Dil Kabutar - 7 in Gujarati Love Stories by Disha books and stories PDF | દિલ કબૂતર ભાગ ૭

The Author
Featured Books
Categories
Share

દિલ કબૂતર ભાગ ૭

દિલ કબૂતર

ભાગ ૭

એકબીજાનાં પ્રેમ માં પડેલા અમાયા અને શિવ અમાયા ના ઘરે કોઈ હાજર ન હોવાનો લાભ લઈને મળે છે અને એકાકાર બની જાય જાય છે..અમાયા ના ઘરે થી નીકળતાં શિવ ને સૈયદ જોઈ જાય છે..શિવ ની આ કરતૂત સૈયદ ને પસંદ ના આવતાં એ શિવ ના ખાસ મિત્ર રાજુ ને આ વિશે જાણ કરે છે..શિવ ને સમજાવવા રાજુ, કાળુ, અને જોની ભીખાભાઈ ની કીટલી એ બોલાવે છે.. હવે વાંચો આગળ..!!!

શિવ ના આવ્યા પહેલાં તો રાજુ, કાળુ અને જોની ભીખાભાઈ ની કીટલી પર આવીને બેસી ગયાં હતાં..એમને અંદરોઅંદર શિવ ને શું સમજાવવો એ વિશે ચર્ચા વિચારણા કરી લીધી..થોડીવાર માં શિવ ત્યાં પહોંચી ગયો.

"કેમ છો..ભાઈઓ..જલસા ને...??"શિવ એ એક સ્ટુલ પર બેસતાં એ બધાં ને ઉદ્દેશીને કીધું.

"હા ભાઈ અમારે તો જલસા જ હોય ને.."રાજુ એ બધાં વતી જવાબ આપતાં કીધું.

"અલ્યા કેમ આજે આમ અચાનક મળવા બોલાવ્યો..કોઈ ખાસ કારણ..?"શિવ એ સવાલ કર્યો.

"ઓહ...તો અમારે તને મળવા કારણ શોધવાનું..બદલાઈ ગયો છે ભાઈ તું.."કાળુ થોડું કટાક્ષ માં બોલ્યો.

"અલ્યા કાળીયા એવું નહીં.. પણ આતો ખાલી પૂછ્યું... ચા બા નો ઓર્ડર આપ્યો છે કે બાકી છે..?"શિવ એ કહ્યું.

"હા ભાઈ ચા મંગાવી દીધી..આવતી જ હશે.."જોની એ કહ્યું.

થોડીવાર માં ચા આવી ગઈ એટલે બધાં મિત્રો એ ચા ના ઘૂંટ મારતાં મારતાં વાતો નો દોર આગળ વધાર્યો..!

"શિવ સાચું કહું તો અમે એક કારણોસર તને અહીં બોલાવ્યો છે..એમ કહું કે બોલાવવો પડ્યો તો પણ ખોટું નથી..."રાજુ મૂળ વાત પર આવ્યો.

"હા બોલને શું વાત છે.."શિવ એ કહ્યું.

"તારા અને પેલી અમાયા વચ્ચે શું છે..?"રાજુ એ પૂછ્યું.

"કંઈ નહીં..શું હોય બીજું..."સ્મિત સાથે શિવ એ જવાબ આપ્યો.

"એટલે તારે અમાયા જોડે સેટિંગ થઈ ગયું...એમજ ને?"કાળુ એ કહ્યું.

"અરે કાળીયા એને સેટિંગ નહીં પ્રેમ કહેવાય..અને હું અને અમાયા એકબીજા ને સાચો પ્રેમ કરીએ છીએ.."અમાયા નું નામ બોલતાં જ શિવ ના ચહેરા પર ની ચમક બેવડાઈ ગઈ.

"તો તે આ વિશે અમને કોઈને કંઈ કીધું કેમ નહીં.."થોડાં ગુસ્સા સાથે જોની બોલ્યો.

"અરે એમાં શું કહેવાનું..."બેફિકરાઈપૂર્વક શિવ એ કહ્યું.

"સેટિંગ કરવું હતું ત્યારે અમને કીધું, પેલી એ તિરસ્કૃત કરીને કાઢી મુક્યો ત્યારે રોતો રોતો અમારા જોડે આવ્યો..પણ જ્યારે ભાઈ નું ચોકઠું ગોઠવાઈ ગયું એટલે મિત્રો ને ભૂલી જવાના.."કાળુ ગુસ્સા માં બોલ્યો.

