Turning point in L.A. - 7 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 7

Featured Books
Categories
Share

ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 7

પ્રકરણ .

તારી આંખનો અફીણી

તે દિવસે સાંજે જમણવારમાં સવારની જેમ બહુ મોટું ટોળું નહોતું કર્યુ. પણ ૨૧૦૦૧ નાં ચાંદલાએ રંગ રાખ્યો હતો. સાંજે ભારે સાડી પહેરીને પરિ અને મેઘા આવ્યા. સદાશિવ અને અક્ષર પણ ભારે લેંઘા ઝભ્ભામાં આવ્યા.ભગવાન નો ગોખલો સુશોભિત હતોઽને ભારેમાંના ગુલાબ નાં હાર થી તેમનું સ્વાગત જાનકી કર્યુ. વીડિયો ઉપર ગીત મુક્યુ હતું બહારો ફુલ બરસાઓ અને ઘર આખુ ગુલાબનાં એસેંસ થી મહેંકતું હતું.સદાશિવ ને અને અક્ષરને ગુલાબનો હાર રામ અવતારે પહેરાવ્યો. મેઘાબેન અને પરિને જાનકી હાર પહેરાવ્યો. ફરી થી રૂપા સાસુ અને સસરાને પગે લાગી. ત્યારે હીરાનો ભારે નવલખો હાર, કાનનાં બુટીયા અને નથણી સાથેનો સેટ રૂપાને આપ્યો.

મહારષ્ટ્રીયન રેસ્ટોરંટ માંથી ભારે ખાવાનું મંગાવ્યુ હતું. પડોશમાં રહેતી પેલી બે પોલીસ છોકરીઓ કેમેરો ચલાવતી હતી, ફોટા પાડતી હતી પરિ તેમને ત્યાં સવારે પાડેલા ફોટા અને વીડિયો ટીવી ઉપર કનેક્ટ કરી ને બતાવ્યા..જાનકી નાં મનમાં વહેવારથી શાંતિ થઈ.

રૂપા અને અક્ષર જમણવાર શરૂ થયો અને એક મેક ને ચોરીથી જોઇ લેતા હતા, અત્યારનો સોનેરી ડ્રેસ રૂપાને નમણી અને મોહક બનાવતો હતો ચેંજર ઉપર ગીતો સરસ આવતા હતા. નવરંગનું ગીત તુમ મેરે. મૈં તેરી ઉપર રૂપાએ હળવું નૃત્ય કર્યુ ત્યારે જાનકી અને મેઘાએ ઓવારણા લઈ ને ખૂબ વધાવી.

મેઘાએ અક્ષરને સાથે લઈને આઇસક્રીમ લઈ આવોનો આદેશ રૂપાને આપ્યો અને બહાર જવા કહ્યું ત્યારે પેલી બે છોકરી પણ સાથે થઈ ગઈ. ગાડી ચલાવવા તેમાની એક ને આપી અક્ષર રૂપા સાથે પાછળ બેઠો ત્યારે રામ અવતાર ખીન્ન થયો પણ રૂપા પ્રસન્ન હતી અને જાનકી ને આંખનાં ઇશારે પુછ્યુ તો તેણે પણ જવાની અનુમતિ આપી. પણ આઇસક્રીમ તો ફ્રીજમાં છે તે ઇશારાને જાનકી અવગણી ચુકી હતી. પ્રેમી પંખીડા અત્યારે થોડોક સમય સાથે ગાળે તેમાં અજુગતું કશું નથી વળી આઇસ્ક્રીમ શોપ તો અહીંથી દસ મીનીટ દુર છે. ગયાને આવ્યા. આઈસક્રીમ લેતા અને પાછા બેસતી વખતે અક્ષર કહેરૂપા વખતે તો તારા ઘણાં ફોટા લઈ જઉ છું. મને તો તારી બહું યાદ આવશે. તને આવશે?”

નન્નો પાડતા રૂપા બોલીયાદ તો કોને કરવા પડે જેને ભુલી ગયા હોઇએ.. પણ તને તો કોણ ભુલી શકે? મારા શ્વાસોચ્છશ્વાસમાં તુ સમાયેલો છે. “

તો પછી આટલી કઠોર કેમ રહે છે?”

જો તું ૨૧વર્ષની હું થઉં ત્યાં સુધી રાહ જોઇ શકતો હોય તો તારો પ્રેમ પ્રેમ નથી. પ્રેમમાં શરીર કરતા સમજ અને વહાલની વધારે જરૂર છે. આપણા વડીલો તેથીજ મર્યાદા રાખી છે. પછી તે મર્યાદા સાચા સમયે તુટે તે જરૂરી છે. આપણો સંયમ આપણ ને આખી જિંદગી સંતુલિત રાખે તેવું હું ઇચ્છું છું.

