Hum tumhare hain sanam - 13 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | હમ તુમ્હારે હૈ સનમ - 13

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હમ તુમ્હારે હૈ સનમ - 13

હમ તુમહારે હૈ સનમ

(ભાગ-૧૩)

અરમાન સારાની ઘરે આવ્યો હોય છે. બહાર ફળિયામાં આયત અને અરમાન બેઠા હોય છે. ઘરમાં લગ્નની વિધિઓ થતી હોય છે.

"આયત એક વાત પૂછું... પૂછો શું...?"

"હા બોલો શું?"

"તમારો હાથ પકડી ને લઇ જાઉં અહીંથી?"

"ક્યાં લઇ જશો...?"

"મૌલવી સાબના ઘરે... એમને કહીશ નિકાહ પઢાવી દો..."

"મૌલવી સાબ ના કહેશે તો?"

"તો ખુબ આજીજી કરીશ..."

"તમે આજીજી કરશો તો મૌલવી સાબ કહેશે.. બેટા પ્રેમ પર કોઈનો કન્ટ્રોલ ન હોય. પણ નિકાહમાં હાજર રહેવાનો અધિકાર માં બાપ નો છે. એમને લઈને આવો પછી જ પઢાવીશ..."

"એવું એમ..."

"અરમાન મને એવું લાગે છે કે તમે હંમેશા સાચું બોલો છો પણ આ ખોટું હતું હેને?"

"આયત વાત તો સાચી હતી પણ દિલથી નથી પૂછ્યું..."

"મને ખબર જ હતી. હું તમને મળી નહોતી ત્યાર થી જાણતી હતી કે તમે મારી આબરૂ ના રખેવાળ છો..."

અરમાન એના આ શબ્દો સાંભળી મનમાં ખુશ થાય છે. એની ખુશી ચહેરા પર સરી આવે છે. આયત પણ એને આમ જોઈને ખુશી અનુભવે છે. આયત પોતાનો હાથ આગળ કરે છે.

"લો અરમાન પકળી લો મારો હાથ.. અને લઈજાઓ તમારે જ્યાં લઇ જવી હોય ત્યાં. મૌલવી સાબ ને ત્યાં કેહસો કે અદાલતમાં હું તમારી સાથે આવીશ.. બસ પછી તમે જાણો અને ખુદા જાણે..."

અરમાન ત્યાં ખાટલા પરથી ઉભો થાય છે. પીપળનું પાન તોડતા બોલે છે.

"અક્રમએ એવું માની લીધું છે કે આપણે કાંતો કોર્ટ મેરેજ કરી લઈએ અને કાંતો મરી જઈએ બીજો કોઈ રસ્તો છે નહિ."

"અરમાન એતો ખુદાની મરજી... અત્યાર થી એ વિષે ન વિચારો..."

આટલામા પાછળથી પેલો છોકરો આવે છે જે આયત ગીત ગાયી રહી હોય છે ત્યારે આવ્યો હતો એ...

"તુમ જો આયે જિંદગી મેં બાત બંધ ગઈ... ગાઓ ગાઓ શું ગાતી તું..."

આયત ઉભી થઇ ને અરમાન પાસે આવી જાય છે.

"કોણ છે આ?"

"અરમાન આ સારા નો કઝીન છે. શાદી માં આવ્યો છે..."

"ઓહો... મેડમ તમે તો માહિતી પણ મેળવી લીધી... નામ પણ પૂછી લેવું હતું ને..."

અરમાન એને ગુસ્સાથી જુવે છે.

"આયત સારા ને બોલાવ..."

"ઓય ભાઈ... તને બહુ છોકરીઓ સાથે ગુસલપુસલ કરવાનો શોખ છે... લોકો મને લિયક્ત કહી ને બોલાવે છે. મર્દનો બચ્ચો છે તો મારી સાથે વાત કર..."

