Kon Hase Hatyaro - 5 in Gujarati Short Stories by HardikV.Patel books and stories PDF | કોણ હશે હત્યારો પાર્ટ - 5

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

Categories
Share

કોણ હશે હત્યારો પાર્ટ - 5

સલીમે નિલેશ કુમારને પાંચ દિવસનો વાયદો આપી તો દીધો પણ આ સમય બહુ ઓછો હતો. સલીમ હવે ચિંતામાં મુકાયો. તે હવે છેલ્લી આશા લઈને શ્યામ પાસે ગયો. જેલમાં પ્રવેશતા જ જેલર સાહેબ સલીમને સામા મળ્યા. તે કહેવા લાગ્યા, “કેમ સલીમ. ફરી આ બાજુ? આ બાજુનો રસ્તો કેમ ભૂલી ગયા? મારી વાત તે ન માનીને? તું સમજતો કેમ નથી હું તારા સારા માટે કહું છું કે આ કેદીને મળવાનું બંધ કરી દે. તેના પર મર્ડરનો આરોપ છે. વળી, તેનો ગુન્હો સાબિત પણ થઈ ગયો છે.” સલીમ બોલ્યો, “આભાર જેલર સાહેબ પણ એ કેદી નથી. એ મારો જીગરજાન મિત્ર છે. અને એને નિર્દોષ તો હું સાબિત કરીને જ રહીશ. બસ આ છેલ્લી વખત શ્યામને મળવા દો.”

જેલર સાહેબ સલીમના જવાબ સાંભળી ભાવુક થઈ ગયા. તે કહેવા લાગ્યા, “સલીમ તારા પપ્પા અને મારી મિત્રતા પણ જુના સમયમાં આવી જ હતી. તે પણ તારી જેમ પોતાના મિત્ર એટલે કે મારા માટે જીવ દઈ શકતા. હું સરકારી નોકરી કરી શકું એ માટે એમણે પોતાની જમીન વેંચી દીધી અને એમના કારણે જ હું આ પદ સુધી પહોંચી શક્યો. હું તો મોટો માણસ થઈ ગયો પણ મારા લીધે તેમણે દરજીના વ્યવસાયમાં જ રહી ગયા. ઉપરથી આ કાયદાઓએ અમારી મિત્રતાને બંધન આપી દીધું. તે હંમેશા મને કહેતા કે, ‘મિત્રતા મિત્રતાની જગ્યાએ અને કાયદો કાયદાની જગ્યાએ.’ તેમના આવા વિચારને લીધે જ હું ઇમાનદારીપૂર્વક મારી ફરજ બજાવું છું. તને ખબર છે તારા મિત્રને છોડાવવા તું આટલો કેમ મથે છે? કારણકે તારામાં મારા મિત્ર અહેમદનું લોહી વહે છે. સલીમ દોસ્તી તમારા લોહીમાં છે જા મળી લે તારા મિત્રને અને મારી બીજી કોઈ જરૂર હોય તો મને કેજે. હું મારા મિત્ર માટે કઈ ન કરી શક્યો પણ તારા માટે ગમે તે કરી શકું છું.”

સલીમ બોલ્યો, “આભાર જેલર સાહેબ. તમારી વાતોથી મને આજ ખબર પડી કે અબાજાન કેટલા નેકદિલ છે! ખરેખર હું ખૂબ ભાગ્યશાળી છું. સારું હું શ્યામને મળી આવું. આભાર.” તે એટલું બોલી શ્યામ પાસે ગયો. શ્યામે સલીમને જોઈ પૂછ્યું, “સલીમ અત્યારે? શુ કઈ શકયતા છે?” સલીમ કહે, “કઈ કહી ન શકું. મારા તરફથી મેં બધી કોશિસ કરી લીધી.” શ્યામ બોલ્યો, “સલીમ મને એક વચન આપીશ?” સલીમ કહે, “હા બોલને.” શ્યામે કહ્યું, “સલીમ તે મારી ઘણી મદદ કરી છે. તે ડગલે અને પગલે મારો સાથ આપી તારી મિત્રતા સાબિત કરી છે. પણ હવે મારો વારો. યાર હું તને આ ભાગદોડ કરતા નથી જોઈ શકતો. માટે તું મને અહીં સડવા દે. કદાચ મારા ગયા જન્મના પાપ હું ભોગવી રહ્યો છું.” સલીમ કહે, “તારે સડવાની જરૂર નથી. સલીમ હજી જીવે છે. બસ મારા પર ભરોસો રાખ. હું તને અહીં જણાવા આવ્યો છું કે હવે કોઈ સબૂત ન મળે તો કઈ નઈ પણ હું મોક્ષને પતાવીને તારી પાસે આવતો રહીશ. ભાઈ હું તારું દુઃખ દૂર નહિ કરી શકું પણ તારા દુઃખમાં ભાગીદાર બનવા માંગુ છું. હવે જે થાય એ જોઈ લઈશું. માટે મોક્ષને ટપકાવવા જાવ છું.”

