Ruh sathe Ishq - 1 in Gujarati Horror Stories by Disha books and stories PDF | રૂહ સાથે ઈશ્ક - 1

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રૂહ સાથે ઈશ્ક - 1

રૂહ સાથે ઈશ્ક..

(૧)

"હેલ્લો સ્ટુડન્ટ્સ મારું નામ છે mr. કેશવ આર્ય..હું તમારી કોલેજ નો પ્રિન્સિપાલ અને સિનિયર ટીચર છું..આ મારી સાથે રહેલાં mrs. માલવીકા જાની, mrs.સુમન શાસ્ત્રી, રાખી ગોર, અને તપન દેસાઈ તમારાં લેક્ચરર છે.. આજે તમારી ઉજ્જવળ કારકિર્દી નો આ કોલેજ માં પ્રારંભ થઈ રહ્યો છે..તો અમારાં બધાં વતી આપ સર્વે ને ખૂબ ખૂબ બધાઈ.."

આર.આર શાહ કોલેજના પ્રથમ વર્ષ ના છાત્રો ના સત્કાર સમારંભ માં સ્પીચ આપતાં કોલેજ નાં પ્રિન્સિપાલ કેશવ આર્ય બોલી રહ્યાં હતાં જેને સર્વે વિદ્યાર્થીઓ એ તાળીઓના ગળગળાટ થી વધાવી લીધો.

વારાફરથી એક પછી એક લેક્ચરર આવી પોતપોતાની સ્પીચ આપી રહ્યાં હતાં..આ કોલેજ નું હજુ આ બીજું વર્ષ હતું..શહેર થી અને માનવ વસ્તી થી પચાસેક કિલોમીટર દૂર પર્વત અને હરિયાળી વનરાજી વચ્ચે આવેલી આ કોલેજ જાણે પ્રકૃતિ નાં ખોળે હોય એવું લાગતું હતું..આ કોલેજ માં અભ્યાસ કરતાં દરેક સ્ટુડન્ટ ને ફરજીયાત પણે કોલેજ માં આવેલી હોસ્ટેલ માં જ રહેવું પડતું. પ્રથમ વર્ષ અને બીજાં વર્ષ નાં થઈ ને કુલ ૨૦૦ જેટલાં સ્ટુડન્ટ હતાં..જેમાં છોકરા અને છોકરીઓ ની સંખ્યા લગભગ એક સમાન હતી.

બધાં લેક્ચરર ની સાથે કોલેજ માં ક્લાર્ક તરીકે કનુભાઈ રાવત, પ્યુન તરીકે લાલજી વાઘેલા અને જયંતી તથા કેર ટેકર તરીકે વંદના બેન, કામીની અને શ્રવણ સેવા આપતાં હતાં..આ ઉપરાંત ચાર ચોકીદાર પણ કોલેજ માં હતાં.એ બધાં કોલેજ માં જ એમને ફાળવેલા રૂમ માં રહેતાં હતાં.

બધાં ની સ્પીચ ના અંતે રાખી ગોર નામનાં યુવાન લેક્ચરર પોતાની સ્પીચ આપવા ઉભાં થયાં..રાખી ગોર હજુ સત્તાવીસ વર્ષ ની ઉંમર ના હતાં અને યુવાની એમનાં દેહ માં ભારોભાર છલકાતી હતી..પ્રથમ વર્ષ થી જ કોલેજ ના બીજાં લેક્ચરર ની સાથે સ્ટુન્ડન્ટ પણ રાખી ની યુવાની ને આંખો થી મનભરી ને પીતાં હતાં.

"એ રાહુલીયા જોતો ખરો..આ મેડમ નાં બધાં લેક્ચર તો ભરવા જ પડશે.."હર્ષે સાગર ને ટાળી આપતાં કહ્યું.

