love at first sight - 5 in Gujarati Love Stories by Chirag kothiya books and stories PDF | લવ એટ ફર્સ્ટ સાઇટ - 5

Featured Books
Categories
Share

લવ એટ ફર્સ્ટ સાઇટ - 5

શિવાની નો ભાઈ : " શિવ, યાર તુ તો બહુ રોમેન્ટિક લખે છે. તારો પત્ર મને મળ્યો."

દોસ્તો, જીંદગી નો પહેલો અનુભવ હંમેશા યાદ રહે છે. જેમ કે પહેલો પ્યાર, પહેલી સેલેરી અને પહેલી કાર. એમ જ મને પડેલો પહેલો ચાટો. શિવાનીનો ભાઈ જરૂર કોઈ બોક્સિંગ ચેમ્પિયન હશે ના હોય તો તેમણે જરૂર તેમાં પ્રયત્ન કરવો જોઈએ તેમની બહેન ના આશિકો ને માર મારી ટાઇમપાસ કરી રહ્યો છે. તેમનો જમણો હાથ મારા ડાબા ગાલ પર જોરથી પડ્યો. સાલા એ મારા ચહેરા નો નકશો બદલી નાખ્યો અને હું જોરથી સાઇકલ સ્ટેન્ડ પર પડ્યો. હું મનમાં ને મનમાં બબડતો રહ્યો. ખાલી લવ લેટર તો લખ્યો હતો. કે નહિ તારી બહેનને ઉપાડી લીધી. અને બહુ ગુસ્સો આવ્યો તો તારી બહેન ને ઉપાડી પણ લઈશું."

શિવાની નો ભાઈ(ચહેરા પર ગુસ્સા સાથે): " આટલી મસ્ત લેંગ્વેજમાં પરીક્ષામાં લખી લેજે પાસ થઈ જાય."

હું ગર્વથી કહેવાનો હતો કે, આ લવ લેટર મેં નહિ પણ મારી મમ્મીએ લખ્યો છે. પણ પછી થોડો વિચાર કર્યો કે વાત ખાલી ખોટી પરિવાર સુધી પહોંચી જશે અને પપ્પાને ખબર પડશે તો ઉપરથી બીજા ગાલ નો પણ નકશો બગાડી નાખશે. મેં થોડી હિંમત કરી મારુ તુટેલુ ફુટેલુ મોઢું લઇ શિવાની ના ભાઈને પૂછયું કે તમને મારો લેટર મળ્યો ?.

શિવાની નો ભાઈ : " હા મળ્યો. બહેનો, જ્યારે મોટી થઈ જાય ત્યારે તમારા જેવા લુખા છોકરાઓને દૂર રાખવા એ અમારુ કામ થઇ જાય છે."

શિવ મનમાં બબડતો " આ મસ્ત પરિવારમાં તારી જેવો દુરયોઘન કયા પેદા થઈ ગયો."

શિવાની નો ભાઈ થોડી ગાળો ની આપ-લે કરી ત્યાંથી જતો રહ્યો. જતાં જતાં કહેતો ગયો કે હવે શિવાંગી ની આસપાસ પણ ના દેખાતો.

થોડા સમય પછી,

શિવ હોસ્પિટલમાં હતો. ઘરમાં પણ બહાનું બનાવી લીધુ હતું કે લાયબ્રેરી ની સીડીઓ પરથી પડી ગયો હતો. સાથે સાથે બે ફ્રેન્ડ ને ફરજી ગવાહ તરીકે પણ રાખી લીધા હતા.

શિવ હસી મજાક તો કરતો હતો પણ, દિલના કયાંક ખૂણા મા ઉદાસી હતી. હું જેને આટલો બધો પ્રેમ કરું છું એ મને ચાહે છે કે નહીં ?. થોડી હિમ્મત કરી એને લેટર લખ્યો, પણ એને મળ્યો નહીં. એને ખબર પણ ન હતી કે હુ તેમને પ્રેમ કરું છું. દિલ કહેતું હતું કે કાશ એ અહીં હોત.

અચાનક દરવાજો ખૂલ્યા નો અવાજ આપ્યો. શિવાની સામે ઊભી હતી. મમ્મી જેમતેમ બહાનું કરીને બહાર જતી રહી. શિવાની ની આંખોમાં આંસુ હતા.

મારી પાસે આવીને શિવાંની એ કહ્યું આઈ એમ સોરી.

એ થોડી મારી પાસે આવી.

થોડી ક્ષણો માટે એમનો હાથ મારા હાથને સ્પર્શ કરીને તરત જ પાછો ખેંચી લીધો. જાણે કે, તેમણે કંઈક એવું કર્યું હોય. કે જે તેમનો અધિકાર ના હોય.

