સુદેશ પાસે થી રજા લઈ મનુ ભાઈ ઓફીસ ના કામ પર લાગી ગયા. સાંજ પડતા ઘરે પહોંચી ને મીતા ની રાહ જોવા લાગ્યા. મીતા ના ઘર માં આવતા જ તેને પોતાની પાસે બોલાવી અને ઓફીસ માં બનેલી બધી વાત જણાવી.
તેમણે મીતા ને પૂછ્યું કે તારી શું ઈચ્છા છે બેટા? તારું મન હોય તો જ હા પાડજે માત્ર પૈસા માટે હા પાડવાની કોઈ જરૂર નથી. મીતા સવાર સુધી નો સમય માંગે છે.
રૂમ માં બેડ પર આડા પડતા મીતા વિચારે છે કે ઓફીસ માં કામ કરવા થી બધી રીતે ફાયદો છે. પગાર પણ સારો છે. અને પપ્પા ની સાથે કામ કરવા મળશે થોડો ઘણો અનુભવ પણ મળશે. મોહિત ને પણ એમ કહી શકીશ કે જોબ ચાલુ કરી છે એટલે રોજ નહીં આવી શકું. જોબ લેવી જ સારી રહેશે. પપ્પા ને સવારે કહીશ કે હા પાડી દે. અને ક્યારથી જોબ ચાલુ કરવાની છે તે જાણી લે?
સવાર પડતા જ તે પપ્પા ને જોબ કરવા માટે તૈયાર છે એમ જણાવી દે છે. એટલી વાર માં રીટા તેને બહાર લેવા માટે આવી જાય છે. બન્ને જણા કોલેજ જવા માટે નીકળે છે. રસ્તા માં તેને રીટા ને કીધું કે મને પપ્પા Nઇ ઓફીસ માં જોબ મળી છે. એક બે દિવસ માં જોબ ચાલુ થઈ જશે.
રીટા સાંભળીને ખુશ થઈ ગઈ. પાર્ટી તો આપ. ચોક્કસ, પણ પેહલા જોબ ચાલુ થવા દે અને પગાર હાથ માં આવા દે. પછી પાર્ટી આપીશ. રીટા, તું મોહિત ના ઘરે જઈ આવીશ. જોબ ચાલુ થતા મને હવે એના ઘરે જવું નહિ ફાવે.
હા, મને વાંધો નથી. પણ મોહિત ને તું એક વાર કહી દેજે. એટલે હું જાઉં તો એ સરપ્રાઈઝ ના થઇ જાય. હા, હું એને આજે જાતે જઈ ને જણાવીશ. કોલેજ ખતમ થતા મીતા મોહિત ના ઘરે પહોંચી. એને જોઈ ને મોહિત ખુશ થઈ ગયો. ક્યારની રાહ જોતો હતો તારી! રાહ જોવાની જરૂર નહોતી હું આવવા ની તો હતી જ ને!!! લે આજ નું વર્ક જોઈ લે. મારે તારી જોડે અગત્ય ની વાત કરવી છે. શું છે બોલ? તે વિચારી લીધું કે તું મને પ્રેમ કરે છે કે નહીં?
ના, મેં એ વિશે હજી કંઈ વિચાર્યું નથી. સમય આવ્યે એ મને જાતે જ સમજાઈ જશે. વિચારી ને થાય એને પ્રેમ ના કહેવાય. મારે તારી જોડે બીજી વાત કરવી છે. મને મારા પપ્પા ની ઓફીસ માં પાર્ટ ટાઈમ જોબ મળી છે. એટલે હવે કાલ થી હું ભણાવા નહિ આવી શકું. તું જો ઈચ્છતો હોય રીટા આવશે રોજ.
ઓહ! તો આ વાત છે. મારા થી છૂટવા માટે તે આ રસ્તો શોધ્યો. તું મને સીધી રીતે પણ કહી શકી હોત કે હવે, તને રોજ આવવાનું નહિ ફાવે. મારે રીટા ની જરૂર નથી. તારે બીજી કોઈ વાત કરવાની છે. ના, મને ઘરે જવા માટે મોડું થાય છે. ચાલ, હું જાઉં.
