(આગળ આપણે જોયું કે વાડિયા કોલેજમાં નવા યરમાં ન્યૂ સ્ટુડન્ટસ એડમિશન લે છે, કોલેજ આવતા મોહિનીની એકટીવામાં પંક્ચર પડે છે, જેના કારણે તે થોડી લેટ કોલેજ પોહચે છે, કોલેજમાં એક અજનબીનું આગમન થાય છે તેનું ધ્યાન કલાસમાં ના હોવાથી મેડમ તેને પનિશમેન્ટ આપે છે…)
હવે આગળ…..
તે અજનબી તેનું નામ કહે છે, “માઇ નેમ ઇસ વિવાન ચૌહાણ.”
મેમ તેને કહે છે,” વિવાન આ વાડિયા કોલેજ છે, અહીંયા ડિસિપ્લિન જોઈશે, ક્લાસમાં બેસો તો સંપૂર્ણ ધ્યાન કલાસમાં આપો નહીં તો લેક્ચર બંક કરી દો, આજે ફર્સ્ટ ડે છે તેથી જવા દઉ છું આગળથી ધ્યાન રાખજે, સીટ ડાઉન.”
વિવાન મેમને “સોરી મેમ” કહે છે અને મેમ આગળ ભણાવવાનું સ્ટાર્ટ કરે છે. થોડીવારમાં લેકચર પૂરો થાય છે, દરેક સ્ટુડન્ટસ ક્લાસમાંથી બહાર આવે છે.
મોહિની અને વિધિ ઘરે જવા બસસ્ટેન્ડ પર આવી ને ઉભા રહે છે, કારણ કે મોહિનીની એક્ટિવામાં પંક્ચર હોય છે. તેઓ બસની રાહ જોતા ઉભા રહે છે.
વિવાન પણ પોતાની કાર લઇને પાર્કિંગમાંથી બહાર નીકળે છે પરંતુ તે ઘરે જવાના બદલે શહેરમાં રાઉન્ડ મારવા નીકળે છે.
મોહિની ઘરે આવીને તેના પિતાને એક્ટિવા રિપેર કરાવી આપવાનું કહે છે, તેના પિતા પોતાના એક માણસને મોકલીને એક્ટિવા રિપેર કરાવી આપે છે.
***
વિવાન તેના ડેડને મળવા એમના રૂમમાં જાય છે, પરંતુ તેના ડેડ રૂમમાં નથી હોતા, વિવાન ત્યાં જ બેસીને ડેડના આવવાનો વેઇટ કરવાનું વિચારે છે.
તેના ડેડના રૂમમાં બુક્સની લાઈબ્રેરી હોય છે તે તેમાંથી બુક શોધવા લાગે છે, તેને ત્યાં એક જૂની બુક મળી આવે છે. તેમાં માધવગઢના ઇતિહાસની વાતો લખેલી હોય છે.
વિવાન તે વાંચે છે, તેને આ વાતો વાંચીને લાગે છે કે તેણે પણ આ વાતો ક્યાંક સાંભળેલી છે, તે યાદ કરવાની કોશિશ કરે છે પણ તેને કઈ જ યાદ નથી આવતું.
વિવાન તે બુક લઈને તેના રૂમમાં જતો રહે છે, તે બુક વાંચવા લાગે છે, તેને લાગે છે કે તેનો આ બધી વાતો સાથે કઈક ને કઈક સંબંધ છે. તે નીર્ણય કરે છે કે તે આ બધી વાતો સાથે તેનો શું સંબંધ છે તે જાણીને જ રહેશે.
***
કોલેજમાં આજે ન્યૂ સ્ટુડન્ટસ માટે સાંજે પાર્ટી હોય છે, કોલેજ કેમ્પસમાં જ પાર્ટીનું આયોજન કરેલું હોય છે. સાંજે પાર્ટી હોવાથી દરેક સ્ટુડન્ટ્સ પાર્ટીની તૈયારી સવારથી જ કરવા લાગ્યા છે, કોલેજનો જી.એસ. અને તેની ટીમ પાર્ટીનું બધું મેનેજમેન્ટ સાંભળે છે.
આજે લેક્ચર પણ ઓછા લેવાઈ છે જેથી દરેક સ્ટુડન્ટસ વહેલા પાર્ટીમાં આવી શકે.
સાંજનો સમય થઈ ગયો છે, દરેક સ્ટુડન્ટસ પાર્ટીમાં આવવા લાગ્યા છે. મોહિની અને વિધિ પણ સુંદર તૈયાર થઈને પાર્ટીમાં પોહચે છે.
