22 Single - 6 in Gujarati Comedy stories by Shah Jay books and stories PDF | ૨૨ સિંગલ - 6

Featured Books
Categories
Share

૨૨ સિંગલ - 6

૨૨ સિંગલ

ભાગ ૬

આજે હર્ષના ૧૧-૧૨ ધોરણના ટયુશનના મિત્રોનું ગેટ-ટુ-ગેધર હતું. હર્ષ એના બધા જુના મિત્રોને મળ્યો. અમુક મિત્રો તો પાંચ વર્ષ પછી સીધા આજે જ દેખાય હતા. ૧૧-૧2 માં બે ચોટલાવાળીને આવતી છોકરીઓ આજે વેસ્ટર્ન લુકમાં આવી હતી. જે છોકરાઓ સાવ ચંબુ વાળ લઈને આવતા હતા આંજે એ આખી દાઢીમાં સ્માર્ટ દેખાતા હતા. બે-ચારનું તો ભૂમિપૂજન પણ થઇ ગયું હતું (મતલબ કે લગ્ન નક્કી થઇ ગયું હતું). જે કેટલીક છોકરીઓ બાકી હતી એમની કેટલીક commited હતી. અને હવે જે બાકી રહી એમની સાથે હર્ષ ને કોઈ લેવા દેવા નહોતા. સીધા શબ્દોમાં, અહિયાં પણ હર્ષ માટે ઝીરો ચાન્સ બનતા હતા.

હર્ષ એના ગ્રુપ સાથે વાત કરતા બેઠો હતો. એનો સ્કૂલ ફ્રેન્ડ અક્ષત, અનુ (અક્ષતની ગર્લફ્રેન્ડ) બંને ભેગા થઈને હર્ષની ખેંચતા હતા. અનુ અને અક્ષત ૮મ ધોરણથી એકબીજાને અને ૧૧ માંથી હર્ષે ને ઓળખતા હતા. એ બંનેનું સેટિંગ કરાવવમાં માં પણ હર્ષે જ બહુ પાપડ વણવા પડ્યા હતા. એકવાર તો અનુ એ લગભગ હર્ષને મારી જ દીધી હતી. બેસ્ટ ફ્રેન્ડ અક્ષતનું અનુ સાથે કરાવવામાં અનુ જેવી બહેન કમ ભાભી કમ સારી ફ્રેન્ડ તો મળી પરંતુ અનુ સાથે જ રહેતી એની બેસ્ટ ફ્રેન્ડ પ્રિન્સી પણ એની બહેન બની ગઈ એ નફામાં. સ્કૂલમાં હર્ષ એને બહુ પસંદ કરતો હતો પણ.....

અનુ: યાર હર્ષ, એન્જીનીયરિંગના 4 વર્ષ પુરા થયા છતાં તે હજી કાઈ કર્યું નહિ ?

અક્ષત : અનુ, એના હાથમાં લવ-લાઈન જ નથી.

હર્ષ : હા , ભૂંસાઈ ગઈ છે હવે તો એ પણ. બે હાથ ભેગા કરીએ અને જો ચંદ્ર જેવો આકાર પડે તો સારી લવ-લાઈફ હોય એવું સાંભળ્યું છે પણ અહિયાં તો ચંદ્ર સોળે કળાએ ખીલવાની જગ્યા એ અમાસની રાત્રીની જેમ કાળો ધબ્બો જ છે.

અનુ: અમે તારી ભાવના સમજીએ છીએ.

હર્ષ : નહિ નહિ, ભાવનાની તો વાત જ નહી. બધા મારી ભાવનાને એટલી બધી સમજે છે કે પછી ભાવનાને (છોકરીનું નામ) જ પટાવીને મારી પાસેથી લઇ જાય છે.

અક્ષત : અરે યાર,મળી જશે તને પણ છોકરી. આમ બૈરા ની જેમ રડવાનું બંધ કર હવે.

