Monica - 2 in Gujarati Fiction Stories by Mital Thakkar books and stories PDF | મોનિકા 2

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મોનિકા 2

મોનિકા

મિતલ ઠક્કર

પ્રકરણ-૨

મોનિકાને અવિનાશનું પહેલી રાતનું વર્તન સમજાતું ન હતું. તેણે પ્રેમની શરૂઆત તો કરી હતી. મોનિકા શરમમાં બોલી શકી ન હતી. પણ તેણે શરીર તો સોંપી દીધું હતું. છતાં અવિનાશે અચાનક અટકીને સુહાગરાત મનાવવાનું ટાળ્યું હતું. તે કેટલાય અરમાનો સાથે પતિની બાંહોમાં સમાઇ હતી. અવિનાશ હોઠ સુધી પ્યાલો આવી ગયા પછી તરસ્યો સૂઇ ગયો હતો. મોનિકા વિચારી રહી. પોતે તો ખળખળ વહેતી નદી જેવી હતી. સાગરમાં સમાવવા વહી રહી હતી. અવિનાશ કેમ તેનાથી અળગો થઇ ગયો? એની ચિંતામાં મોનિકાને થોડીવાર સુધી ઊંઘ ના આવી. તેણે અવિનાશના નપુંસક હોવાની અને તેને બીજી કોઇ સ્ત્રી સાથે પ્રેમ હોવા સુધીની કલ્પના કરી નાખી હતી. એ માટે તેના મન પાસે કારણો હતા. લગ્ન એટલા ઝડપથી લેવાઇ ગયા કે અવિનાશ સાથે શાંતિથી બેસીને વાત કરવાનો સમય જ ના મળ્યો. તેને ઓળખી કે જાણી શકાયો નહીં. તે નોકરીમાં એટલો વ્યસ્ત રહેતો હતો કે લગ્ન પહેલાંના સમયમાં બહુ ઓછો સમય માટે મળી શકાયું. કોઇપણ પુરુષ પહેલી રાતે બેકાબુ બની જતો હોય છે ત્યારે અવિનાશે પુરાણી પરંપરાને નિભાવવાનો આગ્રહ કેમ રાખ્યો? તેના મનમાં એક પછી એક પ્રશ્ન ફૂટી રહ્યા હતા. તેના મનમાં મારા માટે સારી ભાવના હશે. હું લગ્નની તૈયારીના કામકાજમાં થાકી ગઇ હોઇશ એમ વિચાર્યું. પણ એટલી જ પહેલી રાત માટે થનગનતી હતી એ કેમ ના અનુભવી શક્યો? પોતે તો તેને સમર્પિત થવા ઇશારો કરી દીધો હતો. અવિનાશને કોઇ શારીરિક સમસ્યા હશે? તેણે પોતાની મરજી વિરુધ્ધ પિતા-ભાઇની જીદને કારણે જ લગ્ન કર્યા છે? જેવા પ્રશ્નો મોનિકાના મન પર બળાત્કાર કરવા લાગ્યા. લગ્નનો થાક અને વિચારોનો થાક તેને ઊંઘના પ્રદેશમાં લઇ ગયો.

અડધી રાતે અવિનાશ ઊઠ્યો. તેણે જોયું તો મોનિકા ચાદર ઓઢીને સૂતી હતી. તેણે શરીર પરથી ચાદર ખસેડી તો મોનિકાના શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હતું. તેનું શરીર તેને ઇજન આપી રહ્યું હતું. ખુદ મોનિકા તેને રાત્રે ઉકસાવી રહી હતી. એ તો સર્વસ્વ સોંપી તૈયાર હતી. પણ જે રાત માટે વર્ષોની તપસ્યા કરી હતી એ રાત તેણે તેની લાગણીઓ માટે છોડી દીધી હતી. છોકરી પહેલી રાતે થાકેલી અને શારીરિક સંબંધ માટે તૈયાર ન હોવાની વાત પોતે ક્યાં વાંચેલી કે સાંભળેલી એ વિચારવા લાગ્યો. હવે એ વિશે વધારે વિચારવાનો સમય ન હતો. તેણે મોનિકાને માનસિક અને શારીરિક રીતે સજ્જ થવા અને આ પરિવારમાં ભળી જવા બે-ત્રણ દિવસ આપવાનો કરેલો નિર્ણય જાળવી રાખવા માગતો હતો. પણ મોનિકાની કુંવારી કાયા જોઇ તેનું લોહી રગરગમાં ઉછાળા મારી રહ્યું હતું. અત્યારે શરીરનો થનગનાટ વધી રહ્યો હતો અને ઇચ્છાઓ બળવત્તર બની રહી હતી. પોતાની જાતને સંયમમાં કેમ રાખી શકશે એ સમજાતું ન હતું. તેની ઊંઘ ઉડી ગઇ હતી. તેને એક ઉપાય સૂઝ્યો. અવિનાશ ઊભો થયો અને બેડરૂમમાં બેડના એક ખાનાને ધીમેથી ખોલ્યું. તેમાંથી બીયરની બોટલ કાઢી. અવિનાશને પીવાની લત ન હતી. ક્યારેક તે શોખથી લઇ લેતો હતો. ઘણી વખત રાત્રે થાકીને લોથપોથ થઇ જતો ત્યારે માનસિક શાંતિ માટે બીયર લેવાનું મન થઇ જતું. વિદેશી મહેમાનો સાથે ફરવાનું થતું અને વિદેશમાં જતો ત્યારે તેમને કંપની આપવા તે ક્યારેક પી લેતો હતો. આજે મન મારવા તેણે બીયરની બોટલ સીધી મોઢે માંડી. અધરના જામ છોડીને તે બીયરના જામ પી રહ્યો હતો. અવિનાશથી રોજ કરતા વધારે પીવાઇ ગઇ. તે કેટલી પી ગયો તેનું ભાન જ ના રહ્યું. મોંમાં ગંધ ના આવે એટલે તેણે બે-ત્રણ એલચી ખાઇ લીધી. અને બેડ પર પડ્યો. અર્ધ બેભાનાવસ્થા જેવી સ્થિતિમાં મોનિકાને વળગીને સૂઇ ગયો.

