Pahelo Varsaad - 3 in Gujarati Love Stories by Prinjal patel books and stories PDF | પહેલો વરસાદ - 3

Featured Books
Categories
Share

પહેલો વરસાદ - 3

Part 3

આરવ એ ના પાડી એટલે એ રાત તો રડવામાં જ નીકળી ગઈ.

સવારે કૉલેજ જવાનો મૂડ તો નહોતો પણ સાંચી ના ત્રણ કોલ આવી ગયા હતા કેમકે આજે અસાઇમેન્ટ સબમીટ કરવાનું હતું એટલે જવું પડે એમ હતું. તૈયાર થઇ ને ફોન જોયો પણ આરવ નો કોઈ મેસેજ નહોતો. નહીતો રોજ તો હું સૂતી હોઈ ને જ એનો મેસેજ આવી ગયો હોય.

ફોન લઇ હું કોલેજ જવા નીકળી. અસાઇમેન્ટ સબમીટ કરી ઘરે આવવા નીકળી ગઈ. સાંચી ને કામ હોવાથી એ માર્કેટ ગઈ હતી. એટલે હું એકલી જ ઘરે આવવા નીકળી ગઈ. રોજ તો વાતો માં રસ્તો ક્યારે પૂરો થઇ જાય એ ખબર જ નહોતી પડતી પણ આજે તો આખા રસ્તે બસ આરવના જ વિચારો આવતા હતા.

ઘરે આવી મૂડ નથી કહી જમી પણ નહિ અને રૂમ માં જઈ સુઈ ગઈ. સાંજે ઉઠી ને જોયું તો આરવ ના 5 missed call અને 27 messages આવ્યાં હતા.... મેં એક પણ નો રીપ્લાય ના આપ્યો.

બીજા દિવસે સવારે એનો કોલ આવ્યો તો મેં received જ ના કર્યો. સાંજે એણે મેસેજ કર્યો ,

" શૈલી એક વાર મારી જોડે વાત કર. મારે તને કંઈક કહેવું છે. કોલ નહિ તો કમસેકમ મેસેજ નો તો રિપ્લાય આપ ".

મેં પછી મેસેજ કર્યો ,

" હવે વાત કરવા જેવું શુ બાકી છે !!!! તારો attitude તને મુબારક. "

એનો રીપ્લાય આવ્યો ,

" please try to understand!! મને કોઈ attitude નથી. તને મેં ના પાડી એટલે તને એવું લાગે છે ને કે મને attitude છે. ok ચાલ હવે હું હા પાડું તો !!!!"

આ વાંચી હું ખુશ થઇ ગઈ. પણ વિચાર્યું થોડું વધારે જાણી લઉં. મેં મેસેજ કર્યો ,

" શેની માટે હા પાડે છે ?"

એનો રિપ્લાય આવ્યો ,

" તને ખબર છે તોય પૂછે છે!! ઓકે. શૈલી I Like you..... મેં તને જયારે પહેલી વાર જોઈ હતી ત્યારથી જ તું મને બઉ ગમે છે.... અને કદાચ હું તને like નઈ love કરું છું...... I love you.... તે જયારે મને પ્રપોઝ કર્યું ત્યારે જ હું હા પાડી દેત પણ મને એક વાત ની બીક છે. "

મેસેજ વાંચી મેં પૂછ્યું ,

" પ્રેમ કર્યો છે ને હવે કોનાથી બીવે છે ? " એનો રિપ્લાય આવ્યો ,

" વાત બીવાની નથી પણ સમજવાની છે. તને ખબર તો છે તારા પહેલા હું તારા ભાઈ આદિત્ય નો સારો એવો મિત્ર છું. કદાચ એના લીધે જ તને ઓળખતો થયો છું. જો એને ખબર પડે આપણા રિલેશનશિપ વિશે તો એ કેવું વિચારે કે મારો જ ફ્રેન્ડ મારી સિસ્ટર જોડે..... તું સમજે છે ને !!! એટલે જ મેં તને પહેલા ના પાડી હતી પણ તારી સાથે આ બે દિવસ વાત ના થઇ તો જાણે હું જીવવાનું ભૂલી ગયો હોય એવું લાગ્યું. હવે કદાચ તારા વગર મારુ જીવન અશક્ય છે. એટલે મેં વિચાર્યું કે તને કહું તો તું કઈ રસ્તો બતાવે. "

