Kayo Love - 34 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ : ૩૪

Featured Books
Categories
Share

કયો લવ ભાગ : ૩૪

કયો લવ ?

ભાગ (૩૪)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ: ૩૪

***

“ખોલને દરવાજો… પ્રિયા પ્લીઝ… પ્રિયા ફોર ગોડ સેક… દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી. તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી અંધકારમય બેડરૂમનાં એક ખૂણે પોતાનું માથું ટેકીને લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ… વવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું.… પ્રિયા કરગરતી હતી. ”

***

ભાગ: ૩૩ માં આપણે વાચ્યું કે રિધીમા એટલે કે રોઝ પોતાની ભૂતકાળની કહાણી સંભળાવી રહી હતી...એ રોબર્ટનાં કરતૂતોની વિગતમાં વાતો સંભળાવી રહી હતી. જેમાં પ્રિયાને ખાસ્સો જીવ લાગ્યો હતો બધું જ ઝીણામાં ઝીણી રહસ્યમય વાત સાંભળવાનો. રોઝ પોતાનાં મમ ની પ્રેમકહાણી કહી રહી હતી ત્યારે પ્રિયા હોસ્પિટલમાં બનેલી રુદ્ર સાથેની મીઠી યાદગારને માણે છે.... ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે. એના માટે ભાગ:૧ થી ભાગ:૩૩ જરૂર વાંચજો.....)

***

હવે આગળ.....

મિશ્રિત લાગણીઓ સાથે હું રોબર્ટને જોતી રહી અને સાથે એક જ પ્રશ્ન કર્યો કે ડેડ ક્યાં છે? ડેડ તારી સાથે નથી? ક્યાં છે ડેડ? એણે જવાબ આપ્યો, “ ડેડ ? એટલે..? ડેડ ક્યાં છે? મને શું ખબર !! હું તો કીધું હતું ને કે હું આવી જઈશ મારી રીતે!”

રોબર્ટ જરૂર કંઈ તો છુપાવી રહ્યો હતો. એના ચહેરા પરથી પહેલી વાર મને એવું લાગ્યું કે તે કોઈ મોટો ષડયંત્ર રચીને આવ્યો છે.

મારી શંકા સાચ્ચે જ સાચી પડી. હું એનું મોઢું ખોલવવા માટે જાતજાતના પ્રયત્ન કરી જોયા પરંતુ રોબર્ટ એક શબ્દ ઉચ્ચારે નહીં. પહેલા તો એ ડેડ વિષે જાણતો જ ન હોય એમ ઢોંગ કરવા લાગ્યો. હું અને બાજુવાળા માસી અમે મુંબઈ સુધી ડેડનો પતો લાગે એટલે શોધખોળ કરતા રહ્યાં. સાથે જ પોલીસ તરફથી પણ શોધખોળ ચાલું રહેતી. પરંતુ ડેડ જીવે છે કે પછી.....!! એણી કોઈ બાતમી અમને મળતી ન હોતી. એમાં જ વર્ષો વિતવા લાગ્યાં.

એટલું કહેતાં રિધીમા અટકી. પછી એક ઊંડો શ્વાસ લેતા તે ફરી કહેવાં લાગી.

આખા મામલાની શુરુઆત તો ત્યારે થયેલી હતી જયારે થોમસ અંકલે પોતાની હાલ્ફ પ્રોપર્ટી મારા લગ્ન થશે ત્યારે એટલે કે રોઝના નામે કરવાની મોમ ડેડ સામે જાહેર કર્યું હતું. સાથે જ રોબર્ટનાં નામે પણ હાલ્ફ પ્રોપર્ટી કરવામાં આવશે..!! આ જ ભણક શૈલેશનાં કાનમાં જઈને પડી હતી. એ કામચોર લાલચી માણસ હતો. એ બીજાની મિલકત પડાવા માટે કઈ પણ કરી શકતો હતો. હથિયાર તરીકે એણે રોબર્ટને નાનપણથી જ લાલચમાં જ ફસાવ્યો. અને અમારી બધાની લાઈફને બરબાદ કરી દીધી.

મમ સંધ્યાએ, અંકલ થોમસને લગ્ન માટે નાં પાડતા થોડા વર્ષો બાદ ગોવામાં રહેતી માર્યા સાથે અંકલે લગ્ન કરી લીધા પરંતુ તેઓને સમય જતા કોઈ સંતાન થયું નહીં. માર્યા આંટીને મારા પર ઘણો પ્રેમ, તેવું જ થોમસ અંકલને રોબર્ટ પર બાળપણથી જ હેત હતું. મને દત્તક લઈને તેઓ પતિ પત્ની કાયમના માટે વિદેશમાં વસવાટ કરવાના હતાં. પરંતુ મા તે મા પોતાની એક જ દિકરીને દત્તક કેવી રીતે આપે. એ જ લાગણીથી થોમસ અંકલને નાં પાડી હતી. માર્યા આંટી અને થોમસ અંકલ સાથે અમારો ઘરનો જેવો સબંધ બંધાય ગયેલો. માર્યા આંટી પોતાનાં પિતાની એક જ સંતાન અને અંકલ થોમસ પાસે પણ ઘણી મિલકત. તેઓએ બંનેએ નક્કી કર્યું કે માર્યા આન્ટીનાં પ્રોપર્ટીનો અડધો હિસ્સો રોઝને નામ કરવામાં આવશે અને થોમસ અંકલનાં પ્રોપર્ટીનો હાલ્ફ ભાગ રોબર્ટને નામ કરવામાં આવશે તેમ જ બાકીનો જે રહેશે એ સમાજસેવા અને પોતાનો જીવનનિર્વાહ ચાલે એના માટે રાખશે.

પરંતુ જ્યારથી અંકલ થોમસને રોબર્ટનાં કારનામાની જાણ થઈ ત્યારથી રોબર્ટ સાથે રિશ્તો જ તોડી દીધો હતો. એમને રોબર્ટને સમજાવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પોતાનો બેસ્ટ ફ્રેન્ડ વિરેનને ક્યા છુપાવામાં આવ્યો છે એના વિષે ઘણી પુછપરછ કરી સાથે જ સીધો માર્ગ અપનાવા માટે પોતાને પોલીસનાં હવાલે કરી દે એવું પણ ઘણું સમજાવ્યું પરંતુ રોબર્ટે તો જાણે પોતાનું દિલ, લાગણી જ બાજુએ રાખી દીધી હોય તેવી રીતે બીહેવ કરતો.

ત્યારે જ અંકલ થોમસે એના પ્રોપર્ટીનો કોઈ હિસ્સો રોબર્ટને નહીં આપવામાં આવશે એમ એણી સામે જ જાહેર કરી દીધું હતું.

અંકલ થોમસે વિરેનના ગુમ થવાના મામલામાં રોબર્ટનો હાથ હોઈ શકે એવી પોલીસ સામે ફરિયાદ કરી હતી. પરંતુ પુછપરછ બાદ કોઈ પૂરતા પુરાવા ન મળતા રોબર્ટની ધરપકડ થઈ ન હોતી.

