Risan Jack Island - 09 in Gujarati Love Stories by Bhavik Radadiya books and stories PDF | રીસન જેક આઈલેન્ડ - 9

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

રીસન જેક આઈલેન્ડ - 9

રીસન જેક આઈલેન્ડ

( રહસ્યમય રોમાંચક પ્રેમસફર )

પ્રકરણ: ૯

ભાર્ગવ, આયુષ અને મોનાર્થ ત્રણેય ભવ્યાનાં ઘરે પહોચ્યા. ભવ્યાનું ઘર ભાર્ગવના ઘરથી લગભગ દોઢ બે કિલોમીટર જેટલું દુર છે. અને ભવ્યાનાં ઘરથી તેઓની કોલેજ વચ્ચેનું અંતર પણ એટલું છે. ભવ્યાનું ઘર જોઇને ભાર્ગવની આંખો પહોળી થઇ ગઈ. એને અત્યાર સુધી એવું જ લાગતું હતું કે મારા ઘરની બનાવટ જ બેનમુન છે. પણ એ ખોટો ઠર્યો. ભવ્યાનું આખું ઘર લગભગ લાકડા માંથી જ બનાવેલું હતું. જોનારની આંખો પળવારમાં જાય! જાણે જમીનથી લગભગ પાંચ ફીટ ઉચું ઝૂલતું સ્વર્ગ જ જોઈ લો! આયુષના જણાવ્યા મુજબ આ ઘર ભવ્યાએ જ ડીઝાઇન કરાવ્યું હતું.

જૂની શૈલીમાં તૈયાર થયેલું લાકડાનું ઘર, કોઈ આલિશાન હવેલીથી ઉતરતું નહોતું. ખાસ તૌ તેની ડિઝાઇન દાદ માંગી લે એવી હતી. ઘરની દીવાલ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા લાકડાના મસમોટા સ્લેબનો સ્લોપ (ઢોળાવ) એવી રીતે રાખવામાં આવ્યો હતો કે એક દિશા માંથી આવતી હવા, બીજી દિશા માંથી સરળતાથી પસાર થઇ શકે. વળી તેની ગતિ પર અંકુશ પણ રાખી શકાય એવી અદ્દભુત વ્યવસ્થા!

ભાર્ગવ, આયુષ અને મોનાર્થ ઘરની અંદર પ્રવેશ્યા. ઘરનો મુખ્ય દરવાજો હજુ સુધી લોક વગર જ બંધ હતો.

"તમને લોકોને ખબર હતી કે ઘરમાં કોઈ છે નહીં, તૌ દરવાજા પર લોક કેમ ના લગાવ્યો?" ભાર્ગવે મોનાર્થ સામે આશ્ચયથી જોતા પૂછ્યૂં.

"અમે ગભરાઈ ગયા હતાં, અમારે જેમ બને તેમ જલદી તને શોધવાનો હતો. અને હમણાં થોડાં દિવસથી તો આ વાત જ ભુલાઈ ગઇ હતી." મોનાર્થે ચોખવટ કરી.

ઘરની અંદર પ્રવેશતા જ એક મોટો હૉલ હતો. જમણી બાજુ મોટું ડાઇનિંગ ટેબલ અને તેની ફરતે ઘરને અનુરૂપ પરંપરાગત લાકડાની પોલિશ્ડ આરામ ખુરશીઓ ગોઠવાયેલી હતી. ઘરની અન્ય સાજ સજાવટની પસંદગી પણ ઉચ્ચ કોટિની હતી. જાણે કે શૉ રૂમનું અન-ટચ્ડ મટીરીયલ! ડાબી બાજુનો આખો ભાગ કિચન માટે હતો, જ્યારે સામેની બાજુ ત્રણ માપસરનાં રૂમ હતાં. તેમાં ડાબી બાજુનો રૂમ બેડરૂમ, વચ્ચેનો રીડિંગરૂમ અને જમણી બાજુનો રૂમ લાઈબ્રેરી માટે અનામત રાખેલો.

ભાર્ગવે ઈશારો કરતા ત્રણેય કિચન તરફ ગયાં. રસોડામાં બધી જ વસ્તુઓ યથાવત સ્થાને ગોઠવાયેલી હતી. ઘરની અંદર પણ બધું વ્યવસ્થિત જ હતું. છીવાય કે રસોડામાં ખાવાની બધી તૈયાર વસ્તુઓ ખુલ્લી પડી હતી. 'એટલે કે આયુષ સાચું જ બોલતો હતો. અર્થાત ઘરમાં કિડનેપિંગ દરમિયાન (જો થયું હોઇ તો!) કોઇપણ પ્રકારની ઝપાઝપી થઈ નહોતી.' - ભાર્ગવે વિચાર્યું.

