Be tutela hruday - 3 in Gujarati Love Stories by Nikhil Chauhan books and stories PDF | બે તૂટેલા હૃદય - 3

Featured Books
Categories
Share

બે તૂટેલા હૃદય - 3

બે તૂટેલાં હૃદય

ભાગ – 3

આજ થિ 15 દિવસ પહેલાં અક્ષય નો મારા પર ફોન આવ્યો..

હાય શું કરે છે ? અક્ષય એ કહ્યું.

કઈ નઈ job પર છું જમવાની તૈયારી કરું છું ? મે જવાબ આપ્યો.

સારું જમી લે, જમીને ફોન કરજે મારે તને અગત્યની વાત કરવી છે.. અક્ષયે કહ્યું.

અરે જે હોય તેં હમણાં જ કહીં દે ને શું વાત હોવાની કઈ ખાસ તો નઈ જ હોય, બોલ શું છે વાત ? મેં પૂછ્યું.

ના તું જમી લે પછી વાત કરું નઈ તો તું જમે પણ નહીં. અક્ષયે કહ્યું.

એવી તો શું વાત છે, હવે તો તારે કેવું જ પડશે કે વાત શું છે નહી તો મને ચેન નહીં પડે, બોલ શું વાત છે એ.. મે પૂછ્યું.

જો મે જે કહેવા જઈ રહ્યો છું એને તું ધ્યાન થી સાંભળજે અને મારા સમ કઈ ખરાબ પગલાં નાં લેતો ઓકે ? એને કહ્યું.

હા ઓકે પણ કહેતો વાત શું છે ? મે પૂછ્યું .

શ્રદ્ધા કેટલાં દિવસ થી ઘરે નથી બધાં કહે છે એ ક્યાંક ચાલી ગઈ છે અને કેટલાંક તો એવું કહે છે કે એ કોઈના જોડે ભાગી ગઇ છે... એને કહ્યું.

નાં હોય યાર એવું... મે કહ્યું.

વાત 100% સાચી છે કે એ કોઈના જોડે ભાગી ગઇ છે. મને આ વાત ની જાણ થઈ છે અને વાત ચોક્કસ સાચી છે.. એણે કહ્યું.

એવું નાં હોય શકે યાર એ તો મારા સિવાય કોઈના જોડે વાત પણ નોઁહતિ કરતી , એને જ કીધું હતું કે એનાં જીવન મા મારા સિવાય કોઈ નથી. મારા ભાઈ નાં લીધે નહીં તો હું તમારા જોડે જ લગ્ન કરતે...મે કીધું.

એ બધું મને ખબર નથી પણ વાત એકદમ સાચી છે અને તુ એનાં પર ફોન કરતો પોલીસ કેસ થયો હશે તો તું ખોટો ફોલ્ટ મા આવશે ઓકે ? અને કઈ ગલત સ્ટેપ નાં લેતો તમે મારા સમ છે. અક્ષયે કહ્યું...

મારા પગ નીચે થી જમીન ખસી ગઇ, શરીર સુન્ન પડી ગયું. મારી હાલત કોંમા માં પડેલા વ્યક્તિ જેવી થઈ ગઇ હતી. મારા સહ કર્મચારી એ મને સંભાળી ને ખુરશી મા બેસાડ્યો અને પાની પીવળાવ્યુ. થોડી વાર બાદ મારી સ્તિથિ મા સુધારો આવ્યો.

મન માનવા રાજી જ નહોતું કે આમ પણ થઇ શકે છે. મન ને મનાવવું હતું કે મારા જોડે વિશ્વાસઘાત થયો છે. મોડર્ન ભાષા મા કહીએ તો ટાઈમપાસ..

