Unconditional Love - 3 in Gujarati Love Stories by Radhi patel books and stories PDF | અનકંડીશનલ લવ - 3

Featured Books
Categories
Share

અનકંડીશનલ લવ - 3

અનકંડીશનલ લવ

Part 3

Radhi gujarati

આગળ જોયું.....

  • નીશીત એ જીયા ને પસંદ કરવા લાગ્યો હતો...તેને જીયા વગર અધુરું અધુરું લાગ્યા કરતું હતું...તેને આ બધું જોઈ ને નવાઈ લાગી કે એ જીયા વગર અધુરું મહેસૂસ કરતો...
  • " તો તું શું કેવા માગે છે કે તું એને પ્રેમ કરે છે એમ?" નિત્ય એ પુછ્યું..

    "પણ શું જીયા મને પસંદ કરતી હશે? " નીશીત બોલ્યો...

    હવે આગળ.....

    આ બાજુ જીયા ને પણ ચેન પડતું નથી, જીયા અને પલ એક દિવસ કોફી પીવા માટે મળ્યા...ખુણામાં એક ટેબલ પર બેસીને બને એ કોફી મંગાવી... અને પલ તેના અને નિત્ય ના મીઠા દિવસો ની વાત કરી રહી હતી પણ જીયા નુ તો ધ્યાન કાંઈક બીજે જ હતું , પલ બોલતી હતી પણ જીયા એના વિચાર મા જ હતી... તેને રહી રહીને નીશીત ની યાદ આવતી હતી, નીશીત ની સાથે વાત કરવાની ઈચ્છા થતી હતી, તેને મળવા ની ઈચ્છા થતી હતી.....

    આ બધા વિચારો મા પડેલી જીયા ના મોઢા પર બદલાતી રેખા પલ તરત જ ઓળખી ગઈ...

    "જીયા, કયાં છે તું, હું કયારની બોલું છું, તું સાંભળે પણ છે કે નહીં? " પલ બોલી....

    "પલ, હું તને કંઈક કહેવા માંગુ છું" જીયા એ પલ સામે એવી રીતે જોયું જાણે તેની આંખ મા એક વંટોળ ચાલી રહ્યું હોય...

    "કંઈ થયું છે? મને કહે dear કેમ આટલી હેરાન છે?"પલ એ જીયા ના ગાલ પકડી ને બહુ વહાલ થી કહ્યું...

    "પલ,તને ખબર છે જ્યારથી આપણી રજા શરૂ થઈ છે એના બીજા દિવસ થી નીશીત નો call આવે છે ઓછામાં ઓછું એક વાર તો આવે જ..."જીયા એ પલ ની સામે જોઈ કહ્યું..

    " ઓ, નીશીત નો......"થોડા આશ્રય સાથે અને સહેજ જ તેનાથી થોડા મોટા અવાજે બોલાય ગયું...

    આજુબાજુના લોકો તેની સામે જોવા લાગ્યા અને પલ ને પણ આજુબાજુ નું ભાન થતાં તે sorry બોલી અને પલ સામે જોવા લાગી.....

    "પલ મને પણ નીશીત સાથે વાત કરવાની મજા આવે છે, ખુશી મળે છે, તેની સાથે વધતી જતી આ વાતો, મળ્યા વગર પણ તેના સાથ નો કરેલો વિચાર, મને તેની બધી વાતો ખુશી આપે છે, હું એ યાદ કરી એકલી બેઠી હસુ છું હું મારી જીંદગી જીવવા લાગી હોય એવું લાગે છે..."જીયા બોલતી જાતી હતી અને પલ જોઈ રહી હતી એ ખુશી જે જીયા ની આંખ દેખાય રહી હતી જેની તે સાચે હકદાર હતી...

    " એટલે હવે તને નીશીત મા અને નીશીત ને તારા મા રસ છે" પલ એ આંખ નચાવતા કહ્યું..

