Hu Tari rah ma - 11 in Gujarati Fiction Stories by Radhika patel books and stories PDF | હું તારી રાહ માં - 11

Featured Books
Categories
Share

હું તારી રાહ માં - 11

આગળ જોયું… રિદ્ધિ મેહુલની કોઈ વાતથી નારાઝ થઈને તેને કહ્યા વગર જ શહેર છોડીને જતી રહે છે. મેહુલ ખૂબ જ કોશિશ કરે છે કે રિદ્ધિ ક્યાં છે..?? પણ તે નાકામિયાબ રહે છે. હેમલનાં લીધે તેનાં પિતાજીનું મૃત્યુ થયું છે આ દુઃખ પંકજભાઈ જીરવી નથી શકતા અને તેમને હાર્ટએટેક આવે છે. પંકજભાઈ મેહુલને પોતાની બધી પ્રોપર્ટી સોંપી દેવાનું નક્કી કરે છે.કેમ કે હેમલે આ જ પ્રોપર્ટીનાં લીધે તેનાં પિતાની હત્યા કરી હોઇ છે અને હવે તે પોતાના પરિવારના બીજા સભ્યોને સુરક્ષિત જોવા માંગે છે.છ મહિનામાં રિદ્ધિનો કોઈ કોન્ટેક્ટ હોતો નથી પણ મેહુલ પહેલાંની માફક જ રિદ્ધિની રાહ જોતો હોઇ છે. આથી ભારતીબહેન મેહુલને રિદ્ધિ ક્યાં છે તે જણાવી દે છે હવે આગળ…

“ સર તમે સાચે જ ખૂબ સહન કર્યું છે. આટલી કઠણ પરિસ્થિતિ પછી પણ તમે રિદ્ધિ મેમને ભૂલ્યા નથી.!!?? તમારી વાત સાંભળીને હવે મને પ્રેમનો સાચો અર્થ સમજાય છે બાકી તો અત્યાર સુધી હું તેમ જ સમજતો કે લવ મતલબ ‘ રીલેશનશીપ’ અને જો ઍકવાર ‘ રીલેશનશીપ’ પુરી એટ્લે ‘બ્રેકઅપ’ અને ‘ બ્રેકઅપ’ એટ્લે લવનૉ ‘ છેલ્લોદિવસ’.” ધ્રુવ

“ હા સર સાચે અત્યારે તમારા જેવા પર્સન ઓછા જોવા મળે છે રિલેશનના આઠ વર્ષ પછી પણ પોતાના પાર્ટનરની આટલી ‘રાહ’ જુવે અને અત્યારના સમયમાં ઍક જોડે બ્રેકઅપ થયુ નથી કે તરત જ બીજા જોડે ‘ કમીટેડ’ થઈ જ જાય .અત્યારના સમયમાં રીલેશનમાં જે ઍક વિશ્વાસ હોવો જોઇએ તે તો ક્યાંય છે જ નહીં.લાગણીઓમાં વહીને સંબંધ બંધાય તો છે પણ વિશ્વાસ રૂપી ‘તાર’ એટલાં નાજુક હોઇ છે કે તે સંબંધો તૂટતાં વાર નથી લાગતી..” રાહી

“ માણસ ત્યારે પણ તે જ હતાં અને આજે પણ તે જ છે. ફર્ક માત્ર વિચારમાં છે. જો માણસ પોતાના વિચારોને વિશ્વાસમાં પરીવર્તીત કરે તો કદાચ સંબંધો તૂટે જ નહીં.” મેહુલે નિઃશ્વાસ નાખતા કહયું.

“ તો સર જ્યારે તમે વડોદરા ગયા ત્યારે તમારી અને રિદ્ધિ મેમ વચ્ચે શું વાત થઈ હતી?” રાહીએ વધુમાં પુછ્યું.