મારા થિ કંટ્રોલ નાં થતાં મે શ્રદ્ધા નાં બન્ને નંબર પર કોલ કર્યા પણ બન્ને કોંવ્રેજ શેટ્ર ની બાર આવતાં હતાં. હવે મને ખાત્રી થવા માંડી હતી કે અક્ષયે જે કહી રહ્યો હતો તેં વાત સાચી હશે પણ દિલ ને મનાવવું મુશ્કેલ હતુ એ હજી પણ માની રહ્યું નોઁહતૂ. એટલે હું અક્ષય નાં ફોન ની રાહ જોવા લાગ્યો કે હજી મને એ કઈ સાચી હકીકત જણાવશે અને કદાચ એવું કહેશે કે એ વાત ખોટી છે હું ભગવાન ને પણ એ પ્રાર્થના કરવા લાગ્યો.

શું કહો છો સાચે એમ થયું હતુ ? ખરેખર એ કોઈના જોડે ઘર છોડી ને જતી રહી હતી ? સાચું કહો મને માન્યા મા નથી આવતું પ્લીઝ.. રિયા એ કહ્યું.

એક દિવસ વીતી ગયો પણ કઈ જાણવા નાં મળ્યું એટલે મે આખરે શ્રદ્ધા નાં ભાઈને કોલ કરવાનું વિચાર્યું. મને શ્રદ્ધા એ કહ્યું હતુ કે મારા ભાઈને આપણા વિશે ખબર છે અને એ આપણા સંબંધ ને સ્વીકારવા નાં પાડે છે.. એટલે મે વિચાર્યું કે ભલે એને હું નથી ગમતો પણ હશે તેં મને એ સાચો જવાબ તો આપશે ને એટલે આખરે મે હિમ્મત કરીને મે એને મેસેજ કર્યો કે આ બધું જે સાંભળ્યું છે તે સાચી છે ?

' હા વાત સાચી છે એ કોઈ છોકરાં જોડે ભાગી ગઇ છે અને એનાં જોડે જ રહે છે’. એનો રીપ્લાય આવ્યો..

ક્યારની વાત છે આ બધી ? મે મેસેજ કર્યો એને.

'એમ તો વાત 3-4 દિવસ પહેલા ની છે પણ કોર્ટ મૅરેજ તો એ લોકોએ 2015 નાં કરેલા હતાં’. એનો રીપ્લાય આવ્યો.

2014 નાં એટલે કે 3 વરસ અગાઉ મતલબ કે તમારા જોડે સંબંધ હતાં એનાં એક વર્ષ પછી. આ તો માન્યા માં મા નાં આવે એવી વાત છે.(રિયા એ આશ્ચર્ય સાથે કહ્યું.).

જેમ તમને આશ્ચર્ય થયું એમ મને પણ થયું હતું. મારા તો પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.

પછી ? રિયા એ પૂછ્યું.

પછી મે એનાં ભાઈને કહ્યું મારે તારા જોડે વાત કરવી છે માત્ર 10 મિનિટ.

એનો રીપ્લાય આવ્યો 'ઓક'.

મે એને ફોન કર્યો અમારાં બે વચ્ચે વાત ચાલુ થઈ.

એનો મતલબ મને ઉલ્લુ બનાવ્યો એને ? મે કહ્યું

કેમ ઉલ્લુ મને કઈ ખબર નાં પડી એને જવાબ આપ્યો.

અરે એને જ તો કહ્યું હતુ મને કે મારો ભાઈ આપણા સંબંધ ને સ્વીકાર નહીં કરે એટલે આપણે અલગ થઈ જઇએ.મે કહ્યું.

મે ક્યારે કહ્યું એવું ? મેં તો કદી કીધું જ નથી એવું એને.શુ તારા અને એનાં વચ્ચે પણ કઈ હતું ? એને પૂછ્યું.

એનો મતલબ કે તને કઈ ખબર નથી ? તારું મને c બનાવ્યો એમને. અમારાં બન્ને વચ્ચે 4 વર્ષ થી સંબંધ હતો. મે કહ્યું.

નાં મને ખબર હોત તો હું તને પૂછત ને કે તું મારી બહેન જોડે કેમ વાત કરે ? તમારા વચ્ચે સંબંધ શું છે ? એમ તો કંઇક તને પૂછત ને તને.મારૂં નામ લઇ તારી જીંદગી જોડે ગેમ રમી એને. માફ કરજે યાર મારી બહેને તારી જીંદગી બગાડી. એને કહ્યું.

