Rahashy - 4 in Gujarati Travel stories by Alpesh Barot books and stories PDF | રહસ્ય:૪

Featured Books
Categories
Share

રહસ્ય:૪

કર્નલને મળીને રાજદીપ બહાર આવ્યો ત્યારે તેના ચેહરા પરથી લાગતું નોહતું કે પરમિશન મળી હોય.

"આપણી સફર શરૂ થવા પહેલાં જ પુરી થઈ ગઈ સમજ.." કલ્પેશ બોલ્યો.

"ધીરે બોલો, સાંભળી જશે.." પ્રિયાએ કહ્યું.

"આઇ એમ સોરી..."

"ઇટ્સ ઓકેય.. રાજદીપ તે અમારા માટે આટલું કર્યું એના માટે અમે તારા આભારી છીએ." મજીદે કહ્યું.

ટોળકી વીલા મોંએ બહાર નીકળવા લાગી..

રાજદીપ જોરજોરથી હસવા લાગ્યો.

બધા તેનો ચેહરો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. કોઈ કઇ સમજી નોહતું રહ્યું રાજદીપ કેમ જોરજોરથી હસે છે.

"આઇ એમ સોરી મજાક માટે..."

"મજાક? એનો મતલબ..." "મજીદ આગળ બોલી ન શક્યો.

"હા મજાક...

સરે જવા માટે હા કરી છે.

અને કહ્યું છે કે તમને બધાને આર્મીનો યુનિફોર્મ આપવામાં આવશે....'"

બધા ખુશીથી ફુલા નોહતા સમાતા.

અજયની ત્રિપુટી... તો વિશ્વાસ જ નોહતી કરી શકતા. તેની સાથે બનેલી તે નાની ઘટના આજે.. એક મોટો સ્વરૂપ લઈ લેશે અને તે આ મિશનમાં ઇન્ડિયન આર્મી ની સાથે જશે.

"આપણે આ મિશનનું નામ શું આપીશુ?" પ્રિયાએ પૂછ્યું.

"મિશનનું નામ છે, સોને કી ચીડિયા.." રાજદીપે કહ્યું.

"સોને કી ચીડિયા?"

બધા આશ્ચર્ય સાથે પૂછવા લાગ્યા.

" હા સોને કી ચીડિયા... આ ખજાનો મળ્યા પછી આપણો દેશ ફરીથી સોને કી ચીડિયા કહેવાશેને?"

બધાએ "હા..."કહેતા ગરદન હલાવી.

એકમેકના હાથ ઉપર હાથ મૂકી જોરજોરથી

"હિપ હિપ... હુંરે....

હિપ હિપ હુંરે..."બોલવા લાગ્યા.

"ગાઇસ રેડી છો ને મિશન સોનેકી ચીડિયા માટે" રાજદીપે કહ્યું.

"યસ કેપ્ટન" કહેતા જ બધાએ સેલ્યુટ માર્યું.

"દોસ્તો આ મિશન કોઈ એકનું નથી અને કોઈ એકથી આ મિશન પૂરું પણ નહીં થાય.આપણે એક ટીમ છીએ. દરેકમાં કઈને કઈ ખાસિયતો છે. જે આપણે એકબીજાને કેહશું જેથી આપણે આવવા વાળા ખતરા સામે એક ટીમની જેમ લડી શકીએ."

"હું સાયન્સની વિધાર્થીની છું. સાથે મેં પુરાતત્વમાં રસ ધરાવું છું." પ્રિયાએ કહ્યું.

"એક્સિલેન્ટ" રાજીદીપે કહ્યું.

"હું બહુ ઓછું ભણેલો છું પણ મેં સમુદ્રમાં માછીમારી કરી છે. સમુદ્રમાં દિશાઓ અને તેની ચાલ ચલગત વિશે જાણું છું." મજીદે કહ્યું.

"વાહ, એટલે જ તું આ મિશનમાં સહુથી મહત્વની ભૂમિકા ભજવીશ મજીદ.અને તમે ત્રણ?" રાજદીપે કહ્યું.

"અમે તો આળસુ છીએ.. અમને તો ગામમાં પણ કોઈ ગણતું નથી.. તો અમારા માં શુ ખાસિયત હોઈ શકે.." અજયે કહ્યું.

