અજીબ દુનીયા જેમા અસંખ્ય ઝાડ અને વનસ્પતીઓ અને સાથે અસંખ્ય ઝરણા નદિ અને દરિયાઓ, અજીબ દુનીયા માં અસંખ્ય પહાડો રણ અને લીલી ક્ષમ ઘટાદાર ધરતી ની જગ્યાઓ, અતરંગી અને મજેદાર દુનીયા માં અસંખ્ય પ્રાણી અને મનુષ્ય જીવો, પ્રક્રુતી ના સાત રંગો માં રંગાએલી આ અજીબ દુનીયા માં હુ એક સાધારણ લેખક અને વડિ સપનાઓ ઓછા, સપનુ મારુ લેખક બનવાનુ જે લગભગ પુરુ થઇ ગયુ, હુ ધણા બધા લેખ લખુ છુ જે કાલ્પનીક ને આધાર પર લખાયેલા હોય પણ આ યુગને લાગુ પડે એવા મારા લેખ હોય, હુ ભવીષ્યને વીચારતો નથી અને ભુતકાળને યાદ કરતો નથી, હુ માત્ર વર્તમાન ને માની ને હાલવા વાડો માણસ છુ, ભાગ્ય થી મોટુ કોઇ નથી અને ભાગ્ય માં લખાણુ છે એને કોઇ મીથ્યા કરી શક્યુ નથી તો શુ લેવા ને ખોટી ચિંતાઓ કરીને સમય ને આમ સાવ જાતો કરવાનો, ઉલ્ટાનુ સારુ વીચારીને સારુ જીવન જીવીએ એનાથી ઉત્તમ બીજુ કાંઇ જ નથી,
આજે મારો કાલ્પનીક લેખ એવો છે જેમા જાણીતી દુનીયા પણ અજાણતી થઇ જાય છે, જે દુનીયા અને પ્રક્રુતી ના નીયમો માં ચાલનારો વ્યક્તિ અને હળીમળી ને રહેનારા વ્યક્તિને જ્યારે પોતાના નજીક ના અને પોતાની દુનીયાથી અજાણ્યો બની જતો હોય છે, કંઇક આવુ જ મારા આ લેખ માં બન્યુ છે તો લો વાંચો મારો લેખ......
દુનીયા ની સાતમી અજાયબી મનાતુ એવુ શહેર એટલે વિશાખાપટનમ્ જે આંધ્ર પ્રદેશ નુ કેપીટલ કેવાય એમા રહેતો એક અવીનાશ નામનો યુવાન, જે એટલો સંસ્કારી અને પ્રેમાળ યુવાન હતો જે માત્ર પ્રકુતી ને પોતાની બીજી સગી માઁ માનતો, જેને વહેતા ઝરણા લીલીછમ ધરતી અને દરીયા કિનારાઓ બોવ ગમતા અને એટલુ જ નહી એ ઉપરવાડા ની બધી જ બનાવેલી શૈલી ને પોતે માન આપતો અને પોતાનુ માની ને ઝરણા કે વ્રુક્ષ ઝાડ ને ખુબ જ હદય થી ચાહતો અને ભગવાન નો અવાર નવાર આભાર માનતો કે આવી સરસ મજા ની રમણીય અને પ્રક્રુતી ના અસંખ્ય રંગોથી રંગાએલી દુનીયામાં તમે મને મોકલ્યો એનો હુ ખુબ જ આભાર માનુ છુ,
એ અવીનાશ રોજ જ્યારે ખુશ થતો ત્યારે ઝાડ પાસે આવીને ઝાડ જાણે એનો મીત્ર કેમ ના હોય એમ બધી જ વાત એ પેલા ઝાડ ને કહેતો, અવીનાશ પાસે ધણા એવા મીત્રો હતા જે મીત્રોને પણ ખુબ જ ગમતુ એની જોડે રહેવાનુ કેમ કે એ પ્રક્રુતીની અવનવી અને અતરંગી વાતો કરતો રહેતો, અવીનાશ ના માઁ - બાપુજી એ અવીનાશ ને પ્રક્રુતીમય એટલા સંસ્કાર આપેલા હતા કે સંસ્ક્રુતી અને પ્રક્રુતી દેવી એટલે કે માઁ શારદે ખુદ અવીનાશ ના હૈયે વશી ગયેલી હતી, અવીનાશ ના વખાણ એના ઓફિસ સ્ટાફ થી માંડિ ને બાજુ રહેતા બધા જ ઓફિસ વાડા ખુબ ચાહતા અને આદર માન આપતા હતા,
આવા સમય દરમીયાન મારુ પોસ્ટીંગ વિશાખાપટનમ્ થયુ એટલે હુ બરોબર અવીનાશ ના ફ્લેટ ની બાજુ માં જ મારો ફ્લેટ ભાડે લીધો હતો અને હુ અને મારા પત્ની ટ્રક માંથી સમાન ઉતારતા હતા એવામાં અવીનાશ જોઇ ગયો એટલે મારી પાસે આવ્યો અને બોલ્યો,
ભાઇ હુ તમને મદદ કરાવુ ???
મે કિધુ ના ના ભાઇ અમે બંને જણા ધીમે ધીમે બધો સમાન લઇ લેશુ તમને શુ ખોટા હેરાન કરવા !!!
અવીનાશ બોલ્યો અરે વડિલ ચિંતા નઇ કરો હુ સમાન ઉતારવાના પૈસા માંગીશ નહિ...
હુ બોલ્યો હા મીત્ર સમજુ છુ પણ આટલા નાના સમાન માટે ક્યાં તમારો ટાઇમ ખોટો કરવો....
અવીનાશ બોલ્યો અરે વડિલ આજે આમેય તે સંન્ડે છે તો મારે તો આજે છુટ્ટી છે તો હવે તમને મદદ કરાવામાં કાંઇ વાંધો નહિ ને અને આમેય તે આવડો મોટો સોફો સેઠી અને કબાટ તમને બંને થોડિ લઇ શકશો તો લાવો હુ જરાક મદદ કરી આપુ !!!
મે કિધુ વાંધો નહિ ભાઇ લ્યો તારે આપણે કબાટ લઇ લેવી....
