સમયયાત્રા ની સફરે
ભાગ -૧
-Pradeep Dangar
પ્રકરણ -૧
હું અને અંકલ વીલ
તે દિવસ રવીવાર સવાર હતી, ને અમારા ઘરમાં કામ કરનારી મેરી આંટી મારા માટે નાસ્તો લાવીને ટેબલ પર મુક્યો,ને મને કહ્યું
"જેક સાહેબ.... જેક સાહેબ ઉઠો"
મે હળવેથી આંખો ખોલી, બારીના કાચમાંથી આછો પ્રકાશ મારા બેડ ઉપર પડી રહ્યો હતો, હુ બેઠો થયો ને ત્યારે જ મેરી એ બારી ખોલી. સુરજની સોનેરી કીરણો સમગ્ર રૂમમાં પડવા લાગી ને સાથે ઠંડી હવાનો ચમકારો પણ...!.
હું અડધા અધુરા મને મારી પથારીમાંથી ઉભો થયો, કારણ કે ઉંધે મને હજુ ધેરી રાખ્યો હતો,મે ઝીણી નજરે સોનેરી પ્રકાશ પર મીટ માંડી,હળવે ડગલે બારી પાસે જઈને ડોક્યુ આહાહા!!..... બહાર નયનરમ્ય બ્રીસ્ટલ શહેરનો નજારો
બ્રિસ્ટલ શહેરની સવાર એટલે ધુમ્મસ ભર્યુ વાતાવરણ ને એમા પણ રવીવાર એટલે તો આનંદો !!! ન તો વેલા ઉઠવાની રકઝક અને ન તો કામની રકઝક,આમ તો મારૂ ઘર સાઉથ સ્ટ્રીટ વીસ્તારમાં હતુ એટલે શાંતી અને હરીયાળુ વાતાવરણ કારણકે મારા ઘરની બાજુમાં જ સાઉથ સ્ટ્રીટ પાર્ક આવેલ હતો.
આમ તો રવીવાર એટલે રકઝક વગર મોડા સુધી ઉંધતા રહેવાનો દિવસ પણ,મારી કિસ્મતમાં તો રવીવાર હોય કે બીજા દિવસો અંકલ વીલ ની બુમ પહેલા સંભળાય.
"જેક" !!!!
બસ ! થઈ ગઈ દિવસની શરૂઆત, અંકલ વીલ હંમેશા વહેલા ઉઠનાર વ્યકિતઓમાંના એક વ્યક્તિ ને સાથે મને પણ જગાડે. હંમેશા ગુસ્સો અંકલ વીલના નાક પર જ હોય, થોડુ પણ મોડુ થયું એટલે પ્રોફેસર સાહેબનું લેકચર ચાલુ.
અંકલ વીલ બ્રિસ્ટલ યુનિવર્સિટીના ખગોળ વીજ્ઞાન પ્રોફેસર હતા ને સાથે એક નામી વૈજ્ઞાનીક પણ, જો હુ એમ કહુ કે બ્રીસ્ટલ શહેરમાં અંકલ વીલ ની તોલે આવી શકે તેવા એક પણ પ્રોફેસર ન હતા તો તે ખોટુ ન હતુ.
અંકલ વીલની સ્ફુર્તી એટલે યુવાન ને પણ શરમાવે તેવી , તેના કામ પ્રત્યે એટલા સર્મપીત કે ઘણી વાર તો આખા દીવસનુ જમવાનું પણ ભુલી જાય.
પણ ત્યારે જ હું સફાળો ચૌંકી ઉઠ્યો!. મે તુરંત જ મેરીને પૂછ્યુ "અંકલ વીલ ક્યા છે".'ખબર નહીં જેક સાહેબ કદાચ તે હજુ તેના લેબમાંથી બહાર નથી આવ્યા' - મેરીએ પોતાના ઝીણા અવાજે કહ્યું.