"આયુષ તમે લોકો આવ્યાં ત્યારે પણ બધી વસ્તુઓ આવી રીતે જ હતી? આઈ મીન બધું બરાબર જ ગોઠવાયેલું છે તો પછી ભવ્યાનું કિડનેપિંગ થયું છે એ વાત કેવી રીતે ખબર પડે?" ભાર્ગવ દરેક વસ્તુઓને / ઘટનાઓને ધ્યાનથી જોતો હતો અને દરેક ઘટનાઓને બરાબર યાદ રાખીને તેને 'સાચા' ક્રમમાં ગોઠવવાની કોશિશ કરતો હતો.

"હા, બધું આમ જ હતું. મને પણ પહેલા તો ભવ્યાના કિડનેપિંગ વાળી વાત મગજમાં બેસતી જ નહોતી. પણ ભાર્ગવ, મને લાગે છે કે 'મિ. પીટર માર્ક' એ તેને સામો પ્રતિકાર કરવાનો મોકો જ નહીં આપ્યો હોઇ, અથવા તો દરવાજા પરથી જ ઉઠાવી ગયો હશે, અથવા કોઈ બહાનું કાઢીને તેની સાથે લઇ ગયો હશે. જોકે છેલ્લો તર્ક થોડો ઉડાઉ લાગે છે, પણ એવું થયું હોઇ તો નવાઈ નહીં. તમારે બંનેને 'પ્રોજેક્ટ' અંતર્ગત અનેકવાર તેની સાથે બહાર જવાનું થતુ."

બટાટા પૌવા, ચા, બ્રેડ વગેરે બધું જ પ્લેટફોર્મ પર ખુલ્લું પડયું હતું. મોનાર્થે ચમચી વડે બટાટા પૌવા ઉપર નીચે કર્યા. ત્યારબાદ એ જ ચમચી વડે જામી ગયેલી ઘટ્ટ ચાને હલાવી જોઇ અને બ્રેડ પણ તપાસી.

"ભાર્ગવ, એક અઠવાડિયાથી વધારે સમય નથી થયો." મોનાર્થે વિજય સૂચક સ્મિત સાથે કહ્યું. પણ ભાર્ગવ કંઇક વિચારતો હોઇ એમ રસોડામાં નજર ફેરવતો રહ્યો.

"એમ જ વિચારે છે ને ભાર્ગવ કે, આટલું મોટું રસોડું કેમ?" આયુષે ભાર્ગવનું ધ્યાન દોરતા પુછ્યું અને ભાર્ગવ કંઈ બોલે એ પહેલા તેણે જ જવાબ આપી દીધો, "ભવ્યાને કુકિંગનો શોખ હતો, એટલે કે છે. એ જ્યારે પણ નવરી પડે ત્યારે નવાં નવાં પ્રયોગો આદરે. એટલે જ તેણે આ આખા ભાગમાં રસોડુ બનાવડાવ્યુ. એ સાયન્ટિસ્ટ છે અહીંની." - કહી આયુષ હસવા લાગ્યો.

ભાર્ગવ રસોડા માંથી બહાર નીકળીને બાજુના ત્રણ રૂમ માંથી, બેડરૂમમાં જવા જતો હતો ત્યારે જ આયુષે તેને રોક્યો-

"ભાર્ગવ એક મિનીટ. તું મેઈન હૉલ અને બહારનાં ભાગની તપાસ કર. મોનાર્થ બેડરૂમની અને હું લાઈબ્રેરની તાપસ કરુ છું. એટલે જલદી કામ પતી જાય."

ભાર્ગવ કંઇ પણ બોલ્યા વગર પાછો ફરી ગયો. આયુષે મોનાર્થને હાથનો ઈશારો કરી બોલાવ્યો ને' બંને લાઇબ્રેરીમાં ઘૂસી ગયાં.

ભાર્ગવ ઘરનાં દરવાજાની જમણી બાજું, બરાબર અડીને આવેલા કમ્પ્યૂટર ટેબલ પર ગોઠવાયો. પાવરની બધી સ્વિચ ઑન કરી અને કમ્પ્યુટર શરુ કર્યું.

ઘણાં બધાં વિચારોની ગડમથલમાં અટવાતો ભટકાતો ભાર્ગવ કોઈ એક નિર્ણય પર આવવા મથી રહ્યો હતો. બધાં વિચારોને એક બાજું હડસેલીને તે ટેબલનાં ખાનાં તપાસવા લાગ્યો.