ત્યાર બાદ અવીનાશે પુંછ્યુ કે તમારા બા-બાપુજી નથી આવ્યા ???
મે કિધું ના એ લોકો મારા મોટા ભાઇને ત્યાં છે એમણે મને બોવ જ કિધુ કે હુ અંઇયા આવુ અને મે પણ એમને ખુબ જ મનાવ્યા પણ તેઓને આટલુ બધુ દુર માફક નથી આવતુ એટલે તેવો ત્યાં જ અમદાવાદ જ છે....
અવીનાશ કે મને માઁ-બાપ ખુબ જ ગમે કેમ કે એ ના હોત તો આપણને મોટા કોણ કરત અને જીવન જીવાડતા કોણ શીખવત અને હા આ જે પ્રક્રુતી જે છે એ મારી બીજી માઁ છે કેમ કે આપણને એટલુ બધુ આપે છે જેનુ આપણને પણ ધ્યાન હોતુ નથી, હવા પાણી ઝરણા પહાડો જંગલો વનસ્પતીઓ અને માનવીઓ એ કુદરત ના ખોડે બનાવેલુ ઘર અને વ્યવસાય;આ બધુ કુદરતની દેન છે જેનુ અપણને સંપુણ ધ્યાન રહેવુ જોઇએ....
મે કિધુ વાહ ભાઇ વાહ તમે તો ખુબ જ પ્રક્રુતી પ્રેમી નીકળ્યા, ખુબ જ્ઞાન છે તમને કુદરતનુ અને એણે બનાવેલી આ અતરંગી દુનીયાનુ,
જી ભાઇ કેમ કે નાનપણ થી જ મારા માઁ બાપુજી એ પ્રક્રુતી અને કુદરત પ્રેમ રુપી સંસ્કાર ના બીજ રોપ્યા છે જેનુ હુ જતન કરુ છુ, પણ ભાઇ તમે તમારુ નામ કો અને હા મારુ નામ અવીનાશ છે,
જી અવીનાશ ભાઇ મારુ નામ દિપક છે...
વાહ તો તો લાઇટો ની જરુર નહી પડે કા....
અરે લાઇટો વગર હવેના આ યુગ મા કેમ જીવાય ભાઇ...
હા સાચી વાત છે પણ તમે ખુદ એક દિપક છો તો પછી તમને લાઇટો ની શી જરુર છે...
હાહાહાહા બોવ મજાકિયા છો હો તમે અવીનાશ ભાઇ....
આમ અવીનાશ ની વાતો માં ધરનો બધો જ સમાન કેમ ગોઠવાઇ ગયો એની ખબર જ ના પડી અને થાક પણ ના લાગ્યો, ત્યાર બાદ અવીનાશ બોલ્યા કે ચાલો આજે મારા ઘરે જમવા કેમ કે હજુ તમે આવ્યા જ છો અને સમાન પણ ખુબ ગોઠવ્યો તો આજે બેન ને પણ આરામ આપવો પડશે માટે ચાલો મારી જોડે મારા ઘરે...
મે કિધું ભાઇ હુ અજાણ્યો વ્યક્તી કેમ તમારી સાથે આવુ !!!
દિપક ભાઇ હુ અજાણ્યુ કોઇ ને માનતો નથી કેમ કે હુ આ કુદરત ના ખોળા માં આળોટી ને મોટો થયો છુ અને કુદરત ની આ દુનીયા ને જાણીતી જ માનુ છુ કેમ કે અજાણ્યો એ વ્યક્તી કહેવાય જેને કુદરતી પ્રક્રુતી ની સમજણ નથી અને હા કદાચ હુ કુદરત ના આ આવીશકારી જગત ને ભુલી જઇશ એ દિવસે હુ અજાણ્યો બની જઇશ પણ પ્રક્રુતી ના મારા ઝાડને હુ કોઇ દિવસ નહી ભુલુ કેમ કે માત્ર એ જ છે જે મને પુરી રીતે જાણે અને હુ એને જાણુ છુ, હુ રહુ કે ના રહુ પણ એ ઝાડ સદા અમર છે એ હર હમેશ ને માટે રહેશે...
અવીનાશ ના દરેક શબ્દો માં કુદરતી પ્રક્રુતી ની અસ્મીતા મારા મન ને સ્પર્ષી જતી હતી અને હુ એને પુરા મન થી એની વાતોને સ્વીકારતો હતો,
એટલે મે કિધુ હા અવીનાશ તો ચાલો તમે તૈયારી કરો ત્યાં અમે બંને અવીએ અને જમ્યા પછી આપણે અસંખ્ય વાતુ કરશુ.....