“ વાત…!!!” અમારી વચ્ચે વાત જ ક્યાં થઈ કંઇ? હા રિદ્ધિનો ચહેરો જરુર જૉવા મળી ગયો. તે મળવા પણ આવી પણ તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે,” કે તેને મારી કોઈ વાત સાંભળવામાં રસ નથી.” તે માત્ર એટલું જણાવવા આવી છે કે અમારા સંબંધ પર તેને છ મહિના પહેલા જ પૂર્ણવિરામ લગાવી દીધું અને હવે હું તેને મળવાનો પ્રયત્ન ફરી ક્યારેય ન કરું.બસ પછી કંઇ શબ્દો જ ન રહ્યાં મારી પાસે કહેવા માટે. હું ચુપચાપ ત્યાંથી આવી ગયો.” મેહુલનાં આટલું બોલતાં સુધીમાં વરસાદ ચાલુ થઈ ગયો.

“ઓહ…નો..વરસાદ ચાલુ થઈ ગયો. ચાલો ઘરે જલ્દી પહોંચી જઇએ.મારી બેગમાં ઓફીસનાં ઇમ્પૉરટન્ટ પેપર્સ છે પલળી જશે તો મારું વર્ક વેસ્ટ જશે.” રાહી દોડીને ઝાડ નીચે જતા બોલી.

મેહુલ અને ધ્રુવ પણ રાહીની પાછળ ગયા.

“ સર ..ગરમાગરમ ચા સાથે ભજીયાની મજા જ કંઇક અલગ હોઇ છે આવા વરસાદમાં…ચાલો જઈએ નાસ્તો કરવા..” ધ્રુવ

“ હા ધ્રુવ સાચી વાત છે …શું કહે છે રાહી ?? આવે છે ને તું પણ..?” મેહુલ

“ તને ખાવા સિવાય કંઇ સૂઝે છે બીજું? ચુપચાપ ઘરે ચાલ મારી સાથે. તુ ઘરે સમયસર નહીં પોહચે તો આંટીનો મારા પર કોલ આવશે.” રાહીએ ગુસ્સે થતાં કહયું.

“ ધ્રુવ, રાહી તમે બન્ને જાવ મારી કારની ચાવી લઇને ઘરે. તમારે બન્નેને પલળવું નથી. હું જતો રહીશ મારી રીતે.” મેહુલ

“ પણ સર તમે પલળશો..? ના-ના તમે ઍક કામ કરો તમે પણ ચાલો અમારી સાથે. અમને ઘરે ડ્રોપ કરી દો.” રાહીએ કહ્યું.

“ ના તમે લોકો જાવ મારે થોડીવાર એકલા રેહવું છે.” મેહુલ

“ ઓકે સર . ટેક કેર અને તમારે આવવું હોઇ ત્યારે મને કોલ કરજો. હું રિસીવ કરવા આવી જઇશ તમને.” ધ્રુવ

ધ્રુવ અને રાહીના ગયા પછી મેહુલ ઍક બેન્ચ પર જઇને બેઠો જ્યાંથી તે વરસતાં વરસાદને માણી શકે.તે મનોમન પોતાની જાતને પૂછી રહ્યો હતો શું આટલી જ હકીકત હતી જેટલી તેણે રાહી અને ધ્રુવને કહી? તે દિવસે પણ આવો જ વરસાદ આવ્યો હતો જ્યારે તે રિદ્ધિને મળવા ગયો હતો.મેહુલ ફરીથી તે દિવસની યાદમાં ખોવાય જાય છે. ત્યારે પણ તે લોકો ઍક ગાર્ડન કેફેમાં મળ્યા હતાં અને અચાનક જ વરસાદ આવ્યો હતો.

“ રિદ્ધિ હું તને મળવા અને માત્ર તારો જવાબ સાંભળવા જૂનાગઢથી વડોદરા આવ્યો છું. પ્લીઝ આજ તું મને જવાબ આપ.કેમ તું મને આમ અચાનક જ છોડીને આવતી રહી? તને ખબર છે તારા વગરનો ઍક ઍક દિવસ મેં કેટલી મુશ્કેલીમાં પસાર કર્યો છે..?? હવે પ્લીઝ તારું મૌન તોડી મને ઍકવાર હકીકત જણાવ. હું ફરીથી ક્યારેય કોઈ ફરીયાદનો મોકો નહીં આપું.” મેહુલે વિનંતિ કરતાં કહ્યું.

