Premrog - 14 in Gujarati Moral Stories by Meghna mehta books and stories PDF | પ્રેમરોગ - 14

Featured Books
Categories
Share

પ્રેમરોગ - 14

મીતા આમાં તો હું કેવી રીતે તારી મદદ કરું? કોઈ છોકરી ના મન ની વાત ની મને કેવી રીતે ખબર પડે? હમમમ સાચી વાત છે. પણ તારી સાથે વાત કરી ને મારા મન નો ભાર હળવો થઈ ગયો. કોફી આવી . બન્ને ફટાફટ પી ને ઘરે જવા નીકળ્યા. મીતા, હું તને મૂકી જાઉં છું. ઓકે કહી મીતા જીગર ની બાઇક ની પાછળ બેસી ગઈ.

મીતા બાઇક પર પાછળ નું સ્ટેન્ડ પકડી ને બેઠી હતી.મીતા મારા શરીર પર કાંટા ઉગેલા છે. ના, કેમ આવું પૂછે છે? કારણકે, તું મને પકડવાની જગ્યા એ સ્ટેન્ડ પકડી ને બેઠી છે. અરે! પણ મને આ રીતે ફાવે છે. જો હું તને પ્રેમિકા ની જેમ ચીપકી ને બેસવા માટે નથી કહેતો. પણ, મારા ખભા પર તો હાથ મૂકી જ શકે છે.સારું, તું જીત્યો હું હારી એમ કહી મીતા જીગર ના ખભા પર હાથ મૂકે છે.

મીતા નો હાથ પોતાના ખભા પર મુકાતા જીગર ના શરીર માં થી મીઠી ઝણઝણાટી પસાર થઈ જાય છે.કાશ! આ સમય અહીં જ અટકી જાય. જીગર ક્યાં ખોવાઈ ગયો? જઈશું? જીગરે બાઇક ચાલુ કર્યું. અરે! જીગર તારી વાત તો કરવાની રહી ગઈ. કઈ વાંધો નહિ. મારી વાત એટલી પણ જરૂરી નથી. જીગરે વાત ઉડાડી દીધી. મીતા ને એના ઘરે ઉતારી ને પોતાના ઘર તરફ જવા નીકળ્યો.

મીતા ને મોહિતે પહેલા જ પ્રપોઝ કરી દીધું છે.અને હવે જો હું પણ કરીશ તો તે અસમંજસમાં મુકાઈ જશે.એટલે , હમણાં રાહ જોવી જ સારી રહેશે.એમ વિચારી ને જીગરે વાત કરવા નું ટાળ્યું. જીવન માં ઇચ્છીએ એ મળી જાય તો એની કદર ના થાય એટલે જ કદાચ કુદરત ચાહેલી વસ્તુ આપવા માટે સમય લે છે. જેથી એનું મહત્વ સમજાય.કદાચ, મારી જોડે પણ આવું થાય. મીતા ને મારા મન ની વાત સમજાઈ જાય.

બીજા દિવસે સવારે કોલેજ પતાવી મીતા ફટાફટ બે વાગે ઓફીસ પહોંચી.તે સીધી જ સુદેશ ની કેબીન માં ગઈ. સર, હું આવી ગઈ છું.ઓકે, ગુડ તમે આવી ગયા છો. ચાલો, આપણે નીકળીએ.

સુદેશ મીતા ને એક શોપિંગ મોલ માં લઈ ગયો. સર, અહીં શું કરવાનું છે? ગાડી માં થી ઉતરતા મીતા એ પૂછ્યું? અંદર ચાલો, હું તમને જણાવુ છું. અંદર એક બ્રાન્ડેડ શોપ માં ગયા અને સ્ટાફ સુદેશ ને વેલકમ કરવા આવી ગયો. સુદેશે તેમને પોતાના અને મીતા માટે કપડા બતાવા કહ્યું.

પોતાના માટે કપડાં સાંભળીને મીતા ને આશ્ચર્ય થયું. એને સુદેશ સામે જોયું. સર મારા માટે. હું આવા કપડાં નથી પહેરતી. જાણું છું એટલે જ તમને અહીં લઈ ને આવ્યો છું.તમે એક રેપ્યુટેડ કંપની માં કામ કરો છો અને એથી પણ વધારે તમે મારા સેક્રેટરી છો. એટલે ઓફીસ ના ડ્રેસ કોડ પ્રમાણે કપડાં પહેરવા જરૂરી છે. બિલ ની ચિંતા ના કરશો એ કંપની આપી દેશે તમે માત્ર તમારા કપડાં લઈ લો.

સુદેશ ની વાત સાંભળી મીતા ગુસ્સે થઈ ગઈ.પણ પોતાની જાત ને સંભાળી. તેણે સુદેશ ને કહ્યું કે સર, હું સમજુ છું કે હું તમારી સેક્રેટરી છું. અને કંપની નો ડ્રેસકોડ છે. તો એ હું જાતે પણ લઈ શકું છું. મારે એના માટે તમારી કે કંપની ની જરૂર નથી. અને છતાં પણ જો આ જરૂરી હોય તો મારે આ જોબ ની જરૂર નથી. આમ,પણ આ જોબ તમે મને ઓફર કરેલી એટલે મેં સ્વીકારેલી. પણ મને એવું લાગે છે કે તમને એનો પછતાવો છે એટલે તમે મને આ રીતે અપમાનિત કરી રહ્યા છો.

