Kavyardh in Gujarati Poems by Darshita Jani books and stories PDF | કાવ્યાર્ધ

Featured Books
Categories
Share

કાવ્યાર્ધ

1) યાદ હશે

સ્વપ્ને મઢેલો ચાંદ યાદ હશે

પ્રેમ નો તારો એ વરસાદ યાદ હશે

આંખો થી કરેલો સંવાદ યાદ હશે

ધીમા એ હ્રદયનો ધબકાર યાદ હશે

બિડેલા હોઠોનો મલકાટ યાદ હશે

તને પામવા અધીરો પ્રેમરાગ યાદ હશે

મહેંદીની હાથો ની સુવાસ યાદ હશે

રહી રહીને થતો તલસાટ યાદ હશે

અંગ અંગ પર સજેલા નિશાન યાદ હશે

તુ લાખ કરે ઇન્કાર છતા હજી પણ...

આત્માને અડેલી એ ક્ષણાર્ધ તને જરુર યાદ હશે

***

2) ટુકડા હજાર

મેહમાન બનીને ઝિંદગીમા રહ્યા કંઇ કેટલાય હજાર,

પણ લુંટીને દિલ એ બદામી આંખો કરી ગઇ તેના ટુકડા હજાર.

***

3) ધ્યાન

ધ્યાનમા પણ અમે ગફલત કરી બેઠા

અંતરમા પણ બસ તમને શોધી બેઠા

કરતા તા પ્રયાસ જરા શાંતિ ને શોધવા

ખયાલને જ તમારા શાંતિ માની બેઠા

ઉઠતા તા વમળો ભીતર થી રહી રહી ને

હયાતીને જ તમારી નિવારણ માની બેઠા

જોવા તા પ્રભુ ને મળે જો હ્રદય મા

અક્સને જ તમારા ભગવાન માની બેઠા

ફરીથી એક ‍એ જ વિચાર કરી બેઠા

તમને જ બસ અમારુ ધ્યાન માની બેઠા

***

4) અઢ્ડાઈ

તુ સમજુ કુણા તડકા જેવો,

હું પાગલ બેફામ વરસાદ જેવી

હું આવુને તુ જતો રહે

કુદરત ની આ અઢડાઈ કેવી?

***

5) સાદ

આજે ફરી અરીસાએ સાદ કર્યો

નિરવ શાંતિમા પ્રશ્નોનો ઘોંઘાટ સર્જ્યો

કોણ છે આ કેહવાતી દુનિયામા તારુ પોતાનુ?

હજારો જવાબ છતાં નિઃશબ્દ જ ઉત્તર વળ્યો.

***

6) હોવી જોઈએ

ચાહત હોય કોઈ પણ, નિ:સ્વાર્થ હોવી જોઇએ

'ના' પણ તેની ખુદને સ્વીકાર હોવી જોઇએ,

ચાહ્યું એ નથી જ થવાનુ ક્યારેય હાસલ તો શું?

હોઠો પર અકબંધ મુસ્કાન હોવી જોઇએ,

મૌન ને પણ જ્યાં તૂટવાની ફરજ પડે,

શબ્દો મા એ છુપી કટાર હોવી જોઈએ,

ઉલજ્યા છે બધા સવાલોની ગુંચવણોમા તો શું?

એક ક્ષણ બસ પ્રેમની નવરાશ હોવી જોઈએ,

ભીંજાય છે સુકાય છે ને ખીલી ને કરમાય છે

લાગણીઓ તો બસ, અનરાધાર હોવી જોઇએ,

ઝાંઝવાના જળથી પણ થવાય છે સાર્થક

પણ નવોઢાની આંખમાં એ રતાશ હોવી જોઇએ,

મૃત્યુ ને પણ જીવવાની ઈચ્છા થઇ આવે,

જીંદાદિલી તો એવી જ બેમિસાલ હોવી જોઇએ !