મોમ તો ક્યારના અમને છોડીને જતા રહ્યાં હતાં. ડેડનો પત્તો ક્યાં પણ લાગતો ન હતો. અંકલ થોમસ અને માર્યા આંટી અવારનવાર મને મળવા આવતા રહેતા. હું લગ્ન કરવા જેવી મોટી થઈ ગઈ હતી.

હું પહેલા કીધું તેમ રોબર્ટ ભણવામાં હોશિયાર હતો. એ સારો એવો ભણેલ ચોર હતો. એણે પોતાની કમાઈ અને અમીરીની જિંદગી જીવવા માટે સૌથી બેકાર આ જ રસ્તો અપનાવ્યો હતો. એ મબલખ કમાઈ કરીને અહિંયાથી ફરાર થઈને દુબઈ એણી ગર્લફ્રેન્ડ સના સાથે સેટ થઈને આરામની જિંદગી જીવવાનો હતો. પહેલા તો એ નાની મોટી ચોરી કરતો. આના આવા બધા ધંધા પહેલાથી જ સિફતાઈથી કોઈને પણ ગંધ ન આવે એવી નવી નવી ટેકનીકથી કરતો. એટલે જ તો એ આજ સુધી પકડાયો ન હતો. કામ પત્યા બાદ ગોવામાં જ અમારી સાથે રહેતો. અને સાંજે દરિયાનાં કિનારે એણી ગર્લફ્રેન્ડ સના સાથે હોટેલનું કામ સંભાળતો. હજુ સુધી કોઈને ખબર જ પડી ન હતી કે રોબર્ટ એક ચોર હતો.

એ અમારી જેવી લાઈફ જીવવા ન માંગતો હતો એને ગરીબીની લાઈફ નહીં પરંતુ ચોરી કરીને અમીરીની લાઈફ જોઈતી હતી. એના દિમાગમાં આ ક્યારે બેસી ગયું એણી જાણ તો અમને ન ખબર પડી. પરંતુ એટલું અનુમાન લગાડી શકાય કે એ જયારે શૈલેશના ચુંગલમાં ફસાયો ત્યારે જ એણે અમીરીનું ભૂત સવાર થઈ ગયું..!! પરંતુ રોબર્ટ નાનો બાબો તો ન જ હતો એણી પોતાની અક્કલ શું ઘાસ ચરવા ગઈ હતી?? તે આ રસ્તે જઈ જ કેમ શકે?

રિધીમાનાં એક એક શબ્દમાં રોબર્ટ વિષે નફરત હતી.

એના સમગ્ર કારનામાની એક માત્ર રાઝ જાણનારી હું હતી એટલે એણે મને છેલ્લે સુધી કેદમાં રાખી. આ તો મારા પર પ્રિયાનો ઉપકાર કે એ જિજ્ઞાસાવશ થઈને જાણવા માટે મારા સુધી પહોંચી અને હું આજે જીવતી તમારા સમક્ષ છું.

આટલું થયા બાદ પણ રોઝને વિશ્વાસ બેસતો ન હોય તેમ રોબર્ટ વિષે કહેતી જતી હતી.

પ્રિયાના રૂમમાં શાંતિ છવાઈ ગયેલી હતી. બધાનાં ચહેરા પર રહસ્ય જાણવાની ઉતાવળનાં ભાવો દેખાઈ રહ્યાં હતા. પ્રિયાએ રોઝને પાણી ભરેલી બોટલ આપી. રિધીમાએ ઝડપથી પાણી પીધા બાદ સૌમ્ય સામે નજર રાખી ફરી વાતની શુરુઆત કરી.

અંકલ થોમસની પ્રોપર્ટી તો હવે રોબર્ટનાં હાથમાંથી સરી પડી હતી. લાલચી ધૂંધવાયેલા રોબર્ટે નવા પાસા ફેંક્યા.

જોસેબ નામના ખ્યાતનામ બિઝનેસમેન જેણે દુબઈમાં ખાસ્સો પોતાનો ધંધાને વિસ્તારેલો હતો એણી સાથે લગ્ન કરવા માટે મને મજબૂર કરવામાં આવી, શરત હતી મારા ડેડ વિરેનને સહી સલામત છોડાવવાનો....!! ડેડ એણી પાસે જ છે એનો કોઈ સબુત રોબર્ટે મને દેખાડ્યો નહીં. તો પણ ફક્ત ડેડનાં માટે હું રોબર્ટનાં કહેવાં પર વિશ્વાસ રાખી જોસેબ સાથે લગ્ન કરવા માટે કમને હા પાડી.

જોસેબ કોઈ ઈમાનદાર માણસ ન હતો. એ પણ રોબર્ટની જેમ જ બે નંબરના ધંધા કરી પૈસા કમાવતો અને પોતાનો બિસનેઝ વધારતો જતો હતો. રોબર્ટની ગેરકાયદા ધંધાની મિટીંગ પણ અમારા ઘરે જ થતી અને હું આ બધું જ ચુપચાપ જોતી રહેતી ફક્ત ડેડ સુધી પહોંચવા માટે. તે સમયે રોબર્ટના મિત્રો અને સના પણ એ ઘરમાં રહેવાં આવતી. મિટીંગ દરમિયાન જોસેબ ઘરે આવેલો ત્યારે મને જોઈ હતી. તે મારા પર મોહી ગયો હતો. જોસેબ પણ જાણતો હતો કે રોબર્ટ ધનદોલતનો ભૂખ્યો છે એટલે એણે મને જોતા જ રોબર્ટ સામે મારા હાથની માંગણી કરી અને બદલામાં મારી સાથે લગ્ન લેવાયા બાદ રોબર્ટને મબલક દૌલતનું ઈનામ. હું મજબૂર હતી. દુબઈ જવાના પહેલા જોસેબ મારી સાથે સગાઈ કરીને ગયો અને ફરી આવશે ત્યારે લગ્ન જ કરશે એવું રોબર્ટને જણાવ્યું હતું.

રોબર્ટ કેવો હતો અને કેવો થઈ ગયો? મને પોતાનાં પર વિશ્વાસ નથી બેસતો કે માણસ ધનદોલતની લાલચમાં આટલા નીચે ઉતરી જાય?? રોબર્ટને પોતાનાં ડેડ વિષે પણ વિચાર ન આવ્યો કે નાં પોતાની બહેન વિષે વિચાર આવ્યો !! શું થયું રોબર્ટ સોતેલો પુત્ર હોય પણ અમને બંનેને ડેડ તરફથી પ્યાર તો એક જ સરખો મળ્યો ને!! આટલું થયા પછી પણ રોબર્ટનું દિલ ભરાયું નહીં તે એક પછી એક એવાં કારનામા કરતો ગયો કે મને પોતાને પણ શરમ આવવા લાગી. શરમ શબ્દ નાનો પડયો. ચીડ નફરત થવા લાગી કે રોબર્ટ મારો ભાઈ હતો..!!