"એ ચૂપ કર સાલા વિકૃત ઈન્સાન.. બસ તને તો છોકરીઓ અને એમનાં ફિગર સિવાય કંઈપણ સૂઝતું જ નથી..એ આપણા ગુરુ છે અને ગુરુ ભગવાન સમાન હોય"સાગર અને હર્ષ ના મિત્ર રાહુલે કહ્યું.

સાગર, હર્ષ અને રાહુલ ત્રણેય ધોરણ બાર સુધી સાથે જ ભણ્યાં હતાં.. સાગર અને હર્ષ એક નંબર નાં મસ્તીખોર અને નફ્ફટ ટાઈપ નાં છોકરાં હતાં જ્યારે સામે પક્ષે રાહુલ એકદમ શાંત અને સરળ સ્વભાવ નો છોકરો હતો.

"હા ભાઈ તું તારે માન ભગવાન બાકી સમય મળે તો આ ભગવાન ની પૂજા કરવા મળે તો પણ આપણે પૂરાં તન અને મન થી કરીશું.."સાગરે કહ્યું..એ લોકો આવું બોલી રાહુલ ને હેરાન કરવા માંગતા હતાં.. જેમાં એમને સફળતા પણ મળતી.

"અરે યાર તમે બે કેમ આવા છો..આપણાં પેલાં ઈકોનોમિક્સ નાં ટ્યુશન ટીચર દીપિકા પરીખ જોડે પણ તમે બંને એકસાથે..સાલા ઓ મને તો બોલતાં પણ શરમ આવે છે.."જૂનો ભુતકાળ યાદ કરી ગાળો આપતાં રાહુલ બોલ્યો.

"ભાઈ અમે તો પરોપકારી જીવ છીએ..તરસ્યાં ની તરસ બુઝાવવી એતો મહાપુણ્ય નું કામ છે અને અમે એ પુણ્ય કર્યું એમાં ખોટું શું છે..?"હર્ષ પોતાનાં સ્વભાવ મુજબ બોલી રહ્યો હતો.

"આ આવ્યાં મોટાં પુણ્યશાળી..તું તો હર્ષ બોલીશ જ નહીં..પેલી તૃપ્તિ જોડે તે કેમ લવ કર્યો હતો એની મને ખબર છે..હવસખોર માણસ.."રાહુલે કહ્યું.

"જો ભાઈ એક હાથે ટાળી ના પડે..તૃપ્તિ ની ઈચ્છા થી જ અમે ફીઝીકલ થયાં હતાં એટલે બધો આરોપ મારા પર ના મુક..અને તું પણ કંઈ શાણી સીતા નથી, આતો તને ચાન્સ મળ્યો નથી બાકી તું તો પલંગ ના પાયા તોડી નાંખે.."હર્ષ હસીને બોલ્યો.

"હું કોઈને સ્પર્શ કરીશ તો મારી પત્ની ને..એ પહેલાં હું કોઈ પરસ્ત્રી ને હાથ પણ નહીં લગાવું અને હવે તમે બે મહેરબાની કરી ચૂપ રહો.."ગુસ્સે થી રાહુલ બોલ્યો..જેનાં પ્રત્યુત્તર માં હર્ષ અને સાગરે પોતાનાં હોઠ પર આંગળી મુકી દીધી.

રાખી ની સ્પીચ પુરી થઈ એટલે અંતે કોલેજ પ્રિન્સિપાલ કેશવ આર્ય એ દરેક સ્ટુડન્ટ ને અન્ય જરૂરી સૂચન કર્યા પછી ફ્રેશર પાર્ટી ની શરૂવાત થાય છે.પ્રથમ વર્ષ અને બીજાં વર્ષ ના સ્ટુડન્ટ્સ ની સાથે દરેક સ્ટાફ શિક્ષકો એ પણ ફ્રેશર પાર્ટી માં ભાગ લીધો..અવનવા ફૂડ અને ફિલ્મી ગીતો ની ધૂન પર દરેક સ્ટુડન્ટ મન મુકીને એન્જોય કર્યો.ત્યારબાદ બધાં વિધાર્થીઓ પોતપોતાને ફાળવેલા રૂમ માં જાય છે..રાહુલ, સાગર અને હર્ષ ને ચોથા માળે આવેલાં રૂમ નંબર ૪૦૪ માં રહેવા જવાનું હોય છે.