***

7) રાહ

રાહ જોઉં છુ વર્ષોથી ફરી તને અપનાવવા,

તુ પહેલુ કદમ લેવાની કોશિશ તો કર

***

8) સંસાર

રહીશ તુ પ્રત્યેક ક્ષણ મારા આ પ્રાણ મા

વાતો જો થાય બંધ રહીશ તુ આંખ મા

ઓજલ જો થાય આંખથી, રહીશ તુ યાદ મા

પણ વસીશ તુ શ્વાસ બની મારા જ આ સંસાર મા

***

9) રહી ગઈ

હોઠો પર આવીને એક વાત રહી ગઇ

આકાશ મા ઉગતી એક રાત રહી ગઇ

આંખો મા જરા નાંખી ને આંખો

ક્યારેક ખતમ ના થતી સૌગાત રહી ગઇ

ભીના હોઠોની ગરમીથી કરતી એ ઘાયલ

પળે પળ તરસાવતી કુમાશ રહી ગઇ

સ્પર્શથી પહોંચતી સીધીજ હૈયા માં

જીવ લઇ લેતી એ ભીનાશ રહી ગઇ

અકળાવતી સતાવતી ને ખુદમાં જ વિચરતી

સ્વપ્નમાંજ ખોવાયેલ પ્રભાત એક રહી ગઇ

***

10) અશ્રુ

તું વહાવતો રહ્યો અશ્રુ કોઇની યાદ મા,

કોઇ જાગતુ રહ્યુ રાતભર તારા વિચાર મા

‍અજીબ છે આ ગુંચવણ સંબંધોની પણ,

કોઇ મરી ગયું ડરથી તને ખોવાના ને તું તરસતો રહ્યો જીવવા કોઇના શ્વાસમા

***

11) ગુજરાતણ

ભાલે ચમકતો ચાંલ્લોને આંખે આંજ્યુ કાજળ,

ખુલ્લા લાંબા કેશ જાણે અસલ જોઇલો વાદળ

છુટ્ટો પાલવ સાડી નો ને કાને પહેરી કુંડળ

ઢગલો બંગડી હાથ મા પહેરી ચાલે ગરવી ગુજરાતણ

***

12) શાળા માં ફરીથી

કદમ શું પડ્યા ધરા પર શાળાની

બચપણની યાદો ઘસમસતી આવી ગઇ

રમવા, હસવાને રડવાની ગાથાઓ

ધીરેથી મારી નસનસમાં સમાઇ ગઇ

ઘુંટેલો એકડો એ પાટીમાં પહેલો

છાપ તે હાથોમાં ફરી ઉપસાવી ગઇ

વાંચતા લખતા ને કરતા જે ગમ્મત

કાજલ બનીને આંખમાં અંજાઇ ગઇ

હોમવર્કના ઢગલા ને એક્ઝામની ચિંતા

ચેહરા પર એમ જ સ્મિત ફરકાવી ગઇ

નાસ્તાના ડબ્બા ને મિત્રોની ગોષ્ઠિ

ફરીથી કોઇ એ જ્યોત પ્રગટાવી ગઇ

વરસાદમાં ભીંજાતું સૌષ્ઠવ એ તેનું

પહેલો પ્રેમ બનીને દિલ તરસાવી ગઇ

છેલ્લી મુલાકાતને વિરહ એ મિત્રોનો

આ નાનકડા જીવને કંઇ કેટલુય સમજાવી ગઇ

ચાલતા કદમો આ શાળામાં ફરીથી

પાછું એ મારુ બચપણ જીવાડી ગઇ

***

13) ક્ષિતિજ

હું તારુ આકાશ બનુ, તુ મારો દરિયો બની જા

કોઇ ક્ષિતિજ રેખા એ મળી ફરી પ્રેમ વરસાવી જા

***

14) પ્રતિક્ષા

મારો પહેલો ગુનો ને છેલ્લી પ્રાર્થના છો તુ

મારી આથમતી સંધ્યાનો સુરજ છો તુ

ફરી મળવુ ન મળવુ તો છે જાનકીનાથના હાથ મા

પણ મારી અંતિમ શ્વાસ સુધીની પ્રતિક્ષા છો તુ.

***

15) ક્યારેક

જરૂરી નથી દરેક વખતે વાયદા નિભાવવા

ક્યારેક તોડી પણ શકાય

જરૂરી નથી દરેક વાતની સ્પષ્ટતા કરવી

ક્યારેક વાત ટાળી પણ શકાય

જરૂરી નથી દરેક વખતે માણસોથી ઘેરાયેલું રહેવુ

ક્યારેક ફક્ત એકાંત માણી પણ શકાય

જરૂરી નથી હંમેશા કામમાં મશગુલ રહેવું

ક્યારેક કંઇ જ ના કરવાની લિજ્જત લઇ પણ શકાય

જરૂરી નથી દરરોજ નવા મુખોટા બદલવા

ક્યારેક જેમ છીએ તેમજ ઝિંદગી જીવી પણ શકાય.