“ ફરીયાદ..?હું કોણ છું ફરીયાદ કરવાવાળી ? જો ફરીયાદ કરવા જેટલું પણ તે સ્થાન આપ્યું હોત તે તારા જીવનમાં તો અત્યારે હું તારા જીવનમાં હોત અને પંકજભાઈ અને પંકજભાઈ આ દુનિયા છોડી જતા ન રહ્યાં હોત.” રિદ્ધિએ મેહુલ પર આક્ષેપ કરતાં કહયું.

“ શું..? તું એવું માને છે પંકજભાઈનું મૃત્યુ મારા લીધે થયું? પણ તું આવુ કેમ માને છે ? કોણે કહ્યું તને આ બધું ?” મેહુલ

“ કોઇના કહેવા પર હું ક્યારેય વિશ્વાસ કરતી જ નથી. મેં મારી સગી આંખે જોયું છે અને જે બધી હકીકતો છે તે મારી સામે જ છે અને તું એમ ન માનતો કે હું વડોદરા છું તો મને કંઇ ખબર નથી. મને બધી જ વાતની ખબર છે. બધી જ વાતો હું જાણું છું જે તે મારાથી છુપાવી છે.” રિદ્ધિ

“ રિદ્ધિ તું શું બોલી રહી છે મને કંઇ જ નથી સમજાતું અને હું સાચું કહું છું મેં તારાથી કંઇ જ વાત નથી છૂપાવી. મારા પર વિશ્વાસ કર.” મેહુલ

“ વિશ્વાસ..? અને તે પણ તારા પર? તારા પર વિશ્વાસ કરવા કરતાં હું કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો વ્યાજબી ગણીશ.કમ સે કમ મને દુઃખ કે તકલીફ તો નહીં થાય વિશ્વાસ તૂટવા પર અને રહી વાત વિશ્વાસની તો ઍક હત્યારા અને બેવફા માણસ સાથે હું ઓળખાણનો પણ સંબંધ રાખવા નથી માંગતી તો વિશ્વાસ તો બહુ દુરની વાત છે.” રિદ્ધિ

મેહુલને કંઇ જ નહોતું સમજાઈ રહ્યું કે રિદ્ધિ કેમ તેનાં વિશે આવુ બોલી રહી હતી..? પણ તેને ઍક વાત સમજાય ગઈ હતી કે અત્યારે તે રિદ્ધિને કંઇપણ કહેશે તો રિદ્ધિ તેની કોઈપણ વાત પર વિશ્વાસ નહીં કરે.

રિદ્ધિ આટલું કહી ત્યાંથી જતી રહી અને રિદ્ધિ તેનાં જીવનમાં ફરી આવશે આ વાત મેહુલને હવે અશક્ય લાગવા લાગી હતી.તે ફરીથી જૂનાગઢ આવી જાય છે. મેહુલ આવીને ભારતીબહેનને રિદ્ધિ સાથે થયેલ વાત કરે છે અને તેનાં આમ વર્તન કરવાં પાછળનું કારણ પૂછે છે. પરંતુ ભારતીબહેન પણ આ વિશે કંઇ જ જાણ નથી તેમ કહેતાં મેહુલની આખરી આશા પર પણ પાણી ફરી ગયું.

પછીની સાત વર્ષની ઝીંદગી મેહુલની આમ જ યંત્રવત ચાલી ગઇ. દર વર્ષે આ જ વરસાદ આવતો પણ માત્ર રિદ્ધિ જ નહોતી તેની સાથે. દર વર્ષે આમ જ મેહુલ વરસાદમાં પલળતો તેના જવાબની રાહમાં પણ રિદ્ધિ ક્યારેય ન આવી કે ન આવ્યો તેનો જવાબ.મળી તો માત્ર નિરાશા.

***

“ સર બે કલાક થઈ ગઇ.વરસાદમાં સતત વધારો થઈ રહ્યો છે. તમે હજુ નીકળા કે ત્યાં જ છો ? જો તમે ત્યાં જ હોઇ તો હું તમને લેવા આવું છું. તમે ત્યાં જ રહેજો.” ધ્રુવે મેહુલને કોલ કરી કહ્યુ.

