Premalaap - 4 in Gujarati Love Stories by BINAL PATEL books and stories PDF | પ્રેમાલાપ-૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમાલાપ-૪

"પ્રેમાલાપ-૪"

"વાતો આ મઝાની કરીએ આપણે રોજ,

વાતો કરવાથી વળશે શું?

સમજી વાત જો દિલમાં ને આચરણમાં ઉતારીએ,

મોજ રહે રોજેરોજ......."

બહુ બધું કેહવું છે અને બહુ બધું સાંભળવું છે, પરંતુ સમયની મર્યાદા બધાને નડે છે. જીવનમાં આપણે ઘણી બધી એવી વાતો, જ્ઞાન, સાચા-સારા સંસ્કારોનું માર્ગદર્શન મેળવ્યું છે. કોણ કહે છે કે આપણને જ્ઞાન નથી?? આપણે બધા જ જ્ઞાની છીએ પરંતુ સૌથી વધારે તકલીફ બસ ત્યાં આવે છે કે સાચા સમયે એ જ્ઞાનની પ્રતીતિ થતી નથી અને એ જ આપણી સૌથી મોટી તકલીફ બનીને સામે આવી જાય છે. સાચા સમયે એ જ્ઞાન આપણા મગજમાં ટ્યુબના બલ્બની જેમ પ્રકાશિત થાય ને ત્યાં કામનું સાહેબ...

આપણે "પ્રેમાલાપ"- વાતો ખાલી પ્રેમની કેટલી બધી વાતો કરી છે અને અત્યારે હાલ એ જ વિષયને માણીશું પરંતુ વાત ખાલી વાંચન પૂરતી નથી કે મારા લખાણ પૂરતી નથી, વાત છે તો આ બધા જ "પ્રેમાલાપ"- વાતો ખાલી પ્રેમનીના ભાગમાં આપણે સાથે મળીને વર્ણવેલી દરેક ચર્ચા કે વાતો એની પાછળનો આપનો હેતુ ફક્ત એટલો જ છે કે આપણે બધા, હું ને તમે બધા જ એ વાતને જીવનમાં અંતરમાંથી સ્વીકારી લઈએ અને એનું આચરણ કરીએ.

આપણને બધાને ખબર છે કે પ્રેમ એ કઈ ખરીદવાંની વસ્તુ નથી એને "પામી" શકાય, એની "ખરીદી" ના હોય. પ્રેમમાં આપણે મોટા-મોટા સપનાઓ જોતા થઇ જઈએ છે અને એ જ સપનાની દુનિયામાં આપણે રહેવા માંગીએ છે પરંતુ સપનાની દુનિયા અને હકીકતની દુનિયામાં ફેર તો હોય જ ને?? પ્રેમમાં મોટા સપના જોવાની વાત જ ના હોય સાહેબ, પ્રેમ તો નાની-નાની વસ્તુમાંથી ઉદ્ભવે છે. આપણે મોટી વસ્તુઓની શોધમાં,સપનામાં, જીવનમાં આવતી નાની-નાની ખુશીઓને નઝરઅંદાઝ કરી દઈએ છે જે ઘણા અંશે યોગ્ય સાબિત નથી થતું.

સાચું કહું તો ૨૧મી સદીમાં અને આ હરીફાઈની હરણફાળમાં, ટેક્નોલોજીની રોબોટ ગતિમાં, આપણા પશ્ચિમી વિચારોમાં બધામાં આ બધી વસ્તુઓને જ પ્રેમ કહ્યો છે. પ્રેમનું આખું રૂપ, ગરિમા, પરિભાષા બધું જ બદલી ગયેલું જોવા મળે છે જે જોઈને આપણા વિચારો પણ બદલાઈ ગયા છે.