હર્ષ (અનુ સામે જોઇને): તને મળી તારા જેવી ? આ તું જો. સાલા. મારા કરતા કાળો, શાહુડી જેવા વાળ, ગાંધીના ગોળ ચશ્માં, એમાં પણ બુલેટપ્રૂફ હોય એવા તો બાટલી જેટલા જાડા કાચ. તો ય તને અનુ મળી ગઈ. એને ય નથી ખબર કે તારામાં એવું તો શું જોઈ ગઈ.

અનુ : હા ઓકે, ઓકે. ચલ બોલ, તને કેવી છોકરી જોઈએ.

હર્ષ : મને??? બસ એવી, જે અંદર બહાર બધેથી છોકરી હોય. ઓરીજીનલ છોકરી. tv માં આવતી છોકરી જે અંદરથી છોકરો હોય અથવા ફેસબુક પર બની બેઠેલી કોઈ એન્જલ પ્રિયા નથી જોઈતી. બસ, બધી રીતે છોકરી હોવી ઘટે.

(થોડું અટકીને પોતાનો જ એક અનુભવ જણાવતા આગળ બોલ્યો)

થોડા સમય પહેલા, એક અજ્ઞાત નંબર પરથી મેસેજ આવ્યો. કોઈ છોકરી હતી. કોઈ બીજા ને મેસેજ કરવામાં ભૂલથી મને મેસેજ થઇ ગયો હતો. બે-ચાર દિવસ થોડી વાત થઇ. વાત થોડી આગળ વધી. હું તો ખુશ થઇ ગયો કે ચાલો રણમાં ગુલાબ ઊગવાના દિવસો આવી ગયા. વાત કર્યાને ૪થા જ દિવસે મને કહે મારી બર્થડે છે, આપણે પણ ફોર્મ માં ને ફોર્મમાં શું ગીફ્ટ જોઈએ એ પૂછ્યું. એમ તો એણે ના પાડી પણ આ પ્રેમમાં પાગલ મને શું કુબુદ્ધિ સુઝી કે એનામાં જીઓ નું ૪૦૦ રૂપિયાનું રીચાર્જ કરી આપ્યું. બીજા જ દિવસે એણે મોકલેલો એનો ફોટો જોયો. મને ના ગમી, છતાં દિલને થોડું મનાવ્યું. ફોન પર વાત કરી તો એનો અમિતાભ બચ્ચન જેવો ઘેરો અવાજ સાંભળીને જ મારા છાતીના પાટિયા બેસી ગયા. હવે એ મારા બ્લોક લીસ્ટમાં છે અને મેં કરાવી આપેલા રીચાર્જ થી એ બીજા 4 પાસેથી એનું મહિનાનું શોપીંગ લિસ્ટ પૂરું કરાવતી હશે.

અક્ષત અને અનુ આ સાંભળીને હસી હસી ને લોટ-પોટ થઇ ગયા. પણ હર્ષનો બિલકુલ મૂળ નહોતો. એને ખરેખર પોતાની જાત પર શંકા થવા લાગી. અનુ અને અક્ષત હર્ષની સામે માંડ હસવા પર કાબુ કરી રહ્યા હતા. અક્ષતે અનુને થોડીવાર એમનાથી દુર જવા કીધું જેથી એ હર્ષ સાથે થોડી વાત કરી સકે.

અક્ષત : હર્ષ, જો સાચું કહું ભાઈ, તો આ રિલેશનશીપ કરતા સિંગલ હોવું જ સારું.

હર્ષ : જો, એવું તો બોલતો જ નહી. પોતે કાજુ-કતરી ખાતો જાય છે અને કાજુ-કતરી સ્વાસ્થ્ય માટે ખરાબ છે- એવા બેવડા ધોરણની વાતો ના કર.