    " એક મીનીટ, મે કયારે કહ્યું કે નીશીત ને મારા મા......?" જીયા એ વાક્ય અધુરું છોડી પલ સામે જોયું...

    " તે નહીં, નિત્ય એ કહ્યું કે નીશીત પણ તારા વિશે વિચારે છે અને તેની પણ આ જ હાલત છે..."પલ એ આંખ મીચકારી અને બોલી...

    "પણ પલ....."જીયા ના આંખ મા અચાનક ભય દેખાયો અને તેની આંખ થોડી ભીની થવા આવી.

    "શું થયું જીયા? " જીયા ની મનોદશા જાણી પલ એ પાછળ થી જીયા ને ખભે થી જકડી તેના ગળામાં વહાલ થી હાથ વિટાળી દિધા...

    "મારો ભુતકાળ, મારી જીંદગી ની એ ખરાબ હકીકત જે મને ડરાવે છે નીશીત સાથે જીંદગી જીવવા ના સપના જોવાથી..."જીયા એ ભીની આંખે પલ ને કહયું...

    "તું કેમ આટલી ચિંતા કરે છે જો તે સાચે તારી સાથે જીંદગી જીવી હશે તો એ તને તારી બધી હકીકત સાથે સ્વીકાર કરશે અને આમ તેની પરીક્ષા પણ થઈ જશે.."પલ એ તેની પકડ મજબૂત કરી હિંમત આપી...

    પછી જીયા પલ ને ભેટી અને તેના ગળામાં ભરાયેલો ડુમો ડુસકુ બની ગયું અને આંખ માંથી એક આંસુ પડી ગયું... પલ એ જીયા ને થોડી વાર એમ જ રહેવા દીધી જીયા થોડી સ્વસ્થ થઈ પછી પલ સામે જોઈ બોલી....

    "બોલ શું કહેતી હતી નિત્ય ની જ વાત કરતી હતી ને? "

    પલ એ તેના અને નિત્ય ના મીઠા દિવસો ની વાત ફરી કરી...

    જીયા અને પલ ના સબંધ મા "બીજી વાર હું તને નહીં કહું"," તે મારી વાત ન સાંભળી","તે મને આ વાત ના કરી" આ બધા થી ઉપર આ સબંધ વિશ્ર્વાસ નો હતો જે આ બન્ને ને એકબીજા પર હતો..

    બન્ને ને ખબર જ હતી કે કોઈપણ પણ વાત એકબીજા ને કહયા વગર નહીં ચાલે એટલે એકબીજા ની વાત જાણવા જીદ કરવી નારાજ થવું એ આ સબંધ મા હતું જ નહીં..

    રજા ના દિવસો હવે પુરા થતાં college શરૂ થઈ અને બીજું year શરૂ થઈ ગયું...

    હવે જીયા,નીશીત,પલ,નિત્ય,આકાશ સાથે જ ફરવા જતા, ફિલ્મ જોવા જવું,નાસ્તો કરવા જવું, project work કરવું, dinner પર પણ આ લોકો સાથે જ જતાં અને મસ્તી કરતા કરતા જીયા અને નીશીત ના સબંધ કયારે ઊંડા થઈ ગયા તેની આ બન્ને ને પણ ખબર ના પડી...

    એક દિવસ નિત્ય, નીશીત અને આકાશ નકકી કરી ને આવ્યા કે આજે દરિયાકાંઠે ફરવા જવાનું છે..પણ હવે આકાશ આ ચાર ને disturb કરવા નહોતો માંગતો એટલે તે હવે આ ચાર ને એકલા જવા કહ્યું... તેને કામ છે કહી સાથે જવાનું ટાળ્યું...

    નિત્ય એ college પહોચી આ નિર્ણય જીયા અને પલ ને સંભળાવ્યો પણ આ વાત સાંભળીને જીયા ના હોશ ઉડી ગયા..