તું શું કામ માફી માંગે છે, ભુલ તો મારી છે કે મે એવી છોકરી પર આંધળો વિશ્વાસ કર્યા કાશ મે તારા જોડે એક વાર વાત કરીને ચોખવટ કરી હોત તો મારે આજે આ દિવસ નાં જોવો પડત. મે. કહ્યું

હા સાચી વાત, તારે એને જોડે જે કરવું હોય તેં કરી શકે છે મે વચ્ચે નહીં એવું. એને કહ્યું

નાં રે નાં. હું એવી વ્યક્તિ નું મોઢું પણ જોવા નથી માંગતો જે વ્યક્તિ પોતાનું જીવન સુખમય બનાવવા બીજાનું જીવન અંધકારમય બનાવે અને હું ચાહું તો એનું જીવન પણ બરબાદ કરી સકુ છું પણ એ મારા સંસ્કાર માં નહીં અને હું એ વ્યક્તિ નાં લીધે હું એવાં વ્યક્તિ નું જીવન કેમ બગાડી સકુ જેને આ વાત ની ખબર જ નથી જેને એનાં જોડે લગ્ન કર્યા છે એ બિચારા નો શું વાંક એમાં. એનું સુખમય જીવન એને મુબારક અને મારુ દર્દ ભર્યું જીવન મને મુબારક.. મે કહ્યું.

ઓકે તારી ઇચ્છા. બાય.. એને કહ્યું.

એનો મતલબ કે એનાં ભાઈને આ બાબત વિશે કઈ ખબર ન હતી એ ખાલી એનાં નામ નો ઉપયોગ કરી તમને અંધારામાં રાખતી હતી. બરાબર ને ? એને પૂછ્યું.

હા બરાબર, ને હું ભોળાભાવ જ રહી ગયો અને આખરે પછતાવા નો વારો આવ્યો.(મે જૂઠું અટ્ટહાસ્ય કર્તા કહ્યું.)

તો પછી સ્ટોરી આટલી જ છે ને કે હજી એમાં કઈ સસ્પેન્સ છે ? કઈ આના કર્તા પણ ખરાબ ? કેમ કે તમારા ચેહરા નાં ભાવ જોઈને લાગે છે સ્ટોરી મા હજી ડ્રામા બાકી છે. એને મોં ચઢાવતા આંખો ની પાંપણ ઊંચી કર્તા કહ્યું.

શું કહું હું તમને આના થી આગળ જે બન્યું એની તો મને પણ આશા ન હતી. મે માથું ઢૂનાવતા કહ્યું.

રિયા પાણી પીતાં પીતાં અટકી ગઈ.

તો શું હજી પણ શેડ સ્ટોરી નો અંત નથી થયો મને એમ કે બસ એટલું જ હશે પણ મને નહોતી ખબર કે હજી પણ તમારી બુક સસ્પેન્સ અને શેડનેસ નું પ્રકરણ બાકી હશે..એને કહ્યું..

અને એના કર્તા પણ ખરાબ એટલે ?તમે મને હવે આખી સ્ટોરી વિસ્તૃત મા કહો કેમ હું વિચારું કે હવે પતશે હવે પતશે પણ જેમ જેમ વાત આગળ વધે છે તેમ તેમ સ્ટોરી રોમાંચક બનતી જાય છે... વિસ્તૃત માં કહો એના આગળ શું બન્યું એ...એને જિજ્ઞાસા ભરી નજર થિ જોતાં કહ્યું.

(વધું આવતાં અંકે)

Contact :-

chauhannikhil58@gmail.com

9624050361

તમારા અભિપ્રાય મને જરુર મોકલતા રહો કારણ કે તમારા અભિપ્રાય મને વધારે સારું લખવા પ્રેરિત કરે છે. અને આભાર એ લોકો નો જે મને મેસેજ અને મેલ દ્વારા મને અભીપ્રેરિત કરે છે… આભાર