કેટલો આનંદમય હોય છે એ પહેલીવાર નો અહેસાસ. કે જેમને આપણે ચાહતા હોઈએ, એમની આંગળીઓ પહેલીવાર આપણી આંગળીઓ ને સ્પર્શ કરતી હોય. શિવાની નો હાથ થોડી ક્ષણો માટે મારા હાથમાં હતો.

ત્યા અેટલી વાર મા શિવાની એ એમનો હાથ પાછો ખેંચી લીધો. હું ભગવાનને પ્રાર્થના કરતો હતો. કાશ એ આજે મારી ફ્રેન્ડ ના બનીને આવી હોત. કાશ હું એમને મારા દિલની વાત કહી ચુક્યો હોત. કાશ એ મારા છાતી પર એમનું માથું રાખી અને કહેતી કે શિવ તારો લેટર તો નથી મળ્યો પણ, તું જે કહેવા માગે છે. એ મે તારી આંખોમાં વાંચી લીધું છે.

શિવાની : " શા માટે જગડ્યો ભાઈ તારી સાથે?, આઈ એમ સોરી"

શિવ: " ના શિવાની ભૂલ મારી જ હતી."

શિવાની ( મનમા ) : પાગલોની જેમ દોડતી આવી હતી. આટલી પાગલ અત્યાર સુધી કોઇને માટે નહોતી થઈ. આ મારી નજરો ની સામે નું દ્રશ્ય મારાથી જોઈ ન હોતુ શકાતું. હું જેમને આટલો પ્રેમ કરતી હતી. એ મારી સામે ચહેરા પર ચોટ લઈને બેડ પર સૂતો હતો. તો પણ એમને હું એકવાર સ્નેહથી ગળે પણ નહોતી લાગી શકતી. કાસ થોડી ક્ષણો મારું માથું તેમના સીના પર રાખી શકતી હોત. એમને મારી જોડે પ્રેમ ન્હોતો તો કંઈ નહીં. પણ પ્રેમ મતલબી થોડો હોય છે.

થોડી ક્ષણો પછી શીવાની એ શિવ ને પૂછ્યું: " શિવ તે કાઈ ખાધુ કે નહીં?."

શિવ( હસતા ચહેરે) : "હા, ખાધો ને, તારા પહેલવાન ભાઈનો હાથ."

શિવાની ને હસી આવી ગઈ. આ ગધેડા એ આવી હાલતમાં પણ પોતાનો સેન્સ ઓફ હ્યુમર નહોતો ખોયો.

શિવ : બસ આમ જ આરામ કરું છું. એમ પણ ઘરે જઈને પપ્પાની ડાટ તો ખાવાની જ છે.

આજે આ શિવ કંઈક અલગ હતો. જે મારી સામે હતો. ન જાણે, મને કેમ એવું થઇ રહ્યું હતું એ કંઈક કહેવા માંગે છે. આજે એ પહેલાં લફંગા ટાઇપનો શિવ નહોતો : (શિવાની મન મા)

થોડા સમયની ખામોશી પછી,

શિવ ગળું સાફ કરીને બોલ્યો : " શિવાની, હું તને કંઈક કહેવા માંગુ છું. જીવનની અમુક વાતો બીજાને કેવા માટે જ બની હોય છે. હું તને પ્રેમ કરું છું. આઇલવયુ શિવાની. આજ સુધી મેં કોઈને પ્રેમ નથી કર્યો આઇલવયુ શિવાની.

શિવાની ધ્રૂસકે રડવા લાગી. આખો માંથી આંસુ સારવા લાગ્યા પણ આ આંસુ દુઃખ ના નહોતા, ખુશીના હતા.જેમને આટલી ચાહતી હતી. મારો પહેલો પ્રેમ શિવ, જેમને હું પહેલી નજરમાં જ દિલ દઈ બેઠી હતી. એ પણ મને પ્રેમ કરે છે. આઇ લવ યુ ટુ શિવ.. શિવની છાતી પર માથુ રાખી થોડી ક્ષણો સુઈ ગઈ. અને થોડી ક્ષણો પછી શિવ ને પૂછ્યું "તો પછી"

શિવ : "તો ફુર... "

"બીના દસ્તક, બીના આહટ,

તેરી દહેલીજ આએગા,

યે પહેલા પ્યાર હૈ,

એ ધીરે છે, જબ ખટ ખટાયેગા,

તો ઉસે આને દેના તુમ,

કદમ તુમ સીધે કર લેના,

એ પાગલ સા મુસાફિર હૈ,

ન જાને કબ આયેગા.... "