હું ત્યારે જોબ કરતી. હું સાદાઈથી રહેતી. સગાઈ થયા બાદ જોસેબ અગત્યનું કામ કરવા માટે દુબઈ જતો રહ્યો. હું મારી લાઈફથી કંટાળી હતી. હું એકલી પડી ગઈ હતી. કેટલા વર્ષોથી જાણે દુઃખ જ સહન કરી રહી હોય એકલી અટુલી એવું લાગતું હતું. દુનિયાની સામે ખુશમિજાજથી રહેવાનો ઢોંગ કરતી. પરંતુ અંદરથી હું એકદમ પડી ભાંગી હતી. તે દરમિયાન મને ગોવામાં સૌમ્ય મળ્યો હતો. હું એના તરફ આકર્ષાઈ હતી. સૌમ્ય મને પ્યાર કરવા લાગેલો અને હું પણ. પરંતુ મારી મજબૂરીના કારણે હું ત્યારે સૌમ્યને જવાબ આપી શકી નહીં. સૌમ્ય જયારે પહેલી વાર ઘરે આવેલો ત્યારે એણી સોનાની ચેઈન રોબર્ટના આદમીના હાથે લાગેલી હતી હું એણી પાસેથી કઈ પણ કરીને પોતાનાં કબજે કરી હતી. પરંતુ હું તે ચેઈન ફરી સોંપવા જાઉં ત્યાં સુધી તો મારી લાઈફમાં ઘણી ઉથલપાથલ થઈ.

આ દરમિયાન જોસેબ પોલીસનાં હાથમાં સપડાયો હતો. તે જેલભેગો થઈ ગયો હતો. હું ખુશ થઈને ભગવાનનો ઉપકાર માન્યો કે મારા દુઃખનું એક વાદળ સમયુ. હવે રોબર્ટનો નંબર હતો. તે જેલમાં સડવાના પહેલા મોટો હાથ મારી પોતાની ગર્લફ્રેન્ડ સના સાથે વિદેશમાં ભાગવાનો હતો. જોસેબ જેલભેગો થવાના કારણે રોબર્ટનું દિમાગ છટકી ગયું હતું. તે હવે ઝડપથી નિર્ણયો લઈને વિદેશ ભાગવાની તૈયારી કરતો જતો હતો.

પરંતુ સાથે જ રોબર્ટને હવે મારો પણ ડર સતાવા લાગ્યો હતો કે હું ક્યાંક પોલીસ સ્ટેશન જઈ રોબર્ટના કારનામાં વિષે છતું નાં કરું. જોસેબ વાળી ઘટના બાદ રોબર્ટે મારા પાછળ પોતાનાં આદમીઓ રાખ્યાં હતાં. પરંતુ હવે હું ચૂપ બેસી શકું એમ ન હતી. હું હિમ્મત ભેગી કરીને પોલીસ સ્ટેશને જઈ રહી હતી ત્યાં જ રોબર્ટના આદમીઓએ મને પકડી લીધી હતી. બંને પગ હાથને બાંધી મારા મોઢે પટ્ટી બાંધી ઘરમાં જ મને કેદ કરીને તાળું લગાવી દીધું હતું. ઘરની બહાર રોબર્ટના આદમીએ દૂરથી પહેરો રાખી ઘર પર નજર રાખી હતી. તે દરમિયાન સૌમ્ય ઘરે આવ્યો હતો તાળું જોઈ બાજુંવાળા માસીને ચિટ્ઠી પધરાવી હતી. પરંતુ મારા નામે લખેલો કાગળ માસીના હાથે થી છીનવી રોબર્ટના આદમીએ રોબર્ટને સોંપ્યો હતો. અને એ જ કાગળ પાછળથી રોબર્ટને કામ લાગ્યો.

એણે એક છેલ્લું મોટું પાસું ફેક્યું. જેથી અંકલ થોમસ અને માર્યા આંટીની બધી જ પ્રોપર્ટી એણે મળે. એણે મને બંધક બનાવી દીધી હતી અને મુંબઈમાં છુપાવીને રાખી હતી. સનાને આગળ કરીને એ એકાંતવાળો બંગલાનાં અમુક રૂમો રેન્ટ પર આદિત્યનાં પપ્પા પાસેથી લીધા હતા. ભોજન નિત્ય ન મળવાના કારણે હું કમજોર થતી જતી હતી. હું બેભાન અવસ્થામાં જતી રહેતી. કોઈ વાર મને બેભાન વાળા ઈન્જેકશન પણ આપવામાં આવતાં. કોઈ બહારના લોકો અંદર સામે આવી જતાં તો રોબર્ટ અને સના કહી દેતા કે મારી સિસ્ટર પાગલ છે અથવા એ નશાની બંધિયાર થઈ ગઈ છે એટલે એણે એમ બાંધવામાં આવી છે એટલી હદ સુધી જુઠું બોલતા. એવી રીતે જ અંકલ થોમસ અને માર્યા આંટીને બ્લેક મેઈલ કરવા લાગ્યો, કે રોઝને છોડાવવું હોય તો પ્રોપર્ટીનો હિસ્સો રોબર્ટનાં નામ કરવામાં આવે. પરંતુ તેઓ બંને ચૂપ રહ્યાં નહીં અને પોલીસમાં જઈને રોબર્ટના ધંધા વિશેની જાણ કરી જે અમને પહેલા જ બધાને કરી લેવું હતું પરંતુ અફસોસ અમે સમયસર એ બધું કરી શક્યા નહીં બધાને કોઈને કોઈ મજબૂરી નડતી હતી. રોબર્ટને બાતમી મળી ગઈ હતી કે તેના ખિલાફ અંકલ આંટીએ ગુનાની ફરિયાદ નોંધાવી હતી સાથે જ એમણે રોઝને કબજામાં લીધી છે એ પણ નોંધાવ્યું હતું. રોબર્ટના કારનામાનાં એક પછી એક સબૂતો પોલીસનાં હાથે લાગતા જતા હતાં.

રોબર્ટને જયારે માર્યા આંટી અને અંકલ થોમસ વિષે સમજણ પડી ગઈ હતી કે તેઓ પ્રોપર્ટી આપવાના જ નથી તેથી તે જ પ્લાન એણે સૌમ્યની સામે રમ્યો.

આ બધી જ માહિતીની મને જાણ છે કારણ કે રોબર્ટ મારા કમરામાં આવીને જ પ્લાન બનાવતો. રોબર્ટને લાગતું કે હું બેભાન અવસ્થામાં છું. પરંતુ એવું ન હતું. પ્રિયા અહિયાં આવશે એ જ જાણથી સૌમ્યની ચેઈનને મેં પલંગની નીચે ફેંકી દીધી હતી, અને સાથે જ પ્રિયાને ફરી ત્યાં ન આવવા માટે પણ જણાવ્યું હતું.

રોઝ બધું જ યાદ કરી કરીને કહી રહી હતી.