આજે વગર પાસે પ્રેમ ના થાય,

સીધા મોઢે વાત ના થાય,

ગિફ્ટ આપો તો માની જાય,

નહિ તો બીજે વાત બની જાય,

સમય આપે સાથ તો બધું ઠીક થઇ જાય,

સમય જો કરવટ બદલે તો બધું હલી જાય,

સમજણ નથી સાથે એટલે બધું બદલાઈ જાય,

પ્રેમ-પ્રેમ કરનારા જ પ્રેમને બદનામ કરી જાય.

એક લાગણી,સ્નેહ અને એક વિશ્વાસની મજબૂત ડોરને કાટ આવી ગયો છે અને એ કાટમાં અવિશ્વાસ, ઘૃણા, ઝગડા, શક, અસમજ્ણ, ઓછી સહનશક્તિ ને અહમ બધાએ આશરો લીધો છે.

*પ્રેમ છે તો એને ક્યારેક તો જતાવતા રેહવું એ બહુ જરૂર છે સાહેબ, આજના આ પ્રેમાલાપમાં મને એક કિસ્સો યાદ આવે છે જે મેં ક્યાંયક, કોઈક બુકમાં કે કોઈ પાસે સાંભળેલો છે,

૨ મિત્રો, બંને જીવનમાં ૨ પાંદડે થયા પછી સમય વીતતો ગયો ને ઘરસંસાર ચાલતો રહ્યો, બંનેએ પોતાની જવાબદારીઓ ખુબ મહેનતથી પુરી કરી અને ઘણા સમયે ૫૦ની ઉંમરે બંને મિત્રો ભેગા થયા ત્યારે વાતો ચાલતી હતી એમાં વાત આવી લગ્નજીવનની, એમની પોતાની પર્સનલ લાઈફ વિશેની ત્યારે એક મિત્રએ બીજાને સિમ્પલ સવાલ કર્યો કે,

"દોસ્ત, આટલી બધી જવાબદારી, સંતાનોની ચિંતા, નોકરીના ચક્કરો અને બીજા સામાજિક રીતિરીવાજો બધાની સાથે તે તારા લગ્નજીવનને હજી પણ એટલું જ ખુશખુશાલ રાખ્યું છે યાર, એવું તો શું કરે છે દોસ્ત તું ભાભી માટે કે તમારા વચ્ચે હજી પણ એ જ પ્રેમ અને એ જ આદર, લાગણી, સ્નેહ અને માન-સમ્માન જળવાઈ રહ્યા છે?? કાંઈક તો ખાસ કરતો હોઇ ને તું!"

બીજા દોસ્તે સાહેબ ખુબ ગજબ જવાબ આપ્યો,

"દોસ્ત, કશું કાંઈ ખાસ તારા ભાભી માટે કરવાની જરૂર મને ક્યારેય પડી જ નથી પરંતુ હા, જ્યારથી અમારા લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી હું નિત્યક્રમે મારી પતિને આ વાક્ય અચૂકથી કહું છું, ગમે તેવી પરિસ્થિથિમાં, ગમે તે ઝગડા થયા હોય તો પણ,

* હું તને ખુબ પ્રેમ કરતો હતો, કરું છું અને કરતો રહીશ.( I Love YOU .)

અને સામે ભાભી પણ એક વાક્ય અચૂકથી બોલે છે,

* હું હરહંમેશ તમારી સાથે છું (I am always with you .) અને પછી એના કપાળને પ્રેમથી ચૂમીને હું મારા આખા દિવસની શરૂઆત કરું છું દોસ્ત. આ જ છે અમારા સુખી જીવનની ચાવી. ૨ વાક્ય અને એક મીઠું વ્હાલ.