હોસ્ટેલ ના બોર્ડ પર લાગેલું લિસ્ટ જોઈ એટલે હોસ્ટેલ ના રૂમ ની ગોઠવણ રાહુલ ને થોડી વિચિત્ર લાગી જ્યારે સાગર અને હર્ષ ને તો જાણે મોં માંથી લાળ ટપકતી હોય એવો ઘાટ ઘડાયો...ચાર માળ ની હોસ્ટેલ ના દરેક ફ્લોર પર ચાલીસ રૂમ હતાં..વચ્ચે ની સીડી ની એક તરફ દસ રૂમ અને એની સામે દસ રૂમ.. સીડી ની બીજી બાજુ પણ સેમ એવું જ હતું.

પણ નવાઈ ની વાત એ હતી કે ચારેય માળ ના એક બાજુ બોયસ હતાં તો બીજી તરફ ગર્લ્સ..એટલે કે બોયસ ના વીસ રૂમ ની સામે ની બાજુ ગર્લ્સ ના વીસ રૂમ..પહેલાં અને બીજા માળે ફર્સ્ટ યર જ્યારે ત્રીજા અને ચોથા માળે ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ્સ ના રૂમ હતાં..એમાં પણ ચોથા માળે તો સાત જ રૂમ પેક હતાં જેમાં ચાર માં છોકરાઓ અને ત્રણ માં છોકરીઓ હતી..અને એ ચાર માંથી એક રૂમ રાહુલ, સાગર અને હર્ષ ને ફાળવવામાં આવ્યો હતો.

છોકરીઓ પોતાની સામે આવેલાં રૂમ માં રહેશે એ વિચારીને જ સાગર અને હર્ષ તો જાણે નવી જ દુનિયામાં વિહરતાં હતાં..જ્યારે રાહુલ ને કોલેજ પ્રસાશન નાં આ રીત ના મેનેજમેન્ટ પર ભારોભાર રોષ હતો..કેમકે આવી ગોઠવણ થી દરેક સ્ટુડન્ટ ના સ્ટડી પર ખરાબ અસર પડે એ સાફ હતું.પણ પોતે કરી પણ શું શકે એમ વિચારી એને કંઈ બોલ્યાં વગર પોતાની સ્ટડી પર જ ફોકસ કરવાનું વિચારી રૂમ માં જઈને સુઈ ગયો.

***

બીજાં દિવસે સવારે રાહુલ, સાગર અને હર્ષ તૈયાર થઈને રૂમ ની બહાર નીકળ્યાં એવી જ એમની નજર સામે ના રૂમ નાં અર્ધ ખુલ્લા બારણાં ની તરફ પડી તો એમનાં પગ ત્યાં જ અટકી ગયાં.. બે બલા ની ખુબસુરત છોકરીઓ મિરર સામે જોઈ પોતાનાં હેર સેટ કરી રહી હતી..બંને એ જીન્સ ની શોર્ટ ચડ્ડી અને નાભી નાં દર્શન થાય એવી ટીશર્ટ પહેરી હતી...!!

રાહુલે તો ત્યાંથી ચાલતી પકડી પણ સાગર અને હર્ષ તો એમનાં બહાર નીકળવાની રાહ જોઈ ત્યાં જ ઉભા રહ્યાં.. રાહુલે જતાં જતાં એમની સામે જોયું અને મનોમન એમને "ઠરકી" શબ્દ થી નવાજી દીધાં.

રાહુલ ના ગયાં ની પાંચેક મિનિટ પછી એ છોકરીઓ પોતાનાં રૂમ ની બહાર નીકળી અને રૂમ ને લોક કરી નીચે ઉતરવા આગળ વધી..સાગર અને હર્ષ પણ એમની પાછળ પાછળ દોરવાયાં..