અક્ષત : હું આ જ કહેવા માંગું છું. એક જ માણસ કેટલા દિવસ સુધી કાજુ-કતરી ખાઈ શકે. એને પણ ચેન્જ જોઈએ. મારી પાસે તોં અનુ છે. હું ભૂલથી પણ બીજી કોઈ છોકરીને જોઈ ગયો ને તો મારું તો આવી જ બન્યું પછી. અને હવે તું જો, ગમે તેને લાઈન માર, કોઈ ટેન્સન નહિ. કોઈને કોઈ જવાબ નહિ આપવાનો.

હર્ષ: બરાબર, પણ કોઈ ભાવ આપે તો ને???!!! અનુ તો તારી સાથે લડે છે પણ તને પ્રેમ પણ કરે છે.

અક્ષત: ભાઈ, પ્રેમ કરવા કરતા વધારે લડાઈ થાય છે. એક ફોન કે મેસેજ નો જવાબ ના આપો તો લડાઈ, બધી તારીખો યાદ રાખવાની, એની બર્થડે ની, એના મમ્મી-પપ્પા, ભાઈ ના બર્થડે ની, પ્રપોઝ કર્યું ત્યારની, પહેલી ડેટ પર ગયા ત્યારની, પેહલી ગીફ્ટ આપી એની.

તારીખ પે તારીખ.

આટલી તારીખ તો મેં ઇતિહાસના વિષયમાં પણ નહોતી યાદ રાખી. ખબર નથી પડતી શું યાદ રાખું ને શું નહિ. કેલેન્ડર બની ગયો છું. જો મારો મોબાઈલ આવી એની સાડી સત્તર ફાલતું વસ્તુઓ નું લિસ્ટ પડ્યું હશે. જો એકાદ પણ ભુલ્યાને તો ગયા જ સમજો.

હર્ષ : આને તો રોમેન્ટિક કહેવાય.

અક્ષત : તારો બાપ, રોમેન્ટિક. વર્ષના ૩૬૫ માંથી ૩૬૪ દિવસ તો લડવામાં જાય. દરરોજ બે કલાક વાત કરવાની. હજી હમણાં જ જોબ પર લાગ્યો છું. ત્યાં પણ ધ્યાન આપવું પડે. માણસ, ક્યાંથી એટલો સમય કાઢે. બધા કામ બાજુ એ મુકીને એની સાથે વાત કરું તો પણ કોઈકને કોઈક વાત પર સવાલ. કાલે કેમ જલ્દી સુઈ ગયો. તને મારી કઈ પડી જ નથી. તું મને સમય જ નથી આપતો. અને આ તો બેસ્ટ, તારું whatsapp last seen ૧૧:૪૫ નું હતું અને તે ૧૧:૪૪ એ મને ‘ગૂડ નાઈટ’ કીધું પછી કોની સાથે વાત કરતો હતો? બોલ હવે, આવા સવાલનો તું શું જવાબ આપીશ????

હર્ષ : હે લા, આવા સવાલ પૂછ છે અનુ?

અક્ષત: તું પૂછ જ નહિ ભાઈ. આખરે છોકરી જ છે ને એ પણ. એ કોઈ વાર રિસાઈ જાય તો એને મનાવવા કરતા તો એવું થાય કે ભગવાનને બોલાવી લઉં. એ પણ જલ્દી મારા પર કૃપાયમાન થઈને દર્શન દેશે. ભૂલ કોઈની પણ હોય સોરી તો મારે જ કહેવાનું. ચાલો, બરાબર છે. કહી પણ દઈએ પણ સામે શરત મુકે. કોઈકવાર તો એવું થાય કે બધું છોડીને હિમાલય પર જતો રહું. આ બાબાઓ ને કેવા જલસા હોય છે. સંસારની કોઈ માયા નહિ. અને સ્ત્રીઓ થી દુર. એટલે જ મને લાગે છે કે એ લોકો પ્રખર જ્ઞાની બને છે. બાકી તો જીવનમાં “she” આવતા જ “he” ગાયબ થઇ જાય છે.