મારા માટે લખેલો સૌમ્યનાં કાગળને દસ વાર રોબર્ટે વાચ્યો હતો. તેને પોતાનાં આદમીઓ દ્વારા સૌમ્યની પૂરી માહિતી કઢાવી. પ્રિયા વિષે પણ પૂરતી માહિતી કાઢી. તેને સૌમ્યને જ બાનમાં લેવો હતો. પરંતુ સૌમ્ય ખ્યાતનામ બિસનેઝમેન હતો. તેના આગળપાછળ સિક્યોરિટી તો રહેતી જ. જયારે પ્રિયા એકદમ સાદાઈથી ફ્રી રહીને જીવતી. તેને હમણાં કોઈ પોલીસનાં જાળમાં ફસાવાનું ન હતું. એટલે રોબર્ટે પ્રિયાને ચતુરાઈથી સના સાથે મળીને ફસાવી હતી. પ્રિયાનો સ્વભાવ હેલ્પ કરવાવાળો. તેને વગર વિચારે રોબર્ટને મળવાનું નક્કી કર્યું અને મારા સુધી પહોંચી. રોબર્ટનું એવું અનુમાન હતું કે આટલા વર્ષો બાદ સૌમ્ય કદાચ રોઝને ન પણ ઓળખે એટલે તે બ્લેક મેઈલ ન પણ થઈ શકે એટલે જ તેણે પ્રિયાને પહેલા કાવતરામાં વિશ્વાસ જીતીને ફસાવી. જેથી કરીને રોબર્ટ પ્રિયાને પણ બંધક બનાવી સૌમ્ય પાસેથી ધાર્યું કામ કરી શકે. રોબર્ટને આ ખેલ જલ્દીથી ખતમ કરવો હતો અને પોલીસનાં ખોફથી બચીને સૌમ્ય પાસેથી માલમિલકત પડાવીને વિદેશ પલાયન થવું હતું.

પરંતુ તેની રમતની ચાલને અંતિમમાં આદિત્યે ઉલટી પાડી દીધી. આદિત્યએ રોબર્ટના ધાર્યા કરતા જલ્દીથી ખેલ ખતમ કરી દીધો હતો. આદિત્યના બહાદુરીનું આપણાને બધાને અહિયાં નોંધ લેવી જોઈએ.

એટલું સાંભળીને સોનીના રોમેરોમમાં પ્યારની ઝંઝાનટી પસરી ગઈ. તે દિવસે પણ હોસ્પિટલમાં આદિત્યે એવી જ બહાદુરી દેખાડી હતી.

***

સોની હોસ્પિટલમાં બનેલી ઘટનાને યાદ કરવા લાગી.

સોની એ જાણીને ખુશ હતી કે પ્રિયા આખરે રુદ્ર સાથે લગ્નના બંધનમાં જોડાઈ જશે. એણે પોતાનો જીવનસાથી બેસ્ટ સિલેક્ટ કરી જ લીધો. સાથે જ એના મનમાં જે સિક્રેટ છુપાવીને રાખેલું હતું એ ‘પ્રિયા રુદ્રને લગ્ન માટે ક્યારે સરપ્રાઈઝની ન્યુઝ જણાવશે’ એ આનંદની પળ ક્યારે આવે એણી આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી.

બીજા દિવસે સાંજે હોસ્પિટલમાં પ્રિયાને મળવા માટે કોલેજનું આખુ ગ્રૂપ આવ્યુ હતું. જેમાં વિનીત હજુ સુધી મળવા માટે આવ્યો નહોતો. પ્રિયાને મળીને કાયા, કોમલ, અક્ષયને હોસ્પિટલના ગેટ સુધી વળાવા માટે સોની બહાર આવી હતી. ત્યાં જ રોનક પણ ઘરેથી ફ્રેશ થઈને ફરી આવતો હતો. સોનીએ તે જોયું પરંતુ એણે નજરઅંદાજ કરી તે ઝડપથી હોસ્પિટલમાં પ્રવેશી ગઈ. રોનકને આ ન ગમ્યું. રોનક ઉતાવળા પગલે સોનીની પાછળ ગયો. એણે બૂમ મારીને સોનીને જતા રોકી. રોનક નજદીક ગયો.

સોનીએ ખિજાઈને દબાયેલા સ્વરે ધીમેથી કહ્યું, “શું છે? તને ખબર નથી પડતી હોસ્પિટલ છે જોરથી બૂમ પાડવાની જરૂરત શું હતી?”

રોનક વધુ ખિજાયો. તે કઈ બોલવા જતો હતો પરંતુ તે ચૂપ રહ્યો અને એટલું જ કહ્યું, “ સોની, ફક્ત બે મિનટ માટે ગેટની બહાર આવશે?”

સોનીએ કંઈ કહ્યું નહીં. તે ત્યાંથી જવા લાગી.

થોડો વધુ અવાજ કાઢી રોનક કહેવાં લાગ્યો, “ ફક્ત બે મિનટ.”

સોનીએ હોસ્પિટલમાં આવતા જતાં લોકો તરફ જોયું પછી રોનક સામે ગુસ્સેથી જોઈને ગેટના બહારની તરફ આવવા લાગી.

બંને જણા ગેટની બહાર આવ્યા. આ બધું જ નીચે મેડિકલમાં દવા લેવા માટે આવેલો આદિત્ય જોઈ રહ્યો હતો.

“સોની તું વધારે નખરા કરી રહી છે. કેમ મને નજરઅંદાજ કરી રહી છે?” રોનકે ગુસ્સો ઠાલવ્યો.

“રોનક પ્લીઝ હવે આપણી વચ્ચે એવું કંઈ નથી રહ્યું. તું શું ચાહે છે, કે હું હોસ્પિટલમાં નજર મેળવીને તારી સાથે લવ ના ગીત ગાઉ ?” સોની ગુસ્સેથી બોલી પડી.

“શું બોલે છે તું સોની! લવ ના ગીત? લવ કરે જ કોણ છે? ના તું...નાં હું..!!” રોનકે હકીકત જણાવી.

“હા એ જ ને પ્રેમ કરે જ કોણ? તે ફક્ત શારીરિક સંબંધ બાંધવા માટે મને ગર્લફ્રેન્ડ બનાવી રાઈટ!!” સોનીએ કહી દીધું.

“હા રાઈટ. પણ તે મને એવું સુખ આપ્યું જ ક્યાં હજુ સુધી. પણ હું હજુ પણ ચાહું છું કે એ બધું મને મળે..!!”નફ્ફટાઈથી રોનકે ન બોલવાનું બોલી ગયો.

“રોનક… કક્કક..!!” સોની આંખો કાઢીને બરાડી.

આદિત્ય આ બધું જ મેડિકલથી આવીને સામે જ ગેટની ઓથે ઊભો રહી સોની અને રોનકની વાતો સાંભળી રહ્યો હતો. તેનાથી હવે રહેવાયું નહીં.

રોનકની નજદીક આવીને તમાચો ઝીંકતા આદિત્યે સોનીનો હાથ પકડી લીધો અને કહેવાં લાગ્યો, “ રોનક!! તું મારી થનાર મંગેતર સોની સાથે આવી રીતે નહીં વર્તી શકે. કે નાં હું હવે સોનીના આસપાસ તને જોવા માગું છું. નીકળ અહીંયાથી.....” આદિત્ય વાઘની જેમ ગર્જયો.