“ ધ્રુવ હું અહિયાં જ છું. ઍક કામ કર તું લેવા આવી જા. વરસાદનાં લીધે ટ્રાફિક પણ ખૂબ જ વધી ગયો છે અને કોઈ વાહન પણ મળે તેમ લાગતું નથી.” મેહુલ

ધ્રુવનાં આવતાં મેહુલ કારમાં બેસી જાય છે પછી ધ્રુવને ઘરે ડ્રોપ કરી મેહુલ પણ ઘરે જવા નીકળે છે. મેહુલ વરસાદની અનરાધાર ગતી સાથે તેનાં જીવનની સરખામણી કરે છે. બધુ જ સામ્ય હતુ તેનાં જીવનમાં અને વરસાદની ગતીમાં.જેમ વરસાદ વરસ્યે જતો હતો અને તેનુ પાણી વહયે જતું હતું બરાબર તે જ રીતે તેનાં જીવનમાં ઍક પછી ઍક દિવસો આમ જ રિદ્ધિ વગર વહયે જતાં હતાં અનરાધાર ગતિથી.અફસોસ તો માત્ર એ હતો કે વરસાદ ક્યારેક તો રોકશે તે વાતની ખાતરી હતી પણ રિદ્ધિ વગર તેને આમ કેટલો સમય જીવવું પડશે તેની કોઈ ખાતરી નહોતી.

બીજી તરફ રાહી અને ધ્રુવ વચ્ચે પણ થોડા દિવસથી રિદ્ધિ-મેહુલની જ ચર્ચા ચાલતી હતી. બન્નેનાં મનમાં થોડી હકીકત જાણ્યા પછી પણ સવાલો હતાં અને કદાચ પહેલાં કરતાં વધારે અને આ પ્રશ્નોનાં જવાબ મેહુલ સિવાય કોઈ આપી શકે તેમ નહોતું. રાહી આ બાબતે ચર્ચા કરવાં ધ્રુવને ફોન કરે છે.

“ હાય ધ્રુવ .” રાહી

“ હેય રાહી.” ધ્રુવ

“ શું કરે છે? ફ્રી છે ? મેહુલ સર વિશે થોડી વાત કરવી હતી.આટલા માટે કોલ કર્યો.” રાહી

“ હા રાહી મારે પણ આ બાબતે થોડી વાત તો કરવી હતી અને હા તને ઍક ગુડ ન્યૂઝ પણ આપવા હતાં.” ધ્રુવ

“ હા બોલ શું ન્યૂઝ આપવા હતાં..? “ રાહી

“ આપણી કૉલેજનાં હોટ ફેવરિટ કપલ જય અને દિશા..મેરેજ કરે છે.”ધ્રુવ

“ ઓહ…વાઉ…આ તો ખૂબ જ સારા ન્યૂઝ છે. હું હમણાં જ બંનેને વિશ કરી દઉં.”રહીએ ખુશ થતાં કહયું.

“ જયનો મને. હમણાં જ કોલ આવ્યો હતો. તે બન્ને લગ્ન કરે છે અને એ પણ એરેન્જડ.” ધ્રુવ

“ અરે તે તો ખૂબ જ સારી વાત છે. અલગ જ્ઞાતિ હોવાં છતાં બન્ને નું પરિવાર લગ્ન માટે સમંત થઈ ગયું.” રાહી

“ હા…તે જ ને…!!! જયે તેનાં મમ્મી-પપ્પા ને દિશાની અને તેનાં રીલેશનની વાત કરી એટ્લે જયનાં પેરેન્ટ્સ દિશાનાં પેરેન્ટ્સને મળવા ગયા અને ત્યારે જ તેમણે જય અને દિશાની એનગેજમેન્ટ ડેટ ફિક્સ કરી લીધી.” ધ્રુવ

“ ઓહ…આ તો ખૂબ જ સારા સમાચાર છે મને જાણીને ખૂબ જ ખુશી થઈ અને સૌથી વધારે ખુશી મને તે વાતની થઈ કે દિશાનાં મમ્મી-પપ્પાએ નાત-જાતના વિચાર કર્યા વગર પોતાની દીકરીની ખુશી વિશે વિચાર્યું.” રાહી