હર્ષ : બે તું પણ હિમાલય ની વાત કરે છે. હું સિંગલ જિંદગીથી કંટાળીને હિમાલય પર જવાનું વિચારુ છું અને તું છોકરી થી કંટાળીને.

અક્ષત: તું જલસા કર ને. કોલેજના મિત્રો છે. હવે તો ખુદ પણ કમાય છે. થોડાક પૈસા પોતાના માટે ખર્ચ. કોઈક છોકરી સામે આવે તો એને અચાનક હાય કહે, એની સાથે થોડીક વાત કર. શું કામ લવ-બવ ના ચક્કરમાં પડે છે. આ તો બધો એક ટાઇમપાસ છે. એક જરૂરિયાત છે. બસ કોઈક જોઈએ. એક વાર બ્રેક-અપ થઇ જાય પછી કેમ કોઈ મૂકી નથી દેતું? જો સાચો જ પ્રેમ કરતા હતા, તો કેમ બ્રેક-અપ ના થોડા જ સમયમાં બીજી વ્યક્તિ સાથે ફરી સેટિંગ કરીને લવ-લવ રમવું પડે છે?!!! ફરી આ જ ચક્ર ચાલુ, જ્યાં સુધી ઘર વાળા કોઈ પત્ર શોધી ના આપે ત્યાં સુધી. મિત્રતા કરો, પ્રપોઝ કરો, લવ-લવ રમો, લડાઈ કરો, છુટા પડો અને ફરી કોઈ શોધો. અને તું જોજે, આ જેટલા સેટિંગ વાળા છે ને એમાં ૯૯% એરેંજ મેરેજ જ કરશે. કારણકે ખબર છે, ઘરવાળા જ એને લાયક શોધી આપશે.

હર્ષ : હા ભાઈ, વાત તો તારી ૨૪ કેરેટના સોના જેવી સુદ્ધ અને સાચી.

વાત કરતા કરતા અક્ષત નો અવાજ ક્યાં મોટો થઇ ગયો એ એને ખબર જ ના પડી. ક્યારનો આખો ક્લાસ એની આ વાત સાંભળતો હતો. અનુ પણ. જયારે અનુ એ પાછળ થી એક ધબ્બો માર્યો ત્યારે ભાઈ વર્તમાનમાં માં આવ્યા પણ બહુ લેટ થઇ ગયું હતું.

અનુ : હર્ષ, ચલ.પ્રિન્સી આવી છે. આજે હું તારું એની સાથે સેટિંગ કરાવીને જ રહીશ. અને ( અક્ષત સામે ડોળા કાઢતા) અમુક લોકો ને જે ત્રાસ લાગે છે ને એને પછી તું તારો અનુભવ કહેજે. કે સિંગલ સારું કે રિલેશનશીપ.

હર્ષ: ના અનુ. રહેવા દે. પ્રિન્સી મને ભાઈ માને છે.

અનુ: શું ગાંડા જેવી વાત કરે છે. હવે એ વાત ને વર્ષો થયા. ત્યારે આપણે બાળક હતા. અને તું જો તો ખરો, કેટલી મસ્ત દેખાય છે એ.

હર્ષે ઉભા થઈને દુર ઉભેલી પ્રિન્સી સામે જોયું. ગેટ-ટુ-ગેધર માં બધી છોકરીઓ વેસ્ટર્ન માં આવી હતી. માત્ર પ્રિન્સી જ બધા થી ઉલટું ટ્રેડીશનલ લુકમાં આવી. બધા થી અલગ દેખાય પણ આ લુકમાં એની ખુબસુરતી કૈક વધારે જ નિખરીને બહાર આવતી હતી. અનુ એ તરત હર્ષનું મોઢું બંધ કરતા કહ્યું, તમે સાલા બધા છોકરા ઓ આવા અને આવા જ. હર્ષ તરત અનુ સાથે ચાલવા લાગ્યો.

