Suicide post on facebook in Gujarati Moral Stories by Ssandeep B Teraiya books and stories PDF | સુસાઈડ પોસ્ટ ઓન ફેસબુક

Featured Books
Categories
Share

સુસાઈડ પોસ્ટ ઓન ફેસબુક

Suicide post on facebook

જય શ્રી ક્રિષ્ના

મારુ નામ વિજય દેસાઈ, મારી ઉંમર 25, રહેવાનું મુંબઈ,

હું આજે આ facebook post નો ઉપયોગ કરીને મારી આત્મહત્યા કરવાની પ્રબળ ઈચ્છા ને તમામ મિત્રો તથા સંબંધીઓ ની સામે રાખવા માંગુ છું, કદાચ જયારે તમે આ post વાંચતા હશો ત્યારે હું જીવિત ના પણ હોવ, પણ હું મરી જવ તે પહેલા મારી આત્મહત્યા કરવાના કારણો અને જવાબદાર વ્યક્તિઓ ના નામ જાહેર કરવા માંગુ છું. જેથી કરીને તે લોકો ને થોડી શરમ અને વધુ સજા મળે.

મારુ પરિવાર જ મારા મોત નું કારણ છે, હા મિત્રો થોડું વિચિત્ર છે પણ સત્ય છે કે મારા પરિવાર ને કારણે જ હું આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો છું,

'મારા પરિવાર માં આમ તો અમે માત્ર 4 વ્યક્તિ જ છીએ, પાપા રાજીવભાઈ 50 વર્ષ, મમ્મી ચિત્રાબેન 47 વર્ષ, નાની બહેન નેહા 20 વર્ષ, અને હું વિજય 25 વર્ષ,

પાપા નો મુખ્ય વ્યવશાય ફ્લેટ્સ બનાવી ને વેચવાનો છે, વર્ષે કરોડો રૂપિયા બનાવે છે, અને તે રૂપિયા ઘણી અલગ અલગ જગ્યા એ ઈન્વેસ્ટ પણ કરે છે, અને મહિના માં 2 વાર થાઇલેન્ડ, ફૂકેટ અને અનેક આવી જગ્યા એ મસાજ કરવા જતા હોય છે, બધા ને ખબર જ છે ત્યાં શું શું થતું હોય છે, અને આમ પણ પાપા ને મુંબઈ માં પણ ઘણા ઘર છે જ્યાં તે અને તેમની અલગ અલગ સ્ત્રી મિત્રો સાથે રંગ રેલીયા ની મજ્જા લેતા હોય છે,

અમને બધા ને બધી જ ખબર છે, પણ મમ્મી કઈ બોલતા નથી કારણ કે મમ્મી ને પણ તેના મિત્રો સાથે આડા સબંધ છે, તેને પણ વાંધો નથી, અને મારી નાની બહેન નેહા ને પણ ડ્રગ્સ અને સ્મોકિંગ ની આદત છે, તે પણ તેની જિંદગી માં મસ્ત છે, બધા પોતાનું જીવન પોતાની મરજી પ્રમાણે જીવે છે,

હા, મિત્રો આવું જ છે મારુ નાનું પરિવાર, અને આજે મને જરાય શર્મ નથી આવતી આ હકીકત તમારા બધા ની સામે રાખવામાં, તમે વાંચીને તેના માટે કોમેન્ટસ મૂકી શકો છો, તેને પણ ખ્યાલ આવે કે રૂપિયા હોય તો પોતાના સંસ્કાર ભૂલી નથી જવાતા,