"એક્સ્ક્યુઝ મી..મિસ..."સાગરે એ છોકરીઓ ને બુમ પાડી ને બોલાવતાં કહ્યું.

"યા..કેન યુ નો અસ..શું તમે અમને ઓળખો છો?"એમાં થી એક બ્લુ ટીશર્ટ પહેરેલી યુવતી એ કહ્યું.

"અરે ના અમે તમને નથી ઓળખતાં..અને તમે પણ અમને નહીં જ ઓળખતાં હોય..આતો તમે અને અમે રહ્યાં પાડોશી તો મને લાગ્યું ઓળખાણ કરાવી જ લઈએ..હું હર્ષ અને આ મારો દોસ્ત સાગર.."હર્ષે સ્મિત સાથે કહ્યું..હર્ષ અને સાગર પણ કોઈ હીરો થી કમ નહોતાં લાગતાં.

"ઓકે..ઓકે..હું નિત્યા અને આ મારી કઝીન દીપ્તિ..તમે ફર્સ્ટ યર માં જ છો..રાઈટ..?"બ્લુ ટીશર્ટ વાળી છોકરીનું નામ નિત્યા હતું.

"હા અમે ફર્સ્ટ યર માં જ છીએ..યુ બોથ હેવ નાઈસ નેમ...શું આપણે ફ્રેન્ડસ બની શકીએ..?"સાગરે પૂછ્યું.

"હમમમમ.. એ માટે ટાઈમ લાગશે..."દીપ્તિ એ કહ્યું.

"સારું તો અમે સાત જન્મો સુધી રાહ જોઈશું તમારી જેવી હસીના ઓ ની ફ્રેન્ડશીપ માટે.."સાગરે કહ્યું.

"ના અમે એટલી પણ વેઈટ નહીં કરાવીએ..અમને પણ ગર્લ્સ કરતાં બોયસ ની કંપની વધુ ગમે છે..એન્ડ યુ બોથ આર હેન્ડસમ.."નિત્યા એ નશીલા અવાજે કહ્યું.

"ચલો by.. કલાસ માં મળીએ.."દીપ્તિ એ આટલું કહ્યું અને પછી એ અને નિત્યા ઝડપથી સીડીઓ ઉતરીને ચાલતી થઈ.

"એ ભાઈલા શું રાપચીક આઈટમ છે બંને બહેનો..આપણી તો લોટરી લાગી જશે લ્યા..અને આ બંને બહુ ફોરવર્ડ લાગે છે લ્યા..જો સેટિંગ થઈ ગયું તો આપણાં તો જલસા પડી જવાના.."હર્ષ ને ટાળી આપતાં સાગરે કહ્યું.

"મારું દિલ તો નિત્યા પર આવી ગયું છે..એટલે એ તારી ભાભી.."હર્ષે કહ્યું.

"સારું..તો દીપ્તિ તારી ભાભી અને નિત્યા મારી ભાભી....જેનું પહેલાં સેટિંગ થાય એને બીજા નું કરી આપવાનું..પ્રોમિસ કર.."સાગરે કહ્યું.

"પ્રોમિસ.."હર્ષે જવાબ આપ્યો.

ત્યારબાદ એ બંને પણ કલાસ માં જઈને બેસી ગયાં.. પહેલાં લેક્ચર થી જ સાગર અને હર્ષ તો લાગી ગયાં સામે વાળી બેન્ચ પર બેસેલી નિત્યા અને દીપ્તિ નું દિલ જીતી લેવાની કોશિશ માં..આ તરફ રાહુલ નું સંપૂર્ણ ધ્યાન અત્યારે ફક્ત લેક્ચરર નાં લેક્ચર પર જ કેન્દ્રિત હતું.

