Bhayanak - Darr in Gujarati Horror Stories by Monika Verma books and stories PDF | ભયાનક - ડર? શેનાથી?

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

ભયાનક - ડર? શેનાથી?

મીરા , જે હાલ 25 વર્ષની થઇ છે. નાનપણ થી માત્ર બે વાત થી જ ડરે છે. મમી પપા ખિજાસે તો? અને બીજી ભીડ. બાકી તો કોઈ ડર નથી. પછી તે મોટા સપના જોવાના હોય કે પછી ખુદને કોઈ મોટી મુશ્કેલી માં નાખવાની હોય. 

દુનિયા રહીને જ મોટી થઇ છે. લોકો નું અવલોકન  કરેે છે. સૌ ડરે  છે. અને એ ડર ને કારણે પોતાને. દિલાશો આપવા સહારો લઈ રહયા છે ઈશ્વર નો. પપા તો રોજ સવારે વહેલા ઉઠી પૂજા કરી અને પછી જ નાસ્તો કરે છે. અને સાંજે પણ આરતી કરી ને જ જમેં છે. 

મીરા ને આ બધું ગમતું નથી. લોકો ડરે છે શા માટે? બસ એટલે જ કે એમનું કશું ખરાબ ના થાય. મીરા તો મુશ્કેલીઓ ની શોખીન છે. એના મતે તો મુશ્કેલીઓ જ આગળ વધવાની કાબેલિયત શોધી આપે છે. 

હાલ તો તે એક નાનકડી સરકારી શાળા માં નોકરી કરે છે. તે પોતાના દ્વારા થયેલા દરેક સારા કાર્ય કે કોઈની મદદ માટે ઈશ્વર નો આભાર માને છે. અને દરેક મુશ્કેલી માટે પણ , કે એને કાંઈક નવું શીખવા મળે છે. તે વિજ્ઞાન અને ઈશ્વરને એક સિક્કા ની બે બાજુ માને છે. 

પણ એક દિવસ વેકેશન માં ઘરે આવે છે અને જુએ છે, આ શું? પપા પૂજા નથી કરી રહ્યા? પૂજા તો દૂર ભગવાન નું નામ લેતા પણ ડરે છે? જે ભગવાન નું નામ લીધા વગર સવાર નહોતી થતી એનું નામ લેવામાં જ આટલી બીક? શા માટે?

ત્યાર બાદ મીરા એ કારણ જાણવા પ્રયત્ન કર્યો. કારણ જાણ્યા બાદ તેનો વહેમ કે લોકો માત્ર ડર ને કારણે જ ઈશ્વર ને પૂજે છે એ વિશ્વાસ માં પરિણમ્યો.

કારણ એ હતું કે પાડોશી માં રહેતા એક મોટા બિઝનેસ મેન નાં પુત્ર નું અવસાન થયું હતું. જેનો ખુબ મોટો આઘાત તેમના માતા પિતા પર થયો હતો. થોડા સમય માં આ વાત વિશે જાણી એક દુષ્ટ આત્મા એ તેમની ભાવનાઓ નો ફાયદો ઉઠાવ્યો. અને તેમના પુત્ર નાં મોબાઇલ ફોન નાં સિમ કાર્ડ માં જઇ આશરો લીધો. 

તે યુગલ નાં પુત્રનાં અવાજ ના તરંગો જેવા જ તરંગો ઉત્પન્ન કરી આત્મા એ મમી પપ્પા શબ્દો નાં તરંગો ઉત્પન્ન કર્યા. સ્વાભાવિક છે માતા પિતા ને તેમના પુત્રનો જ અવાજ સંભળાયો. 

પુત્ર નાં મોહ માં તેઓ બેબાકળા થઇ ત્યાં દોરી આયા. મોબાઇલ ફોન માંથી અવાજ આવ્યો કે મમી પપા! હું તમારો વિવેક. મને અહીં થી બહાર કાઢો? મારે તમારી પાસે આવવું છે. પણ બહાર કેવી રીતે આવું? 

યુગલ ને પુત્ર મોહ નો આશરો આપી પોતાના વશ માં કરી લીધેલી દુષ્ટ આત્મા ને ફાવતું મળી ગયું. યુગલ તો પુત્ર ને પાછો લાવવા બધું જ કરવા તૈયાર હતા. 

એ જાણતા હોવા છતાં કે આ દુનિયા છોડીને જનાર વ્યક્તિ ક્યારેય પાછું નથી આવતું. છતાં એક આશા ને કારણે તેઓ બધું જ કરવા તૈયાર થયા. 

મોબાઇલ માંથી અવાજ આવ્યો પહેલા આ ઘંટ ને મંદિર ના અવાજ બંધ કરાવો. મને નથી ગમતું. તેના પિતા તો હતા મોટા બિઝનેસ મેન, પોતાના પૈસા ની તાકાત અને ડર થી આસપાસનાં બધા જ મંદિર અને પૂજા આરતી બંધ કરાવી દીધી. જેની આજુબાજુ તે મોબાઇલ ફોન હોય તેને તે મોબાઇલ દ્વારા જુદા જુદા કાંડ કરી લોકો ને ડરાવતી. 

અને અંતે 1 મહિના માં તો દરેકે પૂજા આરતી બંધ કરી દીધી. 