ત્યાર અમે બંને જણ અવીનાશ ના ઘરે જમવા ગયા, ઘર એટલુ સુંદર અને રમણીય હતુ, ફરતી કોર માત્ર પ્રક્રુતી ને લગતી ચીજ વસ્તુઓ હતી, ઘર એક મંદિર જેવુ લાગતુ હતુ, ત્યાર બાદ અમે બધા જમવા બેઠા અને જમવાનુ સ્વાદિષ્ટ હતુ કે જાણે માઁ અન્નપુણના એ ખુદ બનાવ્યુ હોય, જમીને અમે બધા બેઠા હતા અને એક બીજા ની ઓડખાણ અને વ્યવસાય ને લગતી વાતુ કરતા હતા, અમે ત્યાંથી આવીને થોડિ વાર બેઠા કેમ કે બે દિવસ ની મુસાફરી ખેડિ હતી અને રાત પણ થયેલી હતી,
સવારે ઉઠ્યા નાહી ને માતાજીને દિવા ધુપ કર્યા અને ચા નાસ્તો કર્યો અને મારે આજે પોષ્ટીંગ નો ઓફિસ માં પહેલો દિવસ હતો એટલે હુ પંદર મીનીટ વહેલો નીકળ્યો, ત્યાં અવીનાશ પણ એની ઓફિસ જતો હતો એટલે મને કિધુ દિપક ભાઇ તમે મારી સાથે ચાલો કેમ કે આપણી ઓફિસ એક બીજા થી દુર નથી, મે કિધુ સારુ ભાઇ, આમ હુ અને અવીનાશ બંને સાથે નીકળ્યા અને હુ મારી ઓફિસ આવી એટલે ઉતરી ગયો, મારી ઓફિસ માં મારા બધા સ્ટાફે મારુ વેલકમ કર્યુ અને ગુલદસ્તા આપીને અભીવાદન કર્યુ, અને હુ ટાઇપીંગ મસીન પાસે બેઠિને ટાઇપીંગ ચાલુ કર્યુ અને અવનવા લેખ લખવાનુ શરુ કર્યુ,
મારો પહેલો દિવસ ખુબ જ સારો ગયો અને ઓફિસ સ્ટાફ પણ ખુબ જ સારો હતો, સાંજ ના છ કેભ વાગી ગયા ની ખબર જ ના પડિ, એટલે હુ ટીફિન બોક્સ લઇને બહાર રિક્ષા ની રાહ જોતો હતો ત્યાં અવીનાશ મડ્યો, એણે મારો પહેલો દિવસ કેવો રહ્યો એ પુછ્યુ એટલે મે પણ કિધુ કે ખુબ સારો રહ્યો, અને હુ અવીનાશ ની બાઇક માં બેસીને ઘર તરફ નીકળ્યા, ધીમે ધીમે વાતુ કરતા કરતા અમે ઘર તરફ જતા હતા, ત્યાં એક મેડિકલ સોપ આવી જ્યાં મારે દવા લેવાની હતી, એટલે મે અવીનાશ ને કિધુ કે બે મીનીટ જરા હુ દવા લઇ આવુ, અવીનાશ કે કશો વાંધો નહી,
હુ ઉતરી ને દવા લેવા જતો હતો ત્યાં અચાનક એક બી એમ દબલયુ કાર ફુલ સ્પીડ આવી અને અવીનાશ ના બાઇક સાથે અથડાઇ ત્યાં તો બાઇક અને અવીનાશ બંને ને ફંગોળીને દુર ફેકિ દિધા, બાઇક નો તો ભુક્કો થઇ ગયો હતો, હુ દોડિ ને અવીનાશ પાસે ગયો ત્યાં અવીનાશ ગંભીર હાલત માં લોહી લુહાણ પડેલો હતો, મે એમ્બુલેન્સ ને ફોન કર્યો અને અવીનાશ ના દોસ્તો ને અને એના માઁ - બાપ ને ફોન કર્યો, એના માઁ - બાપ તો ખુબ જ હેબતાઇ ગયા હતા અને ડરી ગયા હતા, પણ મે એમનો હોંસલો વધાર્યો અને હોસ્પિટલ આવા નુ કિધું ત્યાં પેલી કાર પાસે ગયો પણ કાર માં કોઇ હતુ નહી, કાર મુકિ ને જતો રહ્યો હતો, એટલે કાર ના અને કાર ની નંબર પ્લેટ ના ફોટા પાડ્યા, અને જેવી એમ્બુલેન્સ આવી એટલે અવીનાશ ને સારવાર માટે લઇ ગયા, પણ આખા રસ્તા માં મને ખુબ ચિંતા થતી હતી અને અવીનાશ ની વાતો બધી યાદ આવતી હતી, કેવી દુનીયા ની વાતુ કરતો અને કેવા પ્રભુ એ બનાવેલા માણસો ની વાતો કરતો પણ આજે એક માણસે અવીનાશ ને પલભર માં વેર વીખેર કરી નાખ્યો,
હોસ્પિટલ આવી એટલે ઇમરજેન્સી સારવાર વોર્ડ માં રાખ્યો અને ડોક્ટરો બધા અવીનાશ ને બચાવા માં દોડધામ કરવા લાગ્યા, ત્યાં અવીનાશ ના માઁ-બાપ આવ્યા અને બનાવ બન્યા ની ચર્ચા કરવા લાગ્યા એટલે મે એમને બધુ કિધુ અને હિંમ્મત આપી, અવીનાશ ના દોસ્તો પણ આવ્યા, બધા ના મોં પર ચિંતા છવાએલી હતી, બધા દુઆ પ્રાથના કરતા હતા કે અવીનાશ થીક થઇ જાય કોઇ જાન હાની ના થાઇ, હુ મારી મુર્ખતા પર ખુબ જ નારાજ હતો, મને પોતાના થી ખુબ જ નફરત અનુભવતો હતો એવામા મારી પત્ની મારી પાસે આવી ને બોલી, શુ વીચારો છો કરો ચારણ !(આ અમારી હજારો વર્ષો જુની ભાષા છે જે ગુજરાતી જ છે પણ અમારા શબ્દો જુના છે.)મે કિધુ ચારણીયાણી બોવ ગજબ થયો, હુ અવીનાશ ને ઉભો ના રાખત તો આવો ટેમ જોવો ના પડત હો, મારી પત્ની કે અરે ચારણ એ કુદરત છે ટેમ તો ઇ નક્કી કરીને આપણી પાહે પોચાડે છે, આપણી પાહે ધડિયાળ છે પણ ટેમ નો કાંટો કેમ ક્યાં અને કેવી રીતે ગોઠવો એ હંધુય કુદરત ના હાથ માં સે આપણા હાથ માં નથ ચારણ,
હા ચારણીયાણી હાવ હાચુ ભણ્યુ હો તે ! પણ આ અવીનાશ પ્રક્રુતી પ્રેમી હતો કુદરતને વાલ કરતો એને પ્રેમ કરતો અને વડિ પાછો એ જાણીતો હતો કે કુદરતે આપણને શુ આપ્યુ છે અને શુ નથ આપ્યુ, સ્વયમ્ પોતે આ દુનીયા ને જાણીતી માનતો હતો તોય કુદરતને આવુ કેમ કરવુ પડ્યુ હશે,
અરે ચારણ જે જાણીતુ છે ને એને આ બધુ ભોગવુ પડતુ હશે, ઓલો કાર વાડો અવીનાશ ને ફેકિં ને હાલ્યો ગયો ને !જો એને જરા પણ જાણતો હોત કુદરતને તો એ આપણી હારે ઉભો ય્રો હોત હાચુ કે નહી !પણ ખેર જે ભાગ્યા માં લખ્યુ એને કોઇ મીથ્યા કરી હકિયુ નથ ચારણ, હૈયા માં હેમ ધરો માઁ ખોડિયાર હંધુય હારુ કરહે,
ત્યાં ડોક્ટર આવ્યા અને કિધુ કે અવીનાશ ની હાલત ખુબ જ ખરાબ છે અને મગજ વાગ્યુ હોવાથી એ કોમા માં છે, અત્યારે કાંઇ કહી શકાય એવો ટાઇમ નથી, ભગવાન પર ભરોશો રાખો બધુ સારુ થઇ જશે,
ત્યાં તો અવીનાશ ના માઁ-બાપ ખુબ જ દુખી થવા લાગ્યા કલોપાત કરતા કરતા રોવા લાગ્યા કે આવા અમે શુ પાપ કર્યા હશે કે ભગવાને આવો દિવસ અમને દેખાડ્યો, મે અને મારી પત્ની અને અવીનાશ ના દોસ્તો એ અવીનાશ ના માઁ-બાપ ને સંભળ્યાં અને હિંમ્મત આપી આમ ને આમ રાત બહુ થઇ હતી એટલે હુ અને અવીનાશ ના દોસ્તો ને લઇ ને જમવાનુ લેવા ગયા....
