કેસૂડો પૂર બહારમાં ખીલીઊઠયો હતો. તેને હમેંશ આ રંગોભરેલો ફાગણ ગમતો. આ કેસુડા એ તેની સઘળી યાદો સંઘરી હતી.રસ્તા પરથી પસાર થતા અઢડક રંગીન પુષ્પોથી શણગાર સજીને બેઠેલી પ્રિયતમા જેવો રસ્તો સુશોભિત લાગતો. એ કેસરી રંગની આભા.. એની કેટલી યાદી ભરી હતી અહી આ રસ્તા પર. વિચારોમાં ....હાથમાં બાંધેલા રીસ્ટ્વોચ જોતા જ સમયનું ભાન થયું. કાર પાર્ક કરી પેલા ગમતા ફૂલો હાથમાં લઈ હાથને પણ થોડા સમય માટે કેસરિયા બનાવી દીધા.
ઉતાવળે કાર ચલાવી ઘરે પહોંચી. જોકે મોડું થયાનું બસ મને જ ભાન હતું કારણ કોઈ રાહ જોનાર ન્હોતું. બપોરના ૨ વાગ્યા હતા હજુ જમવાનું બાકી હતું. રોજ રોજ નું કોપી પેસ્ટ જીવન માં ૧૨ વાગ્યે જમવાનું પ્તી જતું.આજની એકલતા થોડી ડંખી.કદાચ કેસુડા એ આજે વર્ષોથી સાચવી રાખેલો એકાંત છીનવ્યો હોય એવું પ્રતીત થયું. બસ ચા બનાવી બિસ્કીટ ખાઈ લંચ પતાવ્યું.
સાંજે કાર્યક્રમ માં જવાનું હતું. ફટાફટ ઊઠીને તૈયાર થવા કબાટ પાસે ગયી. અજાણતાં કેસરી રંગની કાશ્મીરી વર્ક વાડી સાડી જ હાથમાં આવી. પહેરીને ફટાફટ તૈયાર થયી. કાર પાર્કિંગ પાસે બેઠેલ વોચમેન પણ બોલ્યો...મેડમ આજે અલગ જ ...ના વધુ સુંદરતા સભર લાગો છો. તેની વાત હસીને અવગણીને મુશાયરામાં પહોંચી.
ખીચોખીચ ખુરશીઓ પર માનવ મહેરામણ ઉમટયો હતો. મારી જ રાહ જોવાય રહી હતી.આગમન થતાંજ..મુશાયરાની પણ શરૂઆત થઇ. આજની મારી કવિતા .. .
કેસુડાની મ્હેક લઈ આવ્યા નું યાદ છે.
એ ક્ષણ જ્યાં તમે મને મળ્યાની
એકબીજા સંગ સાક્ષાત્કારની ... વ્હાલ ભરી નજરો આપી..
શું રજુ કરું... રજૂઆતમાં માં પણ એકલતાનો વરસાદ થશે..
હુ બોલતી રહી ને મારી કવિતાઓ વાહ વાહ મેળવતી ગયી.ક્યારેક એવું બને છે કે આપણે પ્રેમ વિશે કશું વિચારતા નથી પણ આપણી દરેક વાતમાં પ્રેમ નો ઉલ્લેખ હોય.મુશાયરો પૂર્ણ થયો . છેલ્લે ડિનર પણ હતું. હુ પણ ભોજન ને ન્યાય આપવા ગયી ત્યાજ એક સુંદર ગુલાબી કાગળ માં એક ફૂલ હતું. કુતૂહલ વશ મે ખોલ્યું. " આ ફૂલ ની સુંદરતા થીય વધુ સુંદર વ્યક્તિ ને મળવું છે બસ બે મિનિટ. બહાર ઉભો છું." મોકલનાર નું નામ ન્હોતું.
હુ જમવાનું મૂકી બહાર ગયી.જોયું તો ફૂલોનો મોટો બુકે લઈ મોઢું ના દેખાય એમ કોઇક ઊંભુ હતું.જોતાજ.
પરપોટા થઇ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધૂરપ ના ફીણ છે.
સ્વપ્નીલ....તેને યાદ કરી આ પંક્તિ વાગોળી રહી.મારા મન નો માણીગર.જેને ચાહ્યો ખૂદથીય વધારે.હુ ભૂતકાળમાં સરી પડી.