"દરેકમાં કોઈને કોઈ ખાસિયત હોય, હાલ તો મને એટલી ખબર છે. તમે ત્રણે બહાદૂર છો.. બાકીનું સમય આવતા ખબર પડી જશે.." રાજદીપના કહેતા જ પ્રિયા અને મજીદ તાળીયો પાડવા લાગ્યા.

***

કેટલીક રાઇફલ, રિવોલ્વર અને બોમ્બ સાથે લીધા હતા.

રોપ, ટેંન્ટ, અને બીજી જરૂરી વસ્તુઓ લીધી હતી.

રાઇફલથી નિશાનો તાકી રહેલી પ્રિયાને જોઈને કલ્પેશે કહ્યું.

"સેલ્ફી લેવા માટે નથી.... બકા તું મૂકી દે....."

"મને ચલાવતા પણ આવડે છે. મેં આની ટ્રેનિંગ લીધી છે."

"આગળ જતા કામ લાગશે...."

રાજદીપ સિંહે કહ્યું.

બધાને વોકી ટોકી આપવામાં આવ્યા.

આર્મીના યુનિફોર્મમાં... કલ્પેશ પોતાની જાતને અરીસામાં તાકીને મુગ્ધ થઈ જોઈ રહ્યો હતો.

" આ યુનિફોર્મમાં કઈ તો ખાસ છે. શરીરમાં લોહી ફૂંફાડા લઈ રહ્યું છે. જિંદગીમાં આટલી ખુશી મને ક્યારે મળી નથી."

લીલા સમુદ્રમાં, સૂરજનો તડકો સંધ્યા સમયે ચાંદીની જેમ ચમકી રહ્યો હતો.

બોટ તેની ચરમ ગતિએ ચાલી રહી હતી.

બોટની કેબિન બહાર બધા બેઠા હતા. હાથમાં બ્લેક કોફીનો મગ હતો.

"મને ચા પીવાની આદત છે." મજીદે કહ્યું.

"અમને પણ... આ બ્લેક કોફી આપણાં કામ નહી" વિજયે કહ્યું.

"સમુદ્રમાં તો આજ મળશે... અને તેની આદત પાડવી પડશે." કેપ્ટને કહ્યું.

કેપ્ટન રાજદીપ અને ટોળકીના બીજા છોકરાઓમાં કઈ ઉંમરનો અંતર નોહતો, બાવીશ વર્ષનો આ યુવાન, રાજસ્થાનના થારના રણથી લઈ સિયાચીન સુધી સમય ગાળ્યો હતો.

ઘાટ-ઘાટના પાણી પીધા હતા.રાજદીપનું શરીર કોઈ પણ પરિસ્થિતિમાં ઢળી શકે તેવું હતું. તેના ચેહરા ચેહરા પર તેજ હતો. તેના અવાજમાં જોશ હતો. તેનો કસરતી શરીર કોઈ એકટરથી ઓછું ન આંકી શકાય.

"હવે આગળ શુ?" અજયે પુછ્યું.

"આગળ બધું સરળ નથી..

આપણો પહેલો આપણો પહેલો લક્ષ્ય પાઈનેપલ આઇલેન્ડ છે." રાજદીપે કહ્યું.

"પાઈનેપલ આઇલેન્ડ ?" આશ્ચર્ય સાથે કલ્પેશ પૂછયું..

"હા... આ આઇલેન્ડનું નામ પાઈનેપલ છે. ત્યાં માત્ર પાઈનેપલના ઝાડ છે..."

"આ તો એજ આઇલેન્ડ છે. જ્યાં આપણે પહેલો પડાવ મુકવાનો કહ્યું હતું." મજીદે કહ્યું..

"એક પછી એક આવા સાત ટાપુઓ પર આપણે જવાનું છે." અજયે કહ્યું.

"આ ટાપુઓ પર કોઈ મનુષ્યનો વસવાટ નથી?"

" મનુષ્ય? આ સાત ટાપુ જવું કોઈ શ્રાપ સમાન છે. જ્યાં મનુષ્યનું જવું અસંભવ છે."

"શ્રાપ હું કઈ સમજી નહિ?" પ્રિયાએ પૂછ્યું.

"કેહવાય છે. મધ્યયુગમાં કોઈ રાજા થઈ ગયો. જે બહુ ક્રુર હતો.

તે કેદીઓને અહીં મરવા મૂકી દેતો... તેની સાથે પશુઓ જેવો વ્યવહાર કરતો.. તે તમામ કેદીઓની આત્મા અહીં હજુ ભટકે છે

એવું મેં સાંભળ્યું છે." રાજદીપે કહ્યું.