વિવાન પણ રેડી થઈને કોલેજ જવા નીકળે છે, પાર્કિંગમાં તેને સાહિલ મળે છે, સાહિલને જોઈને તે આશ્ચર્ય પામે છે.
તે સાહિલ ને પૂછે છે,”તું અહીંયા??”
સાહિલ તેને કહે છે,”હું અહીંયા જ રહું છું.”
વિવાન તેને કહે છે,”હું પણ આ જ કોમ્પ્લેક્સમાં રહુ છું”
તે સાહિલને કહે છે,”તું પણ મારી સાથે કોલેજ આવ મને કમ્પની મળી રહેશે.” વિવાન અને સાહિલ સાથે કોલેજ જવા નીકળે છે.
વિવાન અને સાહિલ પાર્ટીમાં પોહચે છે, કોલેજ કેમ્પસ કલરફુલ લાઈટથી ઝગમગી રહ્યું છે, ડીજે માં સોંગ્સ વાગી રહ્યા છે, અમુક સ્ટુડન્ટસ ડીજેના તાલ પર ડિસ્કો કરી રહ્યા છે.
ગર્લ્સ પણ અમુક ગ્રુપ બનાવીને પોતાની રીતે એન્જોય કરી રહી છે, મોહિની અને વિધિ પણ તેમાં જોડાઈને પાર્ટી એન્જોય કરે છે.
સાહિલ અને વિવાન પણ પાર્ટીમાં ફરી રહ્યા છે, પાર્ટીમાં ફરતા ફરતા સાહિલની નજર ગર્લ્સ સાથે મસ્તી કરી રહેલી વિધિ પર પડે છે, તે વિધિ ને સ્કૂલ ટાઇમથી ઓળખતો હોય છે તેને વિધિ ગમતી હોય છે, પણ તે દિલની વાત વિધિને કહેવાથી ડરતો હોય છે. વિધિ સાહિલની ચાહત છે,પણ સાહિલ પોતાના દિલની વાત વિધિને નથી કહી શકતો.
વિવાન સાહિલને જોતો હોય છે, તે સાહિલને પૂછે છે,”શું વાત છે સાહિલ? હું ક્યારનો તને નોટીસ કરું છું કે તું પેલી છોકરીને જોયા કરે છે, શું એ તને ગમેં છે?”
સાહિલ નજર ફેરવી લેતા કહે છે,”એવું કઈ જ નથી” અને વાતને ટાળી દે છે. વિવાન ત્યાંથી સૂપ કાઉન્ટર તરફ જતો રહે છે.
આ બાજુ મોહિની પણ વિધિને કહે છે,”ચલને વિધિ હવે ભૂખ લાગી છે આપણે પેલી સાઈડ જઇએ અને કંઈક ખાઈએ” તે વિધિનો હાથ પકડીને તેને સૂપ કાઉન્ટર તરફ દોરી જાય છે.
મોહિની વિધિનો હાથ પકડીને ત્યાં પોહચે છે અને ત્યારે જ વિવાન પણ હાથમાં સૂપ નું બાઉલ પકડીને પાછળ ફરે છે અને તે મોહિની સાથે ટકરાઈ જાય છે અને તેનો સુપનો બાઉલ મોહિનીના હાથ પર પડે છે.
મોહિની ગરમ સૂપ તેના હાથ પર પડવાથી ચીસ પાડે છે, તે વિવાન સામે ગુસ્સામાં જોવે છે અને કહે છે,” હેય, આંધળો થઈ ગયો છે કે શું? દેખાતું નથી? ઈડિયટ. મોહિની વિવાન પર ગુસ્સો કરે છે અને વિવાન તેની સુંદરતામાં ખોવાઈ જાય છે, આજે પણ મોહિની કોલેજના પહેલા દિવસ જેટલી જ સુંદર દેખાઈ રહી છે, અને તેનો ગુસ્સો તેની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યો છે.
પોતાની સ્વપ્નશ્રુષ્ટિમાં ખોવાયેલા વિવાને ક્યારે મોહિનીનો હાથ પકડી લીધો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો, વિવાન મોહિનીનો હાથ તેના હાથમાં લઈને ફૂંક મારવા લાગે છે, આ જોઈને મોહિની વધારે ગુસ્સે થઈ જાય છે.