"અલ્યા કાળીયા હું ટાઈમ આવે તમને કહેવાનો જ હતો.."કાળુ નો ગુસ્સો શાંત કરવા શિવ એ એના ખભે હાથ મૂકીને કહ્યું.

"હા બસ હવે રવાદે.. બહુ થયું..."શિવ નો હાથ ખભા પર થી લેતાં કહ્યું.

"શિવ કાલે રાતે ક્યાં હતો..?"રાજુએ હવે સીધો બાઉન્સર માર્યો.

"કાલે રાતે...?કાલે રાતે તો ઘરે સુઈ ગયો હતો.."શિવ એ થોડું વિચારવાનું નાટક કરીને કહ્યું.

"કોના ઘરે..અમાયા ના કે પછી તારા...?"જોની એ પૂછ્યું.

"તમે બધાં કેમ આજે આમ વિચિત્ર વાતો કરી રહ્યાં છો..?"પોતાનો મિત્રો નો બદલાયેલો વ્યવહાર પોતાના થી છૂપો ના રહેતાં શિવ એ પૂછ્યું.

"જો ભાઈ..તું અત્યારે બહુ હવામાં ઉડી રહ્યો છે..કાલે રાતે પણ તું પેલી અમાયા નું પડખું શેકી ને આવ્યો હતો..એના ઘરે કાલે રાતે કોઈ નહોતું અને કાલે આખી રાત તું ત્યાંજ હતો..છેક સવારે નીકળ્યો છે.."રાજુ એ પોતે જાણતો હતો એ હકીકત શિવ ને જણાવી દીધી.

રાજુ ની વાત સાંભળી શિવ નું મગજ ચકરાવે ચડી ગયું..આ લોકો ને કઈ રીતે ખબર પડી એ પૂછવું જ પડશે..એમ મનોમન વિચારી શિવ એ કહ્યું.."ભાઈ પણ તમને આ વાત ની કઈ રીતે ખબર..?"

"જો શિવ અમને પડી હશે ત્યાંથી પડી હશે..પણ તું અહીં થી અટકી જાય એમાં જ મજા છે..આ ચાલ માં જો તારી અને અમાયા ની વાત લોકો જાણશે ત્યારે હિન્દૂ મુસ્લિમ ના કોમવાદ નો મુદ્દો ચગાવી આ ચાલ ની શાંતિ ને ડહોળવાનો પ્રયત્ન કરશે..મારે ભાઈ પાછો વળી જા.."રાજુ એ સીધી વાત કરી.

"પણ હું અમાયા ને સાચા હૃદય થી પ્રેમ કરું છું..એના વગર જીંદગી ની કલ્પના પણ હું ના કરી શકું.."શિવ એ રાજુની વાત સાંભળી ને કહ્યું.

"અમે ભાભી ભાભી કરતાં હતાં એનો મતલબ તું સાચે એની સાથે લગ્ન કરવા માંગે છે..તારા પિતાજી એક નાગર બ્રાહ્મણ અને અમાયા રહી મુસ્લિમ કન્યા..ભાઈ તમારાં વચ્ચે નું અંતર તો જમીન અને આકાશ કરતાં પણ વધુ છે...માટે આ બધું અહીં પડતું મુક.."જોની એ શિવ ને સમજાવતાં કહ્યું.

"અને ભાઈ તે તો એનાં જોડે ફુલનાઈટ મજા તો કરી લીધી હવે તારે કેટલી મજા કરવી છે...?અને હજુ તું ધરાયો ના હોય તો જલસા કર પણ આ લગ્ન નું ભુત મનમાં થી કાઢી નાંખ.."કાળુ એ કહ્યું.

કાળુ ની વાત સાંભળી શિવ ને ગુસ્સો ચડી ગયો..પોતનાં અને અમાયા ના સાચા પ્રેન ને કાળુ એ જે રીતે ફક્ત હવસ અને વાસના ની નજર થી તોલ્યો છે એ વાત કાને પડતાં જ આવેશ માં આવી શિવ એ કાળુ ને કોલર માં થી પકડી ને એના ગાલ પર તમાચો લગાવી દીધો..શિવ ની આવી હરકત ની અપેક્ષા કોઈએ રાખી નહોતી..શિવ હજુપણ કાળુ પર હાથ ઉગામવા જતો હતો પણ રાજુ અને જોની એ એને પકડી ને કાળુ થી દુર કર્યો..

