From the Earth to the Moon - 27 in Gujarati Short Stories by Jules Verne books and stories PDF | ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 27

Featured Books
Categories
Share

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 27

પ્રકરણ ૨૭

ખરાબ વાતાવરણ

જ્યારે એ પિરામીડ જેવી અગ્નિ હવામાં ઘણી ઉંચાઈએ પહોંચી ગઈ ત્યારે તેની જ્વાળાએ સમગ્ર ફ્લોરિડામાં અજવાળું પાથરી દીધું હતું; એક સમય તો એવો આવ્યો જ્યારે મોટાભાગના વિસ્તારમાં દિવસે રાત્રીનું સ્થાન લઇ લીધું હોય એવું લાગી રહ્યું હતું. આ છત્રી જેવી જ્વાળા દરિયામાં સો માઈલ દૂરથી દેખાઈ શકતી હતી અને એકથી વધુ જહાજના કેપ્ટને આ રાક્ષસી ઉલ્કાની નોંધણી પોતાની લોગબુકમાં કરી હતી.

કોલમ્બિયાડમાંથી ગોળો છૂટવાની સાથે ધરતીકંપ પણ આવ્યો. સમગ્ર ફ્લોરિડાનો એકેએક ખૂણો હલબલી ઉઠ્યો. પાવડરનો ગેસ જેમાં ગરમી પણ ભળી હતી તેણે વિરુદ્ધ દિશામાં તાકાત લગાવી હતી અને હવામાં એક અકુદરતી વંટોળ ઉભો થયો જેમાંથી પાણીની ધારા વહી રહી હતી.

એક પણ દર્શક પોતાની જગ્યા પર ઉભો રહી શક્યો નહીં! પુરુષો, સ્ત્રીઓ, બાળકો આ તોફાનમાં જાણેકે મકાઈના દાણાની જેમ જમીન પર વેરાઈ ગયા હતા. અહીં ભયંકર શોરબકોર વ્યાપ્ત થઇ ગયો હતો, અસંખ્ય લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા. જે ટી મેટ્સન જેને સલાહ આપવામાં આવી હોવા છતાં ટોળાની સહુથી આગળ ઉભો હતો તે ખૂદ એક ગોળાની જેમ એકસોવીસ ફૂટ ઉછળીને આ ઘણાબધા લોકોની પાર જઈને જમીન પર પડ્યો હતો. ત્રણ લાખ લોકો થોડા સમય માટે બહેરા થઇ ગયા અને ગાંડા પણ.

પહેલી અસર દૂર થતાંની સાથેજ ઈજાગ્રસ્તો, બહેરાઓ અને સામાન્ય જનતા જાણેકે જાગી ગઈ અને આ તમામ ગાંડપણમાં શોરબકોર કરવા લાગ્યા.

“હુર્રા ફોર આરડન! હુર્રા ફોર બાર્બીકેન! હુર્રા ફોર નિકોલ!” ના અવાજો આકાશ સુધી પહોંચવા માંડ્યા. હજારો લોકો ટેલિસ્કોપની મદદથી ઉંચે જોઈ રહ્યા હતા અને અવકાશ પર તેમની નજર હતી અને બધા બધુંજ ભૂલી જઈને ગોળાને શોધી રહ્યા હતા. પરંતુ તેઓ નિરાશ થયા, કારણકે તેમને એવું કશુંજ દેખાયું નહીં અને આથી તેઓએ હવે લોંગ્ઝ પીકમાંથી આવનારા ટેલિગ્રામની રાહ જોવાની હતી. કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના ડિરેક્ટર રોકી માઉન્ટન પર પોતાની પોસ્ટ પર હતા અને આ કુશળ અને ઉત્સાહી અવકાશશાસ્ત્રીના કહેવા અનુસાર તેમના તમામ અવલોકનો વિશ્વાસપાત્ર હતા.

પરંતુ એક અજાણી ઘટના સામે આવી જે જનતાની અધીરાઈની પરીક્ષા કરવાની હતી.