રૂપા રાણી હવે તો વિવાહ થઈ ગયા છે. અને સંવનન કાળ આખા જીવનની યાદોનો ઉત્કૃષ્ટ સમય છે. હું તો સંયમમાં રહી ને સમય બગાડવા જેવું સમજું છું.”

તું પુરુષ છે કદાચ અમારી નાજુક ભાવનાઓને નથી સમજતો. સ્ત્રી તરીકે અમારા અંગોને પુખ્તતા જરૂરી છે તારા અંશને નવ મહીના ગર્ભમાં ધારણ કરવા હુ પુખ્ત ૨૧ વર્ષે થઈશ. તે પહેલા થઈએ તો સંતાન ખોડખાંપણ વાળુ થાય અને તે સજા આખી જિંદગી તેની સાથે આપણે પણ ભોગવીયે. અક્ષર ડોક્ટરી નું ભણતો હતો તે પણ બધું જાણતો હતો.તેથી થોડોક સમય શાંત રહ્યો. આઇસ્ક્રીમ લઈને પરત તેઓ ઘરે પહોંચી ચુક્યા હતા.

રૂપા હળવે રહીને તેના ગાલ ઉપર અછડતી ચુમી કરીને બોલીકેટલો સમજું છે તું અક્ષુ.”.

સાહ્યબો કહેને.. મને સારું લાગે છે.”

ભલે મારા સાહ્યબા!” બંનેને પ્રસન્ન અને હસતા ઉતરતા જોઇને મેઘાને અને રામ અવતાર ને સારુ લાગ્યુ.

તારી ભાવતી કચોરી તેં ખાધી?” રૂપાએ ઘરમાં જતા અક્ષરને પુછ્યું

તેં જમતી વખતે આગ્રહ કર્યો એટલે ભુખ્યો રહી ગયો

અમારામાં તો મીઠાઇનો આગ્રહ થાય ફરસાણ નો નહીંભલે તારા માટે બધી કચોરી ભરી આપીશ સાથે સાન એંટોનીયો લઈ જજે.

કેમ મને તો તું આજે ફરીથી ખવડાવીશ એવું હતુંજાનકી સાંભળી ગઈ એટલે આઇસક્રીમ સાથે કચોરી ની પ્લેટો પણ આવી. અક્ષરે કચોરી તો ખાધી પણ આઇસ્ક્રીમ પણ ઝાપટ્યો. ટીવી ઉપર દેશી ચેનલ ઉપર સીરીયલ પુરી થઈ અને તાંબે કુટુંબ ઘરે જવા રવાના થયું. અક્ષરને એરપૉર્ટ ઉપર મુકવા જવાનું આમંત્રણ પણ અપાયુ. ઝીલાયુ અને હસતે ચહેરે સૌ છૂટા પડ્યા.

હાઈવે ઉપર હજી રૂપા ગાડી ચલાવતી નહોતી. એટલે સદાશિવ મુકવા જવાનાં હતાં.સવારે ૧૧ વાગે સદાશિવની લેક્ષસ ટેક્ષી લઈને અક્ષર અને મેઘા રૂપાને લેવા આવ્યા જાનકી સાથે હતી..

પ્લેનનું ચેક ઇન એક વાગ્યાનું હતું એટલે અગીયાર કરતા મોડા તો ના નીકળાય. આમ કહેવાય કલાકની ફ્લાઈટ પણ ટેક્ષાસ એટલે એલ થી પુર્વે અને તેથી બે કલાક આગળ સમય જવાનો એટલે પાંચ કલાક તો થવાનાંજ..તે વાગ્યે પહોંચશે.

વડીલોની હાજરી માં મન મોકળું કરીને કશું થાય.પણ વાતોમાં હકાર પુરાય. મેઘાને એવું ખરું કે પ્રેમી પંખીડાઓને જેટ્લું સાનિધ્ય મળે તેટલું આપવું પણ જાનકીની ફડક તો હજી એવીજ રહેવાની. મેઘા તેથી એવું કોઈ ગતકડું કરવાના મતમાં ખરી.કે પ્રેમી પંખીડાને થોડુંક એકાંત મળે.. જાનકીને તેજ ભયએકાંત મળે અને બહેકી જાય તો?

બંને મા મથતી પણ એર પોર્ટ પર સમય કેટલો મળે? બેગો ચેક ઇન કરીને તો અંદર જતું રહેવાનું.