હું થોડોક નવાઈ પામ્યો, કારણ કે એવું ભાગ્યે જ બન્યું હશે કે અંકલ વીલ ની બુમ સવાર મારા કાન સુધી પડી ના હોય, ને આમ પણ મને તેની બુમો સાંભળવાની આદત પડી ગઈ હતી.એવું પહેલી વાર નહતુ કે તે તેના લેબમાંથી બહાર ન આવ્યા હોય છતા પણ તે બુમ મારીને મને જગાડે તો ખરા જ.
મારાં મનમાં પ્રશ્નોના વંટોળ ચડવા લાગ્યા, હું ઝડપથી રૂમની બહાર નીકળી સીધો જ દાદરા કુદતો અંકલ વીલના લેબ તરફ ગયો, જોયું તો લેબ અંદરથી બંધ હતો,મે અંકલ વીલના ઓરડા તરફ જોયું તો ઓરડા બહારથી જ બંધ હતો. મતલબ કે અંકલ વીલ રાતથી જ પોતાના લેબમાં ભરાયા હતા.
આમ તો અંકલ વીલ પોતાના લેબમાં કોઇને પેસવા નથી દેતા , છતા પણ ઘણી વાર તેમની નજર ચુકવી હું લેબમાં ડોક્યુ કરી લેતો , કારણ કે મને પણ વિજ્ઞાનની અવનવી વસ્તુઓ જાણવાનો ખુબ શોખ !.આમ પણ મારા ઓરડામાં અભ્યાસનાં પુસ્તકો કરતા વીજ્ઞાનના અવનવા પુસ્તકો ની હારમાળા વધારે હતી.
મે દરવાજાની તીરાડ માંથી અંદર ઝાંખવાની ઘણી મહેનત કરી પણ કંઈ દેખાયુ નહીં, થોડીવાર તો મનમાં થયું કે દરવાજો ખખડાવી લઉ પણ વળી અંકલ વીલ નો ગુસ્સાવાળો ચેહરો સામે આવી જતો, તેથી માંડી વાળતો, પણ તેના સીવાય કોઈ રસ્તો પણ ન હતો સુઝતો, મે હિમ્મત કરી દરવાજો હળવેથી ખખડાવી ને કહ્યું,
"અંકલ વીલ અંકલ વીલ ".
'શુ છે જેક'? , અંદરથી જોરથી અવાજ આવ્યો, 'અંકલ વીલ નાસ્તો તૈયાર છે '- મે હળવેથી કહ્યું , 'બહાર ટેબલ પર મૂકી દે હું નાસ્તો કરી લઇશ ' - અંકલે અંદરથી જવાબ આપ્યો. પછી આગળ પુછવાની હીમ્મત મારાથી નહતી થાય એમ, તેથી મારા પ્રશ્નોના વંટોળને સાથે હુ મારા ઓરડામાં ચાલ્યો ગયો.
થોડી વાર બાદ હું તૈયાર થઈ નીચે આવ્યો , જોયુ તો અંકલ વીલ હજુ તેમની લેબમાં હતા, હુ અખબાર વાંચવા માંડ્યો ને ત્યારે જ અંકલ વીલ લેબમાંથી બહાર આવ્યા , વાળ વીંખાય ગયેલા ને તેમની આંખો ચશ્માની બહાર ડોક્યુ કરતી હતી , પણ ત્યારે જ મે ધ્યાન દોર્યું કે તેની આંખોમાં કંઇક નવી જ ચમક હતી, ને તેના ચેહરા પર અંદર દબાયેલી પ્રસન્નતા સાફ જોવા મળતી હતી.
હું થોડો ચોંકી ઉઠ્યો ! કારણ કે આવી પ્રસ્સનતા અંકલ વીલ ના મુખ પર મે ક્યારેય નહોતી જોઈ,ત્યાંજ અંકલ વીલ ઉત્સાહ ભેરે ઘરે થી બહાર ગયા, ને મારા મનમાં પ્રશ્નોના વંટોળ ચગડોળે ચડવા લાગ્યા.
મે લેબ તરફ મીટ માંડી તો લેબ નો દરવાજો સહેજ ખુલ્લો હતો, પણ અંદર પેઠવાની હિંમત મારામાં ન હતી.અંકલ વીલ ક્યાં ગયા હતા તે મને નહોતી ખબર,પણ મને એવું લાગ્યું કે તે કદાચ યુનીવર્સીટી ગયા હોવા જોઇએ.