"એ કાળીયા..તારી આ ગંદી જબાન થી અમાયા નું નામ ના લઈશ..સાલા બે કોડીના.."શિવ એ બે-ચાર ગાળો આપતાં કાળુ ને કીધું.

"જો રાજુ..આને મારા પર હાથ ઉપાડ્યો..અને એ પણ એક રાંડ માટે...જોઈ લીધી આની ભાઈબંધી..."રડમસ અવાજે કાળુ એ કહ્યું.

"રાંડ કોને બોલે છે..સાલા ખિસ્સામાં ફૂટી કોડી હોતી નથી અને "આટલું બોલી શિવ પાછો કાળુ ને મારવા આગળ વધ્યો... પણ જોની અને રાજુ ની સાથે ચા વાળા ભીખાભાઈ ની પકડ ના લીધે એ આગળ વધી ના શક્યો.

"કાળુ તું અહીં થી નીકળી જા.."રાજુ એ કહ્યું.

"હા જાઉં છું..વર્ષો ની દોસ્તી ને એક પળ માં તોડે એવા દોસ્ત ની મારે પણ જરૂર નથી.."કાળુ એ શર્ટ ની બાંય વડે પોતાનો ચહેરો લૂછતાં કહ્યું અને ત્યાંથી નીકળી ગયો.

"શિવ તારે કાળુ પર હાથ નહોતો ઉપાડવો જોઈતો...વર્ષો ની મિત્રતા નો આવો અંત તો ના આવવો જોઈએ."રાજુ એ કાળુ ના જતાં વેંત જ કહ્યું.

"ભાડ માં ગઈ તમારી દોસ્તી..તમારે પણ નીકળવું હોય તો નીકળો..મારે કોઈની જરૂર નથી.."ગુસ્સા ના અતિરેક માં શિવ ના બોલવાનું બોલી રહ્યો હતો.

"અરે અમારે પણ જરૂર નથી તારા જેવા દોસ્ત ની...અમે તો તને સાચું સમજાવવા બોલાવ્યો હતો પણ લાગે છે તારા મગજ માં અત્યારે રાઈ ભરાઈ ગઈ છે..ચાલ જોની..આના જોડે હવે એક શબ્દ નો વ્યવહાર રાખવો પણ ખોટો છે.."જોની નો હાથ પકડી ખેંચતાં રાજુ એ કહ્યું.

રાજુ અને જોની ના ગયાં પછી શિવ ત્યાં જ કલાક બેસી રહ્યો..બેઠાં બેઠાં એને સિગરેટ નું એક આખું પેકેટ ખાલી કરી નાંખ્યું હતું..રાતે જમવાનો સમય થતાં શિવ પોતાના ઘરે જવા નીકળી પડ્યો.!!

શિવ ની પીઠ તરફ નજર કરીને મિત્રો વચ્ચે પડેલી આ તિરાડ જેમ બને એમ જલ્દી પુરાઈ જાય એવી ચા ની કીટલી વાળા ભીખાભાઈ એ પણ ઈશ્વર ની મનોમન પ્રાથના કરી લીધી..!!!

"આમ પણ સમજાવવા થી જો લોકો સમજી જતાં હોત તો બંસીધર કૃષ્ણ મહાભારત નું યુદ્ધ જ ના થવા દેત"!!

***

ઘરે જઈને શિવ થોડું જમ્યો અને કામ નું બહાનુ કાઢી ઓફિસે આવીને એકલો બેઠો બેઠો સાંજે બનેલી ઘટના વિશે વિચારવા લાગી ગયો.

"મારે આમ કાળુ પર હાથ નહોતો ઉપાડવો જોઈતો..એ હતો તો મારો મિત્ર..અને મિત્ર તો ગમે તે બોલે એની વાત નું ખોટું ના લગાડાય..મારે હમણાં જ કાળીયા ને sorry કહી દેવું જોઈએ" એમ વિચારી શિવ એ મોબાઈલ હાથ માં લીધો અને લોક ખોલ્યું.

મોબાઈલ ના વોલપેપર પર અમાયા નો ફોટો હતો જે જોતાં જ શિવ ના મગજ માં બીજાં વિચારો સ્ફુરી ઉઠયા..