આ જોતાં જ આસપાસ લોકોનું ટોળું જમા થઈ ગયું.

રોનકે અહિંયાથી જવામાં જ ભલાઈ સમજી. પરંતુ જતા જતા વિશ્વાસથી આદિત્યના આંખમાં કહેતો ગયો કે આ થપ્પડનો જવાબ તે જરૂર આપશે.

આ બધું જોતા જ સોનીના આંખમાં આંસુ આવી ગયા. આદિત્ય એવો જ મજબૂતાઈથી હાથ પકડીને સોનીને હોસ્પિટલમાં લેતો ગયો. સોની પાછળથી જાણે ખેંચાતી ચાલતી હોય એવી રીતે આદિત્ય સાથે ગઈ.

હોસ્પિટલના દાદરાની લોબી આવતા જ જ્યાં કોઈનું આવનજાવન દેખાતું ન હતું ત્યાં આદિત્યનો છણકાથી હાથ છોડાવી સોનીએ બંને હાથના બળથી આદિત્યના છાતી પર ધક્કો મારતા, “ તું શું સમજે છે પોતાને..” એટલું કહી સોની પોતાનાં આંખના આંસુને છુપાવી પ્રિયાના વોર્ડની બહાર ગોઠવેલી ખુરશી પર બેસી ગઈ.

આદિત્ય ચૂપ રહ્યો. જાણે કંઈ જ બન્યું ન હોય એવી રીતે પ્રિયાનાં રૂમમાં ચાલ્યો ગયો. રુદ્ને જરૂરી મેડિકલમાંથી લઈ આવેલી દવા સોંપી પાણીની બોટલ લઈને બહાર બેસેલી સોનીના બાજુની ચેર પર ગોઠવાયો. તેણે બોટલનું ઢાંકણુ ખોલીને સોની સામે ધરી. બંને વિરુદ્ધ દિશામાં જોતા હતા છતાં આદિત્યનો બોટલ વાળો હાથ સોની તરફ હતો.

આદિત્ય ધીમેથી શાંત સ્વરે કહ્યું, “ સોની જે ગેટની બહાર બન્યું એણે દિલ પર નહીં લેતી. તારો રોનકથી હંમેશાનાં માટે પીછો છોડાવા મેં એક જુઠું ફેકી દીધું. રોનકની નજરને મેં તારો બર્થડે હતો ત્યારથી જ પહેચાની ગયો હતો.”

આદિત્યના સ્વરમાં ગજબની મોહકતા હતી. તે જયારે ગુસ્સે થતો ત્યારે પણ ગજબ ઊંચા સાદે વાઘની જેમ બરાડતો. જયારે અત્યારે એણા સ્વરમાં અજીબ શાંતતા હતી.

સોની ચૂપ રહી. બંનેમાં થોડી મિનિટો માટે ચુપકીદી છવાઈ ગઈ.

આદિત્યે ચુપકીદી તોડતા સોની તરફ મોં ફેરવીને કહ્યું, “ તું રહી શાંત છોકરી. બધું જ દિલ પર લેવાવાળી. અને હું ચંચળ દિમાગનો આદમી. ક્યારે પણ કંઈ પણ બોલું, દિલ પર કંઈ લેતો નથી. હા પણ તને જે બર્થડેમાં પ્રપોઝ કર્યું એમાં કોઈ જુઠું નથી.”

સોની હમણાં પણ કંઈ બોલી નહીં. નાં આદિત્ય તરફ જોયું. સાથે જ પાણીની બોટલ પણ લીધી નહીં. આદિત્યે બોટલને ઢાંકણ લગાવી તે જે ચેર પરથી ઉઠ્યો તે ચેર પર રાખી રિધીમાનાં રૂમ તરફ ‘કોઈ હેલ્પ જોઈતી તો નથી ને’ એ વિચાર લઈને વળ્યો.

જતાં આદિત્યને સોની જોતી રહી.

પ્રિયાને મળવા માટે બીજા પણ સગાવહાલા તથા ફ્રેન્ડો આવતા જતાં હતા. ત્યાં જ સોનીએ એકાંતનો મોકો જોઈ પ્રિયાનાં રૂમમાં બનેલી ઘટના કહેવાં માટે અંદર પ્રવેશી.

સોનીએ પ્રવેશતાની સાથે જ નાકથી ઊંડો શ્વાસ લેતા કહ્યું, “ આટલું સ્ટ્રોંગ પરફ્યુમ!! કોણ આવ્યું હતું યાર હમણાં??”

“અરે વિનીત યાર બીજું કોણ? એ તો ક્યારનો આવ્યો હતો અને જતો પણ રહ્યો. તને ખબર જ છે ને વિનીત કેવા પરફ્યુમ યુઝ કરે છે !!” એટલું કહી પ્રિયા હસી.

પ્રિયાને એમ લાગ્યું કે સોની પણ વિનીતની આ વાત સાંભળી હસશે પરંતુ સોનીનો ઉદાસ ચહેરો જોતો કહ્યું, “ શું થયું?”

સોનીથી હવે રહેવાયું નહીં તેણે હોસ્પિટલની બહાર બનેલી ઘટના સંભળાવી. સાથે જ સોનીના પોતાનાં બર્થડેનાં દિવસે હોટેલમાં રોનકે રાખેલું સરપ્રાઈઝ વિષે પણ કહ્યું. રોનકે હોટેલના રૂમનો સજાવટ એવો કરાવ્યો હતો જાણે સોની પત્ની બનીને હનીમૂન માટે જ આવી હોય..!!

આ સાંભળી પ્રિયાને આશ્ચર્ય થયું, તે કહેવાં લાગી, “ સોની તું મને આ બધું આજે કહી રહી છે? એ પણ હમણાં!! આ મારી આવી હાલતમાં? અરે!! એટલીસ્ટ મારા સાજા થયા બાદ તું મને કહેતી. હું એણે એવો તમાચો મારતે કે તે જિંદગીભર યાદ રાખતે. ભલે તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતાં પણ તારી ઈચ્છા ન હોય તો તેણે આવા અટપટા ખેલ રમ્યા કેમ? એ પણ એક વાર નહીં ઘણી વાર!! અને હજુ પણ ઈચ્છા ધરાવે છે કે તે તારી સાથે શારીરિક સંબંધ બાંધે!!”

પ્રિયા મનોમન રોનક ક્યારે મળે અને એણે સીધો રસ્તો ક્યારે બતાવે એ જ ગુસ્સેથી વિચારી રહી હતી. ઘણી બધી વાતો થયા બાદ પ્રિયા ગંભીર થઈને સોનીને કહેવાં લાગી, “ યારા..!! તારા બર્થડે બાદ હું રોઝને મળવા માટે ગઈ હતી ત્યાં જ અચાનક આદિત્ય સાથે મારી મુલાકાત થઈ હતી ત્યારે આદિત્યે મને કહ્યું હતું કે તારી બેસ્ટ યાર સોની મને પસંદ છે અને એણી સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો છે.”

