રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-2
"આપણે જોયું કે વિકી અને જેકી બંને મળીને નવા વર્ષની ઉજવણી કરે છે, નવા વર્ષની સવારમાં બંને થોડી મજાક-મસ્તી કરીને નવા વર્ષની શરૂઆતમાં પોતાના જીવનની મીઠી યાદોને વાગેલી રહ્યા હતા એટલામાં જેકીને કોઈનો કોલ આવે છે અને જલ્દીમાં એ નીકળી જાય છે પછી કોઈ વ્યક્તિ એને પિક કરીને લઇ જાય છે અને રસ્તા માં પોતાના પ્લાન બરાબર ચાલી રહ્યો છે વાતની ખાતરી આપે છે, હવે આગળ."
વિકી ઓફિસના મેઈલ જોવામાં વ્યકત છે, આજે નવા વર્ષનો પહેલો દિવસ છે એટલે કામમાં એટલો બધો લોડ નહિ હોય એમ માનીને ઘરેથી જ કામ કરવાનું નક્કી કરે છે. કામમાં ખોવાયેલ વિકીને કયારે બપોર થઇ ગઈ એનું ધ્યાન જ નથી. બપોર થતા પોતે થાક લાગ્યો છે અને ભૂખ પણ એટલે કિચનમાં જઈને કાંઈક નવું બાવનવની ઈચ્છા થઇ એટલે એને નવા વર્ષની શરૂઆતમાં કાંઈક સ્વીટ બનવાનો નિર્ણય કર્યો અને લાપસી બનાવ માટે પાણી મૂક્યું ને ત્યારે જ એ વિચારોમાં ખોવાઈ ગયો. મમ્મીના હાથની લાપસી એને બહુ જ ભાવતી એટલે નાનપણથી જ રસોડામાં અંત મારતાં-મારતાં એ લાપસી બનાવતા અચૂક શીખી ગયો હતો અને સારા પ્રસંગે ઘરમાં મમ્મી ભૂલ્યા વગર લાપસી બનવતી એટલે જ આજે એને નવા વર્ષે પરદેશની ધરતી પર માતૃભૂમિની સોડમ લેવાનું નક્કી કર્યું.
"દીકરા, ચાલ જલ્દી નહિ લે આ લાપસીનાં આંધણ મુખ્ય છે તને બહુ ભાવે છે ને એટલે નવા વર્ષે આજે લપ્સીથી જ તારું મોઢું મીઠું કરવું.", વિક્રાતની મમ્મીની બૂમ આવી.
"મમ્મી, તું સવાર-સવારમાં યાર મારા નામની બૂમો પાડવાનું શરુ ના કર, હમણાં નાહવા જાઉં છું પછી તૈયાર થઇને તને મંદિર લઇ જાઉં છું, મને ખબર છે આજે તું લાપસીનાં બહાને મને ઉઠાડવા માંગે છે.", વિકીએ રૂમથી જવાબ આપ્યો.
એટલે માં પાણી ઉકાળ્યું એટલે અવાજ આવ્યો ને વિકી જાગતી આંખે ખોવાઈ ગયેલા સપનામાંથી બહાર આવ્યો અને એમાં ગોળ અને થોડું તેલ નાખી ફરી લાપસીને વેલણ વડે હાલાવા લાગ્યો અને પછી બરાબર ગોળ ઓગળે એની રાહ જોતો ફરી વિચારોની દુનિયાના મેઘધનુષમાં ખોવાઈ ગયો.