મે અવીનાશ ના દોસ્તો ને પુછ્યુ કે શું તમને રીઅલ માં એસીડેન્ટ કેશ લાગે છે કે પછી આની પાછળ ની કોઇ ગહેરી સાઝીદ છે !
અવીનાશ ના દોસ્તો બોલ્યા કે મોટા ભાઇ એ તો અમને ખબર નથી પણ જ્યાં પેલી બીએમદબલ્યુ નો મેઇન માલીક કોણ છે જો એ ખબર પડિ જાય તો આગળ વાત ની ખબર પડે,
અવીનાશ ના દોસ્તો ની વાતો સાંભળી ને મને પણ કાંઇક એવુ સુજ્યુ કે હુ તરત અવીનાશ ના દોસ્તો ને બોલ્યો કે તમે એક કામ કરો તમે જમવા નુ લઇ ને હોસ્પીટલ જાવ ત્યાં હુ પોલીસ સ્ટેશન જઇ આવુ, હુ તરત જ્યાં અવીનાશ ની એફઆરઆઇ લખાઇ હતી ત્યાં પહોચ્યો અને ઇન્સપેટર સાહેબ ને વાત કરી તો એમણે મને જણાવ્યુ કે એ કાર ડેસીંગ એન્ડ હાઇ ફાઇ શૌ મીલ ઇન્ડસ્ટીઅલ રધુનાથન ની છે જે તેઓ પોતે વીસાખાપટનમ્ ના એક્સ એમેલે પણ છે, ઇન્સપેક્ટર સાહેબ ની બધી વાત સાંભળી ને હુ હોસ્પીટલ પહોચ્યો જ્યાં અવીનાશ ને દોસ્તો સાથે વાત કરી અને અવીનાશ ના દોસ્તો એ કિધુ કે આ એજ રધુનાથન છે જે આની પેલા પણ એક વાર અવીનાશ પર અટેક કર્યો હતો પણ કુદરતી એના પર અટેક થાય એની પેલા જ અવીનાશ રોડ ક્રોસ કરી ગયો હતા અને હુ પણ સાથે હતો ત્યારે અમે માંડ બચ્યા હતા, મે કિધુ આ માણસ કેમ આવુ કરે આવા પ્રક્રૂતી પ્રેમી અને દયા પ્રેમી ને કોઇ કેમ મારવા ની કૌશીશ કરે ભલા !
ત્યારે અવીનાશ ના દોસ્તો એ કિંધુ કે આજ બે વર્ષ પેલા અમે વીસાખાપટનમ્ ના જંગલ માં ફરવા ગયેલા હતા આમ તો અમે બોવ બધા અને મોટા સમુહ માં ગયા હતા જ્યાં અમે અવીનાશ એ અમને અલગ જ વાતાવરણ માં લઇ ગયા હતા જ્યાં ગયા પછી માનો અમે અલગ જ દુનીયા માં હોય એવુ લાગતુ હતુ, અમે ફરતા ફરતા બરોબર જંગલ ની વચ્ચે ગયા ત્યાં અમે લોકો એ કે અમુક લોકો જે ઝાડ ને હાઇડ્રો હેવી કટ્ટર થી કાંપી કાંપી એક મોટી લૌરી માં ભરતા હતા અને ઓલરેડિ મોટી એવી પાંચ લૌરી ભરાઇ ગઇ હતી, અવીનાશ દોડતો ત્યાં ગયો અને આવુ ના કરવા ની સલાહ આપી તો એ મજુર લોકો નો જે મેઇન હતો એ અવીનાશ ને ખુબ ધમકાવ્યો પણ અવીનાશ નીડર એમના શબ્દો નો જવાબ આપતો રહ્યૉ, ત્યાર બાદ અવીનાશ એ ફોરેસ્ટ ના મેઇન ઇનચાર્જ ને ફોન કર્યૉ અને ત્યાની ફોરેસ્ટ આવી અને ફોરેસ્ટ લોકો પણ એમના ક્રુત્ય માં સામેલ હતા તો અવીનાશે હળવેક થી મને કિંધુ કે તમે લોકો વીડિઓ સુટ કરો આપણે આમની ઔકાત બતાવીને રહિશુ !