    પલ જીયા નો ડર પારખી જતાં તેને નિત્ય ને દરિયાકાંઠે જવા ની ના પાડી.. પણ આજે પલ અને જીયા નું કહયું ના થયું અને અંતે બંને એ જવા માટે હા પાડી અને પલ તેની ગાડી લેવા ગઇ અને સાથે જીયા ને લઈ ગઇ..

    પલ એ જીયા ને કહયું" જેટલું બની શકે એટલા વહેલા આપણે પાછા આવી જશું"

    જીયા પલ સાથે તેની જ ગાડી મા આવતી અને ગમે ત્યાં ફરવા જતા તો પલ અને જીયા, પલ ની ગાડી મા અને નીશીત,નિત્ય અને આકાશ એ નીશીત ની ગાડી મા...આ પાંચ વચ્ચેે આવો વણલખયો નિયમ જ હતો...

    પલ એ આકાશ ને ના જોતા નિત્ય ને પુછ્યું" આકાશ...?"

    "કામ છે આજે તેને તે નથી આવવાનો....." નિત્ય એ કહ્યું..

    રસ્તા મા વાતો કરતા કરતા કયારે પહોચી ગયા ખબર ના પડી પણ જીયા નીકળ્યા ત્યાર થી એક શબ્દ નહોતી બોલી..

    જેમ જેમ તે લોકો દરિયા કિનારા ની નજીક પહોંચતા એમ જ જીયા નો ડર વધતો જતો...

    ચારેય જણા જયારે દરિયા કાંઠે પહોચ્યા તો નીશીત અને નિત્ય તો ચાલવા લાગ્યા પણ જીયા ના પગ ને જાણે જીયા નું મન મંજુરી નહોતું આપતું તે ના પગ આગળ નહોતા વધતા...આ વાત પલ સારી રીતે જાણતી હતી એટલે એ જીયા પાસે ગઈ...

    "જીયા કેમ ડરે છે , એ તારો ભુતકાળ હતો હું વર્તમાન છું, હું તારી સાથે છું " પલ એ જીયા નો હાથ પકડો અને સહેજ દબાવો..

    ગમે તેવી મુશ્કેલી હોય કે ગમે તેવી મુંઝવણ હોય જયારે પોતાના એમ બોલે ને કે " ચિંતા ના કર, હું છું ને તારી સાથે આપણે મળીને લડી લેશું" સાચે એવું લાગે કે અડધી મુશ્કેલી હલ થઇ ગઇ છે...

    પલ એ જીયા નો હાથ પકડો અને ચાલવા લાગી અનિચ્છા એ જીયા પલ સાથે ચાલવા લાગી...

    નીશીત અને નિત્ય બને વાતો કરતા કરતા આગળ પહોંચી ગયા અને અચાનક બંને ને યાદ આવ્યું કે એ બંને એકલા નથી આવ્યા..બંને એ પાછળ જોયું તો પલ અને જીયા હાથ પકડી નિશબ્દ: આવી રહયા હતા...

    નિત્ય એ નીશીત ને સામે એ રીતે જોયું અને એ બંને જ સાંભળી શકે એ રીતે બોલ્યો.."નીશીત, તે કહયું એ મે કર્યુ, હવે મેં કહ્યું એ તારે કરવા નું છે.."

    નિત્ય અને નીશીત વચ્ચે કાંઈક એવી વાત થઈ હતી કે નિત્ય નીશીત અને જીયા ની એકાંત મા મુલાકાત કરાવે અને નીશીત ને એ જાણવા મા મદદ કરે કે જીયા ના મન મા શું નીશીત માટે લાગણી છે કે નહીં?

    જો કે નીશીત અને નિત્ય બને જાણવા માગતા હતા કે જેવું યુધ્ધ નીશીત ના મન ચાલે છે એ જીયા મન મા પણ છે. ?