“ અચ્છા તુ કહે હવે કે તે શું વાત કરવાં કોલ કર્યો હતો”? ધ્રુવ

“ અરે હા મેહુલ સર વિશે…એ જ કે મેહુલસરને તેમનાં જીવનમાં આગળ શું થયું તે પૂછવું યોગ્ય રેહશે..? અત્યારે પણ જ્યારે તે તેમનો ભૂતકાળ જણાવે છે ત્યારે ખૂબ જ દુઃખી થઈ જાય છે. હવે મને મેહુલસરને વધારે દુઃખી કરવા યોગ્ય નથી લાગતાં. તારું શું કહેવું છે આ બાબતે.?” રાહી

“ વાત તારી એક્દમ સાચી છે રાહી પણ તું જરા યાદ કર આપણે બન્નેએ મેહુલસરને પ્રોમિસ કરેલું છે કે આપણે તેમને રિદ્ધિમેમ જોડે મેળવીને રહેશું. તો પછી આપણે આમ હાર કેમ માની શકીયે..? એકવાર વાત બધી ખબર પડી જશે પછી આપણને રિદ્ધિમેમ સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે.ભલે મેહુલસર થોડા દુઃખી થશે તેમનાં ભૂતકાળને વર્ણવવામાં પણ કદાચ આપણાં ઍક પ્રયાસને લીધે સરનાં જીવનમાં ખુશી ફરીથી આવી જાય.!!!” ધ્રુવ

“ હા ધ્રુવ તારી વાત સાચી છે. આપણે બધી જ વાત સરને પૂછી જ લેશું. જેથી આપણે રિદ્ધિમેમ સુધી જલ્દીથી પહોંચી શકીએ.” રાહી

“ હા ચાલ વધુમાં કાલ ઓફિસે મળીને વાત કરીએ.” ધ્રુવ

“ હા ઓકે , બાય.” રાહી

“ બાય.” ધ્રુવ

બીજા દિવસે રાહી અને ધ્રુવ બન્ને ઓફીસમાં આવે છે ત્યારે મેહુલ જોડે વાત કરવાની ખૂબ જ કોશિશ કરે છે પણ બંનેમાંથી કોઈ હિંમત નથી કરી શકતું.આમને આમ આખો દીવસ જતો રહે છે. સાંજે ઘરે જવાનો સમય થાય છે ત્યારે બધાં જ કાર્યકરો ઍક પછી ઍક ઘરે જવાં નીકળે છે. રાહી અને ધ્રુવ પણ નીકળવાની તૈયારી કરતાં હોઇ છે ત્યાં કાલની માફક વરસાદ શરૂ થઈ જાય છે અને બન્ને થોડીવાર ઓફિસે જ બેસી રહે છે. પછી બન્ને મેહુલસર જોડે વાત કરવાનું નક્કી કરે છે અને પછી મેહુલસરની ઓફીસમાં જાય છે.

“ સર અમે આવી શકીએ અંદર..?” રાહી અને ધ્રુવે પ્રવેશ કરતાં કહ્યું.

“ અરે તમે બન્ને હજુ નીકળા નથી ઘરે જવા માટે ?” મેહુલ

“ સર કાલની જે વાત અધૂરી હતી તે આજ…. જો તમને ઠીક લાગે તો જ ..” રાહીએ અચકાતા સ્વરે કહયું.

“ અરે હા…વાત પણ કરવાની છે આગળ આપણે… હવે એક કામ કરો તમે બેસો બન્ને અહિયાં જ અને ઘરે પણ ફોન કરીને કહી દો આપણે ડીનર પણ સાથે જ કરી લેશું.” મેહુલ

“ઓકે સર.” રાહી અને ધ્રુવ

“ બોલો હવે શું જાણવું છે તમારે ?” મેહુલ

“સર અમારો હેતુ રિદ્ધિમેમ સુધી પહોંચવાનો છે. જો તમે અમને આખી વાત કરશો તો અમે જાણી શકશુ કે એવું શું બન્યુ હતું કે રિદ્ધિમેમને તમારા માટે આટલી લાગણી હોવાં છતાં આમ આઠ વર્ષથી દુર છે?” રાહી

“ રાહી- ધ્રુવ તમને બંનેને મેં આખી વાત હજુ કરી જ નથી.પણ આજે હું તમને બન્નેને આખી વાત કહેવા જઈ રહ્યો જ છું. મે તો ઘણા પ્રયાસો કરી જોયા પણ તમે પ્રયાસ કરવા માંગો છો રિદ્ધિને પાછી લાવવા માટેના તો તમારે આખી વાત જાણવી ખૂબ જરૂરી છે. હું જે વાત કરવા જઈ રહ્યો છું તે કદાચ જ કોઇકને ખબર હશે.” મેહુલ

રાહી અને ધ્રુવની નજર મેહુલ તરફ જ હોઇ છે.