કોલેજ માં અમે એક જ બેચમાં. પ્રથમ નજરે જ અમે બન્ને એકમેકના આકર્ષણ માં અભિભૂત થયેલા.છાનામાના નિહાળતા એકબીજાને.અભ્યાસ હોય કે યુથ ફેસ્ટિવલ,બધે મારો કાયમી સાથી.છેલ્લા વર્ષમાં બેસ્ટ કપલ નો એવોર્ડ પણ મેળવેલો છતાં કપલ ના બની શક્યા.તેને માબાપની ઉપરવટ જ્યને લગ્ન નહોતા કરવા. બસ પૈસા ને પૈસા કમાવવાના અગણિત કિમિયા એની મુખ્ય પ્રવૃત્તિ.તેના એક માલદાર ઘરની એક ની એક પુત્રી સાથેના લગ્નની કંકોત્રી આપવા પણ મારા ઘરે આવવાની હિંમત એણે કરેલી .બસ મને અપનાવવાની હિંમત નહોતી..ત્યારથી જ હુ ભૂતકાળને દફનાવી એક સામાન્ય છોકરીની જેમ નવી શરૂઆત કરવા તે શહેર,તે જગ્યા બધું છોડીને વધુ ભણતર અર્થે અમેરિકા જતી રહેલી.હ્રદય તૂટ્યું હતું.... ત્યાં પણ મન ના જ લાગ્યું. ફરી ઇન્ડિયા આવી ગયી.પાંચ વર્ષમાં ..ને મારા દર્દ ને કાવ્યમાં કંડારવા લાગી. જીવનસાથી બનવાનું અધૂરું સ્વપ્ન એમજ રહ્યું.ને આજે મશહૂર કવિયત્રી બની ગયી. આટલા વર્ષોમાં સ્વપ્નીલ ને યાદોમાં જ રાખ્યો હતો.
આજે આટલા વર્ષો બાદ ..ફરી યાદ સજીવન થવા મારા જ ઉરના આંગણિયે આવી હતી. .એને જોતાજ હું તરત મારી કાર માં બેસી ગઈ. એની સાથે વાત કરવાનો મારો કોઈ આશય ન્હોતો. મારી કાર નો પીછો કરતા કરતા એ છેક મારા ઘર સુધી આવ્યો. કોલેજકાળની સંતાકૂકડી યાદ આવી.
એના સંતાનો.,એની પત્ની,એનું ઘર વિચારતી વિચારતી હુ દરવાજો બંધ કરી ઘરમાં પુરાઈ ગઈ. દોરબેલ ફરી રણકી. મને ખબર હતી કે એ જ છે....જેની રાહ માં આખું જીવન અમસ્તું જ અધૂરું રહી ગયું. છતાં બારણુ ખોલ્યુ.. હા ..એ જ હતો...એવી જ માદક આંખો...બસ એ માદકતા...ન્હોતી , ફોર્મલ વાત કરતા હોય એ રીતે એને બોલાવી સોફા પર બેસવાનું કહી કોફી બનાવવા ગઇ. એ પણ કઇ જ ના બોલ્યો. કોફી પીતાં પીતાં " આટલી સરસ કોફી બસ તું જ બનાવી સકે આરવી..." બસ એટલું જ બોલ્યો. .મનમાં ગુસ્સો આવ્યો પણ બતાવી ના શકી.ઘણુંય પૂછવું હતું પણ શબ્દ મળ્યા નહિ.
તારુ ફેમિલી.....આરવી?
મે કહ્યુ હુ એકલીજ રહું છું.
સ્વપ્નિલ ને મારા લગ્ન ના કર્યાની જાણ નહોતી. સ્વપ્નિલ ખિસ્સા માં હાથ નાખી કઇ શોધતો હતો.એક card કાઢ્યું જેમાં પહેલેથીજ સોરી લખેલું હતું.મને આપીને બસ ઊંભો થયો ને આવજે કહી ચાલવા લાગ્યો..હુ કશું બોલી ના શકી. બારણા સુધી જતો જ હતો ત્યાં એની નજર ફ્લાવર પોટમાં મૂકેલા ફૂલો પર પડી..સફેદ રંગના એ ત્યુલીપના ફૂલ...મને ફૂલો બહુ ગમતા બસ સફેદ રંગ સિવાયના...એણે ખબર હોવી જોઈયે અરે ખબર હતી જ.કોલેજ માં એ રોજ જ્યારે એકાંત માં મળતા ત્યારે મારા માટે ફૂલો લાવતો જ.અચાનક ફૂલો હાથમાં લઈ મારી પાસે આવ્યો,ને મને હૈયાચરસી ચાંપી દીધી ને રડવા લાગ્યો.હુ કઈ સમજી ના શકી.થોડો સ્વસ્થ થઈ એણે મારી પ્રશ્ન ભરી આંખમાં જોય બોલવાનું શરૂ કર્યું.