સવારે રેવાન ચા બનાવતો હતો ત્યારે મોનિકા તેની પાછળ કોયલની જેમ ટહુકી:"ગુડ મોર્નિંગ દેવરજી!"

"ઓહ! વેરી ગુડ મોર્નિંગ ભાભીજી!" રેવાને ચમકીને જોયું.

ભાભી ન્હાઇધોઇને ભીના વાળ સાથે કિચનમાં આવી પહોંચ્યા હતા. ખુશખુશાલ દેખાતી મોનિકાભાભી સાથે સુગંધનું વાવાઝોડું આવ્યું હોય એવું રેવાનને લાગ્યું. કિચન મહેંકી ઊઠ્યું.

"શું વાત છે ભાભી! બહુ જલદી ઊઠી ગયા! મને એમ કે આજે બપોરનું જમવાનું મારે બહારથી લાવીને તમને બોલાવવા પડશે!" રેવાને ટીખળ કરી.

"હવે તમારે સવારની ચા કે બપોરના જમવાની ચિંતા છોડી દેવાની. ભાભીજી ઘર પર હૈ!" મોનિકા મસ્તીમાં ઝૂમતી બોલી.

"સહી પકડે હૈ!" કહી રેવાને તેની વાળની એક ઉડતી લટને પકડી આંખથી પાછળ કરી.

"તમે બેસો શાંતિથી....હું હોલમાં ચા લઇને આવું છું." મોનિકાએ વાળની લટને કાન પાછળ બરાબર રાખતા શરમાઇને કહ્યું અને પછી પૂછ્યું:"પપ્પાજી કેટલા વાગે ઊઠે છે?"

પપ્પા તો હજુ કલાક બાદ ઊઠશે. પણ પહેલી રાતવાળા ભાઇ માટે તો આજે હું પહેલી વખત કંઇ કહી શકીશ નહીં કે ક્યારે ઉઠશે!" કહી રેવાન હસ્યો અને કિચનની બહાર નીકળી ગયો.

મોનિકાને થયું કે રેવાન બહુ મસ્તીખોર લાગે છે. તે લગ્ન પહેલાં બે વખત જ એને મળી હતી પણ તેની મસ્તીનો અનુભવ થઇ ગયો હતો. અવિનાશ કરતાં એ વધારે વાત કરતો હતો.

પહેલી મુલાકાત વખતે જ્યારે અવિનાશ સાથે તેને એકાંતમાં વાત કરવા પરિવારે મોકલી ત્યારે રેવાને અવિનાશને પૂછ્યું હતું:"ભાઇ! બીક લાગતી હોય તો હું આવું?"

ત્યારે અવિનાશે પણ મજાકમાં કહ્યું:"લગ્ન પછી ડરવું જ પડશે. ત્યારે મદદમાં આવજે."

અવિનાશ સાથેની પહેલી મુલાકાત પાંચ જ મિનિટની રહી હતી. બધું નક્કી જેવું જ હતું. તેને શું પૂછવું એ સમજાતું ન હતું. શોખ અને બીજી બાબતો બાયોડેટામાં આવી જ ગઇ હતી. તેણે નોકરી અને પરિવાર વિશે વાત કરી હતી. ત્યાં રેવાન ટપકી પડ્યો હતો.:"તમારી માત્ર વાતચીત જ ચાલી રહી છે ને એ જોવા આવ્યો છું....!" અધખૂલો દરવાજો નોક કરી જવાબની રાહ જોયા વગર તે અંદર આવી ગયો હતો. મોનિકાને સહેજ નવાઇ લાગી હતી.