મિત્રો તમને વિચાર આવતો હશે કે આ બધા આટલી હદે બગડેલા છે અને હું કેમ તેમના થી અલગ છું ? પણ તેમાં એવું થયું હતું કે પહેલા તો બધા સંસ્કારી જ હતા, જયારે પાપા પાસે રૂપિયા આવા મંડ્યા ત્યારે પહેલા મને પાપા એ વિદેશ ભણવા મોકલી દીધો, એટલે હું તેના આ વાતાવરણ થી થોડો દૂર હતો, હું ત્યાં 5 વર્ષ રહ્યો, વચ્ચે ઇન્ડિયા માં આવા જવાનું થતું, તે લોકો પણ ઇંગ્લેન્ડ આવ્યા હતા, પણ જયારે હું મારુ ભણતર પૂરું કરીને પાછો આવ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે આયા તો બધું જ બદલી ગયું છે, મને હજી યાદ છે, જયારે અમે નાના હતા ત્યારે મમ્મી અમને કેવા સંસ્કાર આપતા હતા, અને આયા આવી ને મેં જોયું કે મમ્મી ના મોબાઈલ માંથી મમ્મી એ તેમના ખરાબ ફોટો તેમના એક નહિ પણ 3 મિત્રો ને મોકલાવેલ હતા, જયારે મેં તે જોયું ત્યારે મારા પગ નીચે થી ધરતી ખસી ગઈ હતી, ધીરે ધીરે મને પાપા અને બહેન ની life style પણ ખબર પડી, એક સમય આવ્યો જયારે હું આ બધું જોઈને કંટાળી ગયો, હું આ વાત કોઈ ને પણ કહી શકું એમ નથી,ઘર માં ચર્ચા કરી શકું એમ નથી, પણ હું અંદર થી રોજ મરતો હોવ છું, મને હવે એમ થાય છે કે મારુ જીવન અહીં જ ટૂંકાવી દવ પણ તેની સાથે આવા લોકો ને એક સબક પણ સિખડાવી જાવ જેથી કરીને બીજા લોકો પણ ધ્યાન રાખે કે ક્યારેક તમારી life style બીજા ને બરબાદ કરી શકે છે,

મિત્રો તમને બધા ને મારા છેલ્લા જય શ્રી ક્રિષ્ના "

facebook પર વાંચીને વિજય ના એક મિત્ર સંજય એ તેમને ફોન કર્યો પણ કોઈ જવાબ ના આવ્યો , સંજય એ તરત જ પોલીસ સ્ટેશન માં જઈને બધી વાત કરી, અને પોલીસ સાથે તે વિજય ના ઘરે પહોંચે છે, વિજય નું ઘર અંદર થી બંધ હોય છે, પોલીસ દરવાજો તોડી ને અંદર જાય છે તો જુવે છે કે, વિજય ના પાપા રાજીવ ભાઈ, તેમના પત્ની અને તેમની દીકરી ત્રણેય ની લાશ જમીન પર પડી હોય છે, મોઢા માંથી ફીણ નીકળેલા હોય છે, અને નેહા ના લેપટોપ માં ફેસબુક ઓપન હતું, અને તેમાં નેહા ના ID માંથી તેમના મમ્મી એ એક કોમેન્ટ લખેલી હતી,

" બેટા વિજય, અમને ખબર નથી કે તે આ બધું આટલું ખોટું શું કામ આમ જાહેર માં લહ્યું ? તને અમે તરજ કોલ કર્યો પણ તે ઉપાડ્યો જ નહિ, અમને એમ લાગે છે કે તને કોઈ મોટી ભૂલ થઇ છે, તને સારી રીતે ખબર છે કે આપણા ઘર ના સંસ્કાર કેવા છે, અને તારા પાપા આટલો રૂપિયા બનાવ્યા તેમ છતાં કોઈ દિવસ કામ વગર વિદેશ નથી ગયા, અને જયારે જયારે ગયા છે ત્યારે આપણે બધા સાથે જ ગયા છે, મારે જરૂર નથી તો હું કોઈ જ સ્માર્ટ ફોન વાપરતી જ નથી, અને તારી બહેન તો શિક્ષા લેવાનું વિચારી રહી છે, તો સ્મોકિંગ અને ડ્રગ્સ તો દૂર ની વાત છે, પણ દીકરા તારા મગજ માં શું ચાલી રહ્યું છે તે ખબર નથી, પણ ફેસબુક પર થી જે રીતે લોકો અમને ગારો આપી રહ્યા છે તે તારી બહેન એ અમને દેખાડ્યું, અમે બધું વાંચ્યું, હવે અમે દુનિયા ની સામે આવી શકીયે એમ નથી, તે પોસ્ટ માં લખ્યું છે કે તું અમારા કારણે આત્મહત્યા કરી રહ્યો છે, તો હવે અમને કોઈ ને પણ જીવન જીવવાનો અધિકાર નથી, અમે પણ આ જીવન તારી સાથે જ ટુંકાવીયે છીએ, કદાચ ઉપર મળશું ત્યારે તને પૂછીશું કે આવું કેમ કર્યું ? જય શ્રી કૃષ્ણ "

આ બધું જોયા અને વાંચ્યા પછી પોલીસ એ સંજય ને પૂછ્યું કે તને શું લાગે છે આમ થી સાચું કોણ અને ખોટું કોણ ?