***

16) તરસ

મોસમ બદલી ગઇ ને

બદલી ગયું વરસ

પણ ન તારી જીદ બદલી,

ન મારી આ તરસ

***

17) આજે પણ છે

વાતચીતનો કોઇ જ વહેવાર નથી તો શું?

સતત તને વિચારવાનો સંબંધ તો આજે પણ છે.

કોઇ ફોટામાં તારી સાથે નથી તો શું?

તારા ફોટોથી વાત કરવાનો સંબંધ તો આજે પણ છે.

તું મને ક્યારેય પણ યાદ નથી કરવાનો તો શું?

દરેક વાતમાં તારી હાજરી શોધવાનો સંબંધ તો આજે પણ છે.

કોઇ રસ્તે આપણી આંખો ચાર નથી થવાની તો શું?

તારા એક ફોનની રાહ જોવાનો સંબંધ તો આજે પણ છે.

***

18) શું કરી શકાય?

તું મારી ચાહત હોય તો ભુલી શકાય

તું મારી આદત હોય તો બદલી શકાય

તું મારી લત હોય તો મુકી શકાય

પણ તું...

તું તો મારી જરુરત છો,

હવે તું જ કહે શું કરી શકાય??

***

19) રાહત

તારી આંખો પર પડેલો

ચશ્માનો પહેરો જ તો ખરેખર મારી રાહત છે

બાકી તારા હોઠોની મુસ્કાન

ને આ બદામી આંખો તો સાચે કયામત છે.

***

20) નજીક

હું રાત મખમલી કોઇ વરસની છેલ્લી

તું સવાર ખુશનુમા નવા વરસની પહેલી

નજીક ના આવવા દે આ વરસોની દુરી

દુર ના જાવા દે આ નજદીકીઓ મિનીટની

***

21) નસીબ

નસીબની જ તો ‌આ બધી કરણી છે

એટલે જ તો કૃષ્ણના હ્રદય મા રાધા ને હાથમા રુક્મણી છે.

***

22) કેમ ભૂલે?

તું કહે છે તો ભુલી જઇશ હું તારા અસ્તિત્વને આ જ પળે

પણ

તારી આંગળીઓમા ઝુલેલી આ લટો કેમ ભુલે?

તારા ચેહરાને તરસતી આ ‌આંખો કેમ ભુલે?

તારા હોઠોથી તૃપ્ત ‍આ અધરો કેમ ભુલે?

તારા સ્પર્શથી સાર્થક મારુ રોમરોમ કેમ ભુલે?

તારા નામથી ધડકતુ આ હ્રદય કેમ ભુલે?

અરે ભવોભવથી તને ઝંખતી મારી આત્મા કેમ ભુલે?

***

23) અંતર

પ્રેમ અને તકલીફ વચ્ચેનું અંતર કેટલુ?

શરમાતા ગુલાબી ગાલથી રડેલી લાલ આંખો જેટલું જ

***

24) બનવું છે

તારી ઝિંદગીની સૌથી સુંદર યાદ બનવુ છે

ક્યારેય ના ખતમ થાય એવી એક રાત બનવુ છે

છોડી જાય તારા હોઠો પર મુસ્કાન જે કાતિલ

બસ એવી જ કોઇ એક મારે વાત બનવુ છે

***

25) યાદ...

રોજ હું એ વિચારીને જાગું છું

કે આજે તને યાદ નહિ કરુ

અને રોજ ઢળતી સાંજ

મારી સામે મલકાઇને પુછે છે કે

બસ આવી ગઇને યાદ...!

***

26) નહિ કરું

તને ધ્રુણા થાય એવો કોઈ સંવાદ નહી કરું

જા આજથી તને રોકવાનો પ્રયાસ નહી કરું

લખાઈ ગયું છે ક્યારનું, જે કિસ્મતમાં આપણી

તેને બદલવાની હવે હું ફરિયાદ નહી કરું

જઈ શકેછે દુર, તું શોખથી આ નજરોથી

કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહી કરું

કરુંછુ કોશિશ વર્ષોથી તને પામવાની

પણ મારા તૂટેલા હ્રદયની વધુ પરીક્ષા નહી કરું

મંજુર તારો ગુસ્સો ને નારાજગી આ તારી

પણ તારા સિવાય કોઈની ચાહત હું સ્વીકાર તો નહી જ કરું

***

27) રેવા

રેવા પણ વહેછે ૧૨૦૦ મીલ

એના ઉર્વિલને મળવા

બોલ કેટલા જનમ લઉં હું બીજા,

હજી તારા સુધી પહોંચવા???