" કુછ ભી... આ એકવીસમી સદી છે. ભૂત પ્રેત બધુ આપણા મનની ઉપજ છે." વિજયે કહ્યું.

"આપણે જે સફર પર જઈએ છીએ. તે પણ અજીબ જ છે. શિવ મંદિર પાસે ચાંચીયાઓનું દેખાવું.. ત્યાં કોતરેલો આ નકશો..." અજયની આ વાતે બધાને વિચાર કરી મુક્યાં હતા.

***

જ્યાં સુધી આંખ પોહચતી ત્યાં સમુદ્ર જ સમુદ્ર હતું.

બહુ રોમાંચ રોમાંચની વાતો કરતી ટોળકી થાકી ગઈ હતી.

"આ સમુદ્ર તો ખૂટવાનું નામ નથી લેતો?"

ક્યાં જઈએ છીએ, કેટલો સમય થયો... રાજદીપના કહેવા પ્રમાણે તેને બધાને મોબાઈલ અને ઘડિયાળ સાથે રાખવાની ના કરી હતી.

"સૂરજ ડૂબ્યા પછી તો દિશાઓ પણ ખબર નથી પડતી પહેલાના સમય જ્યારે હોકાયંત્રની શોધ નહિ થઈ હોય, ત્યારે રાતે સમુદ્રમાં દિશા કઈ રીતે શોધતા હશે?" કલ્પેશ બોલ્યો.

"બહુ સરળ હતું. પહેલાના લોકોને તારાઓ, ગ્રહો, નક્ષત્રોનો ઘણું જ્ઞાન હતું.

રાત્રે તે દિશા જાણવા માટે ધ્રુવના તારાને જોતા.. જે હંમેશા ઉત્તર દિશામાં જ જોવા મળે છે.

તેઓ સૂરજને અને આકાશને જોઈને જ સમય કહી દેતા..." પ્રિયાએ કહ્યું..

રાત પડખો ફરી રહી હતી.

તારા ભર્યા આકાશમાં પશ્ચિમથી વાદળો પૂર્વ તરફ આવી રહ્યા હતા. તારાઓની સેનાએ જાણે હાર માની લીધી હતી. કાળા ઘનધોર વાદળો ગાજી રહ્યા હતા. તો લાગતું હતું, જાણે હમણાં જ પૃથ્વીનો અંત આવી જશે.

વીજળીના લીસોટા આંજી દે તેવા હતા.

કોઈના પણ કાળજા કંપાવી દે તેવી ક્ષણમાં...

દસ- પંદર ફૂટના મોજાઓ, જહાજને ઉપરથી નીચે પછાડાતા હતા.

કોઈ પણ ક્ષણે જહાજ...

કાયમ માટે ગુડબાય કહી દેશે એવું લાગતું હતું.

પવનની ગતિ વધી રહી હતી.

વીજળીના કડાકા સાથે, ધોધમાર વરસાદ શુરું થઈ ગયો હતો.

બોટ મોજાઓ સામે જીવન માટે જુજી રહી હતી.

"આપણે તુફાનની લાઈનમાં છીએ. જહાજના કોઈ પણ ક્ષણે ટુકડા થઈ જશે..

બધા એકબીજા ના હાથ પકડી રાખજો, હું પ્રયત્ન કરું છું. જહાજને વિરુદ્ધ દિશમાં લેવા રાજદીપે પ્રયાસ ચાલુ કર્યા.

એકસો ચાલીસ-પચાસ કિલોમીટરની ગતિથી ફૂંકાતા પવનોમાં, રાજદીપે બોટની દિશા બદલવાનો પ્રયત્ન કર્યો.. બીજી ક્ષણે તુફાન વચ્ચે બોટ ફંગોળાઈ ટુકડા ટુકડા થઈ ગયું.

કેપ્ટમાં કહેવા પ્રમાણે બધાએ લાઇફ સેંવિગ જેકેટ પહેરેલાં હતા.

એકબીજાના હાથ પકડ્યા હતા છતાં

પણ સમુદ્ર મોજાઓ સામે, કોઈની એક ના ચાલી....

વિખુટા પડતા જ એક બીજા તરફ પાણીમાં તરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. એકાએક

મોટું મોજુ આવ્યું અને બધાને સમુદ્રમાં એક બીજાથી દૂર ખેંચી ગયું...

ક્રમશ.