સોની આટલું સાંભળી ચૂપ રહી.

પ્રિયા સોનીના ચહેરાનો ભાવ વાંચતા કહેવાં લાગી, “ સોની!! તું શું વિચારે છે આદિત્ય વિષે?”

સોનીએ એક શબ્દ નહીં ઉચાર્યો.

પ્રિયા ફરી કહેવાં લાગી, “યારા આદિત્ય તારા માટે બેસ્ટ છે. તો પણ હું કહીશ કે તું તારો પુરતો સમય લે.” પ્રિયા આટલું કહી અટકી પછી થોડું મલકાતા કહ્યું, “ બાકી મરજી તો લાસ્ટ માં તારી જ હા.”

સોની ગંભીર થઈને પ્રિયા સામે જોવા લાગી.

“ઓય્ય્ય!! મને કેમ જોય છે આવી રીતે ?? હું આદિત્ય વિષે પર્સનલી વાત કહી રહી છું. એણે મને નથી કહ્યું કે તને લગ્ન માટે મનાવ. અને બાકી જો તું જોબ અને સ્ટડી વિષે ટેન્સ હોય તો હજુ લગ્ન માટે આપણે ઘણા નાના છે પહેલા તો આપણે આપણું એજ્યુકેશન પૂરું કરીએ પછી જોબ અને પછી લગ્ન.....!!” પ્રિયાએ હળવાશથી કહ્યું.

“હા એ તો મને ખબર જ છે એટલે જ તો તું રુદ્રને આપણી ફાઈનલ એકઝામ્સ પત્યા બાદ લગ્ન માટે સરપ્રાઈઝ આપવાની છે નય..!!!” પ્રિયાને ચીડવા માટે સોનીએ તરત જ કહ્યું.

“અરે વાહ!! મારી બેસ્ટ યારા તો મારી વાતને બરાબરની ઉડાવશે. પણ જયારે પોતાની વાત આવે ત્યારે ગંભીર બની જાય!!” પ્રિયાએ મજાક કરતા કહ્યું,

સોની આ વાત સાંભળીને હસી પડી. પ્રિયા પણ સાથે હસી.

થોડીવાર રહીને પ્રિયાએ ગંભીરતાથી કહ્યું, “સોની!! તું મને ફરી પ્રોમિસ આપ કે તું રુદ્ર સાથેના લગ્નની વાત કોઈને પણ નાં કરીશ.”

“અરે પ્રોમિસ યાર!! તું મને કહે એ વાતને હું ન નિભાવું? એવું બની જ નાં શકે!!”સોનીએ વિશ્વાસથી પ્રિયાની આંખોમાં જોઈને ખાતરી આપતા પ્રિયાનાં હાથમાં પોતાનો હાથ રાખતા કહ્યું.

પ્રિયા અને રિધીમાને એકસાથે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.

આદિત્ય અને રુદ્ર પણ સાથે જ પ્રિયાને ઘરે આવ્યા હતા.

રોનક વાળી ઘટના બાદ સોનીએ હજુ સુધી આદિત્ય સાથે સવાંદ સાધ્યો ન હતો. જયારે આદિત્ય મોકાની તલાશમાં હતો કે સોની ભલે સામેથી હાલચાલ ન પૂછે પરંતુ તે પોતે જ સામે જઈને વાત કરશે. પરંતુ પ્રિયા આ બધું જ નોટ કરી રહી હતી. તેને જ તરકીબ યોજીને સોની અને આદિત્ય એકાંતમાં મળે એવો પ્લાન પોતાનાં બેડરૂમમાં ગોઠવ્યો હતો.

પ્રિયા જાણી જોઈને કહેવાં લાગી, “ સોની, મારો બેડરૂમ અસ્તવ્યસ્ત લાગે છે યાર જરા સરખો....ખો..ખો.. હું એટલીવાર બ્રો નાં બેડરૂમમાં છું.”

સોની એટલું જ કહેતાં પ્રિયાના બેડરૂમમાં જતી રહી. ત્યાં જ મોટેથી બૂમ પાડતા પ્રિયા કહેવાં લાગી, “ આદિત્ય...યયયય! સોનીને જરા હેલ્પ કરજો ને.” એટલું કહી આદિત્ય તરફ પ્રિયાએ આંખ મારી. આદિત્યે તે જોયું અને સમજી ગયો. તે પણ પ્રિયાના બેડરૂમ તરફ જવા લાગ્યો. રૂદ્રે પણ આ નોંધ્યું અને સમજી ગયો. સાથે જ મનમાં જ મજાકથી બબળાટ કરવા લાગ્યો કે પ્રિયા પોતાનાં લવ ની તો સેટિંગ્સ નથી કરતી અને અહિયાં આદિત્ય અને સોનીનો મેળાપ કરી રહી છે.

સોની બેડરૂમમાં આવી. આખા બેડરૂમમાં નિહાળ્યું તો બેડરૂમ એકદમ ચકાચક અને બધું જ વસ્તુ પોતાની જગ્યે વ્યવસ્થિતપણે ગોઠવાયેલું હતું. તે જોતા જ સોનીએ બેડરૂમના અંદરથી જ રાડ પાડીને બહારની તરફ આવતા કહી રહી હતી, “ પ્રિયા..યાયાયા, બેડરૂમ તો...”

ત્યાં જ સામે આદિત્ય આવ્યો. સોનીના વાક્યને પૂરા કરતા આદિત્ય શાંતિથી કહેવાં લાગ્યો, “બેડરૂમ બરાબર છે સોની, પ્રિયાએ આપણી વચ્ચે સવાંદ થાય એટલે....”

સોની આદિત્યને જોતા જ બેડરૂમમાંથી નીકળવા લાગી.

“સોની!” આદિત્યે શાંતિથી કહ્યું.

જતી સોની દરવાજાને ત્યાં જ સ્થિર થઈને ઊભી રહી.

“સોની...” એટલું બોલી આદિત્ય અટક્યો પછી ફરી કહેવાં લાગ્યો, “મારી સ્ત્રી મિત્રો ઘણી છે. હું લગ્ન માટે છોકરીઓ જોવાનું સ્ટાર્ટ કરી લીધું છે. પણ મને કોઈ પાત્ર હજુ સુધી મળ્યું નથી. ત્યાં જ મને તું મળી પસંદ પડી એટલે જ લગ્ન માટે તરત પ્રસ્તાવ રાખ્યો. હું એ જાણું છું કે તું મને પસંદ તો કરતી જ નથી. છતાં તું ઈચ્છે તો આપણે ફ્રેન્ડઝ બની શકીએ!!” પોતાનો ખુલાસો કરતા આદિત્ય ઈચ્છતો હતો કે સોની ચુપકીદી તોડે.

સોનીની ચુપકીદી જોતા આદિત્યે ફરી કહ્યું, “ તું કહે તો આજથી મજાક કરવાનું પણ છોડી દઉં?”

સોની એટલું સાંભળીને હસી.

