Dhanani madana Manka - 11 in Gujarati Spiritual Stories by Dhanjibhai Parmar books and stories PDF | ધનાની માળાના મણકા - ૧૧

Featured Books
Categories
Share

ધનાની માળાના મણકા - ૧૧

ધનાની માળાના મણકા

લેખક ધનજીભાઈ છગનભાઈ પરમાર – મોરબી

—: નમ્ર નિવેદન :—

વ્હાલા જ્ઞાતિ બંધુઓ આપને જણાવતાં મને આનંદ થાય છે, કે આપની સમક્ષ મારી બુઘ્ઘિ અનુસાર “ધનાની માળાના મણકા”રૂપે મારા જીવનના અનુભવો અને મારા મનનું મનોમંથન કરીને આપની સમક્ષ મણકા રૂપે રચનાઓ રચીને આપની સમક્ષ રજુ કરતા આનંદનો અનુભવ કરું છું.

આપને આ મણકા (રચના)માં કાઈ સારૂ લાગે તો એ તમારૂ અને જે ન ગમે તે મારી અલ્પ સમજણ મિથ્યાજ્ઞાનની સજા છે. બાકી તો કોઈએ કહ્યું છે “કે પોતાની રચના ગમે તેવી હોય, રસિક હોય યા અરસિક હોય, છતાંય કવિને તો તે અત્યંત મઘુરી લાગે છે. આવી કવિતાઓ સાંભળીને મોં મચકોડ નારા અનેક મળે છે, પણ તે સાંભળીને હર્ષ પામનારા વિરલ હોય છે.” તો આપ જ્ઞાતિબંઘુ સમક્ષ આ મણકા રજુ કરવાનું સાહસ કરૂ છું.

લી.આપનો જ્ઞાતિબંઘુપરમાર ધનજીભાઈ છગનભાઈ

મણકો ૪૬૫

હાંરે હતા સન્નાથ હરિ અમે તો,

હાંરે હવે અનાથ સાને બનાવો હરિ ગુણગાવો.....

હાંરે હેતેથી હૈયે લગાવો અમને,

હાંરે લાત મારી સાને ભગાવો હરિ ગુણ ગાવો.....

હાંરે અપનાવી ને કેમ ઠેલો અમને,

હાંરે ઉપાય જણાવો ને અમને હરિ ગુણ ગાવો.....

હાંરે હરિ તિરસ્કાર શોભે નહી તમને,

હાંરે ગળે લગાવોને અમને હરિ ગુણ ગાવો.....

હાંરે છે હક્કદાર ધનો હરિ તમારો,

હાંરે એને ચરણોમાં સમાવો હરિ ગુણ ગાવો.....

મણકો ૪૬૬

છે મોટામાં મોટું અજ્ઞાન જીવ ફરજ ભૂલતો,

ભૂલાસે જીવન ભાન જીવ ફરજ ભૂલતો.....

ફરજ ભૂલતો માનવ દેણામાં ડુલતો,

થાયે પછી બેહાલ માનવ ફરજ ભૂલતો.....

ફરજ ભૂલમાં જીવ કર્મ કર્યે જા,

રાખ હરિમાં વિશ્વાસ માનવ ફરજ ભૂલતો.....

ફરજ ભૂલે એને જગત ભૂલતું,

પછી થતો હેરાન માનવ ફરજ ભૂલતો.....

ફરજ નીભાવ સુણ અરજ ધનાની,

નહીં તો રહેવું પડે તારે રાન માનવ ફરજ ભૂલતો.....

મણકો ૪૬૭

લાલાતું રાખજે યાદ છે સુખ સંયુક્ત કુટુંબમાં,

વિભક્ત કુટુંબ દુઃખોનું ઘર છે થાય શાંતિ સંયુક્ત કુટુંબમાં....

લાલા છોડીને ગયો ગોકુળ જ્યારે નંદબાબાને પૂછવું તું ત્યારે,

દશા છે શું દિલની તમારી તુટતાં કુટુંબના તાર સંયુક્ત કુટુંબમાં.....

લાલા તને દુઃખ થતું જ્યારે ભારી બેસતો અગાશીએ આંસુડા સારી,

ઓધવે કહી મને વાર્તા તારી સુખ હતું સંયુક્ત કુટુંબમાં.....

લાલ તેં પ્રગતિ કરી ઘણી સારી માતાપિતા તારા જાય વારી,

પણ વિયોગ દુઃખની ખૂલી બારી જે ન હતી સંયુક્ત કુટુંબમાં.....

લાલા વસાવી ભલે દ્રારકા સોનાની છતાં યાદ આવશે ધનાને માની,

પ્રયાસ સદા તું કરજે લાલ રહે બધાં સંયુક્ત કુટુંબમાં.....

મણકો ૪૬૮

લાલા મેં કાબીલ ન રહા દરપે તેરે આને કે,

મુંહ કાલા કીયા માયા લીપટા કે.....

લાલા તું દેખ રહાથા ગૂંગા હોકર,

કરતા રહાતું દ્રષ્ટિ મેરે કર્મો પર.....

લાલા ન બોલા તું હરફ એક મેરે કીયે પર,

ફીરભી વિશ્વાસ કીયા મેરી જબાં પર.....

લાલા અપકારી મેં આ ગયા જાત પર,

તુંને ઉપકાર કીયા મુજપર સબ કુછ ભૂલાકર.....

લાલા મેરે લીયે બહોત સહા ઔર કીયા તૂને,

એક ઉપકાર ઔર કર દે ઝાંખી ધનાકો દીખલાદે.....

મણકો ૪૬૯

(રાગ – રામના નામની હો માળા છે ડોકમાં.....)

લાલાના નામથી હો લોભ મટી જાય છે,

લોભ મટી જાય છે ક્ષોભ દુર થાય છે.....લાલાના.....

લાલાના નામથી હો કામ બળી જાય છે,

કામ બળી જાય છે ક્રોધ શાંત થાય છે.....લાલાના.....

લાલાના નામથી હો મોહ નાશ થાય છે,

મોહ નાશ થાય છે મમતા જાય છે.....લાલાના.....