જેમ જેમ જુદા થવાનો સમય નજદીક આવતો ગયો અને અક્ષરને અપલક તાકતી રૂપાની આંખો ભરાવા માંડી..જાનકીની પણ સાથે સાથે આંખો ભરાવા માંડી. પહેલી વખત તડપતા હૈયાનાં ધબકારા અક્ષરને પણ સ્પર્શ્યાં. મેઘાએ રૂપાને છાની પાડતા કહ્યું હવે વિલાયત નથી જતો તે રડે છે.. સહેજ અક્ષરની સામે જો અને ગુડ બાય કહે હાથ હલાવે છે.

રૂપાને બોલવું તો ઘણુ હતું પણ તેને રડવું આવતું હતું પતિ પત્ની તરીકે પહેલી વખત મળ્યા અને હળ્યા. પણ સમય ઓછો પડ્યો.

પેલી બાજુ અક્ષર પણ સંવેદનાની ક્ષણ સમજતો હતો. પણ તેને રૂપાને છેલ્લે છેલ્લે હસતી હોવી હતી.. પણ તેને બદલે ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી તેની રૂપા રાણી. પપ્પા અને મમ્મી સાથે છે તેથી સંયમ પણ જરૂરી હતો.પુરૂષ માણસ પોચકા મુકે તેતો ના ચાલે તેથી તે બોલ્યોબહું ના રડ રૂપા! છૂટા પડીશું તોજ ફરી મળવાની મજા આવશે.” કહી તે તો અંદર ચાલ્યો ગયો.

પાંચેક મિનિટમાં તેનો મેઘા ઉપર ફોન આવ્યો. તેને જગ્યા સારી મળી છે રૂપા હજી રડે છે?

મેઘા ફોન રૂપાને આપ્યો. તે રડતા રડતા બોલી..”હેલો

બાજુ સદાશિવ મેઘા અને જાનકી અને રૂપા સાથે લેક્ષસ એરપોર્ટની એક્ષીટ લેતી હતી.

બસ ને રૂપારાણી છેલ્લું મને હાસ્ય ના આપ્યું ને? ફોટો ચાલુ કરીને હસ જો અને ફોનમાં મોટા હાસ્ય સાથે અક્ષરનો ચહેરો દેખાયો.

રૂપાની આંખો રડતી હતી છતાય અક્ષરનો ચહેરો જોઇ તે હસી પડી અને બોલીતોફાની બારકસ..”.

અક્ષરે તર્ત ગાવા માંડ્યુ

તારી આંખનો અફીણી,

તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો .

રૂપા તેના કર્કશ અવાજને અવગણતી તેના લહેંકા માણતી હસી પડી. તેને હસતી જોતી બે મા અને સદાશિવ પણ મલકી પડ્યા, અને સદાશિવ બોલ્યા બે ગાંડા પ્રેમીઓ પાંચ વરસ કેમના કાઢશે?”

રૂપા બહું નરમાશ અને મૃદુતા થી બોલીપપ્પા અમે તમને લોકોને કહ્યું છે તેમ સમજી ને ભણશું અને પાંચ વરસ તો સમજ થી કાઢી નાખશું જોજોને,”

જાનકી કહેહા પણ ધબકતાં હૈયાનો ઉછાળ દાબવા સંયમ પણ ખૂબ જરૂરી છે.”

મા ગુગલ ઉપરથી તે ઉછાળા રોકવાનાં બધા નુસખાથી અક્ષર વાકેફ છે અને મને ખબર છે અમે તે ઉછાળા અમારા ભવિષય માટે તો રોકીયે છે.

સદાશિવે જાનકી સામે જોઇને કહ્યું તમારી તાલિમ ઉચ્ચ છે સંસ્કાર સારા છે બાકી આજનાં સમયમાં તો સ્વ નિયંત્રણ પેઢીને જોઇતું નથી.

મેઘા કહે આપણે રૂપાને અને જાનકી ને તેમના ઘરે મુકવાના છે અને તમે તો હોલીવૂડ ક્રોસીંગ તરફ જવા માંડ્યા.”

હા આપણા એપાર્ટ્મેંટ માં ભારતિય અભિનેત્રી પદ્મજા રોકાઈ છે તેને રૂપાને જોવી છે અને આશિષ આપવા છે.તમને વાંધો તો નથીને જાનકી બેન?”

કેટલો સમય લાગશે? રૂપાનાં પપ્પાનો લંચ સમય થયો છે.”

બસ ગયા અને એમના આશિર્વાદ લઈને તરત ઘર તરફ નીકળી જઈશું.”