વિકિના પપ્પાને ભગવાનમાં બહુ રસ પડતો નહિ એટલે એ દૂરથી જ વંદન કરી લેતા એ વાત વિમળાબેને બહુ જ સરળતાથી સ્વીકારી લીધી હતી એટલે જ આજે દિવાળીના દિવસે માં-દીકરો મંદિર જવા નીકળ્યા અને પછી મંદિરમાં થાળ કરી દર્શન કરી બહાર નીકળતા હતા ત્યાં ખબર નહિ વિમળાબેનને શું સૂઝ્યું તો એમના મોઢા માંથી શબ્દો સારી પડ્યા કે, દીકરા નવા વર્ષે દિવાળી પર તું મને મંદિર અચૂક લઇ જાય છે એ વાતનો મને આનંદ છે પરંતુ શું તું હંમેશ મને આવી રીતે મંદિર લઇ જઈ શકીશ?? એટલે કે તારા લગ્ન પછી કે તું કદાચ મારા થી કોઈ કારણસર અળગો થઇ જઈશ તો મને મંદિર કોણ લઈને આવશે દીકરા?? આ વાત સામે આંખના ખૂણા સુધી આવેલ આંસુને બહાર છલકાવા ના દેતા વિક્રાંતે વળતા જવાબમાં એટલું જ કહું કે, માં, તું તો ભગવાનને બહુ મને છે ને તો એમને જ કહી રાખ જ ને કે એ દિવસ ક્યારેય ના આવે કે હું તારી સારી-નરસી કોઈ પણ પરિસ્થિતિમાં તારી સાથે ના ઉભો રહી શકું. અને પછી મમ્મીને થોડું હસાવીને ગાડીમાં ઘરે લઇ આવ્યો.
"ઓહ ગોડ! પાણી વધારે ઉકળી ગયું..
પછી જલ્દીમાં એને લોડ નાખીને વેલણ વડે હળવા માંડ્યું અને પછી મમ્મીએ શીખવાડ્યું હતું એ યાદ આવ્યું એટલે બૂરુંખાંડ અને ઘી ઉમેર્યું પછી થોડી વાત માટે એને ગેસ પર મૂકી ફરી વિચારોમાં ગળાડૂબ થઇ ગયો અને વિચારવા લાગ્યો કે મમ્મી એટલે મમ્મી. એની તોલે તો દુનિયાની કોઈ વ્યક્તિ ના આવી શકે. મમ્મી એ શીખલેવ દરેક વાત આજે સાચી સાબિત થાય છે, ભણતરમાં ચોપડીમાં આવતા પાઠ તો કદાચ એટલા યાદ નથી પરંતુ મમ્મીએ જીવનના જે પાઠ, સંસ્કાર અને સમજ આપી છે એ જ દિન સુધી હું ભૂલી નથી શક્યો અને એ જ જીવનમાં મને આટલો આગળ લઇ આવી છે. પપ્પા ઘણી વાત મમ્મીને કેહતા કે,"તું રહેવા દે હવે, તને આ બધામાં કાંઈ ખબર ના પડે." ત્યારે મને બહુ ખરાબ લાગતું પરંતુ હું કાંઈ કહી ના શકું ને મનમાં જ વિચારતો રહેતો. આજે સમજાયું કે પપ્પા ખોટા હતા. મમ્મીને જેટલી ખબર પડે છે ને એટલી તો કદાચ જ કોઈને પડતી હશે. આપણા મનની વાત બોલ્યા વગર જ સમજી જાય એ મમ્મીને કસી ખબર નથી પડતી એવું હોઈ જ ના શકે.
વિકી એક મીઠી સ્માઈલ સાથે વિચારોમાંથી બહાર આવ્યો અને લાપસી હવે સરસ બની ગઈ હોય એવી સોડમ આવતી હતી પરંતુ મનમાં વિચારી રહ્યો કે મમ્મીના હાથની સોડમ તો એમાં નહિ જ હોય ને! એક નિઃસાસો નાખીને હળવી સ્માઈલ સાથે લાપસી ડીશમાં કાઢી અને ઉપરથી ઘી-બૂરુંખાંડ નાખી ચમચી લઈને ટેસ્ટ કરવા જતો હતો ત્યાં જ એક તુહકારાનો અવાજ આવ્યો હોય એમ કાંઈક યાદ આવ્યું,
"વિકિડા, પહેલા લાપસીનો થાળ ક્હાનજીના મંદિર પાસે મૂક અને પછી તારા મોઢામાં, સમજ્યા લાડ સાહેબ!", મમ્મી એને દરેક વસ્તુ શીખવાડતી એ પણ પ્રેમથી.
અચાનક જ વાત યાદ આવતા એને પ્રભુજીના ફોટા પાસે ડીશ મૂકીને લાપસી ટેસ્ટ કરી અને લાપસીનાં સ્વાદમાં ખોવાયો સાથે ફોટો પાડીને જેકીને મોકલ્યો અને મેસેજ કરવા જતો હતો ત્યાં જ જેકીનો ફોન આવ્યો.