લાલાના નામથી હો ગર્વ ગળી જાય છે,

ગર્વ ગળી જાય છે વર્તન સુધરી જાય છે.....લાલાના.....

લાલાના નામથી હો વાણી શુધ્ધ થાય છે,

વાણી શુધ્ધ થાય છે ધના ઘાણી બંધ થાય છે.....લાલાના.....

મણકો ૪૭૦

લાલા હારે જે રાખશે નાતો,

થશે એ પાંચમાં પૂછાતો.....

નથી એ સોદામાં ઘાટો,

લાલા હારે તમે સબંધ બાંધો.....

ટળશે તારો જનમનો આંટો,

નીકળશે મૃત્યુનો કાંટો.....

ન રાખો તમે મનમાં ફાંકો,

લાલા વગર દિવસ વાંકો.....

ધના લાલો લાભજ આપે,

દુઃખ દરિદ્ર તારાં કાપે.....

મણકો ૪૭૧

જીવન હૈ તેરે હવાલે ઓ મેરે લાલે,

કરના તું ઉસે થાલે ઓ મેરે લાલે.....

જીવન વન મૈને ઐસે બીતાયો,

દુઃખ દરદ ખૂબ ઠોકર ખાયો.....

અપની ફરજ કા ભાગ બનાલે,

દિલમે અપના મુઝે બસાલે ઓ મેરે લાલે.....

આશ લગાયે બેઠા હું તેરી,

અબતો નૈયા પાર લગાદે ઓ મેરે લાલે.....

સભય જગમે ઈક તેરા શરન હૈ,

શરન ધનાકો લેલે ઓ મેરે લાલે.....

મણકો ૪૭૨

લાલાસે લાગી પ્રિત દુનિયા ક્યા જાને,

સબ કીયા મૈને સમર્પિત દુનિયા ક્યા જાને.....

લાલાકી લગન મુઝે લગી ઐસી,

પાની બીન દશા મીન કી જેસે દુનિયા ક્યા જાને.....

લાલાકી શરન મેં રહેતા હું લાલા લાલા કરતા હું,

અબ છોડ દી લોક લાજ દુનિયા ક્યા જાને.....

લાલાસે લગી પ્રિત મેં ભૂલ ગયા જગ રીત,

મેં ભૂલ ગયા હું ભીંત દુનિયા ક્યા જાને.....

લાલાસે લગાઈ પ્રિત હો ગઈ ધનાકી જીત,

કી હૈ પરમાનંદ સે પ્રિત દુનિયા ક્યા જાને.....

મણકો ૪૭૩

લાલા તારા પ્રતાપે થયો છું હું ઉજળો,

તન મન ધનથી થયેલ હતો હું દુબળો.....

લાલા જ્યારે હું આવ્યો તારા ઢુંકડો,

એક સાથે બોલી ગયો દુઃખોનો બુકડો.....

લાલા હું જાગી ગયો બોલ્યો જ્યાં કૂકડો,

ઉગ્યો સૂરજને લીધો મને ઉધડો.....

લાલા ભલેને થા નાનો તું વિરડો,

ભલેને હોય દરિયાનો વિસ્તાર કેવડો.....

લાલા તારા પ્રતાપે ધને માર્યો ઠેકડો,

આવડી ગયો મને આજથી એકડો......

મણકો ૪૭૪

લાલે મન લાગ્યું જ્યારે ઉર આનંદ થયો ત્યારે,

ઉઘડી ગઈ મારી આંખ્યું રે લાલે મન લાગ્યું જ્યારે....

મન છે અતી પાપી રહ્યું મોકા માટે ટાંપી રે,

હવે નાખ્યા સબંધ કાપી રે, લાલે મન લાગ્યું જ્યારે.....

મનના મનોરથ એવા પોતે સુખી રહે તેવા,

એવા સુખને છોડી દીધા રે, લાલે મન લાગ્યું જ્યારે.....

કર ને મન કામ એવાં પર ને સુખી જોવા રે,

નિંદા કુથલી તજી દીધા રે, લાલે મન લાગ્યું જ્યારે.....

ધને મન લગાડ્યું લાલે થયો પછી થાલે રે,

હરિ ગુણ ગાતો ચાલે રે, લાલે મન લાગ્યું જ્યારે.....

મણકો ૪૭૫

વસમું લાગ્યું લાલા વાસુદેવ ને જેલમાં હતો જેહ,

તાળાં તોડી નીકળ્યો બારો વરસે બારે મેહ.....

આડી આવી યમુના નદીને વધ્યો પાણીનો પ્રવાહ,

મધ્ય રાત્રીએ લીધો માથે શેષ છે ગવાહ.....

યમુના નદી ઉતારીને આવ્યું ગોકુળ ગામ,

યશોદા ઉંઘે મહેલમાં કર્યું ચોરીનું કામ.....

દિકરો આપી દિકરી લીધી નંદરાયને ઉપાધી દીધી,

દેવકી યશોદાને આનંદ થાય ઉપાધી નંદરાયને વધી.....

યશોદા થઈ આનંદ ઘેલી નંદરાયને ચીંતા મેલી,

બાળપણમાં લાડકો લાલો ગોપી કીધી ઘેલી.....

મથુરામાં થયો કુબજા ઘેલો ધનાને મૂક્યો ઠેલી,

વાત સાંભળજે પેલી થા નંદ વાસુદેવનો બેલી.....

મણકો ૪૭૬

લાલા સ્વભાવ કરુણા તારો તું કેમ ગયો બારો,

નંદ યશોદા ટળવળે અમારો ક્યાં આરો.....

ગોકુળમાં તને ગમતું નોતું લીલા કરી કેમ,

ઘેલા કરી ગોપી ગોવાળને છોડ્યા એમના એમ.....

વગાડી શાને વાંસળી ને ઘેલા કર્યા ગૌધેન,

છોડી ગયો તું મથુરામાં નથી જરાએ ચેન.....