સંજય એ તરત જ કહ્યું કે હું આ પરિવાર ને ઘણા સમય થી ઓળખું છું, વિજય નું પરિવાર સંસ્કારી હતું અને તેના મમ્મી એ જે કઈ લખ્યું છે તે સાચું છે, પણ હું વિજય ને જ્યાં સુધી ઓળખું છું તેને પણ બધી ખબર જ છે, તેમ છતાં તેને આવું કેમ કર્યું એ નથી સમજાતું,

પોલીસ એ તપાશ કરવાનું ચાલુ રાખ્યું અને વિજય ના બીજા એક ઘરે પહોંચ્યા જ્યાં દરવાજો તોડીને અંદર ગયા તો વિજય બેભાન હાલત માં પડેલો મળ્યો, તેને હોસ્પિટલ એ લઈને સારવાર બાદ બીજા દિવસે ભાન માં આવતા પોલિસ એ તાપસ આગળ ચાલુ કરી, ત્યારે તેને ખબર પડી કે તેની ફેસબુક પોસ્ટ વાંચીને તેમના પરિવાર એ આત્મહત્યા કરી નાખી છે, વિજય એ રડતા રડતા પાછો બેભાન થઇ જાય છે,

ડોક્ટર્સ ના કહેવા પ્રમાણે રિપોર્ટ્સ માં એવું આવ્યું છે કે વિજય એ કોઈ ઝેરી દવા નથી પીધેલી, તેને છેલ્લા કેટલાય દિવસ થી કોઈ જ ભોજન નથી લીધું અને થોડી ઊંઘવાની દવા પીધી છે જેથી કરીને તે માત્ર બેભાન જ થઇ શકે, મૃત્યુ ના થઇ શકે, પાછો ભાન માં આવ્યા પછી તેની પુછપરછ કરતા તેને કહ્યું કે મને ખબર ન હતી કે મારે વધુ દવા પીવી પડશે તો જ મરી શકીશ,

પોલીસ ને આ એક સામાન્ય ઘર સંસાર નો કલેશ લાગ્યો, અને વિજય ની વાત માન્ય રાખી ને તેના રિપોર્ટ માં લખ્યું કે તેનું પરિવાર બવ આગળ વધી ગયું હતું અને તેના આડા સબંધો ને વિજય સહન ના કરી શક્યો એટલે વિજય આત્મહત્યા નો પ્રયાશ કર્યો અને ફેસબુક પર સુસાઇડ પોસ્ટ જાહેર કરી અને જેને લીધે તેના પરિવાર ને શરમ ને કારણે આત્મહત્યા કરવી પડી.

આજે 1 વર્ષ પછી વિજય આરામ ની જિંદગી જીવે છે, મહિના માં 2 વખત વિદેશ માં જલસા કરવા જાય છે, ઘરે રોજ નવી નવી છોકરીયો લાવે છે, અને તેના પાપા ના રૂપિયા ઉડાવે છે,

એક દિવસ સંજય એ પૂછ્યું કે મને હજી નથી સમજાતું કે તે આ બધું શા માટે કર્યું ?

વિજય : હું અગર કોઈ 3 વ્યક્તિ ના ખૂન કરું તો શું હું આ રીતે આઝાદ ફરી શકું ? તેના કરતા તે 3 લોકો આત્મહત્યા જ કરી લે તો મારે કેવું સારું ?

સંજય ને એકજ લીટી માં બધું જ સમજાય ગયું અને તે ત્યાંથી બહાર નીકળી ગયો, અને રસ્તા માં જતી વખતે પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિએકટીવ કરી નાખ્યું.

***