સાગર અને હર્ષ તો બહુ અમીર કુટુંબ માં થી આવતાં હતાં જ્યારે રાહુલ એક સામાન્ય પરિવાર માંથી આવતો હતો..એનાં પિતાજી બેન્ક ક્લાર્ક હતાં જ્યારે માતા ગૃહિણી..પોતે ભણી ગણી સારી ડિગ્રી અને જોબ મેળવી પોતાનાં પરિવાર ને મદદરૂપ થવા માંગતો હતો એટલે એ પોતાનું બધું ધ્યાન અભ્યાસ પર જ કેન્દ્રિત કરવા માંગતો હતો.

પ્રથમ બે લેક્ચર માં તો સાગર અને હર્ષ ને ખૂબ જ કંટાળો આવ્યો પણ નિત્યા અને દીપ્તિ ની કલાસ માં હાજરી હોવાથી એ બંને એ લેક્ચર પર ધ્યાન જ નહોતું આપ્યું..સામે પક્ષે નિત્યા અને દીપ્તિ પણ એમને થોડી ઘણી લાઈન આપતી એટલે એમનો જુસ્સો ખૂબ વધી જતો.

આખરે ત્રીજું લેક્ચર આવતાં જ બધાં જ બોયસ સ્ટુડન્ટ ની આંખો માં થી કંટાળો ગાયબ થઈ ગયો કેમકે આ લેક્ચર હતું રાખી મેડમ નું..ઓરેન્જ અને વ્હાઇટ રંગ ની સેફ્રોન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ માં રાખી મેડમ નો આખો દેહ જાણે આરસ ની બનાવેલી મૂર્તિ જેવો લાગતો હતો.

હિસ્ટ્રી વિશે ભણાવતાં રાખી મેડમ નું આખું લેક્ચર બધાં એ સંપૂર્ણ ધ્યાન સાથે સાંભળ્યું..સાચું કહીએ તો એમને જોયાં કહેવું વધુ ઉચિત રહેશે.હર્ષ અને સાગર તો નિત્યા અને દીપ્તિ ને ભૂલી રાખી મેડમ ની સુંદરતાં માં જાણે ખોવાઈ જ ગયાં.. રાખી મેડમે ભણાવતાં ભણાવતાં દરેક સ્ટુડન્ટ પર એક નજર ફેંકી લીધી..!!

બીજા વર્ષ ના બોયસ સ્ટુડન્ટ ની માફક પ્રથમ વર્ષ ના બોયસ સ્ટુડન્ટ પણ પોતાની તરફ વાસનાયુક્ત નજરે જોતાં એ એમને જોઈ લીધું પણ આ બધાં ની વચ્ચે એમનું ધ્યાન જો કોઈએ સૌથી વધુ ખેંચ્યું હોય તો એ હતો રાહુલ...રાહુલ ની નજરો માં એમને ના પોતાની જવાની તરફ નું ખેંચાણ દેખાયું ના કોઈ વાસના.. એની આંખો અને ધ્યાન ફક્ત સ્ટડી પર કેન્દ્રિત હતાં એ જોઈ રાખી મેડમ ના હૈયે કોઈએ ડામ દીધાં હોય એવું મહેસુસ થયું.

રાખી ને ગમતું હતું કે કોઈ એને તાકી તાકીને જોવે..કોઈ એને જોઈ અભદ્ર કોમેન્ટ કરે..એને આવું બધું જોઈ પોતાની સુંદરતા નું અભિમાન થતું..પણ રાહુલ નામનો આ છોકરો પોતાની તરફ સરખી રીતે જોતો પણ નહોતો એ વાત નો રાખી ને ગુસ્સો આવ્યો.

"આજે નહીં તો કાલે આ છોકરાને હું મારા રૂપ ના જાળ માં ફસાવી ને જ રહીશ.."મનોમન રાખી એ સંકલ્પ કર્યો અને લેક્ચર પૂરું થતાં રૂમ માંથી નીકળી ગઈ.