અત્યારસુધી સુંદર રહેલું વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું; આકાશ વાદળોથી ભરાઈ ગયું. વાતાવરણમાં બે લાખ પાઉન્ડ પેરોક્સાઈલ ભળતા તેમાં આ પ્રકારનો ગૂંચવાડો ઉભો થાય તે સ્વાભાવિક હતું.

ક્ષિતિજની રેખા વાદળોથી ઢંકાઈ ગઈ – એક જાડો અને વીંધી ન શકાય તેવો પડદો પૃથ્વી અને આકાશ વચ્ચે આવી ગયો હતો જે દુઃખદ રીતે રોકી માઉન્ટન સુધી પહોંચી ગયો હતો. આ એક વિપત્તિ હતી, પરંતુ જ્યારે મનુષ્ય વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેણે પોતાના સંશોધનના પરિણામો પણ ભોગવવા પડે છે.

જો એવું માની લેવામાં આવે કે આ પરીક્ષણ સફળ થયું છે તો મુસાફરો જે પહેલી ડિસેમ્બરે રાત્રે દસ વાગીને છેતાલીસ મિનીટ અને ચાલીસ સેકન્ડે ઉપડ્યા હતા તે ચોથીએ મધ્યરાત્રીએ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જવા જોઈએ. આથી આટલો લાંબો સમય બધી બાબતોનું ધ્યાન રાખવું અને એ પણ આ પ્રકારની પરિસ્થિતિમાં અને આટલી બધી દુર્ગંધ વચ્ચે અશક્ય હતું. આથી તેમનાથી જેટલી ધીરજ રાખી શકાય તેટલી ધીરજથી તેમણે રાહ જોવાનું નક્કી કર્યું.

ચોથીથી છઠ્ઠી ડિસેમ્બર સુધી વાતાવરણ સમગ્ર અમેરિકામાં એવું જ રહ્યું, યુરોપના મહાન દૂરબીનો જેવાકે હર્ષેલ, રોસ્સે અને ફોકોલ્ટ સતત ચન્દ્ર તરફ તંકાયેલા રહ્યા હતા, જ્યાં વાતાવરણ અતિશય સુંદર હતું પરંતુ તેમના કાચની નબળાઈ કોઈ વિશ્વાસપાત્ર અવલોકન કરવાથી તેમને રોકી રહી હતી.

સાતમીએ આકાશ જરા સ્વચ્છ થયું હોવાનું લાગ્યું અને હવે આશાઓ જાગી પરંતુ એ ક્ષણજીવી રહી કારણકે રાત્રે ફરીથી તારાઓને તમામ આંખોથી વાદળોએ ઢાંકી દીધા.

હવે વાતાવરણ ગંભીર બનતું જતું હતું, જ્યારે નવમીએ સવારે સૂર્ય ઉગ્યો ત્યારે તે જાણેકે અમેરિકનોની મશ્કરી કરી રહ્યો હતો એવું લાગ્યું. તે વારંવાર આવનજાવન કરતો હતો, વાદળોથી ઘાયલ થયેલો હતો, અને આ રીતે તેના કિરણો પણ જાણે પોતાની અવગણના કરી રહ્યા હતા એમ માનવામાં શંકાને કોઈજ સ્થાન નહતું.

દસમીએ પણ કોઈજ બદલાવ નહીં! જે ટી મેટ્સન લગભગ ગાંડપણના આરે આવી ગયો હતો અને લોકોને ડર લાગી રહ્યો હતો કે આ મહાશય જેણે અત્યારસુધી પોતાના પર કાબુ રાખ્યો હતો તેનું મગજ ક્યાંક ખરાબ ન થઇ જાય.

પરંતુ અગિયારમીએ આ સમજી ન શકાય તેવા વિશિષ્ટ વાદળો ધીરેધીરે વાતાવરણમાં વિખેરાઈ ગયા. પૂર્વ દિશામાંથી આવેલા ભારે પવને વાદળોના આ જૂથને, જે ઘણો લાંબો સમયથી અહીં રોકાઈ ગયા હતા તેને દૂર લઇ જવામાં મદદ કરી અને રાત્રે આકાશમાં ચન્દ્રની અપૂર્ણ કળા નરમ તારામંડળની વચ્ચે રાજાશાહી ઠાઠની માફક ચમકી રહી હતી.

***