પનઘટે પાછળ આવી ખેંચ્યા બહું ચીર,

મટુકી ફોડી માખણ ખાધાં યમુનાજીના તીર.....

લાલા સ્વભાવ કરૂણા તારો અંતે કેમ થયો ખારો,

વચન આપી વળે ના પાછો ધના વિશ્વાસ કરે કોણ.....

મણકો ૪૭૭

જીવન મંગલ બનાવ લાલા તારું જીવન મંગલ બનાવ જો,

સો મુ્ર્ખાના ભાષણ કરતાં વધે શાણા નું વચન એક જો.....

વિચાર પૂર્વક ઉચ્ચાર શબ્દ લાલા મંત્ર બની જાય જો,

વણ વિચારી વાણી વદે મૂર્ખા બકવાટ કહેવાય જો.....

શબ્દ મંત્ર બને ત્યારે લાલા સત્ય, ચિંતન ને ઉરભાવ જો,

અસત્ય ભાષણ ચિંતન ન ઉરના વાણી આતુર્ય કહેવાય જો.....

પરિવર્તન લાવે જ્ઞાનીના શબ્દો તાકીને મારે તીર જો,

તન, ધન, સત્તાથી ન આવે લાલા સાચું હીર જો.....

ચિંતન, મનન, અનુભવે ધના જીવન મંગલ થાય જો,

સુઅવસરે માનવ દેહ મળ્યો લાલા દેવો પણ લલચાય જો.....

મણકો ૪૭૮

જેલમાં ગમેના લાલા તો મહેલ છે તૈયાર,

શરત એક છે રાખ સંયમ ને કામનાને માર.....

સંયમ વધારી કર નિયંત્રણ ખરાબ વૃતિ ખાળ,

પરાધીન લાલા બનાવી જાયે જો ન સંયમ પળાય.....

સર્જન કીધું સર્જનહારાએ દીધો મનુષ્ય અવતાર,

આપી એણે ત્રણ વસ્તુ દેહ, મન, ને આતમરામ.....

ત્રણેની તાસીર જુદા પ્રકારની સંયમ લે સંભાળ,

પાશવતા, માનવતા, ત્રીજી દિવ્યતા છે પ્રધાન.....

પાશવતાને ખાળ લાલા માનવતાને મહેકાવ,

દિવ્યતા ધના આવે જીવનમાં ન કરે બહેકાવ.....

મણકો ૪૭૯

ગાળ વિચારને પછી વિચાર લાલા કચરો રહેશે બાર,

વિચાર આચાર શુધ્ધ થશે તને મળશે ત્રણ વરદાન.....

પ્રથમ થાયે કલ્યાણ તારું મંગલમય બને સંસાર,

શાંતિમય જીવન થાયે આ વિચાર ગાળવાનો સાર.....

આત્માનો ખોરાક સાચો સત્ય, પ્રેમ ને ક્ષમા,

દીવાલો થાય ધરાસાય દુઃખોની સુખમાં રહે ન મણા.....

જેલમાં જે સબળતો તેને છૂટવાની ઈચ્છા થાય,

સંસાર જેલમાં જે આનંદ માને લાલા છૂટો ક્યાંથી થાય.....

પીંજરે પડ્યો પોપટ ધના વલખે છૂટવાય,

પોતાની મેળે બનાવે પીંજરું મોક્ષ ક્યાંથી થાય.....

મણકો ૪૮૦

આવને લાલા પાસ તને પ્રેમથી સમજાવું,

આશા તૃષ્ણા તણો નથી પાર એને અગાધ સમુદ્ર જાણ.....આવને.....

તું કરજે વિચાર લક્ષ્મણ રેખા ના ઓળંગાય,

સીતા હરણ પછી થાય એના વરણ ન થાય.....આવને.....

ભલે ચડજે તું અધ્ધર તું બનજે સધ્ધર,

તારી થશે કદર પણ જોજો નાનાં બીજા તને ન દેખાય.....આવને.....

તને બીજાં નાનાં દેખાય એટલું અધ્ધર ન જવાય,

તળેટીથી તું નાનો જણાય એનો કરજે વિચાર.....આવને.....

લાલા મોટો ભલે થા વટવૃક્ષ બનીજા,

ફળ આવ્યે નીચો થા ધનાને છાંયો આપી જા.....આવને.....

મણકો ૪૮૧

બગડી ગયો હું બગડી ગયો રે લાલા ના પ્રેમમા પાગલ થયો,

કામી રે થયો હું કામી રે થયો રે લાલા ના પ્રેમમાં ઘાયલ થયો.....

પલળી ગયો હું પલળી ગયો રે લાલાની લીલામાં પલળી ગયો,

ક્રોધી થયો હું ક્રોધી થયો રે લાલાના આવ્યા આવરણ આડા ક્રોધી થયો.....

લોભી થયો હું તો લોભી થયો રે મેળવવા લાલાનો પ્રેમ લોભી થયો,

રસીક થયો હું રસીક થયો રે લાલાના રસમાં રસીક થયો.....

ક્ષુધા મને વ્યાપી ક્ષુધા મને વ્યાપી લાલા મિલનની ક્ષુધા વ્યાપી,

રહ્યો હું ટાંપી રહ્યો હું ટાંપી રે લાલાની રાહ જોઉ રહ્યો છું ટાંપી.....

આશા મને આપી આશા મને આપી રે લાલાએ મને ખાત્રી આપી,

ભાંગી રે ભૂખ ધનાની ભાંગી રે ભૂખ દર્શન આપી ભાંગી ભૂખ.....

મણકો ૪૮૨

ભૂલે લાલા બીજું કદાચ ધર્મન ભૂલતો કદી,

ધર્મ છે તુલાની દાંડી ઉંચી નીચી રહે આવે બદી.....

પલ્લા હોયે બે તુલાના વચ્ચેજો ન હોયે દાંડી,

ઉંચ નીચના ભેદન જાણે છતી આંખ બાડી.....

અર્થ કામની સમતુલા રાખે છે ધર્મ ની દાંડી,

અર્થ કામ સમતોલ રહેતો લાલા ચાલે જીવન ગાડી.....