"કાળીયા સાથે આમ તો જે થયું એ યોગ્ય જ થયું છે..સાલો અમાયા ને રાંડ બોલતો હતો..એની ઔકાત શું કે અમાયા વિશે જેમ તેમ બોલે..અને પેલો રાજીયો એને પેલી ટીના છોડીને ગઈ ત્યારનો બીજાં પર ઇર્ષા કરે છે..આયા મને સમજાવવા વાળાં.. નથી વાત કરવી કોઈ જોડે કે નથી રાખવો કોઈ સંબંધ કોઈ જોડે.."મનોમન આવું વિચારી શિવ એ કાળુ ને કોલ કરવાનો વિચાર પડતો મુક્યો.

થોડીવાર થઈ એટલા માં એના whatsup પર અમાયા નો મેસેજ આવ્યો અને શિવ ના ચહેરા પર અનેરી સ્મિત ફરી વળી.

શિવ અને અમાયા વચ્ચે મોડી રાત સુધી વાતચીત ચાલુ રહી..એ રાત ના મિલન વિશે ઘણી મીઠી મધુરી વાતો ને બંને એ વાગોળી..આ સાથે હવે ઘરે બધા આવી ગયાં છે..અને ભાભી ને પણ તેડી લાવ્યાં છે એટલે હવે મળવું મુશ્કેલ બની જવાનું એ વિશે પણ અમાયા એ શિવ ને જણાવ્યું.

હવે અમાયા અને શિવ ને એકબીજા વિના એક ક્ષણ પણ ચાલતું નહોતું એવામાં લાંબો સમય સુધી નહીં મળી શકાય એ વાત સાંભળી શિવ ને થોડી બેચેની તો થઈ પણ "મન હોય તો માળવે જવાય" એમ માનતાં શિવ એ અમાયા ને પોતે ગમે તે કરીને સેટિંગ કરીને ટૂંક સમય માં જ મળશે એમ કહી ગુડનાઈટ નો મેસેજ કરી વાતચીત પૂર્ણ કરી.

"અમાયા ને મળવાનું તો કહી દીધું પણ હવે કઈ રીતે...કંઈક આઈડિયા કરવો જ પડશે..હા એમ જ કરીશ.."મનોમન અમાયા ને મળવાનો નવો આઈડિયા સૂઝતાં શિવ ના ચહેરા પર વિજયસુચક સ્મિત ફરી વળ્યું.

પોતાના વિચાર પ્રમાણે શિવ એ કોમ્પ્યુટર ઓન કર્યું અને કંઈક ટાઈપ કર્યું અને એની એક પ્રિન્ટ નીકાળી એને હાથ માં લઈને એક કવર માં મુક્યો.

પોતાનાં આઈડિયા ની જાણ શિવ એ અમાયા ને પણ કરી દીધી..શીવ નો આઈડિયા કારગર નીવડશે એ વાતનો અમાયા ને પણ મનોમન વિશ્વાસ બેસી ગયો.

નક્કી કરેલાં પ્લાન મુજબ બીજા દિવસે અમાયા ના ઘરે એક લેટર આવ્યો...જેના કવર પર અમાયા હુસેનમિયાં કુરેશી લખ્યું હતું..આ લેટર શિવ એ જ અમાયા ના ઘર ના એડ્રેસ પર મોકલાવ્યો હતો..જેમાં લખ્યું હતું.

"નમસ્કાર...અમાયા જી...અમારે ત્યાં એકાઉન્ટ ના સ્પેશિયલ કલાસ નું આયોજન કરેલું છે..જેમાં આગળ ના તમારા વર્તન અને મેળવેલાં માર્કસ ના આધારે માટે તમારું આ કલાસ માં સિલેક્શન થયું છે..કલાસ નો સમય આજ થી બે દિવસ પછી બપોરે ૧ થી ૫ નો હોવાથી જો તમે ઇચ્છુક હોવ તો બે દિવસ પછી સમયસર કલાસ માં હાજર રહેવું..સાથે તમારું એક આઈડી કાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝ ના ફોટો પણ લેતું આવવું....આ કલાસ નિઃશુલ્ક રહેશે..."

નીચે અમાયા જતી હતી એ ટેલી કલાસ નું નામ અને એડ્રેસ હતું..લેટર માં લખેલી દરેક લીટી અમાયા એ વાંચી ને પોતાનાં ફેમિલી મેમ્બર ને જણાવી.