આરવી હુ લગ્ન કરી સુરત સ્થાયી થયો હતો. કૈરવિ સાથે લગ્ન બાદ એના પપ્પાના બિઝનેસ માં સાથ આપી મલ્ટી નેશનલ કંપની બનાવી દીધી હતી. એટલે હું અવારનવાર કંપની કામસર બહારગામ જતો. પૈસા તો અઢળક બનાવ્યા પણ પત્ની ને મારી ના બનાવી સ્ક્યો. લગ્નના ત્રણ મહિના માં એના અનિકેત સાથેના પ્રેમપ્રકરણ ની જાણ થઈ. પણ પૈસા કમાવવાની લાલચ માં હુ તેના પપ્પાથી આ બધું છુપાવતો રહ્યો. થોડાક સમયમાં જ કૈરવી અનિકેત સાથે રહેવા છૂટાછેડા આપવા દબાણ કરવા લાગી . બહુ હેરાનગતિ વેઠવી પડી. ને પોતે બધુજ ત્યાં મૂકી છૂટાછેડા આપી ફરી અમદાવાદ આવી ગયો. દિલથી, અને આર્થિક તમામ રીતે છેતરાયો હતો. બહુ શોધખોળ કરી આરવી તારી...પણ તું ના મળી. તારા અમેરિકા ગયાની માહિતી મળી,પણ તને મળવા ત્યાં સુધી આવી શકાય એટલી હિંમત પણ ન્હોતી ને પૈસા પણ. ડિપ્રેશન ના કારણે તબિયત લથડી. તારી યાદોને સહારે જીવન જીવતો હતો. ડોક્ટરોએ પણ હવે બચવાની આશા છોડી દીધી છે. બસ જેટલો સમય જીવાય...,....
આરવી તો આટલું સાંભળી નીચે બેસી પડી .પોતાના પ્રેમ ની આ પરિસ્થિતિ એ જોય ના શકી.હજુ સ્વપ્નીલ બોલતો હતો વચ્ચે વચ્ચે તેને હાફ ચડી જતી હોય એવું લાગ્યું.
એક મુશાયરામાં તને ટીવી પર જો ઇ ત્યારથી માંડીને આજ સુધી તારા લીધે, તને મળવાની શક્યતા માં , આશામાં જીવતો આવ્યો છું. બસ તને એક વાર મળી માફી માંગવી હતી આરવી.મુશાયરામાં તારી પૂછપરછ કરી લગભગ દરેક મુશાયરામાં તારી ઝાંખી માટે આવતો.બસ તારી કવિતાના આસ્વાદ થી ધરાય જતો. બીમારી ને લીધે તને મળવાની હિંમત ન કરી શક્યો.પણ હવે કેટલો સમય જીવાય એ નક્કી નહોતું..બહુ ઓછો સમય છે મારી પાસે.. તેથી આજે હિંમત એક્ઠી કરી....સ્વપ્નીલ બોલતો રહ્યો ને આરવી ની આંખો માંથી અશ્રુધારા વહેતી રહી.
આરવી એ તેના સ્વપ્નિલને હેંયાચરસો ચાંપી લીધો..પોતે કેટલા સમય થી સ્વપ્નીલ ને દોષ આપતી રહી હતી..તે નફરતની આગે, બળતી રહી....આરવી એ સ્વપ્નિલને સાજા કરવાનો નિશ્ચય કર્યો .
સ્વપ્નીલ ની ના છતાં તે પોતાના તમામ કાર્યક્રમ રદ કરી રાત દિન એની સેવા ચાકરી કરતી રહી. રિપોર્ટ... હોસ્પિટલો......બેડ બદલાતા રહ્યા...પણ આરવીએ આશા ના છોડી. બેંગ્લોર એક પ્રખ્યાત હોસ્પિટલ માં સારવાર માટે સ્વપ્નિલને લઇ ગયી. થેરાપી.... સેશન્સ.. બધાં માં આરવી તેને પડખે ને પડખે રહી.રોજ સ્વપ્નિલને તે કવિતા સંભળાવતી.આરવી ની કવિતા સાંભળતાજ સ્વપ્નીલ ની અાંખો મા તેજ ફરકતું.તેના કવનને આશરે,તેને નીરખીને,તેના શ્વાસ અનુભવીને... સ્વપ્નીલ અપલક નજરે આરવી જોય જીવતો હતો. થોડા સમયમાં સ્વપ્નિલના મગજ તંતુઓ પણ નિષ્ક્રિય બની ગયાં. તેની યાદશક્તિ નબળી પડતી હતી. આરવીને ઓળખવું પણ તેના માટે શક્ય નહોતું રહ્યું.છતાં આરવી રોજ તેના નિત્યક્રમ મુજબ આવતી તેને પડખે રહી તેને કવિતા સંભળાવતી..
આવી જ એક સવારે આરવી પોતે લાવેલ ગુલાબના ફૂલો ને બેડ નજીકનાં પોટમાં ગોઠવી રહી હતી.આજે સ્વપ્નીલ ની આંખો માં અજબ પ્રકાર નું તેજ ફરકતું હતું. આરવી તેની બાજુમાં બેસી કવિતા સંભળાવી રહી હતી..... સ્વપ્નીલ તેને જોય રહ્યો......ને હાથમાં આરવીનો હાથ પકડી......ચિરનિદ્રામાં પોઢી ગયો..આરવી સાથે જિંદગીની અંતિમ ક્ષણોનો સાથ લઇ તે કાયમ માટે આરવી થી દુર..... તેને અધૂરી મૂકી..જતો રહ્યો.આરવી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.
મરીઝની પંક્તિમાં જાણે સ્વપ્નીલ બોલી રહ્યો....
લીધો તો જન્મ પ્રેમ મે કરવા...આપની સાથ.........