શ્યામ બોલ્યો, “મોક્ષ! અરે તું એને ક્યાં મળ્યો. તું શા માટે એને મારવા માંગે છે?” સલીમે કહ્યું, “તે સ્વીટી સાથે લગ્ન કરી રહ્યો છે અને મને એના પર પૂરેપૂરો વિશ્વાસ છે કે પત્રકારજીને તેણે જ માર્યા છે. તેની આંખો મને સાફ સાફ કહી ગઈ છે.” શ્યામ બોલ્યો, “સલીમ તેણે મને ઘણી વખત સ્વીટીથી દુર રહેવા કહ્યું હતું અને તે અચાનક અમારો મિત્ર બની ગયો. તે ઘણી વખત મારા ઘરે પણ આવી ગયો છે. તું અમદાવાદ ગયો હતો ત્યારે સ્વીટીનો બર્થડે અમે મારા ઘરે સાથે જ ઉજવ્યો હતો અને તે મને કહેતો કે , “તું સ્વીટીને સાચો પ્રેમ કરશ એટલે હું તને મારો મિત્ર માનું છું અને હમેશા સ્વીટીને ખુશ જોવા માંગુ છું. પ્લીઝ એને સાચવજે.’ પણ તેણે થોડી પત્રકારજીને માર્યા હશે.”

સલીમ બધી જ રાજનીતિ સમજી ગયો. તે બોલ્યો, “હવે સમજાયું કે બધી વસ્તુ સામે છે છતાં દેખાતી કેમ નથી. બસ હવે આપણું ગજું નહિ પણ શ્યામ આ ખુદા પર વિશ્વાસ રાખ. એ જરૂર કઈક રસ્તો કાઢશે.” તે ત્યાંથી શ્યામના ઘરે આવી ગયો અને વિચારવા લાગ્યો કે એ રાતે શુ બન્યું હશે? એવામાં એક વૃદ્ધ માજી તેને કચરો લેતા દેખાયા. તે તેમની પાસે જઈ બોલ્યો, “તમારું નામ શાન્તાબેન ને?” માજીએ હકારમાં જવાબ આપ્યો, “હા હું જ શાન્તા. પણ કેમ બેટા? મારુ શુ કામ પડ્યું?” સલીમ કહે, “માજી તમે જ શ્યામના રૂમની સફાઈ કરો છો ને? તો તમને પત્રકારની મૃત્યુ બાબતે કઈ જાણો છો?” માજી બોલ્યા, “ના બેટા પણ એ દિવસે મારી તબિયત થોડી ખરાબ હતી એટલે હું સફાઈ કરવા નહતી આવી પણ રાતે જ્યારે હું દવા લઈને ઘરે આવતી હતી ત્યારે એક ગાડી ઉભી હતી પછી આગળ મને નથી ખબર.”

સલીમ વિચારવા લાગ્યો કે, “પત્રકારજી તો હંમેશા બાઇક પર હોય છે અને આ ગાડી? પત્રકારજી સાથે બીજું કોઈક પણ હશે. પણ એ કોણ હોઈ શકે? એનો જવાબ તો માત્ર સ્વીટી જ આપી શકે. પણ તેની પાસે જવું કઈ રીતે? વેશ પલટો કરું તો કેવું રહેશે? હા આ બરાબર છે.” તે આ બધું વિચારી પોતાના મિત્રના સાયબર કેફે પર ગયો અને તેને નકલી આઇ. ડી પ્રુફ બનાવવા કહ્યું. તેણે આઈ. ડી પ્રુફ બનાવી કહ્યું, “જો યાર આમાં મારુ નામ ન આવે એનું ધ્યાન રાખજે.” સલીમે કહ્યું, “તું એ ચિંતા ન કર.”