હું ટેબલ પરથી ઉભો થઈ મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો , બહાર કોઈ ન હતું, તેથી મે મુખ્ય દરવાજો બંધ કરી ઝડપ ભેર અંકલ વીલ ની લેબ તરફ ભાગ્યો,લેબનો દરવાજો લાકડાનો અને જૂનો હતો, જેવો મે હળવેથી દરવાજો ખોલ્યો ચીરરરર .... ની અવાજ ગુંજી ઉઠી.
મારી કુતુહલતા સાથે હું અંદર પેઠ્યો, લેબ નો બલ્બ કંઈ ખાસ અંજવાળું નહોતો આપતો તેથી થોડા અંધારા જેવું લાગતું હતુ, મે લેબમાં ચોતરફ મીટ માંડી , અંકલ વીલનાં જુના પુસ્તકો , તુટેલી ઘડીયાળ , ખગોળ વીજ્ઞાન પ્રોફેસર પણ હતા તેથી અમુક તેને લગતી ચીજવસ્તુ પણ ખરા ,મને કંઈ ખાસ નવીન દેખાયું નહી, મે ટેબલને ખંખોળ્યું પણ કંઈ ન મળ્યું, કંઇક તો હતુ જેની ચમક અંકલ વીલ નાં આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી, મે જૂનો કબાટ પણ ખંખોળી લીધો પુસ્તકો સીવાઈ કંઈ ન મળ્યું.
મારી ઉત્સુકતા હવે ઠંડી પડતી હોય તેવુ મને લાગ્યું એટલે હું ખુરશી ઉપરથી નીચે ઉતરવા જતો હતો, પણ ત્યારે જ !! અચાનક મારો પગ ફસડાયો , ને જમીન પર ઢળી પડ્યો,જેના લીધે મારા માથા પર થોડુ વાગ્યું પણ ખરા ને ત્યારે જ મારી નજર કબાટની નીચે પડેલા એક જુના ઘસાયેલા લાકડાં ના બોક્સ પર પડી,તેની બનાવટ જોતા જ મને લાગ્યું કે કઇક તો તેની અંદર છુપાવેલું છે, મે તુરંત જ બોક્સ ને કબાટ નીચે થી કાઢ્યું.
મારી ઉત્સુકતા અને બેચેની બન્ને વધતી જતી હતી, મે બોક્સ ને ખોલવાના ઘણા પ્રયત્ન કર્યો પણ તે ખુલ્યુ નહી, મે બોક્સ ને ધ્યાનથી ચારે તરફથી જોયું, ત્યારે જ મારૂ ધ્યાન બોક્સના ખુણા પર પડી, તે ખુણા માંથી એક રેશમ ના દોરા જેવુ કંઇક બહાર દેખાતું હતુ, જેવો મે તે દોરાને ખેચ્યો કે તરત જ બોક્સ મારા હાથ માંથી છટકી નીચે પડ્યું. તે બોક્સ ખુલી ગયું ને જેવું મે બોક્સ સીધુ કર્યુ તેની અંદર એક જુના પુસ્તક જેવુ નીચે પડ્યું.
મારી ઉત્સુકતા હવે જવાબ આપવા લાગી હતી, જેવું મે પુસ્તક ને પલટ્યુ મારી આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઇ, તે પુસ્તક પર અંગ્રેજી ભાષામાં લખેલું હતુ.
'A JOURNEY OF TIME TRAVEL '
'સમય યાત્રા ની સફરે '
ને તે પુસ્તક ના ખુણા ઉપર અંકલ વીલ હસ્તાક્ષર પણ હતા, મારે સમજવામાં વાર ન લાગી કે આ પુસ્તક અંકલ વીલની જ ડાયરી છે. મારી આશ્ચર્યતા નો પાર ન હતો કે અંકલ વીલ ની શોધખોળમાં આ વીષય પણ હતો, હું થોડી ક્ષણો માટે મૂર્તી ની જેમ સ્તબ્ધ થઈ ગયો.
(ક્રમશઃ)