Happy Anniversary in Gujarati Love Stories by Milan books and stories PDF | હેપ્પી એનીવર્સરી - હેપ્પી એનીવર્સરી

The Author
Featured Books
Categories
Share

હેપ્પી એનીવર્સરી - હેપ્પી એનીવર્સરી

"જિંદગી ની ભાગદોડ અને ઉપરથી ઓફિસ નો વર્ક-લોડ એવો ફસાઈ ગયો છું અને એમાંય આજે ઘરે આવતા ઘણું લેટ થઇ જવાનું છે. આજે અમારી મેરેજ એનિવર્સરી છે અને એય મારી રાહ જોઈ થાકી હશે.

ઓફ હો ... ! ૧૧:૩૦ થવાને આવ્યા હતા. અને માંડ ઘરે પહોંચ્યો. બેગ સોફા પર નાખી સીધો કબાટ પર મુકેલી એ પેટી પાસે ગયો. એમ પણ એની યાદ ની આ બે વસ્તુ જ તો મારી સાથે હતી. એક એની આ પેટી અને બીજી આ ફ્રેમ જેમાં અમારી પહેલી એનિવર્સરી પર એના માટે લીધેલો એનો મનગમતો ડ્રેસ, સેંડલ અને મારો કેમેરો હતો અને સાથે જોડાયેલી એની યાદો.

કોમલ હેપ્પી ફિફ્થ મેરેજ એનિવર્સરી. સોરી કોમલ આજ ઘણું લેટ થઇ ગયું. બોલ ને હવે... કોમલ... તું બોવ યાદ આવે છે ભલે તું ગુસ્સો કર, જીદ કર, મંજુર છે મને પણ આમ મૌન શું કામ થઇ ગઈ. કહેવું ઘણું હતું, સાંભળવું ઘણું હતું પણ આજે એના તરફથી કોઈ જવાબ નઈ મળ્યો. આવ્યા તો ખાલી આંશુ આંખો માં અને એની આ તસ્વીર જોય એની યાદમાં સરી પડાયુ.

રિષભ આજે પહેલી એનિવર્સરી છે આપણી બોલો ને શું આપશો મને. કોમલ ગિફ્ટ તો કઈ નથી લાવ્યો બટ તને જે જોઈએ એ તારી મનગમતી વસ્તુ લઇ આપીશ. અને હા આજે આપણે બાર જવાનું છે. કોમલ ને ગિફ્ટ નું તો કહી દીધું બટ એના માટે એક સરપ્રાઈઝ હજી બાકી હતી. કોમલ ને આમ તો કોઈ વાત માટે નારાજ થતા ક્યારેય જોઈ જ ના હતી, દરેક વસ્તુ માટે એની મારી હા માં હા અને મારી ના માં ના જ હતી. અને કદાચ એટલે જ મને એની આ સાદગી પર પ્રેમ લૂંટાવવાનું જાણે પૂર આવ્યું હતું આજે.

રિષભ આ હોટેલ માં આટલું અંધારું અને બીજા કોઈ કેમ દેખાતા નથી. કોમલ આંખો બંધ કરી ને ઉભી થઇ જા, અને બસ પછી મેં એક પ્રેમ નું આલિંગન આપી આઈ લવ યુ કોમલ હેપી મેરેજ એનિવર્સરી એન્ડ ધીસ ઇસ ધ સરપ્રાઈઝ ફોર યુ માય લવ. ઓહ્હ્હહ્ રિષભ લવ યુ સો મચ અને થેન્ક યુ સો મચ. ચાલ હવે ડિનર કરીએ ? હા રિષભ. ડિનર કરતા કરતા કોમલ બોલી આ કેન્ડલ લાઈટ ડિનર માટે અને આવી આ સરપ્રાઈઝ હું ક્યારેય ના ભૂલીશ. થેન્ક યુ અગેન રિષભ.

કોમલ અને હું ડિનર પતાવી મોલ માં આવ્યા. બોલ કોમલ શું જોઈએ છે તારે, રિષભ તમે છો તો બધું જ છે મારી પાસે, મારે કસુ નથી જોઈતું. અરે ગાંડી આમ તો કઈ હોતું હશે..! આજે તો મારે મારી કોમલ ને રાણી બનાવી ને રાખવું છે. રાણી પરથી યાદ આવ્યું ચાલ આજે રાણી જ બનાવી દઉં અને અમે ડ્રેસ ની દુકાન માં ગયા.