મોહિની તેનો હાથ છોડાવીને જવા લાગે છે, વિવાન પણ સ્વપ્નશ્રુષ્ટિમાંથી વર્તમાનમાં આવે છે અને તેની પાછળ જાય છે અને કહે છે,” આઈ એમ સો સોરી, એક્ચ્યુલીમાં થયું એવું કે હું પાછળ ફરવા ગયો અને તું અચાનક આવી ગઈ અને મારું બેલેન્સ જતું રહ્યું એટલે સૂપ તારા પર ઢોળાઈ ગયું, સોરી.”
મોહિની તેને કહે છે,”ઓકે, ચલ માફ કર્યો” વિવાન તેને “થેન્કયુ” કહે છે. વિવાનનું ધ્યાન મોહિનીના હાથ પર જાય છે તે દાઝી ગઈ હોય છે ગરમ સૂપને કારણે, તે મોહિનીને કહે છે,”મોહિની તારો હાથ તો દાઝી ગયો છે, તને ફર્સ્ટ એડ ની જરૂર છે.”
વિવાન મોહિનીને લઈને કોલેજમાં અંદર જાય છે અને તેને હાથ પર દવા લગાવી આપે છે, એટલી વારમાં ત્યાં સાહિલ અને વિધિ પણ આવી જાય છે. પછી બધા એકબીજાની ઓળખાણ આપે છે અને સાથે નાસ્તો કરે છે અને ઘરે જવા નીકળે છે. અહીંયાથી તેમની મિત્રતાની શરૂઆત થાય છે.
***
આજે રવિવાર હોવાથી વિવાન માધવગઢ જવાનું વિચારે છે જેથી તે પોતાનું કામ આગળ વધારી શકે. તે રેડી થઈ જાય છે એટલી વારમાં સાહિલનો કોલ આવે છે, વિવાન કોલ રિસીવ કરીને કહે છે, ”હા, સાહિલ બોલ”
સાહિલ વિવાનને કહે છે,”અમે બધા ફ્રેન્ડ્સ આજે બહાર ફરવા જઈએ છીએ, એક ફ્રેન્ડની બર્થડે છે, તું પણ સાથે આવ.”
વિવાન કહે છે,”ના, તમે જાવ, હું કઈક કામથી બહાર જાવ છુ.”
સાહિલ તેને મનાવતા કહે છે,”ના આજે તારે આવવું જ પડશે, મે મારા બધા ફ્રેન્ડ્સને કીધું છે કે આજે હું તને એમની સાથે મળાવીશ.”
થોડી આનાકાની બાદ વિવાન કહે છે,”ok, હું આવું છું, ક્યારે નીકળવાનું છે?”
સાહિલ કહે છે, ”બસ થોડીવારમાં નીકળવું જ છે, તું તૈયાર થઈ ને આવી જા.”
વિવાન ok કહે છે અને કોલ કટ કરે છે. થોડીવારમાં તે નીચે પોહચી જાય છે ત્યાં સાહિલ અને તેના ફ્રેન્ડ્સ તેની રાહ જોતા હોય છે, ત્યારબાદ બધા સાથે નીકળે છે.
રસ્તામાં સાહિલ વિવાનની બધા ફ્રેન્ડ્સ સાથે ઓળખાણ કરાવે છે, ”ફ્રેન્ડ્સ, આ મારો કોલેજ ફ્રેન્ડ વિવાન છે, તે લંડનથી અહીંયા સ્ટડી કરવા માટે આવ્યો છે.”
બધા તેને “hii” કહે છે અને સાહિલ વિવાનને કહે છે,“આ બધા મારા સ્કૂલ ફ્રેન્ડ્સ છે.” વિવાન પણ તેમને સામે “hiii” કહે છે અને જે ફ્રેન્ડની બર્થડે છે તેને વિશ કરે છે.
ત્યારબાદ બધા મોલમાં જાય છે, ત્યાંના સિનેમા હાઉસમાં મૂવી જોવે છે, મૂવી પૂરું થયું ત્યાં સુધીમાં સાંજ થઈ ગઈ આથી તેઓ બધા ડિનર કરવા એક સારી રેસ્ટોરન્ટમાં જાય છે.
ડિનર કરતા કરતા બધા ખૂબ મસ્તી કરે છે અને ત્યારબાદ તેઓ રીવરફ્રન્ટ પર બેસવા જાય છે, અહીંયા બધાએ એક સરપ્રાઈઝ પ્લાન કરેલું હોય છે બર્થડેબોય માટે.
