોમાસાના એંધાણ હતા. ત્યાં તો જલ વર્ષાથી બચવા ઘરમાં ગઈ.

બે વર્ષ પહેલાં આમ જ વાદળાંનાં કાળામસ ટોળાં ઊમટી પડ્યાં હતાં ,એકાએક આકાશમાં મોટો રથ ગોળા ગબડાવતો હતો ,પવન તો કાંઈ સૂસવાટા મારે,રોડ પર એ ચારે બાજુ સૂકા પાંદડાં ને કાગળના ડૂચા રફયુજીનાં રખડતાં છોકરાં નહિ તો બીજું શું?ચોમાસાની આવી વણનોતર્યા મહેમાનની સવારી માટે કોણ છત્રી લઈને નીકળ્યું હોય? સાંકડા પૂલ પર વાહનોની બેસુમાર તડી.તેમાં સાઇકલ અને ટિફિન ?

તે દિવસે ઉધના ફેકટીમાંથી સમીરને માટે ટિફિન લેવા આવેલો ગણેશ આખેઆખો પલળી ગયો હતો. રેખાએ એક શર્ટ તેને બદલવા આપેલું . ગણેશ બોલ્યો ' પછી બદલીશ ' તેણે શર્ટની ગડી કરી પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યું. ટિફિનને સાઈકલના આગળના કેરિયર પર બાંધી તે ગયો . વરસાદ અને વહુને જશ નહિ પણ તે દિવસે તો રેખાને ય સાંબેલા ધારે પડતો વરસાદ અકારો લાગેલો.

શીતલ ધ્રૂજારીથી રેખાના હાથમાનું ટિફિન પડી ગયું. ટિફિનના ડબ્બા ખખડતા બઁગલાના ચોગાનમાંથી ગબડતા ગબડતા રોડ પર ને છેક પૂલ સુધી ગબડ્યા.ત્યાં ખખડાટ આડો પડી ગયો. સાઈકલના કેરિયર પરના ટિફિનને બેફામ દોડતી ટ્રકની ટક્કર લાગી કે શું?ટિફિનમાંથી ભીંડા-બટાકાના શાકના ફોડવા દૂર ઉભેલી ગાય સુધી પહોંચ્યા,ગાય ટ્રકની ચૂં ચૂં કરતી બ્રેકની ચિચિયારીથી ઊભા પગે દોડી. ઢોળાયેલી દાળનો પીળો રેલો લાલ ખાબોચિયામાં ભળી ગયો.ટ્ર્ક રફુચક્કર થઈ ગઈ.સાઈકલ દૂર ગરનાળામાં તૂટેલી હાલતમાં પડેલી બીજી બે સાઇકલ ભેગી ફેંકાઈ.છાપામાં બીજે દિવસે આવા કંઈ સમાચાર વાંચ્યાનું રેખાને સાંભર્યું નહિ.બીજે દિવસે કેતકીને રજા હતી ,એટલે મા-દીકરી પપ્પાને ત્યાં વડોદરા ઉપડી ગયાં હતાં.

માળી ટિફિન રસોડામાં મૂકી આવ્યો.રેખા દોડતી રસોડામાં આવી,તેણે માળીને ધમકાવ્યો,'કોણ જાણે કોનું છે?લઈ જા,પાછું ગેટ પર મૂકી દો '

માળીએ ટિફિન હાથમાં લેતા નામ જોયું સમીર દેસાઈ.

'સાહેબનું નામ છે.' તે બહાર જઈ બગીચો વાળવi લાગ્યો.

'સવાર સવારે શેની લમણાઝીક કરે છે?' સમીર તૈયાર થઈને ચા-નાસ્તા માટે ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠો.રેયોનનું ક્રીમ કલરનું સૂટ અને ટાઇમાં તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જોઈ કોઈ પણ જાણી જાય કે એક સફળ બિઝનેસમેન છે. રેખા સમજી ગઈ કે સમીરને આજે બહાર જવાનું હશે!

સૂરતમાં એણે દસ વર્ષ પહેલાં ઉધનામાં લૂમ્સ નાંખી હતી.આજે તો તરેહ તરેહની ફેશનેબલ સાડીનો તેનો પોતાનો શો -રૂમ હતો.પોતાની હોન્ડા સીવીક કાર હતી પણ એનો ઓફિસ જવાનો સમય બરોબર આઠ ને દસ મિનીટ એમાં મીનમેખ ફેર નહિ.ડ્રાઇવરને એક મિનીટ મોડું થાય તો પોતે જ કાર ડ્રાઇવ કરી લે.

રેખાએ ટિફિન ટેબલ પર મૂક્યું એટલે સમીર ચિડાયો,'શું છે આનું ? મારે નાસ્તો કરી નીકળી જવું છે.'

'આ બે વર્ષ પહેલાનું રોડ પર ટિપાઈ ગયેલું ટિફિન છે.'રેખાએ ભયભીત અવાજે કહ્યું.

સમીરે ઊભા થઈ રસોડાનું પાછલું બારણું ખોલી ટિફિનનો બહાર ઘા કર્યો,

'લે બસ નાંખી દીધું,શું ઢંગઢડા વગરનીવાત કરે છે? 'ટિફિનના ડબ્બા ખખડતા ગબડવા લાગ્યા.રેખાએ બન્ને હાથથી પોતાના કાન બન્ધ કરી દીધા.

સમીર ચા પીને નીકળી ગયો.કહેતો ગયો,'આજે મારે મહેમાનને લન્ચમાં બહાર લઈ જવાના છે,ટિફિન તૈયાર કરતી નહિ.