લિયક્ત બોલતા બોલતા આયત સામે જોતો હોય છે. અરમાન એના હાથ થી એક ગાલ પર અંગૂઠો અને બીજા ગાલ પર આંગળી રાખી ને મો દબાવે છે. એટલામાં સારા આવે છે. અરમાન એની નાખ પર જોરથી માથું ભટકાળે છે. લિયક્તની નાક માંથી લોહી નીકળી જાય છે.

"જો ભાઈ લિયક્ત... આજ પછી આયત બાજુ જોતો નઈ... સારા આને અહીં જ રાખજે. હું આયત ને ઘરે મૂકી ને આવું છું..."

અરમાન આયત ને મુકવા ઘરે જતો હોય છે.

"અરમાન તમે ના જશો... અને ઝગડો ના કરતા... એના પપ્પા પોલીસમાં છે. વાંક વગર તમને ફસાવી દેશે..."

"આયત તું આજે કસમ ન આપતી.. હું આજે જઈશ...એની પાસે... તને કોઈ જુવે એનો મને વાંધો નથી પણ ગંદી નજર થી જુવે તો એની જોવાની હિંમત કેમ થાય..."

અરમાન આયતને મૂકી ને ત્યાં જાય છે. સારા ના ઘરે એના મામા જે પી.એસ.આઈ હોય છે. એ પણ ત્યાં આવી ગયા હોય છે. સારા અને એના અમ્મી કહે છે વાંક લિયક્તનો છે પણ લિયક્તના પિતા ગુસ્સે હોય છે કે મારા છોકરાને માર્યો કેમ.

એટલામાં જ સારા ના ઘર ની ડેલી ખખડે છે. કોઈ ખોલતું નથી તો અરમાન જોરથી ધક્કો મારી ને અંદર આવે છે.

"મારુ નામ અરમાન છે. મારે લિયક્ત ને મળવું છે ક્યાં છે એ..."

"તે લિયક્ત પર હાથ કેમ ઉપાડ્યો?"

"એને પૂછો એને કર્યું છે શું... બહાર લાવો એને ક્યાં છુપાઈ ને બેઠો છે."

"તને ખબર છે હું કોણ છું ?"

"અંકલ તમે મને લિયાકત ને સોંપી દો નહિતર હું અહીંથી હલીસ પણ નહિ..."

"ચાલ નીકળ હું એને વઢી લઈશ..."

"ઓય... મિસટર વાત સીધી રીતે કર..."

પોતાનું અપમાન સહન ન થતા લિયક્તના પિતા એ એને બહાર બોલાવ્યો. લિયક્ત ડરતા ડરતા બહાર આવ્યો.

"જો ભાઈ લિયક્ત. કોઈ એમ કહે ને કે અમે પ્રેમમાં છીયે તો એમની વચ્ચે ન પળો. એ તમારી આ મતલબી દુનિયાના નથી. એ અલગ જ દુનિયામાં જીવવા વાળા લોકો છે. એમની ઈજ્જત કરો. આજે તો જાઉં છું પણ હવે પછી ક્યારેય આવી ભૂલ ન કરતો..."

અરમાન આટલું કહી ને ત્યાંથી નીકળી જાય છે. એ સમજે છે કે સારા ના ભાઈ ના લગ્ન છે તો ઝગડો મોટો ન થાય. એના જતા જ લિયક્ત ના પપ્પા એને એક તમાચો મારે છે. આથી લિયક્તના મનમાં અરમાન માટે ઝેર ભરાય છે. અહીં આયત ઘરે બેઠી બેઠી ચિંતા કરી રહી હોય છે. એટલામાં માં આયતના ઘર ની ડેલી ખખડે છે. આયત દોડતી આવે છે અને ડેલી ખોલે છે. અરમાન સામે હોય છે.

"તું ડરી ગઈ તી ને કે હું જઈશ તો ઝગડો કરીશ... હું ઝગડો નથી કરી ને આવ્યો. એને સમજાવી ને આવ્યો છું. હવે તો ચિંતા ન કર..."