સાહેબ, આમ કેટલું બધું આવી ગયું કદાચ આપણે કલ્પના લગાવીએ તો પણ સમજી શકીએ. જીવનમાં તકલીફો આવશે જ એ નક્કી છે પરંતુ એ તકલીફો માંથી બહાર આવવા માટે આપણને એક આપણા પોતાના સાથીની, એના પ્રેમની, હૂંફની અને એના સાથની જરૂર હંમેશને માટે જોઈએ, એ જીત્યા તો જગ જીત્યા. કહેવાનું મન એટલું જ થાય છે કે પ્રેમને તમારા જીવનમાંથી લુપ્ત ના થવા દેશો, એને ઝાંખો ના પાડશો બસ.. હવે, એક ઉદાહરણ લઈએ કે,

ફૂલોને તરોતાઝા રાખવા એમાં પાણીનો છંટકાવ કરવો પડે નહિ તો એ મુરઝાઈ જાય ને? એમ સંબંધોને તરોતાઝા રાખવા એમાં પ્રેમ,સ્નેહ,હૂંફ અને લાગણીનો છંટકાવ કરવો જ રહ્યો.

કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય એને અમુક સમયે "SERVICE "ની જરૂર પડે છે ખરું કે નહિ? એ પછી કાર,સાઇકલ, AC ,ફ્રીઝ, પંખા ETC .... તો પછી આ તો જીવતા જાગતા સંબંધો છે સાહેબ, એને આમ પાંખા કરી દેવા સારું છે??

સંબંધોમાં પ્રેમનો, લાગણીનો સંબંધ એ સર્વશ્રેષ્ઠ ઘણી શકાય છે, એ જ સંબંધમાં પ્રેમની કમી કેટલે અંશે યોગ્ય છે??

હવે, તમને એમ થશે કે આજના આ ૨૧મી સદીના જમાનામાં, ટેકનોલોજીની હરણફાળમાં કોની પસે એટલો સમય છે કે આવું બધું વિચારે અને એનો અમલ કરે અને કદાચ આ વાત ઘણા લોકોના મનમાં સવાલ કરશે કે આવું તો વળી શું કરવાનું હોય?? રોજ શું આવું કહેવાનું?? ખબર જ હોય ને આપણા જીવનસાથીને કે આપણે એની જોડે જ છીએ અને એને પ્રેમ કરીએ છે બસ તો પછી શું રોજ આવું બધું કરવાનું?? ખરું ને?? આવો વિચાર ૧૭મી સદીનો લાગે એ વાત સાચી છે તમારી સાથે તમારા સવાલને પણ આપણે માન આપીએ છીએ. એના સંદર્ભમાં મારે કાંઈક કહેવું છે,

હોઈ શકે કદાચ આ નાની વાત તમને મઝાક લાગે,

હોઈ શકે આ વાત જરા નાની લાગે,

પરંતુ,

પ્રેમ ૧૭મી સદીનો હોય કે ૨૧મી સદીનો, એમાં પ્રેમ કરનાર બદલાય છે સાહેબ, "પ્રેમ"ની પોતાની પરિભાષા તો એ જ છે ને? ભગવાન પણ રાસલીલા કરી, બંસી વગાડી રોજ પોતાના પ્રેમની પ્રીતિ રાધા સામે મૂકતાં જ હતા ને? અને એ જ રાસલીલાના રસમાં રસપાન કરવા અને બંસીના સુરે રેલાવા રાધા હોય ત્યાં થી હાજર થઇ જતી અને ગમે તે ગુસ્સાને શાંત કરી દેતો એ સુર.. રોજ પ્રેમને જતાવો નહિ તો ચાલશે પરંતુ એવું કાંઈક કરો કે તમારા જીવનસાથી સાથેના સંબંધમાં ક્યારેય પ્રેમની કમી ના વર્તાય અને સાથે એ પ્રેમ ક્યારેય બદલાયેલો ના લાગે, આપનો સહુથી મોટો હેતુ આ "પ્રેમાલાપ"માં એ જ હોઈ શકે ને!

નવા વિચારો અને નવી ઘણી બધી પ્રેમની વાતો લઈને આપણે મળતાં રહીશુ આગળના "પ્રેમાલાપ" ભાગમાં.

શબ્દ થકી પીરસું હું લાગણીઓ,

લાગણીઓ સાથે આવે ભાવનાઓ,

ભાવનાઓના ભાવ સાથે અભિપ્રાયની આસ.....

"સફર મારો સાથ તમારો..."

બિનલ પટેલ

8758536242