જીવન છેતો સંસાર છે જોયે અર્થ સાથે,

અર્થ સાથે કામના આવે ચડી બેસે માથે.....

ધર્મ દાંડી વચ્ચે રાખો એ પલ્લાં સરખા રાખે,

ધના જીવન ધન્ય એનું હરિ રસ એ ચાખે.....

મણકો ૪૮૩

વડલો ઉભો વલવલે લાલા ભીડો મારે ભીંસ,

ઉઠ ઉભો થા અડિખમ વડલા કહીને ચઢાવે રીસ.....

વિકાસ મારો રુંધાઈ જાતો વધવાની છે હામ,

વડલો કહે છે મૂળીયાં છે ઉંડા પાનખર ભલે હોય.....

વસંત આવે વળતી લાલા પંખી કરે કલશોર,

પથીક આવી કરે વિશ્રામ જો મૂળ જીવતાં હોય.....

ભાદરવાના ભરોસા ન હોય ભીંડા મૂળીયાં ઉંડા મેલ,

ઉપર ઉપરથી ઉખડી જાયે લાલા ખૂલા પડે ખેલ.....

અર્થ કામના પાંદડાં લાલા વા વાયે ઉડી જાય,

પાનખર પછી ધના વસંત આવે ધર્મ રૂપે મૂળ હોય.....

મણકો ૪૮૪

વેલો થઈના વિસ્તરજે લાલા કરમાઈ જશે તું,

વેલો બને વળેના તારું અધોચર કે તું.....

પાધરનો થા વડલો લાલા વિસ્તાર વધાર તું,

યાત્રાળુને મળે આરામ ન લાગે એને લું.....

પંખી બાંધે માળા માથે કલરવ મીઠા સાંભળ તું,

અબોલ પ્રાણી આવે છાંયે સૌને અપનાવ તું.....

વેલાના ફળ ક્ષણીક લાલા કડવા કદી હોય,

વડલામાં આવે ટેટી લાલા ખાયે સૌ કોય.....

વેલો જાય સુકાય વેલો વડલો વર્ષો જશ ગાય,

વડલાને અનુંભવ ઝાઝો ધના વડલો બન શું જાય.....

મણકો ૪૮૫

દુનિયા ભલે જોવે તનને લાલા તું જો મનને તારા,

તન રોગી ઘણા સારા લાલા મન રોગી નઠારા.....

તનની સેવા કરે છે દુનિયા મનને વિસરનારા,

તનને તંદુરસ્ત રાખવા માટે કરે ઘણા ચારા.....

મન સુંદર તેનું તન સુંદર મૂક વરણાગી વેળા,

મન રોગી તેનું તન રોગી થાય હોસ્પિટલ ભેળા.....

કુવિચારો કાઢો મનથી લાલા સદ્-વિચારો સારા,

સદ્વર્તન ને સદ્-ભાવના રાખો કાઢો કુતર્ક ને બારા.....

મન વગર તન ટકેના કદી ખર્ચો ભલે ઘણા નાણાં,

ધનો કહે સાંભળ લાલા આ અનુભવના ગાણા.....

મણકો ૪૮૬

મન મુખ્ય સ્ટેશન લાલા ગાડીઓ છૂટે ત્યાંથી,

એન્જીન સાથે જોડેલ ઈન્દ્રીયો ચાલે મન જ્યાંથી.....

આંખને ધોવા કાચની પ્યાલી કાન સાફ સળી કરતી,

બ્રસ દાંત સાફ કરતો સાબુ સારા શરીરે.....

મનને માટે નથી મહેનત કરતો જે છે કરતો હરતો,

મનને શુધ્ધ કરવા રહે સંતો વચન ગ્રહણ કરતો.....

પડ્યો બોલ જીલતો લાલા અર્થ કામ લાગે વાલા,

સપ્રમાણ સારા લાગે લાલા અતિ એ લાગે ભાલાં.....

મન મુખ્ય સ્ટેશન લાલા હુકમ છૂટે ત્યાંથી,

હાકેમ માથે રાખ હરિ ધના કર સત્સંગ મળે જ્યાંથી.....

મણકો ૪૮૭

જેલમાં હોય જે કેદી લાલા છે સારો આપણાથી,

બાંધેલો હોયે બન્ને હાથે ને પગે છૂટી જાયે થતાં બેદિ.....

આપણે લાલા બેવડા કેદી સમાજ અને વૃતિથી,

બંધાણા જાતે વિષય વિકારોથી થઈ પડ્યા પરાધીન.....

દિવાલની જેલનો કેદી છૂટે વીસ કે દિ પચ્ચીસે,

સંસાર જેલમાં સબળતો કેદી કરે ચીસાચીસો.....

એ છોડાવે બંધન બધા વિષય વિકારોથી હોયે ખંધા,

જામીન પડવા વિચરે જગે સંતો મહંતો હરિના બંદા.....

કપાવે એ કાળના ફંદા ભલે કર્મો કર્યા હોય ગંદા,

કર સત્સંગને હરિ સ્મરણ ધના છૂટે જેલ ન પાડે ડંડા.....

મણકો ૪૮૮

સ્વર્ગ લાલા ઘરને આંગણે જો તૃષ્ણા તુટી જાયે,

કામના ન કરે કામણ ભલે હોય કમનીય કાય.....

માયામાં નથી માલકે એ વગાડે સારા તાલ,

ક્રોધ ન આપે બોધ લાલા ઉભો આઘે વગાડે ગાલ.....

ઓધ ન વધે લોભનો લાલા ચમકે ભલે ભાલ,

મોહ પડે મરવા લાલા જો તું ચાલે એવી ચાલ.....

આકાશે સ્વર્ગ હશે કદાચ જોવા કોણ જાય,

સાંભળ્યું લાલા ભોગના રોગી ત્યાં દેવોમાં ઝગડા થાય.....

ઘર એજ સ્વર્ગ લાલા મળેના બીજે ક્યાંય,

ધના માં-બાપના ચરણ વગર બધે નર્ક જણાય.....