પોતાની દીકરી નું મફત માં કોઈ કલાસ માં સિલેક્શન થયું હોવાની વાત જાણી ઓછું ભણેલાં અમાયા ના અબ્બુ અને અમ્મી ખુશ થઈ ગયાં.. અને અમાયા ને જવા માટે વગર માંગે પરવાનગી પણ મળી ગઈ..શિવ નો આઈડિયા કારગર રહ્યો હતો એ વિચારતાં અમાયા ખુશ થઈ ગઈ અને મનોમન શિવ ની બુદ્ધિ પર માન ઉપજી આવ્યું..આ ખુશખબરી શિવ ને જણાવવા ઉતાવળી બનેલી અમાયા દોડીને પોતાનાં રૂમ માં ગઈ અને મેસેજ કરી શિવ ને એનો આઈડિયા સફળ થવાની વાત વિશે જણાવી દીધું.

***

બે દિવસ પછી નકકી કરેલાં સમયે બપોરે અમાયા જેવી ઘરે થી નીકળી એવો જ એને શિવ ને પોતે ઘરે થી નીકળી છે એવી જાણ કરતો મેસેજ કરી દીધો હતો..શિવ પોતાની બાઈક લઈને ચાલ ની બહાર નીકળીને પડતાં ચાર રસ્તા પર આવીને ઉભો હતો..!

અમાયા એ દૂર થી શિવ ને જોઈ લીધો..અમાયા થોડી આગળ જઈને એક ગલી માં ઉભી રહી અને ત્યાં જઈ પોતાનો ચહેરો દુપટ્ટાથી બાંધી દીધો..શિવ ત્યાં બાઇક લઈને ગયો એટલે એ આજુબાજુ નજર કરી શિવ ની પાછળ બેસી ગઈ..!

શિવ ની સાથે સહવાસ માણ્યા બાદ હવે એક ઘડી પણ એના વિના તરસતી અમાયા શિવ ની પાછળ બેસતાં જ જાણે હવામાં વિહરી રહી હોય એવો અનુભવ મહેસુસ કરી રહી હતી..શિવ ની કમર ફરતે પોતાનાં હાથ ને વીંટાળી અમાયા ગીત ગાઈ રહી હતી..

"કોઈ લાખ છુપાયે પ્યાર મગર દુનિયા કો પતા ચલ જાતા હૈ..

લેકિન છૂપ છૂપ કે મિલને સે મિલને કા મજા તો આયેગા...!!

અમાયા ના રસ નીતરતા અવાજ માં છલકાઈ રહેલી ખુશી ને શિવ સારી રીતે અનુભવી રહ્યો હતો..અમાયા ના દેહ નો સ્પર્શ એના રોમે રોમ ને પ્રફુલ્લિત કરી રહ્યો હતો..વગર કારણે બાઇક ની બ્રેક મારી એ અમાયા ના ઉન્નત ઉરોજ નો દબાણ ભર્યો સ્પર્શ વારંવાર પોતાની પીઠ પર કરાવી શિવ મંદ મંદ હસતો હસતો પોતાની બાઈક ને રિંગ રોડ પર આવેલી સાબરમતી નદી ની કોતરો જોડે પ્રસરાયેલી ઝાડીઓ જોડે લાવી ને પાર્ક કરે છે.

આ તરફ મોટાભાગે કોઈ આવતું નહોતું અને એમાં પણ બપોર ના સમયે પ્રેમી પંખીડા માટે આ જગ્યા સ્વર્ગ થી કમ નહોતી એ વાત થી શિવ માહિતગાર હતો..એટલે જ અમાયા સાથે પ્રેમગોષ્ઠી કરવા માટે આ જગ્યા એ આવ્યો હતો.

બાઈક માં થી ઉતરી બંને એક ઘટાદાર લીમડા ના વૃક્ષ ની નીચે એક કાપડ પાથરીને બેઠાં.. શિવ પહેલાં થી જ અન્ય તૈયારી કરીને આવ્યો હતો..બેસવા માટે નું પાથરણું, નાસ્તો, અને પીવાનું પાણી બધું જ શિવ સાથે લેતો ગયો હતો..આ મળેલો સમય એ અમાયા ના સુંવાળા સાનિધ્ય માં પસાર કરવા માંગતો હતો.