“ના મજાક કરવાનું નહીં છોડતા. એના વગર આદિત્યની હાજરી ક્યાં પણ શોભશે જ નહીં.”જતા જતા પોતાનું મૌન તોડતા થોડુંક સ્મિત રેલાવી સોની એટલું કહી ગઈ.

આદિત્ય ત્યાં જ ઊભો રહીને વિચારવા લાગ્યો કે સોની પોતાને એટલું તો ઓળખે છે.

ત્યાં જ રૂદ્ર પ્રિયાના બેડરૂમ તરફ આદિત્યને ત્યાં આવી ઊભો રહ્યો અને જતી સોનીને સંભળાય એવી રીતે મોટેથી કહ્યું “ અબે દુશ્મન!! તું શું નવી નવેલી દુલ્હન છે કે મને તને તેડવા આવવું પડે છે. ચલ હવે, કેટલી બધી છોકરીને તું આવી રીતે જ દાણા નાંખીને પટાવતો રહેશે?”

આદિત્યે આ સાંભળ્યું. રુદ્રની તરફ મોટા ડોળા કાઢતાં આદિત્યે જતી સોનીને ઊંચા સ્વરે કહેવાં લાગ્યો, “ હે સોની, રુદ્ર મજાક કરી રહ્યો છે.”

સોની આ સાંભળી હસી.

રૂદ્રે પણ સોનીને ઊંચા સાદે સંભળાવ્યું, “ હે સોની!! રુદ્ર મજાક નથી કરતો એટલું તો તને પણ ખબર જ છે.”

આદિત્યે આ સાંભળી રુદ્રને ટપલી મારી, “દુશ્મન!! તારું સેટિંગ્સ થઈ ગયું એટલે મારું સેટિંગ બગાડી રહ્યો છે.”

રૂદ્રે થોડો ગંભીર થયો. “દોસ્ત, પ્રિયા કંઈ જણાવતી નથી. મારા દિલના ઊંડેથી એક ડર સતત સતાવતો રહે છે કે હું પ્રિયાને પામી શકીશ કે નહીં?? મારી ધીરજ હવે ખૂટી રહી છે.”

આદિત્ય પોતાનો બેસ્ટ ફ્રેન્ડ રુદ્રને સારી રીતે જાણતો હતો કે તે પ્રિયા નામની છોકરીમાં પાગલ છે અને સાથે જ તે જાણતો હતો કે રુદ્ર ધીરજ રાખનાર બંદો હતો. પરંતુ પ્યારના મામલામાં આટલી ધીરજ.… ક્યાં સુધી..!!

“રુદ્ર મેરે દોસ્ત, બંદા હાજીર હે! ભાભી નહીં આયી તો ઉઠા કર લે કર આયેગે..!!” આદિત્યે ફરી મજાક કર્યું.

“આદિત્ય મજાક નહીં પ્લીઝ.” રુદ્ર ચિંતા દર્શાવતા કહ્યું.

“હા તો હું મજાક નથી કરી રહ્યો. તમને બંનેને હું કઈ પણ કરીને લગ્નનાં બંધનમાં જોડાવીશ. ઓ.કે.” આદિત્યે સાંત્વના આપી.

પરંતુ રૂદ્રને આદિત્યની બધી જ વાત મજાક લાગતી. તેને આ વાત કાન પર ધરી નહીં. ત્યાંથી તે સૌમ્યનાં રૂમ તરફ ફર્યો.

આદિત્ય પણ પાછળ ગયો. સૌમ્યનાં રૂમમાં પ્રવેશતાની સાથે જ મોટેથી ધડાકો કર્યો, “ હેય દોસ્તો! સોની ઔર આદિત્ય બહોત જલ્દ શાદી કરને વાલે હે !!! ક્યાં આપલોગો કો સોનીને યે ગુડન્યુઝ દી??”

સૌમ્યનાં રૂમમાં ઉપસ્થિત પ્રિયા,રોઝ, સૌમ્ય, રુદ્ર આ આદિત્યનું મજાક સાંભળી હસવા લાગ્યાં.

સોનીને પણ હસવું આવ્યું.

આદિત્ય તો મજાક કરીને બધાની સાથે વાતે વળગી ગયો હતો પરંતુ સોની એક સાયલન્ટ લવર ની જેમ આદિત્યની બધી જ મજાકવાળી, પ્યારવાળી, નાદાનીવાળી હરકતો નિહાળીને એણે મનોમન ચાહવા લાગી હતી. જયારે આદિત્યની નજર એના પર પડતી ત્યારે તે સામાન્ય રીતે બીહેવ કરતી.

પરંતુ આદિત્યની આંખો સોનીની નજરોને પહેચાની, સમજી ગઈ હતી.

હવે જયારે પણ આદિત્ય સાથે મુલાકાત થઈ રહેતી પ્રિયાના ઘરે ત્યારે સોનીના રોમેરોમમાં આદિત્ય માટેની પ્યારની લાગણી ઉછાળા મારતી રહેતી. પરંતુ સોનીએ આ બધું જ મનોમન દબાવીને રાખ્યું હતું.

***

રોઝની વાતો સાંભળી બધાની નજર આદિત્ય તરફ ગર્વની લાગણીથી જોવા લાગી.

સોની પોતાનાં વિચારોથી અળગી થઈ આદિત્ય તરફ પ્રેમથી જોયું.

રોઝ ફરી વાતે વળગી.

ખેલ ખતમ કરવાના પહેલા આદિત્ય એકવાર મને મળવા આવ્યો હતો. આદિત્ય અવારનવાર ભાડાના માટે તે બંગલામાં ચક્કર મારી જતો. રોબર્ટની અહિયાં સૌથી મોટી મિસ્ટેક એ થઈ હતી કે આદિત્ય ફક્ત રેન્ટ માટે અહીં આવતો જતો હશે!! એમ એણે લાગતું હતું. પરંતુ એણે એ ન જ ખબર હતી કે પ્રિયા અને આદિત્ય એકમેકને સારી રીતે જાણતા હતાં. એ આ જ વાતમાં થાપ ખાઈ ગયો હતો. અને આદિત્યના મદદથી તે પોલીસનાં જાળમાં ફસાયો હતો.

આખી ગેમ પૂરી થવાના થોડા દિવસો પહેલા આદિત્ય મને મળવા આવ્યો હતો ત્યારે તે મને કાગળ પેન આપી ગયો હતો. સાથે જ મને એમ પણ કહ્યું હતું કે તે હવે ફરી નહીં આવશે એટલે જે પણ લખ્યું હશે એણે બારીની બહાર ડૂચો કરીને નાંખી દેજે. કમજોરીના કારણે હું અમુક અગત્યની જાણકારી ધ્રુજતા હાથે લખી હતી. મને ત્યારે બાંધીને રાખવામાં આવતા હતાં તેથી હું બેસેલી જ રહેતી હતી. કાગળનો ડૂચો કરી મારું જેટલું પણ બળ હતું એ વાપરી મેં તે અગત્યની જાણકારી આપતો કાગળને મારી સામે જ રહેલી બારીની બહાર ફેંક્યો અને સાથે પેન પણ ફેંકી. પાછળથી તે કાગળનાં ડૂચાને આદિત્યે ઉઠાવ્યો હતો.