"તમે અંદર આવી જાઓ ઠંડી બહુ છે..."

"ના હવે હું નીકળીસ..."

"આટલી રાત્રે રાજકોટ જશો...?"

"હા રાજકોટમાં તો અત્યારે દિવસ ઉગશે..."

"સારું તો સાચવી ને જજો..."

"હા તું પણ ધ્યાન રાખજે...."

"સાંભળો કાલે ન આવતા..."

"કેમ?"

"એક દિવસ ની રજા લઈલો..."

એટલામાં પાછળથી આયતના અમ્મી આવે છે. એના માથામાં ટપલી મારે છે.

"કેટલીવાર બૂમો પાડી કે દરવાજે કોણ છે. જવાબ કેમ નથી આપતી... અને અરમાન તું અંદર આવી જા.. આમ અમારી ઈજ્જતનો અડધી રાત્રે તમાશો ના કર..."

"ના માસી હું નઈ આવું અંદર..."

"તો જા ઘરે તારા એમ કરી ને ડેલી બંધ કરી દે છે."

આયત સુવાની કોશિસ કરે છે પણ એને નીંદર નથી આવતી. એ રાત્રે એક વાગે ડેલી ખોલે છે. અરમાન ત્યાં ડેલીની બહાર જ સૂતો હોય છે. આયત એને જોઈ ખુબ દુઃખી થાય છે. એની આંખો માંથી આંસુ સરી પડે છે.

"અરમાન મને પાપ માં ન પાડો... તમે આમ ન કરો.. અંદર આવી જાઓ..."

"આયત અમ્મી એ તને ફરીવાર મારી?"

"ના નથી મારી..."

"હું એટલે જ રોકાઈ ગયો..."

"અરમાન હવે અમ્મી મારે તો તમે ના રોકાતા પ્લીઝ..."

"આયત અમ્મી ને કેજે હવે બીજીવાર મારી સામે તને હાથ ન લગાવે...."

"હા અરમાન નઈ લગાવે. રાતનો દોઢ વાગ્યો છે. અંદર આવી જાઓ ક્યાં જશો...?"

"મને યાદ આવી ગયું આયાત મૌલવી સાબ એ કહ્યું હતું એમને ત્યાં રોકાઈ જાઉં અને ફજરની નમાજ પઢી ને નીકળી જાઉં."

"ચાલ આયત હવે હું જાઉં છું તું સુઈ જા..."

અરમાન ત્યાંથી મૌલવી સાબ ના ઘરે જઈને સુવે છે. આયતથી અરમાન નું દુઃખ સહન ન થયું એ છત પર જાય છે. ધાબે પોષ મહિનાની ઠંડીમાં કઈ પણ ઓઢયા વગર ખુલ્લામાં બેસે છે.

સવારે ચાર વાગે મૌલવી સાબ ની આંખ ખુલે છે એ જુવે છે અરમાન ઓરડા ની જગ્યા એ ફળિયામાં સૂતો છે કઈ પણ ઓઢયા વગર એ એમની રજાઈ લઈને એને ઓઢળે છે.

સવારે અજાન બાદ આયત ના અબ્બુ સુલેમાન બહારગામ થી પાછા ફરે છે. એના અમ્મી આવતા જ ચાલુ થઇ જાય છે

"એ આવ્યો હતો. તમે ઘરે રેહતા હોય તો..."

"રુખશાના હવે તો એક જ રસ્તો છે કાંતો હું મરી જાઉં ને કાંતો એને ગોળી મારી દઉં... આ શું રોજ ની લપ... મારે કામે તો જવું પડે ને..."

એટલામાં આયત ની નાની બેન નમાજ પઢી ને આવે છે.

"અમ્મી દીદી રૂમ માં નથી... રાત્રે નીંદર નહોતી આવતી તો એ જાગી ને ભાર નીકળી હતી..."