બધા રીવરફ્રન્ટ પર બેસે છે અને વાતો કરે છે એટલી વારમાં એક કેક આવે છે, બર્થડેબોય તેના ફોટા વળી મોટી કેક જોઈને સરપ્રાઈઝ થઈ જાય છે અને બધા ને આ સરપ્રાઈઝ પ્લાન માટે થેંક્યું કહે છે.
ત્યારબાદ બધા ભેગા મળીને કેક કટ કરે છે અને ફોટા પાડે છે, કેકથી એકબીજાના મ્હોં બગાડે છે અને ખૂબ એન્જોય કરીને મોડીરાતે ઘરે પાછા આવે છે.
***
કોલેજમાં ફર્સ્ટ ટર્મની પરીક્ષાઓ શરૂ થવાની છે, દરેક સ્ટુડન્ટસ તેની તૈયારીમાં લાગેલા છે, વિધિ, મોહિની, સાહિલ અને વિવાન પણ તેની તૈયારી કરી રહ્યા છે.
ચારેયનું એક ગ્રુપ બની ગયું છે આથી તેઓ પરીક્ષાની તૈયારી પણ કોલેજની લાઈબ્રેરીમાં સાથે બેસીને જ કરે છે અને એકબીજાની મદદ પણ કરે છે.
પરીક્ષાને હવે એક વીકની જ વાર હતી આથી સાહિલ બધાને કહે છે,”ચાલો ક્યાંક બહાર જઇએ, પછી તો પરીક્ષા શરૂ થઈ જશે તો ક્યાંય નહીં જવાય.”
મોહિની પણ સાહિલની વાતમાં સુર પુરાવતા કહે છે,”હા ચાલો જઈએ, વન ડે પીકનીક થઈ જશે.”
શહેરથી દુર એક નાનું હિલસ્ટેશન આવેલું છે, બધા ત્યાં જવાનું નક્કી કરે છે.
બધા ભેગા મળીને પ્લાનિંગ કરે છે કે સવારે વહેલા નીકળી જશું, આખો દિવસ ત્યાં રહેશું અને સાંજે રીટર્ન આવી જશું.
મોહિની કહે છે,”હું પપ્પાને કહીશ એ આપણી સાથે ડ્રાઈવર અને કાર મોકલી દેશે.”
વિવાન ના પાડે છે,”હું મારી કાર લઇ લઈશ, આપણે એમાં જ જઇશું, હું અને સાહિલ તમને બન્નેને વહેલા પિકઅપ કરવા આવીશું, બધા આ પ્લાનને ડન કહે છે અને છુટા પડે છે.
મોહિની અને વિધિ ઘરે જતા પહેલા પીકનીક માટે શોપિંગ કરવા જાય છે, બન્ને સાથે મળીને શોપિંગ કરે છે.
બીજા દિવસે વહેલા સવારે સાત વાગે વિવાન અને સાહિલ ઘરેથી નીકળે છે અને પહેલા વિધિને લઈને પછી મોહિનીને લેવા જાય છે.
મોહિનીને લઈને બધા હિલસ્ટેશન જવા નીકળી જાય છે, સાહિલ રીઅર વ્યુ મિરર માંથી વિધિને જોયા કરે છે, મોહિની અને વિધિ પાછળની સીટ પર મસ્તી કરતા હોય છે.
મોહિની વિવાનને સોંગ્સ ચાલુ કરવા કહે છે, વિવાન પણ થોડું ફ્લર્ટ કરતા કહે છે,”ok મેડમ, આપકા હુકમ સર આખો પર.” ત્યારબાદ વિવાન હનીસિંઘના સોંગ્સ ચડાવે છે, બધા ધમાલ મસ્તી કરતા કરતા હિલસ્ટેશન પોહચે છે.
વાતાવરણમાં ધુમ્મસ ફેલાયેલું હોવાના કારણે ખાસ તડકો નથી, હિલસ્ટેશનની ફરતે જંગલ આવેલું છે, આથી ત્યાંની હવા એકદમ શુદ્ધ હોય છે.
વિવાન, સાહિલ, મોહિની અને વિધિ ઉપરની તરફ જવા લાગે છે, વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ તેઓ ઉભા રહીને ફોટોગ્રાફી પણ કરતા જાય છે, અંતે તેઓ હિલસ્ટેશનની ટોચ પર પોહચે છે.