આમ અવીનાશ અને ફોરેસ્ટ તેમજ ઝાડ કાપનારાઓ ની ફિલ્મ તૈયાર કરી ને કમીશ્નર ઓફિસ ગયા અને ત્યાં ફરીયાદ કરી ત્યાર બાદ અમે લોકો ગવર્નર ઑફ વીસાખાપટનમ્ ના અધ્ધક્ષ પાસે જઇ ને એક ફિલ્મ ની કોપી ત્યાં આપી આમ આખુ ક્રુત્ય બહાર ન્યુસ અને મીડિયા સુધી પહોચ્યુ અને રધુનાથન ને જંગલ નુ પતન કરવા બદલ એમેએલે પદ માંથી હાકિ કાઢ્યા અને એટલુ જ નહિ પણ ડેસીંગ એન્ડ હાઇ ફાઇ શૌ મીલ ઇન્ડસ્ટ્રીઝ ને પણ બેન કરવા માં આવી, રધુનાથન નો દિકરો બોવ અડિયલ અને રાવડિ હતો અને ઉપર થી નશા નો આદિન હતો, અમે ટોટલ સાત મીત્રો હતા જેમાનો અમારો એક મીત્ર રહિમ ખાન ને લૌરી થી બાઇક પર અકસ્માત કરાવ્યુ જેનો એક પગ કાપવો પડ્યો અને મગજ પર અસર થવાને કારણે એ બોલી અને સાંભળી શક્તો નથી, અમે લોકો એ હજુ રહિમ કાંઇ જણાવ્યુ નથી કેમ કે એ આ સમજ સે તો બોવ દુખી થશે હાલ પણ એ અત્યંત દુખી છે જ, હુ આ બધુ સાંભળી ને ખુબ જ દુખી થયો અને ગુસ્સો પણ બોવ જ આવતો હતો કે એક જંગલ નુ નુકશાન કર્યુ અને ઊપર થી એક માણસ નુ જીવ હોવા છતા જીવ ના હોવા જેવો કરી નાખ્યો, આવા માણસ ને તો ભગવાન જ પહોચે,
મે અવીનાશ ના દોસ્તો ને કિધુ કે રધુનાથન એ સમજે એવો માણસ નથી કે શું ?
અવીનાશ ના દોસ્ત બોલ્યા કે એ કાંઇ સમજે એવી હાલત માં નથી કેમ કે એમમેલે પદ અને ઇજ્જત નામ ગુમાંવ્યા પછી રધુનાથન પાગલ જેવી હાલત માં છે અને એક તૉ પોતે રાવડિ હતા જ હવે એ રોશે ભરાયેલા છે, મે કિધુ કે આપણી પાસે સબુત છે કાર ઓનર ના નંબર પર ફરીયાદ પણ કરેલ છે તો શું અવીનાશ ને ન્યાય નહિ મડે ?
અવીનાશ ના દોસ્ત કહે ન્યાય મડે પણ કોઇ ઓનેસ્ટ ઓફિસર આપણી મદદ કરે તો ન્યાય મડે અને હાલ તો રધુનાથન નો છોકરો વીકિ(વિક્રમાદિત્ય રધુનાથન)પણ ફરાર છે, એટલે મે તરત ગુજરાત માં મારો એક દોસ્ત છે જે આઇ.પી.એસ છે એને કોલ કર્યો, જેનુ નામ વીરમ આહિર છે, એણે મારો ફોન ઉપાડ્યો એટલે મે બધી જ ધટના ને વીસ્તાર માં સમજાવી તો એણે મને એક નંબર આપ્યો છે વાઇઝેક માં આઇ.પી.એસ છે, સુધીર વર્મા સીબ.બી.આઈ માં છે વીરમ આહિર નુ નામ સુધીર સર ને આપ્યા બાદ મે બધી જ ધટના ને વીસ્તાર મા કિધી તો એમણે સલાહ આપી કે તમે આ કેસ ને સી.બી.આઈ ચાર્જ લે એવી અપીલ કરશો એટલે કેસ સીધો મારી પાસે ફોરવર્ડ થશે, મે કિધુ ઓકે સર તમે જેમ કિધુ એમ કરીશુ પણ સર અમને ન્યાય તો મડશે ને ??
સુધીર સર અરે હા ચોક્કસ ન્યાય અપાવીશ તમે મારી બાયોગ્રાફી જોશો તો એમા અસંખ્ય કેશ સોલ્વ કરેલા છે,
મે કિધુ ભલે સર હુ સવારે પેલુ જ કામ આ કેશ ને અપીલ કરવાનુ કરીશ, આભાર સર આપનો,
હુ આખી રાત સુતો નહિ કેમ કે મારો આ આંતંક નો અંત લાવો હતો અને એ લોકો જે કર્યુ છે એ કાનુન ની આગળ જઇ ને કર્યુ છે કેમ કે ચંદન અને સ્વરાંગ ના ઝાડ કાંપવા ની ભારત માં મનાઇ છે અને રધુનાથન પદ નો ગેરફાઇદો ઉઠાવી રહ્યો હતો અને એના દિકરા એ બે જીંદગી બરબાદ કરી હતી, આ બધી બાબત નો મારે અંત લાવવો હતો,
સવાર પડિ એટલે હુ એક સારા અને નામી વકિલ જે એલ.એલ.બી તૉ હતા જ ઉપરાંત તેઓ એ ન્યાયાલય પર પી.એચ.ડિ પણ કરેલુ હતૂ જેનુ નામ હતુ જોસેફ ફર્નાડિઝ,
જોસેહ સર અને હુ કમીશ્નર ઑફિસ ગયા અને ત્યાં જઇ ને આ કેસ સી.બી.આઈ ને સોપવાની અપીલ કરી તો એણે થોડો ટાઇમ માગ્યો અને અમને લોકો ને બેસવાનુ કહિ ને તેઓ બહાર ગયા અને થોડિ વાર થઇ એટલે એમણે ડિ.આઈ.જી ને કોલ કરી ને બધી વીગત કહિ એટલે ડિ.આઈ.જી એ મારી સાથે વાત કરવાનો પ્રસ્તાવ રાખ્યો એટલે મે વાત કરી,
હુ-હા જી સર બોલો
ડિ.આઇ.જી-મી.ગઢવી આ બધુ કરી ને તમને બોવ નુકશાન થશે એ લોકો બોવ પાવરફુલ માણસો છે અને અત્યારે એનો સન પણ લાપતા છે અને અડિઅલ અને મગજ નો ગુસ્સો બોવ છે, એક કામ કરો તમે અને રધુનાથન બંને જણ એક વાર મડિ ને આ વાત નો એન્ડ લાવો અને જ્યાં સુધી મને ખબર છે તો હુ તમને ઓડખુ છુ અને તમે ન્યુસ પેપર ના એક લેખક છો અને પરીવાર વાડા છો, આઇ થીંક કે તમે સમજી ગયા હશો કે હુ શું કેવા માંગુ છુ રાઇટ ?