ખાનામાં મોટા ભાગનાં જીઓગ્રાફી અને નકશાને લાગતા પુસ્તકો તથા સીડીઓ પડી હતી. સૌથી નીચેના ખાનામાં કેટલીક ડાયરી હતી. ભાર્ગવ એ ઉઠાવવા માટે નીચે ઝુક્યો એટલે તેનો બીજો હાથ કમ્પ્યૂટરનાં કિબૉર્ડ ઉપર દબાયો. તે ડાયરી ખોલીને જુએ એ પહેલાં તેનાં ડાબા હાથમાં વાઈબ્રેશન થયું.

ભાર્ગવ ચોંક્યો! એ વાઈબ્રેશન કાંડા ઘડિયાળમાં થતું હતુ. ઘડિયાળની અંદર નીચેનાં ભાગમાં કંઇક ટપકાં જેવું ડિસ્પ્લે થતું હતુ. કમ્પ્યુટર માંથી 'બીપ સાઉન્ડ' આવતાં તેનું ધ્યાન કમ્પ્યુટરની સ્ક્રીન પર ગયું. કમ્પ્યુટરમાં રહેલા નકશામાં લોકેશન ડિસ્પ્લે થતુ હતું. તેમાં બે લાલ ટપકાં અને એક લીલું એકબીજા ઉપર ઓવરલેપ થયેલાં હતાં. ભાર્ગવે નકશાએ વધારે 'ઝૂમ' કર્યો. હવે એક લાલ ટપકું અલગ થઈ ગયું, પણ હજુ એક લાલ ટપકું મોટા લીલા ટપકાં પર ઓવરલેપ થયેલું હતું. લીલા ટપકાંની ઉપર "HOME ( 0, 0 )" એવું લખેલું હતું. જ્યારે બે લાલ ટપકાં માંથી એક લાલ ટપકાં પર ( લીલા ટપકાંને ઓવરલેપ કરતું હતુ એ ટપકાં પર ) "BHARGAV ( 0, 0 )" એવું લખેલું હતું અને બીજા લાલ ટપકાં પર "BHAVYA ( NNW 7 mt. )" એવું લખેલું હતું.

ભાર્ગવનું મગજ સુન્ન થઈ ગયું. પણ તેને પરિસ્થિતિ સમજતા વધારે વાર ના લાગી. તેણે નકશો વધારે ઝૂમ કરવાની કરવા પ્રયત્ન કર્યો, પણ કંઈ ખાસ ફરક ના પડ્યો. પણ હા, ટપકાં પરફેક્ટ અને વધારે ચોક્કસ લોકેશન ડિસ્પ્લે કરતા હતાં. તેણે "BHARGAV ( 0, 0 )" ટપકાં પાર ક્લિક કર્યું એટલે તેનું લોકેશન 'મોર્સ કોડ' અને 'ડિજિટલ ફિગર' એમ બંને રીતે ડિસ્પ્લે થયું. હવે ભાર્ગવને સમજાયું કે તેની ઘડિયાળમાં દેખાતા ટપકાં શું દર્શાવે છે. એ તેનું પોતાનું જ લોકેશન હતું. પણ 'મોર્સ કોડ' માં.

કમ્પ્યુટરમાં "BHARGAV ( 0, 0 )" ની માહિતીની નીચે એક ઓપ્શન હતો, 'Send Message' તેનાં પર ભાર્ગવે ક્લિક કર્યું. પણ સંદેશ ફક્ત તેમાં આપેલાં 'ફિક્સ' સંદેશ માંથી જ કોઈ સંદેશ મોકલી શકાય. તેમાં આપેલા મેસેજ ફક્ત દિશાઓ અને ચેતવણી વાળા જ હતાં. ભાર્ગવે તેમાંથી ' Turn Left ' પર ક્લિક કર્યું એટલે તરત જ તેની ઘડિયાળમાં વાઈબ્રેશન થયું અને મેસેજ ડિસ્પ્લે થયો, ' Turn Left ' !

ભાર્ગવને પરસેવો વળી ગયો. તેનું હ્રદય ભીંસવા લાગ્યું. તેને હવે આખો મામલો સમજાયો. તેણે પાછળ ફરીને જોયું તો આછો પાતળો ખ્યાલ આવ્યો કે આયુષ અને મોનાર્થ તો લાઈબ્રેરીમાં હતાં. " BHAVYA ( 0, 0 ) " એ ભવ્યાનું લાઈવ લોકેશન હતું અને કમ્પ્યુટર પ્રમાણે તે બેડરૂમમાં હતી!

( ક્રમશ:... )

લેખક : ભાવિક એસ. રાદડિયા