મણકો ૪૮૯

યાદ તું રાખજે લાલા વચન આ કાલાં ધેલાં,

દુધમાં મૂક્યો ગાંગડો સાકરનો ઓગળે મીઠું થાય.....

મુકી દુધમાં બેઠો સુધમાં મીઠું ક્યાથી થાય,

હલાવ હલાવ કરને હાથે લાલા મીઠાશ આવી જાય.....

કર્મ કરીને બેઠો રહ્યો લમણે રાખી હાથ,

હલાવ્યા વગર દાઝી જાયે કર્મ આપેના સાથ.....

કરેલ કર્મ અફળ ન જાયે મળે મોડી મીઠાશ,

રીપીટ કરતું રાતદિન જરા ન રહે કચાસ.....

નેતા, મેતા, ઉધોગપતિ ને સંતો મહંતો ખાસ,

આદુ ખાઈને અડી પડ્યાતા ધના ત્યારે આવ્યા હરિ પાસ.....

મણકો ૪૯૦

લાલા વાત યાદ આ રાખવી તારે,

છે વિષય જગતમાં વસવું ભારે.....

યુધ્ધ ચાલે ઈન્દ્રિ વિષયને થયા બહુકાળ,

સજાગ રહીને વિચરને ન લાગે આળ.....

ચારે બાજુ ફેલાવે હાથને બોલાવે પાસ,

વિષય વિકારો વસમા લાલાન રાખ આશ.....

પહેલા પકડે વિષય ઈન્દ્રિયોને જાગૃતિ રાખ,

મનને પછી મારે ચડાવી વિષય રસ ચાખ.....

મનને લાલા ન આપ નમતું જે એને ગમતું,

ધના તનને કરે ભમતું થાયે રાગમાં રમતું.....

મણકો ૪૯૧

પુરુષાર્થ કર લાલા યૌવન છે જ્યાં,

ઘરડા થયા પછી એ થાય છે ક્યાં.....

પુરુષાર્થ કર વિષયો ઈન્દ્રિયોને ના ખેંચે,

કર કાબુ પુરુષાર્થથી મન આબરુના વેચે.....

કર કમાણી પુરુષાર્થની યુવાની ન જાય ઢળી,

જીજ્ઞાસા જાગે જવાનીમાં ઘરડે ગાત્ર જાયે ગળી.....

ગઢપણે ગોવિંદ ગાશું લાલા ન રાખ મનમાં ફાંશું,

સૂર્યોદયે સંભાળે નહી પછી સૂર્યાસ્તે થાય ત્રાસું.....

પુરુષાર્થે મળે ધન, માન, ને સાચું જ્ઞાન,

સત્-પુરુષાર્થ કર ધના ઘર હરિ નું ધ્યાન.....

મણકો ૪૯૨

નથી ચોપાઈ કે નથી સોરઠા.....લાલા નથી દુહા...કે છંદ,

નથી...આ..પ્રભાતિયા...લાલા ગાયે જે નાગર નંદ.....

મણકા...તુટેલી...માળાના.. લાલા નથી ભજન કે રાસ,

નથી...ગઝલ..નથી..દોહરા..લાલા મણકા રચે મતિમંદ.....

નથી..ગરબી કે આરતી...લાલા નથી મંત્ર કે કરો જાપ,

નથી આ સ્લોક સાહેબના લાલા કર્યા છે મનના ઉભરા બંધ.....

કવિતા ના કરી શકું લાલા તો કિર્તન ક્યાંથી થાય,

ગર્ધ-પર્ઘ નું જ્ઞાન નથી લાલા વ્યાકરણના જળવાય.....

માળા આ માતની અને આવી મારા હાથ,

મણકે રંગ્યો ધનાને અને તું શામળા રેજે સાથ.....

મણકો ૪૯૩

દિલ વિશાળ કરને લાલા દિલ વિશાળ કર,

વિશાળતામાં વસે વિષ્ણુ સાથે લક્ષ્મી હોય.....

નદી મળે સાગરને લાલા નવાઈના હોય,

સાગર મળે વિશાળ દિલમાં ખાલી ન કરે કોય.....

અભય મળે આગળ વધ પ્રકાશ પંથ જે હોય,

સત્ય પંથ પ્રકાશનો અસત્યે અંધકાર હોય.....

નાનો રાખે મુકામ લાલા પરોણા ક્યાં સમાય,

તું તારીને તારાં લાલા માંકડાને ચાંચડ ફોલી ખાય.....

ભવન કર ભવ્ય લાલા ભગવાન ભલે લલચાય,

વિશાળતામાં મોતી પાકતાં ધના જીવન બદલાય.....

મણકો ૪૯૪

મીલતા હૈ બડા સુખ લાલા માંકે ચરણો મેં,

નહીં મીલતા કહીં યે સુખ લાલા ભવનો મેં.....

જો સાતા દે વો માતા હૈ ઉસીમે કમ ન હોતા હૈ,

જો કમ હોતા યે માયા હૈ, સારે જગકો ભરમાયા હૈ.....

મીલતા હૈ અભયકા દાન લાલા માંકે આંચલમેં,

રહતા હૈ હરપલ ભય માયા તો ચંચલ હૈ.....

હોગી ક્ષુધા શાંત લાલા માંકે કર કમલો સે,

રહતી સદા ભૂખ લાલા માયા પકડને સે.....

માં દિખલાતી પિતાકા મુખ લાલા જો દુર્લભ હૈ,

ધના પાના હરદિન સુખ એક માંકા સુલભ હૈ.....

મણકો ૪૯૫

હેજી લાલા માંગુ હું એટલું આપ રે,

રાખજે સંયુક્ત તારા કુટુંબને રે હોજી.....

હેજી ઉર રે મારું એટલું લાલા ઠાર રે,

કદી ન જતો લક્ષ્મણ રેખા બાર રે હોજી.....

હેજી તારા કુટુંબમાં કંકાસ કદી થાય રે,

એવા રકાસના અવકાસ ને રોક જે રે હોજી.....