ટોચ પર ધુમ્મસનું પ્રમાણ નીચે કરતા થોડું વધારે છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી છે, ત્યાં એક તરફ ગરમાં ગરમ નાસ્તાના સ્ટોલ અને ચા-કોફીના સ્ટોલ લાગેલા છે.
બધા ત્યાં નાસ્તો કરવા જાય છે અને સાથે ગરમ ચા પણ ઓર્ડર કરે છે, ઠંડા હવામાનમાં બધા ચા નાસ્તાને ન્યાય આપે છે, ત્યારબાદ તેઓ ત્યાં ફોટોગ્રાફી કરે છે.
હિલસ્ટેશનની ટોચ પરથી બાજુના ગામ અને શહેરનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે, બધા ત્યાં થોડીવાર એન્જોય કરે છે, ત્યારબાદ બપોરનો સમય થતા બધા નીચે ઉતરે છે.
નીચે આવીને તેઓ ત્યાંની ફેમસ રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, વિવાન અને વિધિ પંજાબી ડીશ ઓર્ડર કરે છે જ્યારે સાહિલ અને મોહિની ઇટાલિયન અને મેક્સિકન ડીશ ઓર્ડર કરે છે.
ઓર્ડર સર્વ થાય ત્યાં સુધી તેઓ આગળનો પ્લાન નક્કી કરે છે, રેસ્ટોરન્ટનો એક વેઈટર તેમને કહે છે,”અહીંયાથી થોડા આગળ જંગલમાં એક ધોધ આવેલો છે, તે પણ જોવા જેવું પ્લેસ છે, ત્યાં ગાર્ડન પણ છે.”
વેઇટરની વાત સાંભળી બધા એ જગ્યાએ જવાનું નક્કી કરે છે, ઓર્ડર સર્વ થતા બધા લન્ચ કરે છે, ત્યારબાદ તેઓ જંગલમાં જવા નીકળી જાય છે.
થોડીવારમાં બધા ત્યાં પોહચી જાય છે, જેવું વેઇટરે કહ્યું હોય છે તેવું જ નયનરમ્ય સ્થળ છે.
એક ટેકરી પરથી નદીનું પાણી ધોધ સ્વરૂપે નીચે પડે છે અને ત્યાંથી ફરિથી એ નદીનું રૂપ ધારણ કરીને ખળ ખળ કરતું વહી જાય છે, તેના કિનારા પર સુંદર વૃક્ષો આવેલા છે જે તેની સુંદરતામાં વધારો કરે છે.
વાતાવરણ એકદમ શાંત છે, પક્ષીઓના કલરવ પણ એકદમ ચોખ્ખા સંભળાઇ રહ્યા છે, નદીનું પાણી એકદમ સ્વચ્છ છે, મોહિની, વિધિ, સાહિલ અને વિવાન પોતાના હાથ પગ એ સ્વચ્છ પાણીથી ધોવે છે અને એકબીજા પર પાણી ઉડાડી મસ્તી કરે છે.
પાણીમાં મસ્તી કરી લીધા બાદ તેઓ ગાર્ડનમાં આવીને બેસે છે, ગાર્ડન પણ એકદમ સુંદર છે, ચારેતરફ હરિયાળી જ હરિયાળી છે, દરેક પ્રકારના વૃક્ષો અને રંગબેરંગી પુષ્પોથી આખું ગાર્ડન મઘમઘે છે.
પહેલા બધા આખા ગાર્ડનમાં ચક્કર લગાવે છે અને પછી એક જગ્યા પર બેસે છે, વિધિ કહે છે,”ચલો ગેમ રમીએ.”
બધા ત્યાં ગેમ રમે છે અને થોડીવાર પછી થાકીને ત્યાં જ બેસી જાય છે, મોહિનીને તરસ લાગી છે તેથી તે કહે છે,”મને ખુબ તરસ લાગી છે.”
સાહિલ કહે છે,”હું ગાડીમાંથી બોટલ લઈ આવુ” તે વિધિને પણ સાથે આવવા કહે છે, સાહિલ અને વિધિ પાણીની બોટલ લેવા જાય છે.
મોહિની અને વિવાન ત્યાં સુધી વતો કરે છે, થોડીવાર પછી વિધિ એકલી પાછી આવે છે, તેનો ચહેરો થોડો ઉદાસ હોય છે, તે પાણીની બોટલ મોહિનીને આપે છે.
મોહિની તેને પૂછે છે,”શું થયું વિધિ? સાહિલ ક્યાં છે? અને તું કેમ ઉદાસ દેખાય છે?”