    પલ અને જીયા વધારે નજીક આવે તે પહેલાં નિત્ય એ કહ્યું કે "હું મારી પલ ને લઈને જાવ છું, Ok best of luck"

    "અને હા, આજે જાણીને આવજે કે જીયા તારી સાથે રહેવા તૈયાર છે કે નહીં? " નિત્ય એ આંખ નચાવતા કહ્યું...

    નીશીત અને નિત્ય વાતો કરતા હતા એટલા મા જીયા અને પલ આવી પહોંચ્યા અને પલ બોલી " ચાલો અહીંયા કેમ ઊભા છો બને ભુત બની ને.."

    " તારી જ રાહ જોઈ રહ્યો છું sweetheart" નિત્ય બોલ્યો...

    "ચાલ ને આપણે ત્યાં જઈએ" નિત્ય એ પલ નો હાથ પકડો અને સહેજ ખેંચી પણ જીયા નો હાથ પલ ના હાથમાં હોવાથી પલ ને થોડો ઝટકો લાગ્યો...

    "જીયા શું તારી bestiess ને થોડી વાર માટે તારો ભાઈ લઈ જાય.."નિત્ય બોલ્યો..

    " ઓ ઓ ......Mr. પુછે છે કેમ હવે મારા કરતાં આના પર તારો વધારે હક છે તુ તેનો future husband છે ને..." જીયા બોલી પણ તે ના મોઢા પર કોઈ જ ભાવ ના બદલાતા પલ તેની મનોદશા જાણી ગઈ..

    " ના નિત્ય આજે પણ આપણે ચારેય સાથે જ રહીયે, આજે અચાનક એકલા જવાની કેમ વાત કરે છે..એમ તો તુ કયારેય જીયા ને એકલી નથી મુકતો તો આજે? ??" પલ એ સવાલો વાળી આંખો થી નિત્ય સામે જોયું...

    " આજ થી તેને મારા થી પણ વધારે કોઇ સાચવશે ..." નિત્ય એટલું જલદી બોલી ગયો કે એમ કહો કે ખાલી નીશીત ને જ સંભાળવા માગતો હોય...

    "શું બોલ્યો? " પલ અને જીયા ને ના સમજતા બને તેની સામે જોવા લાગી...

    " કંઈ નહીં ચાલ ને હવે..." નિત્ય ખેંચી ને પલ ને લઈ ગયો અને અનિચ્છા એ પલ નો હાથ જીયા ના હાથ માથી છુટી ગયો...

    " બને સાથે કેટલા સારા અને ખુશ લાગે છે ને? " નીશીત બોલ્યો...

    "હહહમમમ " જીયા એ આટલો જ જવાબ આપ્યો..

    "ચાલ આપણે કાંઈક બેસી એ..."નીશીત એ જીયા સામે જોઈ ને ઈશારો કર્યો...

    નીશીત અને જીયા ચાલવા લાગ્યા પણ જીયા ના પગ રેતી મા હતા એટલે કે પછી એ જવા જ નહોતી માગતી એટલે ચાલી ના શકી પણ પડી જ ગઈ હોત જો નીશીત એ પકડી ના હોત તો...

    " thank you" જીયા એ કહયું..

    " કયાં ધ્યાન છે તારું આવી ત્યાર થી જોય રહ્યો છું થોડી હેરાન અને ડરેલી છે શું થયું છે? " નીશીત બોલ્યો...

    "કંઈજ નહીં" જીયા બોલી...અને ચાલવા લાગી અને નીશીત પણ ચાલવા લાગ્યો...

    જીયા ને ખબર હતી કે જો એક વાર ના કહીશ તો નીશીત જીદ નહીં કરે વાત જાણવા......

    જીયા મન મા વિચાર કરી રહી હતી અને તેના મન મા ચાલતું વાવાઝોડું તેને હેરાન કરી રહયું હતું...અચાનક જીયા નો પગ પથ્થર સાથે અથડાતા તે પડી પણ નીશીત એ પડવા ના દીધી......