હેજી ભલે ગયો ગોકુળ છોડી મથુરા ગામ રે,

કુટુંબ પરિવારના વિસાર તો રે હોજી.....

હેજી લાલા દ્રારિકા સોનાની ભલેના થાય રે,

સદા રહેજે ધનાના સંયુક્ત કુટુંબમાં રે હોજી.....

મણકો ૪૯૬

ચોત્રીસમાં નથી ચૂક્યો લાલા,

અને પાંત્રીસે નથી આવતો પાર.....

આર પારની લડાઈ આ છે,

ઝઝૂમી ને જીતવી એ સાર.....

સત્યની લે સમશેર હાથમાં,

ગમ ખાવા વિવેક ઢાલની આડ.....

સહજતાનું બખ્તર પહેરી લે,

આ છકલાઈ ઉપર કરને વાર.....

યમના નિયમ લાલા પાળજે,

ધનાનો ધણી કરશે સદા સહાય.....

મણકો ૪૯૭

છે અઠ્યાવીશ, સાત, સત્તર લાલા, જન્મ દિન મુબારક લાલા.....

મહેકે ઉરથી અંતર લાલા, જન્મ દિન મુબારક લાલા.....

રાખજે નમ્રતા જીવનમાં લાલા, જન્મ દિન મુબારક લાલા.....

જીજ્ઞાસા રહે સદા પ્રિય લાલા, જન્મ દિન મુબારક લાલા.....

રાખજે ક્રિષ્ના સદા ખૂશહાલ લાલા, જન્મ દિન મુબારક લાલા.....

જગદીશ સદા છે સાથ લાલા, જન્મ દિન મુબારક લાલા.....

રાખજે હેત-લક્ષ્મી ની સદા ભાળ લાલા, જન્મ દિન મુબારક લાલા.....

કેવિન છવાસે સદા જીવનમાં લાલા, જન્મ દિન મુબારક લાલા.....

માતાપિતા ના છે સદા આશિર્વાદ લાલા, જન્મ દિન મુબારક લાલા.....

પૂરજે ધનાની નેમ રહે સંયુક્ત કુટુંબમાં પ્રેમ લાલા, જન્મ દિન મુબારક લાલા.....

મણકો ૪૯૮

છોડ ભલે સંસાર માનવી થોડું ચીટકી રહેવાનું,

માયામાં મીઠાશ એવી થોડું ગળપણ રહેવાનું.....

થાય કુટુંબમાં કલેશ પણ ઉંડે મમતા રહેવાની,

ઉખેડી નાખો છોડ ભલે મૂળિયાં માંહે રહેવાનાં.....

પ્રેમ નહીં તો પીડાની યાદી તાજી રહેવાની,

છોડ્યે ના છૂટતી જંજાળ નાતો થોડો રહેવાનો.....

એક છોડતાં વળગશે બીજું નથી ક્યાંયે જવાનું,

બાવા થઈને બહાર ભમો ચેલા વગર નથી ચાલવાનું.....

ધના સંસાર માણીલે રાખ વિવેકથી વર્તવાનું,

સનાતન સત્ય જાણીલે એક દિન છે મરવાનું.....

મણકો ૪૯૯

(રાગ – કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે.....)

દાદા દિકરાને સીખવાડે સાચી રીતડી રે,

દિકરા ન કરતો તું નીંદા કોઈ પરની રે.....

ઘણાના વળી ગયાં મીંડા જે કરતા પરની નીંદા,

દિકરા વધશે જીવનમાં છીંડા રે.....

કરી શીશુપાલે નીંદા થયો જગથી અલવિદા,

દિકરા ઘોબીએ ન જાણ્યો નીંદાનો મરમ.....

ઢીકો મારી ધરમ સમજાવ્યો રે.....

દિકરા કરજે નીંદા તારી તારી સુધરશે વાણી,

થશે બંધ જનમ મરણ નીઘાણી.....

સમજ ધનાની અવળ વાણી મોક્ષ મળશે રે.....

મણકો ૫૦૦

જાતે ઘસાઈ ને ઠંડક આપે ચંદન એ કહેવાય,

આપ સળગી ફોરમ ફેલાવે ધુપબત્તી તે હોય.....

ભીને સુઈ સુવાડે કોરે માતા તેને કહેવાય,

આપ જલી ને પંથ પ્રકાશે એ દિપક જ હોય.....

ભણાવે પહેલા પછી લે પરિક્ષા એ શિક્ષક કહેવાય,

લે પરિક્ષા પહેલાં ને ભણાવે પછી એ સમય જ હોય.....

જાતે ઘસાય, જાતે સળગે, ભીનો આખો થાય,

આપ જલીને જે પંથ પ્રકાશે વિષય તપાસનો હોય.....

પરિક્ષા આપે પોતે પહેલા જે પછી ભણાવતો હોય,

ધના બધેથી કાઢે બારો ઈ બાપ તારો હોય.....

મણકો ૫૦૧

------------યુવાનો ને અર્પણ-----------

સર્વેશ્વરે મોકલ્યા તમને એને આશા હતી એમ,

પોતે પોતાનું ફોડી લેશે ને ઉજ્વળ કરે મારું નામ.....

ઢીલો થઈ નિરુત્સાહી બન્યો વેવલો બન્યો કેમ,

આળસથી શાને ઉંઘી રહ્યો છે, જાગ ઉઠવાનો થયો ટેમ.....

માણસ માત્ર ભૂલને પાત્ર ઢીલાં શાને કરે ગાત્ર,

માર ઝાટકો જોરથી એવો, નિરાશા ને ફંગોળી જોવો.....

હતાશા ને ખંખેરી નાખો કાર્ય ગમેતે શોઘી કાઢો,

આપત્તિ સમયે ઉઘમ કીઘો સુખનો ધ્વાર ખોલી દીધો.....

સર્વેસશ્વર ને થાય શાંતિ તારામાં જો દેખાય કાંતિ,

ધના દૂર કર મનની ભ્રાંતિ સમાજમાં તારે લાવવી ક્રાંતિ.....