હજુ વિધિ કઈ કહે એ પહેલાં જ સાહિલ ત્યાં આવી જાય છે તે કહે છે,”હું ગાડી લોક કરતા ભૂલી ગયો હતો એટલે વાર લાગી”
થોડીવારમાં સાંજ નો સમય થઈ જતા બધા ત્યાંથી ઘરે જવા નીકળે છે જેથી સમયસર ઘરે પોહચી શકાય, રસ્તામાં મોહિની અને વિવાન આજે કેટલી મજા આવી તેની વાતો કરતા હોય છે જ્યારે સાહિલ અને વિધિ ચૂપ ચૂપ હોય છે, તેઓ બહુ ઓછું બોલે છે.
સાંજે સમયસર તેઓ ઘરે પોહચી જાય છે, વિવાન મોહિની અને વિધિને ઘરે ડ્રોપ કરે છે અને તે પણ સાહિલ સાથે ઘરે પોહચે છે.
***
આખરે પરીક્ષાનો દિવસ પણ આવી ગયો, આજે પહેલું પેપર હતું, બધા સ્ટુડન્ટસ પરીક્ષાના થોડા ટાઈમ પહેલા પોતાનું આખરી રિવિઝન કરી રહ્યા છે, મોહિની, વિધિ, સાહિલ અને વિવાન પણ તેમનું રિવિઝન કરે છે.
પરીક્ષા શરૂ થવાનો બેલ પડે છે, બધા એકબીજાને ઓલ ધ બેસ્ટ કહીને પોતપોતાના કલાસરૂમમાં જાય છે, મોહિની અને વિધિ એક જ કલાસમાં છે જ્યારે વિવાન અને સાહિલના ક્લાસ અલગ અલગ આવ્યા છે.
પેપર પૂરું થતા બધા કેમ્પસમાં મળે છે અને પેપર કેવું રહ્યું તેની ચર્ચા કરે છે, બધાનું પેપર સારું ગયું હોય છે.
આમ એક પછી એક દરેક પેપર પુરા થાય છે, પરીક્ષાઓ પુરી થતા બધા રાહતનો શ્વાસ લે છે.
રિફ્રેશ થવા માટે વિવાન મૂવી જોવા જવાનું કહે છે પણ વિધિ ના પાડે છે કે તે નહિ આવી શકે, સાહિલ પણ ના પાડી દે છે, મોહિની બન્નેને પૂછે છે,”કેમ તમે બન્ને ના પાડો છો, શુ થયું છે?”
વિધિ “કઈ નથી થયું” એમ કહીને ત્યાંથી જતી રહે છે, મોહિની પણ સાહિલ અને વિવાનને “byy, કાલે મળીએ.” કહીને વિધિની પાછળ પાછળ જાય છે.
મોહિની વિધિને ઉભી રાખીને પૂછે છે,” વિધિ તને શું થયું છે? જ્યારથી આપણે પીકનીક પરથી આવ્યા ત્યારથી તું બદલાયેલી બદલાયેલી લાગે છે, ગ્રુપમાં પણ તું સરખી વાત નથી કરતી, કોઈ પ્રોબ્લેમ છે? મને કે હું કઈ હેલ્પ કરું?”
વિધિ ના પાડતા કહે છે,”એવું કંઈ જ નથી, બસ જરાક તબિયત સારી નથી એટલે જ બીજું કંઈ નહીં”
મોહિની તેને કહે છે,”વિધિ હું તને સ્કૂલ ટાઈમથી ઓળખું છું, કઈક તો છે જે તું મારાથી છુપાવે છે, આજે તારે મને કહેવું જ પડશે.”
વિધિ કહે છે,”ok, આજે સાંજે આપણે કાફેમાં મળીએ હું ત્યાં તને બધું કહીશ, અત્યારે ઘરે ચલ”
મોહિની તેને ok કહે છે અને બન્ને ઘર તરફ રવાના થાય છે…
(ક્રમશઃ)
દોસ્તો, શું છે માધવગઢનો ઇતિહાસ? વિવાનનો તેની સાથે શું સંબંધ છે? વિધિ મોહિનીને કૅફેમાં શું વાત કહેશે?
આ દરેક સવાલના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક કદમ પ્રેમ તરફ……
સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી તમને કેવી લાગી તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.
For contact, Facebook- Gopi kukadiya
Thank you.
Gopi kukadiya