મેં વિચાર્યું પછી રીપ્લાય કર્યો,

" જો રસ્તો તો છે. આપણે અત્યાર સુધી જે રીતે વાત કરતા હતા બસ એ રીતે વાત કરવાની , પણ હા આપણે મળીશું નહિ કેમકે જો ભાઈ આપણને બંને ને સાથે જોઈ જશે તો એ સમજી જશે કે..... એટલે આપણો સંબંધ બદલાશે પણ રૂટિન તો એજ રહેશે..... અને I love you too.... કદાચ હું પણ હવે તારા વગર મારુ જીવન કલ્પી નથી શકતી. હજી આપણે એક પણ વાર મળ્યા નથી અને હમણાં મળી પણ નહિ શકીએ પણ મારો પ્રેમ તારા માટે રાતદિવસ વધતો જ રહેશે એ વાત ચોક્કસ છે. "

બસ આ પછી તો મારો અને આરવ નો સંબંધ જ જાણે એક મહત્વ નો હોય એમ બની ગયું હતું. એમ કરતાં કરતાં 3 મહિના થઇ ગયા પણ હજી એક પણ વાર અમે મળ્યા નહોતા.

રોજ કૉલેજ જઈ એને કોલ કરવાનો નિયમ હતો. કોલેજ માં બનેલી દરેકેદરેક ઘટના હું એને કહેતી. લેચસર બંક કરી એની જોડે વાતો કરતી. એક વખત હું લેક્ચર માં મોડી પહોંચી... અને પછી સર જે લખાવતા હતા એ લખવાને બદલે હું આરવ જોડે મેસેજ કરવામાં વ્યસ્ત થઇ ગઈ.

સર મને જોઈ ગયા એટલે એમણે મને કલાસ ની બહાર કાઢી મૂકી. હું પણ કઈ બોલ્યા વગર નીકળી ગઈ. પછી બહાર આવી આરવ ને કોલ કરી આ વાત કહી. સર મને બોલ્યા એટલે હવે આરવ ગુસ્સે થયો કે એ મને આવી રીતે બોલી ના શકે. પછી મેં એને સમજાવ્યો કે ભૂલ મારી હતી તો એમની પર ગુસ્સો કરવો એ ખોટી વાત છે... એ સમજી ગયો પણ બોલ્યો તને કોઈ કશુ કહી જાય એ મારાથી સહન નથી થતું. આજ પછી તને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહેજે હું છું તારી માટે..... એની આ વાત સાંભળી મને લાગ્યું કે એના દિલ માં મારા માટે બહુ લાગણી અને પ્રેમ છે જે સારી વાત કહેવાય..... પણ રોજ આવી રીતે એની જોડે વાતો કરવામાં હું ભણવાનું ભૂલતી ગઈ

એના લીધે મારી સ્ટડી પર અસર થવા લાગી. મારા માર્ક્સ પહેલા સેમેસ્ટર કરતાં ઓછાં આવ્યાં. કારણ કે પરીક્ષા વખતે પણ વાંચવા કરતાં વધારે એની જોડે વાતો કરવામાં મારો સમય મેં પસાર કર્યો હતો.

એ આ વાત થી નાખુશ હતો કે મારુ પરિણામ ઓછું આવ્યું કેમકે એને એવું લાગતું હતું કે એના લીધે એ મારા માર્ક્સ ઓછાં આવ્યાં છે.

એટલે એણે મને મારી સ્ટડી પર વધારે ધ્યાન આપવા કહ્યું પણ હું માની નહિ કેમકે મારાં માટે એ પહેલી જરૂરિયાત હતો.

એને મારી જોડે વાતો ઓછી કરી દીધી. હું રોજ કોલેજ જઈ એને કોલ કરું તો એ રિસિવ જ ના કરે મેસેજ નો પણ રિપ્લાય આપે ના આપે એવું કરતો.....

હું જાણતી હતી એને આવું કરવું નથી ગમતું પણ કદાચ જો હું ફેલ થાવ તો મારા કેરિયર પર અસર થાય. એટલે એણે મને એનાથી દૂર કરવાની શરૂઆત કરી દીધી.....

હજુ પણ અમારી મુલાકાત નો સમય લાગે આવ્યો નહોતો.... પણ હું રાહ જોઈ રહી હતી એ દિવસ ની....

  • PRINJAL
  • To be continue.....