***

આમ ને આમ કોલેજ નો ફર્સ્ટ ડે પૂરો થયો..બધાં સ્ટુડન્ટ્સ ખૂબ ખુશ જણાતાં હતાં.. કોલેજ નું વાતાવરણ એ દરેક ને આનંદ આપે એવું હતું અને એમાં પણ જે રીતે હોસ્ટેલ માં રૂમ ની ગોઠવણ હતી એ બાબતે તો દરેક ને ઘેલા કરી મૂક્યાં..આ ઉંમર ના દરેક યુવક યુવતીઓ ને પોતાના થી વિજાતીય પાત્ર તરફ આકર્ષણ હોવું એ સામાન્ય હતું.એટલે દરેક છોકરાં છોકરીઓ ને મજા મજા હતી.

રાત નું જમવાનું પૂર્ણ કર્યાં બાદ રાહુલ, સાગર અને હર્ષ પોતાની રૂમ માં હોસ્ટેલ માં આવી ને બેઠાં.

"શું લ્યા તમારો મેળ પડ્યો કે નહીં..પેલી સામે ના રૂમ વાળી બે ચડ્ડી બનીયાન ધારી છોકરીઓ જોડે..?"રાહુલે ટીખળ કરતાં કહ્યું.

"વાહ ભાઈ જોર નામ આપ્યું..ચડ્ડી બનીયાન ધારી..ભાઈ હજુ મેળ તો પડ્યો નથી પણ નજીક માં પડી જશે..કેમકે એ બંને એ અમને તો અમારા ટાઈપ ની જ લાગે છે.."હર્ષે કહ્યું.

"ઓહ..તો તો તમારે ઘી કેળાં.. તમારું આ કોલેજ માં એડમિશન લેવું ખરેખર સાર્થક થઈ જશે.."રાહુલે કહ્યું.

"હા ભાઈ..હવે તો વહેલા માં વહેલી તકે એ બંને અમારા સકંજામાં ફસાઈ જાય એટલે બહુ.."બેડ પર પડેલાં તકીયા ને બે હાથ વચ્ચે રાખી સાગર બોલ્યો.

"હા હો..બસ ધીરજ કરો થોડી...હરામીઓ."રાહુલે કહ્યું.

ત્યારબાદ આવી જ બીજી અહીં તહીં ની વાતો કર્યા બાદ ત્રણેય સુઈ ગયાં.. રાત ના લગભગ ત્રણ વાગે રાહુલ ની આંખ ખુલી..હજુ ઉનાળો પૂર્ણ થયો ન હોવાથી ગરમી હતી અને એનાં લીધે રાહુલ ને તરસ લાગી હતી..એને ઊભાં થઈને જોયું તો રૂમ માં ક્યાંક એક ટીપું પણ પાણી નહોતું.

"અરે યાર..અહીં તો પાણી જ નથી..અત્યારે નીચે જવું પડશે ભરવા.."મનોમન આટલું બોલી રાહુલે હળવેક થી રૂમ નો દરવાજો ખોલ્યો અને બોટલ લઈને નીચે જવા માટે પગ ઉપાડ્યા.

ગ્રાઉન્ડ ફ્લોર પર જઈને રાહુલે બોટલ ભરવા વોટર કુલર ની ચકલી ચાલુ કરી પણ એમાં થી પણ પાણી નું ટીપુંયે ના નીકળતાં રાહુલે કોલેજ મેનેજમેન્ટ ને બે ચાર ગાળો આપી દીધી..રાહુલે ત્યાં નીચે હોસ્ટેલ ના મેઈન ડોર ની સામે આવેલાં કાઉન્ટર પર માથું રાખી સુતેલા લાલજી ને ઉઠાડી એને પાણી ની વ્યવસ્થા કરવા માટે કહેવાનું મન બનાવ્યું પણ પછી એને પોતાનો આ વિચાર પડતો મૂકી જાતે જ પાણી ભરવા ભોજનાલય માં જવાનું નક્કી કર્યું.