આયતના અમ્મી ઘરમાં બધે એને શોધે છે. એ ક્યાંય નથી દેખાતી. એના નાના બાળકો ને મારી મારી ને પૂછે છે કે રાત્રે એ ગઈ તો દરવાજો કોને બંધ કર્યો તો. પણ બધા ના પાડે છે.

"સુલેમાન એ લઇ ગયો આપણી દીકરી ને... હવે તો બધું લૂંટાઈ ગયું" એમ કરી ને ભેંકનો તાણે છે.

"રુખશાના તું ચુપ થા હું બહાર જોઈ ને આવું છું..."

સુલેમાન આયત ને શોધવા ભાર નીકળે છે. અરમાન પણ નમાજ પઢી ને રાજકોટ જવા ચોકમાં આવતો હોય છે. સુલેમાન એને જોતા જ મારવા દોડે છે. અરમાન ને ભીતમાં દબાવી ને ગાલ પર ચાર-પાંચ થપ્પડ લગાવી દે છે.

"બોલ ક્યાં સંતાડી છે મારી બેટી ને?"

"માસા તમે મને મારી લો પણ આવું ન બોલો... એની હું ઈજ્જત અને વિશ્વાસ કરું છું. તમારી તો દીકરી છે તમને નથી વિશ્વાસ...?"

"તે જ ભગાડી છે એને..."

"માસા એ ઘરે જ હશે... ચાલો ઘરે આપણે શોધીએ..."

બંને આયતના ઘરે આવે છે. રુખશાના ભેકળો તાણી રહી હોય છે. અરમાન ને જોતા જ છાતી પીટવા લાગે છે. અરમાન નજર ધાબા તરફ કરે છે. રુખશાના દોડતી ઉપર જાય છે. આયત ધાબે એક ખૂણા માં બેઠી હોય છે.

"આયત કમીની... અહીંયા શું કરે છે..." એમ કહી થપ્પડ મારવા જાય છે.

"અમ્મી ના મારો... તાવ આવી ગયો છે."

એના અમ્મી કપાળ જુવે છે. આયત ને ભારે તાવ હોય છે. એને લઈને એ નીચે આવે છે. આયતના આબુ શરમના મારે નીચે જુવે છે. આયત અરમાન ને જુવે છે.

"તમે આજે ફરીવાર માર ખાઈ ને આવ્યા છો? તમારા હોઠ પાસે લોહી છે..."

અરમાન કઈ જ બોલ્યા વગર પાછો નીકળે છે. આયત ના અબ્બુ એને રોકતા બોલે છે.

"બેટા રોકાઈ જા ચા નાસ્તો કરી ને જજે..."

અરમાન કઈ પણ બોલ્યા વગર નીકળી જાય છે. આયતના અબ્બુ એના અમ્મી ને કહે છે.

"મેં બિચારા ને વાંક વગર કેટલો માર્યો.. લોહી નીકળી ગયું..."

આટલું સાંભળતા જ આયત જાણીને દરવાજા ની ધાર પર પોતાનું મોઢું અથડાવે છે. એને પણ હોઠ પાસે લોહી નીકળે છે. એ આંગળી ફેરવી લોહી જોઈ ને એક સ્મિત આપે છે.

અહીં અરમાન પેલા રિક્ષાવાળા કાકા સાથે જતો હોય છે. રસ્તામાં એ કહે છે.

"ચાલો કાકા આજે હું ચા પીવડાવું પછી જઈએ આપણે બસ સ્ટેશન..."

"હા ચાલો બેટા..."

રિક્ષાવાળા કાકા અને અરમાન ચા પિતા હોય છે. ત્યાં ચોકમાં એક ઓપન જીપ્સી આવે છે. જીપ્સીમાં પી.એસ.આઈ નો છોકરો લિયક્ત હોય છે. એ અરમાન ને ઘૂરરાઈ ને જુવે છે. એના મનમાં બદલાની આગ એ જન્મ લઇ લીધો હોય છે.

(ક્રમશ:....)