હુ-જી હા સર બધુ સમજી ગયો છુ અને બરોબર સમજી ગયો છુ પણ એક વાત મારી સાંભળો કે જ્યાં સુધી મારા શરીર માં પ્રાણ છે ત્યાં સુધી હુ રધુનાથન ના આ આતંક નો સફાયો કરી ને જ રહિસ એને કેજો કે જે કરવુ હોય એ કરી અને એના દિકરા ને કેજો કે દુનીયા ના કોઇ પણ ખુણા માં સંતાય જાય હુ એને શોધી લઇશ અને કાલ કોટરી માં આજીવન પુરાવીશ એ પણ નક્કિ અને હા સાહેબ તમે મારા પરીવાર ની ચિંતા નઇ કરો કેમ કે મારુ પરિવાર મક્કમ હૈયા વાડૂ છે હુ હોવ કે ના હોવ ઓકે સર.
આમ કહિ ને મે ફોન કાપી નાખ્યો અને અપીલ ની માંગણી ને ડાઇરેક્ટ કોર્ટ માં રજુ કરવાનુ કિધું...
રાત થઇ ગઇ હતી એટલે હુ હોસ્પીટલ તરફ જતો હતો ત્યાં અચાનક પાંચ છ
અજાણ્યા માણસો એ બાઇક થી મને ધેરી લીધો અને બાઇક ઉભી રાખી ને પાઇપ વડે પગ માં હુમલો કર્યો અને બીજી વાર પાઇપ મારવા ની કોશીશ કરતા ની સાથે જ મે પાઇપ પકડિ ને એ પાઇપ વડે બધા નો સામનો કરવા લાગ્યો હુ પાઇપ એવી જગ્યા પર મારતો હતો જ્યાં એક વાર લાગ્યા પડિ એ વાર કરવા જેવો રહે નહિ ત્યાર બાદ હુ ત્યાંથી નીકળી ને હોસ્પીટલ આવ્યો અને અવીનાશ ના દોસ્તો ને બધી વાત કરી, ત્યાં મારી પત્ની આવી અને મારા પગ માં લોહિ જોઇને ચિંતીત થઇ ગઇ એટલે મને જબરદસ્તી મારુ ઇલાજ કરાવ્યુ અને રાત ની નીંદર તો હરામ થઇ ગઇ હતી એટલે સવાર પડવા ની રાહ જોતો હતો,
સવારે દસ વાગા ની આજુબાજુ જોસેફ સર નો કોલ આવ્યો એટલે મારા પત્ની એ મને એકલા ના જવા ની સલાહ આપી તો હુ અવીનાશ ના દોસ્તો ને લઇ ને ગયો અને જસેફ સરે ખુશીના સમાચાર આપ્યા કે આપણી અપીલ ને કોર્ટે મંજુરી આપી દિધી છે એટલે મે તરત જ સુધીર સર ને કોલ કર્યો અને સુધીર સર ને બધી વાત કરી તો તેઓ એ કિધુ કે હુ આજ સાંજ સુધી માં વીસાખાપટનમ્ આવુ છુ,
સાંજે હુ અને મારા સાથીઓ એઅરપોર્ટ ગયા અને સુધીર સર નુ વેલકમ કર્યુ અને જે પોલીસ સ્ટેશન માં કેસ ફાઇલ હતો ત્યા ગયા અને અવીનાશ અને રહિમ ખાન નો કેસ પણ રિઓપન કરાવ્યો અને બી.એમ.ડબલ્યુ ના નંબર ના આધાર પર વિકી ની શોધ શરુ થઇ અને મારી પર જેને હુમલો કર્યો હતો એ પાંચ છ માણસ ના ફોટા મારા મોબાઇલ માં પાડિ લીધા હતા એટલે એના પર કેસ ફાઇલ કરી અને શોધ શરુ કરી, ત્યાર બાદ રાત થાય એની પેલા મારા સાથીઓ ને હોસ્પીટલ જવાનુ કિધુ તો સુધીર સરે એ એ.એસ.આઇ.અને ત્રણ રાઇફલ વાડા કોન્સ્ટેબલ પણ આપ્યા અને હુ સુધીર સર ની સાથે જેણે મારી પર હુમલો કર્યો હતો તેવોને શોધવા નીકળ્યા ત્યાં તો એક બીઅર બાર મા ત્રણ માણસો બેઠા હતા જેના ફોટા મારા મોબાઇલ માં હતા અને સુધીર સરે એની ધરપકડ કરી અને રિમાંડ પર લીધા અને બાકિ ના ત્રણ ક્યાં છે અને કોના ઇશારા થી તમે આ હુમલો કર્યા ની પુછપરછ કરી પણ કોઇએ મૌં ખોલ્યુ નઇ એટલે સુધીર સરે થર્ડ ડિગ્રી આપી અને એક બોવ જ ડરેલો અને ભયભીંત લાગતો હતો એટલે મે સુધીર સર ને કિધુ કે આને અલગ રાખી ને એકલા માં પુછો અને સુધીર સરે મારી વાત માની ને એને એકલા માં લીધો અને વિડિયો રેકોર્ડિંગ પર કબુલાત કરી કે મે આ બધુ રધુનાથન ના કહેવાથી કર્યુ હતુ અને અમને દારુ ની બોટલો અને બીઅરો આપી અને પચ્ચીસ હજાર આપેલા આ કામ કરવા માટે,
સુધીર સર પેલા ની પુછતાછ કરતા હતા એટલા માં મે અવીનાશ ના દોસ્તો ને ફોન કર્યો અને રહિમ ખાન નો ફોટો વોહ્ટસ એપ માં મંગાવ્યો અને સુધીર સર ને બોલાવીને કિધુ કે પુછો આ રહિમ ખાન ને ઓડખે આની પર અકસ્માત કોણે અને કેમ કરાવ્યો ?