મારા સ્વાભિમાન પર આઘાત કરવાનો તમને કોઈ હક નથી.તમારી જોબ તમને મુબારક. એમ, કહી મીતા ત્યાં થી નીકળી ગઈ. સુદેશ નિઃશબ્દ ઉભો રહી ગયો. કોઈ છોકરી સામે થી આવેલી શોપિંગ માટે ના પાડે એ તે માની જ ન શક્યો. એ પણ ત્યાં થી નીકળી ગયો. ગાડી માં બેસી વિચારી રહ્યો કે એને એવું તો શું કીધું કે મીતા આવી રીતે જતી રહી? કારણકે અત્યાર સુધી તો કોઇ પણ છોકરી ને શોપિંગ કરવા લઈ જતો તો એ ખુશ થઈ જતી જ્યારે આ તો સમજ માં ના આવે એટલું બધું કહી ને જતી રહી. કદાચ મેં એની ટેસ્ટ લેવાના ચક્કર માં એનું અપમાન કરી નાખ્યું.

એ ખરેખર માં અલગ છે બીજી છોકરીઓ થી. પણ હવે, એને પાછી કેમ લાવું? એના પિતા ને વાત કરવી પડશે. ઓફીસ પહોંચી એને મનુભાઈ ને કેબીન માં બોલાવ્યા. અને એમને બધી વાત જણાવી. અને એમ પણ કહ્યું કે મને એમના પહેરવેશ થી કોઈ વાંધો નથી. એમને જે પહેરીને આવું હોય તે પહેરી ને આવી શકે છે અને જોબ ચાલુ રાખી શકે છે. મનુભાઈ વિચાર માં પડી ગયા.સર, હું મીતા ને જણાવીશ. જો એની ઈચ્છા હશે તો જોબ પર આવશે. હું તેના પર કોઈ દબાણ કરવા માંગતો નથી. ઓકે, મનુભાઈ પણ તમે મીતા ને મેસેજ જરૂર આપજો. સારું, સર હું ચોક્કસ જણાવીશ એમ કહી મનુભાઈ કેબીન ની બહાર આવી ગયા. અને પોતાના કામ પર લાગ્યા.

મીતા ને મારે કોઈ પણ ભોગે પાછી લાવી પડશે. આખરે મારુ અનુમાન કેવી રીતે ખોટું હોઈ શકે? હું એની અસલિયત બહાર લાવી ને રહીશ. આજ ના જમાના માં આવી છોકરી હોઈ જ ના શકે. એને જે સારાઈ નો આંચળ ઓઢેલુ છે એ હું ઉતારી ને રહીશ. પણ હવે થોડી ધીરજ થી કામ લેવું પડશે. સુદેશ મન માં વિચારી રહ્યો.

મીતા મોલ માં થી નીકળી ગઈ પછી એને જીગર ને ફોન કર્યો. પણ જીગર મીટિંગ માં હતો એટલે ફોન ઉપાડી ના શક્યો. મીતા કંટાળી ને ઘરે પહોંચી. એની મમ્મી એ એને જોઈ ને પૂછ્યું કે શું થયું બેટા? તબિયત ઠીક નથી ? આજે ઓફિસ થી વહેલા ઘરે આવી ગઈ.! ના, મમ્મી માથું બહુ દુખે છે એમ કહી તે રૂમ માં જઈ ને બેડ પર આડી પડી.

સુદેશ સમજે છે શું એના મન માં? મને કપડાં અપાવશે? હું કઈ એવી છોકરી છુ કે જે મોંઘી ગિફ્ટસ માટે કઈ પણ કરી શકે? ઠીક છે મેં પણ જવાબ આપી દીધો એટલે હવે ફરી ક્યારેય કોઈ છોકરી ની જોડે આવો વર્તાવ કરતા પહેલા વિચારશે! વિચારો માં તેને ઊંઘ આવી ગઈ.

મીતા ના પપ્પા ઘરે આવ્યા. તેમને મીતા ને બૂમ મારી. મીતા રૂમ માં થી બહાર આવી. બેટા, સુદેશ સાહેબે મને બધી વાત કરી. અને છેલ્લે સોરી પણ કહ્યું છે. બેટા, મોટા લોકો ની મોટી વાતો એમને કદાચ જે યોગ્ય લાગ્યું એ કર્યું. અને તે પણ જવાબ આપી દીધો તો તું હવે પાછી જોબ કરવા માંગે છે? જાણું છું અત્યારે તું ગુસ્સા માં છે? પણ શાંત ચિત્ત થી વિચાર અને કાલ સવાર સુધી મને જવાબ આપજે. સારું,પપ્પા એમ કહી મીતા પોતાના રૂમ માં ભણવા માટે ગઈ.

શું થશે આગળ? મીતા જોબ પાછી ચાલુ કરશે? સુદેશ શુ કરવા ઈચ્છે છે મીતા સાથે? મીતા કોને પસંદ કરશે ? જાણવા માટે વાંચતા રહો આગળ ના ભાગ..…

***