અમાયા અને શિવ અત્યારે એકબીજા ના પ્રેમ માં એવા તો ગળાડૂબ હતાં કે એમની પાછળ આવી રહેલા એક બીજા બાઈક પર એમની નજર ના ગઈ..એ બાઈક પર સૈયદ હતો..અમાયા જેવી ઘર ની બહાર નીકળી એવો જ એ એનો પીછો કરતો હતો..એને શક પડતાં એ અમાયા નો પડછાયો બની એની પાછળ નીકળી પડ્યો જ્યાં શિવ ને આગળ ઉભેલો જોઈ એને પોતાના મિત્ર કાદિર ને બાઈક લઈને બોલાવ્યો અને કાદિર ને લઈને એની બાઈક પર શિવ ની પાછળ પાછળ છેક સાબરમતી ની કોતરો સુધી પહોંચ્યો હતો.શિવ થી થોડે દુર બાઈક ઉભું રાખી એ લોકો નીચે ઉતર્યા.!!

"કાદિર આ શિવ ને હવે તો એની ઔકાત બતાવવી જ પડશે..સાલો આપણા ધર્મ ની છોકરી સાથે પ્રેમ લીલા કરી રહ્યો છે..ત્રણેક દિવસ પહેલાં પણ મેં એને વહેલી સવારે આ છોકરી ના ઘરે થી નીકળતો જોયો હતો..એના મિત્ર રાજુ ને પણ મેં આ વિશે જણાવ્યું પણ લાગે છે હરામી કોઈની વાત માને એમ નથી.."દાંત કચકચાવીને સૈયદે કહ્યું.

"સૈયદ ભાઈ તો શું કરવું છે..આને અહીં જ પતાવી દઈએ તમે કહેતાં હોય તો.."કાદિર પણ સૈયદ ના જેમ કટ્ટર વિચાર ધરાવતો મુસ્લિમ હોવાથી આવેશ માં આવીને બોલ્યો.

"ના કાદિર આપણે કંઈ નથી કરવું..મેં આ છોકરી ના મોટા ભાઈ અબ્દુલ જોડે ઓળખાણ કરી લીધી છે..હું કાલે જ મારી મોપેડ રીપેર કરાવવા એનાં ગેરેજ પર ગયો હતો જ્યાં એના સાથે મુલાકાત કરી અને એનો નમ્બર પણ લઈ લીધો..હું કોલ કરી એને જ અહીં બોલાવી લઉં.. આગળ જે કરવું હોય એ કરશે"સૈયદે કહ્યું.

"અને મેં તો એવું પણ સાંભળ્યું છે હાફ મર્ડર ના કેસ માં એ સજા કાપી ચુક્યો છે એટલે આ કાફિર શિવ ને સબક એજ શીખવાડે તો સારું.."કાદિર બોલ્યો.

"હા કાદિર અને એમાં પણ કારણ એની બહેન અમાયા જ હતી..અમાયા એના માટે જીવ થી પણ વધુ વ્હાલી છે..પોતાની બહેન ને હિન્દૂ છોકરા સાથે જોઈ એ જરૂર ગુસ્સે ભરાશે અને આ શિવલા ને જાહન્નમ માં પહોંચાડવામાં કોઈ કસર નહીં મૂકે."સૈયદ બધું નક્કી કરીને જ આવ્યો હતો એમ બોલ્યો.

"હા ભાઈ એમ જ કરો..આપણું નકામું નામ પણ ના આવે અને મન ની ભડાશ પણ નીકળી જાય"કાદિર એ સૈયદ ની વાત ને સહમતિ આપતાં કહ્યું.

કાદિર ની વાત સાંભળી સૈયદે પોતાનો ફોન હાથ માં લીધો અને ચહેરા પર એક કટુ સ્મિત સાથે અમાયા ના મોટાભાઈ અબ્દુલ ને કોલ લગાવ્યો.

***

To be continued....

પોતાની લાડકવાયી બહેન ને એક બીજા ધર્મ ના છોકરાં સાથે જોઈ અબ્દુલ નો શું પ્રતિભાવ હશે..?? શિવ અને અમાયા ની પ્રેમ કહાની ક્યાં સુધી પહોંચશે..?? જાણવા વાંચો દિલ કબૂતર નો નવો ભાગ આવતાં સપ્તાહે.

લેખક:- દિશા. આર. પટેલ