અક્ષતે આપેલા આટલા મોટા ભાષણ નો સારાંશ હર્ષ સામે “ભેંસ આગળ ભાગવત” જેવો પુરવાર થયો. છોકરી જોતા જ બધું ભૂલી ગયો. “men will be men forever.”

અનુ પ્રિન્સી સામે આવીને એની સાથે વાત કરવા લાગી. હર્ષ ને શું બોલવું અને શું નહિ એની કઈ સમજ ના પડતા બાઘા ની જેમ ત્યાં જ ઉભો રહીને પ્રિન્સી ને જોયા કરતો હતો. પ્રિન્સી ને પણ એ થોડું ના ગમ્યું. એણે એના વાળ અને કપડા બરાબર કર્યા. હર્ષ એ કોઈક જગ્યા એ વાંચ્યું હતું કે છોકરી ને જોવી હોય તો એવી નજર થી જુઓ કે એ એના વાળ અને કપડા વ્યવસ્થિત કરવા લાગે. આ યાદ આવતા જ હર્ષના મોઢા પર આછું હાસ્ય આવી ગયું. અનુને આ ખબર પડતા જ એણે હર્ષ ને એક મારી.

હર્ષ: ઓ હાય, પ્રિન્સી. Harsh is here.

પ્રિન્સી: ઓ હાય, હર્ષ. તને કેમ ના ઓળખું? મારો સ્કુલનો એક નો એક ભાઈ.

દુરથી એમની વાતો સાંભળતા અક્ષતે દીવાલ સાથે એનું માથું ઠોક્યું. અનુ તરત હર્ષ ને બહાર લઇ ગઈ અને “એકનું કઈ નહિ થાય અને બીજાને કઈ નહિ સમજાય” એમ બોલત બોલતા મોબાઈલમાં “indian rail” ની એપ કાઢી એમાં હર્ષ અને અક્ષત બંનેની હિમાલય જવાની ટીકીટ બુક કરવા લાગી.

ત્રણ દિવસ પછી અક્ષતનો હર્ષ પર ફોન આવ્યો.

અક્ષત: હર્ષ તારે લીધે મારું બ્રેક-અપ થયું. અનુ છેલ્લા ત્રણ દિવસથી મારી સાથે વાત પણ નથી કરતી.

હર્ષ: સરસ. ત્રણ દિવસમાં બ્રેક-અપ કરવાનું એમ નક્કી તો થઇ ગયું. ચલ મને એમ કહે, હું જમવાનું શું બનાઉ. છેલ્લા ત્રણ કલાકથી વિચાર કરું છું પણ કઈ સમજ જ નથી પડતી.

અક્ષત: યાર તું કોઈ દિવસ તો મઝાક છોડ. (આમ કહીને અક્ષતે ફોન કટ કરી નાખ્યો.)

હર્ષ: લો બોલો. મને પાછો સીરીયસ થવાનું કહે છે. જયારે સીરીયસ થયો ત્યારે મહાભારત જેવું મોટો ગ્રંથ સંભળાવી દીધો. “પ્યાર કા પંચનામા” ની બીજી સ્પીચ તૈયાર થઇ જાય એમ. જ્ઞાન આપ્યું કે સિંગલ જ સારું અને હવે ત્રણ દિવસથી વાત નથી કરતી તો દિવસ કાઢતા ભારે પડે છે. જબરું છે આ તો.

ચલ આ બધું છોડો, આપણે શું જમવાનું બનાવીએ એ વિચારીએ. દુધી-રીંગણ-બટાકાનું શક બનાવી દઉં. આપણા માટે કોઈ જમવાનું લઈને નથી આવાની. અને હર્ષ જમવાનું બનાવવામાં વ્યસ્ત થઇ ગયો.

***