સુધીર સરે પેલા ને ફોટો દેખાડિ ને બધી વાત કરી તો પેલા એ કિધું કે આની પર લૌરી તો તપને હલાવી હતી જે હાલ માં તમારી કસ્ટડિ માં છે, આટલુ બોલતા ની સાથે જ સુધીર સર ગુસ્સા મા ઉભા થય ને તપન કોણ છે તપન કોણ છે એમ બુમો પાડવા મંડ્યા ત્યાં તપન ઉભો થય ને બોલ્યો હુ છુ તપન, સુધીરે સરે બે ત્રણ લાફા અને પાટા માર્યા અને ફોટો દેખાડ્યો કે ઓડખે આ માણસ ને બોલ કોના કહેવા થી તે આની પર લૌરી ચડાવી હતી બોલ, સર મને નથી ખબર આ કોણ છે હુ નથી ઓડખતો આવા ખોટા બાના કાઢવા લાગ્યો અને પેલા માણસ ની ગવાઇ નુ રેકોર્ડિંગ સંભળાવ્યુ તો તપન ધ્રુજવા લાગ્યો ત્યાં સુધીર સરે લાફો માર્યો અને બોલ્યા હવે બોલ તારા સાગરીકે બધુ કહિ દિધુ છે હવે જલ્દિ બોલ, ત્યા તપન બોલ્યો કે આ એ માણસ છે જેણે જંગલ માં ચાલી રહેલા ગેરકાયદેસર કામ ની ફિલ્મ ઉતારી હતી એટલે આ માણસ ને મારવા માટે અમને રધુનાથનજી અને વિકીબાબા એ કિધુ હતુ, આ બંને ના બયાન પર રધુનાથન અને એના દિકરા વિકી નુ એરેસ્ટ વોરંટ કાઢવા ની અપીલ ડિ.આઈ.જી ને કરી અને ડિ.આઈ.જી એ રધુનાથન ના નામ નુ અને વીકી ના નામનુ વોરંટ ઇસ્યુ કર્યુ અને તેઓ ની ધરપકડ કરવા ની કવાયત હાથ ધરી,
રધુનાથન ના ધરે પોલીસ નો કાફલો પોચ્યો અને રધુનાથન ની ધરપકડ કરી પણ એનો દિકરો એટલે કે વિકી હજુ લાપતા હતો અને ચારેય બાજુ એની શોધ શરુ હતી, પણ હજુ શુધી કોઇ સબુત હાથ લાગ્યુ ના હતુ એવામાં મારા પર એક કોલ આવ્યો અને કોલ માં મને વિકી ની જાણકારી મડિ એટલે હુ સુધીર સર પાસે ગયો અને સુધીર સર ને બધી વાત કરી તો અમે વિશાખાપટનમ્ ટુ કેરલા હાઇવે પર જવા નીકળ્યા જેમા એ.પી.બીકે.9215 નંબર પ્લેટ વાડુ કંટેઇનર માં વિકી છુપાયેલો છે, અમે શોધતા શોધતા આંધ્ર પ્રેદેશ ની હદ પુરી થાય ત્યાં શુધી પહોચવાના જ હતા ત્યાં અમને એ કંટેનઇર વાડો ટ્રક મડિ ગયો અને અમે એ ટ્રકને ઓવર ટેક કરતા હતા પણ ટ્રક વાડો ઓવર ટેક કરવા દેતો ના હતો એટલે સુધીર સરે એમની ગન કાંઢી ને ટ્રક ના પાછળ ના ભાગ માં બે ટાયર માં ગોળી મારી અને ટ્રક સ્લીપ થય ને ઝીબ્રા ક્રોસીંગ મં અઢડાઇ ને ઉભો રહ્યો અને જેવો ઉભો રહ્યો અને કંટેઇનર ખોલ્યુ ત્યાં આલીશાન મકાન જેવુ અંદર હતુ વોસરુમ થી માંડિ ને કોમ્પુટર અને રુમ અને કિચન પણ હતુ, એવા માં વીકી ગન લઇ ને આવી ને આડેધડ ફાઇરિંગ કર્યુ અને ગોળી સુધીર સર ના ખંભા ના ભાગે વાગી ત્યા સુધીર સરે ગન માંથી ગોળી છુટ્ટી કરી ને વીકી એ જે હાથ માં ગન પકડિ હતી એ હાથ પર ગોળી મારી અને એના હાથ માંથી ગન છુટી ગય અને સુધીર સર ના સ્ટાફે વીકિ ની ધરપકડ કરી ત્યાર બાદ હુ જીપ માં બેઠો ત્યાં સુધીર સરે મને પુછ્યુ કે વિકી કંટેઇનર માં જાય છે એ તમને કોણે કિધુ ત્યાં મે કિધુ કે વિકી ના માઁ નો ફોન હતો,
વિકી ના માઁ-હેલો ગઢવી જી
હુ-જી હા બોલુ છુ તમે કોણ ?
વિકી ના માઁ-હુ વીકિ ની માઁ બોલુ છુ અને વીકી અત્યારે વિશાખાટપનમ્ થી કેરલા જાય છે અને એ કંટેઇનર માં છે જેના નંબર છે એ.બી.બીકે9215.
હુ-તમે અમને ગુમરાહ કરવા તો નથી માંગતા ને કેમ કે અમે કેરલા હાઇવે પર જાય અને વિકી એઅરપોર્ટ થી વીદેશ જતો એવો પ્લાન હોય તો કહિ દેજો કેમ કે પોલીસ હર એક જગ્યા પર વિકી ને શોધે છે,
વિકી ના માઁ-જી ના ગઢવી ભાઇ હુ પણ બોવ અફસોસ કરુ છુ કે નવ મહિના મારી કુખ માં રાખ્યો અને લાડ થી ઉછેર્યો પણ એ આવા કામો કરશે એ મે સપના મા પણ નોહતુ વીચાર્યુ અને અવીનાશ જેવા કાંઇક માણસો ની જીંદગી બરબાદ કરી છે પણ એ લોકો બીક ના માર્યે કોઇ આવડુ મોટુ પગલુ લેવા માંગતુ ના હતુ પણ તમે હિમ્મત નુ કામ કર્યુ છે એટલે હુ માઁ તરીખે તમને સાચુ કહુ છુ જાવ જલ્દિ જાવ જો એ કેરલા પહોચી ગયો તો આંધ્ર પ્રદેશ ની પોલીસ કાય નહિ કરી શકે માટે તમે જલ્દિ જાવ...