અરે વિકિડા, તે આજે લાપસી બનાઈ ને હવે તું મને ફોટામાં ખવડાવે છે, તને શરમ નથી આવતી? તને ખબર છે કે મને તારા હાથની લાપસી બહુ ભાવે છે, મને તો આંટીના હાથનો જ ટેસ્ટ આવે છે દોસ્ત. કાંઈ નહિ હવે મૂકી રાખ જ મારા માટે હું સાંજે અથવા તો કાલે આપણે મળીએ એટલે ખાઈશ."
"અરે, સ્યોર દોસ્ત. તારા માટે તો દિલ, દરિયો ને દૂધપાક બધું જ હો.",વિકીએ હસતા-હસતા કહ્યું.
"તું યાર... ડાયલોગમાં તો ભાઈ પાછા પડે એમ છે જ નહિ ને! બરાબર ને? સારું ચાલ તો મળીએ પછી હું તને કહું ફ્રી થઈને અત્યરે એક મિટિંગ માં આવ્યો છું એક અર્જન્ટ કામથી.", જેકીએ જલ્દીમાં ફોન મૂકતાં કહ્યું.
ફોન પત્યા પછી વિકીને મગજમાં વિચારોનું મનોમંથન ચાલુ થયું કે આ જેકી એવું તો શું કામ કરે છે કે એને એટલું અર્જન્ટમાં જવું પડતું હશે? આ હજી સુધર્યો નથી કે શું! કાંઈક નું કાંઈક ઇન્ડિયામાં પણ કર્યા જ કરતો એમ અહીંયા પણ એને કાંઈક નવું ચાલુ તો નથી કર્યું ને! દિલનો સાફ છે પરંતુ વીફરે ત્યારે કોઈનો નહિ. એને જીવનમાં ઝપ નથી થતો અને સંતોષ નામની વસ્તુ તો એ લઈને જ નથી આવ્યો. જીવનને બહુ જ બિન્દાસ થઈને જીવનારો છે અમારો જયકાંત અને હસતા હસતા ફરી લાપસીની મઝા લેવા લાગ્યો અને સાથે ફોનમાં ન્યૂઝ ચાલુ કર્યા અને ફોનને સ્ક્રોલ કરવા લાગ્યો.
ત્યાં જ એની નજર એક ન્યૂઝ પર અટકી ગઈ ને એમાં લખ્યું હતું કે, "ઇલલીગલ હથિયારોની તસ્કરી અને ખુફિયા લોકો સાથેના અંદરખાને સંબંધ ધરાવતા અમુક લોકોની ટોળકી કેટલાય દિવસથી લંડનમાં કાંઈક ગુપ્ત પ્લાન કરી રહી હોય એવું સરકારને ધ્યાનમાં આવ્યું છે એટલે આજે વહેલી સવારે એક ધ સ્ટાર ઓફ કિંગ્સ" મ્યુઝિકલ બારમાં રેઇડ પાડીને તત્કાલ ચાલતી બધી જ હરકતોને સરકાર બારીકાઈથી તાપસ કરી રહી છે."
આવા ન્યૂઝ નવા વર્ષના પહેલા દિવસે સાંભળીને જરાક ડર જેવું લાગ્યું અને પછી વિચારોમાં ખોવાઈ ગયો.
શું બદલાતા સમયને ઝાકારો આપવા માટે સમયે ઘડેલી ગોઠવણમાં ૨૧મી સદીમાં મેઘધનુષના ક્યાં રંગો પાથરવાની તૈયારીમાં છે સમય? વિકી શું વિચારી રહ્યો છે? શું જેકી કાંઈક ઊંચા દાવ-ખેલ રમી રહ્યો છે? શું નવા વર્ષની પહેલી દિવસની શરૂઆત આવા ન્યૂઝથી થઇ એ વાતને વિકી કેટલી ગંભીરતાથી લેશે? શું વિકી પોતે કોઈક મુસીબતનો સામનો કરવાનો છે? કોઈ મોટા શિકાર માટે વિકી કોઈ પ્યાદું છે?? સવાલો ઘણા છે. જાણીશું આવતા ભાગમાં....
રંગીન દુનિયાનું મેઘધનુષ્ય આપના દિમાગમાં કેવા રંગો પાથરી રહ્યું છે એ કહેવાનું ચૂકશો નહિ... આપના અભિપ્રાયની રાહમાં..
બિનલ પટેલ
૮૭૫૮૫૩૬૨૪૨