કોમલ જોને આ સફેદ ડ્રેસ કેવો લાગે છે, ના રિષભ પેલો પિન્ક જોવો ને. આમ કરતા કરતા પંદર ડ્રેસ જોયા હશે અને આખરે, રિષભ જુઓ આ ગ્રીન ડ્રેસ ane આની પર નું વર્કિંગ પણ ખુબજ ફાઈન છે. હા કોમલ તું આમ રાણીજ લાગશે એકદમ. ભાઈ આને ફાઇનલ રાખો. કોમલ બોલ હવે સેંડલ લઈશ કે મોજડી. જે તમે કહો, કોમલે મારા પર ઢોળતા કહ્યું. ભાઈ આ ડ્રેસ જોડે મેચિંગ આવે એવી સેંડલ બતાવો અને પછી, એક પછી એક સેંડલ સેલ્સમેન બતાવવા માંડ્યા. કોમલ હિલ વાડી જોને, ના રિષભ મને ના ફાવશે તો પગ મોચવાઇ બેસીસ. છોડો ને ... નખરો કરતા કોમલ બોલી. ભાઈ આ ગોલ્ડન કલર વાળી બતાવો ને. કોમલ આ પેહરી જો તો. ફાવે છે ને ચાલતા બરાબર. હા રિષભ !

રિષભ ચાલો હવે ઘરે જઈએ ઘણું મોડું થઇ ગયું. કાલે તમારે ઓફિસે પણ તો જવાનું છેને. રાત ના ૧૨:૩૦ એ અમે ઘરે આવ્યા, કોમલ મને આ ડ્રેસ પહેરી ને બતાવ ને. મારે હમણાંજ જોવું છે તું કેવી લાગે છે એમાં. ના રિષભ હમણાં નઈ હવે. ના ના કોમલ મારી આટલી જીદ તો તારે માનવીજ પડશે. ઓકે બાબા ઓકે સારું. અને હા સેન્ડલ પણ, હા જાન કહીને કોમલ રૂમ માં ચાલી ગઈ.

આ દિવસ ની યાદો મારે ભુલાવવી ના હતી અને એટલે જ હું મારી બર્થડે પર એને આપેલો કેમેરો લઇ ને રેડી થઇ ગયો. રિષભ હું રેડી છું બહાર આવું કે, ઓફકોર્સ માય પ્રિંસેસ. અને એના બહાર આવતાજ ઘડી ભર હું એને જોતો જ રહી ગયો.

"બહારો ફૂલ બારસાઓ મેરા મેહબૂબ આયા હે, મેરા મેહબૂબ આયા હે.. ગીત ગાતો ગાતો હું કેમેરા માં એના ફોટા પાડવા લાગ્યો. કોમલ સાચેજ તું રાણી જ લાગે છે આજે. જાઓને રિષભ બસ હવે મારે તો ખાલી તમારા દિલ ની રાણી બની ને રેહવું છે. આઈ લવ યુ રિષભ, આઈ લવ યુ ટૂ કોમલ. એક હગ મળશે કોમલ. ઓફકોર્સ ડાર્લિંગ આ માટે કઈ પરમિસન ના હોય.

રિષભ ચાલો હવે સુઈ જઈએ કાલે સવારે જવાનું પણ છેને યાદ છેને, હા કોમલ ઓકે ગુડ નાઈટ. ગુડ નાઈટ રિષભ.

૧૨:૦૦ ના ટકોરા ના એ અવાજ જાણે મને જગાડતો હોય એમ સભાન કરી ગયો. આજે કોમલ નથી મારા જોડે પણ એના સાથે જોડાયેલી આ એની યાદો, આ ડ્રેસ , સેંડલ અને કેમેરો એની કમી પુરી કરી જાય છે. કોમલ મિસ યુ સો મચ. કાશ આજની એનિવર્સરી તું મારી સાથે હોત અને હું પહેલી એનિવર્સરી જેવીજ યાદગાર બનાવી સકત.

કોમલ હેપી ફિફ્થ એનિવર્સરી અગેન, લવ યુ , એન્ડ ગુડ નાઈટ માય પ્રિંસેસ.


મિલન લાડ. વલસાડ.