મણકો ૫૦૨

સંદેશ સુણ સુખનો તું વર્તમાન ને માણ,

નથી ઉપજાવ્યો આ ઘરનો મારો સનાતન જાણ.....

ભૂતકાળની ઘટેલી ઘટના વર્તમાનમાં ન કાઢ બાર,

ભૂમીમાં ભંડાર ભૂતકાળ સાચો વર્તમાનનો સાર.....

અમથો અમથો ઉદાશ થઈને કાં લે ઉપાધીનો ભાર,

ભવિષ્યમાં થશે થનારું બધુ કરનારો કિરતાર.....

આનંદ કરીલે અત્યારે વર્તમાનને વધાવ,

ભવિષ્યમાં ભલે દુઃખ હોય અત્યારે ઉત્સવ મનાવ.....

જન્મે એ જાવાના ધના જાણે છે બધાય,

વર્તમાન માણીલે તારું ભવિષ્ય સુધરી જાય.....

મણકો ૫૦૩

મુશ્કેલી શબ્દ જેવો મુશ્કેલ શબ્દ નથી એકે,

કાઢવો મુશ્કેલ છે જીવન માંથી એ શબ્દ મુશ્કેલ છે.....

તમે બદલાઓ તમારી જીંદગી બદલાઈ જશે,

વિચારો બદલો તમારા તમે બદલાઈ જશો.....

જીંદગી ની રીત બદલો જગત બદલાઈ જશે,

સાહસ અપનાવો બધું આસાન થઈ જશે.....

ભાવી નક્કી કરતાં નથી કદી કાર્યો તમારાં,

વિચારો અને ભાવના નક્કી કરે છે ભાગ્ય તમારાં.....

ફૂલોને સુગંધનો કદી ભાર નથી હોતો,

દઢ સંકલ્પ વગર કામમાં કાંઈ સાર નથી હોતો.....

દઢ સંકલ્પ કર ધના કોઈ મુશ્કેલ માર્ગ નથી હોતો,

હસતો સદા સાહસિક મુશ્કેલીમાં નથી રોતો.....

મણકો ૫૦૪

ત્રણને છોડો તમે પ્રેમથી કામી, કપટી, ને ગમાર,

ત્રણને અપનાવો પૂરા હેતથી સત્ય, પ્રેમ, કરૂણા હોય

ત્રણને તજો તન તુટશે કટુવાણી, ઈર્ષા, ને અભિમાન,

ત્રણને સાચવો માન મળશે માતા પિતા ને સમય સાર.....

ત્રણને ભૂલો માનવી દીધાં દાન, કર્યા ઉપકાર કે હોય ખાધીગાળ,

ત્રણ યાદ સદા રાખજે ફરજ, કરજ, ને મરણનો માર.....

મળે બધેથી માનવી જ્ઞાન, ગુરૂ, ને ત્રીજી ગમ્મત,

માન, મહોબ્બત, મમતા મળેના બધે તું મુક ગમ્મત માનવી.....

ત્રણ ધના ખાતા લાતો મૂર્ખ, કામી, ને કંગાલ,

ત્રણનો નાતો પાકો માનવ ભગત, ભજન, ને ભગવાન.....

મણકો ૫૦૫

છે કાંટાથી ભરેલી આ દુનિયા માનવ,

પ્રયત્નો નથી કરવા પડતા શોધવા તેને.....

આમતો ઉગે છે મેળે કાંટા ઉગાડવા નથી પડતા,

પડે છે મહેનત માનવ ફૂલોને ઉગાડતા.....

રચનાત્મક અભિગમ જીવન પ્રત્યે નો છે પુષ્પ,

અનિવાર્ય છે મહેનત તેને પ્રગટાવવા માટે.....

નકારાત્મકતા ના કાંટા આપો આપ પાંગરી જાશે,

આયોજનો એના અગાવ નથી કરવાં પડતાં.....

ભૌતિક ઉન્નતિ ધના કાંટા આત્મા ઉન્નતિ ફૂલ જાણ,

પુરૂષાર્થથી એ પાંગરે મહેક સદા તું માણ.....

મણકો ૫૦૬

પરિશ્રમ પાડે પહેલ હીરાના,

આળસ દે ધુળમાં રગદોળી.....

પરિશ્રમ છે કડવો લીમડો માનવ,

આળસ લાગે પરી સમાન.....

પરિશ્રમ જલતો દિપક માનવ,

આળસ છે શબ સમાન.....

લાગતી નિર્દોષ આળસ બહુ,

ભયંકર દુઃખોની જન્મદાત્રી કહું.....

ધના આળસ વઢકણી વહુ,

પરિશ્રમ સાથે વઢે બહુ.....

મણકો ૫૦૭

આશાવાદીને સુખનો સાગર માણવી ગમે સહેલ,

નિરાશાવાદીને દુઃખનો દરિયો દેખાયે મોટી વ્હેલ.....

આશાવાદી ભાળે બીજમાં પૂનમનો પ્રેમ,

નિરાશાવાદી જીવ બાળે પૂનમે અમાસે થાસે કેમ.....

પાનખરે પ્રગટાવે દીવા મળશે હવે વસંત જોવા,

બેઠો વસંતે ગ્રહ જોવા પાનખરના વિચારે બેઠો રોવા.....

આળસ ન આવે આશાવાદી ને કરતો લીલા લહેર,

નિરાશાવાદી આળસુને એદી થતો કાળો કહેર.....

આશાવાદી ધના અતિ સારો પણ અતિ આશા મેલ,

આશા ફળે નિરાશા મળે માન હરિનો ખેલ.....

મણકો ૫૦૮

શ્રમ એજ સાધના પરાજયમાં જ વિજય,

શ્રમ ન બને વૈતરાં નથી એમાં દમ.....

બને આળસુને શ્રમ વૈતરાં વિશ્રામ વહાલો હોય,

જાગૃત શ્રમ સાધના ફળદાયક સદા થાય.....

કેડી, રસ્તો કે રાજપથ જતો નથી ક્યાંય,

સવાર થા શ્રમ કરી પહોંચે મંજીલ જ્યાંય.....