મારા લખાણને પુરાવો તરીકે આદિત્યે પોલીસને સોંપ્યો હતો અને ત્યાંથી જ રોબર્ટને પકડવા માટે પોલીસે ટીમ બનાવીને જાળ બીછાવી.

ખેલખતમ થવાના દિવસે રોબર્ટ, પૂરું પેપર વર્ક કરીને આવ્યો હતો. એણે તો ક્યારનો પ્લાન બનાવીને રાખ્યો હતો કે સૌમ્ય સાથે શું અને કેવી રીતે રમત રમવાની છે. અને તેણે પૂરો અંદેશો હતો જ કે પ્રિયા આજકાલનાં દિવસોમાં ભાઈ સૌમ્યને લઈને આવશે જ. તેથી તે પૂર્વતૈયારીઓ સાથે જ સીસીટીવી કેમેરા તથા પોતાનાં આદમીઓને તૈનાત રાખ્યા હતાં. સીસીટીવી કેમેરા એણે થોડા દિવસ પહેલા જ લગાવ્યા હતાં. ખેલના અંતિમ દિવસે પ્રિયા આદિત્ય સહિત બધાને કેમેરામાં જોતા જ રોબર્ટે ઝડપતી આદમીઓ સાથે કાવતરું રચી મને બીજા રૂમમાં શિફ્ટ કરી દીધી હતી. રોઝને એટલે કે મને સહીસલામત છોડાવવા માટે સૌમ્ય સામે એક શરત રાખી હતી કે તેણે અમુક પ્રોપર્ટીનો હિસ્સો સનાને નામ તથા એક કરોડની રક્ક્મને રોબર્ટનાં નામે આપે. પરંતુ આદિત્યના સહકારથી રોબર્ટ તથા સના આસાનીથી પોલીસનાં હાથમાં ઝડપાઈ ગયા હતાં.”

એટલું કહી રિધીમાએ ઊંડો શ્વાસ લીધો.

બધા જ રિધીમાની પૂરી કહાણી સાંભળી આશ્ચર્ય અનુભવ્યું.

પરંતુ પ્રિયા નો જીવ હજુ પણ આખી કહાણી સાંભળીને સંતોષાયો ન હતો. થોડી મિનિટો બાદ પ્રિયા ચિંતાતુર થઈને પ્રશ્ન કર્યો, “ રોઝ!! પર આપકે ડેડ..?”

“નહીં..!! રોબર્ટને અબ તક ઈસકે બારે મેં કુછ નહીં બતાયા!! અબ સિર્ફ પુલિસ પે મેરી ઉમીદે બાકી હે..!!” ઊંડો નિસા:સો નાંખતા રિધીમાએ કહ્યું.

પ્રિયા સહિત બધાએ દિલાસો આપતા રિધીમાને કહ્યું કે એમના ડેડ જલ્દીથી મળી જશે.

આદિત્યે વાતાવરણને હળવું કરવા માટે મજાક સ્ટાર્ટ કરી દીધી.

જયારે વાત કરતા કરતા રોઝને હવે ક્યાં રાખવામાં આવે એનો પ્રશ્ન સૌમ્યને સતાવ્યો. કારણ એટલું જ કે મોમ ડેડને હજુ સુધી રિધીમા વિષે હકીકત જણાવી ન હતી. પરંતુ સૌમ્યે જ ઉકેલ કાઢતાં કહ્યું કે તે તેના નવા ખરીદેલા ફાર્મહાઉસમાં થોડા સમય માટે રાખશે. જે પોતાની કંપનીથી થોડે દૂર આવેલું હતું.

“હા બ્રો આપણે બધા જ રોઝને ત્યાં આવતા જતાં રહીશું!!” પ્રિયાએ ઉત્સાહિત થતાં કહ્યું.

ઉત્સાહિત થતી પ્રિયાને જોઇને મોટા ભાઈ તરીકે સૌમ્યને જાણે કંઈ યાદ આવ્યું હોય તેમ ઠપકો આપતા કહેવાં લાગ્યો, “પ્રિયા!! હવે સ્ટડીઝમાં ધ્યાન આપો. રિધીમાનું ટેન્શન તું છોડી દે. હું એ સંભાળી લઈશ.” પછી સોની તરફ નજર કરતાં કહ્યું, “ સોની તું પણ..!!”

આદિત્યને સૌમ્યની વાત ઠીક લાગતા તે પણ કહેવાં લાગ્યો, “ હા હવે અમે પણ મળવા નહીં આવીએ. તમે તમારી એકઝામ્સ પૂરી કરો.”

રૂદ્રે આ સાંભળી પરાણે સહમતીનું ડોકું ધુણાવીને “હા” પાડી.

થોડી વાતચીતો થયા બાદ આદિત્ય અને રૂદ્રે ઘરે જવા માટે રજા લીધી. સોની પણ પોતાનાં ઘરે જતી રહી.

***

પ્રિયા અને સોનીનું કેટલા દિવસો બાદ કોલેજનું રૂટીન ફરી ચાલું થઈ ગયું હતું. કોઈક વાર રોનક ભટકાઈ જતો ત્યારે તે સોની સામે ગરમ મિજાજથી જોતો. પરંતુ પ્રિયાને સોનીએ આ બાબતોથી દૂર જ રહેવાં કહ્યું હતું. જયારે વિનીત એવો જ હતો પ્રિયાની પાછળ પડી રહેતો.

સોની, પ્રિયા સહીત પ્રિયાનાં ગ્રુપની એસ.વાય.બીકોમ.ની એકઝામ્સ સારી રીતે પતી ગઈ હતી.

થોડા દિવસોના બ્રેક બાદ હવે ટી.વાય.બી.કોમનાં પ્રાઈવેટ કલાસીસ સાંજના સમયે ચાલું થવાનાં હતાં. જેનો આજે પહેલો દિવસ હતો.

આશ્ચર્યની વચ્ચે જ નીલ સર પણ આ જ કલાસીસમાં ભણાવવા માટે આવતાં. નીલ સરનો આજે પહેલો લેકચર એ પણ પ્રિયા જે ક્લાસમાં હતી એમાં જ હતો. નીલ સર ક્લાસમાં પ્રવેશ્યા. પ્રિયા આ માહિતીથી અણજાણ હતી કે નીલ સર આ કલાસીસમાં પણ પ્રાઈવેટ લેકચર લે છે.

પ્રિયા નીલ સરને જોતાની સાથે જ ઝડપથી કોલેજનાં ક્લાસમાં પહેલા દિવસની મુલાકાતોની ધકધક કરતી યાદોને આંખો સામે જોવા લાગી. પ્રિયા પોતાને મહેસૂસ કરવા લાગી કે તે દિવસે જેવું દિલમાં નીલ સરને જોતા જ થડકારો થયો હતો એવી જ દિલની હાલત આજે પણ હતી. પ્રિયાનું જીગર જોરથી ધબકી રહ્યું હતું.

(ક્રમશ:..)