    " હવે તો મને જાણવું જ છે કે તને શું થયું છે કહે મને ધ્યાન કયાં છે બીજી વાર પડવા ની હતી તું.." નીશીત એ જીયા ને પકડતાં કહ્યું અને એક હાથ જોરથી પકડી લીધો અને જીયા એ હાથ છોડાવવા થોડી મહેનત કરી પણ નીશીત એ ના મુકયો અને જીયા ને જાણે કહેતો હોય કે જીયા don't worry, તારો આ હાથ જીંદગી ભર નહીં છોડું..

    અને જાણે જીયા પણ નીશીત ની એ વાત થી સહમત હોય એમ અને નીશીત ની એ વાત સમજી ગઈ હોય એમ હવે તેને હથિયાર નાખી દીધા અને નીશીત ના હાથ મા રહેલો તેનો હાથ એમ જ રહેવા દીધો....

    નીશીત અને જીયા બંને પથ્થર પર જઇ ને બેઠા અને જીયા ને મહેસૂસ થયું કે નીશીત એ હજી જીયા નો હાથ એમ જ પકડો છે..

    "નીશીત હાથ છોડ હવે નહીં પડી જાવ" જીયા એ કહયું...

    " છોડવા માટે થોડો પકડો છે" નીશીત એ જીયા ની સામે જોઈ થોડો હસ્યો..

    જીયા અને નીશીત બન્ને હસી પડ્યા પણ જીયા ને મનમાં આ વાત ગમી ખબર નહીં પણ તે ખુશ થઈ ગઈ અને નીશીત પણ... અને આ વાત નીશીત એ note કરી કે જીયા ને તેની સાથે મજા આવે છે, નીશીત સાથે જીયા ખુશ હતી..

    નીશીત એ જ્યારથી જીયા નો હાથ પકડો ત્યારથી જીયા ના મન રહેલો ડર ઓછો થઈ ગયો પણ જયારે નીશીત પાણી મા પગ પલાળવા જવા ની વાત કરે તો જીયા પાછી ડરી જાય અને નીશીત ને એમ કહે કે તું એકલો જ જા..

    નીશીત અને જીયા એ ખુબ enjoy કર્યુ હવે જીયા અને નીશીત વચ્ચે કાંઈક નવો વળાંક આવ્યો જે આ બન્ને ને ભાન ના હતી..

    તે દિવસ પછી જીયા અને નીશીત વચ્ચે શબ્દો કરતાં મૌન વધારે બોલતું હતું બન્ને એકબીજા ની વાત કહયા વગર સમજી જતાં... બન્ને એકબીજાની આંખો વાંચી લેતા...

    " નિત્ય, હું સાચે જીયા ને પસંદ કરવા લાગ્યો છું, હું જીયા ને મારી સાથે મારી life મા લાવવા માગું છું સાથે જીવવું છે લગ્ન કરવા છે...તે પણ મને પસંદ કરે જ છે... " એક દિવસ નિત્ય અને નીશીત કોફી પીવા ગયા ત્યાં નીશીત એ નિત્ય ને કહયું......

    " ઓ ઓ ઓ ઓ ભાઈ સમજે છે લગ્ન એટલે શું ? " નિત્ય થી બોલતાં બોલાય ગયું પણ એ જાણતો હતો કે life, love, dead, live, mom, papa, marriaga,wife જેવા કેટલા word જે નીત્ય ને બોલતાં પણ ના આવડે એવા word ની definition તેની કરતા વધારે સારી રીતે નીશીત જાણે છે...

    " સાથે સાથે જમવું, સાથે સાથે નોકરી એ જવું, સાથે સાથે છોકરા મોટા કરવા, એકબીજા ને સુખ વેચવું, એના ભાગ નું દુઃખ પણ વેઠવું,સાથે સાથે રિટાયર્ડ થવું, સાથે સાથે વોક પર જવું, સાથે સાથે વાતો ભુલવી અને સાથે મળીને ને યાદ કરવી.., એકબીજા ની દવા યાદ કરાવી અને એકબીજાની તબિયત સંભાળવા અંગે ખખડાવી નાખવાની મજા એટલે લગ્ન..."નીશીત બોલતો હતો અને નિત્ય આ સાંભળીને તેના અને પલ ના જીવન વિશે વિચારી રહ્યો હતો...