સત્ય સમજવા શ્રમનું ઈતિહાસ ના ઉખેડાય,

ઉઘાડ જીવન કિતાબ તારી પરિશ્રમ કર્યો છે ક્યાંય.....

ઘેરી, લોટો લઈને ધના ગામડે થી શહેર જાય,

પરિશ્રમથી પામે ઘણું જો આળસ ના તન માંય.....

મણકો ૫૦૯

સુખ અને દુઃખ આવે વારા ફરતી માનવ,

ઘડીમાં આનંદ આંસુ આંખે ઘડીમાં દુઃખે રડતી.....

કદી હૈયે સુખની ભરતી કદી ઓટ આવે,

ઘડી ઘડીમાં બદલાતું જીવન દુઃખ આવેને જાવે.....

ઘડીમાં રાજ્યતિલક થતાં કદી વન વિચરતાં,

હર્ષ-શોક નો થાતો સંઘર્ષ કરી મૂકે વિચાર કરતા.....

સૌને સપ્રેમ શિર નમાવો સુખ દુઃખ ગળે લગાવો,

પ્રતાપ સારો દુઃખનો માનો જે સુખનો આપે લહાવો.....

સોનાની હોયે લંકા જેને રાવણો રણમાં પડતા,

યશ રામનામનો ધના વિભીષણોને રાજ મળતા.....

મણકો ૫૧૦

લાગે મને જગમાં અદભુત તત્વ મન જેવું ના એક,

માનવને રમાડે જે રીતે મનના રંગ ન્યારાને નિરાળા.....

સ્વિકારે ના જવાબદારી દુઃખોની ફેંકે ગાળિયો બીજા પર,

યશ છત્ર લે તરત ઓઢી મન ગર્વ કરે પોતા પર.....

મન દોડે મારતે ઘોડે તનને પાછળ ઘસડાવે,

મૂકે લાવી દરિયાની વચ્ચે તનને માથા પછડાવે.....

મન તનનો થવા ઈચ્છે રાજા અથરો ને અભિમાની,

માનવ કર કાબુ મન પર કરશે એ મનમાની.....

અદભુત મનને ઓળખીલે ધના પરમતત્વને પામ,

મન છે અડિયલ ટટ્ટુ માનવ રસ્તા કરશે જામ.....

મણકો ૫૧૧

મેળવીલો... મેળવીલો વધારે પ્રકાશ માનવી,

અંદરની આંખોનો પ્રકાશ... બીજો પ્રેરણાનો પ્રકાશ.....મેળવીલો.....

ઉત્સાહ, સમજણ, ને જ્ઞાનનો આ પ્રકાશ,

દિવ્યતાનો કરવા વિકાસ મેળવીલોને પ્રકાશ.....મેળવીલો.....

મોટા રે ભાગના` જોને માણસો ને,

થયેલ છે જોને આંખો રે ખરાબ.....મેળવીલો.....

હેજી અજવાળું ખૂંચે છે એની આંખમાં,

અંધારામાં વધારે નિરાંત એને હોય.....મેળવીલો.....

જ્ઞાનીને દીવડે વાંચવાથી જ્ઞાની ન થવાય,

અંતરના દીવા ધના જલે જ્યારે તો જ્ઞાની થવાય.....મેળવીલો.....

મણકો ૫૧૨

નથી આપણા હાથમાં જીવન લાંબુ જીવવું.....નથી,

ઉમદા જીવન જીવવું છે દરેકના હાથમાં.....નથી.....

નથી પૂરી કરી શકતા કોઈ બાબત આપણે,

છતાં કરી શકીયે શરુ તો કોઈ સારી બાબત.....નથી.....

જ્ઞાન કે કોઈ બાબતમાં પૂર્ણ નથી માનવી,

દરિયો છે વિરાટ જ્ઞાનની એક એક શાખા.....નથી.....

અર્થ એ નથી કે હોડી બાંધી રાખવી કાંઠે,

ઉપાડ લંગર આવશે બંદર જો તું ન થાકે.....નથી....

છે આજુ બાજુ જ્ઞાન અને જ્ઞાની અનેક જગમાં,

ધના કરૂણા જનક બાબત કરતા નથી ઉપયોગ આપણે.....નથી.....

મણકો ૫૧૩

જગત આખાનું જ્ઞાન જેને હોય છે,

પોતા વિષે અજ્ઞાન બુધ્ધુ કહેવાય છે.....

જાણે પૃથ્વીનું માપ ઉંચાઈ આકાશની,

ન કાઢી શકે પોતાનો કપાસ બુધ્ધુ કહેવાય.....

ઉંડાણ સાગરનાં ને રહસ્ય બ્રહ્માંડનાં,

જાણે પણ ન જાણે પોતાનું મન બુધ્ધુ કહેવાય છે.....

પતાના મહેલ જે બનાવી જાણતો,

રંગ રોગાન બહાર બહુ કરતો બુધ્ધુ કહેવાય છે.....

ધના અંદર જે નથી નજર કરતો,

રહેશે સદા અંધકાર બુધ્ધુ કહેવાય છે.....

મણકો ૫૧૪

મારા આગળ માગ્યા ન કર, ખોટો ખોટો કરગર્યા ન કર,

આપીશ તને અનંત ગણું શરત પ્રમાણે વર્તન કર.....

આળસ ત્યાગી કર્મ કર, કર્મ પ્રમાણે મળશે ફળ,

માંગવાનું માંડીવાળ, જે આપ્યું તેને સંભાળ.....

આંખ આપી કાન આપ્યા આપ્યુ મુખ ને મન,

હાથ પગને તન આપ્યું હરિએ કર તેનું જતન.....

આપ્યું નથી ઓછું તને ઓ ભીખારી મન,

સદ્-વાણી સદ્-વર્તન કરી મેળવીલે તું ધન.....

માંગ માંગ કરી માથું ન ખા ઓઅભાગી મન,

દેવાવાળો નથી દુબળો ધના પ્રેમે કરને ભજન.....