રેવાને પછી હસીને કહ્યું હતું:"મારા ભાઇ પર તમારા પરિવારને વિશ્વાસ નથી! તમને બંનેને જલદી બોલાવે છે..."

મોનિકા બહાર આવી ત્યારે તેની બહેનપણીનો કોઇ અગત્યના કામે ફોન હતો. તેણે થોડીવાર ફોન પર વાત કરી અને પછી મહેમાનો માટે ચા-નાસ્તો લેવા મમ્મી સાથે કિચનમાં ગઇ હતી. ત્યારે પણ રેવાન તેની પાછળ કિચનમાં આવ્યો હતો.

"આંટી, તમારી દીકરીને સાસરે તકલીફ નહીં પડે. મને પણ રસોડું સંભાળતા આવડે છે. હું બધું એમને શીખવી દઇશ." રેવાને હસીને કહ્યું. એ સાંભળી મા-દીકરી પણ હસી પડ્યા હતા.

બીજી મુલાકાત બજારમાં ખરીદી કરવા નીકળ્યા ત્યારે થઇ હતી. અવિનાશને ખરીદીનો અનુભવ ન હતો અને બહુ રસ પડતો ન હતો. એ તો દુકાનમાં બેસી જ રહેતો હતો. વધારે સમય તો ફોન પર જ ઓફિસના માણસોને સૂચના આપતો રહેતો હતો. રેવાન જ તેને ચોઇસ માટે સૂચન કરતો હતો અને તેનો અરીસો બનીને કપડાંની પસંદગી માટે જવાબ આપતો હતો.

"ભાભી આ ડ્રેસ તમારા પર એકદમ જચે છે. કોઇ પણ તમને જોઇને કહેશે કે ભાભી હોય તો રેવાનની હોય એવી!"

"ખરેખર? અવિનાશને પસંદ આવશે કે?" મોનિકાને અવિનાશની ચિંતા થતી હતી.

"એને તો એવી કંઇ પડી નથી. એ ભાઇ તો પતિના હોદ્દા કરતાં કંપનીમાં જલદીથી મોટો હોદ્દો મેળવવાની ફિરાકમાં વધારે છે. તમે બધું મારા પર છોડી દો." કહી રેવાને કપડાં પેક કરાવવાનું શરૂ કરાવી દીધું.

નાઇટી ખરીદતી વખતે પણ રેવાને સૂચન કર્યું ત્યારે મોનિકા શરમાઇ ગઇ હતી. અને એ બધું પછી લઇશ એમ કહી દુકાનદારને હિસાબ કરવા કહી દીધું હતું.

ચા ઊભરાઇ એટલે તેના અવાજથી મોનિકા વિચારોમાંથી બહાર આવી. અને ચા લઇ હોલમાં પહોંચી ત્યારે રેવાન છાપું વાંચતો બેઠો હતો.

ચાનો કપ હાથમાં લેતાં રેવાન બોલ્યો:"હવે તો સવારે આ છાપું વાંચવા માટે લેવા પહેલાં તમારા ચહેરાનાં દર્શન કરવા સારા!"

"કેમ? હવે છાપું અળખામણું બની ગયું?" મોનિકાએ નવાઇથી પૂછ્યું.

"ના છાપું તો વાંચવાનું પણ પછીથી. તમારા ખીલેલા ચહેરા પર દૈવીતત્વ છે. શાંતિ અને પ્રેમનો ભાવ આખો દિવસ સુધારી દે એવો છે." રેવાને ભાવસભર સ્વરે કહ્યું.

"ચાલો હવે ભાભીને મસ્કા મારવાનું રહેવા દો. પહેલાં એ કહો કે ચા કેવી બની છે?" મોનિકાએ રેવાનની વાત બદલવા પૂછ્યું.

"મસ્ત!" રેવાને હાથનો ઇશારો કરીને કહ્યું.

રેવાને શાંતિથી ચા પીધી ત્યાં સુધી મોનિકા બેસી રહી. અને પછી બોલી:"આજે કોલેજમાં નથી જવાનું ને?"

"કેમ? આજે કંઇ ખાસ છે?" રેવાને નવાઇથી પૂછ્યું.

"તમને પણ લગ્નનો થાક હશે ને? આરામ કરોને બે દિવસ." મોનિકાએ સૂચન કર્યું.

"થાક તો તમને પણ હશે ને. ભાઇ પરથી આજે ક્યારે તમારા પ્રેમનો કેફ ઊતરશે એની ખબર નથી! હું ત્યાં સુધી કોલેજમાં આંટો મારી આવું. થોડા પિરિયડ ભરી આવું." બોલી રેવાન ઊભો થઇ ગયો.