હોસ્ટેલ થી લગભગ બસો મીટર જેટલાં અંતરે ભોજનાલય આવેલું..બધાં સ્ટુડન્ટ્સ ત્યાં જમવા જતાં જ્યારે લેક્ચરર માટે ત્યાંથી શ્રવણ નામનો રસોઈયો જમવાનું ટિફિન હોસ્ટેલ માં આવેલાં એમના રૂમ સુધી આપી જતો.

રાહુલ ઝડપથી ઉતાવળાં પગલે ભોજનાલય તરફ ચાલતો થયો..રાત્રી નો સમય જાણે આખી હોસ્ટેલ ને પોતાની બાહો માં કેદ કરી સૂતો હોય એવું ભાસતું હતું..એટલી નીરવ શાંતિ હતી કે રાહુલ ને પોતાના હૃદય ની ધડકનો પણ સંભળાઈ રહી હતી..ભોજનાલય ની બહાર જ પીવા નાં પાણી ની વ્યવસ્થા હતી..રાહુલે ત્યાં જઈ બોટલ ભરી અને એમાં થી પહેલાં ધરાઈને પાણી પી લીધું..

આખી બોટલ ખાલી કર્યા બાદ એને ફરીથી બોટલ ભરી..બોટલ ભર્યા બાદ એ જેવું બોટલ નું ઢાંકણ બંધ કરવા જતો હતો એવું જ એ ઢાંકણ છટકીને એનાં પગ જોડે પડ્યું..રાહુલ જેવો નીચા નમીને એ ઢાંકણ લેવા ગયો ત્યારે એ જ્યાં ઉભો હતો ત્યાં આવેલી લોખંડ ની બનેલી જારીમાંથી કંઈક અવાજ આવતો હોય એવું લાગ્યું.

"રાહુલ.. રાહુલ… મારે તારી મદદ ની જરૂર છે.."

ઘડીભર તો રાહુલ ને પોતાનાં કાને સાંભળેલાં અવાજ પર વિશ્વાસ ના બેઠો..એને ફટાફટ બોટલ નું ઢાંકણું ઉપાડ્યું અને બોટલ ને બંધ કરી ત્યાંથી ચાલતી પકડી..પણ જતાં જતાં એનાં કાને ફરીથી એજ અવાજ સંભળાયો.

"રાહુલ… રાહુલ… મારે તારી મદદ ની જરૂર છે.."

રાહુલ દોડતો હોય એ રીતે ચાલીને હોસ્ટેલ ના મેઈન ડોર થી અંદર આવ્યો..હજુપણ લાલજી એમ જ સૂતો હતો..એ પગથિયાં ચડી પોતાના રૂમ માં ગયો અને બેડ પર જઈને સુઈ ગયો..ઘણો સમય સુધી પેલો અવાજ એનાં કાને પડઘાતો રહ્યો..કોણ હતું એ..??સાચે જ કોઈને મારી મદદ ની જરૂર છે કે પછી આ મારા મન નો કોઈ વહેમ હતો..??આવાં સવાલો ના જવાબ શોધતાં શોધતાં ક્યારે પોતાની આંખ લાગી ગઈ એની રાહુલ ને ખબર જ ના રહી..!!

***

LOADING......

શું રાહુલે સાચેજ કોઈ અવાજ સાંભળ્યો હતો.? કોને જરૂર હતી એની મદદ ની.? રાખી રાહુલ સાથે શું કરશે.? સાગર અને હર્ષ નિત્યા અને દીપ્તિ સાથે કઈ રીતે રિલેશન આગળ વધારશે.? બોયસ અને ગર્લ્સ ના રૂમ જોડે રાખવા પાછળ નો કોલેજ મેનેજમેન્ટ નો આશય શું હતો.? જાણવા વાંચો આ હોરર થ્રિલર રૂહ સાથે ઈશ્ક નો નવો ભાગ આવતાં સપ્તાહે...!!

મારી બીજી નોવેલ "દિલ કબૂતર" પણ તમે માતૃભારતી પર વાંચી શકો છો… ધન્યવાદ.

-દિશા. આર. પટેલ