“ રિદ્ધિને ખબર છે કે પંકજભાઈનું મૃત્યુ તેનાં જૂનાગઢ શહેર છોડવાના દસ દિવસની અંદર જ થયું હતું અને તે પંકજભાઈનાં મોતનું કારણ મને સમજે છે. તે એવું માને છે કે મે પંકજભાઈની હત્યા કરી છે અને તે પણ માત્ર તેમની પ્રોપર્ટી માટે. તેનાંથી પણ આઘાતની વાત તો તે છે કે તે એવું સમજે છે કે મેં તેનાં જોડે પ્રેમનું નાટક કર્યું.” મેહુલ

“ પણ આવું બધું રિદ્ધિમેમ કેમ માને છે ? અને આવી વાતો કોણે કહી તેમને?” ધ્રુવ

“ શું? હેમલભાઈએ ? પણ શા માટે ? તેને તો પંકજભાઈ સાથે પ્રોબ્લેમ હતો તો તેણે તમારી લાઇફ કેમ બગાડી?” રાહી

“ કેમ કે પંકજભાઈએ બધી જ પ્રોપર્ટી મારા નામ પર કરી દીધી હતી અને તેની અને પ્રોપર્ટીની વચ્ચે આવનાર દરેક માણસને તે પોતાનો દુશ્મન માનતો હતો. તેણે રિદ્ધિને ખોટુ જણાવ્યું કે હું પંકજભાઈ પાસે જબરદસ્તી પ્રોપર્ટીનાં પેપર્સ સાઈન કરાવું છું અને જો તે સાઈન નહીં કરે તો તેનાં બાળકોને પણ નુકશાન પહોંચાડીશ. તેણે ત્યાં સુધી કહી દીધું કે તેમનાં પત્ની જોડે મારે ઘણાં સમયથી અફેર છે અને તેમને આ જ કારણથી હાર્ટએટેક આવ્યો છે.” મેહુલ

“ પણ રિદ્ધિમેમએ આ બધી વાતો પર વિશ્વાસ કેમ કરી લીધો..?” ધ્રુવ

“ કેમ કે હું જ્યારે હોસ્પિટલ ગયો ત્યારે હેમલે રિદ્ધિને હોસ્પિટલ બોલાવી હતી અને તેને આ બધી વાતો જણાવી હતી. જ્યારે હું પેપર્સ પર સાઈન કરતો હતો ત્યારે તેણે મને જોયો હતો આથી તેણે હેમલની વાત પર વિશ્વાસ મુકી દીધો. દસ દિવસ પછી પંકજભાઈનું મૃત્યુ થયું તે વાત પણ ખુદ હેમલે રિદ્ધિને જણાવી અને કીધું મે પંકજભાઈની હત્યા કરી છે કારણકે પ્રોપર્ટી સાથે સાથે મારે તેમની પત્ની જોડે લગ્ન પણ કરવા હતાં. બસ આ જ કારણથી રિદ્ધિ આજ મારાથી આટલી દુર થઈ ગઇ અને તે પણ માત્ર હેમલનાં લીધે. જો તે હેમલની સચ્ચાઈ જાણતી હોત તો કદાચ તે તેની વાત પર ક્યારેય વિશ્વાસ ન કર્યો હોત.”