તે સ્વીટીના ઘરે ગયો અને જઈને જોયું તો ત્યાં લગ્નની તૈયારી ચાલી રહી હતી. તે ત્યાં બોલ્યો, “અહીં સ્વીટી કોણ છે? ત્યાં એક છોકરી આવી કહેવા લાગી, “પણ તમે શા માટે પૂછો છો? કોણ છો તમે? શું કામ છે સ્વીટીનું?” સલીમ તૈયારીમાં જ આવ્યો હતો. તેણે પોતાનું નકલી આઈ. ડી પ્રુફ દેખાડ્યું અને કહ્યું, “ઇન્વેસ્ટિગેટર સલીમ ફ્રોમ ક્રાઈમ બ્રાન્ચ.” ત્યાં તો પેલી દોડાદોડ સ્વીટી પાસે જઈ કહેવા લાગી, “સ્વીટી દીદી જલ્દી ચાલો. તમને મળવા પોલિશ આવ્યા છે.” સ્વીટી ત્યાં દોડી આવી અને કહેવા લાગી, “બોલો સર. શુ કામ પડ્યું મારુ?” સલીમ બોલ્યો, “તમારા પિતાની મોતનો એક બીજો ખુલાસો થયો છે. એ માટે તમારી જરૂર છે.” સ્વીટી બોલી, “હા બોલો હું તમારી શુ મદદ કરી શકું?” સલીમ બોલ્યો, “તમારા ફાધરને કાર ચલાવતા આવડતું હતું કે પછી કોઈ ડ્રાઇવર રાખ્યો હતો?” સ્વીટી બોલી, “નો સર. પપ્પા ને કાર થોડી ઓછી ફાવતી હતી એટલે તેમણે ડ્રાઇવર રાખ્યો હતો.” સલીમે પૂછ્યું, “કોણ? એમનું સરનામું આપો.” સ્વીટી બોલી, “તેમનું નામ નંદુભાઈ છે અને તે બાજુની સોસાયટીમાં રહે છે.” સલીમે કહ્યું, “થેંક્યું મેડમ ફોર હેલપિંગ અસ. પણ આ વાત સિક્રેટ રહેવી જોઈએ. નહિતર અમે આ કેસ સોલ્વ નહિ કરી શકીએ.” સ્વીટી કહે, “હા કઈ વાંધો નય.”

સલીમની યુક્તિ કામ કરી ગઈ. સ્વીટી તેને સાચો અધિકારી માનતી હતી. તે સીધો નંદુભાઈના ઘરે ગયો. નંદુભાઈને મળીને તેણે પૂછ્યું, “સર આપ પત્રકાર જગદીશ કુમારના ડ્રાઇવર છો?” નંદુભાઈ બોલ્યા, “હા પણ તમે કેમ પૂછો છો?” સલીમ બોલ્યો, “સર હું તમારી પાસે ખોટું નહીં બોલું. મારો મિત્ર જેલમાં છે અને તે નિર્દોષ છે. તેના પર પત્રકારજીની હત્યાનો આરોપ છે. પણ સત્ય તમે સારી રીતે જાણો છો. જો આપ મારી મદદ કરશો તો ઈશ્વર તમારું સારું કરશે. આપ પણ એક દીકરાના બાપ છો તમે સમજી શકો છો.” નંદુભાઈ બોલ્યા, “પણ તને કેમ ખબર મારો એક દીકરો છે?” સલીમે કહ્યું, “તમારો દીકરો જીગર અમદાવાદમાં ડોક્ટર છે ને?” નંદુભાઈ બોલ્યા, “હા પણ તને કેમ ખબર?” સલીમે કહ્યું, “તે મારો મિત્ર છે. મારી બોર્ડની પરીક્ષા સમયે અમે બંને સાથે જ એક્ઝામ આપવા જતા હતા. સર તમારા દીકરાને હું સારી રીતે ઓળખું છું. તે નેકદિલ છે. તે મને કહેતો કે, ‘કોઈને હું તકીફમાં નથી જોઈ શકતો. તેથી હું ડોક્ટર બનવા માંગુ છું.’ એના કારણે તે અત્યારે ડોકટર છે અને જો આગળ જતાં એને ખબર પડી કે તેના પિતાના મૌનને કારણે એક નિર્દોષ સજા ભોગવી રહ્યો છે ત્યારે તેને કેવું લાગશે? માટે પ્લીઝ સત્ય જણાવી દો.”