આમ કોલ આવ્યો હતો સુધીર સર, સુધીર સર કહે ખરેખર એક માઁ નો જીવ બોવ કોમલ હોય દિકરા ર્પત્યે ભલે પછી દિકરો સારો હોય કે ખરાબ પણ આજે જે થયુ એ તો હેન્સ ઓફ છે,
સુધીર સરે કોર્ટ માં તમામ ગવાહ અને સબુત હાજર કર્યા અને રહિમ ખાન જે બોલી ના શક્તા હતા પણ લખી ને અને પેલા માણસ ને ઓડખી ને સજા કરાવી અને કોર્ટે દેશ નુ ઉલંધન કરી ને દેશ ની નિષ્ટા ને ભંગ કરી ને અને દેશ ના આબરુ કહેવાતા શીસમ અને ચંદન અને સ્વરાંગ જેવા અમુલ્ય ઝાડ નુ જતન કરવા ને બદલે પતન કરવા ના ગુનાહ માં દેશ દ્રોહિ અને રહિમ ખાન અને અવીનાશ ને જાન થી મારી નાખવા ની કોશીશો અને હદ છોડિ ને ભાગવા ની કોશીશો અને ધણા કેસો ની ફાઇલ જે સુધીર વર્મા એ રિઓપન કરી ને સબુત સાથે પેશ કરી છે એ બધા ગુનાહ નો પરદાફાસ નજરે છે અને કલમ 207 અને 345 ના નીયમ અનુસાર આજીવન કારાવાસ કરવા માં આવે...
ધી કોર્ટ ઇઝ અર્જન્ટ....
આમ રધુનાથન અને એના દિકરા વિકી ને આજીવન કારાવાસ થતા જે જે લોકો એનાથી ડરતા હતા અને ચેન શુકુન અને અમન થી રહી ના શક્તા હતા એ લોકો માં આનંદ નો પાર ન સમાતો હતો અને આ બાજુ અવીનાશ ને ધીમે ધીમે હૌંસ આવા નુ સરુ થયુ અને હોસ આવતા ની સાથે જ બધા લોકો ને જોયા પણ મને જોયો નહિ એટલે મારુ પુછવા લાગ્યો પણ હુ અને મારી પત્ની ઘરે ખોડિયાર માઁ ના દિવા સામે હાથ જોડિ ને આભાર વ્યક્ત કરતા હતા અને અવીનાશ જલ્દિ સારો થઇ જાય એવી પ્રાથના કરતા હતા ત્યાં ફોન આવ્યો કે અવીનાશ ને હૌંસ આવી ગયો છે અને તમને ખુબ યાદ કરે છે,
હુ અને મારી પત્ની હોસ્પીટલ ગયા ત્યાં તો અવીનાશ બધા ને ખુબ હસાવતો હતો અને પોતાની અજાયબી થી ભરેલી સુંદર દુનીયા ની વાતુ કરતો હતો અને હુ અને મારા પત્ની બહાર થી જોતા હતા અને અમે બંને એ એક બીજા ની સામે જોયુ અને મારા પત્ની એ કિધુ કે આવો દિકરો માતાજી બધા ને દે ચારણ કેમ કે આવા વહમા ટેમ માથી બારો આવુ એ તો કોઇ અવીનાશ અને માતાજી જ સમજે કા ચારણ...!
હા ચારણીયારી હાચુ ભણ્યુ તે હો ટેમ ધણો વહમો હતો પણ માઁ હંધાય નો ટેમ સારો બનાવા હવ ને મોકો આપે હો ચારણીયારી અને આજ ઇ જ ટેમ વિકી ની માઁ માટે કારમો હશે કેમ કે કોઇ માઁ દિકરા નુ ઉપરાણુ લે નઇ ઇ આ જગત માં બન્યુ નથ પણ પેલી વાર મે દેખ્યુ કે એક માઁ એ દિકરા ના અવગુણ ને જોય ને કાળકોટરી પુર્યો હશે...
ત્યાં અવીનાશ બોલ્યો એ દિપક ભાઇ ન્યાં ઉભા ઉભા શુ વાત કરો આમ ઓરા આવો જોવો તો ખરા રહિમ ભાઇજાન પણ આયા હે ઓર હમારે લીયે કુછ લાયા હે,
રહિમ ના હાથ માં લખ્યુ હતુ "યાર મેરી જીંદગી"
આમ અવીનાશ એના માઁ બાપ એના યાર દોસ્તો હુ અને ચારણયારી બધા ખુશખુશાલ હતા અને અવીનાશ ને પણ હોસ્પીટલ માંથી રજા આપી ને ઘેર લાવ્યા અને જોત જોતા માં અવીનાશ પાછો હતો એ જ મોજ માં આવી ગયો અને પોતાની પ્રક્રુતિ ની દુનીયા સાથે મસ્ત મજા કરવા લાગ્યો...
"અંત ભલા તો સબ ભલા"
મારી આ કહાની ભલે કાલ્પનીક હોય પણ જોડાએલી તો દુનીયા સાથે જ છે મીત્રો હુ કાલ્પનીક એટલે લખુ છુ કેમ ભવીષ્ય ને ધ્યાન માં રહે અને આવી ધટના ઓથી સાવધાન રહી ને કેમ કે આ દેશ આપણો છે માત્ર તમે જે ઘર માં રહો એજ પોતાનુ છે અને એને જ સાફ સુતરુ રાખવાનુ છે એમ નહિ પણ આ દેશ મારુ ધર છે આ દેશ મા રહેતા માણસો મારુ પરિવાર છે એમ માની રહેશુ તો કોઇ ની તાકાંત નથી કે આપણી એકતા ને કોઇ ભંગ કરી શકે...
"બચ ચેન ઔર અમન સે જીઓ ઔર જીને દો"
જય હિંદ....વંદે માતરમ્....જય માતાજી
અસ્તુ....
લેખક શ્રી,
દિપક ગઢવી