રેખાનો અવાજ તરડાઈ ગયો,' સમીર,તારા નામનું ત્રણ ખાનાંવાળું ટિફિન ટિયાઈ ગયું તને પડી નથી?'

બારણું બન્ધ કરતા સમીરે માળીને ગેટ ખોલવા કહ્યું.

રેખા આંટીધુટી વાળી પઝલમાં ફસાઈ હતી .તેણે સમીરની પાછળ વરંડામાં જઈ પૂછ્યું :

'આપણા દરવાજે કોણ...?

સમીર ચીડમાં બોલ્યો : 'પોલીસને પૂછ ?'

સમીરની લાપરવાહી માટે તેને નવાઈ લાગી.આ જ સમીર ફેક્ટરી ખોલેલી ત્યારે સુરત પાસેના ગામડે ફરી લુમ્સના કારીગરોને બોલાવતો. અરે ગણેશ જેવાને નવેસરથી કામ

શીખવવા મોકલતો . એક કારીગરના આખા કુટુંબને કપરા પ્રંસગે મદદ કરતો. બિમારી વખતે કારીગરને ચિઠ્ઠી આપી ડો. કામદાર પાસે મોકલતો. આજે ટિપાઈ ગયેલા ટિફિનને જોઈ એને ગણેશ યાદ નહિ આવ્યો હોય! રેખાએ ગણેશને ઘણા દિવસથી જોયેલો નહિ એની જગ્યાએ રમણ ટિફિન લેવા આવતો.એને પૂછેલું :

'વો ગણેશ કહા ગયા?'

'માલૂમ નહિ '

રેખાએ સમીરને ગણેશની પૂછપરછ કરેલી ત્યારે ચિઢાઇને બોલેલો:

'મારું માથું ના ખા. ફેકટરીમાં 150 માણસો કામ કરે છે કેટલાની તપાસ રાખું '

રેખા બહાર વરસાદમાં ભંગારમાં પડેલા ટિફિનને એકીટશે જોતી બારણાની વચ્ચોવચ ઉભી રહી.કોણ મૂકી ગયું હશે?ગણેશનો બાપ ,મા કે એની પત્ની? કે પછી દોડીને બસમાં ગયેલી કેતકી જેવી ગણેશની દીકરી ટિફિન મૂકી ભાગી હશે? ગણેશની છેલ્લી ચીસ ને એના સગાવહાલાંના નિશ્વાસ હજી ટિફિનમાં અકબન્ધ હશે?જીવ રહેંસી નાંખે તેવા પ્રશ્નોથી વચ્ચેથી લાકડાની જેમ વ્હેરાય ગઈ,એનો એક અડઘો ટૂકડો ઉભો છે,બીજો સાઇકલ પરથી પટકાયેલા ગણેશના હાથને પકડવા દોડે છે. ઢોળાયેલા ટિફિનમાંથી રેલાતી દાળમાં તે લપસી ગઈ.કેમે કરી તેનાથી ઉઠાતું નથી.પૂરપાટ વાહનો દોડ્યે જાય છે,લોકો પાનની પિચકારી મારતા પસાર થઈ ગયા.

અડધી રેખા રસોડાનું બારણું બન્ધ કરી અંદર આવી. રેખા પડતા વરસાદની શીતલતા અનુભવી શકતી નથી પણ જાણે ક્યાંક દૂર ગામડેની ગણેશની ઓરડીમાં વરસતા ગરમ આંસુની ધાર તેના ગાલને ભીંજવે છે.

અડધી રેખાને પોતાની જાત માટે નફરત થઈ .કારણ કે તે ટિફિન લઈને ગયેલા ગણેશના કોઈ સમાચાર નહોતા તો ય ટાઢા કોઠે બેસી રહી. હા. એનું પોતાનું અને કુટુંબનું જીવન સુખી હતું એટલે

એને ક્યાં કોઈની પડી હતી? ફેકટરીના એક કારીગરનું પણ કુટુંબ હશે ! રોટલો રળનાર પાછો સાજોસમો ધેર ન આવે તો એની પત્ની બાળકો સાથે ક્યાં જાય? ગામડાના ઘરની બે ઓરડીમાં પડેલા રૂદનનના આર્તનાદ રેખાને રૂંવેરૂંવે દઝાડતા હતા.

રોજ તો તેણે બરોબર અગિયારના ટકોરે સમીર માટે ટિફિન તૈયાર કરી દેવાનું,એમ જ ક્રમ પ્રમાણે ચાલતું.તેમાં

ક્યારેક આજની જેમ મુક્તિ.

તે દિવસે અગિયારને ટકોરે ગણેશ ટિફિનને લઈ ગયો.એ નિરાંતે શાવર કરી ભીના વાળને બ્લો ડ્રાયરથી સૂકવતી હતી ત્યાં સમીરનો ફોન આવ્યો,'બાર વાગી ગયા ,ટિફિન આવ્યું નથી,મારે મુંબઈ જવા (મિત્રો મારી વાર્તાઓનું ઉમળકાભેર વાચન કરી તેના રીવ્યુ આપવા બદલ આપની આભારી છું .'પઝલ ' વાર્તાનો બીજો ભાગ જરૂરથી વાંચજો.)

જવું પડશે.'

રેખા ચિતામાં બોલી 'ગણેશ તો ટાઈમે નીકળી ગયો હતો.'

સમીર ખીજમાં બોલ્યો' ટ્રાફિકમાં ક્યાંક અટવાયો હશે.' રેખા વરસાદના તોફાનને બારીમાંથી જોતા કહે,'કોને ખબર? પૂલ પર વરસાદમાં .. 'ફોન કપાઈ ગયો.

Tarulata Mehta

Thank you for reading my stories and giving your views.Read the second part of Puzzle