સલીમની વાત સાંભળી નંદુભાઈ બોલ્યા, “બેટા મને નહતી ખબર કે મારો દીકરો આવી પવિત્ર વિચારધારા ધરાવે છે. હું જરૂર તારી મદદ કરીશ. પણ મને એ તો જણાવ કે તને ખબર કેમ પડી કે આ રહસ્યની ચાવી મારી પાસે છે.” સલીમે કહ્યું, “આ ખુદાએ મને પવિત્ર દિલ આપ્યું છે અને તે વારંવાર કહેતું હતું કે તમે કઈક તો જાણો છો. બસ મારા દિલની વાત માની એટલે સબૂત મળી ગયું.” નંદુભાઈ પોતાના રૂમમાં ગયા અને પોતાની પેનડ્રાઈવ લઈ આવ્યા અને સલીમને આપતા કહ્યું, “જયારે પત્રકારનું મૃત્યુ થયું હતું એ સમયે તેમના શર્ટમાં કેમેરો હતો. આ એ કેમેરાનું રેકોર્ડિંગ છે. મેં આ એટલે છુપાવ્યું હતું કે મને મોક્ષનો ડર હતો કે તે પોતાના ભાઈની પોસ્ટનો ઉપયોગ કરી મારા પરિવારને હેરાન ન કરે. બેટા મને માફ કરજે. મારા લીધે તારા મિત્રને ઘણું ભોગવવું પડ્યું.” સલીમ નંદુભાઈનો આભાર વ્યક્ત કરી. ઈશ્વરનો આભાર માની ત્યાંથી નીકળી ગયો.

તેણે નિલેશકુમારને પોતાની પાસે સાયબર કેફે પર બોલાવ્યા અને એ ઘટના સમયનો વીડિયો બતાવ્યો. એ વિડીઓમાં મોક્ષ પોતાના કિચેન દ્વારા જ પત્રકારની છાતી પર ઘા મારી રહ્યો હતો. એ દ્રશ્ય નિલેશકુમાર ખુદ ન જોઈ શક્યા. તે બંને રેલવે સ્ટેશન આવ્યા અને મોક્ષને ત્યાં બોલાવ્યો. મોક્ષ આવી કહેવા લાગ્યો, “બોલો મોટાભાઈ શુ કામ પડ્યું મારુ?” નિલેશકુમારે પૂછ્યું, “જગદીશ અંકલને શા માટે માર્યા?” મોક્ષ ગભરાતા બોલ્યો, “મોટાભાઈ હું કઈ સમજ્યો નહિ. મોટા ભાઈ અત્યારે લગ્નની વેળાએ મારી સાથે મજાક ન કરો.” નિલેશકુમારે ઉભા થઇ મોક્ષને એક જ લાફો ચોંટાડી દીધો અને બોલ્યા, “કેમ માર્યા જગદીશ અંકલને બોલ. નહિતર મારાથી ભૂંડો કોઈ નહિ થાય.”

મોક્ષ સમજી ગયો કે તેનું કૃત્ય પકડાઈ ગયું છે. તે બોલવા લાગ્યો, “મોટાભાઈ હું સ્વીટીને ખૂબ પ્રેમ કરતો હતો. પણ પેલા હરામી શ્યામે મારુ પાનું કાપી નાખ્યું. તેથી મેં શ્યામને જેલ કરવા તેના રૂમની ચાવીની ડુપ્લિકેટ બનાવડાવી અને દારૂની પેટી લઈ મોકો મળતા તેના ઘરમાં સંતાડવાનું નક્કી કર્યું. જેથી તેને નશાકારક પીણાંની હેરાફેરીમાં પોલીસ પકડી જાય અને સ્વીટીની નજરમાં તે પડી જાય. એ દિવસે મને મોકો મળી ગયો. હું મોડી રાત્રે ત્યાં દારૂ મુકવા ગયો. દારૂ મુકતો હતો એવામાં જગદીશ અંકલને શ્યામનું અરજન્ટ કામ પડતા તે ત્યાં આવ્યા અને મને જોઈ ગયા. તે મારા ઈરાદાને સમજી ગયા અને આ ખબર છાપસે એવું જણાવ્યું. મેં એમને ઘણા સમજાવ્યા પણ તે એકના બે ન થયા. આખરે મારે મારી આબરૂ બચાવવા તેમને મૃત્યુને ઘાટ ઉતારવા પડ્યા. પણ મોટાભાઈ હું એમને મારવા નહતો માંગતો. પ્લીઝ મોટાભાઈ મને બચાવી લો.”