    "પણ જીયા તને પ્રેમ કરે છે એ તારી સાથે જીંદગી જીવવા માંગે છે?, તને લાગે છે કે એ તને પસંદ કરે છે પણ એને તને સામે થી નથી કીધું ને તો? " નિત્ય એ પુછ્યું...

    "નિત્ય મને આ સબંધ માંથી કંઈજ જોઈતું નથી કેમ કે આપી ને પામવા ની ઈચ્છા રાખું તો હું સ્વાર્થી કહેવાય...હું તેને પ્રેમ કરું છું બીન શરતી પ્રેમ એ અપનાવશે તો પણ અને ના અપનાવે તો પણ.. કદાચ તે પ્રેમ કરતી હોય તો પણ મને કોઈ અપેક્ષા નથી કે તે marriage કરે જ મારી સાથે.. કેમ કે પ્રેમ કોઈ નો ઓછો કે વધારે હોતો નથી અપેક્ષા જ ઓછી કે વધારે હોય છે અને એ જ દુઃખ આપે છે.. અને જેને પ્રેમ કરીએ તેને પામવું જ એવું નથી તે બીજા સાથે ખુશ હોય તો હું ખુશ છું...... " નીશીત એ કહ્યું અને પછી કોફી પુરી કરી અને ત્યા થી નીકળી બને ઘરે ગયા..

    નિત્ય સુતા સુતા નીશીત ની વાત નો વિચાર કરી રહ્યો હતો..

    અચાનક નિત્ય ને કાંઈક યાદ આવી ગયું અને તે પથારી માં બેઠો થયો......

    ઘડિયાળ માં જોયું તો રાત ના 1:30 થયાં હતાં તેને નીશીત ને call કર્યો....

    નીશીત જાગતો જ હતો અને નિત્ય નો call જોય ને નવાઈ ના લાગી.......

    કેમ કે નિત્ય અને નીશીત એકબીજા ને ગમે ત્યારે ફોન કરતા અને મળતા 24×7 anytime... ગમે ત્યારે એ બને કોલ કરતાં અને વાતો કરતા અને એકબીજા ની ગાળો ખાતા, એકબીજા ની ઉંઘ ઉડાડવા બદલ......

    "બોલ હરામી, આટલી રાતે શું થયું....?, કે પછી આટલી રાતે મારા મોં ની સંભાળવા call કર્યો?" નીશીત એ મજાક માં જ કહ્યું.....

    "નીશીત તારા ઘરે ની નીચે આવી જા, હું આવું છું મારે મળવું છે...." નિત્ય એ નીશીત ની વાત અવગણતાં જ બોલવા લાગ્યો.........

    "Ok, આવ્યો...." નીશીત એ ફોન disconnect કર્યો અને થોડું બબડો.... "શું કામ છે આને આટલી રાતે શાંતી થી સપના પણ નહીં જોવા દે....."

    ***

    નિત્ય ને એવું તો શું યાદ આવ્યું એ કેવા આવ્યો છે નીશીત ને એ પણ આટલી રાતે ?

    જીયા પણ નીશીત સાથે જીવવા માગે છે?

    જીયા કેમ ડરે છે નીશીત સાથે જીવવા થી, કયું કારણ તેને નીશીત થી દૂર લઈ જાય છે?

    શું નીશીત જીયા ને મનાવી શકશે નહીં...?

    ***

    Dear reader thank you for supporting me And special thanks for review...

    After reading each chapter, please left your comments, good and bed both review and suggestions........

    Email : radhikagujarati08@gamil.com