***

28) જ્ગ્યા નથી

લાગણીઓ ના વહેણ તો હજી પણ

મારી ભીતરથી ઘટ્યા નથી

પણ શું કરુ જ્યારે

તારા આટલા વિશાળ હ્રદય મા

બસ મારા માટે જગ્યા નથી...!

***

29) સહેલું હતું

સહેલું હતુ, તને મળવું

સહેલું હતુ, તારી નજીક આવવું

સહેલું હતુ, તારુ મિત્ર બનવું

સહેલું હતુ, તારી બાંહોમાં વીંટળાવું

સહેલું હતુ, તને પ્રેમમાં પાડવું

સહેલું હતુ, તારી ઝિંદગીની પહેલી સ્ત્રી બનવું

પણ અશક્ય હતું તને હંમેશા માટે મારુ બનાવી રાખવું

***

30) પ્રેમ

કરજો પ્રેમ ક્યારેક

ડાળથી તુટેલા પુષ્પને,

સમજાશે કે પોતાના પ્રેમને

આંખોની સામે મુરઝાતા જોવું

કેટલી હદે તકલીફ આપે…

***

31) ચોમાસું

આભ પણ રાહ જોતું હશે

મારા સંયમનો બાંધ તુટવાની કે શું?

જરા આ ‍આંખોથી વેદના શું છલકાઇ,

મારા શહેરમા ચોમાસું બેસી ગયું...!

***

32) પ્રીત

બેઠા હતા ખુદ પ્રભુ, પ્રેમનો રંગ દરેક આપવા

હું કૃષ્ણ અને કૃષ્ણાની પ્રીત માંગી બેઠી...

ખોવાતી ભટકતી ને વિહ્વળ તને પામવા

એક વાર્તા ફરીથી હું અધુરી માંગી બેઠી

***

33) કસૂર

કસૂર તો આપણી અક્ષમતાઓ નો હતોતું ધોધમાર વરસી ન શક્યોહું ટીપાં માં ભીંજાઇ ના શકી.

***

34) મૂલ્યતા

ભૂલ તો મારીજ હતી કે વિસરી ગઈ મારી મૂલ્યતા

જીલવા દૂધ સિંહણનું જોઈએ સોનાની પાત્રતા

***

35) ચાહયા કરું

રોજ તુ દુર જવાનુ કોઇ કારણ શોધે

હું કોઇ ને કોઇ બહાને સતત તને રોક્યા કરુ

તુ રાતની શાંતિ મહાલવા ટેવાયેલો

હું બસ એમ જ તારા નામનું રટણ કર્યા કરુ

શબ્દોના જાળ થી તું રોજ મને સમજાવે

બદામી આંખોને તારી હું નાસમજ બની તાક્યા કરુ

પથ્થર બની તુ રોજ ફરી અકળાય

પાણીની ધાર બની તોડવા તને હું મથ્યા કરુ

ગુસ્સ‍ા ને ડર થી તુ રોજ મને વિખેરે

આશાની ઇંટ છતા હું એક પછી એક ગોઠવ્યા કરુ

જ્યોત બની હંમેશા તુ અરમાન મારા દઝાડે

મીણ બનીને નખશીખ હું એમજ પિગળ્યા કરુ

રસ્તે જોતા પણ તુ મને ચેહરો ફેરવી જાય

તારી એક ઝલક જોવાને હું મહિનાઓ તરસ્યા કરુ

તારા વિનાની સવારની તુ આદત મને લગાવે

છતાં તારી એક સાંજની રોજ પ્રતિક્ષા હું કર્યા કરુ

સાથે જીવેલી એ એક એક પળ તું વિસરી જાય

એ યાદોને હું આપણી રોજ એમજ શણગાર્યા કરુ

ઇનકારથી તારા ભલે તું રોજ મને પછાડે

છતાં પાગલ બની હું પ્રેમના આકાશે ઉડ્યા કરુ

તારા નામ પર બસ જીવ્યા કરુ

એમ જ તને ચાહ્યા કરુ

***