નિલેશકુમાર ગુસ્સો કરતા બોલ્યા, “ભાઈ ન કે મને. તારા પર કેટલો વિશ્વાસ હતો મને. તે વિશ્વાસઘાત કર્યો છે. માટે તારી સજા એ જ છે જે શ્યામ ભોગવી રહ્યો છે. તને ભાઈ ગણવામાં પણ મને શરમ આવે છે.” તે સલીમને કહેવા લાગ્યા, “મને માફ કરજે સલીમ. હું ભાઈ માટે આંધળો થઈ ગયો હતો. પણ તે મને સત્ય દેખાડ્યું. તું કહેતો હતો ને કે મેં મિત્રતાનો પાવર નથી જોયો. આજ તે મને દેખાડી દીધો. હવે મારી ફરજ એ છે કે મોક્ષને સજા કરાવું અને સ્વીટીને હકીકત જણાવું.” સલીમે કહ્યું, “આભાર સાહેબ. જો રાજકોટમાં શુ આખા ગુજરાતમાં શુ પણ આખા દેશમાં તમારી જેવા ઑફિસર હશે ને તો ભારતને મહાસત્તા બનતા કોઈ નહિ રોકી શકે. હું તમારા જેવા કાયદાના ખરા રક્ષકોને સલામ કરું છું.”

નિલેશકુમાર પોતાની ફરજ બજાવવા સ્વીટી પાસે ગયા અને તેને બધી હકીકત જણાવી દીધી. સ્વીટીને તેના નિર્ણય પર શરમ આવવા લાગી અને પસ્તાવો થવા લાગ્યો. નિલેશકુમારે અદાલતનો આશરો લઈ શ્યામને જેલમાંથી મુક્ત કરાવ્યો અને મોક્ષને સજા કરાવી.

શ્યામ જેલમાંથી બહાર આવ્યો તો જોયું તો સલીમ સ્વીટીને લઈને ત્યાં ઉભો હતો. સ્વીટી દોડીને તેની પાસે ગઈ અને તેને બથ ભરવાની કોશિશ કરી કે તરત શ્યામે ઈશારો કરી તેને પાસે ન આવવા જણાવ્યું. તે સીધો સલીમ પાસે ગયો અને તેના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, “સલીમ મેં ક્યારેય ભગવાનને જોયો નથી પણ તારા કર્મથી જાણ થાય છે કે એ સેમ ટુ સેમ તારા જેવો જ હશે.” સલીમે તેને ઉભો કરી કહ્યું, “યાર આમ પગમાં થોડી પડાય. આપણે તો ભેટવાનું હોય. મને માણસ જ રહેવા દે . એ પરમાત્મા તો ખૂબ વિશાળ છે જે બધાનું સાંભળે છે. વળી તારી પ્રિયતમા અહીં ઉભી છે એને કેવું લાગશે કે તારું કઈ સ્વમાન જ નથી તે સીધો પગમાં પડી ગયો. મને પાપ લાગશે.” શ્યામ કહેવા લાગ્યો, “સલીમ એને અહીંથી જવાનું કહી દે હું એને નથી ઓળખતો.”

સ્વીટી એ સાંભળી રડતી રડતી બોલી, “શ્યામ મને નહતી ખબર કે મોક્ષ ગુનેહગાર છે. હું તારા પ્રેમને સમજી ન શકી. તારો વિશ્વાસ ન કરી શકી. બોલ મારી ભૂલ સુધારવા હું શું કરું? કારણકે તારા પ્રેમને હું હવે સમજી ગઈ છું અને હવે તારી વગર જીવી નહિ શકું.” સલીમ મનમાં બોલવા લાગ્યો, “એ..થઈ ગયા...ફિલ્મી ડાયલોગ શરૂ.. હે ખુદા ..આમને ક્યાંથી આવું સૂઝે છે?” શ્યામ મોઢું ચડાવી પાછળ ફરી ગયો. સલીમે કહ્યું, “ચાલ શ્યામ હવે એને માફ કરી દે. તે ખરેખર તને પ્રેમ કરે છે. ચાલ અહીં આવ.” શ્યામ સલીમની પાસે આવ્યો. સલીમે શ્યામ અને સ્વીટીનો હસ્તમેળાપ કરાવ્યો અને બંનેના હાથ પકડી આકાશ તરફ જોઈ બોલ્યો, “હે ખુદા મારા મિત્રની જોડી હમેશા સલામત રાખજે.” બધા લગ્નની તૈયારી માટે ઘરે આવી ગયા અને તેના બે દિવસ પછી શ્યામ અને સ્વીટીના લગ્ન થઈ ગયા.

મિત્રો મિત્રતાનો કોઈ ધર્મ નથી હોતો એ સલીમે સાબિત કરી દીધુ. જો આપની પાસે સલીમ જેવા મિત્ર હોય તો હમેશા તેનો વિશ્વાસ રાખજો. એ કોઈ પણ પરિસ્થિતિમાં તમને ઉગારસે. તમે આ સ્ટોરીને વાંચી તમારો અમૂલ્ય સમય આપ્યો એ બદલ આપનો ખુબ ખુબ આભાર. ધન્યવાદ.

જય હિન્દ.