"લાગે છે કે કોલેજમાં કોઇ રાહ જુએ છે!" મોનિકાએ રેવાનની ટીખળ કરી.

"કોલેજની તો ખબર નથી પણ તમે મારી રાહ જરૂર જોજો. આપણે સાથે જ જમીશું. ભાઇ પણ સ્વર્ગની સફરથી આવી ગયા હશે!" કહી મોનિકાના જવાબની રાહ જોયા વગર રેવાન સડસડાટ બહાર ગયો અને બાઇક ચાલુ કરી નીકળી ગયો.

મોનિકા રેવાનનું બાઇક દેખાતું બંધ થયું ત્યાં સુધી તેને જોતી રહી.

મોનિકાને થયું કે અવિનાશ તો આખો દિવસ નોકરીની પાછળ દોડતો રહેવાનો છે. રેવાનને લીધે સમય પસાર થઇ જશે.

મોનિકા રસોઇની તૈયારી કરવા લાગી.

બળવંતભાઇ ઊઠ્યા એટલે તેમને ચા- નાસ્તો આપી તે પાછી રસોઇમાં પરોવાઇ ગઇ. અવિનાશ હજુ ઊઠ્યો ન હતો. તે એક વખત જોઇ આવી ત્યારે ઘસઘસાટ ઊંઘતો હતો. તેને ઊઠાડવાનું મન ના થયું. તેનો થાક ઊતરી જાય તો સારું એમ વિચારી પાછી ફરી હતી.

બળવંતભાઇ મંદિરે નીકળી ગયા હતા. તેઓ એમના સીનીયર સીટીઝન ગૃપ સાથે બેસવાના હતા અને બાર વાગે આવવાના હતા. મોનિકા હવે એકલી પડી હતી. ત્યાં અવિનાશ બેડરૂમની બહાર આવી બોલ્યો:"મોનિકા! હાય માય ડાર્લિંગ! ગુડ મોર્નિંગ!"

"ગુડ મોર્નિંગ! પણ હવે ગૂડ આફ્ટરનૂન થવા આવ્યું છે! ચાલો જલદી પરવારી લો હું ચા ગરમ કરું છું." મોનિકાએ નીચેથી જ જવાબ આપ્યો.

મોનિકા ચા લઇને ઉપર બેડરૂમમાં પહોંચી એટલે અવિનાશે તેને પકડીને ભીંસી નાખી અને હોઠ ચૂમી લીધા. મોનિકાને થયું કે અવિનાશ તેને બેડમાં પાડીને ભીંસી નાખે. પણ રેવાનનો આવવાનો સમય થઇ ગયો હતો. એટલે બોલી:"હવે ચા પી લો. જમવાનો સમય થશે." પછી સહેજ શરમાતા બોલી:"અવિનાશ, થેન્ક યુ!"

"શેનો આભાર? હવે આપણે પતિ-પત્ની થયા છે, કોઇ પણ વાતે આભાર માનવાનો નહીં. એકબીજાના સાથી બન્યા છે. જીવનભર માટે જોડાયા છે..."

અવિનાશ આગળ કંઇક બોલવા ગયો ત્યાં મોબાઇલની રીંગ વાગી.

તેણે ફોન કાન પર મૂક્યો. વાત સાંભળી તેના ચહેરા પર ખુશી અને નિરાશાના ભાવ પલટા થયા. "ઠીક છે" કહી અવિનાશે ફોન મૂકી દીધો.

"તારા હાથની મીઠી ચા પીતા પહેલાં કડવી કોફી જેવા એક સમાચાર તને કહેવા પડશે." અવિનાશ નિરાશાથી બોલ્યો.

મોનિકા પ્રશ્નાર્થભરી આંખે તેને જોઇ રહી.

"બોસનો હુકમ છે કે પરમ દિવસે દુબઇ જવાનું છે. એક ડિલ પતાવવા માટે જવું જ પડશે."

"આ તો સારા સમાચાર છે. આપણું હનીમૂન વિદેશમાં થશે!" મોનિકા ખુશીથી ઊછળી પડી.

"સોરી મોનિકા... મારે એકલાએ જ જવું પડશે.... ઓફિસના કામથી જવાનું હોય ત્યારે પરિવારના સભ્યને સાથે લઇ જવાતા નથી." અવિનાશ ખચકાતાં બોલ્યો.

મોનિકાને ફરી આંચકો લાગ્યો. તે વિચારી રહી. અવિનાશ તેનાથી દૂર કેમ ભાગી રહ્યો છે? લગ્ન પછી રજાઓ પણ લીધી નથી? આ ફોન અગાઉથી કરેલી ગોઠવણ હતો કે શું?

વધુ હવે પછી.....