“ તમને ક્યારે ખબર પડી કે રિદ્ધિમેમ તમારા વિશે આવુ વિચારે છે?” રાહી

“ તેણે પોતે જ કહેલું જ્યારે હું તેને મળવા વડોદરા ગયો હતો.” મેહુલ

“ તો તમે પંકજભાઈનાં પત્નીની મદદ લઈ શકત રિદ્ધિમેમને હકીકત જણાવવામાં..કે તે જે માને છે તે હકીકત નથી. હકીકત હોસ્પિટલના રૂમમાં પંકજભાઈ સાથે થઈ તે વાત છે.” ધ્રુવ

“ તમને યાદ છે મે તમને કહેલું કે જ્યારે હું હોસ્પિટલની બહાર ગયો ત્યારે મારો ફોન મારા પોકેટમાં નહોતો..!!?” મેહુલ

“ હા મને યાદ છે. તમે રિદ્ધિમેમને કોલ કરીને વાત કરવાનાં હતા પણ ફોન ક્યાંક પડી જવાથી તમે કોલ ન કરી શક્યા તેથી તમે તેમને આ વાત જણાવવા માટે તેમનાં ઘરે ગયા હતા.” રાહી

“ બસ આ જ વાત હું સમજી નહોતો શક્યો ત્યારે. મને લાગ્યું મારો ફોન ક્યાંક પડી ગયો છે પણ ફોન પડી પણ નહોતો ગયો કે ખોવાય પણ નહોતો ગયો. મારો ફોન ગાયબ કરી દેવામાં આવ્યો હતો અને તે પણ જાણી જોઈને.” મેહુલ

“ પણ કોણે તમારો ફોન ગાયબ કર્યો અને શા માટે .?” રાહી

“ હેમલભાઈએ જ કર્યો હશે. બીજું હોઇ પણ કોણ..?” ધ્રુવે મોઢું બગાળ્યું.

“ ના ધ્રુવ હેમલ તે સમયે ત્યાં હાજર પણ નહોતો. તેણે નહોતો કર્યો ફોન ગાયબ.” મેહુલ

“ તો કોણ ..??” ધ્રુવ

“ પંકજભાઈનાં પત્નીએ ગાયબ કર્યો હતો મારો ફોન.જ્યારે હું પંકજભાઈ પાસે બેઠો હતો ત્યારે તેને મારો ફોન લઈ લીધો હતો.” મેહુલ

“ શું ? પંકજભાઈનાં પત્ની? પણ શા માટે તેમણે આવું કર્યું..??” રાહી

“ કેમ કે તે હેમલ જોડે મળેલા હતાં અને તેનું અફેર તેનાં સગા દિયર હેમલ જોડે હતું.” મેહુલ

રાહી અને ધ્રુવ બન્ને કંઇ જ બોલવાની દશામાં ન હતાં. તે બન્ને આ વાત સાંભળી એક્દમ સ્તબ્ધ બની ગયા હતા.

“ સર અમે આ વાત સાંભળીને પણ આટલા બધાં આઘાતમાં છીએ તો તમારી પર તો આ બધું વીત્યું તો તમને કેટલું બધું ખરાબ ફીલ થતું હશે તે વાત મને આજે સમજાય છે.” રાહી

“ હા આટલા માટે જ તો હું હારી ગયો છું અને મેં આશા પણ મુકી દીધી છે કે રિદ્ધિ હવે ફરી મારા જીવનમાં આવશે.” મેહુલ

“ પણ આ બધુ કરવા છતાં હેમલભાઈ અને રીનાબહેન ( પંકજભાઈનાં પત્ની ) નાં હાથમાં પ્રોપર્ટી તો આવી જ નહીં ને..?” રાહી

“ તે લોકોએ કરેલા પાપની સજા તેમને ઈશ્વરે આપી દીધી છે. બે નિર્દોષ માણસની હત્યા માટે ઈશ્વરે ઍકને મોત અને ઍકને ક્યારનીય જેલની સજા મળી ગઇ છે.” મેહુલ

“ મતલબ..!!??” ધ્રુવ

“ મતલબ એ કે રિદ્ધિને હું મળી આવ્યો તેનાં થોડા દિવસ પછી રીનાબહેને સ્યુસાઇડ કરી લીધું અને તેમણે સ્યુસાઇડ નોટમાં બધી હકીકત વર્ણવી. જેથી હેમલને જેલની સજા થઈ ગઈ.”

( ક્રમશ:)

એવું શું થયું જેથી રીનાબહેનને સ્યુસાઇડ કરવું પડયું? શું લખ્યું હતું સ્યુસાઇડ નોટમાં ? હજુ શું આગળ હકીકત ખુલશે જોઈશું આગળનાં ક્રમમાં..રાધિકા પટેલનાં સૌ વાંચક મિત્રોને જય શ્રી કૃષ્ણ.