મીતા, આવું વર્તન કેમ કરે છે મારી સાથે ! તારી સામે પ્રેમ નો ઇકરાર કર્યો એ ગુનો છે મારો. મોહિત પ્લીઝ! તું કઈ સમજવા જ નથી માંગતો. હું તને નોર્મલી કહું છું કે મારે જોબ કરવાની છે એટલે મને આવવું નહિ ફાવે. બસ, બીજું કંઈ જ વિચારવા ની જરૂર નથી. આટલું પઝેસિવ થવું સારું નથી. આપણે પેહલા ની જેમ જ દોસ્ત છીએ.
સારું. તું કહે છે એમ જ માની લઉં છું. રીટા ની જરૂર નથી મને. વર્ક હું મારા બીજા દોસ્ત પાસે માંગી લઈશ. હું ડ્રાઈવર ને કહું છું તે ઘરે મૂકી જશે. ના, હું જતી રહીશ એમ કહી મીતા નીકળી જાય છે. મોહિત મન માં નક્કી કરે છે કે હવે, તે મીતા જોડે ક્યારેય એના પ્રેમ વિશે વાત નહિ કરે. અને એ કોલેજ પણ જશે.
આ બાજુ મનુ ભાઈ સુદેશ ને જણાવે છે કે મીતા એ જોબ માટે હા પાડી છે. અને તે ક્યાર થી જોબ ચાલુ કરી શકે છે તેમ પૂછ્યું છે? મીતા ની હા થી સુદેશ ખુશ થઈ જાય છે. અને તે કાલ થી જ જોબ ચાલુ કરી શકે ચિમ જણાવે છે. મનુ ભાઈ કેબીન માં થી બહાર નીકળી મીતા ને ફોન કરે છે. મીતા, બેટા તારે કાલ થી જ ચાલુ થાય છે. એટલે એ રીતે તારું ટાઇમ ટેબલ ગોઠવજે કે તને અગવડ ના પડે. સારું પપ્પા એમ કહી મીતા ફોન મૂકે છે.
સુદેશ મીતા ને ક્યાં બેસાડવી એ વિચારી રહ્યો હોય છે. આમ, તો કંપની માં કેટલા લોકો આવે છે જાય છે એના થી એને ક્યારેય ફેર પડ્યો નથી. પણ મીતા થોડી અલગ છે. એને તો સામે થી જોબ આપી છે અને એ પણ એ જોબ જેની બિલ્કુલ જરૂર નથી. એટલે જગ્યા પણ સ્પેશિયલ જોઈએ. પટાવાળા ને બોલાવી ને તે મીતા નું ટેબલ એવી રીતે સેટ કરવા કહે છે કે જ્યાં થી એ મીતા ને જોઈ શકે. તેની બધી હિલચાલ ને માણી શકે.
બસ, હવે ઇંતેજાર છે તો સવાર પડવાની. બીજા દિવસે સવારે મીતા તેના પપ્પા ને કહે છે કે તે લગભગ ૨ વાગે ઓફીસ આવશે . જેથી ૭ વાગ્યા સુધી કામ પતી જાય અને તેમની સાથે જ ઘરે પાછું આવી શકાય. એ ફટાફટ કોલેજ જવા માટે નીકળે છે. કોલેજ પહોંચતાં તે જુવે છે કે મોહિત કોલેજ ના કમ્પાઉન્ડમાં ઉભો હતો. એને જોઈ ને રીટા મળવા માટે ગઈ. મીતા સીધી કલાસરૂમ માં ગઈ. મોહિતે એ જોયું. એ પણ કલાસરૂમ માં ગયો મીતા ની પાછળ જઈ ને બેઠો. પણ એની જોડે વાત ન કરી. ૧. ૩૦વાગતા એ કોલેજ થી નીકળી કારણકે એને ઓફિસ માં પહોંચવા નું હતું. મોહિતે જોયું કે તે જઈ રહી છે. એ પણ એની પાછળ ગયો. મીતા ફટાફટ રીક્ષા માં બેસી ગઈ. મોહિતે ડ્રાઇવર ને રીક્ષા ની પાછળ જવા કહ્યું. એને જોયુ કે મીતા ઓફીસ પાસે ઉતરી એટલે ત્યાં થી ગાડી પાછી વળાવા કહયું.
શુ થશે આગળ? મીતા મોહિત જોડે વાત કરશે કે નહીં? સુદેશ નો ઈરાદો શું છે ? મીતા ને ઑફિસમાં ગમશે કે નહીં? જાણીશું આવતા ભાગ માં.....
***