આ જાણી મીરા ક્રોધે ભરાઈ. આવું તે કાંઈ હોય? તણેે મોબાઇલ લઇ ઈશ્વર નું નામ લેવા શરુ કર્યું. ત્યાં તો પપા ખિજાયા. નહિ, નામ ના લઇ. અનર્થ થઇ જશે. એમ કહી મોબાઇલ આંચકી લીધો. 

ગમે તેમ કરી તેણે મમી ને સમજાવ્યું કે આવું કેમ? જે ઈશ્વર પર આટલો વિશ્વાસ કરતા એનું નામ લેવાનું જ બંધ? માત્ર એક ડર ને કારણે? શું થઇ જશે જો કોઈ મુશ્કેલી આવી પડશે? શું આજ સુધી ઈશ્વર નું નામ ફક્ત સ્વાર્થ ખાતર જ લેતા હતા? 

મીરા એ તેના મિત્રો ને ત્યાં બોલાવી બધી વાત કરી. અને આનો કોઈ ઉકેલ લાવવો જ એમ નક્કી કર્યું. તે માટે મોબાઇલ લેવાની જરૂર હતી. પણ મોબાઇલ લેવો કેમ? તે માતા પિતા તો સતત મોબાઈલ પાસે રાખી વિવેક , સાથે વાતો કરતા. 

એક રાતે મીરા એ સંતાઈને તે મોબાઇલ લઇ લીધો. અને મોબાઇલ પાસે લઇ ઈશ્વર નું નામ લેવા લાગી. આત્મા પોતાને છોડાવી ના શકી. તેથી વિવેક ના અવાજ માં મમી પપા ની બૂમો પાડવા લાગી. અવાજ સાંભળી પિતા જાગી ગયા અને ગુસ્સે થઇ મોબાઇલ લઇ લીધો. 

આત્મા બધાને ડરાવવા મીરા અને તેના મિત્રો ને ડરાવવા લાગી. કોઈ ને પાણી માં ધકેલી દીધી તો કોઈને સળગાવી દેવાનો પ્રયાસ. પણ મીરા અને તેના મિત્રો ડર્યા નહિ. 

એક દિવસ મીરા એ ફોન લઇ તેમાંથી સિમ કાર્ડ જ કાઢી નાખ્યું. અને મિત્રો સાથે મળી ને તેનો નાશ કર્યો. પણ મીરા બહાદુર હતી તો આત્મા પણ ઘમંડી. 

પુરા શહેર માં પોતાનો ત્રાસ ફેલાવા લાગી. લોકો મીરા ને દોષી ગણવા લાગ્યા. મીરા એ તેના મિત્રો ને ત્યાંથી જતા રહેવા કહ્યું. કેમ કે શહેર નાં લોકો નો ગુસ્સો વધી રહ્યો હતો. અને અન્ધશ્રદ્ધાળુઓના ગુસ્સા ને કારણે તે વિષે જાણતા લોકો પણ ચુપ હતા. પણ તેના મિત્રો એ સાથ ના છોડ્યો. જવાબદારી લીધી છે તો પુરી જરૂર કરીશું. મીરાંને ગર્વ હતો કે તેની પાસે આવા મિત્રો છે.

બસ પછી આત્મા ને શાંત કરવા નો નિર્ણય અને પ્રયાસ શરુ. તે કોઈ પણ સ્વરૂપે આજુબાજુ રહેતી અને લોકો ને હેરાન કરતી, ડરાવતી. અને નામ આવતું મીરા નું. 

થોડા દિવસ પછી તે બહાર લીમડા ના ઝાડ નીચે બેઠી હતી. અને તેના વાળ આગળ સુકાયેલા પાંદડા પડ્યા. તરત જ મીરા એ જોયું તો તેનું સ્વરૂપ બદલાતું હતું. તરત જ મીરાંએ તેને મુઠ્ઠી માં બંધ કરી લીધા. ત્યાં બીજા પાંદડા પણ પડ્યા. બધા પાંદડા લઇ તેણે હાથ માં મસળી નાખ્યા. તેની બહેનપણી વીરાલી આ જોઈ ગઈ. હવે આમાં થી કયું પાંદડા નો ભાગ તે દુષ્ટ આત્મા એ લીધો છે તે ઓળખવો કઈ રીતે. પાંદડા તો મસેળાઈ ગયા હતા. વીરાલી એ કહ્યું હાથ ખંખેરી દે. મીરા એ કહ્યું શું કહે છે તું યાર. મંદ હાથમાં આવ્યું છે. ફરી કેમ કરતા પકડીશું. વીરાલી એ કહ્યું અલી ખંખેર તો ખરી. ! મીરા એ હાથ ખંખેર્યા ત્યાં એક ચીકણું પ્રવાહી જેવું હાથમાં રહ્યું અને બાકીના પાંદડા ખરી ગયા. મીરા એ તેને નીચે પાડવા થી રોકી લીધું અને મુઠ્ઠી માં બંધ કરી દીધું. તરત જ મિત્રો ને બતાવ્યું જે આત્મા ને શોધી રહ્યા હતા. 

એક મિત્ર ની સલાહ પ્રમાણે તેને કાગળ માં લપેટી મંદિર લઇ ગયા અને સળગાવી દીધું.અને એ આત્મા મુક્ત થઇ. 

લોકો માં ઈશ્વર પ્રત્યે ફરી વિશ્વાસ જાગ્યો. મીરા ઈશ્વર ને ડર નહિ મિત્ર સમજવા લાગી.